Prem - Nafrat - 88 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૮૮

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૮૮

રચનાએ નવો દાવ રમવાનો શરૂ કરી દીધો હતો. લખમલભાઈના પરિવારની કંપનીના પાયા હચમચાવી નાખવાની યોજનામાં છેલ્લા કદમ પર પહોંચી ગઈ હતી અને હવે છેલ્લી પાયરી પર પહોંચવામાં એ કોઈ શરમ અનુભવવાની ન હતી. એ ઈંટ સે ઈંટ બજાના કહેવતને સાચી કરવા જઈ રહી હતી. લખમલભાઈની દોલત જ નહીં પરિવારમાં એકબીજા સાથેના સંબંધ પણ ખતમ કરવા માગતી હતી. પિતાને થયેલા અન્યાયનો બદલો લેવા હવે એ તલપાપડ થઈ રહી હતી. પોતાની બદલાની ભાવનાનું ક્યાંય પ્રતિબિંબ ના પડે એની પણ કાળજી લેવા માગતી હતી. લખમલભાઈએ નિવૃત્તિ જાહેર કરીને ઇનો રસ્તો આસાન બનાવી દીધો હતો.

રચનાએ ભાઈઓ પાસેથી મદદ લેવાનું- ઉધાર લેવાનું સૂચન કર્યું એનાથી આરવ ચોંકી ગયો અને બોલ્યો:રચના, આ શું કહે છે? આપણે એમની પાસેથી ઉધાર માગીએ તો આપણું માન શું રહી જશે? આપણે મોટા ઉપાડે વિશ્વાસ આપીને નવી કંપની શરૂ કરી હતી.

તારા પિતાએ મારા પિતાનું ક્યાં માન સાચવ્યું હતું? એમને સામાન્ય માણસ પ ગણ્યા ન હતા. એ કૂતરાના મોટે મારી ગયા હતા. એ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. એમ મનમાં જ બબડીને એને બાટલીમાં ઉતારતી હોય એમ નવાઈથી બોલી:એમાં શું મોટી વાત છે? મુશ્કેલીમાં ઘરના કામ નહીં આવે તો ક્યારે આવશે? અને આમ જોવા જઈએ તો એ આપણાં પરિવારની મિલકતમાંથી જ આપવાના છે ને?’

તારી એ વાત સાચી છે પણ આપણે ધંધામાં નિષ્ફળ રહ્યા છે એ વાત સાબિત થઈ રહી છે. એમનાથી અલગ થઈને આપણે નવી કંપનીની જમાવટ કરવાની જે વાત કરી હતી એમાં સફળ રહ્યા નથી. એમની પાસે ઉધાર માગવામાં મને તો શરમ આવે છે. અને એમની પાસે આપણાંને આટલા ઉધાર આપવાના રૂપિયા પણ ક્યાંથી હશે?’ આરવ ભારે ચિંતાગ્રસ્ત સ્થિતિમાં બોલી રહ્યો હતો.

અત્યારે બીજું કોઈ તો આપણાંને ઉધાર આપવાનું નથી. અને એમની પાસે આપણે ક્યાં કરોડો રૂપિયા માગવાના છે? થોડા લાખનો તો પ્રશ્ન છે. મોબાઈલ વેચાશે એટલે આપી જ દઇશું ને? બીજી વાત એ છે કે આમ કરવાથી ઘરની વાત ઘરમાં રહેશે. આપણે હમણાં ચાહીએ તો બજારમાંથી રૂપિયા ઉઠાવી શકીએ છીએ. પણ આપણે લખમલભાઈની ઈજ્જતનો પણ વિચાર કરવો પડે ને? એમનું નામ ખરાબ ના થાય?’ રચના એને નાના બાળકની જેમ સમજાવતી હોય એમ લપેટમાં લેતાં બોલી.

મને તો આ વિચાર ખાસ યોગ્ય લાગતો નથી. હજુ આપણી પાસે થોડા કલાક છે. બીજો કોઈ રસ્તો પણ વિચારીએ... બોલીને આરવ આંખો મીંચી વિચારવા લાગ્યો. એને થયું કે જ્યારથી ભાઈઓથી અલગ માઇન્ડ મોબાઇલ કંપની શરૂ કરી ત્યારથી એ ઊંડા કાદવમાં ફસાતો જ ગયો છે. બધાં પાસા ઉલ્ટા પડ્યા છે. કોઈ આયોજન સાચું સાબિત થયું નથી. હવે પોતાની બુધ્ધિને દોષ આપવો કે નસીબને એ જ સમજાતું નથી. રચના જેવી કાબેલ પત્નીએ જ ઓલ ઇન વન મોબાઈલ કંપનીને ટોપ પર લાવી દીધી હતી. એના શેરના ભાવ રાતોરાત વધી ગયા હતા. પપ્પા અને ભાઈઓએ એની આવડતને સલામ કરી હતી. એના ભરોસે જ આ નવી કંપની શરૂ કરી હતી. એ હવે ભૂલ સાબિત થઈ રહી છે. એણે કંપનીને આગળ વધારવામાં કોઈ કસર બાકી રાખી નથી. ગમે તેમ કરીને એને આગળ ધપાવવાના પ્રયત્ન કર્યા છે. છતાં અમે પાછાં કેમ પડી રહ્યા છે? શું અમારા ગ્રહો વાંકા ચાલી રહ્યા છે? હવે અમને આ સમસ્યામાંથી કોણ મુક્તિ અપાવશે?

આરવને વિચાર કરતો જોઈ રચના વધારે ખુશ થઈ રહી હતી. લખમલભાઈને ઘરે બેસાડી દીધા અને આરવને ભાઈઓથી અલગ કરી દીધા પછી હવે એને ખાડામાં ઉતારી દીધો છે. એની સાથે એના ભાઈઓને પણ નીચે ઉતારી દેવામાં હવે એક જ ડગલું ભરવાનું બાકી છે. લખમલભાઈના પરિવારનું ધંધાનું અસ્તિત્વ આજે નહીં તો કાલે ખાતાં કરી દેવું છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED