એક નારી, નારીનો આદર્શ, નારીની ઇચ્છાશક્તિ, નિર્ણયશક્તિ નીડરતા, પાત્રતા, દરેક પડકાર સામે ઝઝુમવાની સાહસિકતા, પવિત્રતા, કરુણા, પ્રેમ, વાત્સલ્યતા, આવા ક ગુણ સદગુણથી પરોવાયેલું એક સ્ત્રી ચરિત્ર એટલે વસુધા-વસુમાં.... નારી તું નારાયણી સાબિત કરી આપ્યું.... વસુધા એક નાનકડા ગામની નિર્દોષ ચંચળ સુંદર કન્યા. સાવ નાની ઊંમરે થઇ ગયેલું વેવીશાળ. હજી માંડ 9 ધોરણ પાસ કર્યા અને વેવીશાળ થઇ ગયું. બીજા વર્ષે લગ્ન અને 16 વર્ષની કિશોરાવસ્થા અને યુવાનીનાં ઉંબરે પગ મૂકતી કન્યા સાસરે આવી ગઇ.
Full Novel
વસુધા - વસુમાં - 1
વસુધા - વસુમાં એક નારી, નારીનો આદર્શ, નારીની ઇચ્છાશક્તિ, નિર્ણયશક્તિ નીડરતા, પાત્રતા, દરેક પડકાર સામે ઝઝુમવાની સાહસિકતા, પવિત્રતા, પ્રેમ, વાત્સલ્યતા, આવા ક ગુણ સદગુણથી પરોવાયેલું એક સ્ત્રી ચરિત્ર એટલે વસુધા-વસુમાં.... નારી તું નારાયણી સાબિત કરી આપ્યું.... વસુધા એક નાનકડા ગામની નિર્દોષ ચંચળ સુંદર કન્યા. સાવ નાની ઊંમરે થઇ ગયેલું વેવીશાળ. હજી માંડ 9 ધોરણ પાસ કર્યા અને વેવીશાળ થઇ ગયું. બીજા વર્ષે લગ્ન અને 16 વર્ષની કિશોરાવસ્થા અને યુવાનીનાં ઉંબરે પગ મૂકતી કન્યા સાસરે આવી ગઇ. સાસરાનું ઘર ભર્યુ ભર્યુ જમીન, મકાન મિલ્કત ઢોરઢાંખર બધુ હતું. પતિ પણ માંડ 18 વર્ષનો પીતાંબર ઘરની ખેતી અને ઢોરઢાંખર, દૂધ પર ઘર ...વધુ વાંચો
વસુધા - વસુમાં - 2
વસુધાપ્રકરણ-2 પુરષોત્તમભાઇ હાથપગ ધોઇ કપડાંથી હાથ લૂછતાં લૂછતાં આવ્યાં. અને વસુધા અને દુષ્યંતને જોઇને ક્યું વાહ બંન્ને છોકરાઓ ગયાં. તમે લોકો આજે ખૂબ રમ્યા લાગો છો વસુધાએ નિર્દોષતાથી પૂછ્યું બાપુ તમને કેવી રીતે ખબર ? પુરષોત્તમભાઇ એ કહ્યુ અરે પાદરે મંદિરનાં પૂજારી શાસ્ત્રી કાકા બૂમ પાડતાં હતાં. બધાં છોકરાઓ તોફાન કર્યા કરે અને આ છોકરીઓ ડાહી છે રમતાં પહેલાં ફૂલો લાવી આપે. અને મહાદેવની આરતી પહેલાં હાજર થઇ જાય પછી બધાં તોફાનીઓ વંટ વગાડવા આવે. પ્રસાદ લઇને ઘરે જાય. વસુધાએ ક્હ્યુ હાં બાપુ અમને લોકોને મહાદેવજીને ચઢાવવા બીલીપત્ર અને ફૂલો લાવવા ખૂબ ગમે. અને પછી લાવેલા ફૂલ પૂજારીકાકા એવાં ...વધુ વાંચો
વસુધા - વસુમાં - 3
વસુધાપ્રકરણ-3 સૂર્યનારાયણ ધીમે ધીમે ઉગમણે ઉગી રહ્યાં છે. હળવો મંદમંદ મીઠો પવન વાઇ રહ્યો છે. પાર્વતીબહેને આજે થોડાં ઉઠીને રોટલા શાક રાંધી નાંખ્યા છે થોડો કંસાર પણ હલાવી નાંખ્યો છે. આજે વસુધાએ પણ ગમાણ વાળી લાલી અને અન્ય વાછડા ભેંશ વગેરેને ઘાસ અને પાણી આપી દીધાં હતાં. દૂધ પણ દોહીને ડેરીએ ભરાવી દીધું હતું દુષ્યંત સવારથી વાંચવા બેસી ગયો છે ત્યાં પાર્વતીબહેને કહ્યું સાંભળો છો ? આપણે શીરામણ કરી લઇએ પછી નીકળવું છે ને ? પાર્વતીબહેને બધાને જમવા બોલાવી દીધાં અને બધાંને જમાડીને કહ્યું વસુ તું ધ્યાન રાખજે અમે ગાડરીયા જઇને આવીએ છીએ. દુષ્યંત ટીખળ કરતાં કહ્યું માં વસુ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-4
વસુધાપ્રકરણ-4 પાર્વતીબેન અને પુરષોત્તમભાઇ ગાડરીયા ગામ પોતાની દીકરી વસુધા માટે છોકરો જોવા આવ્યાં હતાં. બધી વાતચીત ચાલી રહી વાતવાતમાં છોકરાઓં ભણતર અંગે વાત નીકળી ત્યારે જાણ્યું કે એમનો દિકરો પીતાંબર સાત ચોપડી ભણેલો છે. પાર્વતીબહેને કહ્યું મારી વસુધા 9 ચોપડી ભણી છે એને તો આગળ ભણવું છે પણ અમે... ત્યાં પીતાંબરની માં એ કહ્યું અરે વાહ સારુ કહેવાય મને તો છોકરીઓ ભણે એ ગમે છે જો એને આગળ ભણવું હશે તો અમને વાંધો નહીં ઉઠાવીએ અને મારે ત્યાં પરણીને આવી તો હું એને આગળ ભણાવીશ મારે પણ ભણવાની હોંશ હતી પણ આપણાં સમયમાં છોકરીઓને ભણાવતાંજ નહીં હજી કિશોરી થઇ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-5
વસુધાપ્રકરણ-5 વસુધાનાં માં-પાપા એમની દૂરની બહેન દિવાળીબહેનનાં ઘરે ગયાં જે એમનાં ઘરે જતાં રસ્તામાં પડતું બતું વળી દિવાળી કોઇ સંસાર નહોતો તેઓ વિધવા હતાં.. ના છોકરા છૈયા એકલાં હતાં. એમણે પુરષોત્તમભાઇને પૂછ્યું તમને કેવો લાગ્યો છોકરો કુટુંબ અને માણસો ? પુરષોત્તમભાઇ અને પાર્વતીબહેન એકબીજા સામે જોયું પછી પાર્વતીબહેન બોલ્યાં કુટુંબ અને માણસો ઘણાં સારાં છે તમે બતાવો ઘર પછી એમાં જોવાનું હોય. પણ.. પણ.. છોકરો માત્ર સાત ચોપડીજ ભણ્યો છે એ જરા... ત્યાંજ દિવાળીબહેને કહ્યું અરે પાર્વતી એકવાત સમજ આટલી ખેતી-ઢોર અને દૂધ.. ખેતીમાં મબલખ આવક હોય ખાનાર ત્રણ જણાં એકનો એક દીકરો -દિકરી સરલા પરણાવી દીધી છે. એય ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-6
વસુધાપ્રકરણ-6 વસુધાનાં પાપા મંમી છોકરો જોઇને દિવાળીબહેનને હકારો ભણીને ઘરે આવ્યાં. ઘરે આવી વસુધાને બધી વાત કરી. વસુધાએ જાણ્યુ કે છોકરો સાત ચોપડી સુધી જ ભણ્યો છે અને ભણવાનું છોડી દીધુ છે. ઘરમાં ઢોર ઢાંખર ઘણાં છે ખેતી ઘણી મોટી અને સારી છે. દૂધની ઘણી આવક છે છોકરો એકનો એક છે એ બધી વાત એણે કોરાણે મૂકી અને ભણવાનું છોડી દીધું છે. એ જાણીને નિરાશ થઇ ગઇ. એણે કહ્યુ માં દૂધ બધુ દોહી-ભરીને તૈયાર છે ડેરીમાં ભરવાનું જ બાકી છે તમે પતાવી દેજો તું. મારી લાલી પાસે જઊં છું. કહીને એ ગમાણમાં ગઇ લાલીનાં ગળામાં હાથ પરોવીને ઉભી રહી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-7
વસુધાપ્રકરણ-7 દિવાળીબેન ઘરે આવેલાં અને પુરષોત્તમભાઇ અને પાર્વતીબેન બંન્ને ખૂબ આનંદમાં હતાં. દિવાળીબહેને આવીને ગુણવંતભાઇ અને ભાનુબહેન સંબંધથી ખૂબ ખુશ છે એમ કીધું પછી ઉર્મેર્યું કે આપણી વસુધા ખૂબ હોંશિયાર અને સ્વરૂપવાન છે એમને આવી છોકરી ક્યાં મળવાની ? વસુધા હિસાબ જોતી જોતી મોટેરાંઓની વાતો સાંભળી રહી હતી એ વિચારોમાં પડી ગઇ કે આ લોકો મારાં લગ્ન કરાવવા ઉતાવળા અને અધીરા થઇ ગયાં છે મારાં લગ્ન થવાનાં એ કુટુંબનાં માણસો કેવા હશે ? મને ત્યાં ફાવશે ? એ પિંતાબરે ભણવાનું છોડી દીધું છે કેમ એવું કર્યું હશે ? હું તો ત્યાં જઇને પણ ભણવાની પણ અહીંથી જવાનું કેમ ગમશે ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-8
વસુધાપ્રકરણ-8 પુરષોત્તમભાઇએ વસુધાને પૂછયું વસુધા તેં ડેરીનો હિસાબ જોઇ લીધો ? ગાયનું અને ભેંશનું બન્નેનાં દૂધનો હિસાબ ચોપડીમાં લાવ્યો છું આપણે બે મહીનાથી ઉપાડ નથી કર્યો. બધુ જમા કરાવ્યું છે. એટલે આ વખતે બધો હિસાબ જોઇને પૈસા લઇ લઇશું. વસુધાએ કહ્યું હાં પાપા મેં જોઇ લીધો છે અને દુષ્યંતને સરવાળો ચેક કરવા આપી છે. બેઉ જણાં સરવાળો કરી જોઇએ તો કોઇ ભૂલ થઇ હોય તો ખબર પડે. ત્યાં દુષ્યંતે કહ્યું મેં જોઇ લીધું છે બધુ બરોબર છે. પાપા બે મહિનાનાં થઇને 21,000/- લેવાનાં નીકળે છે ફેટ પ્રમાણે એ લોકો જે વધારો આપે એ અલગ. વસુધાએ કહ્યું આપશેજ સ્તો. દર ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-9
વસુધાપ્રકરણ-9 અવંતિકાએ મોક્ષને કહ્યું મોક્ષ તમે મને ખૂબ પ્રેમ કરો છોને તો મારી એકવાત માનશો ? મોક્ષે કહ્યું વાતમાં તથ્ય હોય છે હું જાણું છું નિસંકોચ મને કહે હું તારી વાત માનીશજ. અવંતિકાએ કહ્યું મોક્ષ આ નવલકથા વસુમાનું ચરિત્ર એમની જીવનયાત્રા વાંચી રહી છું મને એટલી ગમે છે કે... મોક્ષ તમને શું કહ્યું ? આ કેવો સરસ સમય કાળ હશે કે માણસો આપણે પ્રેમાળ, પરિશ્રમી અને લાગણીશીલ હતો એમની દરેક વાત અને વિચાર-વર્તનમાં સંસ્કાર ટપકે છે એકબીજા માટે કેટલી લાગણી અને પ્રેમ છે. મોક્ષ વસુધાનું બાળપણ, શિક્ષણ અને કિશોરાવસ્થાથી એ ગાયને કેટ પ્રેમ કરે છે અને એની ગાય પણ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-10
વસુધાપ્રકરણ-10 દિવાળીબહેન વસુધાનાં વખાણ કરી રહેલાં કે ગુણવંતભાઇનું ખોરડું આપણી વસુધાના જવાથી દીપી ઉઠવાનું છે અને એ લોકો વસુધા વિશે બધું જાણીને આનંદમાં હતાં કે ઘરમાં સુશીલ સમજુ અને સંસ્કારી છોકરી ઘરમાં આવવાની છે મારો કેટલો આભાર માન્યો કે તમે તમારી ભાઇની છોકરીનો સંબંધ કરવા અમને કહ્યું સાચેજ મારાં પીતાંબરને ગુણીયલ છોકરી મળશે. પુરષોત્તમભાઇ અને પાર્વતીબેન બધુ સાંભળીને ખુશ થયાં. પુરષોત્તમભાઇએ કહ્યું બહેન તું આવી છે તો આજે લીસ્ટ બનાવી દઇએ. એમને ત્યાંથી શુકનનો સાકરપડો પણ આવી જાય પછી બીજી તૈયારીઓમાં સમયજ નહીં રહે. સમય જતાં ક્યાં વાર લાગે છે. જોત જોતામાં વસુધાનું લગ્ન આવી જશે. પાર્વતીબહેને કહ્યું તમે ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-11
વસુધાપ્રકરણ-11 પાર્વતીબહેને કહ્યું સારુ તમે આવી ગયાં. દિવાળીબેન પણ હમણાંજ આવ્યાં. વેવાઇનો ફોન હતો. અગિયાસે સાકરપડો લઇને આવશે દિકરી અને જમાઇ પણ સિધ્ધપુરથી આવી ગયાં છે. હાંશ ક્યારની રાહ જોવાતી હતી. ત્યાં દિવાળીબેન કહ્યું મારાં ભાઇની હોંશ સાચી હતી જુઓ વેવાઇનો ફોન પણ આવી ગયો. એ લોકોનાં જમવાની રહેવાની વ્યવસ્થા કરવી પડશે ને પણ વેવાઇ સાકરપડો આપી વ્યવહાર પતાવી રાત્રે પાછાં વળી જશે અહીં રોકાશે નહીં કારણ કે લગ્ન પહેલાં એ શોભે નહીં અને એમની દીકરી જમાઇ આવેલાં છે એ લોકો પણ બધી તૈયારી કરશે ને. પુરષોત્તમભાઇએ કહ્યું રહેવાનાં એટલે જમી પરવારી એ લોકોને આરામ માટે અલાયદો રૂમ આપવો ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-12
વસુધાપ્રકરણ-12 વસુધા-પીતાંબર બંન્ને એકબીજાનાં માતાપિતાને પગે લાગ્યાં અને પછી બંન્ને જણાં દિવાળી ફોઇને પગે લાગ્યાં. આશીર્વાદ લીધાં. ત્યારબાદ વાતો ચાલુ કરી અને વસુધા પાછળ લાલી પાસે ગઇ અને લાલીને કહ્યું તારાં જમાઇ આવ્યાં છે. સારાં લાગે છે દેખાવમાં પણ સ્વભાવે કેવા ખબર નથી. ત્યાં દિવાળી ફોઇએ કહ્યું પીતાબંરકુમાર તમે જાવ જરા પગ છુટા કરો અને બેન સરલા જાવ વાડો જુઓ વસુધા ત્યાંજ છે. સરલાએ ભાવેશકુમારને આવવા પૂછ્યું. ભાવેશકુમારે કહ્યું તમે જાવ વાતો કરો હું અહીં પાપા પાસે બેઠો છું પછી આવું છું અને સરલા અને દુષ્યંત પણ પીતાંબર સાથે બહાર ગયાં. વાડા તરફ દુષ્યંત દોરી ગયો અને બૂમ પાડી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-13
વસુધાપ્રકરણ-13 સરલા અને દુષ્યંત ખેતરમાં ફરવા નીકળ્યાં. વસુધા ત્યાં રૂમનો ઓટલે બેસી ગઇ. પીતાંબર એની બરોબર બાજુમાં આવી ગયો અને વસુધાને શું ગમે ? શું શોખ છે એ પૂછવા લાગ્યો. વસુધાએ કીધુ. ભણવાં સાથે બધુ ગમે. ફીલ્મ જોવી, ગામમાં આવે ત્યારે રામલીલા, આંકડી કચુકી રમવી, મારી લાલી સાથે વાતો કરવી મને ખૂબ ગમે. ત્યાં પીતાંબર વસુધાનાં ખભે હાથ મૂક્યો અને... વસુધા થોડી આધી ખસી ગઇ. વસુધા શરમાઇ રહી હતી. પીતાંબરે કહ્યું આજે આપણો સંબંધ નક્કી થયો ગોળધાણા ખવાયા અને સાકરપેંડો અપાઇ ગયો. વડીલોનાં આશીર્વાદ લીધાં હવે લગ્ન થવાનાં આમ શરમાય છે કેમ ? હવે તો આપણે નજીક આવવું જોઇએ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-14
વસુધાપ્રકરણ-14 ગુણવંતભાઇએ ચા પીધાં પછી પુરષોત્તમભાઇને કહ્યું ભાઇ પુરષોત્તમ હવે અમે રજા લઇએ અને હવે પછી આ બંન્ને હળવાભળવા દેજો કોઇ ચિંતા ના કરશો. હમણા સરલા અહીં છે એટલે લગ્નની પણ તૈયારી અને બધાં પ્રસંગો એટલે કે ગ્રહશાંતિ, મહેંદી, ગરબા, લગ્ન, વગેરે કેવી રીતે કરવા એ બધુ નક્કી કરીશું વળી વસુધા માટેનાં ઘરેણાં કપડાં બધુ અમે પણ તૈયારી કરીશું. પીતાંબરનું પણ સાથે સાથે થશે. ભાનુબહેને કહ્યું અમે છોકરાવાળા છીએ ભલે પણ અમારે પણ એકનો એક છોકરો છે એટલે પૈસા સામું જોયા વિના ખુબ ધામધૂમથી લગ્ન કરીશું. અને હાં ગ્રહશાંતિ લગ્ન પછીજ ગોઠવ્યુ જેથી પીતાંબર અને વસુધા બેસી શકે. બીજું ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-15
વસુધાપ્રકરણ-15 પીતાંબર વસુધા અને દુષ્યંત ટોકીઝ પહોંચી ગયાં. ત્યાં પીતાંબરનો મિત્ર નલીન એની પ્રેમીકા નલીની સાથે ટીકીટ લઇને જોતો હતો. મૂવીનો સમય થઇ ગયો હતો. બધાં સીનેમા હોલમાં પહોચી ગયાં. ત્યાં U રોમાં છેલ્લી પાંચ સીટ હતી છેલ્લી વસુધા પછી પીતાંબર પછી દુષ્યંત અને પછી નલીન અને નલીની બેઠાં. વસુધાએ પીતાંબરને કહ્યું આમ નહીં બીજી રીતે બેસીએ દુષ્યંત મારી બાજુમાં બેસજો એ એકલો પડી જશે. પીતાંબરે કહ્યું અરે હું એની સાથે બેઠો છું. એને મારી કંપની માં બેસવા દે એ બરાબર બેઠો છે હું તને કે એને કોઇનો એકલા નહીં પડવા દઊં એટલે તો બેઊની વચ્ચે હું બેઠો છું. ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-16
વસુધાપ્રકરણ-16 મૂવી જોઇ પાછા ફરતાં પીતાંબર વસુધાની મશ્કરી કરી રહેલો વસુધાએ કહ્યું આવી વાતો કેમ કરો છો ? શોભતી નથી. તમે આવું ના બોલો મને નથી ગમતું એમ કહીની રીસાઇ ગઇ. પીતાંબર ખૂબ મસ્તીમાં હતો પણ વસુધાને ગમ્યું નહીં એટલે પછી ચૂપ થઇ ગયો. છેક ગામ આવ્યું ત્યાં સુધી કોઇ કંઇ બોલ્યું નહીં. પછી પીતાંબરે કહ્યું મસ્તીને આમ ગંભીર ના બનાવી દેવી ફરીથી જે તને નથી ગમતું એવી વાત નહીં કરું પણ હવે તો ઘર પણ આવી ગયું હવે તો ગુસ્સો થૂંકીને હસી નાંખ નહીંતર મને ઊંઘ પણ નહીં આવે. વસુધાએ કહ્યું હું કંઇ મનમાં ભરી નથી રાખતી જે ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-17
વસુધાપ્રકરણ-17 વસુધાનાં ઘરે ગ્રહશાંતક પૂજા ચાલી રહી છે. વસુધા એની માંની બાજુમાં બેઠી બેઠી પૂજા જોઇ રહી છે. શ્લોક-મંત્રોચ્ચાર સાંભળી રહી છે. મનોમન ઇશ્વરને પ્રાર્થના કરી રહી છે કે બધાં પ્રસંગ આનંદ ઉલ્લાસથી પૂર્ણ થાય કોઇ વિધ્ન ના આવે. અને દુષ્યંતે આવીને વસુધાને કહ્યું દીદી દીદી જુઓ કોણ આવ્યું છે ? વસુધા ઉભી થઇને આવનારને જોઇ રહી અને આનંદીત થઇ ગઇ. સરલા અને ભાવેશકુમાર આવ્યા હતા. ગૃહશાંતિની પૂજામાં આવેલા અને માતાજીનો પ્રસાદ લઇને જવાનાં હતાં. વસુધાએ ભાવેશકુમારને પૂરા સન્માન સાથે આવકાર આપ્યો અને પોતાનાં પિતાની બાજુમાં બેસાડયાં અને સરલાને કહ્યું. દીદી તમે દર્શન કરી લો પછી આપણે ગૌ પૂજન ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -18
વસુધા પ્રકરણ -18વસુધા હાર લઈને આવે અને પીતામ્બર ને આવકાર આપે એવું જણાવવામાં આવ્યું નવો રિવાજ સ્વીકારવો પડ્યો અને હાર લઈને આવી અને પીતામ્બરને વધાવ્યો. પાર્વતિબેનને નવા રિવાજ સામે સંકોચ હતો પરંતુ પુર્ષોત્તમભાઈની આંખનાં ઈશારે ચૂપ રહ્યાં અને વર પક્ષની માંગણી સ્વીકારી લીધી એમની ન્યાતમાં પણ નવો ચીલો ચિતરાઈ ગયો. વસુધા અને પીતામ્બરનાં લગ્ન વિધિસર અને ખુબજ ધામધૂમથી થઇ ગયાં. બધાએ લગ્ન અને સહુનો આવકાર વખાણ્યો. વસુધાને લગ્નમાં જે કરિયાવર આપવામાં આવ્યું એવું બધાએ ખુબ વખાણ્યું અને બધાની જીભે એકજ વાત હતી કે પુરુષોત્તમભાઈએ ખુબ સારું કર્યું છોકરીને કોઈએ ના આપ્યું હોય એવું આપ્યું .વિદાય વેળાએ વસુધાના આંખમાં આંસુ રોકાતાં ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -19
વસુધા પ્રકરણ -19 વસુધાની પિયરની વિદાય અને સાસરીમાં આગમન વસુધાને બધાએ ખુબ લાગણી અને પ્રેમથી વધાવી. વસુધાએ આવીને તરત યાદ કરી...લાલીને પણ ગમાણમાં સ્થાન મળી ગયું. લગ્નની રાત્રે વસુધા અને પીતાંબરપ્રેમ એહસાસ અને સહવાસમાં પરોવાયાં. સવારે વહેલી ઉઠી વસુધા સ્નાનાદી પરવારીને પેહલી દેવસેવામાં જઈ ફૂલ ચઢાવી પ્રાર્થના કરી પછી સાસુ સસરાને પગે લાગી આશીર્વાદ લીધાં અને સીધી ગમાણમાં લાલી પાસે ગઈ... લાલી વસુધાને જોઈને ભાંભરવા માંડી. વસુધાએ એને હાથ ફેરવ્યો અને બોલી લાલી તને અહીં ફાવી ગયું ? નવી જગ્યા અને નવા માણસો તને કેવું લાગ્યું ? આ હવેથી આપણું નવું ઘર નવું કુટુંબ છે પણ તને અહીં કોઈ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -20
વસુધાપ્રકરણ -20વસુધાને પીતાંબર કોઈક મોંઘી ભેટ આપવા માંગતો હતો. પણ વસુધાએ કહ્યું મને આપવું હોયતો મારુ મનગમતું આપો પીતાંબરે બોલને તું કહે એ આપું નવું ઘરેણું- સાડી તારી કોઈ મનગમતી વસ્તુ બોલ હું શું આપું ? જેવાંથી તું રાજી થઈ જાય કહે વસુધા.વસુધાએ કહ્યું તમે મને આપવા માંગો છો એ બધુંજ મારી પાસે છે મારાં મનનું ગમતું તો તમારો પ્રેમ વિશ્વાસ વફાદારી જે આપણાં સંબંધને મજબૂત કરનાર છે એ આપો. મને આગળ ભણાવો જેથી હું આપણાં બાળકોને પણ ખુબ સારું શિક્ષણ અને સંસ્કાર આપી શકું એમ કહી વસુધાએ પીતાંબરની આંખોમાં જોયું.પીતાંબર વિસ્મય થઈને જોઈ રહ્યો એણે કહ્યું વસુધા હું ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ : 21
વસુધા પ્રકરણ -21વસુધા પોતાની સાસરીમાં ઘરમાં હવે હેવાઈ થવા માંડી હતી. પીતાંબર દૂધ ભરવા જવાની તૈયારી કરતો હતો અને ગામનાં ભરવાડ મિત્ર રમણ એની માં સાથે મળવા આવે છે બંન્ને બહાર પાથરેલાં ખાટલા પર બેસે છે. ભાનુબેન આવકારે છે અને કહે છે તમે લગ્નમાં ના આવ્યા પણ પછી ખબર પડી હતી કે તમારાં જેઠ અવસાન પામ્યાં હતાં.રમણની માં એ કહ્યું આતો મરણ પ્રસંગ હતો એટલે લગ્નનાં ઘરમાં ક્યાં આવવું ? હવે બધું પતી ગયું છે એટલે આજે વહુનું મોં જોવા આવી અને શુકન કરાવવા પડેને ? આ પીતાંબર તો મારા રમણ નો લંગોટિયો ભાઈબંધ છે. ભાનુબહેને કહ્યું એ સારું હું ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ: 22
વસુધાપ્રકરણ: ૨૨દિવાળીફોઈ વસુધાની ખબર કાઢવા આવ્યાં હતાં દીકરી હમણાં વળાવી છે તો ખબર અંતર પૂછી આવું કરીને આવેલાં. એ વાત કરી રહેલાં અને પીતાંબર ડેરીએથી દૂધ ભરીને આવ્યો આવીને દિવાળી ફોઈને પગે લાગ્યો. વસુધાની પીતાંબર પર નજર પડી એની આંખો હસી ઉઠી એણે જોયું પીતાંબરનાં ખીસામાં કોઈ વસ્તુ હોય એવું લાગ્યું એણે પૂછ્યું નહીં જોઈને નજર ફેરવી લીધી પણ વિચારમાં પડી કે દૂધ ભરીને આવ્યાં અને એટલીવારમાં શું લઇ આવ્યાં ? હશે કંઈ એમ કહી એણે ધ્યાન વાતોમાં પરોવ્યું પીતાંબરે કહ્યું ફોઈ આજે અહીંજ રહી જાઓ અને જમીને પછી અમે તમને મુકવા આવીશું.લાગલુંજ વસુધા બોલી હાં ફોઈ આજે રહી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ: 23
વસુધા પ્રકરણ :23 વસુધા અને પીતાંબર રાત્રે સુવા માટે ઉપર રૂમમાં આવ્યાં અને વસુધાએ કહ્યું હું આજે ખુબ થાકી મારે સુઈ જઉં છે તમે પણ સુઈ જાવ. પીતાંબરે તું સુઈ જા મારે હજી વાર છે હું હજી તો ખેતરે એક આંટો મારવા જઈશ હમણાંથી ભેલાણ થવા માંડ્યું છે સાલું કોઈ જાનવર છે કે માણસ ખબર નથી પડતી ચાર બાજુ ફેન્સીંગ કરાવી એનાં માટે...તોય.. તું શાંતિથી સુઈ જા. વસુધાએ કહ્યું ઓહ તમારે જવું પણ જરૂરી છે આપણે વાવણીથી શરુ કરી આટલી મહેનત કરીએ અને જાનવર કે કોઈ માણસ એક રાતમાં નુકશાન કરી જાય થોડું ચાલે ? પણ તમે બે માણસોને ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ : 24
વસુધા પ્રકરણ : 24 પીતાંબર ડેરીએ દૂધ ભરાવવા ગયો અને વસુધા અને સરલા ધોવાનાં કપડાં વાડામાં લઈને સરલાએ પીતાંબરનું પહેરણ જોયું એમાંથી તીવ્ર વાસ આવી રહી હતી એ થોડામાં બધું સમજી ગઈ. પીતાંબર ડેરીએથી આવ્યો બધાં ચા નાસ્તો કરવા સાથે બેઠાં અને સરલાએ સીધુંજ વસુધાની સામે પીતાંબરને પૂછ્યું ભાઈ તું રાત્રે ખેતરે ગયેલો ? સારું કર્યું રાતે પણ ચોકી તો જોઈએજ. ઉભો પાક કોઈ ભેલાણ ના કરે એટલે જરૂરી છે પણ તેં આમ હલકાં કામ ક્યારે શરુ કર્યા ? રાત્રે કેમ પીધેલું ? વસુધા સમજી નહોતી રહી અને પીતાંબર સરલા સામે ના જોઈ શક્યો એણે મોઢું અને આંખો ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ: 25
વસુધા પ્રકરણ - 25 પીતાંબર વસુધાની માફી માંગીને એને મનાવવાની કોશીશ કરી રેહેલો. એનાં ચહેરાં પર ખરેખર ભાવ હતો એણે વસુધાની બાજુમાં બેસીને કહ્યું વસુ... હું જાણું છું મારાંથી ભૂલ થઇ છે પાપ નહીં અને ભગવાન પણ ત્રણ ગુના માફ કરે છે પ્લીઝ મને માફ કર હું તને ખુબ પ્રેમ કરું છું વસુધાને ઘણો આઘાત લાગ્યો હતો એણે કહ્યું હજી આપણાં લગ્ન...તમે માફી માંગીને હવે મનાવવા આવ્યાં છો એલોકોનો વાર્તાલાપ ચાલુ હતો અને દાદર પર પગરવનો અવાજ આવ્યો અને પીતાંબરચૂપ થઇ ગયો ત્યાં સરલા ઉપર આવી અને વસુધાની બાજુમાં બેઠી... સરલાએ કહ્યું વસુધા એમ કહી એનો ચહેરો ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ ૨૬
વસુધા - પ્રકરણ ૨૬ સરલા અને ભાવેશકુમાર કારમાં ઘરે જવા નીકળી ગયાં અહીં ભાનુબહેન બોલ્યાં આખું ઘર જાણે ખાલી થઇ ગયું...સરલાની આટલાં દિવસની હાજરી જાણે અચાનક ખાલીપો કરી ગઈ. દીકરી હોય ત્યાં સુધી જાણે ભર્યું ભર્યું હતું બસ જેવી વિદાય થાય એટલે બધાં હોવાં છતાં ખાલીપો અનુભવાય છે.વસુધા સાંભળી રહેલી એનાંથી પણ કહ્યાં વિના ના રહેવાયું બોલી માં તમે સાચુંજ કહો છો. સરલાબેન હતાં તો એવું લાગતું હતું કે કોઈ સખી મારી મોટી બહેન મારી સાથે હતી હું સાવ નિશ્ચિંન્તતા અનુભવતી હતી કે મારી સાથે કોઈ છે. માં - પાપા તમે લોકો તો છો જ માથે કે તમારાં આશીર્વાદ અને ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ ૨૭
વસુધા - પ્રકરણ ૨૬ સરલા અને ભાવેશકુમાર કારમાં ઘરે જવા નીકળી ગયાં અહીં ભાનુબહેન બોલ્યાં આખું ઘર ખાલી ખાલી થઇ ગયું...સરલાની આટલાં દિવસની હાજરી જાણે અચાનક ખાલીપો કરી ગઈ. દીકરી હોય ત્યાં સુધી જાણે ભર્યું ભર્યું હતું બસ જેવી વિદાય થાય એટલે બધાં હોવાં છતાં ખાલીપો અનુભવાય છે. વસુધા સાંભળી રહેલી એનાંથી પણ કહ્યાં વિના ના રહેવાયું બોલી માં તમે સાચુંજ કહો છો. સરલાબેન હતાં તો એવું લાગતું હતું કે કોઈ સખી મારી મોટી બહેન મારી સાથે હતી હું સાવ નિશ્ચિંન્તતા અનુભવતી હતી કે મારી સાથે કોઈ છે. માં - પાપા તમે લોકો તો છો જ માથે કે ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-27 A
વસુધા પ્રકરણ-27 વસુધા પીતાંબર અને એનાં સાસુ સસરા સાથે એનાં પિયર આવી. માતાપિતા પાર્વતીબેન અને પુરષોત્તમભાઇ ખૂબ રાજીનાં રેડ થઇ ગયાં. પાર્વતીબેનની આંખમાંથી આનંદનાં આંસુ આવી ગયાં. દુષ્યંત તો દોડીને વસુધાને વળગી પડ્યો. દીદી આવી દીદી આવી એનાં આનંદમાં સમાતો નહોતો. અને કેમ આનંદ ના હોય વસુધા લગ્ન પછી પહેલીવાર પીયર આવી હતી. એનાં સાસુ પણ આનંદ વ્યક્ત કરી રહ્યાં એ વસુધાનાં ભાઇ અને ઘરનાનો આનંદ જોઇ બોલ્યાં માવતરનાં ત્યાં દીકરી આવે ત્યારે આખુ પીયરયુ પ્રેમથી ઉભરાઇ જાય. બધાં દિવાનખાનામાં બેઠાં એમનો ચેહરો અને આંગણયુ આજે જાણે હસતું દીસતું હતું. વસુધા પહેલાંજ પાછળ વાડામાં દોડી ત્યાં લાલીની ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-28
વસુધા પ્રકરણ-28 દુષ્યંતને બોલ બેટ અપાવી પીતાંબર ઘરે આવ્યો. આવીને વસુધાનાં હાથમાં મૂકી કહ્યું આ તારાં માટે, વસુધાએ જોયું કેડબરી ચોકલેટ જોઇને બોલી વાહ આજે તો કંઇ ખૂબ ખુશ છો ને ? પીતાંબરે કહ્યું સાસરે આવ્યો છું ખુશજ હોઊં ને પણ આજે બજારમાં મારો ફ્રેન્ડ મળેલો મેં કહ્યું અહીં ક્યાથી એ કહે અહીં સાસરે આવ્યો છું મેં કીધું તારું સાસરુ અહીંજ છે ? કહે હાં બાજુનાં ગામમાં પણ અહીં થોડી ખરીદી કરવા આવેલો. વસુધાએ કહ્યું તમને મિત્રો મળી જાય છે સારું કહેવાય શું નામ છે એમનું ? પીતાંબરે કહ્યું ભાર્ગવ જોષી મારી સાથે સ્કૂલમાં હતો. થોડીવાર એની ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-29
વસુધા પ્રકરણ-29 પીતાંબરે એની પથારી બધાં વડીલો સાથે પથરાયેલી જોઇ વસુધા પર ખોટો ખોટો ગુસ્સો કર્યો અને બોલ્યો અહીં સૂવાનું ? મને નહીં ચાલે તારાં વિનાં. રાત્રે ધાબે જતા રહીશું પછી પાછાં આવીને સૂઇ જઇશું. વસુધાએ કહ્યું તમે બહુ લુચ્ચા છો અહીં તો એવુંજ હોય ચાલો સૂઇ જાવ છાના માનાં રાત્રીની વાત રાત્રે એમ કહીને માં અને સાસુ હતાં ત્યાં સૂવા જતી રહી. બધાં વાતો કરતાં કરતાં સૂઇ ગયાં. પીતાંબરને ઊંઘ આવતી નહોતી એ પડખાં ફેરવી રહેલો એણે જોયું બધાં ઘસઘસાટ ઊંઘે છે બધાંના નસ્કોરાં બોલી રહ્યાં છે એ હળવેથી ઉભો થયો કંઇ અવાજ ના થાય એમ દબાતાં પગલે ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ :30
વસુધા પ્રકરણ :૩૦ ભાનુબહેને એસ. ટી. બસ ઉપડતાંજ કીધું તમને ખબર છે ? રાત્રે...પીતાંબર...ભાનુબહેન આગળ બોલે પહેલાંજ પુરુષોત્તમ ભાઈએ અટકાવતાં કહ્યું ભાનુ જુવાન લોહી છે હમણાં તાજાં તાજાં લગ્ન થયાં છે આવું બધું થયા કરે આમ ધ્યાનમાં ના લેવાય મને ખબર છે એ રાત્રે ઉપર ધાબે ગયેલો...વસુધાને પણ એણે બોલાવેલી પછી પાછળ દુષ્યંત પણ ગયેલો મારી આંખો ખુલ્લીજ હતી મને બધી ખબર છે તને આપણો સમય યાદ નથી ? તું નવી નવી પરણીને આવેલી બાપુ બહાર ખાટલો નાંખીને સુતા હતાં અને હું.... ભાનુબહેને શરમાતાં કહ્યું તમે સાવ એવાંજ છો એટલેકે હતાં તમારો છોકરો તમારાં ઉપરજ ગયો છે પણ વેવાઈ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ ૩૧
વસુધા પ્રકરણ - ૩૧ મહાદેવનાં દર્શન કરી પીતાંબર અને વસુધા ગર્ભગૃહમાંથી પ્રસાદ લઈને બહાર નિકળ્યાં. પાર્વતીબેન - દિવાળીફોઈ બહાર બેઠાં માળા કરતાં હતાં. દુષ્યંત ઉભો ઉભો નદી તરફ હોડીઓ જોઈ રહેલો. દિવાળીફોઈએ કહ્યું તમે લોકો બધે ફરી આવો અમે અહીં બેઠાં છીએ તમે પાછાં આવો એટલે ઘરે જવા માટે નીકળી જઈશું. વસુધાએ કહ્યું ભલે અને દુષ્યંતને બોલાવી સાથે કરી લીધો. ત્રણે જણાં મેળાની મેદની વટાવીને નદીકાંઠા તરફ જઇ રહેલાં. રસ્તામાં નાની નાની હંગામી દુકાનો બધું વેચવા ગોઠવાયેલી હતી ઘણાં પાથરણાં પાથરીને બધી વસ્તુઓ વેચવા બેઠેલાં, ફળફળાદી, રમકડાં, આંબલી, બોર, સૂકા બોર, જામફળ, કાકડી બધું વેચાતું હતું ક્યાંક રમકડાં, ક્યાંક ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ 32
વસુધા પ્રકરણ-32 વસુધાને એનાં માવતરનાં ઘર ગયે આજે અઠવાડીયું થઇ ગયું હતું. પીતાંબર વસુધાની ગેરહાજરીમાં લાલીનું વધુ ધ્યાન રાખતો. ટકોર પણ યાદ હતી અને વસુધાની લાલી સાચવવામાં જાણે વસુધાનો ખ્યાલ રાખતો હોય એવી લાગણી થઇ આવતી. વસુધાનાં ઘરેથી આવ્યાં પછી એણે વસુધાને ફોનજ ના કર્યો એને થયું. એનો અવાજ સાંભળી એનો વિરહ જાણે વધુ લાગશે એ મારી પાસે નથી અને અવાજ દૂરથી સાંભળવાનો. વારે વારે વસુધાની યાદમાં આંખો ભીની થઇ જતી. આજે ઉઠીને તરતજ લાલીને ખોળ-ઘાસ નીર્યુ પાણી આપ્યું અને હાથ ફેરવીને બોલ્યો લાલી આપણી વસુધાને ગયે અઠવાડ્યું થઇ ગયું એની યાદમાં આપણે જાણે હોરાઇ રહ્યાં છે મેં ફોન ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ 33
વસુધા પ્રકરણ-33 વસુધા માં બનવાની છે એવાં એધાંણથી ઘરનાં બધાં ખૂબ ખુશ હતાં. પુરષોત્તમભાઇ અને પાર્વતીબેનનાં ચહેરાં પર આનંદ હતો. પાર્વતીબેને કહ્યું તમે વેવાઇને ત્યાં ફોન લગાડી આપો… હું ભાનુબેનને વધાઇ આપી દઊં. પુરષોત્તમભાઇએ ટેલીફોન લગાડી આપ્યો અને ભાનુંબહેને કહ્યું શું વાત છે વેવાણ આજે સવાર સવારમાં ફોન ? પાર્વતીબેને કહ્યું વેવાણ વાતજ એવી મીઠી છે સાંભળો વસુધાને દીવસ રહ્યાં છે એ ખુશીનાં સમાચાર પહેલાં તમનેજ આપ્યાં છે. તમારાં ઘરમાં કુળદીપક આવશે અને એમને ઘર ભર્યું ભર્યુ લાગશે. અને હાં સરલાબેનને પણ જાણ કરજો. જમાઇરાજ લેવા આવશે ત્યારે.. પાર્વતીબેનને બોલતાં બોલતાં હર્ષનાં આંસુ આવી ગયાં. ભાનુબહેને કહે પાર્વતીબેન તમે ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ 34
વસુધા પ્રકરણ-34 અવંતિકા “વસુધા-વસુમાં” વાંચી રહી હતી. અત્યારે વસુધા એનાં પિયર આવી હતી અને એને ઉલ્ટી ઉબકા આવી રહ્યાં અને અનુભવી દિવાળી ફોઈ સમજી ગયાં કે વસુધા પેટથી છે. ઘરમાં આનંદ છવાઇ ગયો. અહીં પીતાંબરનાં ઘરમાં પણ ખુશી આવી હતી. ભાનુબેન કહ્યું પીતાંબરનાં જન્મ પછી ઘરમાં ફરીથી ખુશી આવી છે. પીતાંબર અને વસુધા બંન્ને ખુશ હતાં. અવંતિકાને પણ વાંચીને આનંદ થયો કે વસુધા માં બનવાની છે. એ વિચારમાં પડી કે સંસ્કારી ઘરની છોકરી હોય તો કુટુંબમાં કેટલી શાંતિ અને સુખ જણાય. વસુધા અને પીતાંબર બધાં સાથે મહીસાગર મંદિરે ગયાં. નદીમાં હોડીથી પ્રવાસ કર્યા બધાં કેટલાં ખુશ હતાં બંન્ને જણાં ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-35
વસુધા પ્રકરણ-35 ગુણવંતભાઇ ભટ્ટ વસુધાનાં સસરાં બીજે દિવસે દૂધ મંડળીનાં બધાં સભ્યોને એકઠાં કર્યા. ગામનાં અગ્રણી દૂધ ઉત્પાદક પશુપાલન બધાને બોલાવીને મીટીંગની જાણ કરી. ગામમાં દૂધ સહકારી મંડળી ચલાવનારમાં મોતીભાઇ આહીર, પશાભાઇ પટેલ, રમણભાઇ પટેલ, કૌશિક નાયી, ભુરાભાઇ ભરવાડ અને પોતે ગુણવંતભાઇ ભટ્ટ આ બધાં પાસે દુધાળા જાનવર વધારે હતાં બધાં મંડળીનાં કારોબારી સભ્ય હતાં. એમાં સૌથી વધૂ દૂધાળા જાનવર ધરાવનાર મોતીભાઇ આહીર પ્રમુખ હતાં. મોતીભાઇએ કહ્યું ગુણવંતભાઇ કેમ એવું શું કામ પડ્યું કે બધાને સંભા માટે આમંત્ર્યા છે ? મંડળીનું કામ તો સરસ રીતે ચાલી રહ્યું છે. ગુણવંતભાઇએ કહ્યું આપણી મંડળીની આવક વધારવા માટે મારે સૂચન કરવાનું છે ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-36
વસુધા - ૩૬ ગુણવંતભાઈ મંડળીની મીટીંગ પતાવીને ઘરે આવી રહ્યાં હતાં અને એમનાં શાખ પાડોશી રમણભાઈ સાથે વાત કરી જણાવ્યું કે આટલું સારું મારુ કથન મારી પ્રસ્તાવના હતી જેમાં ગામનાં યુવાનો યુવતીઓ ત્યાં આખા ગામ માટે લાભની વાત હતી પણ કોઈએ ગંભીરતાથી લીધી નહીં ઉપરથી ઉપહાસ કર્યા જેવું લાગતું હતું. રમણભાઈએ કહ્યું તમારું સૂચન લાભદાયીજ હતું પણ આ મંડળીની ચંડાળ ચોકડીને પોતાનો અંગત સ્વાર્થ છોડવોજ નથી એટલે એમણે વાત ગંભીરતાથી લીધી નહીં ફગાવી દીધી. રમણભાઈને ગુણવંતભાઈએ કહ્યું તમારી વહુઓ ખુબ મહેનતું અને ભણેલી ગણેલી છે મારી વસુધાની જેમ એટલે એલોકોને તો આ નિર્ણય ગમશેજ. રમણભાઈએ થોડીવાર અટકી પછી ઉદાસ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-37
વસુધા : ૩૭ પીતાંબરે કહ્યું તમે વાતો કરો હું શહેરમાં જઈને બધાં સાધનો અને ઉપકરણોનું લિસ્ટ પ્રમાણે તપાસ કરીને વસુધા પીતાંબર જેવો ઘરની બહાર નીકળ્યો એની પાછળ પાછળ એને વિદાય આપવા બહાર આવી. પીતાંબર ગાડી સ્ટાર્ટ કરીને નીકળ્યો અને એક કાળી બિલાડી આડી ઉતરીને ત્યાંથી દોડી ગઈ. પીતાંબર ધ્યાન આપ્યા વિના આગળ નીકળી ગયો પણ વસુધાની લગોલગ પાછળ ઉભેલી સરલાનું ધ્યાન ગયું અને બોલી પડી...આ મૂઈ બિલાડી અત્યારે ક્યાંથી આડી ઉતરી ? વસુધાએ કહ્યું સરલાબેન મેં જોયું છે પણ એમાં કોઈ જાતનો વ્હેમ રાખવાની જરૂર નથી આ બધી ખોટી માન્યતાઓ છે ચલો એવું વિચારો કે આનાંથી કંઇક સારું જ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -38
વસુધા પ્રકરણ -38 તમાકુની ખળી... આ જગ્યાં ગામનાં ખેડુ અને ગામની વાતોનો ખરખરો કરવાનો અડ્ડો હતો. અહીં ટોળકી મિત્રો બેસે ગામ ગપાટા મારે પોતાને કરવાની વાતો અને ગોઠવવાનાં કામ કાર્યક્રમ અહીં થતાં. મોડી સાંજે કે રાત્રે સરખે સરખા દારૂની મેહફીલ પણ કરી લેતાં અને ગામ પંચાત કરી છુટા પડતાં. પરંતુ આજે મોતી ચૌધરી, કૌશિક એક ખાસ કામ નક્કી કરીને ખળીએ આવેલાં. કૌશિક હાથમાં મસાલો માવો ચોળી રહેલો એ રમણ અને પકલાની રાહ જોઈ રહેલો. મોતીકાકા હાથમાં તમાકુ ચોળી રહેલાં પણ જાણે મનમાં કોઈની આકૃતિ હોય એમ જડબાથી દાઝ કાઢી તમાકુને જોર દઈ રહેલાં..... ત્યાં બાઈક પર રમણો અને પકલો ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ - ૩૯
વસુધા - વસુમાં પ્રકરણ 39 પીતાંબર શહેરમાં એનાં મિત્ર નયન સાથે ડેરી બધી માહીતી લઇ નયનનાં ઘરે જઈ પછી અને વસુધાનાં મોબાઈલ ફોનમાં સીમ લીધાં એની બહેન સરલા માટે નવો મોબાઈલ લીધો એનું પણ સીમ લીધું અને ઘરે આવવા નીકળ્યો. રસ્તામાં એને વસુધાની વાતો યાદ આવતી હતી. તમે ડેરી અંગેની બધીજ સવિસ્તર માહિતી લેતા આવજો. આપણાં મોબાઈલ જેવોજ સરલાબેન માટે મોબાઈલ પણ લાવજો. વસુધા બધાનું કેટલું ધ્યાન રાખે છે. આમ પૈસા વાપરવા માટે મને ટોકતી પણ સરલા માટે પણ મોબાઈલ લેવા કીધો. વસુધા બધાં માટે કેટલું વિચારે છે અને પોતે પેટથી છે ચાર મહિના થયાં છે પણ ઘરનાં કામ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-40
વસુધા પ્રકરણ-40 ગુણવંતભાઇ કરસન અને મનુભાઇની મદદથી પીતાંબરને શહેરમાં સીટી હોસ્પીટલમાં તાત્કાલીક સારવાર વિભાગમાં દાખલ કરે છે ત્યાં ઇમરજન્સીમાં એની સ્થિતિ જોઇ સારવાર તો ચાલુ કરે છે પણ સાથે સાથે તાકિદ કરે છે કે આ અકસ્માતનો કેસ છે પોલીસને પણ જાણ કરવી પડશે. કરસન કહે છે ડોક્ટર તમે તાત્કાલીક સારવાર ચાલુ કરો પોલીસ કંમ્પલેન થઇ ચૂકી છે. હમણાં પોલીસ અહીં આવતીજ હશે હમણાં મારાં મિત્રને સારવાર મળવી જરૂરી છે. સીટી હોસ્પીટલમાં ઇમરજન્સી વોર્ડમાં પીતાંબરની સારવાર ચાલી રહે છે. ગુણવંતભાઇ વોર્ડની બહાર ચિંતાગ્રસ્ત ચહેરે બેઠાં છે મારાં પીતાંબરને આ શું થઇ ગયું ? એ ક્યો નરાધમ હતો જેણે સમજીને આ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-41
વસુધા પ્રકરણ-41 ડોકટરે પીતાંબરને સારવાર આપી. ઘવાયેલાં અંગોને ડ્રેસીંગ કર્યું અને સીટી સ્કેન વગેરે રીપોર્ટ કઢાવવા સૂચના આપી. પીતાંબરને ઇજાઓ પહોચી હતી એમાંય માથામાં જે ઘા થયેલો એ ગંભીર હતો. પ્રાથમિક સારવાર કર્યા બાદ એનું લોહી વહેતું બંધ થયું પરંતુ ભાનમાં નહોતો આવી રહ્યો. ડોક્ટરે કહ્યું રીપોર્ટ નીકળ્યાં પછી જરૂર પડે તો વડોદરા કે અમદાવાદથી ન્યૂરોલજીસ્ટ બોલાવવા પડશે. ઇશ્વરને પ્રાર્થના કરો એને હોંશ આવી જાય. પીતાંબરનાં બેડની આજુબાજુમાં ભાનુબહેન, વસુધા, સરલા, ગુણવંતભાઇ પુરષોત્તમભાઇ બધાંજ હાજર હતાં. બધાંની નજર પીતાંબર તરફ હતી. દરેકની આંખમાં પીતાંબર માટે દયા પ્રેમ અને વાત્સલ્યની ઝાંખી હતી પીતાંબર બેભાન અવસ્થામાં આંખ બંધ કરીને શાંત પડ્યો ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -42
વસુધા - વસુમાં પ્રકરણ -42 વડોદરાથી આવેલાં ન્યુરોલોજીસ્ટની સારવાર પછી બરાબર ત્રણ કલાકે પીતાંબરને હોંશ આવ્યો એણે સૌપ્રથમવાર આંખો ખોલી હોય એમ આંખનાં પોપચાં ધીમે રહીને ખોલીને રૂમની સીલીંગ તરફ જોઈ રહેલો. એની સારવાર અને દેખરેખ રાખી રહેલી નર્સ તરતજ બહાર દોડી ગઈ અને ડોક્ટરને ખબર આપી કે પેશન્ટે આંખો ખોલી છે એ ભાનમાં આવી ગયો છે. ડોક્ટર એમનાં આસીસ્ટન્ટ ડોક્ટર સાથે પીતાંબરનાં રૂમમાં આવ્યાં. પીતાંબરની આંખો ખુલ્લી હતી એ સીલીંગ તરફ એકીટશે જોઈ રહેલો એણે રૂમમાં પગરવ સાંભળ્યો એણે નજર એ તરફ કરી એણે ડોક્ટરને જોયાં અને કંઈક બોલવાનો પ્રયાસ કરી રહેલો પણ નિષ્ફળ ગયો. ડોકટરે એની ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -43
વસુધા - વસુમાં પ્રકરણ -43 વસુધા પીતાંબરને દિલાસો અને શાબ્દિક રીતે હૂંફ આપવા પ્રયત્ન કરી રહી હતી અને પીતાંબરની ખબર કાઢવા માટે ગામના સરપંચ મોટી ડેરીનાં ચેરમેન બધાં રૂમમાં પ્રવેશ્યા વસુધા એલોકોની આમન્યા રાખી ત્યાંથી ઉભી થઇ બાજુમાં ખસી ગઈ પછી રૂમમાં ગુણવંતભાઈ પુરુષોત્તમભાઈ ભાનુબેન પણ અંદર આવી ગયાં. સરપંચ અને મોટી ડેરીનાં ચેરમેને પીતાંબરની ખબર પૂછી આશ્વાસન આપ્યું. પીતાંબર એલોકો સામે જોઈ રહ્યો એની આંખમાં જાણે ફરિયાદ હતી. સરપંચ સારાં માણસ હતાં એ ગુણવંતભાઈનાં કુટુંબને વર્ષોથી જાણતાં હતાં એમણે કહ્યું ગુણવંતભાઈ જે થયું છે ખુબ ખોટું થયું છે આમાં પોલીસની તપાસ ચાલુ છે હું બધોજ સહકાર આપીશ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -44
વસુધા - વસુમાં પ્રકરણ -44 નેબરાબર ઝૂડ્યોઅને હલકો કરી નાંખ્યો. રમણાની માં બૂમો પાડતી રહી અને રમણાને માર ખાતો માટે પોલીસ પટેલને વિનવતી રહી ત્યાં પોલીસ પટેલે કહ્યું હવાલદાર એનું ટ્રેકટર કબજે લઇ લો. અને પોલીસ થાણે જમા કરાવી દો આ સૌથી મોટો પુરાવો છે. ત્યાં રમણો પિધેલામાં બોલી ઉઠ્યો .... આ સાહેબ મને નાનાં માણસને શું પજવો છો ? હું તો ચીઠ્ઠીનો ચાકર છું મારુ તો ટ્રેકટર પણ નુકશાન પામ્યું એટલાં તો મને રૂપિયા પણ નથી મળવાનાં.... એક હવાલદાર ત્યાં સુધીમાં ઘાસનાં પુળામાંથી બાટલી લઈને આયોઅને પોલીસ પટેલને આપી. પોલીસ પટેલે દારૂની બોટલ જોઈને કહ્યું આતો ઈંગ્લીશ દારૂની ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -45
વસુધા વસુમાંપ્રકરણ -45વસુધાથી બોલતાં તો બોલાઈ ગયું કે સુઈ જવું છે કે વાતો કરવી છે ? પછી પીતાંબરની વિવશતાનો આવ્યો એને ખુબજ અફસોસ થયો એણે જોયું પીતાંબરનો ચહેરો ઉદાસ થઇ ગયો. વસુધાની આંખો નમ થઇ ગઈ.... એણે ઢીલાં રૂંધાયેલાં રોતલ અવાજે કહ્યું માફ કરજો પીતાંબર.... પણ હિંમત ના હારશો હું બોલી છું તો હવે તમે બોલતાં થઈજ જશો મારાં મહાદેવ એમજ મારી જીભે એવાં શબ્દો ના લાવે ..... આપણે ખુબ વાતો કરશું તમે તમારાં મિત્ર સાથે ખેતરે કે જ્યાં જવું હોય ત્યાં જજો તમે પુરુષ માણસ છો ડેરીએ જજો એમજ ફરવા જજો જેથી તમારું મન હળવું થશે. તમારી.... વિવશતાઓ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -46
વસુધા -વસુમાં પ્રકરણ – 46 કરસન પીતાંબરને લઈને પીતાંબરનાં ખેતરે પહોંચ્યો. હજી એ લોકો ખેતરમાં પ્રવેશ્યા અને ભાગીયો દોડતો આવ્યો અને પૂછ્યું “હવે સારું છે ને ભાઈ ? કેટલાય સમય પછી તમારાં પગલાં થયાં આ ધરતીએ જાણે તમને મળવા તરસતી હતી...” પીતાંબરને કંઈક બોલવું હતું પણ બોલી નહોતો શકતો. ત્યાં ત્રણે જણાં ખેતરમાં અંદર આવ્યા અને એનાં ભાગીયાની ઓરડી પાસે પહોંચ્યાને ભાગીયાએ ઉભો કરેલો ખાટલો લાવીને ઢાળ્યો. કરસન અને પીતાંબર ખાટલે જઈને બેઠાં. થોડીવાર બેઠાં પછી પિતાંબરે કરસનને કંઈક ઈશારો કર્યો. કરસન સમજી ગયો હોય એમ સામે ઈશારો કર્યો. ભાગીયાએ કહ્યું “નાના શેઠ ચા મુકવાવું ને ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -47
વસુધા - વસુમાં પ્રકરણ -47 વસુધા લાલી પાસે બેઠી હતી લાલીનાં ગળે હાથ ફેરવીને એની સાથે વાતો કરી હતી એણે કહ્યું “લાલી તું પણ ગાભણી છે મને ખબર છે તું પણ માં બનવાની અને હું પણ. તારી વાછરડીનું શું નામ રાખવું એ અત્યારથીજ વિચારી લઉં...” એમ કહી હસી... લાલીએ પણ વસુધા સામે જોયું અને જાણે કંઈ કહેવાં માંગી રહી હતી... વસુધાએ જોયું લાલી કંઈક કહેવા માંગે છે એણે પૂછ્યું બોલને લાલી શું કેહવું છે? લાલી વસુધાની સામેજ જોઈ રહી હતી એની આંખોમાં વસુધાને ભય દેખાયો એની આંખો ચકળવકળ થઇ રહી હતી ... વસુધા સમજી ગઈ કે કંઈક ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -48
વસુધા - વસુમાં પ્રકરણ -48 ગુણવંતભાઈનાં કુટુંબ ઉપર પસ્તાળ પડી હતી બધીબાજુથી જાણે મુશ્કેલી પીછો નહોતી છોડી રહી. હાલત ખુબ નાજુક હતી ડોક્ટરનાં કહેવાં પ્રમાણે પીતાંબરનાં ઘોડા પરથી પડી જવાથી એનાં માથામાં ગંભીર ઇજા પહોંચી હતી એને પહેલાં ઘા હતોજ એનાં ઉપર ફરીથી માર વાગતાં બ્રેઈન હેમરેજ થઇ ગયું હતું આણંદનાં ડોક્ટર એનું વહેતુ લોહી અટકાવવા અને અંદર ને અંદર જે લોહી એકઠું થઇ રહેલું બંન્ને સ્થિતિને કાબુમાં લેવાં ઇન્જેક્શન અને દવાઓ આપી રહેલાં પરંતુ પીતાંબરની સ્થિતિમાં સુધારો નહોતો આવી રહેલો. વડોદરાનાં મોટાં ન્યુરોલોજીસ્ટ મયંક પટેલને પણ તાત્કાલિક બોલાવેલાં તેઓ વડોદરાથી બાય રોડ આવવા નીકળી ચૂક્યાં હતાં ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -49
વસુધા -વસુમાં પ્રકરણ -49 ગુણવંતભાઈ અફાટ રુદનને કેમ શાંત કરવું ભાનુબહેનતો રડી રડીને બેભાન થઇ ગયાં. નર્સ દોડી અને ડોકટરે એમની ટ્રીટ્મેન્ટ શરૂ કરી... એમને ઈન્જેકશન આપ્યાં ઘણીવાર પછી તેઓ ભાનમાં આવ્યાં. થોડીવાર માટે બધાને ચિતા થઈ ગઈ. ગુણવંતભાઈ અને ભાનુબહેનને પુરુષોત્તમભાઈએ કહ્યું “તમે આમ ભાન ગુમાવશો અને આટલાં ઢીલાં થશો તો આ છોકરાઓને કોણ હિંમત આપશે ?” ભાનુબહેને કહ્યું “વેવાઈ એકનો એક જુવાનજોધ છોકરો આમ ઘડીકમાં છોડીને જાય... શું કરવું ? ખબર છે કેટલુંય રડીશ કેટલીયે છાતીઓ ફૂટીશ પણ એ પાછો નથી આવવાનો હે મહાદેવ હિંમત આપ. મારી વસુધાની કુખે એનું સંતાન આવવાનું છે અમને તાકાત આપ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-50
વસુધા પ્રકરણ-50 વસુધાની કુખે લક્ષ્મી સમી દિકરી અવતરી હતી. પુરષોત્તમભાઇ આનંદથી ઉછળી પડ્યાં. પાર્વતીબેને કહ્યું “વાહ લક્ષ્મીજી આવ્યાં છે.” પુરષોત્તમભાઇ સામે જોયું તો આનંદનો ઉભરો શાંત થઇ ગયો. પાર્વતીબેન ધ્રુસ્કેને ધુસ્કે રડી પડ્યાં બોલ્યાં “દીકરી જન્મયાની ખુશી વ્યક્ત કરું કે જમાઇ વિદાયનાં આંસુ વહાવું બોલો શું કરું હું ?” આમ કહી ખૂબ રડ્યાં.. “આ ઇશ્વરનેય વિચાર ના આવ્યો કે આવનાર દિકરીને કોણ ઉછેરશે ?” પાર્વતીબેન ખૂબ રડી રહેલાં. એમણે પુરષોત્તમભાઇને કહ્યું “આ દીકરી સારું છે એનાં બાપનાં ગયાં પછી અવતરી.. એનો બાપ ગયો ગુમાવ્યો એનું જરૂર દુઃખ છે પણ.. લોક કહેત કે આવી એવી બાપને ભરખી ગઇ.. સમાજનાં મોઢે ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -51
વસુધા – વસુમાં... પ્રકરણ -51 પીતાંબરનાં મૃત્યુને મહીના ઉપર થઇ ગયું હતું પીતાંબરનાં ઘરમાં અને વસુધાને જે પડી હતી એ કોઈ ભરી શકે એમ નહોતું. વિધિ વિધાન ભાગ્યનાં આ નિર્દયી નિર્ણયે ઘરમાં બધાને ભાંગી નાંખ્યાં હતાં. હજી કળ વળી નહોતી. ગુણવંતભાઈ અને ભાનુબહેન નસીબનો દોષ દઈને મન મનાવવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. વસુધાનાં માંબાપે એકવાર કહી જોયું કે વસુધાને પોતાનાં ઘરે લઇ જાય... એ હવે અમારે ત્યાંજ રહેશે... પણ વસુધાએજ સ્પષ્ટ ના પાડી દીધી... વસુધાએ કહ્યું ‘પીતાંબરની હજી આગ ઠરી નથી અને હું શું પારોઠનાં પગલાં ભરું ? હું ક્યાંય નથી જવાની... હું તમારું જ સંતાન છું ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -52
વસુધા - વસુમાં પ્રકરણ -52 પ્રવિણભાઇ ગુમાસ્તાનાં ગયાં પછી એનાં સસરા ગુણવંતભાઈનાં પગ પાસે વસુધા આવીને બેસી અને એમનો પીતાંબર પૂછતો હોય એમ એમની સામે જોઈને બોલી ‘પાપા તમે શેર મારાં નામે કેમ કરાવ્યાં ? એમનાં અને તમારાં, મમ્મી બધાંજ શેર ? કેમ ? ગુણવંતભાઈએ વસુધાનાં નિર્દોષ ચહેરા સામે હસતાં હસતાં જોઈને કહ્યું “આજે તારાં આં પ્રશ્ન પૂછવાનાં અંદાજે મને પીતાંબર યાદ કરાવી દીધો” એમ કહી ગળગળાં થઇ ગયાં. આંખો ભીંજાઈ ગઈ... એમણે ખોંખારો ખાઈ ગળું સાફ કરીને કહ્યું “દીકરાં ખુબ સમજીને કર્યું છે જે કર્યું છે તે. મેં પીતાંબરના તો શેર તારાં નામે કરવાનાંજ હતાં પણ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -53
વસુધા -વસુમાં પ્રકરણ -53 ભાવેશકુમાર આવ્યાં બધાએ ઉમળકાભેર આવકાર આપ્યો. એમણે ગાડીમાંથી એક મોટી બેગ ઉતારી અને સીધી લઇ આવ્યાં અને બોલ્યાં “આમાં સરલાનાં બધાં કપડાં અને બીજી ચીજવસ્તુઓ છે હમણાં હવે એ અહીજ રહેવાની છે” અને ગુણવંતભાઈ અને ભાનુબહેન એકબીજાની સામે જોઈ રહ્યાં. વસુધાએ ભાનુબહેનનો ચિંતાગ્રસ્ત ચહેરો જોઈને કંઈક ઈશારો કર્યો અને...ભાવેશકુમારને કહ્યું “અરે અરે જીજાજી બહેના ભલેને અહીં રહેતી એમનુંજ ઘર છે. તમે પણ રહો અમને તમારી આગતાસ્વાગતા કરવાનો મોકો મળશે...આવો આવો સરલાબેન આ આવ્યા...પશાકાકાને ઘરે ગયાં હતાં.” સરલા ઘરમાં આવી ભાવેશભાઈને જોઈને એનો ચહેરો ખીલી ઉઠ્યો બોલી “તમે આવી ગયાં ? ક્યારની રાહ જોતી હતી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ 54
વસુધા -વસુમાં પ્રકરણ 54 ભાનુબહેને સરલાની ફારગતી શબ્દનો ઉપયોગ કર્યો અને વસુધાએ એમને એવી કાળવાણી ઉચ્ચારતાં અટકાવી દીધાં પછી ભાનુબહેને વસુધાને સાંભળી સરલા માટે એણે પ્રેરણાત્મક શબ્દોનો ઉપયોગ કર્યો આંગણાંને પાવન કર્યું એમને ખુબ ગમ્યું અંદરને અંદર હ્ર્દયમાં ક્યાંક હાંશ અને સંતોષ અનુભવ્યો છતાં એમણે વસુધાને પૂછી લીધું “ વસુ તારી આવી વિચારવાણી તારો આ કુટુંબ માટેનો પ્રેમ ફરજ જોઈને હું ભગવાનને મનોમન કહી રહી હતી કે કેવી સંસ્કારી અને લાગણીથી ભરપૂર છતાં હિંમતવાળી છોકરી મારે ઘરે મોકલી છે પણ એકવાત મને સમજાવ ભલે મને ગમ્યું તેં કહ્યું આ "પાવન આંગણું" આટલાં વર્ષો ગયાં...હું આ ઘરમાં પરણીને આવી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -55
વસુધા પ્રકરણ -55 વસુધા લાલી પાસે બેઠી બેઠી લાગણી સભર વાતો કરી રહી હતી એનાં પિયર પિતાનાં ઘરે આવી ત્યારથી એની જાણે સહેલી બની ગઈ હતી એનાં વિનાં એને ગોઠતુંજ નહીં એને થયું મારી સખી મારી લાલી... એનાં ખોળામાં આકુ હતી અને લાલી સામે જોતાં જોતાં એને પિયરની વાતો યાદ આવી ગઈ... આંખનાં ખૂણા ભીનાં થયાં આકુ વસુધા સામે જોઈને રમી રહી હતી અને વસુધાને થયું બાળપણ ક્યાં પાછળ રહી ગયું કિશોરીથી યુવાની બધું શીખવા સમજવામાં ગયું ભણવામાં ગયું... લગ્ન થયાં કેટકેટલાં અરમાન હતાં ઈચ્છાઓ હતી...બધુંજ જાણે એક ઝાટકે છીનવાઈ ગયું હતું... વસુધાને પોતાને લાગતું હતું કે આટલી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -56
વસુધા -વસુમાં પ્રકરણ : 56 વસુધા પરવારીને તૈયાર થઇ ગઈ હતી. લાલી તથા અન્ય ગાય-ભેંશને નીર, ખોળ, બધું અપાઈ ગયું હતું હમણાંથી રમીલા સાથી તરીકે કામ કરવાં આવતી એણે ગમાણ સાફ કરી બધે ધૂપ કરી દીધો હતો. વસુધા આકુને દૂધ પાઇ એને નવરાવી કપડાં પહેરાવી રમાડીને થોડીવાર સૂર્યનાં તડકે લઈને બેઠી એની સાથે વાતો કરતી...આકુ એની નાની નાની નિર્દોષ આંખોથી વસુધાને જોઈ રહેતી...વસુધાની આંખો એને જોઈ હસી ઉઠતી...હસતી આંખો ક્યારે રડી ઉઠતી ખબરજ નહોતી પડતી. વસુધાએ સમય થતાં આકુને ઘોડિયામાં સુવરાવી અને મીઠાં અવાજે હાલરડા ગાતાં આકુ ક્યારે સુઈ ગઈ ખબર ના પડી...ત્યાં રમણકાકાનો દ્રાઇવર જે એમનો ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -57
વસુધાને મોક્ષનો પગરવ સંભળાયો એણે પુસ્તક બાજુમાં મુકવા પ્રયત્ન કર્યો પણ એટલો રસ પડેલો કે એણે પુસ્તક મૂક્યું નહીં કહ્યું ‘વસુધા...વસુમાં વંચાતી લાગે તારો ચહેરોજ ચાડી ખાય છે કે વસુધાની વાર્તા વંચાઈ રહી છે કેટલી વાંચી ?” અવંતિકાએ કહ્યું “પીતાંબર ઘોડા પરથી પડી જાય છે અને...” મોક્ષે કહ્યું “એ બધું તો વંચાઈ ગયું છે તેં તો મને કહેલું પીતાંબરને હોંશ નથી આવતો અને પીતાંબર એની છોકરીનું મોં જુએ પહેલાંજ મૃત્યુ પામે છે વસુધા દીકરીને જન્મ આપે છે એનાં પિતાનું એ છોકરી મોં નથી જોઈ શકતી તરત પીતાંબર...પછીતો વસુધા વધુ મજબૂત બને છે ખેતરે જઈને ઉભા પાકને લણણી કરાવી સારા ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -58
અવંતિકા મોક્ષને વસુધાની હાલની સ્થિતિનું વર્ણન કરી રહી હતી જાણે એજ વસુધામાં આખી સમાઈને એની અંદરની લાગણીઓ ને વાચા રહી હતી. અવંતિકાનાં આંખનાં ખૂણા ભીનાં થયાં એ લાગણીશીલ બની...મોક્ષે એને અધિયારો આપતાં કહ્યું “ જીવન ખુબ સરળ અને આનંદી લાગે ક્યારેક ખુબ અઘરું અને સંઘર્ષમય સાબિત થાય...અવુ આ બધાથી "પર" થઈને જે જીવન જીવી જાય એ "વસુમાં" બની જાય...”અવંતિકાએ કહ્યું “સાચી વાત છે મોક્ષ...” એમ કહી મોક્ષને વળગી ગઈ...એની હૂંફ લઈને જાણે વસુધાની બધી તકલીફો અને એનું દુઃખ ભૂલવા પ્રયત્ન કરી રહી...મોક્ષે કહ્યું “અવું...ચાલ ગૌરી પાસે જઈએ તને ત્યાં સારું લાગશે...તારું માતૃત્વ અને પ્રેમ એને આપ તો એ જીવને ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -59
વસુધા-વસુમાં પ્રકરણ-59 ભાનુબહેને ફોન કરતાં ગુણવંતભાઇને કહ્યું “આ બધી વાત તમારાં મનમાં આવી સારું કર્યું જેને દીકરી બધાંને વિચાર આવે પણ આપણે વસુધાનાં પીયર જઇશું. એવી તો ચર્ચા થઇ હતી એ બહાને વસુધા એનાં માવતર સાથે થોડાં દિવસ રહી શકે. એ અને દીકરી આકું થોડાં...” અને કહેતાં કહેતાં આંસુ રોકીને ચૂપ થઇ ગયાં. ગુણવંતભાઇએ કહ્યું “હાં હાં મેં વેવાઇને કહ્યું અમે તમારાં ઘરે આવીએ છીએ મળવાં.. એ લોકો તો અહીં ખરખરો કરીને ગયાંજ છે. વસુધાને પણ ત્યાં જવાનું મન હશે પણ અહીંની જવાબદારીઓ માથે રાખી ત્યાં જવાનું નામ નથી લેતી... એ જે કહી નથી શકતી એ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -60
વસુધા-વસુમાં પ્રકરણ-60 વસુધા સરલાનાં પાછાં આવ્યા પછી ભાનુબહેન તરતજ કહ્યું “આ બધું ઉપાડ્યું છે તો પુરું થશેજ. પણ આવતીકાલે તારાં ઘરે જવાનું છે ત્યાં બધીજ વ્યવહારીક વાતચીત થયાં પછી બધું કરશું એવી તારાં પાપાની ઇચ્છા છે”. ભાનુબહેન ગુણવંતભાઇનું નામ આગળ કરી વાતનો ઇશારો કરી લીધો. વસુધાને થોડું આશ્ચર્ય થયું એણે કહ્યું “એટલે ? મારે જે કરવાનું એ કરવાનું છે પછી એમાં વચ્ચે કંઈ વ્યવહારીક વાતો આવી ?” એમ પૂછીને ગુણવંતભાઇ સામે જોયું.... ગુણવંતભાઇએ કહ્યું “દીકરા તારી વાત સાચી છે જે કરવાનું છે એ કરવાનું પણ અમારેય તારું વિચારવાની ફરજ છે અને તારાં માવતર સાથે વાત કરવી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ -61
વસુધા-વસુમાં પ્રકરણ-61 વસુધા માંનું કલ્પાંત જોઇ રહી હતી એનાં હૈયેથી નીકળતાં શબ્દો સાંભળી રહી હતી એ મહાદેવને રહી હતી કે એમને સતિનાં વિયોગમાં કેવો શોક થયેલો...વસુધાને મહીસાગર ગયેલાં મહાદેવજીને યુગ્મતાથી જળાભિષેક કરેલો એમને પ્રાર્થના કરી હતી કે તમારાં જેવું દાંપત્યસુખ અમને આપજો.. એક એક શબ્દ પ્રાર્થનાનાં યાદઆવી ગયાં.. વસુધાની આંખમાં આંસુ આવી ગયાં. એનાં પીયરમાં આવતાંજ એ વસુધા થઇ ગઇ એક માસુમ અલ્લડ યુવતી જેણે આંખમાં સ્વપન સજાવેલાં. પોતાનાં જીવન અંગે કેવી કલ્પનાઓ કરી હતી.. મનમાં ને મનમાં કેવા સુખનાં ઝૂલા ઝૂલી હતી.. હૃદયમાં પ્રેમના સ્પંદનો ધરબાયેલાં બધાં આજે એક સાથે મૂરઝાયેલાં જણાંયાં એનાંથી ધુસ્કે ને ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ - 62
વસુધા વસુધા બોલી રહી હતી સાથે સાથે એની આંખમાં આંસુઓની ધાર વહી રહી હતી...એણે આગળ કહ્યું અહીં મને મારાં માવતરને ત્યાં લાવ્યાં...તમારી ફરજ પુરી કરી માં... હું તમને... એણે ભાનુબહેન અને ગુણવંતભાઈ સામે નજર કરીને કહ્યું તમારાં દીલ મનમાં મારાં આગળનાં ભવિષ્ય અંગે વિચાર આવ્યા...મારી આખી જીંદગી એક પુરુષ વિના કેવી રીતે વિતશે એની ચિંતા થઇ...એટલેજ મારાં માવતરનાં ઘરે આવી તમારી મનની ઈચ્છા કહી...પણ માં તમે મારી ઈચ્છા જાણી ?” “જેવી તમારી સરલા દીકરી છે એમ હું છું...માં પાપા તમારાં વિચાર મારાં માટેની લાગણી રખોપું મારાં શીરે છે તમે માવતર છો દીકરી મને ગણી છે એ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ - 63
વસુધા - વસુમાં પ્રકરણ - 63 વસુધા બધાની સુવાની તૈયારીઓ કરી રહી હતી એનાં માં પાપા -સાસુ બધાં સુવા લાગ્યાં હતાં. એની અને સરલાની પથારીઓ એનાં રૂમમાં કરી હતી દુષ્યંત એનાં મિત્રનાં ઘરે ગયેલો ભણવા એ સવારે આવવાનો હતો. વસુધા દિવાળીફોઈ અને આકુ સૂતેલાં ત્યાં આકુને લેવાં ગઈ હતી પણ ડૂસકાંનો અવાજ સાંભળી એનાં પગ ત્યાંજ રોકાઈ ગયાં. એને સમજણ પડી ગઈ હતી કે આકુ ઘસઘસાટ ઊંઘે છે પણ દિવાળી ફોઈને કંઈક ઓછું આવ્યું છે... એમનાં ડૂસકાંનો અવાજ છે. એ હળવે રહીને એમની પાસે ગઈ અને એમનાં ચહેરાં પરનાં આંસુ લૂછ્યાં. દિવાળી ફોઈ ચમકીને બેઠાં થઇ ગયાં...કાળજી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ - 64
વસુધા પથારીમાં આડી પડી. આકુને પોતાની તરફ ખેંચી છાતી સરસી ચાંપી દીધી એનાં કપાળે બચી ભરી અને જાણે એનું છલકાઈ ગયું. એની નજર બારીની બહાર અવકાશ તરફ પડી. બધે સુનકાર છવાયેલો. થાકેલાં માળાનાં પંખી કે થાકેલા માણસો બધાં ઘસઘસાટ નીંદરમાં હતાં. અહીં વસુધા અવકાશ તરફ મીટ માંડીને સૂતી હતી. એની આંખોમાં ભીનાશ છવાઈ હતી. બે દિવસની બધી ચર્ચાઓ અત્યારે એક સાથે મનમાં વાગોળી રહી હતી. એનાં સાસ સસુર એમની ફરજ બજાવવા અહીં એનાં માવતરને ત્યાં આવ્યાં હતાં. એમની ફરજમાં વસુધાનું સુખ છુપાયું હતું. વસુધા બધું સમજતી હતી કે એ માત્ર ફરજ ખાતર નહીં પણ ખરેખર માવતરની લાગણીથી ઇચ્છતાં હતાં ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ - 65
વસુધાએ ભાનુબહેનનાં મોઢે સાંભળ્યું કે સરલા સંતાપ કરે છે અને ભાવેશકુમાર નથી જવાબ આપતાં.. નથી તેડવા આવતાં. વસુધાએ સાંભળતાં એનો મોબાઈલ લીધો અને ભાવેશ કુમારને સીધો ફોનજ કર્યો. ભાનુબહેન તો વસુધાને જોઈ જ રહ્યાં કે આ છોકરીએ સીધો અમલ જ કર્યો. ત્યાં સરલા પણ રસોડામાંથી આવીને ઉભી રહી...એને ખબર હતી માં એને રડતા જોઈ લીધી અને વસુધાને એનાં અને ભાવેશ અંગે વાત કરી રહી છે. રીંગ વાગી, થોડીવાર વાગતી રહી પછી ભાવેશે ફોન ઉપાડ્યો. વસુધાએ કોલ રેકોર્ડીંગમાં ફોન મૂકી દીધો એને પીતાંબરે બધું ફોનનું શીખવ્યું હતું પછી બોલી “કેમ છો ભાવેશ કુમાર ? જય મહાદેવ... આશા રાખું તમારી તબીયત ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ - 66
વસુધા - વસુમાં પ્રકરણ - 66 ગુણવંતભાઈ ઘરમાં આવીને વસુધાને બૂમ પાડવા લાગ્યાં. એમનાં ચહેરાં પર આનંદ કોઈ ખુશખબરી આપવાનાં હોય એવો ખ્યાલ આવી જતો હતો. ભાનુબહેન કહે “વાડામાં છે હું બોલાવું” ત્યાં વસુધા વાડામાંથી દોડીને આવી ગઈ. એને એનાં સાસરાનાં અવાજમાં ખુશીનો એહસાસ થઇ ગયો એનું કુતુહલ વધી ગયું. ગુણવંતભાઈ કહે “એક સાથે 3 સારી ખબર લાવ્યો છું બોલ કઈ પહેલી કહ્યું ?” વસુધા કહે “પાપા બધીજ સારીજ ખબર છે ને. આ ઘરમાં હવે સારી ખબર ઘણાં સમયે આવી છે.” ગુણવંતભાઈ પહેલાં ગંભીર થઇ ગયાં. એમણે કહ્યું “દીકરા તારી વાત સાચી છે હું પણ ઘણાં સમયથી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ - 67
વસુધા - વસુમાં પ્રકરણ - 67 મોક્ષ ઘર આંગણામાં બગીચામાં કામ કરતો હતો અને એમણે અવંતિકાનો ગભરાયેલો સાંભળ્યો. હાથમાં ઓજાર હતાં એ બાજુમાં મૂક્યાં અને અવંતિકાનાં અવાજ તરફ...વાડા તરફ દોટ મૂકી અને પહોંચી પૂછ્યું શું થયું ? અવંતિકાનો ચહેરો ભયથી કાંપી રહેલો... અવંતિકા કંઈ બોલીજ ના શકી એણે વાડા તરફ આંગળીથી ઈશારો કર્યો. મોક્ષ સીધા વાડા તરફ ગયાં તો ત્યાં ગૌરી માટે જે ગમાણ બનાવેલું ત્યાં ખૂણામાં મોટો કાળોતરો નાગ હતો મોક્ષ સમજી ગયાં એમણે કહ્યું “અવંતિકા તું ચિંતા ના કર ડરીશ નહીં આ સામાન્ય સર્પ નથી નાગ છે એને તમે છંછેડો અથવા એને ભય અનુભવાય તોજ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ - 68
મોક્ષે કહ્યું “તમે જે રીતે વાત કરી... અમે ચોક્કસ આવીશું”. નીતાબહેને કહ્યું “અમારું NGO આમતો પશુપાલક અને સહકારી ડેરીની એ ચાલુ કરેલું પછી એમાં આવાં મૂંગા જાનવરોનો નાશ અટકાવવા અમે પહેલ કરેલી... અમારાં NGOનાં મુખ્ય પ્રબંધક વસુમાં છે તમે કદાચ નામ તો સાંભળ્યુંજ હશે. એમની દોરવણી અને એમનાં આશીર્વાદથી અમે કામ કરીએ છીએ અમારાં માટે પૈસો નહીં પ્રાણીઓ માટેની સંવેદના અને સલામતિજ મહત્વની છે.” અને આ સાંભળી મોક્ષ અને અવંતિકા એકબીજા સામે જોઈ રહ્યાં. પછી નીતાબેનની નજર "ગૌરી" વાછરડી પર પડી અને બોલી “કેટલું વ્હાલું લાગે એવું વાછરડું છે અરે આતો વાછરડી છે પછી હસીને કહ્યું વાહ તમને પણ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ - 69
દૂધ સહકારી મંડળીનાંજ મકાનમાં મીટીંગની તૈયારીઓ ચાલે છે. ગુણવંતભાઈએ બધાં સભ્યોને મીટીંગમાં હાજર રહેવા ખાસ આગ્રહ કરેલો. વસુધા, સરલા, રમણભાઈ, કરસન, ભાવના, રશ્મી, કાશી આહીર, બધાં હાજર હતાં અન્ય દૂધ ઉત્પાદકો, પશુપાલકો જે કોઈ મંડળીમાં સભ્ય હતાં તે બધાં હાજર હતાં. ધીમે ધીમે બધાં પોતાનાં સ્થાન ગ્રહણ કરી રહેલાં. છેલ્લે છેલ્લે લખુભાઈ સાથે ગુમાસ્તો પ્રવિણ પણ આવી ગયો. લખુભાઈએ કહ્યું “માફ કરજો થોડું મોડું થયું પણ મારે ખેતરે ખેતીવાડી ખાતાવાળા પાક સંરક્ષણનું નિર્દેશન આપવાં આવેલાં અને મેં એમને વિનંતી કરી છે કે તેઓ ગામમાં ગ્રામ સેવકો સાથે રાખી દરેક ખેડૂતને ખેડૂત સભા કરીને બધી જાણકારી આપે.”હાજર સર્વ સભ્યોએ લખુભાઈનું ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ - 70
વસુધાએ દૂધમંડળીનાં મકાનમાં સર્વ સભ્યો અને ગામ લોકો વચ્ચે જે 15-20 મીનીટનું જે વ્યક્તત્વ આપ્યું બધાં આફરીન પુકારી ગયાં ગામનાં ચોરે ચૌટે અને ઘર ઘરમાં વસુધાનું નામ વહેતું થઇ ગયું હતું. જે જાણતાં હતાં કે નહોતાં જાણતાં બધા વસુધાને ઓળખવા લાગ્યાં બધાંનાં મોઢે એકજ વાત હતી કે આ ગુણવંતભાઈની વહુ તો બહું ગુણીયલ નીકળી આટલી નાની વયે આ સ્ત્રીનાં વિચાર તો જુઓ... બધાંનાં મોઢે એ વાત હતી કે પીતાંબર ગયો પણ વસુધાએ આખા ઘરનો ભાર ઉપાડી લીધો છે હવે દૂધમંડળીની ચેરમેન બની ગઈ બધાએ એક અવાજે એની નિમણુંક માન્ય કરી લીધી જે સ્ત્રીઓ ઘરમાં કે કુટુંબમાં બોલી નહોતી શક્તી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ - 71
ગુણવંતભાઈએ હરખ કરતાં કહ્યું “હમણાંજ આવ્યાં છે બેસો... ચા પાણી નાસ્તો કરો થોડો આરામ કરો પછી વાત આટલે દૂરથી હંકારીને આવ્યાં છો થોડી શાતા કરો”. ભાવેશની નજર માત્ર સરલા ઉપર હતી એમણે કહ્યું “અહીં પહોંચીને બધો થાક ઉતરી ગયો.” વસુધાએ કહ્યું “કુમાર શાંતિથી બેસો સરલા સાથે હું તમારાં માટે ચા નાસ્તો લઈને આવું છું. “ભાનુબહેન અને સરલા રસોડામાં ગયાં. દિવાળીફોઈ આકુનાં ઘોડિયાને હીંચતાં હીંચતાં ફરીથી ભાજી સાફ કરવાં લાગ્યાં. ગુણવંતભાઈએ કહ્યું “સાંભળો છો ? આ મેથીનાં ગોટાજ બનાવો ગરમા ગરમ કુમારને ખુબ ભાવે છે.” દિવાળી ફોઈએ કહ્યું “હાં લો ભાજી તૈયારજ છે હું અંદર લાવું છું અને તમે બધાં ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ - 72
કાળીઓ આણંદની જેલમાં એનાં બાપા અને અન્યને મળવાં મુલાકાત ખંડમાં પ્રવેશ્યો પછી એણે જોયું જાળી પાછળ એનાં બાપા ભુરા ઉભા છે એ નજીક ગયો. એણે પૂછ્યું “બાપા કેમ છો ?” ભુરા ભરવાડે કહ્યું “અહીં કેવા હોઇએ ? અહીંથી છુટીએ પછી...” ત્યાં કાળીઓ બોલ્યો “બાપા સમજું છું આપણે તો સીમમાં ને બધે આઝાદ ફરવાવાળા આવું કેમ ગોઠે ? પણ બીજા કાકાઓ ક્યાં છે ?” ભુરાએ કહ્યું “બધાં અમે એકજ કોટડીમાં છીએ એવું ગંદુ પાણી જેવુ ખાવાનુ ગળે નથી ઉતરતું તું કંઇ લઇ આવ્યો છે ?” કાળીયાએ કહ્યું “હું ઘણું બધું લઇ આવેલો તમારું ભાવતું બધુ.. પણ મને અંદર લાવવા ના ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ - 73
ગુણવંતભાઇ સવારથી ખેતરે પહોંચી ગયાં હતાં અને ભાગીયા બુધાને અને અન્ય માણસો રોકીને ખેતરમાં પૂળા અને અનાજ વગેરે રાખવાનાં સાફસૂફી કરાવી રહ્યાં હતાં એમણે પ્લમ્બર, કડીયો, ઇલેક્ટ્રીશયન વગેરે એજન્સી એનાં કારીગરોને બોલાવી લીધાં હતાં. વસુધા- ભાવેશ- સરલા પણ પાછળથી ત્યાં આવી ગયાં હતાં. વસુધાએ સુરેશભાઇએ જે પ્લાન આપેલો ડેરીમાં વ્યવસ્થા કરવા અંગે એનો અભ્યાસ કરીને એજન્સીઓને સમજાવી રહી હતી. ભાવેશકુમાર રોડ ઉપર પડતાં ખેતરમાં મોટો ગેટ મૂકાવવાનાં અને વાહનોને આવવા જવામાં અગવડ ના પડે એ માટે કપચી-ગ્રીટ વગેરે કેવી રીતે નંખાવવા એનું આયોજન કરી રહ્યાં હતાં. સરલાએ વસુધાને કહ્યું “આ લોકોને જરૂરી સામાન મંગાવવાનો એની શું વ્યવસ્થા છે ?” ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-74
નાથાકાકા વાડામાં ગયાં લાલી અને એનાં વાંછરડાને જોવાં સરલા ભાવેશકુમારને અંદરનાં ઓરડામાં લઇ ગઇ અને બોલી ‘ભાવેશ તમે મારી સમજી ગયાં સારું થયું. આકુનાં જન્મને આટલાં મહીના થઇ ગયાં આપણે ફોઇ ફુવાએ આજ સુધી આકુને કશું આપ્યું નથી.. હું તો અહીજ રહેતી હોવાથી માં એ કશુ કહ્યું નથી.. આપણે આપણાંજ..” પછી અટકી ગઇ. ભાવેશકુમારે કહ્યું “સરલા હું બધું સમજી ગયો છું. આપણે આકુને કંઇક આપવું પડે વ્યવહારમાં રહેવું પડે હું સીટીમાં જઇને તું કહે એ લઇ આવું..” સરલા એ કહ્યું “હું નથી આવતી તમે સોનીને ત્યાં જઇને એનાં માટે સોનાની બુટ્ટી અને પગનાં ચાંદીના ઝાંઝર લઇ આવો તમને આમેય ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-75
ગુણવંતભાઇએ ઉભા થઇને લખુભાઇ ચૌધરી સરપંચને ઘરમાં આવકારતાં કહ્યું ‘આવો આવો લખુભાઇ ધન્યઘડી આપ પધાર્યા.” લખુભાઇએ કહ્યું “ધન્ય ઘડી તમને ફળી છે ગુણવંતભાઇ આવી ગુણીયલ વહુ દીકરી જેવી મળી છે.” ‘તમારાં ખેતરમાં ડેરીનું કામ ચાલુ છે જોવા ગયેલો જોઇને ખૂબ આનંદ થયો ખૂબ સુવિધાયુક્ત અને આધુનીક બનાવી રહ્યાં છો... ગામનાં લોકો પણ જોઇને ખૂબ ખુશ છે તમારી રંગત અને વસુધાનો સંકલ્પ જરૂર ખૂબ સારું પરીણામ લાવશે. મારાં આશીર્વાદ છે એને.” “ગુણવંતભાઇ હું ખાસ બે વાત માટે આવ્યો હતો” એમ કહી ગંભીર થઇ ગયાં. ગુણવંતભાઇએ પૂછ્યું “બોલોને સરપંચ શું વાત છે ?” લખુભાઇએ કહ્યું “આપણી દૂધમંડળી ની ચેરમેન વસુદીકરી થઇ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-76
લખુભાઇ ઘરમાંથી નીકળ્યાં અને કરસન દોડતો ઘરમાં આવ્યો. એણે બૂમ પાડીને કહ્યું.. ‘ભાભી…, કાકા પેલા મશીનો આવી ગયાં છે પણ દરવાજાની બહાર ટ્રક ફસાઇ છે મેં બુધાને કહ્યું છે તું પૂળા ખાલી કરીને ટ્રેકટર લઇને આવ.. હું પ્રયાસ કરુ છું ટ્રક બહાર નીકળી જાય. કાકા ચાલો ખેતરે...” વસુધા વાડામાં હતી એ સાંભળ્યુ નહીં ગુણવંતકાકા છાપુ બાજુમાં મૂકીને ઉભા થઇ ગયાં. એમણે બૂમ પાડીને કહ્યું “ભાનુ હું ડેરીએ જઊં છું મશીનો આવ્યાં છે વસુ સરલા અને ભાવેશકુમારને કહે છે ડેરીએ આવે.” સરલા અને ભાવેશકુમાર ઉપર રૂમમાં હતા.. સરલાએ બૂમ સાંભળી એણે ભાવેશને કહ્યું “ “મને ઉઠવા દો પાપા બૂમ પાડે ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-77
ડેરીમાં મશીનો ગોઠવાઇ ગયાં બધાને ઇલેક્ટ્રીક કનેક્શન આપી ચાલુ કરવાની તૈયારી પુરી થઇ ગઇ. એક પહેલો ટ્રાયલ લેવાનો હતો. દૂધ આજથી ડેરીમાં ભરવાનું નક્કી થયું વસુધા, સરલા, ગુણવંતભાઇ, ભાનુબેન ભાવેશકુમાર બધાં હાજર હતાં. દિવાળી ફોઇ પણ આકુને નવા કપડા પહેરાવી સાથે આવેલ હતાં. સુરેશભાઇ અને એમની સહાયક ટીમ હાજર હતી ડેરીમાં તોરણ અને ફૂલોની સેરો લગાવી શોભાયમાન કરી હતી ગામની બહેનો, માતાઓ અને લખુભાઇ સરપંચ સાથે ઘણાં આગેવાનો યુવાનો વૃધ્ધો હાજર હતાં. રશ્મી, કાશી, ભાવના બધી સ્ત્રીઓ સહેલીઓ હાજર હતી. ગુણવંતભાઇનો ખેતરમાં નાનો મંડપ બાંધેલો હતો. ગેટ પર તોરણ અને ફૂલોની સેરો મૂકેલી હતી. વસુધાએ લાઉડસ્પીકર લગાવવાની ના પાડી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-78
વસુધા અને ગામ લોકોએ સહકારથી ડેરી ઉભી કરી એનું ઉધ્ધાટન કરવા મોટી ડેરીનાં મોટાં માથા અને ચેરમેન ઠાકોરભાઇ પટેલ આવ્યાં હતાં. મોટી ડેરીની સરખામણીમાં આ સાવ નાની ડેરી હતી ક્યાંય સરખામણી શક્ય નહોતી એ સ્વાભાવીક છે છતાં ઠાકોરભાઇની ચકોર નજર બધે ફરી હતી ડેરીની સાથે સાથે પશુ દવાખાનું ઉભું કરવું ડેરીની સફળતા પછી એમાં વિકાસ કરવા જગ્યાની અનુકૂળતા અને એની ઉપલબ્ધી... બધાં પાસાં વિચારેલાં હતાં... તદ્દન સ્વચ્છ બધુંજ... એમણે હરખાઇને વખાણ કર્યા શાબાશી આપી. ઠાકોરભાઇએ કહ્યું “મારો બધોજ સહકાર રહેશે તમે ગામજનો અને દીકરી વસુધાની દૂરદેશી સહકાર જોઇ મને કહેવાનું મન થાય છે કે તમે જો એક વર્ષનાં ગાળામાં ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-79
ગામમાંથી બાઇક પસાર થઇ રહી હતી કરસન પાછળ વસુધા આકુને લઇને બેઠી હતી આકુને થોડી રાહત થઇ હોય એમ ખોળામાં સૂઇ ગઇ હતી ગામનાં ચોરેથી બાઇક પસાર થઇ ત્યારે ત્યાં બધી ગામની નવરી બજાર બેઠી હતી બધાએ આલોકોને બાઇક પર જતાં જોયાં. ભુરા ભરવાડનો છોકરો કાળીઓ એનાં જેવાં નવરાં છોકરાઓ સાથે બેઠો હતો એણે કરસન અને વસુધાને જતાં જોયાં એની આંખો પહોળી થઇ ગઇ એને ગંદી રીતે જીભ કાઢી અને હોઠ પર ફેરવી બોલ્યો “વાહ આ ગામની નવી જોડી નીકળી....” “કરસનીયો કુંવારો અને રાંડી રાંડ વસુધા બેઊ બાઇક પર નીકળ્યાં.. પેલાને બૈરું નથી અને આને ઘણી... શું કરવા જતાં ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-80
વસુધા આકુને લઇને રૂમમાં આવી ગઇ. એણે આકુને સુવાડી એની સામે જોઇ રહી. આકુને પેટમાં હવે સારું હતું એ ઘેલી ભાષામાં લવારો કરી રહી હતી. વસુધાએ કહ્યું “આકુ બેટા તને સારું છે જોઇને મન હવે હાંશ કરે છે. તને કંઇ થાય છે મારું હૃદય ઉકળી ઉઠે છે અશાંત થઇ જાય છે. જોને આજે મારે તને બાઇક પર લઇને દોડવું પડ્યું. ગામમાં ડોક્ટરનું દવાખાનું નથી.. કોઇ અચાનક બિમાર પડે સારવાર લેવા ક્યાં દોડવું ?” વસુધાએ કહ્યું “તું કાલુ કાલુ બોલવા લાગી થોડું થોડું ચાલવા લાગી મોટી થઇ રહી છે મારી લાડકી. જો તારાં પાપા જોઇ રહ્યાં છે તને એમ બોલી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-81
આવંતિકાને મોક્ષે પહેલાં બાઇક પર બેસતાં શીખવ્યું બોલ્યો ‘એ તે પંજાબી ડ્રેસ પહેર્યો છે તો ફાવ્યું પણ સાડી કે પહેર્યો હોત તો ના ફાવત. કછોટો મારવો પડ્યો હોત.” એમ કહી હસ્યો. “જોકે સ્કુટર હોય તો વાંધો નહીં તું શીખી જાય પછી સ્કુટર લાવી આપીશ.” અવંતિકાને પહેલાં સ્ટીયરીંગ પકડીને બાઇક શરૂ કરવા કીક કેવી રીતે મારવી બ્રેકનું પેડલ બતાવ્યું હાથની બ્રેક બતાવી લાઇટ ચાલુ કરવી બંધ કરવી.. પછી કહ્યું “બને ત્યાં સુધી પગની બ્રેકજ મારવાની હાથની બ્રેકથી આંચકો આવે પડી જવાય.” અવંતિકાની પાછળ મોક્ષ બાઇક શરૂ કરીને બેસી ગયો અને કહ્યું “હવે ચલાવ નિશ્ચિંત થઇને હું પાછળ બેઠો છું”. થોડે ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-82
વસુધાને વાસદ-વડોદરા નજીકનાં રણોલી ગામમાં બહેનોને દૂધ ઉત્પાદન અંગે પ્રેરીત કરવા જવાનું હતું. વસુધા ખુશ હતી કે બીજા ગામની પ્રેરણા મળે એમાં નિમિત બનવાની તક મળી છે. ગુણવંતભાઇએ જ્યારથી એને કહ્યું એ ઉત્સાહમાં આવી ગઇ હતી ડેરીનાં કામકાજ જોયાં પછી એ બોલવાની જાણે પ્રેક્ટીસ કરી રહી હતી એ ડેરીથી સાંજે ઘરે આવી એણે આકુની ખબર પૂછી હવે આકુએ ચાલવાનું દોડવાનું શરૂ કરી દેવું હતું. વસુધા અને સરલા ઘરે આવ્યાં એની આહટ સાંભળતાંજ આકુ દીવાળીફોઇ પાસેથી દોડીને બહાર આવી ગઇ અને બોલવા લાગી ‘વસુ.. વસુ...” વસુધા દોડીને આકુને લે છે બોલી “આકુ મારી દીકરી તારે તો જીભ અને પગ બધું ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-83
વસુધા અને ગુણવંતભાઇ રણોલી ગામ જવા નીકળ્યાં. વસુધા ગાડી ચલાવી રહી હતી. ગુણવંતભાઇએ કહ્યું બીજા લોકો સાથે લીધાં હોત સારુ થાત તું કેવું બોલે છે એ બધાને સાંભળવા મળત. વસુધાએ કહ્યું મેં રાજલ, રશ્મીનો વિચાર કરેલો પણ ડેરીએ એ લોકોની હાજરી જરૂર હતી ત્યાં કરસનભાઇ એકલાજ હતાં. સરલાબેન અને કુમાર ઘરે છે. પાપા એકવાત મારાં મનમાં છે ઘણાં સમયથી... ગુણવંતભાઇએ કહ્યું બોલને દીકરા... વસુધાએ કહ્યું આપણી ડેરી સરસ ચાલી રહી છે નફો પણ સારો થાય છે દૂધ મંડળીનું કામ પણ ઉત્તમ ચાલે છે. આપણાં ગામમાં સારુ દવાખાનું નથી આપણે કંઇ એવું મોટુ થાય કોઇ બીમારી થાય શહેરમાં દોડવું પડે ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-84
વસુધા રણોલી ગામની ગ્રામપંચાયતનાં પ્રાંગણમાં કોઇ રાજકીય ભાષણ નહીં પરંતુ મૃદુભાષામાં ઉત્સાહથી પોતાનાં અનુભવ કહી ગામની બહેનોને વધુ કાર્યક્ષમ બનાવવા ત્થા ડેરી ઉભી કરવા અંગે પ્રેરણા આપી રહી હતી. ત્યાં એક છોકરીએ વસુધાને પ્રશ્ન કરી લીધો એ સાંભળી વસુધા ક્ષોભમાં મૂકાઇ ગઇ. છોકરીએ પૂછ્યું “વસુધા દીદી તમે એકલા આટલી હિંમત અને કુશળતા ક્યાંથી લાવો છો ? તમને તમારાં પતિ કે મિત્રનો સાથ છે ?” વસુધા પ્રશ્ન સાંભળી થોડીવાર ચૂપ થઇ ગઇ પછી પૂરા આત્મવિશ્વાસ સાથે કહું "હાં મને મારાં પિતા સમાન શ્વસુર, મારી માતા સમાન સાસુ, મારી સગી બહેન સમાન નણંદ ત્થા ગામની બહેનો અને વડીલોનો ખૂબ સાથ છે. ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-85
વહેલી સવારે વસુધા ડેરીનાં પગથિયા ચઢી રહી હતી એનાં હાથમાં આકુ તેડેલી હતી એણે પગથિયા ચઢ્યા પછી આકુને નીચે આકુ દોડીને અંદર ગઇ વસુધા હસતી હસતી પાછળ હતી. આજે ખબર નહીં કેમ વસુધાને થયું આકુને લઇને ડેરીએ જઊં.. એણે એને સાથે લીધી. આજે જાણે વસુધા ખૂબ ફેશ અને તાજગીભરી વધુ ઉત્સાહીત લાગી રહી હતી એણે પહેલાં ડેરીમાં આંટો માર્યો બધી બહેનો આવી ગઇ હતી પોતપોતાનાં કામે લાગી હતી વસુધાએ બધાંને હસીને જય શ્રી કૃષ્ણ કીધાં. બધાની ખબર પૂછી ત્યાં રમણકાકાની ભાવનાએ પૂછયું “કેમ છે વસુધા કાલે ગ્રામસભા કેવી રહી ?” વસુધાએ કહ્યું “ખૂબ સરસ.. સાચુ કહુ હું બોલવા ગઇ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-86
આકુને આંગળીએથી દોરીને વસુધા ડેરીનાં પાછળનાં દરવાજેથી એનાં ખેતરમાં ગઇ. આકુને મજા પડી રહી હતી એણે કાલી કાલી ભાષામાં ચાલુ કર્યુ “માં... માં.. જો જો ગાય.. ગા...ય...” વસુધાએ હસીને કહ્યું “બકુ એ ગાય નહીં બળદ છે બાજુમાં છે એ આંખલો કહેવાય જો અહીં. બુધાકાકાએ બકરીઓ પણ રાખી છે...” બેઉ માં દિકરી વાતો કરતાં કરતાં આગળ વધી રહ્યાં હતાં ત્યાં બુધાની વહુ રમીલા સામેથી દોડતી દોડતી આવી બોલી “બહેન તમે અહીંયા ? આ પેલા તો ત્યાં વાડ સરખી કરવા ગયાં છે બોલાવું ?” વસુધાએ કહ્યું “ના એને જે કરતો હોય કામ કરવા દે તું ખાટલો પાથર એમાં આકુને બેસાડી હું ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-87
વસુધાનાં વખાણનાં પુલ બંધાઇ રહ્યાં હતાં ત્યારે કોઇ બે આંખો વસુધા તરફ ખૂબ તિરસ્કારથી ક્રૂર રીતે જોઇ રહી હતી. એ અંગે કંઇજ ખબર નહોતી. પશુદવાખાના અંગે સરપંચ ત્થા પ્રાંત અધિકારીની હાજરીમાં જગ્યા નક્કી થઇ ગઇ એ અંગે સ્ટાફને સૂચના અપાઇ ગઇ અને સરપંચને કહેવામાં આવ્યું તેમ જે સમયગાળો નક્કી થયો છે ત્યાં સુધીમાં પશુદવાખાનું અવશ્ય ઉભું થઇ જશે. પ્રવિણભાઇ જૈન સાથે આવેલા દાતા લક્ષ્મીકાંત સોનીએ કહ્યું “ગામમાં હોસ્પીટલ ઉભી કરવા માટે મારું ટ્રસ્ટ પૈસા પુરા પાડશે અને એ પણ ઝડપથી ઉભું થઇ જશે”. બધાએ તાળીઓનાં ગડગડાટ સાથે વાતને વધાવી લીધી આમંત્રિત તથા ગામનાં લોકોને વસુધાનાં ડેરીનાં સ્ટાફે ચા-કોફી, કેસર ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-88
વસુધા ડેરીએથી નીકળી હતી એણે કારમાં એકાઉન્ટની ફાઇલ ચોપડાં બધુ સાથે લીધું હતું આજે એને થાક પણ વર્તાતો હતો ગામને પાદર પહોચે પહેલાં કારનો હોઝપાઇપ ફાટ્યો અને ગાડીનું ટેમ્પરેયર એકદમ વધી ગયું બોનેટમાંથી ધુમાડો વરાળ નીકળવા માંડ્યું એણે મોટો નિસાસો નાંખ્યો ઓહ આ શું થઇ ગયું ? એણે થોડું ભાવેશકુમાર પાસેથી શીખેલું એણે ગાડી બંધ કરી.. આગળો ખેંચી બોનેટનું લોક ખોલ્યું... બોનેટ ખોલીને જોયું હોઝપાઇપ ફાટી ગયેલો અને રેડીયેટરનું બધું પાણી ખાલી થઇ ગયુ હતું વરાળ નીકળી ગઇ રબ્બર બળ્યા જેવી વાસ આવી રહી હતી. એને થયું સાંજ પડી ગઇ છે અંધારુ થવા આવ્યું છે કોઇ અહીંથી નીકળે તો ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-89
પથારીમાં સુતેલી વસુધાનો હાથ પોતાનાં હાથમાં લીધો અને બોલી “વસુ.. વસુધા..” ત્યાં વસુધાએ જોરથી ચીસ પાડી “સરલા.. સરલા” અને મોઢામાંથી ઉલ્ટી થઇ ગઇ એ પાછી બેભાન થઇ ગઇ. બહાર બેઠેલાં લખુભાઇ, કરસન, રમણકાકા બધાં અંદર દોડી આવ્યાં.. કરસન પાછો બહાર દોડીને વૈદકાકાને લેવા ગયો. ગુણવંતભાઇ ક્યારથી લાચાર નજરે વસુધા તરફ જોઇ રહેલાં. એ ક્યારથી કંઇજ બોલી નહોતાં રહ્યાં. ગુણવંતભાઇએ વસુધાનાં માવતરને રાત્રેજ સમાચાર ફોનથી આપી દીધાં હતાં. તેઓ અહીં આવવા નીકળી ગયાં હતાં પણ હજી પહોચ્યા નહોતાં. પોલીસ પટેલ વસુધાનાં હોંશમાં આવવાની રાહ જોતાં હતાં. પણ વસુધા હોંશમાં આવી પાછી બેભાન થઇ ગઇ હતી. વસુધાનાં માવતર આવી ગયાં. પુરષોત્તમભાઇ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-90
વસુધા-વસુમાંપ્રકરણ-90 મહીસાગરનાં અવાવરૂ કોતરની ઝાડીમાં ચાર ઓળા બેઠાં હતાં. અંધારૂ ઘોર છવાયું હતું. ત્યાં કોઇ હલચલ કે અવાજ નહોતા. મહિગરનાં જળ વહેતાં હતાં એનો અવાજ આવી રહેલો. નિશાચર પ્રાણીઓનાં ક્યાંય ક્યાંક અવાજ બીહડમાં સંભળાઇ રહ્યાં હતાં. મોટાં મોટાં ઊડાં ઊડા કોતરોમાં કાળીયાની ટોળી ઉતરી ગઇ હતી. એક ઝાડીમાં આશરો લીધો. કાળીયાએ કહ્યું “અહીં કોઇ નહીં આવી શકે. ધોળે દિવસે અહીં કોઇ માણસ નથી આવી શકતો એવી ભયાનક કોતરો છે આ રાત્રે તો કોણ આવે ?” ત્યાં એનો સાથીદાર પક્લો બોલ્યો “પણ અહી સાપ, નાગ, દીપડા ફરતાં હોય છે પકડાઇ જવાનાં ડરે અહીં આવ્યાં પણ કોઇ કરડીને આપણો જીવ ના ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-91
મગનાને મોઢે સાંભળેલી વાત જાણી કાળીયાએ તરતજ ગંદી ગાળ મોઢેથી બોલીને કહ્યું “એ ટેણીયાનો ટોટો પીસી નાંખીએ એ સાલો ક્યાંથી હતો ? છોડ… હશે જે થશે એ પહેલાં અહીંથી નીકળી ખાવા પીવાની વ્યવસ્થા કરીએ”. રમણાએ કહ્યું “બધાએ સાથે જવામાં જોખમ છે કાળીયા તું અને મગનો અહીંજ રહો હું અને પકલો જોઇએ છીએ બધી વ્યવસ્થા કરીને આવીએ છીએ તમે લોકો અહીંજ રહો. તું પૈસા આપ મારી પાસે નથી.” કાળીયાએ ગાળો ભાંડી અને ખીસ્સાંમાંથી બે હજાર રુપીયા આપી કહ્યું “ખાવા પીવાનું વધારે લાવજે.” રમણાએ કહ્યું “આટલાથી શું થાય ? મારી પાસે 800 રૂપિયા છે બીજા કાઢ..” કાળીયાએ કહ્યું “પકલા મગના તમારી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-92
મહીસાગરનાં ઊંડા ભયાવહ બીહડ જેવા કોતરોમાં અંધારૂ હતું કાળીયાની ટોળકીએ એમાં છૂપાવા માટે આશરો લીધો હતો. બધાને ભૂખ લાગી પાણી સુધ્ધાં સાથે નહોતું કાળીયાએ રમણા અને પકલાને પૈસા આપી વાસદ સુધી જઇને ખાવા-પીવાનું બધુ લઇ આવવા પૈસા આપ્યા એ લોકો બધુ લેવા ક્યારનાં ગયાં હતાં. કાળીયાએ એનું ધારીયું ચકાસ્યુ એની ધાર પર હાથ ફેરવતો બોલ્યો “મગના આજે પેલી રાંડનું બધુ કામ તમામ કરી દેત એનાં માટે આ ધારીયાને પાણી પીવરાવીને ધારધાર કરેલું પહેલાં એને પેટ ભરીને ભોગવત પછી એનું ગળુ કાપી નાખત મને જે સજા થવી હોય ભલે થાત મારાં બાપાનું વેર વળી જાત અને એનાં વિનાં એની ડેરીને ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-93
પકલાએ કહ્યું “અહીંથી અંધારામાં કોતરમાં વધારે ઊંડા ઉતરવામાં જોખમ છે. અહીં એરૃ, નાગ, વીંછી કેટલાય નિશાચર જંગલી જાનવરો હશે જોખમ છે.” કાળીયાએ કહ્યું “મારું ધારીયું કળીયાળી ડાંગ બધુ છે ડરવાનું શું ? અંધારામાં એરૃ નાગથીજ સાચવાનુ છે એ લોકો દેખાશે નહીં ક્યાંય પગ પડી ગયો તો કરડશે.” ત્યાં મગનો બોલ્યો “એરૂ આભડે તો મને મંત્ર આવડે છે ઝેર ઉતારી દઇશ મેં ઘણાનાં ઝેર ઉતાર્યા છે”. ત્યાં કાળીયો બોલ્યો “એય મંત્ર વાળી કરડેજ શું કામ ? અહીંથી સવાર પડે પહેલાં વાસદથી આગળ વડોદરા જતા રહીશું ક્યાંક મંદિરમાં કે એવી એકાંકી જગ્યાએ આશરો લઇશું.” રમણો કહે “બધાએ એક પછી એક ઊંધવાનું ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-94
વસુધા રાજલનો ભૂતકાળ જાણતી હતી.. એ લોકો આબુ ફરવા ગયાં હતાં. મયંકને બાઇકનો ખૂબ શોખ એણે રાજલને અને એનાં લખુકાકાને જીદ કરી કહ્યું “બધાં જાય છે આબુ એ ક્યાં દૂર છે માંડ 250 કિમી છે. પહેલાં અંબાજી જઇશું. પછી આબુ બે દિવસ ફરીને આવી જઇશું. એમાં ચિંતા શું એ બસમાં અથડાતા કૂટાતાં નથી જવું.” લખુકાકાને એ સમયે એમની જવાની યાદ આવી ગયેલી એમણે કહ્યું “જાવ જાવ પણ આમ એકલાં જાવ છો એનાં કરતાં કોઇને સાથ કરીને જાવ તો સારું..” ત્યારે મયંકે કીધું “બાપા બધાને સમય હોવો જોઇએ અને ખર્ચ પણ થાય હું તો તમારે જોરે જઊં છું.” એમ કહી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-95
રાજલે વસુધાને આ બધી વાત વિગતવાર કરી હતી. એક સાંજે ડેરીએ બંન્ને એકલાં બેઠાં હતાં ત્યારે રાજલે પોતાની કથની હતી.. એણે કહ્યું “કેટલી હોંશમાં અને આનંદમાં ગયાં હતાં ત્યાં કેટલો આનંદ કરેલો અને પાછા આવવાનાં દિવસે જ.. પેલો કાળમુખો...” વસુધાએ કહ્યું “રાજલબેન પછી શું થયેલુ?.” વસુધાને જાણવાનો રસ પડેલો. રાજલે કહ્યું “પછી અમારુ નસીબ ચાર ડગલાં આગળ ચાલવાનુ હતું જેની અમને ખબર નહોતી આમે હું મારો ઘણી જીવતો છે છતાં રાંડેલી છું.” વસુધાને સાંભળી દુઃખ થયુ એણે આગળ પૂછવાની હિંમત ના થઇ. રાજલે કહ્યું “વસુ.. રાત્રે એમણે બીયર પીધો એ પીતાં રહેલાં હું તો ક્યારે ઊંધી ગઇ મને ખબરજ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-96
વસુધા પાસે રાજલ બેઠી હતી. એને વસુધાની પીડાનો પુરો એહસાસ હતો. વસુધાની પીડામાં એનાં પર ગૂજરી ગયેલી પીડા યાદ ગઇ હતી. વસુધાને એણે બધુજ કીધેલું એક એક એ કારમી પીડાની ક્ષણ વર્ણવી હતી. વસુધાને સહન નહોતું થઇ રહેલું એની સાથે આવો ધૃણાસપદ બનાવ બની ગયો... કોઇ એની સાથે આવું કરીજ કેવી રીતે શકે ? શું મારાં સ્વમાનની આભા ઓછી થઇ છે ? એણે હિંમત કરતાં પહેલાં મારાં ગુરુરનો રોબ ના જોયો? ના નડ્યો ? મારાં પવિત્ર ઓરાને ચીરીને મને સ્પર્શ કેવી રીતે કર્યો ? એ ચંડાળની આટલી હિંમત ? વસુધા માનસિક ભાંગી પડી હતી એનાં હૃદયમાં કાળીયા અને એનાં ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-97
વસુધા લાલી પાસેથી આકાંક્ષા પાસે આવી, આકાંક્ષાને વ્હાલથી હાથ ફેરવ્યો. આકુ વસુધાને વળગી ગઇ. એણે રાજલને અંદર બોલાવી અને ફોઇને કહ્યું “ફોઇ તમે હવે આરામ કરો મને સારુ છે ચિંતા ના કરશો”. દિવાળી ફોઇ ભલે કહીને બહાર ગયાં. એમને સારું લાગ્યું કે હવે વસુધા સ્વસ્થ છે. આકાંક્ષાને વળગાવી વસુધા બોલી “રાજુ મારી આંકાક્ષાને મેં છાતીએ વળગાવી છે મને કેટલુ સારું લાગે છે સાથે સાથે એવો વિચાર આવે છે કે કાલે મારી આકુ મોટી થશે એની સાથે તો આવું કંઇ... ?” રાજલે કહ્યું “શું કામ આવા કવેણ કાઢે ? કોઇની તાકાત છે દીકરીની સામે જુએ ? હજી આકુ 5 વર્ષની ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-98
રાજલ વસુધાને ત્યાંથી સીધી ઘરે આવી. મયંક એનીજ રાહ જોઇ રહેલો. રાજલને ઝાંપો ખોલી અંદર આવતાં જોઇને એને હાંશ મયંકનાં ચહેરાં પર ઉચાટ જોઇને રાજલે પૂછ્યું “શું થયું ? કેમ આવો ઉચાટ વાળો ચહેરો છે ?” મયંકે કહ્યું “રાજુ તું ઘરે ના આવે ત્યાં સુધી જીવ ઉચ્ચકે રહે છે ચેન નથી પડતું તું આવી ગઇ હાંશ થઇ. શું થયું વસુધાને ?” રાજલે કહ્યું “પાપા છે ? જાગે છે કે સૂઇ ગયાં એય તમે કેમ ચિંતા કરો ? મને કોણ ખાઇ જવાનું છે ? વાઘણ જેવી છું”. મયંકે રાજુની વાત કાપતાં કહ્યું “એ વાઘણને મેં મીંદડી જેવી જોઇ છે તું ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-99
આછા અજવાળામાં વાન વાસદનાં આરે ઉભી હતી ત્યાંથી કોતરમાં જવાતુ અને નદી તરફ પણ જવાતું. વાનનો દરવાજો બંધ હતો. વાનનો દરવાજો ખખડાવ્યો અને હવાલદારે દરવાજો ખોલીને પોલીસ પટેલને કહ્યું “ગામનાં માણસો છે 4-5 જણાં આવ્યાં છે”. પોલીસ પટેલે કહ્યું “હું આવું છું બહાર..” પોલીસ પટેલ બહાર આવીને બોલ્યાં “કરસન તમે લોકો આવી ગયાં ?” પછી વસુધાની સામે જોઇને કહ્યું “દીકરી તું આવી અવસ્થામાં આવાં સમયે અહીં આવી ? આ લોકોને આકરી સજા કરાવીશ ચિંતા ના કર પણ તારી ઇચ્છા પુરી કરાવીશ.” “આ મગનો બધુંજ બકી ગયો છે કબૂલી લીધું છે આપણે અત્યારે આછા અજવાળેજ મગનો લઇ જાય ત્યાં જવાનું ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-100
પોલીસ પટેલ એમની કુમક ત્થા વસુધા રાજલ કરસન બધાં સાથે કાળીયો જે કોતરમાં ઝાડી પાછળ ઊંઘતો ઝડપાયો ત્યાં આવી હતાં. મગનો દૂરથી બતાવીને બીજી ઝાડી પાછળ સંતાઇને બધો ખેલ જોઇ રહેલો. કાળીયાને બધી પરિસ્થિતિની ગંધ આવી ગઇ એને થયું હવે અહીંથી કેવી રીતે છટકવું ? એને પકલાને, રમણાને ત્રણેને બધાં ચારેબાજુથી ઘેરીને ઉભા હતા. પોલીસ પટેલનાં હવાલદારે ત્રણેનાં હાથ પગ બાંધી દીધાં હતાં હવે એ ચૂં કે ચા કરી શકી એમ નહોતો. એણે છેલ્લે દાવ અજમાવ્યો એણે હાથ જોડીને માફી માંગવા માંડી વસુધાને કહે મારી બહેન જેવી છું મારી ભૂલ થઇ ગઇ હવે જીંદગીમાં કોઇ છોકરીની સામે નહીં જોઊં ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-101
કાળીયો બેભાન થઇ ગયલો એનાં શરીરમાંથી લોહી નીકળી રહેલું.. પકલો રમણો પણ ઘાયલ હતાં. પોલીસ પટેલે કહ્યું “આ ત્રણેને ને રોડ પર લઇ આવો..”. પછી એમ્બ્યુલન્સ બોલાવી દવાખાનામાં દાખલ કરો પછી કેસની વિગતો તૈયાર કરીશું.” કરસને મગનાને બાજુમાં લઇ જઇને બધુ ભણાવી દીધું અને સાથે મોઢું નહીં ખોલવા ધમકી પણ આપી દીધી. મગનો હાથ જોડી બધુ માની રહેલો. પોલીસ પટેલે કરસનને કહ્યું “હજી હમણાં અજવાળુ થયું છે તું આ લોકોને લઇને ગામમાં પાછો જા ફરીથી લોકો ઉઠી વહેલાં ઘરે પહોચાડી દે.” કસસને કહ્યું “ભલે” મગનાને પોલીસ પટેલે પોતાની સાથે રાખ્યો. વસુધા-રાજલ મયંક કરસન બધાં જીપમાં બેસીને પાછા ઘરે જવા ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-102
વસુધા રાજલ ઘરે આવ્યાં ત્યારે વસુધાના પાપા-સસરા એમની રાહ જોઇનેજ બેઠેલાં. રાજલે બધી વાત કરવા કહી ત્યાં ઘરનાં બધાં ગયાં. રાજલે ઇતિથી અંત સુધી બધીજ વાત કરી. બધાં સંતોષ સાથે થોડાં ડરી પણ ગયાં હતા. વડીલોમાં ખાસ ભાનુબહેન અને પાર્વતીબહેને ટોક્યાં.. આવું સાહસ એકલા પંડે કરાય ? ભાવેશે પણ એજ સૂરમાં સૂર પુરાવતાં કહ્યું “મને તો કહેવું જોઇએ હું સાથે આવતને એકલા બૈરાં ગયાં આતો જોખમજ લીધું કહેવાય.” વસુધાએ કહ્યું “મારે એને પાઠ ભણાવવો હતો. ભણાવી દીધો ગામની બીજી બહેન દીકરીઓને કોઇ પાશવી હવે હેરાન નહીં કરે એવો ખોખરો કર્યો છે અને અમારી સાથે મયંકભાઈ અને કરસનભાઇ હતાંજ. વળી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-103
વસુધાએ પીતાંબરની માતા એની સાસુ ભાનુબહેનનાં આકરા વેણ સાંભળ્યા પછી બરાબરનો જવાબ આપીને શેરીમાં જવા નીકળી ગઇ. એનાં ગયાં વસુધાની માતા પાર્વતીબેનથી સહેવાયું નહીં એમણે બરાબર જવાબ આપ્યા પછી સ્પષ્ટ કહી દીધું કે અમે બપોર પછી વસુ અને આકુનેલઇને અમારા ગામ જતા રહીશું. વસુ હવે અહીં નહીં રહે. ભાનુબહેનથી બોલતાં તો બોલાઇ ગયું... પણ પછી ભાન પડ્યું કે મારી જીભ ખોટી કચરાઇ ગઇ વસુધા અને વેવણ બંન્નેને ખરાબ લાગ્યુ છે તીર ભાથાથી છૂટી ગયું હવે પાછું લેવાય એમ નહોતું ત્યાં સરલાએ જોરથી ચીસ પાડી... “વસુ... વસુ...”. સરલાની ચીસ સાંભળી અત્યાર સુધી બધું સાંભળી રહેલાં દિવાળીફોઇ ઉભા થઇને સરલા પાસે ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-104
કાળીયા શેતાનની નાલેશીભરી યાત્રા ગામની શેરીઓમાંથી પસાર થઇ રહેલી ગામ લોકોએ કાળીયો, રમણો પકલો બધાનો હુરિયો બોલાવી થૂ થૂ હતાં. વસુધાને જાણે હજી ગુસ્સાની કળ નહોતી વળી એણે લાત મારી ધુતકાર્યો ત્યારે આખાં ગામે તાળીઓ પાડી. ત્યાં ભાવેશની બૂમ સંભળાઇ.. “પાપા... વસુધા..” અને વસુધાને કાને અવાજ પડતાંજ એ સમજી ગઇ એ દોડીને ભાવેશ પાસે ગઇ "બોલી સરલાબેનને...” ત્યાં ભાવેશે કહ્યું “હાં હાં એને પ્રસવપીડા ઉપડી છે તનેજ યાદ કરે છે” ગુણવંતભાઇ પુરુષોત્તમભાઇ બધાં ઘરે પાછા જવા નીકળ્યાં વસુધાએ રાજલને નજીક બોલાવીને એનાં કાનમાં કંઇ કહ્યું અને બોલી....” પછી ઘરે આવ” અને ચારે જણાં ઘર તરફ જવા નીકળી ગયાં. ઘરે ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-105
ભાવેશે ખૂબ આનંદ સાથે અભિનંદન સ્વીકારને કહ્યું “અમારાં જીવનનો ખૂબ આનંદદાયક દિવસ છે..” વસુધા અને ભાવેશ તથા ગુણવંતભાઇ આનંદ થઈને સરલા પાસે ગયાં સરલાનાં મોઢાં પર આનંદ હતો એણે ભાવેશ સામે જોયું.. એનાં ચહેરાં પર ખૂબજ થાક વર્તાતો હતો છતાં બોલી.. “વસુધાને મારી સાથેજ લાવવાનો આગ્રહ એટલેજ હતો કે મને દિવસ રહ્યાં ત્યારથી એ આશા આપતી રહેલી કે છોકરોજ આવશે આકુને ભાઇ તો જોઇએ ને ?” “મારી, માન્યતાં ભાવના સાચી ઠરી.” ભાવેશે કહ્યું “ઇશ્વરે વર્ષો પછી સામુ જોયુ છે હવે તો બધાનાં મોઢાં બંધ થઇ ગયાં કોઇ કશું નહીં બોલી શકે અત્યાર સુધી બહુ ટોણાં સાંભળ્યાં છે.” વસુધાએ કહ્યું ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-106
વસુધાએ માંની વાત સાંભળી એ એમની સામે જોયાં કરતી હતી. એણે કહ્યું “માં મને ખબર છે તને ખરાબ લાગ્યું મને પણ આ વખતે સહન નથી થયું વારંવાર મારી સાસુ મારાં માટે બોલી જાય એનો અર્થ હું શું કાઢું ? એમને અંદરથી મારાં પર વિશ્વાસ નહીં હોય ? સન્માન નહીં હોય ? એમને એટલી ખબર નથી પડતી કે એમનેય દીકરી છે.” “સાચું કહું માં સરલાબેનનો એમાં શું વાંક ? એતો કાયમ મનેજ સાથ આપે છે મારે એમની લાગણીનો વિચાર કરવાનો હતો એટલેજ હું દવાખાને એમની સાથે ગઇ.. છેવટે મારું ઘર તો એજ છે ને ? દિકરી તો પારકી થાપણ..” એમ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-107
વસુધા ભાનુબહેનનાં ટોણાને કારણે એનાં પિયરીયા ગામ જતી રહી જાણીને સરલાને આઘાત લાગ્યો. એણે કહ્યું “માં મને દીકરો આવ્યો એનો હું આનંદ લૂટૂં એ પહેલાંજ તે આવા સમાચાર મને આપી દુઃખી કરી નાંખી.. વસુધા વિના મને ચેન નહી પડે.” પછી ભાવેશ સામે જોઇને કહ્યું "ભાવેશ મારી તબીયત સારીજ છે ડોક્ટર રજા આપે તો આપણે પણ દીકરાને લઇને સિધ્ધપુર જતા રહીએ. મારું મન અહીં નહી લાગે.” ભાનુબહેને સાંભળીને કહ્યું "તારી બુધ્ધી ભ્રષ્ટ થઇ ગઇ છે ? કેટલાય સમયે દીકરાનું સુખ મળ્યું છે ને તું પારકી જણી માટે ઘર મૂકી સિધ્ધપુર જવાની વાત કરે છે ? તારાં માવતર નથી અમે ? ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-108
વસુધા માં ના ખોળામાં માથુ રાખી સૂઇ રહી હતી અને એનાં મોબાઇલમાં રીંગ આવી. દુષ્યંતે મોબાઇલ વસુધાને આપ્યો. આકુ સામે હસીને જોઇ રહી હતી એ મોબાઇલને જોઇ હસી રહી હતી. વસુધાની નજર પડી બોલી “ તું મોટી થઇ જા... અત્યારથી મોબાઇલમાં રસ પડે છે.” એને હસવું આવી ગયું એણે ફોન ઉપાડ્યો સામે રાજલ હતી. રાજલે પૂછ્યું “ઘરે પહોચી ગઇ ? હવે કેવું છે તને ? મને ખબર પડી કે તું તારી સાસુમાં વેણથી દુઃખી થઇ છું. એ બધું ચાલ્યા કરે વસુ.. આ બધાં વડીલો સમજ્યા વિનાજ બોલે છે ઓછું ના લાવીશ”. વસુધા હં હં કરી જવાબ આપી રહેલી. રાજલે ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-109
ગુણવંતભાઇ કહે “હું હમણાંજ ફોન કરું છું ત્યાં રાજલ ઘરમાં આવે છે. આવતાં વેંત સરલાની ખબર પૂછે છે એણે બાબો ઊંઘે છે બોલી “વાહ આતો 10-12 દિવસમાં મોટો મોટો લાગે છે. વસુધા વિના તો ઘર સૂનૂ સૂનૂ લાગે છે પછી ભાનુબહેનને જોઇને કહ્યું કેમ છો માસી ? અને દિવાળી બા શું કરે છે ?” ભાનુબહેને કહ્યું “મજામાં છીએ તારી બહેનપણી પિયર ગઇ છે 10-12 દિવસ થયાં એણે એક ફોન સુધ્ધાં નથી કર્યો જબરી ઘમંડી છે. ફોઇ વાડામાં લાલી પાસે ગયાં છે વસુધા વિના એપણ નખરાં કરે છે ખાતી નથી પીતી નથી દૂધ આપવાનું પણ બંધ કરી દીધું છે. હું ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-110
વસુધા મીટીંગમાં જવા તૈયાર થઇ ગઇ. એનાં પાપા પુરષોત્તમભાઇએ કહ્યું “વસુધા તું મીટીંગમાંજ ડેરીએ જાય છે કે સાસરે પાછા ? તારો શું વિચાર છે ?” ત્યાં પાર્વતીબહેને કહ્યું “ના વસુધા ડેરી મીટીંગમાંજ જશે સાસરે પાછી હમણાં નહીં જાય. અને તમે એને આપણી ડેરીની જીપ નક્કી કરી આપો સાથે દુષ્યંત જશે તમારે જવું હોય તો જાવ.. બીજુ આકુ અહીં મારી પાસે રહેશે અને ખાસ આકુ માટે શહેરમાંથી સાયકલ લેતાં આવજો હમણાંથી એ સાયકલ ચલાવે સારુ છે એને નવી રમત મળશે સાથે સાથે શીખશે હમણાં દુષ્યંતને પણ વેકેશન છે પછી કોલેજમાં જતો થશે સમય નહીં રહે. “ પુરષોત્તમભાઇ અને વસુધા શાંતિથી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-111
સરલાએ કહ્યું “દિવાળી ફોઇ ગામમાંથી સમાચાર મળ્યાં છે કે વસુધા ડેરીએ આવી ગઇ છે મટીંગમાં સીધી ગઇ છે. પણ લઇને ત્યાં જવાની શું જરૂર ? આકુને ઘરે મૂકી પછી અહીં થઇને ડેરીએ જવું જોઇએ ને ? પણ.. કદાચ મોડું થયું હશે સમય નહીં રહ્યો હોય એટલે સીધી ડેરીએ ગઇ હશે”. દિવાળીફોઇ બધું સાંભળી રહ્યાં પછી બોલ્યાં “મને તો રશ્મી અહીંથી જતાં બોલી જીપમાં એણે વસુધા દુષ્યંત બે જણને જોયાં છે અને જીપ કોઇ છોરો ચલાવતો હતો. ખબર નથી એ ડેરીની મીટીંગ પતાવીને આવે પછી ખબર પડે આતો લોકોએ કહી એ વાત મેં કીધી...” સરલા વિચારમાં પડી ગઇ.. વસુધા આકુને ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-112
ઠાકોરકાકાએ વસુધાને નીડર હોવા અંગે અભિનંદન આપ્યાં સાથે સાથે મોટી ડેરીની કારોબારી સમિતિનાં સભ્ય અંગે એની નિમણૂંકની એમણે ભલામણ છે તથા ગુજરાતમાં હરિયાળીક્રાંતિ સાથે દૂધની શ્વેતક્રાંતિમાં વસુધાનેજ એનું સુકાન સોંપવાનું નક્કી કર્યું છે જાણીને વસુધા ખુશ હતી એણે કહ્યું “સર તમે મને એને લાયક ગણી એ મારાં અહોભાગ્ય છે હું સાચેજ ભાગ્યશાળી છું અને આ જવાબદારી તન, મન ધનથી ઉઠાવીશ સફળતા પૂર્વક પુરી કરીશ.” ઠાકોરકાકાએ કહ્યું “કારોબારી સમિતિમાં તારુ નામ જોડાઇ જાય પછી જાણ કરીશ. તું પ્રથમ કારોબારી સભામાં હાજર થઇ જજે ત્યારે તને સર્વાધીક મંજુરીથી તને આ ચળવળની જવાબદારી સોંપી દઇશું. ગુણવંતભાઇ તો સાંભળીને આનંદ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-113
દિવાળીફોઇએ પૂછ્યું “પણ વસુ તું અહીં ક્યારે આવીશ ? અહીં તારાં વિના સૂનૂ સૂનૂ છે. સરલા પણ વારે વારે કરે છે”. વસુધાએ કહ્યું “ફોઇ થોડો સમય મારે મારાં માવતર સાથે રહેવું છે. કેટલાય સમયથી ત્યાં ગઇજ નથી મેં પાપા સાથે ડેરી અને દૂધ મંડળી અંગે વાત કરી લીધી છે. જ્યારે જરૂર પડશે હું આવતી જતી રહીશ. મારે દુષ્યંત સાથે પણ સમય ગાળવો છે”. એમ કહી દુષ્યંત - ગુણવંતભાઇ - ભાનુબહેન બધાં સામે નજર ફેરવી. ત્યાં સરલા દુષ્યંત માટે ચા -નાસ્તો લઇ આવી દુષ્યંત ચા નાસ્તો કરી રહેલો. સરલાએ પૂછ્યું “વસુ તારી ચા મુકી છે તું નાસ્તો કરવાની ? તું ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-114
વસુધા ઘરે જવા નીકળી ગયાં પછી ભાનુબહેનનો ચહેરો નારાજ છે એ સ્પષ્ટ ચાડી ખાતો હતો. સરલાને ખબર પડી ગઇ. એનો દીકરો સૂઇ ગયો હતો એટલે રસોડામાં માં પાસે ગઇ. દિવાળી ફોઇ પણ વાડાનું કામ પરવારીને ત્યાં આવી બેઠાં. સરલાએ પૂછ્યું "શું થયું માં ? કેમ તારો ચહેરો આટલો ગુસ્સામાં છે શું થયું બોલને ?’ ભાનુબહેને પહેલા સરલા સામે જોયું પછી દિવાળી ફોઇ સામે જોયું પછી રસોઇમાં ધ્યાન આપતાં કહ્યું “કશું નથી થયું શું થવાનું હોય ?” “પેલા મહારાણી.. મહેમાનની જેમ આવ્યાં અને ગયા... કઇ કશું.. આવા કપડાં પહેરવાનાં શરૂ કર્યા સાડી શું ખોટી છે ? અને અધુરામાં પુરુ તારાં ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-115
વસુધાને બધાં જમી રહેલાં અને સંવાદ ચાલી રહેલાં પાર્વતીબેને એની સાસુએ ડ્રેસ પહેર્યાં પછી કંઇ કહ્યું? એવું પૂછ્યું વસુધાએ ચહેરાં પર કચવાટ અને નારાજગી હતી પણ બોલ્યાં નથી. ત્યાં ફોન રણક્યો. દુષ્યંતે ઉભા થઇ ફોન ઉપાડ્યો. સામેથી ગુણવંતભાઇએ કહ્યું ‘દીકરા પાપાને ફોન આપ.” દુષ્યંત જય મહાદેવ કાકા કહી બોલ્યો “હાં આપું છુ” પછી રીસીવર પર હાથદાબીને કહ્યું વસુધાનાં સસરા ગુણવંતકાકાનો ફોન છે. પુરષોત્તમભાઇએ ઉભા થઇને ફોન લીધો વસુધાને બધાની નજર એમનાં તરફ હતી. પુરુષોત્તમ ભાઇએ કહ્યું “હાં બોલો વેવાઇ. આટલી સાંજે ફોન ?” ગુણવંતભાઇએ કહ્યું “કંઇ નહીં બધુ ક્ષેમકુશળજ છે પણ દિવાળી ફોઇને ત્યાં આવવું છે એટલે કાલે સવારે ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-116
મોટી ડેરીની કારોબારી સમિતીની સભામાં બધાએ સર્વાનુમતે વસુધાને કારોબારી સભ્ય ત્થા ડેરીની લેડીઝ વીંગની ચેરમેન નિયુક્ત કરી દીધી. વસુધાએ જોડીને આભાર માન્યો અની આંખમાં આંસુ ઘસી આવ્યાં. બધાની નજર વસુધા તરફ હતી. ઠાકોરભાઇએ કહ્યું “વસુધા મને એમ હતું કે તારામાં જે ગુણો છે એ હુંજ જાણું છું પણ અહીં કારોબારીની સભામાં બેઠેલાં બધાં સભ્યોને તારી બધી જાણકારી છે મને આનંદ છે કે જે છોકરીની ગુણવત્તા ખંત, મહેનત અને પ્રમાણિકતાની વાતો બધાં કરે છે આજે એને સારુ અને જેના માટે તું અધિકારી છે એ તને મળ્યું છે દીકરી તું પણ બે શબ્દ બોલ.” વસુધાએ ઠાકોરકાકાને સાંભળીને કહ્યું “વડીલ તમે મારાં ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-117
વસુધાએ રાજલનો ફોન ઉપાડી વાત કરી લીધી અને બોલી ‘હું અહીંથી ગામ આવવા નીકળી ગઇ છું રૂબરૂજ બધી વાત ત્યાં પરાગે જોરથી કહ્યું “રાજલબેન વસુધા ચેરમેન બનીને આવી રહી છે આ એકદમ તાજા સમાચાર છે” એમ કહીને હસ્યો. રાજલે સાંભળતાંજ ખુશીથી કહ્યું “વાહ અમારી સખીનો વટ છે કંઇ નહીં. તમે આવો તમારો સત્કાર કરીશું. ચેરમેન સાહિબા..” ફોન મૂકાયો અને વસુધાએ પરાગને ટોક્યો “હમણાંથી કહેવાની શું જરૂર હતી ત્યાંજ જઇ રહેલાં છીએ.” પરાગે કહ્યું “મારી ખુશી એટલી હતી કે ચૂપ રહીજ ના શક્યો”. વસુધા કંઇ બોલી નહીં પરાગ સામે જોઇને હસી. વસુધાએ કહ્યું “ખરીદી કરી આવ્યો સીટીમાં જઇને ? શું ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-118
રાજલ અને વસુધા ડેરીનાં પાછલે બારણેથી એનાં ખેતર તરફ ગયાં... વસુધાએ પૂછ્યું “શુકનવંતો દિવસ કહી કહીને હવે એતો કહે શુકનવંતુ સારું થયું ?” રાજલે કહ્યું “વસુધા પહેલાં તો તું મોટી ડેરીમાં કારોબારી સભ્ય અને સ્ત્રીવીંગની ચેરમેન....” પછી થોડી શરમાઇ એણે આંખો નીચી કરી કહ્યું “વસુ મને દિવસ રહયાં છે અને જે માહિતી મેળવવાની હતી એ બધી મળી ગઇ પુરાવા સાથે....” વસુધાએ કહ્યું “બીજી વાતો પછી પહેલાં તો તને દિવસ રહ્યાં એજ શુકનવંતા સારાં સમાચાર... વાહ રાજુ તારે મોં મીઠુ કરાવવું જોઇએ... હવે તારે અને મયંકભાઇ વચ્ચે... વાહ આનાંથી વધારે રૂડા સમાચાર શું ? પણ હવે તું તબીયતની કાળજી લેજે ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-119
વસુધાએ ભાનુબહેનનાં કડવાવેણ સામે પોતાની કેફીયત રજૂ કરી દીધી. વારંવાર ભાનુબહેનનાં આવાં અવળા વેણ સાંભળી કંટાળીને કહી દીધુ “હવે ઘરમાં પગ નહીં મૂકું નહીં કદી ભારે પડું...” એમ કહીને સીધી ઘરમાંથી બહાર નીકળી ગઇ. સરલાએ કહ્યું “માં તારી જીભ તું કેમ કાબુમાં નથી રાખતી ? વસુધાની સાથે તારે શેનું વેર છે ? હમણાં સુધી કેટલું સારું હતું હવે શું થયું છે ?” એણે વસુધાને બૂમ પાડી કહ્યું “વસુ બેઢમી ખાઇને જા મોં મીઠું કરાવવા તો મેં બનાવી છે.” ગુણવંતભાઇએ પણ કહ્યું “વસુ બેટા થોડું જમીને અન્નનું નામ લીધુ છે દીકરા પાછી વળ....” વસુધાએ ક”પાપા બસ હવે ઘણું થઇ ગયું. ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-120
વસુધા વિચારોમાં પરોવાયેલી એનાં પિયર પાછી આવી એનાં મનમાં અનેક વિચાર ચાલી રહેલાં. આકુ એને દોડી આવીને વળગી ગઇ.. એણે ધ્યાનથી જોયું આકુ મોટી થઇ રહી છે. સાસરું છોડી પિયર આવ્યે એને હવે છ મહિના ઉપર થઇ ગયું હતું.. ખબર નહીં એને હવે પીતાંબરનાં ઘરમાં પગ મૂકવો ગમતો નહોતો. સરલાએ કેટલાં ફોન કર્યા કે હું સિધ્ધપુર જઊં છું એકવાર આવીજા... પણ હવે એ ડેરીએ જતી પણ એનાં સાસરનાં ઘરમાં પગ નહોતી મૂકતી. સરલા પણ ભાવેશનાં આગ્રહથી એનાં દીકરાં સાથે સિધ્ધપુર ગઇ હતી એને ગયે પણ 3 મહીના ઉપર થઇ ગયાં હતાં. દિવાળીફોઇ અહીં વાગડ વસુધા સાથેજ રહેતાં હતાં. વસુધાએ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-121
વસુધા પરાગ માટે ગટુકાકાને ઘરે ગઇ હતી એ યાદ કરી રહી હતી. એણે કહેલું માલિની એટલી સમજદાર અને સંસ્કારી કે તમારી ઇજ્જત આબરૂ સાચવી રાખી છે એવું કોઇ પગલું નથી ભર્યું. ધીરજ પૂર્વક રાહ જોઇ રહી છે કે તમે લોકો માની જાવ. “નહીંતર અત્યારે મંદિરમાં જઇને લગ્ન કરી લે શહેરમાં જતા રહે શું કરશો તમે ? આવાં તો કેટલાય દાખલા અત્યારે બની રહ્યાં છે. રૂઢીચૂસ્ત રીત-રીવાજો અને ખોખલી માન્યાતાઓને કારણે આજે કેટલી છોકરીઓ કુંવારી બેઠી છે પરાગનાં ઘરેથી તો કોઇ માંગણી છે ના કોઇ વ્યવહારની અપેક્ષા છે આવું સાસરુ ક્યાં મળવાનું માલિનીને ?” “કાકા, કાકી, વિચાર કરજો મારી હાથ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-122
અવંતિકા "વસુધા-વસુમાં એક એક પ્રકરણ રસપૂર્વક વાંચી રહી હતી... એ મોક્ષને કહી રહી હતી કે “માણસની માણસાઇની ઊંચાઇ કેટલી વસુમાંની માણસાઇ તો હિમાલયથી ઊંચી સાબિત થઇ....” મોક્ષે કહ્યું “ આમ સમજણ પડે એમ કહે ફોડ પાડીને બોલ. શું થયું ? અવંતિકાએ કહ્યું “આગળનાં પ્રકરણમાં મેં વાંચ્યુ કે સરલા એનાં સાસરે હતી અહીં ગુણવંતભાઇ અને ભાનુબેન એટલે કે એમની સાસુ એકલાંજ હતાં. વસુધાએ ત્યાં પગ નહોતો મૂક્યો. “ “વસુધા ડેરીથી વાગડ પાછી ફરી રહી હતી ત્યાં ગામમાંથી ખબર પડી કે ભાનુબેન પડી ગયાં છે એમને થાપાનું હાડકું ભાંગી ગયુ છે કોઇ કરનાર નથી વસુધાએ પહેલાં સાંભળ્યું ના સાંભળ્યું કર્યું પછી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-123
અવંતિકાએ કહ્યું “આગળ બસ કામ, કામ, કામ અને પ્રગતિજ છે વસુધાની ઉંમર વધી રહી છે છતાં કામનો થનગનાટ એવો એવોજ છે. મોક્ષ તમને ખબર છે ? વસુમાં લેડીઝવીંગનાં ચેરમેન થયાં પછી ગામે ગામ મહિલા સંગઠનો બનાવ્યાં.. ગૃહઉદ્યોગ ચાલુ કરાવ્યા દૂધ મંડળીનાં કામ તો ખરાજ.” “પશુઆહાર, પશુસંવર્ધન-ચિકિત્સા પર ખાસ ધ્યાન આપ્યું છે. ગામે ગામ દવાખાનાની સવલત અને સ્ત્રી સંરક્ષણ અને કુરિવાજો અને રૂઢીચુસ્તતા પર ઘણું કામ કર્યું સ્ત્રીઓ સ્વંતત્ર રીતે ભણી શકે કામ કરી શકે એટલી કેળવણી આપવા ભાર મૂક્યો.” “વિધુર છોકરીઓને પૂર્નલગ્ન કરવા માટે હિંમત આપી અને સારું પાત્ર મળે લગ્ન કરવા સમજાવવા માંડ્યુ હતું. એમાં એની ખાસ સહેલી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-124
વસુધા હવે "વસુમાં તરીકે આખા પંથક શું રાજ્યભરમાં પ્રખ્યાત થઇ ગઇ છે. વસુધાની ઊંમર સાથે અનુભવ અને માન સન્માન રહ્યા છે. વસુધાએ સમયની સાથે સાથે તાલ મેળવી આખા રાજ્યભરમાં શ્વેતક્રાંતિ સર્જી દીધી હતી અનેક ગામ, તાલુકો ડેરીઓની સ્થાપના થઇ ગઇ હતી. એની આ શ્વેતક્રાંતિની તપસ્યાનાં પરિણામ રૃપે આખાં ભારતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદનવાળુ (ગુજરાત) રાજ્ય બનેલું અનેક ઘરનાં ખર્ચ દૂધમાંથી નીકલી રહેલાં દૂધ ઉત્પાદનને કારણે લગ્નો વટવ્યવહાર દીકરીઓનાં કરીયાવર અને પ્રસંગો ઉકલી રહ્યાં હતાં. ગામે ગામ સહકારી મંડળીઓ, દૂધમંડળીઓ ખૂબ સફળતાપૂર્વક કામ કરી રહી હતી. નારી ઉત્થાનનું કાર્ય વસુધાએ પાર પાડી દીધુ હતું ઘર ઘરમાં વસુધાની છબી લટકવા માંડી ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-125
સરલા વસુધાને પુસતક અંગે સમજાવી રહી હતી અંતે એને મનાવીને ઝંપી. વસુધાની સંમતિ મળી ગઇ એટલે સરલા ઉત્સાહમાં આવી એણે કહ્યું “વસુધા હું આ પુસ્તક લખીને સાચેજ કૃતાર્થ થઇશ. તે મને કરેલી મદદ તારી દોરવણી એનું ઋણ ચૂકવી શકીશ. હું આજથીજ લખવાનું ચાલુ કરીશ. શુભસ્ય શીઘ્રમ.. જ્યાં જયાં તારી કે રાજલની મદદની જરૂર પડશે હું લઇશ.. પૂછીશ..”. વસુધાએ સરલાની સામે જોઇને કહ્યું “સરલાબેન મને તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે તમે એકદમ તટસ્થ રીતે લખી શકશો. જ્યાં જે માહિતીની જરૂર પડે કહેજો ખાસ તો એ કહેવું છે કે શાળા-કોલેજમાં તમે સરસ ગુણ અને ટકાથી આગળ હતાં જ.. હું તો કોલેજ ...વધુ વાંચો
વસુધા - વસુમાં - પ્રકરણ-126 છેલ્લો ભાગ
15 ઓગસ્ટનો દિવસ છે.. રાષ્ટ્રપતિભવનમાં દરબાર હોલ મોટી મોટી હસ્તીઓથી ભરચક છે દેશ-વિદેશનાં મહેમાનો હાજર છે. વડાપ્રધાન એમનું પ્રધાનમંડળ, નેતાઓ, મોટાં મોટાં અધિકારી હાજર છે. જેનું સન્માન થવાનું છે તે બધાંજ હાજર છે. આજે “વસુધા-વસુમા”નું સન્માન થવાનું છે. વિશાળ મોટા હોલમાં રાષ્ટ્રપતિજીનું આગમન થાય છે હાજર સર્વ ઉભા થઇને એમને સન્માન આપે છે. ઉદધોષક બધાં કાર્યક્રમની સૂચીની જાણ કરે છે. તાળીઓનાં ગડગડાટથી વધાવી લે છે બધાં હવે સન્માન યાદીમાં આવનાર મહાનુભાવો વિશે જાણવા અધીરાં છે. ઉદધોષક અલગ અલગ ક્ષેત્રમાં ઉત્તમ કામ કરનાર વ્યક્તિઓનાં નામ બોલાય છે અને બધાને રાષ્ટ્રપતિજી સન્માનપત્રક અને સન્માન રાશી આપી બહુમાન કરે છે. ગુજરાતમાં ગામ-શહેર ...વધુ વાંચો