Vasudha - Vasuma - 121 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ-121

વસુધા પરાગ માટે ગટુકાકાને ઘરે ગઇ હતી એ યાદ કરી રહી હતી. એણે કહેલું માલિની એટલી સમજદાર અને સંસ્કારી છે કે તમારી ઇજ્જત આબરૂ સાચવી રાખી છે એવું કોઇ પગલું નથી ભર્યું. ધીરજ પૂર્વક રાહ જોઇ રહી છે કે તમે લોકો માની જાવ.

“નહીંતર અત્યારે મંદિરમાં જઇને લગ્ન કરી લે શહેરમાં જતા રહે શું કરશો તમે ? આવાં તો કેટલાય દાખલા અત્યારે બની રહ્યાં છે. રૂઢીચૂસ્ત રીત-રીવાજો અને ખોખલી માન્યાતાઓને કારણે આજે કેટલી છોકરીઓ કુંવારી બેઠી છે પરાગનાં ઘરેથી તો કોઇ માંગણી છે ના કોઇ વ્યવહારની અપેક્ષા છે આવું સાસરુ ક્યાં મળવાનું માલિનીને ?”

“કાકા, કાકી, વિચાર કરજો મારી હાથ જોડીને વિનંતી છે પછી તમારાં અને માલિનીનાં નસીબ મારી ફરજ હતી પરાગ અંગે એને મારો મો બોલ્યો ભાઇ છે એટલે આવી હતી.. જયશ્રી કૃષ્ણ... “

પછી નીકળતાં બોલી “ગટુકાકા આવતી મીટીંગમાં પશુદવાખાનું અને હોસ્પટીલ અંગે ચર્ચા કરીશું આવજો.”

વસુધા બધુ યાદ કરી રહી હતી. અને પછી થોડાં સમયમાંજ શુભ સમાચાર મળ્યાં માલિની પરાગનાં વિવાહ નક્કી થઇ ગયાં. એ એમનાં લગ્નમાં પણ જઇ આવી... ત્યારે માલિની બોલી “વસુધા તે સાચેજ અમારા માટે મોટું કામ કરી આપ્યું તારી પણ બધી ઇચ્છાઓ પુરી થાય “ એમ કહી વસુદાને વળગી પડી હતી.

વસુધા વળગેલી માલિનીને સાંભળીને મનમાં બોલી મારી શું ઇચ્ચાઓ હવે ? હવે ઊંડે ઊંડે પણ ઇચ્છાઓ સૂકાઇ ગઇ છે. વસંતમાં મળે -પાનખર આવી છે હું કોને કહેવા જઊં ? મારાં અરમાન બધાં રોળાઇ ગયાં છે હું સાવ નિરાધાર છું એમ વિચારતાં વિચારતાં રડી પડી...

પોતાની ડેરીની ઓફીસમાં બેઠી બેઠી વિચારોમાં પરોવાયેલી વસુધાને રાજલ ક્યારની જોઇ રહી હતી પણ જેવાં આંસુ નીકળ્યાં.... રાજલ બોલી ઉઠી “વસુ.. વસુ શું થયું ?” વસુધાએ કહ્યું “કંઇ નહીં “ અને મૌન થઇ ગઇ....

**************

અવંતિકા એનાં બંગલાનાં વરંડામાં હીંચકાં હીંચતી વસુધા-વસુમાં વાંચી રહી હતી. એને એટલો બધો રસ પડેલો કે એ વાંચવાનું છોડી નહોતી શકતી. મોક્ષ એને ક્યારનો બૂમ પાડી રહેલો પણ એ વાંચવામાં મગ્ન હતી. મોક્ષ કંટાળીને એની પાસે આવ્યો.

મોક્ષે કહ્યું “અવુ તું ક્યારની વાંચવામાં મગ્ન છે હું તને ક્યારનો બૂમો પાડું છું એવું તો શું આવ્યું છે વસુધામાં કે સાવ લીન થઇ ગઇ છે. “

અવંતિકાએ મોક્ષની સામે જોયું અને બોલી આ " વસુધા-વસુમાંને” ઇશ્વરે ખાસ સમય લઇને ઘડયાં લાગે છે એમની આ નોવેલ કે પ્રેરણાત્મક પુસ્તક કહો એક પ્રકરણ રડાવે છે બીજી ગૌરવ લેવાં પ્રેરે છે આ સ્ત્રી આટલું કેવી રીતે કરી શકે છે ? આટલી ધીરજ -શક્તિ ક્યાંથી લાવે છે ?”

“વસુમાં કેટ કેટલાં કામ કરે છે થાકવાનું નામ નથી લેતાં આ તો એમણે "ભેગ" ધારણ કર્યો છે આ તો ઇશ્વરે આપેલું સમાજને વરદાન છે આવા સૈકામાં એકાદ જ જન્મ લે..

મોક્ષે પૂછ્યું “તું આ બધુ બોલે છે મારે ઉપરથી જાય છે હું જાણુ છું વસુમાં ખૂબ સારાં કામ કરે છે કર્યા છે પણ તું શેનાં સંદર્ભમાં કહે છે એ સમજાવ”.

અવંતિકાએ કહ્યું “મોક્ષ વસુમાંએ પરાગનાં લગ્ન નક્કી કરી આપવામાં ભાગ ભજવ્યો. રાજલને ત્યાં દીકરો આવ્યો એને કેટલી મદદ કરી. ખાસ તો એમણે ગામમાં અને ગામની સીમમાં ચાલતાં ગોરખધંધા જે શહેરની સીમને અડીને આવેલાં વડનાં ઝાડના ઝૂંડ વચ્ચે.. મોક્ષ તમને કહેતાં શરમ આવે છે. “

“ મોક્ષ તમને યાદ છેને પેલો કાળીયો ભરવાડ વસુધા પર હુમલો કરેલો ?” મોક્ષે કહ્યું “હાં હાં મેં વાચ્યુ છે. પણ એનું શું ?”

અવંતિકા કહે “એનાં પકડાયા પછી પેલાં મગનાએ બધું પોલીસ પટેલ પાસે ઓકી દીધેલું કે ગામ અને શહેરની સીમ વચ્ચે જે વડનાં ઝાડનું ઝુંડ છે ત્યાં 3-4 ઝૂંપડાં બંધાયેલા છે ત્યાં દિવસ રાત બે રોકટોક વેશ્યાવાડો ચાલે છે. પેલો કાળીયો અને બીજા નરાધમો શહેરમાંથી છોકરીઓ લાવીને...”

મોક્ષે કહ્યું “ઓહ ! વસુધાને ખબર પડેલી એમાં રાજલ એનાં મુખી સસરા અને પોલીસ પટેલે મહેનત કરી બધી તપાસ કરાવી એનાં કાળીયાનો પિતરાઇ ભાઇ અરજણ બધાં ભળેલાં હતાં. બહારથી છોકરીઓ મંગાવતાં.. ત્યાં શહેરનાં વેપારીઓ. છોકરાઓ અહીં ગામનાં છોકરાં બધાંજ એ ફૂટણખાનામાં જવા માંડેલાં.”

અવંતિકાએ કહ્યું “મજૂરી કરી પૈસા કમાય દારૂ પીએ પછી ત્યાં કૂટણખાનામાં જાય ઘરમાં પૈસા આપે નહીં પૈસા ના મળે તો ઘરની ચીવસ્તુઓ વેંચી ખાય આ દૂષણ બંધ કરવાનું હતું.”

“હદ તો એ થઇ ગઇ હતી કે એ અરજણ જો બહારથી છોકરીઓ ના આવે તો ગામની છોકરીઓ પર નજર બગાડતો -લાલચ આપતો અને વેશ્યાગીરી કરવા દબાણ કરતો એમની જીંદગી બરબાદ કરતો”.

“વસુમાએ શહેરની પોલીસ અને પોલીસ પટેલની મદદ લઇ રેડ પડાવી અને બધાને રંગેહાથ પકડ્યા જેલમાં મોકલ્યાં મુખીની મદદથી સીમનાં એ ઝૂંપડા પડાવી નાંખ્યાં.”

મોક્ષે કહ્યું “વાહ ફક્ત દૂધ ઉત્પાદન નહીં હરિયાળે ક્રાંતિ નહીં સમાજ સુધારણમાં સ્ત્રીઓનું ઉત્થાન સંરક્ષણ... કહેવું પડે સલામ છે વસુમાંને આવી સ્ત્રીઓ સમાજમાં એકાદ પણ આવી જાય તો દુનિયાનું કલ્યાણ થઇ જાય.”

અવંતિકાએ કહ્યું “મોક્ષ હું ઘણાં પ્રકરણ સળંગ વાંચી ગઇ પણ હજી ધરાવોજ નથી થતો સાચું કહ્યું મોક્ષ આ સ્ત્રી બધાં કામ કર્યા કરે છે સતત કોઇને કોઇ લોક કલ્યાણનાં કામ - યોજનાઓ સાકાર કરે છે પોતાની જાતને નવરી નથી પડવા દેતી.”

“પણ એની અંદરનાં માંહ્યલાને કોઇ ઓળખતું નથી કોઇ સમજતું નથી, સ્ત્રીની સંવેદના -લાગણી પ્રેમ એમણે પોતાનાં કામનાં પરોવી દીધો વાળી લીધો છે પણ એમની અંગત ઇચ્છા, લાગણી ? શું ? એ કેટલાં અંદરથી અધૂરા -તરસ્યા અને પીડીત હશે ! કોઇને એમનો વિચાર આવે છે ? એમની સાસું પછી માંદી પડે છે ઘરમાં કોઇ છે નહીં હવે જુઓ તાલ..” મોક્ષે પૂછ્યું “શું થયું સાસુનું ?”

વધુ આવતા અંકે - પ્રકરણ-122




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED