Prem - Nafrat - 120 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૧૨૦

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૨૦

રચના જે કહેવા જઈ રહી હતી એની કોઈને કલ્પના ન હતી. રચનાએ પોતાની વાત કહેવાનું કહ્યા પછી બધાના ચહેરા પર એક ઊડતી નજર નાખી. બધા એની વાત સાંભળવા ઉત્સુક હતા.

રચનાએ વિચારી લીધું હતું. તે પોતે મા બનવાની હોવાની વાત ખોટી હોવાનું કહેવાની હતી. આવનાર બાળકમાં ખામી હોવાથી પડાવી નાખવું પડ્યું અને તમને બધાને દુ:ખ ના થાય એટલે કહ્યું નથી. તે પોતાની વાત કહેવા જાય એ પહેલાં જ બંગલામાં આંગણે આરવની જીપ આવીને ઊભી રહી. એનો અવાજ સાંભળી રચના અટકી અને એ તરફ નજર નાખી.

જીપમાંથી મીતાબેન ઉતરી રહ્યા હતા. જીપમાં આરવના પ્રિય ગાયક કિશોરકુમારના અવાજમાં ગીત વાગી રહ્યું હતું... રોના કભી નહીં રોના, ચાહે ટૂટ જાયે કોઈ ખિલોના...

રચનાને ખ્યાલ આવી ગયો કે મીતાબેનને લેવા આરવે ડ્રાઈવરને મોકલ્યો હતો. તેણે જ કહ્યું:રચના, આપણી ખુશીમાં સામેલ થવા મમ્મીને પણ બોલાવ્યા હતા. એ આવી જ ગયા છે.

મીતાબેનને આવેલા જોઈ રચનાને રાહત થઈ. મમ્મીને ખબર છે કે મારા બાળકને પડાવી નાખ્યું છે. એ મારી વાતના સાક્ષી રહેશે કે હું મા બનવાની નથી.

મીતાબેનને આવકારતાં સુલોચનાબેન બોલ્યા:આવો વેવાણ! અમે તમારી જ રાહ જોતાં હતા. તમે પણ આ ખુશીમાં સામેલ થઈ જાવ. મને દાદી બનવાની તો તમને નાની બનવાની ખુશી હશે. આપણાં પરિવારમાં બાળક આવી રહ્યું છે એની ખુશી વહેંચીને વધારે આનંદ માણીએ!

સુલોચનાબેન, તમને પણ વધાઈ! રચના ભારે પગે છે અને એને સારા દિવસો જઈ રહ્યા છે એ જાણી આપણાં સૌને આનંદ થાય એ સ્વાભાવિક છે. મીતાબેનના અવાજમાં ખુશી સમાતી ન હતી.

રચના આભી બનીને જોઈ રહી. એને થયું કે પોતે મા બનવાની ન હોવાની વાતનો ખુલાસો કરવા જઈ રહી છે ત્યારે એણે ખોટું શું કામ બોલવાની જરૂર હતી. માએ કોઈ ચાલ ચાલી છે કે શું? એ આ લોકોને ભ્રમમાં રાખવા માગે છે કે શું?

રચનાએ ઇશારાથી માને પૂછ્યું ત્યારે એમણે આંખો અને ચહેરાના ભાવથી એને ચૂપ રહેવા કહ્યું. રચનાને થયું કે પોતે કોઈપણ પ્રકારનો ખુલાસો ના કર્યો એ સારું જ થયું. મા હવે બાજી સંભાળી લેશે. એમ લાગે છે કે થોડા દિવસ જૂઠાણું ચલાવીને અલગ થવાનો નિર્ણય જાહેર કરી દઇશું.

અચાનક લખમલભાઈએ રચનાને પૂછ્યું:બેટા, તું કોઈ વાત કહેતી અટકી ગઈ હતી. શું કહેવું છે?’

હં... હું... મમ્મીની જ વાત કરતી હતી. અને એ આવી ગયાં છે! રચનાએ જેમતેમ વાત બનાવી કાઢી.

બધાં એકબીજા સાથે વાત કરવા લાગ્યા હતા.

થોડીવાર પછી રચના એના બેડરૂમમાં ગઈ અને મીતાબેનને બોલાવીને લઈ ગઈ.

રચનાએ દરવાજાને બંધ કરી નવાઈ પામીને પહેલો જ સવાલ કર્યો:મા, તેં જૂઠું કેમ કહ્યું કે હું મા બનવાની છું? અને આ લોકોને કેવી રીતે ખબર પડી કે હું ગર્ભવતી છું. આપણે આ વાત છુપાવી હતી. અને ગર્ભપાત થયા પછી એમને ખબર પડી કે હું મા બનવાની છું. મને તો કંઇ સમજ પડતી નથી.

બેટા, મને પણ ખબર પડતી નથી કે હવે આપણે શું કરવું જોઈએ. હમણાં તો પાણીને જેમ રસ્તો મળે અને વહ્યું જાય એમ વહેતા રહેવું પડશે. હું એમની વાતમાં હોંકારો ભણી ગઈ. બીજો કોઈ રસ્તો ન હતો. રહી વાત એમને ખબર પડવાની તો એ લોકો પણ કહેતા નથી કે એમને કેવી રીતે ખબર પડી છે. સુલોચનાબેનનો મારા પર ફોન આવ્યો હતો કે રચના મા બનવાની છે એનો ઉત્સવ ઉજવી રહ્યા છે. આરવની જીપ આવી રહી છે એમાં તમે આવી જાવ. એ કહેતા હતા કે તમે સરપ્રાઈઝ આપો એ પહેલાં જ અમે તમને ચોંકાવી દીધા છે નહીં? મારે તો કંઇ બોલવાનું જ ના રહ્યું. મીતાબેન પોતે આ ઘટનાક્રમથી આશ્ચર્યચકિત હતા.

મા, તારે ડૉક્ટરને પૂછવાનું હતું ને? એમના સિવાય ત્રીજું કોઈ આ વાત જાણતું નથી. રચનાએ તરત જ સવાલ કર્યો.

હા, પછી મેં ડૉક્ટરને ફોન કરીને પૂછ્યું કે રચનાના ગર્ભપાતની તમે કોઈને જાણ કરી નથી ને? ત્યારે એમણે કહ્યું કે હું કોઈને ઓળખતી નથી તો બીજા કોને જાણ કરવાની? અને આ વાત તો તમે જ છુપાવીને રાખવાનું કહ્યું હતું. મીતાબેન પોતે આ પરિસ્થિતિમાં મૂંઝવણ અનુભવી રહ્યા હતા.

મા, એવું તો નથી ને કે આ લોકોને ખબર પડી ગઈ હોય કે મેં ગર્ભપાત કરાવી દીધો છે તેથી આપણાંને શરમમાં મૂકવા અને કટાક્ષ કરવા હું મા બનવાની હોવાનું નાટક કરી રહ્યા હોય?’ રચનાને ધ્રાસ્કો પડ્યો.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED