વસુધા - વસુમાં - પ્રકરણ-7 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-7

વસુધા
પ્રકરણ-7
દિવાળીબેન ઘરે આવેલાં અને પુરષોત્તમભાઇ અને પાર્વતીબેન બંન્ને ખૂબ આનંદમાં હતાં. દિવાળીબહેને આવીને ગુણવંતભાઇ અને ભાનુબહેન સંબંધથી સ્વીકારીને ખૂબ ખુશ છે એમ કીધું પછી ઉર્મેર્યું કે આપણી વસુધા ખૂબ હોંશિયાર અને સ્વરૂપવાન છે એમને આવી છોકરી ક્યાં મળવાની ?
વસુધા હિસાબ જોતી જોતી મોટેરાંઓની વાતો સાંભળી રહી હતી એ વિચારોમાં પડી ગઇ કે આ લોકો મારાં લગ્ન કરાવવા ઉતાવળા અને અધીરા થઇ ગયાં છે મારાં લગ્ન થવાનાં એ કુટુંબનાં માણસો કેવા હશે ? મને ત્યાં ફાવશે ? એ પિંતાબરે ભણવાનું છોડી દીધું છે કેમ એવું કર્યું હશે ? હું તો ત્યાં જઇને પણ ભણવાની પણ અહીંથી જવાનું કેમ ગમશે ?
માઁ કહે છે દીકરીએ તો લગ્ન કરી એને જવાનું હોય પારકાં પોતાનાં કરવા પડે. લાલી વિના મને નહીં ગમે હું તો એને મારી સાથેજ લઇ જવાની. પણ હું અત્યારથી આ બધુ શા માટે વિચારુ છું ? મારે જવાની કોઇ ઉતાવળ નથી. મારું પાદરે આવેલું., મહાદેવનું મંદિર, તળાવે કપડાં ધોવા જવાનું અને સહેલીઓ સાથે ગપાટા મારવાનું બધુ બંધ થઇ જશે ? ત્યાંજ માંની બૂમ પડી વસુધા અહીં આવતો બેટા. અહીં અમારી પાસે બેસ.
વસુધા માંની બૂમ સાંભળીનો એ લોકો બેઠાં હતાં ત્યાં ઓસરીમાં ગઇ અને પૂછ્યું હાં બોલ માં શું કહે છે ? માં એ કહ્યું દિવાળી ફોઇ તારાં માટે લાડુ લઇને આવ્યાં છે અને દુષ્યંતને સુખડી ભાવે છે તો સુખડી પણ બનાવી લાવ્યાં છે.
વસુધાએ કહ્યું અરે વાહ પણ મને ગોળનાં લાડુ ભાવે છે. દિવાળીબેને કહ્યું મારી દીકરી મને ખબર છે તને ગોળનાં લાડુ ભાવે છે એજ બનાવી લાવી છું અને દુષ્યંત માટે ગોળની સુખડી આપણાં ઘરમાં બધુ ગોળનુંજ બને છે.
વસુધાએ ગોળનો લાડુ લઇને ખાવા લાગી અને બોલી વાહ ફોઇ ખૂબ સરસ બનાવ્યાં છે મજા પડી ગઇ દિવાળીબેને કહ્યું પાર્વતી આ બેઉ ડબા અંદર મૂકી આવ છોકરાઓ ખાશે અને તમે લોકો પણ ખાજો.
પાર્વતીબેને કહ્યું બેન તમે આવ્યાં છો સારાં સમાચાર છે આજે પુરણપોળી બનાવીએ મને ખબર છે તમને ખૂબ ભાવે છે. તમારાં ભાઇને પણ ખૂબ ભાવે છે. દિવાળીબેને કહ્યું હાં હું આજે ના નહીં પાડું મારી વસુધાનું નક્કી થઇ ગયું છે. વસુધાએ સાંભળીને પાછી બહાર દોડી ગઇ અને ડબામાંથી બીજો એક લાડુ લઇને લાલીને ખવરાવી દીધો અને પંપાળીને બોલી લાલી મને ખબર છે તનેય ખૂબ ભાવે છે. લાલીએ પણ આનંદ વ્યક્ત કરવા એનાં અવાજમાં સૂર પુરાવ્યો વસુધા હસી પડી વાહ તને પણ મજા પડી ગઇ પછી લાલીની બાજુમાં બેસીને કહ્યું લાલી મારો સંબંધ નક્કી થયો છે પણ હું તને જ્યારે જઇશ ત્યારે મારી સાથેજ લઇ જવાની. લાલી વસુધાને જીભ કાઢીને ચાટવા લાગી વસુધાની આંખો ભીંજાઇ અને વ્હાલ કરીને ચૂમી ભરી લીધી.
*****************
દિવાળીબેનનાં ગયાં પછી ભાનુબહેને ગુણવંતભાઇ કહ્યું છોકરીનાં વખાણ ખૂબ સાંભળ્યાં છે આમેય એ કુટુંબ બહુ સારું છે. માં બાપે ખૂબ સંસ્કાર આપ્યાં છે હવે આપણે શુકનનો પડો મોકલી દઇએ અને પછી વિવાહ અને લગ્ન માટે મૂહૂર્ત કઢાવીએ.
ગુણવંતભાઇએ કહ્યું તારી વાત સાચી છે હું શાસ્ત્રીજીને મળીને બંન્નેનાં મૂહૂર્ત કઢાવી લઇશ પણ તારાં લાડકાને પાસે બેસાડીને સલાહ આપજે કે હવે ઠરેલ થાય અને ભાઇબંધો સાથે રખડ્યા ના કરે. કોઇની દીકરી આપણાં ઘરે આવે અને કોઇપણ રીતે દુઃખીનાં થવી જોઇએ.
પાર્વતીબહેને પીતાંમબરનાં પક્ષ તાણતાં કહ્યું શું તમે પણ આખો વખત છોકરાને ટોક્યા કરો છો ? એ તો સમય આવે બધાં ઠરેલ થાય હજી એની ઊંમર ક્યાં છે ?
ગુણવંતભાઇએ કહ્યું લગ્ન કરાવવાનાં છે એનાં હવે ઉંમર ક્યાં ગણે છે ? થોડો ઘરમાં અને કામમાં જીવ લગાડે જરૂરી છે સમજ કેળવાય તો એનેજ જીવનમાં કામ લાગશે.
ત્યાંજ પીતાંબર બાઇક લઇને આવ્યો બાઇક ઘોડી પર ચઢાવીને સીધો અંદર આવ્યો અને બોલ્યો તમે લોકો મારીજ વાત કરો છો ને ? શું વાતો કરો છો ?
ભાનુબહેને કહ્યું દીકરા વાગડવાળા દિવાળીબેનનાં ભાઇની દીકરી વસુધા સાથે તારાં લગ્ન લેવાનાં છે. છોકરી ખૂબ સુંદર અને ગુણીયલ છે કામકાજ અને ભણવામાં પણ હુશિયાર છે. હવે તું પણ થોડો ઠરેલ થજે એમ તારાં બાપા કહે છે. અને છોકરીને લગ્ન પછી પણ ભણવું છે એવું કીધુ હું એને ભણાવીશ એની ઇચ્છા છે તો પીતાંબરે કહ્યું એને ભણવું હોય તો મને પણ વાંધો નથી પણ વધારે પડતી ચીબાવલી નથી ને ? મને ભણવાનું ના કહે. મારે હવે નથી ભણવું બધાં હિસાબ કરતાં મને આવડે છે હું તો ખેતી કરીશ અને દૂધનું કામ કરીશ પછી મારી પાસે સમયજ નહીં રહે. તો છોકરી ક્યારે આવશે ? બહુ સુંદર છે કહો છો તો ક્યારે જોવા મળશે ? એમ કહીને હસી પડ્યો.
ગુણવંતભાઇએ કહ્યું એય એને ચીબાવલી કહેતાં પહેલાં તું બોલવાનું સુધારજે અને એ છોકરીને હેરાન ના કરીશ. તારી બહેન સરલા યાદ છે ને ? એ એનાં સાસરે કેવી રહે છે ? અને જમાઇ પણ કેટલું ધ્યાન રાખે છે. આપણાં નસીબ સારાં છે કે ભાવેશકુમાર એને ભણવાં દે છે અને બધી રીતે સાચવે છે.
પછી આગળ ઉમેરતાં કહ્યું ચલ સરલાને ફોન લગાવ એને પણ આપણે સમાચાર આપી દઇએ પીતાંબર ખુશ થતો ઉઠ્યો અને ફોન ડાયલ કરવા માંડ્યો અને જેવી સામેથી રીંગ સાંભળી ફોન ઊંચકાયો અને બોલ્યો જય મહાદેવ જીજાજી કેમ છો ? એક મીનીટ પાપાને આપું ફોન એમને વાત કરવી છે.
ગુણવંતભાઇ ઉભા થયાં અને રીસીવર હાથમાં લઇને બોલ્યા કેમ છો કુમાર ? બધાં મજામાં ? આતો પીતાંબરનો સંબંધ નક્કી કર્યો છે એનાં સમાચાર આપવા ફોન કર્યો છે. હાં વાગડ ગામે પુરષોત્તમભાઇની દીકરી વસુધા સાથે આપણે ત્યાં પેલા દિવાળીબેન આવે છે ને એમનાં ભાઇની દીકરી થાય. હવે મૂહૂર્ત કઢાવીને જણાવીશું.
ભાવેશભાઇ કહ્યું વાહ સરસ ચલો સારું કામ થઇ ગયું મૂહૂર્ત નીકળે જણાવજો જોકે વચ્ચે અમે લોકો આવીશું મારે નોકરીમાં રજા આવે એટલે આવી જઇશું. એક મીનીટ સરલાને આપું એમ કહી ફોન સરલાને આપ્યો.
સરલાએ કહ્યું પાપા શું સારાં સમાચાર છે તમારી અને માંની તબીયત કેમ છે ?
ગુણવંતભાઇએ કહ્યું મારી દીકરી કેમ છે ? અમે મઝામાં છીએ. સારાં સમાચારમાં તારાં ભાઇ પીતાંબરનો વાગડ ગામે સંબંધ નક્કી કર્યો પેલાં દિવાળી બેનનાં ભાઇની દીકરી વસુધા સાથે ખૂબ સારું કુટુંબ અને માણસો છે. મૂહૂર્ત કઢાવીશ હવે એટલે જાણ કરીશું પણ ભાવેશકુમારને રજા આવે એટલે તમે લોકો રૂબરૂ આવી જજો. બધી શાંતિથી વાત થાય.
સરલાએ પૂછ્યું ચલો સરસ થયું પણ છોકરી કેવી છે ? તમે સમયસર પીતાંબરનું નક્કી કરી દીધું મને ખૂબ આનંદ થયો.
ગુણવંતભાઇએ કહ્યું સારી અને સંસ્કારી છે અને ભણવાનું ચાલુ રાખવું છે નવમી પાસ છે અને અહીં આવીને આગળ ભણશે. અમે હા પાડી છે.
સરલાએ કહ્યું સારુને ભણતી છે એટલે હુંશિયારજ હશે. અને ભણવું હોય તો ભણાવજો ભલે પીતાંબરે છોડી દીધું માં શું કરે છે ? માં ને આપોને....
બહેને ફોન લેતાં કહ્યું સરલા બેટા કેમ છે ? કેવું ચાલે છે ? પીતાંબરનું નક્કી કર્યું એટલે તને ફોન કર્યો. છોકરી ઘણી સારી છે હવે તું આવે ત્યારે રૂબરૂ મેળાપ કરાવીશું તું મળીને પારખી લેજે.
સરલાએ કહ્યું માં તમે નક્કી કર્યું એટલે સારીજ હોય અને દિવાળીબેન સંબંધ લાવ્યા હોય ભલે એમનાં ભાઇની દીકરી હોય એ પોતેજ કેટલાં સારાં છે. કંઇ નહીં હવે મને થાય છે ક્યારે હું ત્યાં આવું અને વસુધાને મળું.
ભાનુબહેને કહ્યું હાં તું આવ પછી આપણે એ લોકોને અહીં બોલાવીશું બધાં મળીશું અને તું વેળાસર આવવાનું નક્કી કરજો. બાકી બધુ સારુ છે ને ? અને સરલા તું આવતાં પહેલાં ફોન કરજે ત્યાં હરિસિધ્ધ માતાનું મંદિર છે અને માં પાસે માનતા મૂકીને આવજે બધુ સરસ રીતે રંગચંગે પુરુ થાય.
સરલાએ કહ્યું હાં હું જઇ આવીશ અને જેમ બને એમ જલ્દી આવીશ માં.. કંઇ નહીં હું ફોન મૂકુ મારે રસોઇ પુરી કરાવની છે ચલ આવજે જય મહાદેવ અને ફોન મૂકાયો.
ભાનુબેનને સરલાની સગાઇ અને લગ્ન યાદ આવી ગયાં બધી જુની વાતો તાજી થઇ ગઇ.
આગળ આવતા અંકે - પ્રકરણ-8