Vasudha - Vasuma - 89 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ-89

પથારીમાં સુતેલી વસુધાનો હાથ પોતાનાં હાથમાં લીધો અને બોલી “વસુ.. વસુધા..” ત્યાં વસુધાએ જોરથી ચીસ પાડી “સરલા.. સરલા” અને એનાં મોઢામાંથી ઉલ્ટી થઇ ગઇ એ પાછી બેભાન થઇ ગઇ.

બહાર બેઠેલાં લખુભાઇ, કરસન, રમણકાકા બધાં અંદર દોડી આવ્યાં.. કરસન પાછો બહાર દોડીને વૈદકાકાને લેવા ગયો. ગુણવંતભાઇ ક્યારથી લાચાર નજરે વસુધા તરફ જોઇ રહેલાં. એ ક્યારથી કંઇજ બોલી નહોતાં રહ્યાં.

ગુણવંતભાઇએ વસુધાનાં માવતરને રાત્રેજ સમાચાર ફોનથી આપી દીધાં હતાં. તેઓ અહીં આવવા નીકળી ગયાં હતાં પણ હજી પહોચ્યા નહોતાં. પોલીસ પટેલ વસુધાનાં હોંશમાં આવવાની રાહ જોતાં હતાં. પણ વસુધા હોંશમાં આવી પાછી બેભાન થઇ ગઇ હતી.

વસુધાનાં માવતર આવી ગયાં. પુરષોત્તમભાઇ અને પાર્વતીબેન દોડીને વસુધા પાસે પહોચ્યા અને દુષ્યંત દૂર ઉભો વસુધાને જોઇ રહેલો. પાર્વતીબેને કહ્યું “શું થયું મારી દીકરીને ? કોણ હતો એ કાળમુખો ? આ ગામમાં કોઇ શાંતિથી રહી નથી શક્તું ? કેવા લોકો છે ? એક મજબૂર, આટલી નાની છોકરી પર હુમલો કરે છે ?” એમણે ગુણવંતભાઇને કહ્યું “મારી છોકરી ના સચવાતી હોય તો અમે પાછી લઇ જઇએ.” એમ કહેતાં ધુસ્કો ને ધુસ્કો રડી પડ્યાં.

ગુણવંતભાઇનો ચહેરો પડી ગયો તેઓ નીચું જોઇ ગયાં. પુરષોત્તમભાઇએ કહ્યું “પાવર્તીની વાત સાચી છે આ છોકરી આટ આટલું કરે છે પણ એની સુરક્ષા નું શું ? કોઇ આવી રીતે હુમલો કેવી રીતે કરી શકે ? આખા ગામમાં તમારુજ ઘર કુટુંબ નિશાના પર છે ? આતો કોઇવાર છોકરી ગુમાવવાનુ દુઃખ જોવું પડે.”

પાર્વતીબેને આગળ બોલે પહેલાં ભાનુબહેને કહ્યું “વેવણ હું તમારું દુઃખ સમજુ છું પણ આવા આકળા શબ્દો નાં બોલશો. અમારાં દીકરાં કરતાંય વધુ અમે તમારી દીકરીને સાચવીએ છીએ અમારું તો આ ગૌરવ છે.”

પાર્વતીબેને કહ્યું “અમારું તો રતન છે આમ એનાં પર આવો હુમલો થાય, ગામ આખું ઊંધ્યા કરે જોયા કરે એવું થોડું ચાલે ? ગામ માટે છોકરી કેટલું કરી રહી છે ? અમારાથી આવું અપમાન જોવાતું નથી.” ત્યાં વૈદ્ય આવ્યાં અને બધાને આઘા ઉભા રહેવા વિનંતી કરી.

વૈદ્યે એની નાડી તપાસી. આંખો તપાસીને કહ્યું “માનસિક તનાવને કારણે પાછી મૂર્છા આવી છે ઊલ્ટી થઇ છે”. ઉલ્ટીને સાફ કરતાં કરતાં સરલા બોલી “વૈદ્યજી એવી ફાકી આપો. અમારી વુસધા ભાનમાં આવે સાજી થઇ જાય એનું દુઃખ જોવાતું નથી.”

આ બધુ જોઇને આકાંક્ષા રડી રહી હતી ભાનુબેન એને ખોળામાં લઇ સાંત્વન આપી રહેલાં દિવાળી ફોઇએ ડુસ્કુ ખાતા કહ્યું “ભાઇ આપણી વસુધા બચી ગઇ છે પેલાં નરાધમો એને કંઇ નુકશાન પહોંચાડે એ પહેલાં આ કરસનભાઇ ત્યાં પહોચી ગયાં હતાં એ હરામખોર નાસી ગયાં છે પોલીસ ટુકડી એમને શોધવા પાછળજ છે”.

ત્યાં પોલીસ પટેલ વચમાં બોલતાં કહ્યું “મહીસાગર નાં કોતરોમાં નાસી ગયાં છે પણ પકડાઇ જશે. દિકરીને હોંશ આવે તો એની જુબાની લઇ પ્રશ્ન કરી શકાય એ લોકો કોણ હતાં ? કોઇને જોયા છે ઓળખ્યાં છે અવાજથી ચહેરાથી...”

પુરષોત્તમભાઇએ કહ્યું “કરસનભાઇ પહોચ્યા ત્યારે એમણે કોઇને ના જોયા ?” ત્યાં બાજુમાં ઉભેલાં કરસને કહ્યું “વડીલ હું બાઇક લઇને ત્યાં પહોચ્યો ત્યારે સાલાઓ ભાગી ચૂક્યા હતાં મે રીતસર બાઇક ફેંકી અને વસુબહેન પાસે પહોચ્યો એમની હાલત એવી નાજુક હતી કે હું એલોકો પાછળ ના દોડ્યો અને પ્રથમ લખુકાકાને ફોન કરી વૈદ્ય બોલાવવા અને માણસો તથા રાજલને અહી મોકલવા કહ્યું પછી ગુણવંતકાકાને ફોન કર્યો”.

લખુકાકાએ કહ્યું “મારું ઘર એ જગ્યાથી નજીક હતું એટલે પહેલાં મને ફોન કર્યો હું અને રાજલ ત્યાં દોડી આવેલાં”. પાર્વતીબેને કહ્યું “તો એ એકલી ડેરીએથી આવતી હતી ?”

ભાનુબહેને કહ્યું “એ ગાડીમાં એકલી આવતી હતી અચાનક ગાડીમાં ધડાકો થયો બંધ પડી ગઇ શું થયું મને સમજ નથી પછી વસુધાજ કહી શકે”. વૈદજીએ બધાને શાંત રહેવા કહ્યું અને સરલાને કહ્યું “એક ગ્લાસ પીવાનુ પાણી લાવ અને આ પડીકી પાણીમાં ઓગાળી સાથે લાવ”. સરલાએ કહ્યું “ હમણાં લાવી”.

ગામમાં જેમ જેમ સમાચાર ફેલાતાં ગયાં એમ એમ ગામલોકો વસુધાનાં ઘરની બહાર ભેગાં થવા લાગ્યાં હતાં. કરસને બધાને સમજાવી સમજાવી બહાર રાખ્યાં હતાં ઘરની બહાર 200 થી 300 માણસો એક્ઠા થઇ ગયાં હતાં વસુધા પર હુમલો કરનારને ગાળો દેતાં હતાં.

વસુધાને ફાકી પાણીમાં ઓગાળેલી વૈદ્યજીએ પીવરાવી ઉપર થોડું પાણી આપ્યું. અને એનાં માથે હાથ ફેરવી, બોલ્યાં “દીકરા તું આખા ગામની ચિંતા કરે છે જો આખુ ગામ તારી ચિંતા કરતું બહાર બેઠું છે બધાંની પ્રાર્થના અને આશીર્વાદ તને સાજી કરી દેશે.”

થોડીવાર બધાં શાંત બેસી રહ્યાં પાર્વતીબેને જોયુ કે બહાર આખુ ગામ ઉમટ્યુ છે અને આટલું માણસ હોવા છતાં કોઇ ધોંધાટ નહી બધાં શાંત ચિત્તે વસુધાનાં હોંશમાં આવવા પ્રાર્થના કરી રહ્યાં છે.

ત્યાં એક ગામનો છોકરો દોડતો દોડતો સીધો ઘરમાં આવી ગયો એ હાંફતો હાંફતો વસુધાને જોઇ રહ્યો પછી બોલ્યો “આ દીદીને.. આ દીદીને પેલાં કાળીયાકાકા અને એમનાં સાથીદારો.”. એમ કહી રીતસર રડવા લાગ્યો.

પોલીસ પટેલ ઉભા થઇ ગયાં એમની આંખોમાં ગુસ્સો આવી ગયો. ગુણવંતભાઇ લખુકાકા, રમણકાકા ગામનાં બધાંજ વડીલોનો ચહેરા તંગ થઇ ગયો કોણ હતું એ જાણીને બધાં ખૂબ ગુસ્સે થયાં.

ગુણવંતભાઇએ પોલીસ પટેલને કહ્યું “પટેલ સાહેબ હવે તો સાક્ષી પણ મળી ગયો છે એ હેવાનને ગમે ત્યાંથી પકડી લાવો એનાં બાપ જેલમાં છે આનો પણ ઘડો લાડવો કરી જેલમાં નાંખો પહેલાં ગામ લોકો સજા કરશે પછી કોર્ટ અને ન્યાયધીશ..”

ત્યાં વસુધાએ ઊંહકારો ભર્યો એણે ધીમે રહીને આંખો ખોલી એણે જોયું એની...



વધુ આવતા અંકે - પ્રકરણ-90


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED