રાજલ વસુધાને ત્યાંથી સીધી ઘરે આવી. મયંક એનીજ રાહ જોઇ રહેલો. રાજલને ઝાંપો ખોલી અંદર આવતાં જોઇને એને હાંશ થઇ. મયંકનાં ચહેરાં પર ઉચાટ જોઇને રાજલે પૂછ્યું “શું થયું ? કેમ આવો ઉચાટ વાળો ચહેરો છે ?” મયંકે કહ્યું “રાજુ તું ઘરે ના આવે ત્યાં સુધી જીવ ઉચ્ચકે રહે છે ચેન નથી પડતું તું આવી ગઇ હાંશ થઇ. શું થયું વસુધાને ?”
રાજલે કહ્યું “પાપા છે ? જાગે છે કે સૂઇ ગયાં એય તમે કેમ ચિંતા કરો ? મને કોણ ખાઇ જવાનું છે ? વાઘણ જેવી છું”. મયંકે રાજુની વાત કાપતાં કહ્યું “એ વાઘણને મેં મીંદડી જેવી જોઇ છે તું અત્યારે મોડી આવે ચિંતા તો થાયજ ને ?”
“વસુધા જેવી બહાદુરની કોઇ આવી દશા કરે.. અને આપણે તો આ બધું કેવી રીતે જીરવ્યું. છે ખબર નથી ? મારો પણ અને.. બધુ ગયું. તું જ મારાં હાથ પગ છે વસુધા સાથે કામ કરે એની મને નિશ્ચિંન્તતા હતી પણ એની સાથે આવું થયું જાણે ચિંતા પેસી ગઇ છે.. જ્યાં ગામ હોય ત્યાં ઢેડવાડો હોય પણ ઢેડવાડો નહીં અહીં પિશાચો અને શેતાનો છે કોના પર વિશ્વાસ કરવો ?”
રાજલે કહ્યું “તમે વિચારો કરી કરીને સાવ.. એવાં થઇ ગયાં છો કે.. કેમ એકવાર થયું એટલે વારેવારે થાય ? જીવન જીવવાનું નથી?. કાયમ બધાથી ડરયા કરવાનું છે ? હવે તો મારી સામે એવો ભડવો આવે બે ઉભા ચીરા કરી નાખું મીંદડી હતી હવે વાઘણ છું..”.
મયંકે કહે “મને ખબર છે તું મને ડરપોક કહેવા ગઇ.. પછી અટકી.. હું ડરપોક નથી ભડ ભાયડો છું. એક પગ નથી ભલે વિવશ છું છતાં મારી બાહોમાં એટલું જોર છે કે એક સાથે ત્રણ ત્રણને હંફાવી દઊં. મારી મર્દાનગી પર શંકા ના રાખીશ.. મારાં ઓપરેશન પછી ડોક્ટરે કહેલું.. ઇશ્વરની કૃપા હશે તમે નોર્મલ થઇ જઇશ.. હું નોર્મલ થઇ રહ્યો છું. બસ પગ નથી”. એમ કહેતાં ઉશ્કેરાઇ ગયો એની આંખમાંથી વિવશતાનાં આંસુ નીકળી આવ્યા.
રાજલે એની આંખોમાં જોયું એ મયંકને વળગી પડી એનો ચહેરો છાતીએ વળગાવીને બોલી “મયંક તમને ઓછું આવે એવું નથી ઇચ્છતી મને ખબર છે તમને મારી ખૂબ કાળજી છે ખૂબ પ્રેમ છે મારી ચિંતા રહે છે તમે સાચા મર્દ છો મેં તમને એકલાને બે ત્રણ પિશાચો જોડે બાથ ભીડીની લડતા જોયાં છે મારી ઇજ્જત બચાવી છે મારાં બાહુબલી છો તમને જરાં પર નબળા નથી સમજતી મારા મયંક આમ ઓછું ના લાવો તમારો આ પ્રેમ અને કાળજી પૂરતી છે મને બીજા કોઇ સુખની ભૂખ નથી બસ તમે મારાં હું તમારી એજ પુરતું છે.”
મયંકે રાજલને ચૂમીને કહ્યું “રાજુ બસ તું સાથમાં છે મને બીજું શું જોઇએ ? પગ ગયો પણ પોતાના પણુ ખૂબ મળયું છે કેટલા નીકટ આવી ગયાં ? તારાં પ્રેમમાં અને તારાં માટે આખુ શરીર નૌછાવર કરી દઊં...”
મયંક અને રાજલ બંન્ને એકબીજાને વળગીને હૂંફ આપી રહ્યાં. ત્યાં અંદર લખુકાકાએ ખોંખારો ખાધો લખુકાકા અંધારામાં ઉભા રહી બંન્નેની વાતો સાંભળી રહેલાં એમણે આંખો લૂછી અને ખોંખારો ખાધો.
રાજલે કહ્યું “મયંક હું તમને પછી બધી વાત કરીશ મારે પાપાનું ખાસ કામ છે એમણે પોલીસ પટેલને ફોન કરવાનો છે”. એ ઉભી થઇ અને બોલી “પાપા તમે જાગો છો મારે કામ છે”. એમ કહી રૂમની બહાર ઉભી રહી.
લખુકાકાએ કહ્યું “દીકરા આંખ મીંચાઇ ગઇ હતી પણ આ ઉધરસ સુખે ઊંઘવા નથી દેતી હું આવું છું બહાર.. મયંક છે ને ? શું વાત છે ?” એમ કહેતા લખુકાકા બહાર આવ્યાં. રાજલે કહ્યું “પાપા પોલીસ પટેલને ફોન કરોને વસુધાએ ખાસ કહેરાવ્યું છે.” એમ કહીને એમની નજીક જઇ વસુધાએ કરેલી બધી વાત કહી..
લખુકાકા કહે “રાજુ તું શું વાત કરે છે ? વસુધા આટલી હિંમત કરવા માંગે છે ? એ લોકો કોણ છે ખબર છે ? હવે તો ગામ છોડીને ભાગેલા ગુંડાઓજ છે એમની સામે ભીડાવ્યા કરતાં પોલીસ એમને જેલમાં નાંખે એજ યોગ્ય છે.”
મયંકે કહ્યું “પાપા એમ જેલ મળી જાય એ યોગ્ય નથી. વસુધા ઇચ્છે છે એવું કરવા દો..... મને ખબર છે બદલો નાં લેવાય ત્યાં સુધી મોઢે કોળીયો નથી જતો. એમની મદદ કરો હું પણ એમનાં સાથમાં છું જો રાજુ હા પાડે તો હુ એમની સાથેજ રહીશ”.
લખુકાકાએ કહ્યું “સાથમાં તો હું પણ છું ભલે તારી વાત પણ સાચી છે કાળે જે વેર ભરાયું હોય. એ ખાલી કરવુંજ પડે નહીંતર જીવાતું નથી ઊંધાતું નતી. મારાથી વિશેષ કોણ જાણશે ?” એમ કહી પાછા રૂમમાં ગયાં અને પોલીસ પટેલનાં મોબાઇલ પર ફોન લગાવ્યો..
************
પરોઢ થવા આવી હતી. પોલીસ પટેલ દોડતાં મગનાનાં પગમાં ડંડો આડો કર્યો એ પટકાયો તરતજ હવાલદારે એનાં પર ફૂદકો મારી બેસીજ ગયો એનાં હાથમાંથી ડાંગ અને ધારીયું છૂટી ગયેલાં.. બીજા સિપાહીઓએ એનાં હાથ દોરડાથી બાંધ્યા અને મોઢે કપડું બાંધીને કોતરથી બહાર તરફ લઇ જવા લાગ્યાં.
મગનો કંઇ સમજે બોલે પહેલાં એને બાંધી કોતરથી બહાર લઇ આવ્યાં.. પોલીસ પટેલે પોતાની ડાંગ એનાં વાંસામાં જોરથી ફટકારી અને બોલ્યા “સાલા કાયર કયાં છે તારાં સગલાઓ બોલ ?” એમ કહી બીજી બે ચાર લાકડીઓ ફટકારી પેલો બેવડ વળી ગયો બાંધેલાં હાથે પગે લાગવા લાગ્યો.
તયાં પોલીસ પટેલનો મોબાઇલ રણક્યો એમણે ખીસામાંથી મોબાઇલ કાઢી સીધી વાત કરી.. બોલ્યાં “મુખી તમે ? પછી ફોનમાં ક્યાંય સુધી વાતો કરીને છેલ્લે બોલ્યા “વાસદ પહેલાની નદી તરફ જતો રસ્તો છે એ પહેલાં કોતર પાસે આવી જાવ અહીં km બતાવતો પત્થર છે એમાં વડોદરા 15 km લખ્યું છે ત્યાં ઉભા છીએ ઉતાવળ કરજો પહો ફાટે પહેલાંજ પહોંચો. ભલે હું બધી વાત સમજી ગયો.” એમ કહી ફોન બંધ કર્યો.
એમણે હવાલદારને કહ્યું “આ મગનાને વાનમાં બેસાડો હું આવુ છું.” હવાલદારો મગનનાને અંદર વાનમાં લઇ ગયો. પોલીસ પટેલે મોબાઇલ કાઢી ક્યાંક ફોન કર્યો અને બોલ્યાં “અમે અહીં ઉભા છીએ વાનમાં મગનો છે તું સાથે આવ એલોકો નીકળવાની તૈયારીજ કરી રહ્યાં છે ઝડપથી આવો.” એમ કહી ફોન બંધ કરી ખીસ્સામાં મૂક્યો અને ઘડીયાળમાં સમય જોયો પરોઢના 3.30 થયાં છે.
પોલીસ પટેલ વાનમાં ચઢ્યાં અને વાનનો દરવાજો બંધ કર્યો અને મગનાનાં મોઢામાંથી કપડું કાઢ્યું અને કુલે બે ચાર લાકડી ફટકારી..
વધુ આવતા અંકે - પ્રકરણ-99