Vasudha - Vasuma - 97 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ-97

વસુધા લાલી પાસેથી આકાંક્ષા પાસે આવી, આકાંક્ષાને વ્હાલથી હાથ ફેરવ્યો. આકુ વસુધાને વળગી ગઇ. એણે રાજલને અંદર બોલાવી અને દિવાળી ફોઇને કહ્યું “ફોઇ તમે હવે આરામ કરો મને સારુ છે ચિંતા ના કરશો”.

દિવાળી ફોઇ ભલે કહીને બહાર ગયાં. એમને સારું લાગ્યું કે હવે વસુધા સ્વસ્થ છે. આકાંક્ષાને વળગાવી વસુધા બોલી “રાજુ મારી આંકાક્ષાને મેં છાતીએ વળગાવી છે મને કેટલુ સારું લાગે છે સાથે સાથે એવો વિચાર આવે છે કે કાલે મારી આકુ મોટી થશે એની સાથે તો આવું કંઇ... ?” રાજલે કહ્યું “શું કામ આવા કવેણ કાઢે ? કોઇની તાકાત છે દીકરીની સામે જુએ ? હજી આકુ 5 વર્ષની છે આવું કેમ વિચારે ?”

વસુધા કહે “જે વિચાર આવ્યાં કીધાં. જે વાસ્તવિક્તા છે એ સ્વીકારવી તો પડશે ને ? રાજુ મેં તને કહ્યું છે એ પ્રમાણે હવે આગળ વધ. અત્યારે બપોરનાં 3.00 થયાં છે તું લખુકાકાને વાત કરી નક્કી કરીને પાછી આવ. આપણે સાંજે અહીં સાથે જમીશું”.

રાજલે કહ્યું “તું કહે છે એમજ થશે હું બધુ પાપાની સાથે વાત કરી પાકુ કરીને આવું છું ચિંતા ના કર હાં હું તારી સાથે જ જમીશ. જઊં છું તો પાપા અને મયંકનું રાંધીને આવીશ.”

વસુધાએ કહ્યું “અરે ના અહીં બધાનું બનવાનુંજ છે તારે કશું કરવાની જરૂર નથી અહીંથી મોકલી દઇશ એવું બધુ કરવા ના રહીશ. બસ બધું પાકું કરીને આવ. અને હાં.. ખૂબજ ગુપ્ત રાખજે તને વિનંતી કરું છું. જો અહીં કોઇને ખબર પડી ગઇ તો કોઇ આપણને કશું નહીં કરવા દે ભલે અત્યારે સાથમાં છીએ એવું કહ્યાં કરે છે. ખાનગી રાખજે.”

રાજલે કહ્યું ‘ના કર ચિંતા.. કોઇને કાનો કાન કંઇ ખબર નહીંજ પડે. પાકો બંધોબસ્ત કરીશ અને અહીંથી નીકળવાનું પણ ગોઠવી દઇશ.”

ત્યાં પાછળથી સરલાનો અવાજ આવ્યો. “વસુ શું વાતો ચાલે છે ? શેની કોઇને ખબર નહીં પડે ? શેનો બંધોબસ્ત કરવાનો છે ? શું વાત છે ? મને તો કહો...”

સરલા બધુંજ સાંભળી ગઇ છે જાણીને રાજલ અને વસુધા એકબીજા સામે જોવા લાગ્યાં. સરલાએ કહ્યું “વસુ હું એટલી પારકી થઇ ગઇ છું કે તેં ના મને વાત કરી ના ભાવેશને ? શું નક્કી કર્યું છે કહે ને..”.

વસુધાએ સરલાનો હાથ ખેંચી પોતાની બાજુમાં બેસાડી અને કહ્યું “એય મારી વ્હાલી નણંદ મારી સહેલી તારી તબીયત નાજુક છે ગમે ત્યારે પ્રસૂતિનાં સંજોગ છે તમને આનાથી દૂર રાખવાનું સમજીને નક્કી કર્યું છે અને ભાવેશકુમાર તમારી સાથે નિશ્ચિંત રહી શકે એટલે બંન્નેને કંઇ જણાવ્યું નથી. જણાવવાનું પણ નથી.. મારાં પર વિશ્વાસ રાખો જે થશે સારું થશે.”

સરલાએ કહ્યું “પણ હું બધું સાચવી લઇશ બધું પચાવી લઇશ તારાં પર થયેલો હુમલો એણે ક્યાં ઓછું દુઃખ આપ્યું છે ? કહીને વસુ તું નહીં કહે તો મને વધારે અગવડ પડશે.”

વસુધાએ રાજલ સામે જોયું પછી સરલાને કહ્યું “તમને કહું છું પણ તમારાં પેટમાં રાખજો તમારે ભાવેશકુમારને પણ નથી કહેવાનું તમને મારાં અને આકુનાં સમ છે નહીંતર બધુ ચહેરાઇ જશે.”

સરલા કહે”એ શું બોલ ? સમ આપવાનાં ? એ પણ આકુનાં ? મારાં પર વિશ્વાસ નથી ?” વસુધાએ કહ્યું “વિશ્વાસ પૂરો છે પણ લાગણીવશ કે ચિંતામાં તમારાથી કહેવાઇ જાય.” પણ જો સાંભળો એમ કહી સરલાનાં કાન પાસે જઇને ગણગણી...

સરલા સાંભળતી ગઇ એમ એની આંખો મોટી થતી ગઇ પછી મોંઢા પર હાથ દઇને કહ્યું “વસુ તું કહે છે એમાં ઘણું જોખમ છે ? તારે બધાને....” વસુધાએ કહ્યું “એટલેજ તમને નહોતું કીધુ.. હવે ચૂપ રહેજો નહીંતર બધી બાજી બગડી જશે. આવુ. કરવુંજ પડશે. હું અને રાજલ સાથેજ છીએ અમારાં બંન્નેનાં ઘરબાયેલો ભયંકર આક્રોશ છે જે આ કર્યા પછીજ શાંત થશે.”

સરલાએ એનાં પેટ પર હાથ ફેરવતાં કહ્યું “મારું બાળક મારાં પેટમાં છે તું એને પણ આશીર્વાદ આપ કે તારા જેવુ હોંશિયાર અને બહાદુર થાય”. આમ કહેતાં કહેતાં એની આંખમાં ઝળઝળીયા આવી ગયાં.. એ બોલી “ફતેહ કરો તમે મારી શુભકામનાં તમારી સાથે છે. તું તો મારી ભાભી નહીં આ કુળની વિરાંગનાં છો. માતાજી તારી રક્ષા કરશે મહાદેવજી સાથે ને સાથેજ રહેશે. “

વસુધાની આંખો પણ ભીંજાય ગઇ અને બોલી “બસ આમ આશીર્વાદ આપો અને તબીયત સાચવો જ્યારે બધું થઇ જશે પછી તમારી સમક્ષ બધુંજ આવી જશે.”

રાજલે વસુધા સાથે વાત કરી અને ત્યાંથી બહાર નીકળી ગઇ. વસુધાએ આકુને ઊંચકી વ્હાલ કર્યુ ખૂબ ચૂમીઓ ભરી અને બહાર આવી.

***********

પોલીસ પટેલ એમની કુમક સાથે મહિસાગરનાં કોતરેમાં ઉતરી રહેલાં ચંદ્રનું અજવાળું હતું એની મદદથી અને ટોર્ચથી આગળ વધી રહેલાં ક્યાંય અવાજ ના થઇ જાય એની કાળજી રાખી રહેલાં.

સાથે રહેલાં હવાલદારે કહ્યું “સાહેબ આપણે આવા અંધારામાં ક્યાં સુધી જઇશું ? સવાર પડે આવ્યાં હોત તો અજવાળામાં એ લોકો પકડાઇજ ગયા હોતને નાહકનું જોખમ લીધું છે.”

પોલીસ પટેલ હવલદારને જોરથી ઝાપટ મારી કહ્યું “સાલા રાજપૂત છે કે ડફેર ? આટલો ડર લાગે છે તારી તોંદ જો વધી છે એટલેજ ચાલવાનું જોર આવે છે સાલા મફતનું ખાઇ ખાઇને આ તોંદ વધારી છે ચાલ સીધો સીધો નહીંતર આજેજ સસપેન્ડ કરાવી દઇશ.”

હવાલદાર ચૂપ ચાપ ચાલવા લાગ્યો એક ને ઝાપટ પડી એમાં બીજાય ચૂપચાપ ડંડા હલાવતા ચાલવા લાગ્યાં.

ત્યાં દૂરથી કોઇનો દોડવાનો અવાજ આવ્યો પોલીસ પટેલે બધાને ઝાડી પાછળ સંતાઇ જવા કહ્યું અને તાકીદ કરી બીલકુલ અવાજ ના થવો જોઇએ અને બધાં ચૂપચાપ ઝાંડી પાછળ સંતાયા.

ત્યાં મગન ડાંગ અને ધારીયુ લઇને દોડતો દોડતો પસાર થયો અને પોલીસ પટેલે એમનો ડંડો આડો કર્યો પેલો ધડામ કરતો ભોંય ભેગો થયો.



વધુ આવતા અંકે - પ્રકરણ-98






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED