Vasudha - Vasuma - 12 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ-12 

વસુધા
પ્રકરણ-12
વસુધા-પીતાંબર બંન્ને એકબીજાનાં માતાપિતાને પગે લાગ્યાં અને પછી બંન્ને જણાં દિવાળી ફોઇને પગે લાગ્યાં. આશીર્વાદ લીધાં. ત્યારબાદ વડીલોએ વાતો ચાલુ કરી અને વસુધા પાછળ લાલી પાસે ગઇ અને લાલીને કહ્યું તારાં જમાઇ આવ્યાં છે. સારાં લાગે છે દેખાવમાં પણ સ્વભાવે કેવા ખબર નથી.
ત્યાં દિવાળી ફોઇએ કહ્યું પીતાબંરકુમાર તમે જાવ જરા પગ છુટા કરો અને બેન સરલા જાવ વાડો જુઓ વસુધા ત્યાંજ છે. સરલાએ ભાવેશકુમારને આવવા પૂછ્યું. ભાવેશકુમારે કહ્યું તમે જાવ વાતો કરો હું અહીં પાપા પાસે બેઠો છું પછી આવું છું અને સરલા અને દુષ્યંત પણ પીતાંબર સાથે બહાર ગયાં. વાડા તરફ દુષ્યંત દોરી ગયો અને બૂમ પાડી વસુધા સરલાદીદી અમે... આવ્યા છે એ જીજાજી બોલતાં શરમાયો.
વસુધા તરતજ સરલાને સામે લેવા આવી એની તીરચ્છી નજરે પીતાંબર તરફ પણ હતી. પીતાંબર એનેજ જોઇ રહેલો અને મનમાં ને મનમાં જાણે હસી રહેલો.
વસુધાએ ત્યાં લાલીને બીજા ઢોર હતાં ત્યાં મોટાં ઝાડ નીચે ખાટલો આડો પાડી એનાં પર ગોદડીઓ પાથરી અને સરલાને કહ્યું તમે લોકો બેસો.
સરલા હમણાં સુધી ચૂપ હતી એ બેઠી અને પછી વસુધાનાં ગાલ પર હાથ મૂકી કહ્યું વસુધા તું ખૂબ સુંદર છે. ક્યાં સુધી ભણી છો ?
વસુધા શરમાઇ ગઇ પણ એણે જવાબ પણ આપવા માંડ્યા એણે કીધુ 9 ધોરણ પાસ છે દસમું ભણી રહી છું બોર્ડની એકઝામ આપીશ આ વખતે અને મને આગળ ભણવાની ખૂબ ઇચ્છા છે.
સરલાએ ખુશ થતાં કહ્યું સારી વાત છે તને મન હોય તો ભણવાનુંજ મે પણ મારી સાસરી ગયાં પછી ભણવાનું ચાલુજ રાખ્યું છે અત્યારે એફ.વાય.માં ફર્સ્ટ ઇયરમાં છું અને હવે તો ઓપ્સ્નલ તરીકે પરીક્ષા આપી શકાય છે એટલે એવી રીતે ભણું છું મારાં સાસરીયા ખૂબ સાથ આપે છે. વસુધા મારાં ઘરે પણ તને સંપૂર્ણ સાથ મળશે.
ત્યાં પીતાંબર અત્યાર સુધી ચૂપ બેઠેલો એણે કહ્યું હાં ચોક્કસ સાથ મળશે. પણ મને ભણાવવાનો કોર્સ કે ફોર્સ ના ચાલુ કરતાં એમ કહીને હસવા લાગ્યો અને ઉમેર્યુ મને ધંધામાં -ખેતીમાં રસ છે અને બાકીનાં સમયમાં........... પછી સરલાએ જોયું એની સામે એટલે આગળનાં શબ્દો ગળી ગયો. ત્યાં વસુધાને થયું વાત બદલું એણે સરલાને કહ્યું દીદી આ મારી લાલી ગાય મારી એ સહુથી પ્રિય છે મારાં માટે માં-સખી જે ગણો એ એજ છે. અમે એકબીજાને ખૂબ સમજીએ છીએ અને કાળજી લઇએ છીએ.
સરલાએ કહ્યું અરે વાહ કહેવું પડે. જોકે દિવાળી ફુઇ પાસેથી આમ તો મેં ઘણી વાત જાણી હતી. તારાં વિશે એ ઘરે વાત કરતાં અને માં મને ફોનમાં જણાવતી ત્યાં વસુધાએ લાલીને હાથ ફેરવી કહ્યું લાલી આ મારાં સાસરીયાથી આવ્યાં છે આ મારાં સરલા દીદી અને એ... એટલું બોલી રોકાઇ ત્યાં લાલી બધું સમજી ગઇ હોય એમ એણે ભાંભરવા, ચાલુ કર્યું અને સરલા એને હાથ ફેરવતી હતી તો એને ચાટવા લાગી. લાલી પીતાંબરને જોઇને પણ ભાંભરવા માંડી ના છૂટકે પીતાંબર એની નજીક આવ્યો અને લાલીને પંપાળવા માંડ્યો આ જોઇને વસુધા ખડખડાટ હસવા માંડીઓ તાળી પાડવા માંડી.
સરલાએ કહ્યું વસુધા તારી ગાય તો સાચેજ ખૂબ સમજદાર છે. વસુધાએ કહ્યું દીદી તમે હાથ ફેરવતાં હતા એને આનંદ આવતો હતો પછી એમને જોઇને ભાંભરવા માંડી એમણે પણ પંપાળવી પડી એ જોઇને મને ખૂબ મજા પડી ગઇ.
પીતાંબર પણ વસુધાને જોઇને હસતો હતો એણે કહ્યું મારાં ઘરે પણ ઘણાં ઢોર છે બધાંને હું પંપાળુ છું આ પણ જાણે મને ઓળખી ગઇ. વાહ કહ્યાગરી છે.
વસુધાએ કહ્યું એ ઢોર નથી મારી ગાય છે. એ મારી સખી મારી માતા છે એ ઢોરથી નોખી છે અને મારી ગાયને હું ગાયજ કહું છું ઢોર કદી નહીં. મારી ભેંશને પણ ડોબુ કહું કોઇને ઢોર નથી ગણતી પણ ગાય સામે કોઇ નહીં. ગાયમાં જે સમજ પાત્રતા પવિત્રતા છે એવું કોઇનામાં નથી હોતું.
દુષ્યંતે કહ્યું દીદી ચાલો તમે પછી આખુ પુરાણ કરશો જીજાજી ને હું મારો રૂમ બતાવું. ત્યાં અંદરથી બૂમ પડી છોકરાઓ અંદર આવી જાવ જમવાનું તૈયાર છે.
વસુધા-સરલા-પીતાંબર - દુષ્યંત બધાં અંદર ગયાં. વસુધાએ બધાને ઘડામાં પાણી આપ્યું અને ત્યાં મોટી ખાલી ડોલ મૂકી હતી ત્યાં બધાનાં હાથ ધોવરરાવ્યા દિવાળી ફોઇએ બધાને નેપકીન આવ્યાં. બહાર ઓસરીમાં આસાન અને પાટલા પાથર્યા હતાં.
પાર્વતીબહેને ભાનુબેન -ગુણવંતભાઇ, ભાવેશકુમાર- સરલા, પીતાંબર અને સાથે પુરષોત્તમભાઇને જમવા બેસી જવા કહ્યું અને દુષ્યંતને કહ્યું દીકરા તું પણ બધાં સાથે બેસી જા. આમ સાતે જણની થાળી પીરસાઇ ગઇ હતી.
બધાં એક સાથે બેસી ગયાં પુરષોત્તમભાઇએ શ્લોક બોલાવી દેવને યાદ કર્યા અપોષણ કાઢ્યું અને પ્રાર્થના કરી બધાએ જમવાનું શરૂ કર્યું. વસુધાએ પાર્વતીબહેન બધાને ગરમ ગરમ પીરસી રહેલાં ઘરે વારે પીતાંબર ત્રાંસી નજરે વસુધા સામે જોઇ લેતો. એની અને વસુધાની ક્યારેક નજર એક થઇ જતી હતી અને વસુધા લજવાઇ જતી. બધાને આગ્રહપૂર્વક જમાડ્યા પછી બધાં ઉભા થઇને ઓસરીમાં જ બેઠાં. ત્યાં દુષ્યંત બધા માટે મુખવાસ લઇ આવ્યો. પાર્વતીબહેને આવીને પૂછ્યું. બધાને જમવાનું ફાળ્યુ છે ને ? બધું બરાબર હતું ને ?
ભાનુબહેને કહ્યું ખૂબ સુંદર અને સ્વાદીષ્ટ રસોઇ હતી સાચેજ ખૂબ મોં ભરીને જમ્યાં છીએ. એમાં વસુધાએ શું બનાવેલું ? પાર્વતીબહેને કહ્યું શ્રીખંડ સિવાય બધુજ વસુધાએ બનાવ્યું છે. શ્રીખંડ મેં બનાવેલો અને લાડુ દિવાળીફોઇએ ત્યાં સરલા બોલી ઉઠી લાડુ અને શ્રીખંડ સ્વાભાવિક છે તમે બનાવો પણ બાકીની રસોઇ સાચેજ સ્વાદીષ્ટ હતી મજા આવી ગઇ.
વસુધા શરમાઈ રહેલી ત્યાં દિવાળી ફોઇએ કહ્યું. અમારી વસુધા બધી રીતે હુંશિયાર છે. ગાય ભેંશનું દૂધ કાઢવાથી શરૂ કરી એનો હિસાબ. એની માં પાસેથી રસોઇ શીખી ગઇ છે. સાયકલ કેવી ચલાવે છે અને ડેરીનો હિસાબ તો એણેજ જોવાનો.
ગાય ભેંસને તો એવાં રાખે જાણે આપણાં કુટુંબી અને એ બધાય એને માને ક્યારેય વિતાડતા નથી એને દૂધ એનાં કારણે ખૂબ આવે. એને ખૂબ માયા છે.
વળી વેકેશન હોય ત્યારે ભરત ગૂંથણ જેવી પ્રવૃત્તિઓ ચાલી, હોય ભણવામાં પણ હુંશિયાર હવે પછી પેલું નવું નીકળ્યુ છે મૂઆ હું તો બધાં નામ ભૂલી જઉં છું હાં હાં કમ્યુટર એ શીખવતી છે.
સરલાએ કહ્યું કોઇ તમે કીધું સાચુ થયું પણ અમે આવ્યા ત્યારથી બહુ જોઇ રહ્યાં છીએ એટલે તમે બોલ્યાં બધું જોઇ લીધું છે એમાં લાલીતો એમની લાડકી છે.
પુરષોત્તમભાઇએ કહ્યું ગુણવંતભાઇ ભાવેશકુમાર આવ્યો મેંડીએ આરામ કરીએ. ભાનુબહેનની સાથે જોયું ભાનુબહેની કહ્યું તમે લોક જાવ હું તો અહીં એમની સાથે બેઠી છું ત્યાં સરલા બોલી અમે ચાર જણાં ખેતર બાજુ જઇએ છીએ. ખેતર જોવા. એ સાંભળી પીતાંબર ખુશ થઇ ગયો એણે સરલા દીદી સામે જોઇને આંખ મીચકારી.
વસુધા અને સરલા હસી પડી. દુષ્યંત કહ્યું હાં ચલો તમને ખેતર બતાવું અને ત્યાં બધાં ફળ ઝાડ પણ છે સરસ બેસવાનું છે. પાર્વતીબેન અને ભાનુબેન સાથે જ બોલ્યાં હાં જાવ જઇ આવો.
અને દુષ્યંત અને પીતાંબર આગળ અને પાછળ સરલા અને વસુધા એમ ચારે જણાં ખેતરે જવા નીકળ્યાં. પાર્વતીબેને કહ્યું વસુધા આ ઢાંકણવાળો પાણીનો ઘંડો અને ગ્લાસ લેતી જા પાણી પીવા ચાલશે.
વસુધા પાછી દોડી અને પેચ વાળો પિત્તળનો ઘડો પાણીનો અને ગ્લાસ લીધો. બધાં ખેતરે પહોચી ગયાં.
ત્યાં નાની રૂમ હતી એના ઓટલાં પર બધુ મૂક્યું અને ત્યાં સરલાએ દુષ્યંતને કહ્યું એય દુષ્યંત મને બધુ ખેતર બતાવી ક્યાં ક્યાં ફળઝાડ છે એ બધુ બતાવ મારે જોવા છે એમ કહીને વસુધા અને પીતાંબરને એકલા પાડ્યા સમય આવ્યો. દુષ્યંતને તો કંઇ ખબર ના પાડી પણ સાંભળીને ઉત્સાહમાં આવી ગયો ચાલો દીદી હું તમને બતાવું છું. એમ કહી બંન્ને જણાં આગળ નીકળી ગયાં.
વસુધા ત્યાં ઓટલાં પર બેસી ગઇ પછી પગથી જમીન ખોતરતી હતી ત્યાં પીતાંબર એની સાવ નજીક આવીને બેસી ગયો.
પીતાંબરે કહ્યું વસુધા...... અને વસુધા શરમાઇને સંકોચાઇ ગઇ. પીતાંબર એને કહ્યું તને ભણતર ગમે છે એ ખબર પડી પણ તને બીજા ક્યાં શોખ છે ? એ તો કહે.
વસુધા થોડીવાર ચૂપ રહી પછી બોલી મને ભણવું ગમે છે કારણ કે જાણવા મળે છે દુનિયામાં બીજુ શું છે એ બધી ખબર પડે છે જ્ઞાન મળે છે પણ મને બાકીનું પણ બધું ગમે છે.
પીતાંબરે કહ્યું બાકીનું એટલે ? વસુધાએ કહ્યુ ખેતરમાં ફરવું, રામલીલા જોવી, ફીલ્મ જોવી જ્યારે ગામમાં આવે.. ત્યાં પીતાંબરે એનો હાથ વસુધાનાં ખભે મૂક્યો અને.....
આગળ આવતા અંકે - પ્રકરણ-13

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED