Vasudha - Vasuma - 2 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - 2

વસુધા
પ્રકરણ-2
પુરષોત્તમભાઇ હાથપગ ધોઇ કપડાંથી હાથ લૂછતાં લૂછતાં આવ્યાં. અને વસુધા અને દુષ્યંતને જોઇને ક્યું વાહ બંન્ને છોકરાઓ આવી ગયાં. તમે લોકો આજે ખૂબ રમ્યા લાગો છો વસુધાએ નિર્દોષતાથી પૂછ્યું બાપુ તમને કેવી રીતે ખબર ?
પુરષોત્તમભાઇ એ કહ્યુ અરે પાદરે મંદિરનાં પૂજારી શાસ્ત્રી કાકા બૂમ પાડતાં હતાં. બધાં છોકરાઓ તોફાન કર્યા કરે અને આ છોકરીઓ ડાહી છે રમતાં પહેલાં ફૂલો લાવી આપે. અને મહાદેવની આરતી પહેલાં હાજર થઇ જાય પછી બધાં તોફાનીઓ વંટ વગાડવા આવે. પ્રસાદ લઇને ઘરે જાય.
વસુધાએ ક્હ્યુ હાં બાપુ અમને લોકોને મહાદેવજીને ચઢાવવા બીલીપત્ર અને ફૂલો લાવવા ખૂબ ગમે. અને પછી લાવેલા ફૂલ પૂજારીકાકા એવાં સરસ ગોઠવીને ચઢાવે કે ભગવાનનો વટ પડી જાય. અમને વધારે ફૂલો લાવવા કહે આ છોકરાઓ તો રમવામાંથી ઊંચા જ ના આવે આરતી સમયે અમે બૂમો પાડીએ ત્યારે આવે પછી એવો સરસ ઘંટનાદ સાથે આરતી થાય ખૂબ મજા આવે.
પાર્વતીબહેને કહ્યુ હાં હાં તમારું રોજનું કામ છે. હવે તમે છોડીઓ મોટી થઇ તારી સાથેની સવિતા, રંજના બધી પરણીને સાસરે ગઇ હવે તારાં હાથ પીળા કરાવીએ દઇશ એટલે શાંતિ.
પાર્વતીબ્હેને પુરષોત્તમભાઇને કહ્યુ હું તમને કહુ છું. ધ્યાનથી સાંભળો પેલાં દિવાળીબહેન આવેલાં તમારાં દૂરનાં ફોઇની દીકરી.. પુરષોત્તમભાઇએ કહ્યુ હાં હાં દિવાળી મને મળી હતી કહે ઘરે જઊં છું પણ મારે આજે થોડી ઉતાવળ છે. એટલે બપોરની એસ.ટીમાં પાછી જવા નીકળી જઇશ. તો શું ખબર લાવી છે ?
પાર્વતીબહેને કહ્યુ કેટલાંય સમયે આવ્યાં. મને કહે ખાસ તમને મળવા આવી છું શાંતિથી બેઠાં હતાં. જમીને પછી બપોરની એસ.ટી.માં નીકળી ગયાં. પણ ખાસ વાત કહેવાં આવેલાં.
પુરષોત્તમભાઇએ કહ્યુ જે વાત કરવા આવી હતી એ કહેને બાકી વાતમાં મોણ ના નાખ્યા કર ઝટકર વાત. પાર્વતી બહેને કહ્યું એજ કહું છું ને તમે ભારે ઉતાવળા. એમણે રોટલો શેકી-સગડીથી ઉતારીને એમાં ગાયનુ ઘી ચોપડીને અડધો અડધો બંન્ને છોકરાને આપીને બોલ્યાં હવે તમને આપું છું આ થાય એ એમ કહીને ઘડેલો રોટલો કુલડી પર સેકાવા મૂક્યો અને બોલ્યા. વસુધા માટે સંબંધની વાત લઇને આવ્યાં હતાં કહે આપણી ન્યાતમાં આવું સુખી ઘર નહીં મળે. એકનો એક છોકરો છે 20 થી 25 વીઘા જમીન છે ગાય-ભેંસનો તબેલો છે નોકર ચાકર - ખેતીમાં માણસો છે વળી ખેતી સાથે દૂધની આવક અલગ.
પુરષોત્તમભાઇએ કહ્યું જમીન અને ઢોરતો બધાં જોડે હોય પણ છોકરો ભણે છે કે રખડી ખાય છે ? પાર્વતીબહેને કહ્યુ આટલી જમીન જાયદાદ હોય ઢોર ઢાંખર હોય પાકુ મકાન હોય નોકરચાકર હોય પછી છોકરો ભણે ના ભણે શું ફરક પડે ? આપણી ન્યાતમાં આવા સુખી સંપન્ન ઘર કેટલાં ? છોકરો સાત ચોપડી ભણ્યો છે પછી ખેતીકામને કારણે છોડી દીધું છે. દેખાવે રૂપાળો અને બોલે ચાલે ખૂબ સીધો સાદો છે.
એકવાર જોવા જઇ આવીએ ઘર જમીન માણસો જોઇએ પછી નક્કી કરીશું. મેં ક્યાં ઉતાવળ કરવા કીધી ? આતો તમારી બહેને રીતસર આજ વાત માટે ધક્કો ખાધો તો આપણે વિચારવું જોઇએ. હું તો બળ્યું કહેવું ભૂલી કે ઘરમાં ટ્રેક્ટર મોટરસાયકલ બોર કૂવો અને પોતાની ગાડી છે. આપણાં કેટલાં ઘરમાં ગાડી છે ? સુખી સંપન્ન હશે... એટલી આવક હશે ત્યારે બધાં સાધનો વસાવ્યા હશે ને...
પુરષોત્તમભાઇ થોડાં મોળાં પડ્યાં અને બોલ્યાં હાં હા સમજી ગયો. એમનો એકનો એક હોય તો મારી છોડી પણ એકની એક છે વધની નથી... નથી આપણે રસ્તા પર રહેતાં. આપણું યે પાકું મકાન છે એક છોકરી એક છોકરો, મોટરસાયકલ બળદ, ગાડુ, ટ્રેકટર અને 18 વીઘા જમીન છે વળી આટલા ઢોર ગાય ભેંશ અને ડેરીમાં નિયમિત દૂધ ભરાય છે.
વસુધાએ કહ્યુ બાપુ ઢોર નહીં આપણી પાસે ઊંચી ઓલાદની ગીર ગાય છે ભેંશ છે. તે ખૂબ જ દૂધ આપે છે.
પાર્વતીબહેને કહે છે ચૂપ રહે ચાંપલી વચ્ચે બોલ્યા વિનાની આપણું ખોરડુ આવું છે તમારી આટલી ઇજ્જત છે છોકરાવ આપણાં સંસ્કારી છે એટલે તો આવું ઘરનું માંગુ આવ્યું ચે નહીંતર ગામમાં બ્રાહ્મણનાં ઘર ક્યાં ઓછા છે ?
પુરષોત્તમભાઇએ કહ્યું પાર્વતી તારી વાત સાચી છે ગામમાં બ્રાહ્મણનાં ઘર ઓછાં નથી પણ આપણાં ખોરડાંની ઇજ્જત કંઇક વધુ છે આપણી શાખ એવી છે કે ગામમાં આવતાં મોટાં માણસો આપણાં ઘરની જરૂર મુલાકાત લે છે એમાં તારી અને મારી વસુધાની મહેનત અને કાળજી છે એમાંય વસુધાને ગાય ખૂબ પ્રિય છે આટલી નાની ઊંમરમાં ગાય વિશે કેટલું જાણે છે. એ એની ગાય સાથેની નીકટતા છે મને ખબર છે વસુધા કોઇને કોઇ ભજન ગાતી હોય કે હનુમાન ચાલીસા લાલી ધ્યાનથી સાંભળતી હોય અને વસુધા બપોરે જમીને લાલીનાં પેટ પર આડી પડીને સૂતી હોય ત્યારે લાલી એની જીભથી ચાટીને વ્હાલ કરતી હોય જાણે માંનો ખોળામાં દીકરી સૂતી છે.
વસુધા બાપુની વાત સાંભળીને લાગણીવશ થઇ ગઇ એની આંખમાં આંસુ આવી ગયાં બોલી મારું વેવીશાળ તમારે કરવાનું છે પણ મારી એક જ શરત હું મારી લાલીને સાથે લઇને જઇશ. એનાં વિના હું રહી જ નહીં શકું... છોકરીઓ પારકી થાપણ એવું માં કહ્યાં કરે છે. છોકરી છે તો શું ગુનો કર્યો છે અમારે અમારાં માવતર પાસે રહેવું, હોય તો ? પારકાને માવતર કરવાનો ? પારકાં ઘરને પોતીકું કરવાનું ? માં આતો કેવો ન્યાય ? એમ કહીને રડવા લાગી.
દુષ્યંત ઉભો થઇ ગયો એ વસુધાનો ચહેરો એનાં ખભા પર લઇને વસુધાને આશ્વાસન આપતો હોય એમ બોલ્યો. મારી બહેન પારકી નથી. એ મારી બહેને છે તમે લોકો એને રડાવો નહીં. વસુ તું જ્યાં જઇશ ત્યાં હું પણ આવીશ. તારી સાથે રમવાની પણ મને ખૂબ મજા આવે છે રડ નહીં.. નહીંતર મને પણ રડવુ આવી જશે. બંન્ને ભાઇબહેન એકબીજાને વળગી રડી રહ્યાં હતાં.
પાર્વતીબહેને પુરષોત્તમભાઇ સામે જોઇને કહ્યું જુઓ આ છોકરાઓ કેટલી એકબીજાની માયા છે આ છોડીને કેમની વિદાય આપશું ? ભગવાને છોડી ઘડવી જ ના જોઇએ છોકરી અને માંબાપને કેટલી પીડા થાય છે મારું હૈયું તો વિચાર માત્રથી કલ્પાંત કરી રહ્યુ છે આ ભોળી વસુધાને કેમની પરણાવીશ ?
પુરષોત્તમ ભાઇ કપડાથી આંસુ લૂંછતાં ઉભાં થયાં અને બોલ્યાં. અલ્પા છાના રહો બધાં વટ વ્યવહારમાં જે થતું હશે એ કરવું પડશે. એમ અમે જોયા જાણ્યા વિના ખાઇમાં નહીં નાંખી દઇએ. પહેલાં અને જે પૂરી તપાસ કરી આવીશું તારું સુખ જણાશે તો જ સંબંધ નક્કી કરીશું. દીકરા ચિંતા ના કર. આમતો દીકરીનાં સાસરાનો ઊંબરો જાણ ના ઓળંગાય પણ હું જો નક્કી થયું તો વારે તહેવારે ખબર લેતો રહીશ એમ તને વેગળી નહીં મૂકી દઊં. દીકરી તું અને તારો ભાઇ મારી આંખનાં રતન છો.
વસુધા પુરષોત્તમભાઇને વળગી ગઇ અને દુષ્યંત પણ દોડીને આવીને વળગી ગયો. પુરષોત્તમભાઇ બંન્ને છોકરાવનાં માથે હાથ ફેરવી રહ્યાં.
પાર્વતીબહેને રોટલા મૂકી સાડલાવી આંખો લૂછી અને મનોમન બોલ્યાં બસ મારાં છોકરાંવ સુખી રહે...
જમીને વાતોથી પરવારીને પુરોષત્મતભાઇ આગળનાં ઓટલે બાંધેલ હીંચકે બેઠાં અને દુષ્યતને કહ્યું બેટા પેલી સુડી સોપારી લાવ. દુષ્યંતે એમને આણી આપી અને પુરષોત્તમભાઇ સોપારી ખાતાં વિચારોમાં પડ્યાં.
વસુધાએ માં જમી રહી એટલે રસોડામાં બધુ ગોઠવવા સાફ કરવાનાં કામમાં મદદ કરવા માંડી થોડીવારમાં બધુ કામ પરવારીને તેઓ બહાર આવ્યાં. પાર્વતીબહેન પુરષોત્તમભાઇ પાસે આવી બેઠાં અને વસુધા ઓરડામાં બધાની પથારી પાથરવા માટે ગઇ. દુષ્યંત પણ એને મદદ કરવા લાગ્યો.
પાર્વતીબહેને કહ્યું સાંભળો છો ? આ સંબધની વાત આવી છે તો હવે બહુ રાહ ના જોશો તમે રોજનાં વિશે માહીતી એકઠી કરીને પછી આપણે રૂબરૂ એકવાર મળી આવીએ. છોકરી મોટી થતી જાય છે હજી એનાં કાંઠા નમણાં છે બીજે ઘરે જશે તો એમનાં પ્રમાણે ઘડાઇ જશે તો એને કોઇ મુશ્કેલી નહીં.
પુરષોત્તમભાઇએ કહ્યું હાં આપણે બે દિવસ પછી રૂબરૂ જઇ આવીશું મળી તો આવીએ કેવું ઘર માણસો છે ?...
આગળ આવતા અંકે - પ્રકરણ-3

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED