Vasudha - Vasuma - 6 PDF free in પ્રેરક કથા in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ-6

વસુધા
પ્રકરણ-6
વસુધાનાં પાપા મંમી છોકરો જોઇને દિવાળીબહેનને હકારો ભણીને ઘરે આવ્યાં. ઘરે આવી વસુધાને બધી વાત કરી. વાતવાતમાં વસુધાએ જાણ્યુ કે છોકરો સાત ચોપડી સુધી જ ભણ્યો છે અને ભણવાનું છોડી દીધુ છે. ઘરમાં ઢોર ઢાંખર ઘણાં છે ખેતી ઘણી મોટી અને સારી છે. દૂધની ઘણી આવક છે છોકરો એકનો એક છે એ બધી વાત એણે કોરાણે મૂકી અને ભણવાનું છોડી દીધું છે. એ જાણીને નિરાશ થઇ ગઇ.
એણે કહ્યુ માં દૂધ બધુ દોહી-ભરીને તૈયાર છે ડેરીમાં ભરવાનું જ બાકી છે તમે પતાવી દેજો તું. મારી લાલી પાસે જઊં છું. કહીને એ ગમાણમાં ગઇ લાલીનાં ગળામાં હાથ પરોવીને ઉભી રહી એણે લાલી સામે જોયું. અને એની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસાવો ચાલુ થઇ ગયો.
વસુધાએ રડતાં રડતાં લાલીને કહ્યું લાલી જોને બધાંને પૈસાનું જ ધ્યાન છે વિદ્યા તરફ કોઇ લક્ષ્ય જ નથી આપતું જાણે કોઇ મહત્વ જ ના હોય. હું માં ને કહીશ તમે રીતરીવાજ જે માનવા હોય બાબતે પણ હું ભણવું બંધ નહીં કરું હું આગળ ભણીશ જ. જો ભણવા ના દીધી તો છોડીને આવતી રહીશ.
ત્યાં દુષ્યંત ગમાણમાં આવતો માં એ રોકેલો અને માં પોતેજ વસુધા પાસે આવી. વસુધાનાં માથે હાથ ફેરવીને કહ્યું કેમ દીકરા આમ ઓછું લાવે છે ? ઘર-છોકરો બધી રીતે અમને યોગ્ય લાગ્યુ એટલે હા પાડવા કીધી છે.
વસુધાએ કહ્યું માં છોકરાએ ભણવાનું અધુરુ રાખી છોડી દીધું. એ ધ્યાનમાં ના આવ્યું ? બધાં કેટલાય કામ હોય ભણવાનું તો ચાલુ રાખી જ શકાય. ખેતીમાં માણસો હોય પૈસા હોય. પછી... એને ભણવું જ નહીં હોય માં.... પણ જો તમે લોકો એમ વાત સ્પષ્ટ જાણી લો મારાં ક્યાંય પણ નક્કી કરો સબંધ હું ભણવાનું બંધ નહીં કરું એ લોકોને માન્ય ના હોય તો મારે લગ્ન જ નથી કરવા... એમ કહેતાં ફરી રડી પડી...
માઁ એ કહ્યું અરે વસુધા એ ભાનુબહેને તો સામે ચઢીને કહ્યું છે કે તમારી દીકરીને ભણવું હશે. તો હું ભણાવીશ જ. ભલે બીજા ભણે ના ભણે કે વિરોધ કરે મારે પણ ભણવું હતું મારાં બાપે નાં ભણાવીશ પરણાવી દીધી. પણ તમારી દીકરી અહીં રહી ભણશે.
વસુધાએ રડતી આંખે ચહેરો ઊંચો કરી. માં ને ભેટી પડી માં મારે ભણવું છે એ ભાનુબહેન સારાં છે એમણે કહ્યું છે ને કે મને ભણાવશે ? જો જે પછી ફરી ના જાય કહેશે કામ ઘણાં છે પીતાંબરને નથી ગમતું વગેરે... કંઇ નહીં ચાલે હું ભણીશ જ.
પાર્વતીબહેને હસતાં હસતાં કહ્યું એય ભાનુબહેન ના બોલાય તારી માં બરાબર છે તારાં સારુ થવાનાં પણ દીકરા એ ઘણાં સારાં છે તારે ભણવું છે. જાણીને ખૂબ ખુશ થયેલાં એમનાં ભવાનો વિચાર અને જૂની વાતો યાદ આવતાં એમની આંખમાં પાણી આવી ગયેલાં એ તને ભણાવશે જ.
વસુધાએ કહ્યુ આટલુ ભવાનું મહત્વ જાણે તો પોતાનાં છોકારાને કેમ આગળ ના ભણાવ્યો ? કેમ અટકાવી દીધું ? એવો કેવો છોકરો ?
પાર્વતીબહેન કહ્યું ખેતીકામ, દૂધનાં કામ ઘણાં હશે. અને ગુણવંતભાઇ થોડાં કામમાં ઢીલા લાગે છે અને છોકરો મસ્તીખોર હશે ઠીક છે પણ તને પૈસા ટકે કે કોઇ બીજી રીતે દુઃખ તકલીફ નહીં પડે એવું ચોક્કસ લાગે છે.
અને.. વસુધા એક વાત સમજ આપણાં સમાજમાં કોણ ભણે છે ? એમાંય છોકરીઓતો લખતા વાંચતા આવડે એટલે પત્યું પછી રસોડામાં જ ઘૂસે છેવટે તો એજ કરવાનું હોય છે ને...
આ તો આપણું બ્રાહ્મણનું ઘર છે અને તારાં બાપાને છોકરીઓને શિક્ષણ આપવું જ જોઇએ એ માનવાવાળા છે એટલે તને ભણાવીએ છીએ બાકી ગામમાં કઇ છોકરી હજી ભણે છે ? બધી પરણી પરણી સાસરે જતી રહી...
વસુધાએ કહ્યુ મને ભણાવવાનાં હોય તો મને સંબંધ મંજૂર છે માં... છોકરાને મળ્યા પછી હું એનાં વિચાર જાણી લઇશ અને ભણવા માટે સમજાવીશ એમ કહી હસીને બહાર દોડી ગઇ પાર્વતીબેનનાં મોઢાંમાંથી હાંશ નીકળી ગઇ.
***********
પાર્વતીબેન સવાર સવારમાં ભેંશ દોહી રહેલાં ગુણવંતભાઇ કેન અને ડોલચા ભરાય એની રાહ જોઇ રહેલાં. વસુધા લાલીને દોહી રહી હતી. બંન્ને જણાએ દૂધનાં કેન અને ડોલચા ભરીને પુરષોત્તમભાઇને આપ્યાં. પુરષોત્તમભાઇએ કહ્યુ હું ડેરીમાં દૂધ ભરીને આવું છું ત્યાં સામેથી લાલ સાડલામાં દિવાળીબેનને આવતાં જોયાં અને પુરષોત્તમભાઇ બાઇકનાં નાજુકતા પર કેન અને ડોલચા ભરાવતાં કહ્યુ બહેન આવો તમે બેસો હું ડેરીમાં દૂધ ભરાઇને આવું છું.
ત્યાં પાર્વતીબહેને કહ્યુ આવો આવો બહેન અને દિવાળીબેનને આવકાર્યા. વસુધા ગમાણમાં લાલીને ઘાસ ની રીતે વાડામાંથી ફૂલો ચૂંટીને ભેગા કરતી હતી. અને ત્યાં પાર્વતીબહેને કહ્યુ વસુધા બેટા ફોઇ માટે પાણી લાવજે તો.
વસુધાએ માંની બૂમ સાંભળી થાળીમાં ચૂંટેલા ફૂલો મૂકીને એ ઘરમાં આવી દેવસેવામાં થાળી મૂકીને પાણીયારેથી ગોળામાંથી પાણી ભરીને બહાર ઓસરીમાં આવી અને દિવાળીબેનને પગે લાગી અને પાણી આપ્યું.
દિવાળીબહેને પાણી પીને વસુધા સામે જોઇ રહ્યાં અને બોલ્યાં દિકરા તને જોઇને આંખો ઠરે છે કેટલી ડાહી છે મારી વસુધા. વસુધા હસતી હસતી ગ્લાસ પાછો લઇને અંદર જતી રહી.
દિવાળીબહેને કહ્યુ પુરષોત્તમ આવે એટલે માંડીને વાત કરુ ત્યાં વસુધા બહાર આવીને કહે ફોઇ અહીં આવો મારી લાલીને તો મળો એ ક્યારની ભાંભરે છે અને એ હવે વેતરમાં જવાની હવે સરસ મજાની વાછરડી આવે તો સારું.
દિવાળીબેન હસતાં હસતાં ઉભાં થઇ અને પાછળ વાડામાં ગમાણ પાસે આવ્યાં અને લાલીને હાથ ફેરવ્યો. અને બોલ્યાં વાહ મારી વસુધાની લાલી તું તો કુષ્ટપુષ્ટ છે સારું સારું ગામમાતા મારી વસુધાને આશીર્વાદ આપો એનો સંબંધ તો ગાડરીખાવળાએ હોંશે હોંશે વધાવી લીધો છે એમ કહીને આડકતરો ઇશારો કરી દીધો અને પાછા બહાર આવી ગયાં.
આવું સાંભળીને પાર્વતીબેન રાજી થઇ ગયાં એમણે હસતાં હસતાં કીધું તમે બેસો હું તમારાં માટે ચા બનાવી લાવું. ત્યાં સુધીમાં તમારાં ભાઇ આવી જશે.
દિવાળીબેને કહ્યુ હાં આખા દૂધની કડક મીઠી ચા બનાવ અને આજે તો હું જમીને જવાની છું. કંઇક ગળયું પણ બનાવજો હું સારાં સમાચાર લાવી છું.
પાર્વતીબહેને કહું હાં જરૂર જરૂર તમારું જ ઘર છે. આજે સાંજ સુધી અહીં જ રોકાય જજો ? સાંજે જમીને તમારાં ભાઇ તમને ઘરે મૂકી જશે અને અહીં રહેવું હોય તો અહીંજ અહી જજો એ આવે ડેરી એથી ત્યાં સુધીમાં ચા મૂકી દઉ. એમ એ રસોડામાં ગયાં.
ત્યાં થોડીવારમાં પુરષોત્તમભાઇ ડેરીએથી આવી ગયાં અને આવીને વસુધા આ લેતો એમ કહી વસુધાને બોલાવીને ડેરીની દૂધની બે ચોપડી આપીને કહ્યું આમાં દૂધ નોંધાયેલું છે અને હિસાબ બધુ જોઇને ચેક કરીને મને કહે. પછી દિવાળીબહેન સામે જોઇ બોલ્યા બહેન તું આવી છું સમજી ગયો પણ આજે અહીં જ રહી જ્જો શાંતિથી વાતો કરીશું.
રસોડામાંથી બે કપ ચા લઇને આવતાં પાર્વતીબહેને કહ્યુ હાં મેં એમને રોકાઇ જવા જ કહ્યું છે લો આ ગરમાગરમ કડક મીઠી એકલાં દૂધની ચા શાંતિથી પીઓ.
પુરષોત્તમભાઇ અને દિવાળી બહેને કપ લીધાં અને ચા પીવા લાગ્યાં. દિવાળીબહેનની નજર ચા પીતાં પીતાં વસુધા તરફ જ હતી. વસુધા ચોપડીઓમાં નોંધણી કરેલા દૂધનો હિસાબ જોઇ રહી હતી ફેટનાં ભાવ પ્રમાણે કેટલો હિસાબ થાય કેટલા રૂપિયા લેવાનાં છે એ જોઇ રહી હતી.
દિવાળીબહેને કહ્યું એ ગુણવંતભાઇનું ખોરડું આપણી વસુધાનાં જવાથી દીપી ઉઠવાનું છે મારી વસુધા તો દેખાવે સુંદર હુંશિયાર અને સ્પષ્ટ કહેનારી છે આવી છોકરી એમને ક્યાં મળવાની ? પણ એ લોકોએ પણ બધી વિગત જાણીને મને.....
આગળ આવતા અંકે - પ્રકરણ-7

રેટ કરો અને રિવ્યુ આપો

Hims

Hims 3 માસ પહેલા

Jayshree Thaker

Jayshree Thaker 8 માસ પહેલા

Hemal nisar

Hemal nisar 1 વર્ષ પહેલા

Chintal Patel

Chintal Patel 1 વર્ષ પહેલા

Vaishali

Vaishali 1 વર્ષ પહેલા

શેયર કરો

NEW REALESED