Vasudha - Vasuma - 3 PDF free in પ્રેરક કથા in Gujarati

વસુધા - વસુમાં - 3 

વસુધા
પ્રકરણ-3
સૂર્યનારાયણ ધીમે ધીમે ઉગમણે ઉગી રહ્યાં છે. હળવો મંદમંદ મીઠો પવન વાઇ રહ્યો છે. પાર્વતીબહેને આજે થોડાં વહેલાં ઉઠીને રોટલા શાક રાંધી નાંખ્યા છે થોડો કંસાર પણ હલાવી નાંખ્યો છે. આજે વસુધાએ પણ ગમાણ વાળી લાલી અને અન્ય વાછડા ભેંશ વગેરેને ઘાસ અને પાણી આપી દીધાં હતાં. દૂધ પણ દોહીને ડેરીએ ભરાવી દીધું હતું દુષ્યંત સવારથી વાંચવા બેસી ગયો છે ત્યાં પાર્વતીબહેને કહ્યું સાંભળો છો ? આપણે શીરામણ કરી લઇએ પછી નીકળવું છે ને ?
પાર્વતીબહેને બધાને જમવા બોલાવી દીધાં અને બધાંને જમાડીને કહ્યું વસુ તું ધ્યાન રાખજે અમે ગાડરીયા જઇને આવીએ છીએ. દુષ્યંત ટીખળ કરતાં કહ્યું માં વસુ માટે છોકરો જોવા જાવ છો ? માં એ કહ્યું ના તારા માટે બનેવી. બધાં એક સાથે હસી પડ્યાં. વસુએ કહ્યું ક્યો સાડલો પહેરીને જવાની ? પાર્વતીબહેને કહ્યું જા તુંજ કબાટમાંથી કાઢી લે એ પહેરીને જઇશ. અને જો આમતો વેળાસર આવીજ જઇશું પણ મોડું વ્હેલું થાય તો બધાને નીરી દેજે પાણી આપજે અને દુષ્યંતને મદદમાં લેજે લાલી અને ભેંશ બનેની દોહી લેજે દીકરા. તારા બાપુ આવીને ડેરીએ દૂધ ભરાવી આવશે.
વસુધાએ કહ્યું માં બધુ સમજી ગઇ તું તારે શાંતિથી આવજે. પણ માં તમે લોકો નીકળો છો તો બજારમાંથી બોર અને શીંગોડા લેતી આવજે. દુષ્યંતે કહ્યું મારાં માટે આંબલી, પાર્વતીમાંએ કહ્યું આંબલી આપણાં શેઢે જોઇએ એટલી છે બહારથી શું કામ લાવવી છે ? બોર પણ નર્યા થાય છે શીંગોડા લાવીશ અને બીજો ફળ હશે તો લાવીશ ચલ હવે તૈયાર થઉં.
આ લોકો વાત કરતાં હતાં ત્યાં સુધીમાં પુરોષત્તમ ભાઇ નવો ઝભ્ભો અને ધોતીયું ઉપર બદામી બંડી પહેરીને આવી ગયાં એમનાં બુટ દુષ્યંતે ચકા ચક કરી દીધાં હતાં અને મોટરસાયકલ પણ લૂછીને તૈયાર હતી અને ત્યાં પાર્વતીબહેન આવી ગયાં. વસુધા જોતી જ રહી સુંદર સુઘડ સાડલો કપાળમાં મોટો લાલ કંકુનો ચાંદલો હાથમાં બંગડો સાદી ચંપલ અને ચહેરા પર સંસ્કારનું તેજ. પાર્વતીબહેન કહે અમે આવીએ જઇને બંન્ને બાઇબહેન સંપીને રહેજો બધુ કામ પરવારી જજો અને પુરષોત્તમભાઇએ કીક મારી બાઇક ચાલુ કરી અને પાર્વતીબહેન બેસી ગયાં અને બાઇક ચાલી....
વસુધા અને દુષ્યંત ક્યાંય સુધી માં અને બાપુને જતાં જોઇ રહ્યાં દુષ્યંતે કહ્યું માં બાપુને ઘર અને વર બંન્ને ગમી ગયાં તો તો તારું નક્કી થઇ જવાનું પછી તું તારાં સાસરે જતી રહેશે.
વસુધા સાંભળીને થોડી શરમાઇ પછી ડીલી થઇ ગઇ બોલી ભાઇ કેમ આવી વાતો કરે છે ? જે થવાનું હશે એ થશે. ચાલ આપણે મોટાં હીંચકા ખાઇએ અને ગીતો ગાઇએ આવો અવસર ક્યાં વારે વારે મળવાનો ?
બંન્ને ભાઇબહેન રાજી થઇ ગયાં અને એ બંન્ને જણાં હીંચકા પર બેસીને મોટાં મોટાં હીંચકાં ખાતાં જાય અને ગીતો ગાતાં જાય આજે ભાઇ બહેન એકલાંજ હતાં એટલે વસુધાએ કહ્યું દુષ્યંત આજે લાલીને દોહી લઈએ પછી એનાં આખા દૂધનો માવો બનાવીએ બધાને બહુ ભાવે છે હું લાલીને કહીશ દૂધ જાડુ અને ખૂબ આપ.
દુષ્યંતે કહ્યું તું પણ ખરી છે એમ લાલી જાદુ કરી ખૂબ દૂધ આપવાની છે ? તો ડેરીમાં નથી ભરાવવાનું ? વસુધાએ કહ્યું ના આજે ભેંશનુંજ ભરાવીશું લાલીનું બધુજ દૂધ ખાવામાં વાપરીશું સગડી સરસ સળગાવી આપજે હું મસ્ત દૂધનો માવો બનાવી દઇશ.
આમ ભાઇ બહેન બંન્ને ગીતો ગાતાં વાતો કરતાં હીંચકા ખાઈ રહ્યાં હતાં.
અહીં પાર્વતીબ્હેન અને પુરષોત્તમભાઇ ગાડરીયા ગામ પહોંચી ગયાં. ગામ સાવ નજીક આવ્યું એટલો પાર્વતીબેન બાઇક પરથી નીચે ઉતરી ગયાં. પુરષોત્તમભાઇ ગુણવંતભાઇ ભટ્ટનું નામ પૂછતાં એમનાં ઘર સુધી પહોંચી ગયાં. ગુણવંતભાઇ ખાટલે બેઠાં હતાં અને ઓસરીમાં એમનાં પત્નિ ભાનુબહેન અનાજ સુપડામાં ભરી ઝાટકતાં હતાં.
પુરષોત્તમભાઇએ બાઇક ઉભી રાખી અને સ્ટેન્ડ પર ચઢાવી. એમણે પૂછ્યું ગુણવંતભાઇ તમે ? હું પુરષોત્તમ ત્રિવેદી મારી બહેન કાંતાએ આપની વાત કરી હતી.
ગુણવંતભાઇ ખાટલેથી ઉભા થઇ ગયાં અને કહ્યું અરે આવો આવો જય મહાદેવ પધારો હાં કાંતાબહેન સાથે વાત થઇ હતી. પુરષોત્તમ નામ સાંભળતાંજ ભાનુબહેન પણ બધું બાજુમાં મૂકીને ઉભા થઇ ગયાં.
ભાનુબહેને પૂછ્યું મારાં બહેન ક્યાં ? પુરષોત્તમભાઇએ કહ્યું એ પાછળ આવે છે. ભાનુબહેન ઉભા થઇને રસ્તા તરફ ગયાં સામેથી આવતાં પાર્વતીબહેનને જોયાં અને બોલ્યાં આવો આવો બહેન કાંતાબહેને વાત કરી હતી કે તમે લોકો આવશો મેં એમનેય કીધેલું કે તમેય આવજો સાથે બેસીને વાતો કરશું. અને રોટલા ખાઇશું... શું કહો છો ?
પાર્વતીબહેને કહ્યું હાં હાં સાચી વાત છે એમ કહેતા કહેતાં ઘરે આવી ગયાં. ગુણવંતભાઇએ કહ્યું અહીં થોડો તાપ છે ચાલો અંદર ઘરમાં જઇને બેસીએ શાંતિથી વાતુ થશે અને પંખે બેસવા મળશે.
એમ કહીને બધાં અંદર ગયાં. અંદર સાદુ પણ સુંદર રાચ રચીલું હતુ ઘર સુંદર સુઘડ હતું. ગુણવંતભાઇ અને પુરષોત્તમભાઇ વાતો કરતાં બેઠાં અને ભાનુબહેન પાર્વતીબેનને કહ્યું આવો તમે અંદર ઘર જુઓ એમ કહીને રસોડામાં લઇ આવ્યાં. ઉભુ રસોડું હતું છતાં નીચે બેસીને રાંધવાની વ્યવસ્થા પણ હતી. 4ભાનુબહેને કહ્યું મને ઉભા ઉભા રસોઇ નથી ફાવતી પણ નવી ફેશન છે એટલે કરાવ્યું આ પીતાંબરની વહુ આવે તો એને થાય ઘરમાં બધી સુવીધા છે.
એમ કહીને પાવર્તીબેનને બધુ બતાવુ ફીઝ છે બોર છે મીક્ષર મશીન છે બોલ્યાં અત્યારનાં છોકરાવને બધી વ્યવસ્થા જોઇએ શું કહો છો ?
પાર્વતીબહેન કહે સાચી વાત છે મેં પણ બધુ વસાવ્યું છે આપણે બધુ ચાલી ગયું પણ નવીપેઢીને એમની ગમતી વ્યવસ્થા હોય તો સારું લાગે.
ભાનુબહેન કહે આવો ત્યાં બધાં સાથે બેસીએ એમ કહીને ડ્રોઇગરૂમમાં ગયાં. ભાનુબહેન પીવાનું પાણી ગ્લાસમાં કાઢી ટ્રેમાં લઇને બહાર આવ્યાં. પુરષોત્તમભાઇ, પાર્વતીબહેન અને ગુણવંતભાઇએ પાણી પીધું. પછી બધાં બેઠાં.
ભાનુબહેનને કહ્યું પછી તમે કહો એ બનાવી લાવું ચા કોફી ઉકાળો શું ફાવશે ? બધુ ઘરનુંજ છે. પાર્વતીબહેને કહ્યું આપણે કેડુનાં ઘરમાં તો બધુજ હોય. આપણે ક્યાં બહાર લેવા જવાનું હોય છે ? ભાનુબહેન કહે સાચી વાત છે જુઓને મારે ત્યાં 10 ભેંસો 2 બળદ અને ટ્રેક્ટર ટ્રોલી બધુ વસાવ્યુ છે. મારાં પીતાંબરને શોખ એટલે બાઇકની સાથે સાથે ગાડી પણ વસાવી રાખી છે. પીતાંબરની અને એનાં બાપુની બંન્નેની બાઇક જુદી છે. ઉપરવાળાની મહેરબાની છે 28 વીઘાની કપાસની ખેતી ચે એટલે ઘર ભર્યુ ભર્યુ છે કોઇ વાતે ખોટ નથી. પાછો કૂવો પણ છે પોતાનો આગવો બોર છે એટલે પાણીની રેલમ છેલ છે કોઇ વાતે ક્યાંય અગવડ ના મળે. પીતાંબર આ વર્ષે જમીનની ચારેબાજુ કાંટાની તારની વાડ કરવાનું ચાલુ કર્યું છે વળી સરકારી સબસીડી પણ મળી છે બે દિવસથી એનાં ભાઇ બંધો સાથે ચારેબાજુ કાંટાની વાડ કરાવી રહ્યો છે કાલે તો પુરી પણ થઇ જશે આપણાં ખેતરમાં આવવા માટે અને પૂરી રક્ષા માટે મોટો ગેટ લોખંડનાં કારખાનામાં બનાવવા આખો 28000/- નો ગેટ થશે બોલો. પણ ચારેબાજુથી રક્ષા થશે જમીનમાં કે પાકમાં ભેલાણ નહીં થાય કોઇ જોડે તકરાર નહીં ને કંઇ નહીં...
પુરષોત્તમભાઇએ કહ્યું આતો બહુ સારું કહેવાય હું પણ સોસાયટીમાં તપાસ કરીશ અને સરપંચ-તલાટી પાસેથી જાણી લઇશ તારની વાડ કરાવેલી આગળ પડે.
પાર્વતીબહેને કહ્યું તમારો દીકરો પીતાંબર ક્યાં સુધી ભણ્યો છે ? ભાનુબહેને કહ્યું આટલી ખેતી અને ઢોર હોય દૂધની નદીઓ વહેતી હોય પછી ભણતરનું શું મહત્વ ? સાત ચોપડી ભણ્યો પછી એનાં બાપુ સાથે ખેતીમાંજ લાગી ગયો છે આજે ગામમાં સહુથી વધારે કપાસ અમે કાઢીએ છીએ અને દૂધ પણ ડેરીમાં સૌથી વધારે ભરાય છે.
પુરષોત્તમભાઇએ કહ્યું ખૂબ સારું કહેવાય અમારી વસુધા 9 ચોપડી ભણી છે એને ભણવાનો ખૂબ શોખ એટલે ભણાવી. એને તો હજી આગળ ભણવું હતું પણ અમે કીધું હવે સાસરે વળાવીએ પછી ત્યાં તને જે કહી એમ કરવાનું ભણેલુ તો કામજ લાગે છે ક્યારે ને ક્યારે...
ભાનુબહેન હોંશથી કહ્યું વાહ દીકરી 9 ચોપડી ભણી છે ? મારેય ભણવું હતું પણ મારાં બાપાએ ના ભણાવી જો એને ભણવું હશે તો.... ત્યાં...
આગળ આવતા અંકે - પ્રકરણ-4

રેટ કરો અને રિવ્યુ આપો

Hims

Hims 3 માસ પહેલા

Bhuri Thaker

Bhuri Thaker 5 માસ પહેલા

Jayshree Thaker

Jayshree Thaker 8 માસ પહેલા

Jyotika Patel

Jyotika Patel 10 માસ પહેલા

Hemal nisar

Hemal nisar 1 વર્ષ પહેલા

શેયર કરો

NEW REALESED