વસુધા - વસુમાં - પ્રકરણ-74 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-74

નાથાકાકા વાડામાં ગયાં લાલી અને એનાં વાંછરડાને જોવાં સરલા ભાવેશકુમારને અંદરનાં ઓરડામાં લઇ ગઇ અને બોલી ‘ભાવેશ તમે મારી વાત સમજી ગયાં સારું થયું. આકુનાં જન્મને આટલાં મહીના થઇ ગયાં આપણે ફોઇ ફુવાએ આજ સુધી આકુને કશું આપ્યું નથી.. હું તો અહીજ રહેતી હોવાથી માં એ કશુ કહ્યું નથી.. આપણે આપણાંજ..” પછી અટકી ગઇ.

ભાવેશકુમારે કહ્યું “સરલા હું બધું સમજી ગયો છું. આપણે આકુને કંઇક આપવું પડે વ્યવહારમાં રહેવું પડે હું સીટીમાં જઇને તું કહે એ લઇ આવું..” સરલા એ કહ્યું “હું નથી આવતી તમે સોનીને ત્યાં જઇને એનાં માટે સોનાની બુટ્ટી અને પગનાં ચાંદીના ઝાંઝર લઇ આવો તમને આમેય ખરીદી કરતાં સારી આવડે છે સરસ લેજો.... ઝાંઝરને બંન્ને ભારેમાનાં લેજો.”

ભાવેશકુમારે કહ્યું “લાવ મારુ પાકીટ હું હમણાંજ જઉં છું દુષ્યંતને મારી સાથે લઇ જઊં છું તમે બીજાં કામ પતાવો ત્યાં સુધીમાં અમે જઇને આવીએ.”

સરલાએ કહ્યું “વસુધાનાં પીયેરથી તો ઘણું આવ્યું છે એ જોઇનેજ મને વિચાર આવેલો પણ તમારાં વિનાં તમને જાણ કર્યા વિનાં વ્યવહાર કેવી રીતે કરુ ? જાવ દુષ્યંતને લઇ જાવ એકથી બે ભલા જલ્દી આવજો.”

ભાવેશકુમાર દુષ્યંતને કહ્યું “ચાલ ફરીને આવીએ છીએ નાથાકાકા તો હજી છે મોડું નહીં કરીએ”. દુષ્યંતે કહ્યું “ફુવા હું તો હમણાં અહીંજ દીદી સાથે રહેવાનો છું ચાલો હું દીદીને કહીને આવું.”

દુષ્યંત વાડા તરફ દોડ્યો અને વસુધાને કહ્યું “દીદી હું ભાવેશ ફુવા સાથે જઇને આવું છું..” વસુધાને હસુ આવી ગયું એણે પૂછ્યું “ફુવા ? ફુવાનો આકુના થાય ભલે જા જઇ આવ...” અને દુષ્યંત પાછો આવ્યો ભાવેશકુમાર અને દુષ્યંત બંન્ને એમની કારમાં સીટીમાં જવા નીકળ્યાં..

*****************

વસુધા નાથાકાકાને અને પાપા સાથે ખેંતરે જવા નીકળી અને એમને ખેતરમાં ડેરી કેવી રીતે બનાવવાના ? બાકીની ખેતીની જગ્યા રાખી પશુપાલન અને પશુ દાવાખાનુ કરવા માટે જગ્યા બતાવી.

*************

બપોરનું વાળુ કરવાં બધાં બેઠાં હતાં. સરલા અને વસુધા બધાને પીરસી રહેલાં. ભાવેશકુમાર, દુષ્યંત પણ આવી ગયેલાં આજે ઘર ભર્યું ભર્યું હતું વસુધાનાં માતા પિતા, એનાં સાસુ સસરા, દિવાળી ફોઇ બધાંજ પંગત માંડીને જમી રહેલાં. નાથુકાકાએ કહ્યું “ગુણવંતભાઇ તમારાં ખેતરની સ્થળ સ્થિતિ ખૂબ સરસ છે એકદમ રોડ ઉપર છે તમે કોઇપણ કાર્ય કરો ધંધો કરો સરળતા પડે એવું છે.”

એમને આગળ વધતાં કહ્યું “ડેરીતો તમે નાંખી રહ્યા છે. એનાં માટેની તૈયારી થઇ ચૂકી છે બધું તમે સરસ સગવડ વાળું કર્યું છે આગળ જતાં દૂધ સંગ્રહ માટે જગ્યા જોઇએ તો એ પણ છે હાલ ડેરી ચાલુ થઇ જશે કોઇ તમને અગવડ નહીં પડે. મારું એક સૂચન છે.”

વસુધાએ કહ્યું “બોલોને કાકા અમારે ખાસ સલાહ સૂચનનીજ મદદની જરૂર છે અને બધુજ એ પ્રમાણે કરવા તૈયાર છીએ અને સૂચનાનું પુરુ પાલન પણ કરીશું”.

નાથાકાકાએ કહ્યું “તમારાં ખેતરની આગળ રોડ ખેતરની જગ્યા એટલી બધી વિશાળ, તમે ડેરી, પશુપાલન ખેતી બધુંજ કરી શકો તમારે પશુઓ માટે એક આધુનિક પશુદવાખાનું કરવું છે એ પણ ગોઠવાઇ જાય બીજુ ખેતર પાછળ સરકારી ખરાબો એટલેકે પડતર જગ્યા છે અને એ પણ એટલો વિશાળ છે ત્યાં ઢોરો ચરી ખાય એની વ્યવસ્થા કરી શકાય તમે સરકાર પાસે ખરાબાની જમીન પશુપાલન માટે 99 વર્ષનાં ભાડા પટ્ટે સાવ નજીવી રકમ સાથે લઇ શકો જરૂર પડે મદદ કરીશ... મારાં ઘણાં ઓળખાણવાળા મિત્રો સદરહુ ખાતામાંજ છે.”

“વસુધા દીકરી બધું વિચારી લેજે તક ઘણી સારી છે ભલે ધીમે ધીમે વિકાસ કરો પણ શક્યતા ખૂબ છે બીજુ કહું ?”

વસુધાએ ખુશ થતાં કહ્યું “કહોને કાકા અમારાં ગામમાં અને આજુબાજુમાં ગામની વસ્તીને કામ અને આવક મળી જશે લોકનું ભલું થતું હોય એનાંથી રૂડુ શું હોઇ શકે ? શું કહો છો બોલો ?”

ગુણવંતભાઇએ કહ્યું “નાથાભાઇ વસુધાની વાત સાચી છે આપણે તો ખર્યુ પાન.. પણ આ હિંમત અને હોંશવાળા યુવાનીઓને નવી દિશા મળશે.”

નાથાકાકાએ કહ્યું “વસુ દીકરાં તારાં પાપા પુરષોત્તમભાઇને જુનાગઢ અને વંથલીની કેરી ખૂબ ભાવે છે અમારે ત્યાં આમતો બધાં ફળ થાય. અમારે ચૂનાવાળી પણ ફળદ્રુપ જમીન અને ગિરનાર સ્થિત ભગવાન દત્તાશ્રેયનાં આશીર્વાદ.”

“આગળ સમય જતાં બીજી જમીન લઇને ફ્રૂટ પ્રોસેસીગનું કામ કરીને જ્યુસ, જામ, જેલી, આઇસ્ક્રીમ બધાંમાં કેરીનો ઉપયોગ થાય એમ બીજા ફળોમાં પણ મારાં બીજા કુટુંબી નવસારી, વલસાડમાં છે ત્યાંથી પણ ઘણાં ફળો મળી રહે ખાસ કેરી અને ચીકુ....”

“આ બધું આજથી કહી રહ્યો છું પણ આવતીકાલ આનાથી ઉજવળ કરી શકાય. ઘણાં લોકોને કામ અને રોજગારી મળી રહેશે કદી નવરાજ નહીં પડો.”

“બીજું આવા નવા પ્રોજેક્ટોમાં સરકારી સહાય, સબસીડી લોન બધુજ મળે છે સરકાર આજકાલ આમાં ખૂબ ધ્યાન આપી રહી છે’.

ભાવેશકુમારે કહ્યું “કાકાની વાત લાખ રૂપિયાની છે લોકો આવાં વિકાસશીલ વિચાર કેમ નહીં કરતા હોય કાકા આજે તો તમે ખૂબ સારી દિશા બતાવી.” અને વસુધાની સામે જોયું.

વસુધાએ કહ્યું “ભવિષ્ય માટે ઘણાં સારાં સૂચન છે અમે એક પછી એક લક્ષ્ય હાથ પર ધરીશું બીજાં સારાં સમાચાર એ છે કે આવતીકાલે બપોર પછી ડેરીમાં મશીનો વગેરે ઉતરવાનાં શરૂ થઇ જશે બીજુ વીજળીનું ભારે જોડાણ માંગેલું એ પણ મંજૂર થઇ ગયું છે એનું કામ પણ કાલથી શરૂ થઇ જશે.”

ગુણવંતભાઇએ કહ્યું “વાહ ચલો જે જરૂરી છે એવાં કામ શરૂ થઇ ગયાં. સાથે સાથે આપણે એક જનરેટર પણ વસાવી દઇશું જેથી ક્યારેય કામ અટકે નહીં અને દૂધ કે એની બનાવટો ખરાબ થાય નહીં.”

વસુધાએ કહ્યું “પાપા... સુરેશભાઇનાં લીસ્ટમાં જનરેટર છેજ એટલે એની ચિંતા નથી હવે કાલથી અમારાં ત્રણેની ડ્યુટી ડેરી પર ચાલુ એમ કહી હસી.”

ત્યાં દૂરથી લખુભાઇ આવતા જણાયા. સરલા અને વસુધા વાડામાં ગયાં અને ગુણવંતભાઇ એમને ઘરમાં આવકાર્યા.



આગળ આવતા અંકે - પ્રકરણ-75