વસુધા - વસુમાં - પ્રકરણ-15  Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વસુધા - વસુમાં - પ્રકરણ-15 

વસુધા
પ્રકરણ-15
પીતાંબર વસુધા અને દુષ્યંત ટોકીઝ પહોંચી ગયાં. ત્યાં પીતાંબરનો મિત્ર નલીન એની પ્રેમીકા નલીની સાથે ટીકીટ લઇને રાહ જોતો હતો. મૂવીનો સમય થઇ ગયો હતો. બધાં સીનેમા હોલમાં પહોચી ગયાં. ત્યાં U રોમાં છેલ્લી પાંચ સીટ હતી છેલ્લી વસુધા પછી પીતાંબર પછી દુષ્યંત અને પછી નલીન અને નલીની બેઠાં. વસુધાએ પીતાંબરને કહ્યું આમ નહીં બીજી રીતે બેસીએ દુષ્યંત મારી બાજુમાં બેસજો એ એકલો પડી જશે.
પીતાંબરે કહ્યું અરે હું એની સાથે બેઠો છું. એને મારી કંપની માં બેસવા દે એ બરાબર બેઠો છે હું તને કે એને કોઇનો એકલા નહીં પડવા દઊં એટલે તો બેઊની વચ્ચે હું બેઠો છું. વસુધાએ કહ્યું ભલે એણે કહ્યું કેવી સરસ ટોકીઝ છે એકદમ ઠંડુ ઠંડુ મજા આવશે મૂવી પણ તમે કહો છો સરસ છે. હીરો રાજેશખન્ના ફેમસ છે છાપામાં આવે છે કે એતો સુપરસ્ટાર છે ખૂબ સરસ નેચરલ એક્ટીંગ કરે છે.
પીતાંબરે કહ્યું મારો ફેવરીટ એક્ટર છે હું એનાં બધાંજ પીકચર જોઊં છું મને થયુ આ આપણે સાથે જોઇએ. ત્યાં સીનેમા સ્ક્રીન પર જાહેરાત આવવી ચાલુ થઇ. પીતાંબરે કહ્યું હવે થોડીવારમાં મૂવી ચાલુ થશે. અને ટોકીંઝમાં એકદમ અંધારુ છવાઇ ગયું અને મૂવી ચાલુ થયું...
પીતાંબર ખુરશીમાં બરાબર સરખો થઇ બેઠો એણે એનો એક હાથ વસુધાની સીટ પાછળ લંબાવ્યો અને ધીમે રહીને એણે વસુધાનાં ખભા પર મૂકી દીધો. વસુધા થોડી સંકોચાઇ ગઇ. થોડીવારમાં મૂવી સ્ટાર્ટ થઇ ગયું ધીમે ધીમે બધાં ધ્યાનથી મૂવીમાં પરોવાઇ ગયાં. પીતાંબરે દુષ્યંતને પૂછ્યું દુષ્યંત મજા આવે છે ને ? હીરો હજી હવે આવશે.
દુષ્યંતે કહ્યું જીજાજી બહુ મજા આવે છે ટોકીઝ મસ્ત છે એકમદ એર કંડીશન.. પીતાંબરે કહ્યું ધ્યાનથી જોજો ખૂબ મસ્ત મૂવી છે અને વસુધાએ જોયું દુષ્યંત મૂવી જોવામાં મગ્ન છે.
પીતાંબરે ખભા પર રાખેલો હાથ વુસધાનાં હાથ પર લીધો અને એનાં હાથમાં હાથ પરોવી દીધો. વસુધાએ શરમાઇ ને કહ્યું તમે શું કરો છો ? દુષ્યંત જોશે તો ખરાબ લાગશે તમે સરખા બેસો. પીતાંબરે કહ્યું હું થોડો પારકો છું તારો વર છું અને દુષ્યંત તો મૂવી જોવામાં મશગૂલ છે.
વસુધાએ કહ્યું આપણે પણ મૂવી જોઇએ આવું ના કરો. પીતાંબરે કંઇ સાંભળ્યુ નહીં અને હાથ પકડી રાખ્યો વસુધાનાં આખાં શરીરની રૂવાટી ઉભી થઇ ગઇ એને શરમ આવતી હતી પણ પીતાંબર બરાબર....
મૂવીનાં ગીતો ખૂબ રોમેન્ટીક હતાં અને બધાં પ્રેક્ષકો દરેક ગીતે પૈસા ફેંકતા હતાં. રાજેશખન્ના અને આશા પારેખનું ટ્યુનીંગ ખૂબ સરસ હતું વસુધા ધ્યાનથી મૂવી જોતી હતી પછી ઇન્ટરવલ પડ્યો અને સીનેમાં હોલમાં રોશની થઇ ગઇ. વસુધાને હાથ છોડાવી દીધો. પીતાંબરે દુષ્યંતને કહ્યું તારે બાથરૂમ જવું છે ? કંઇ ખાવું પીવું છે ? દુષ્યંતે કહ્યું ના મારે નથી જવું. વસુધાને પૂછ્યું વસુધાએ ના પાડી પીતાંબરે નલીનને કહ્યું ચાલ આપણે આવીએ એમ કહી એ બંન્ને જણાં બહાર નીકળ્યાં. બાથરૂમ જઇને પછી પીતાંબરે બધાં માટે થમ્સઅપ, સમોસા, પોપકોર્ન બધુ લીધુ એણે અને નલીને ટ્રેમાં બધુ મૂકીને અંદર આવ્યો નલીન અને નલીનીની ટ્રે જુદી રાખી પછી પીતાંબરે દુષ્યંતને થમ્સઅપ અને સમોસા આપ્યા અને બીજી ટ્રે વસુધાને આપી.
વસુધાએ કહ્યું આની શી જરૂર હતી ? ઘરેથી જમીનેજ આવ્યા છીએ. પીતાંબરે કહ્યું સિનેમા હોલની આની પણ મજા છે એમ કહી વસુધાને થમ્સઅપ પકડાવી અને સમોસા અને પોપકોર્ન ખાવાનાં ચાલુ કર્. થોડીવારમાં ફરી મૂવી ચાલુ થયું. દુષ્યંતને મજા આવી ગઇ હતી એણે સમોસા-ખાઇ લીધા પીતાંબરે એને પોપકોર્ન આપ્યા ખાતાપીતાં મૂવી જોઇ રહ્યાં હતાં.
પીતાંબરે વસુધાને પૂછ્યું મજા આવે છે તે ? કેવું લાગે છે મૂવી ? વસુધાએ કહ્યું ગીતો ખૂબ સરસ છે અને સાચેજ રાજેશખન્નાની એક્ટીંગ સરસ છે. મજા આવી અને મૂવી પુરુ થયું બધાં સિનેમાં હોલની બહાર નીકળ્યા પીતાંબરે કહ્યું હજી 6.45 થયાં છે ચાલો વિદ્યાનગર બાજુ જઇએ ત્યાં થોડું ફરી નાસ્તો કરીને ઘરે જઇએ અને જમવું હોય તો જમી લઇશું.
વસુધાએ કહ્યું ના મોડું થઇ જાય હજી છેક ગામ પાછા જવાનું થોડું ફરીને ઘરે જઇએ. પીતાંબરે દુષ્યંત સામે જોયું દુષ્યંતે કહ્યું જીજાજી ફરવા જઇએ મારે પીઝા ખાવા છે પછી ઘરે જઇએ.
પીતાંબરે કહ્યું વેરીગુડ હું એજ ઇચ્છતો હતો તારી બેન ખોટી ચિંતા કરે છે ચાલો વિદ્યાનગર આટો મારીને જઇએ એણે એનાં ફ્રેન્ડ નલીનને પૂછ્યું તું આવે છે ને વિદ્યાનગર ?
નલીને કહ્યું પીતાંબર તમે જાઓ મારે નલીને ઘરે મૂક્વા જવાનું છે એ એનાં ફ્રેન્ડનાં ઘરે જઇ આવું છું એમ કહીને આવી છે અમારે પાછા જવું પડશે. પીતાંબરે કહ્યું પણ નલીની અને વસુધાતો સરખુ મળ્યાં નથી વાતો કરી નથી. વસુધાએ કહ્યું એમને મોડું થતું હોય તો જવા દો દબાણ ના કરો નલીનીને કહ્યું એ ઘરે આવે ત્યારે અમે શાંતિથી મળી વાતો કરીશું.
નલીનીએ કહ્યું આજે તો મૂવીમાંજ સમય પૂરો થયો આપણે વાતો ના થઇ પણ હું તમારાં ઘરે જરૂર આવીશ. તમારા તો લગ્ન નજીક છે અમારે હજી વાત કરવાની પણ બાકી છે. જોઇએ શું થાય છે ? પછી શાંતિથી વાતો કરીશું એમ કહી બધાં છૂટા પડ્યાં.
પીતાંબરે કાર પાર્કીંગમાંથી લીધી વસુધા અને દુષ્યંત બેસી ગયાં. પીતાંબરે ગાડી વિદ્યાનગર તરફ લીધી. વિદ્યાનગર નજીક આવતા પીતાંબરે કહ્યું અહીં બધી કોલેજો છે અને બધી હોસ્ટેલ છોકરા છોકરીઓ અહીં મુક્ત મને મળે હરે ફરે અને મોજ કરે છે. દુષ્યંતને પીઝા ખાવા છે ને? ત્યાં જ કાર લઊં છું.
દુષ્યંત આષ્ચર્યથી બધુ જોઇ રહેલો બધાં મકાન-બજાર-દુકાનો એને ખૂબ મજા આવી રહી હતી. પીતાંબરે પીઝાહટ પર કાર ઉભી રાખી અને બધાં અંદર ગયાં. પીતાંબરે ઓર્ડર કર્યો અને સાથે કોલ્ડકોફી વીથ આઇસ્ક્રીમ મંગાવ્યો અને પીઝા સાથે બધું આવી ગયું. દુષ્યંતે કહ્યું મારી લાઈફમાં પહેલીવાર પીઝા ખાઊં છું. સાંભળ્યું ઘણુ હતું પણ પહેલીવાર અહીં આવ્યો જીજાજી આજે ખૂબ મજા આવી વસુધા શાંતિથી સાંભળી રહેલી. પીતાંબર વારે વારે વસુધા સામે જોઇ રહેલો. એ લોકોએ પીઝા ખાધા અને કોલ્ડકોફી વીથ આઇસ્ક્રીમ ખાધો. પીતાંબરે દુષ્યંતને પૂછ્યું આઇસ્ક્રીમ બીજો ખાવો છે ?
વસુધા વચમાંજ બોલી ના ના કેટલો ખાવાનો ? શરદી થઇ જશે. પીતાંબરે વસુધાને સાંભળ્યા વિનાંજ 3 ચોકલેટ આઇસ્ક્રીમ મંગાવ્યાં. બધાએ આઇસ્ક્રીમ ખાધો પીતાંબરે પૈસા ચુક્વી પાછા બહાર નીકળ્યાં.
વસુધાએ કહ્યું ખૂબ ફરી લીધું હવે ઘરે જઇએ. મંમી-પપ્પા કંકોત્રી વહેચી આવી ગયાં હશે રાહ જોતાં હશે ફરીથી આવવા નહીં દે ચલો હવે ઘરે જઇએ. પીતાંબરે હસતાં હસતાં કહ્યું તું મારી સાથે છે એ એ લોકોને ખબરજ છે કેમ આટલી ચિંતા કરે છે ? ચલો હવે ઘરેજ જઇએ છીએ. હવે હુંજ તારાં મંમી પપ્પાને કહી દઇશ કે તમે ચિંતા ના કરશો હું સલામત ઘરે લઇ આવીશ એમ કહી કારમાં બધાં બેઠાં ઘરે જવા નીકળ્યાં.
વિદ્યાનગર ગયું આણંદ પસાર થયું અને દુષ્યત કહ્યું જીજાજી એક વાત કરું ? પીતાંબરે કહ્યું હાં બોલ શું વાત છે ? દુષ્યંતે કહ્યું મારે બાથરૂમ જવું છે ઉભી રાખશો કાર ?
પીતાંબરે કહ્યું હાં હું સાઇડમાં ઉભી રાખુ છું તું જઇ આવ જા એમાં સંકોચ શું કરવાનો ?
પીતાંબરે કાર ઉભી રાખી દુષ્યંત ઉતરીને બાથરૂમ જવા ગયો. પીતાંબરે વસુધાને પૂછયું તારે જવું છે ? વસુધાને કહ્યું જાવને.. મારે નથી જવું. પીતાંબર એની સીટ પરથી વસુધાની સીટ તરફ ગયો અને બારીમાંથી દુષ્યંત ક્યાં ગયો એ જોવાનો પ્રયાસ કર્યો ? વસુધા સંકોચાઇને પાછી હઠી... પણ પીતાંબરે તક ઝડપી અને વસુધાનાં ગાલ પર ચુંબન ભરી લીધું. વસુધા શરમાઇ લાલ લાલ થઇ ગઇ એણે કહ્યું શું આવુ કરો છો ? એ દુષ્યંત જોશે તો ? પીતાંબરે હસતાં હસતાં કહ્યું એ તો ટાંકી ખાલી કરે છે. પછી બોલ્યો તું તો ખૂબ મીઠી છે. એક બચી તું ભરને આવી મને.
વસુધાએ કહ્યું તમે તો સાવ શરમ વિનાનાં છો જાવ આવુ બધું મને નથી ગમતું એમ કહી ખોટો ખોટો ગુસ્સો કર્યો. અને હસી પડી.
પીતાંબરે દુષ્યંત આવે પહેલી બીજા ગાલે બીજી બચી ભરી લીધી વસુધાએ રીતસર ધક્કો મારીને પીતાંબરને પાછા કાઢ્યો તમે તો સાચેજ બેશરમ છો. પીતાંબરે હસતાં હસતાં કહ્યું તને જોઊં છું મને કંઇ કંઇ થઇ જાય છે હું શું કરું ? તું પરણીને આવ પછી તારી વાત છે એમ કહી હસી પડ્યો.
વસુધા ખૂબ શરમાઇ ગઇ ત્યાં દુષ્યંત આવી ગયો. પીતાંબરે કહ્યું ભાઇ હાંશ થઇ ? મેં તને ટોકીઝમાં એટલેજ પૂછેલું ખૂબ ઠંડક હતી તો બાથરૂમ લાગેજ.
દુષ્યંતે કહ્યું એ વખતે નહોતી લાગી પીતાંબરે કહ્યું ઘણાંને નથી લાગતી એમ કહી હસવા લાગ્યો અને કાર સ્ટાર્ટ કરી વસુધા સામે જોયું...
આગળ આવતા અંકે - પ્રકરણ-16

રેટ કરો અને રિવ્યુ આપો

Hims

Hims 19 કલાક પહેલા

Harendra Lalpuria

Harendra Lalpuria 7 માસ પહેલા

Hemal nisar

Hemal nisar 12 માસ પહેલા

yogesh

yogesh 1 વર્ષ પહેલા

Vaishali

Vaishali 1 વર્ષ પહેલા