વસુધા - વસુમાં - પ્રકરણ-36 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-36

વસુધા - ૩૬

ગુણવંતભાઈ મંડળીની મીટીંગ પતાવીને ઘરે આવી રહ્યાં હતાં અને એમનાં શાખ પાડોશી રમણભાઈ સાથે વાત કરી અને જણાવ્યું કે આટલું સારું મારુ કથન મારી પ્રસ્તાવના હતી જેમાં ગામનાં યુવાનો યુવતીઓ ત્યાં આખા ગામ માટે લાભની વાત હતી પણ કોઈએ ગંભીરતાથી લીધી નહીં ઉપરથી ઉપહાસ કર્યા જેવું લાગતું હતું.

રમણભાઈએ કહ્યું તમારું સૂચન લાભદાયીજ હતું પણ આ મંડળીની ચંડાળ ચોકડીને પોતાનો અંગત સ્વાર્થ છોડવોજ નથી એટલે એમણે વાત ગંભીરતાથી લીધી નહીં ફગાવી દીધી.

રમણભાઈને ગુણવંતભાઈએ કહ્યું તમારી વહુઓ ખુબ મહેનતું અને ભણેલી ગણેલી છે મારી વસુધાની જેમ એટલે એલોકોને તો આ નિર્ણય ગમશેજ. રમણભાઈએ થોડીવાર અટકી પછી ઉદાસ ચહેરે કહ્યું ગુણવંતભાઈ મારી દીકરી ભાવના સાસરેથી પાછી આવી છે એને પણ હવે પાછી મોકલવી નથી એને એનાં સાસરે ખુબ ત્રાસ છે એ મરતાં બચી છે તમને હું શું કહું ગુણવંતભાઈ આતો આપણી જાંઘ ખુલ્લી કરવા જેવું છે. મારી ભાવના જો નાસી ના આવી હોત તો એને જીવતી બાળી મૂકી હોત એમ કહેતાં કહેતાં એમનાં આંસુ ઉભરાઈ આવ્યાં. મારી ભાવનાની ઘાત ગઈ છે. એટલો કરીયાવર એટલું માંગ્યા ઉપર આપેલું તોય એ ક્રૂર રાક્ષસોને ઓછું પડ્યું અહીં આપણે કેટલી મેહનત કરીએ છીએ અને એમણે નવી નક્કોર ગાડી માંગી હું ક્યાંથી લાવું એટલાં પૈસા ?

અરે હું એ પણ આપત પણ મારી ભાવનાને ખુબ રંજાડી છે હેરાન કરી છે મારી નાખવાનાં પેતરા રચેલાં.

ગુણવંતભાઈ શાંતિથી સાંભળી રહ્યાં અને આશ્વાસન આપી રહેલાં. રમણભાઈ નાક સંકોરતા કહ્યું ગુણવંતભાઈ તમે આ સૂચન પર અમલ કરવા ધારો તો મારી ભાવનાને તમારી વસુધા સાથે મૂકી દઈશ એનો સમય જશે એનું ધ્યાન કામમાં પરોવાશે તો દુઃખી ઓછી થશે. પછી ઈશ્વરને જે ગમે એ ખરું કંઈ નહીં ચાલો ફરી મળીશું જય મહાદેવ કહીને છુટા પડ્યાં.

ગુણવંતભાઈ ઘરે આવ્યાં...ત્યાં વસુધા પીતાંબર ભાનુબહેન બધાં એમની રાહ જોઈને જ બેઠાં હતાં. ત્યાં પીતાંબર ગુણવંતભાઈ પાસે આવ્યો પૂછ્યું શું થયું મીટીંગમાં ? ગુણવંતભાઈએ પોતાનો ઝભ્ભો કાઢી ખીટીએ ભરાવ્યો વસુધા પાણીનો ગ્લાસ ભરીને લઇ આવી. ગુણવંતભાઈનો ઉદાસ ચેહરો જોઈને થોડો અંદાજ તો આવી ગયેલો.

ગુણવંતભાઈએ પાટ પર બેસતાં કહ્યું વસુ, પીતાંબર મેં મીટીંગમાં બધાને ભેગા કરીને સૂચન આપેલું કે દૂધની બનાવટો મંડળી તરફથી બનાવીએ એનાં માટેનાં સાધનો ઉપકરણો વસાવી ડેરી વિકસાવીએ જેથી બધાને સારી આવક થાય. પણ ...પણ ... પેલી ચાંડાલ ચોકડીએ વિરોધ કર્યો એલોકોની બહુમતી થઇ ગઈ હું અને રમણભાઈ એકલાં પડી ગયાં...

વસુધાએ કહ્યું પણ પાપા આમાં તો ફક્ત આપણો લાભ ક્યાં છે ? આખા ગામનો લાભ છે મંડળીનેજ ફાયદો છે પછી શા માટે સંમત ના થયા ?

ગુણવંતભાઈએ નિસાસો નાંખતા કહ્યું બીટા એ તને નહીં સમજાય પછી પીતાંબર સામે જોઈને બોલ્યાં, બેટાં એ મોતી ચૌધરી, પશાભાઇ, કૌશિક, ભૂરો ભરવાડની ચંડાળ ચોકડી છે વળી મોટાં પશુપાલકો છે એમની મોટી ડેરીમાં આગવી શાખ ઓળખાણ અને બંન્ને વચ્ચે કોઈ સાંઠગાંઠ છે જેથી એમનો અંગત સ્વાર્થ આવું કરવાથી જોખમમાં મુકાય એટલે એમણે આવું દુઃસાહસ ના કરાય એમ કહીને ઠરાવજ ઉડાડી દીધો.

પણ રમણભાઈએ મને છુટા પડતાં કહ્યું કે ગુણવંતભાઈ તમે કંઇક આગવું કરવાનું વિચારો તો હું તમારાં સાથમાં રહીશ. એમ કહી ગુણવંતભાઈ પાણીનાં ઘૂંટડા ભર્યા અને ગ્લાસ વસુધાને પાછો આપ્યો.

પીતાંબર કંઇક વિચારીને ઉશ્કેરાઈ ગયો એણે કહ્યું પાપા મને બધી ખબર છે એ મોતી ચૌધરી પેલો કૌશિક આખો વખત મોટી ડેરીએજ પડ્યા પાથર્યા હોય છે એમાં ચોક્કસ એમનો અંગત સ્વાર્થ છે એટલે એમની આંખો સામે સ્વાર્થનાં પાટા બંધાયેલાં છે એમની આંખો નહીં ખુલે....હું એમ કહું છું પાપા કે રમણકાકા જો સાથ આપવા તૈયાર હોય તો આપણે પોતે આપણું આગવી ડેરી સ્થાપિત કરીએ. ભલે પૈસાનું રોકાણ થાય આપણી પાસે આટલી જમીન છે ઢોર છે આપણી પ્રતિષ્ઠા છે. ગામમાંથી જેટલું દૂધ મળે એટલું એટલું કરીને આપણે શરૂઆત કરીએ.

અત્યારસુધી શાંતિથી સાંભળી રહેલી વસુધા બોલી આપણે આગવું જોખમ લીધા વિના અમે મહિલા દૂધ મંડળી ખોલીએ બધાને વહેચાયેલું જોખમ હોય એટલે કોઈ એક પર ભાર ના આવે.                 અને જે આવક થાય એ પણ બધાને વહેંચાતી મળે છે જે કંઈ કામ કરે એને એવું મહેનતાણું મળી જાય બધોજ ખર્ચ બાદ કરીને જે વધે એ નફો બધાને વહેંચાતો એક સરખો મળે જેથી કોઈને મન દુઃખ ના થાય.

ત્યાં સરલાએ કહ્યું વસુધાની વાત સાચી છે પણ મારુ સૂચન છે આ અંગે શાંતિથી વિચાર કરો ઉતાવળીયો કોઈ નિર્ણય ના લેશો. થોડા દિવસ પાપા ગામમાં બધાને રૂબરૂ મળે પોતાની વાત વિચાર રાખે બધાનો મત લે આમ બધાનાં મનમાં વાત નાખીને એક સાથે મોટો સહકાર ઉભો કરો પછી એનો નિર્ણય લો અને ત્યાં સુધી વસુધા - પીતાંબર આ ડેરી અને દૂધ ઉત્પાદનમાંથી બનતી વાનગીઓ કે બનાવટોનો પૂરો અભ્યાસ કરે બધોજ અભ્યાસ કરી તારણ ઉપર આવે પછી નિર્ણય લો અને ચાલુ કરે જેથી આગળ વધી પાછા ન પડાય.

વસુધાએ કહ્યું સરલાબેનની વાત એકદમ સાચી છે વ્યાજબી છે પાપા અને માં સાંજે ગામમાં બધાને ઘરે બેસવા જાય વાતચીત કરે બધાનો અભિપ્રાય લે કેટલાં જોડાશે આપણને દૂધ આપશે એમાં અંદાજ કાઢી આપણને નિર્ણય લઇ શકીશું.

ગુણવંતભાઈએ ભાનુબહેન સામે જોયું ભાનુબહેને એમની આંખોનાં ભાવની નોંધ લીધી પછી બોલ્યાં. જુઓ સરલા, વસુધા તમારાં બંન્નેની વાત સાચી છે અને એવી રીતે આગળ વધવામાં વાંધો પણ નથી પણ એ બધી પૂર્વ તૈયારીઓ કરવા વચ્ચે વસુધા તું તું સુવાવડી થવાની તારાં ગર્ભમાં બાળક છે એનો વિચાર પહેલો કરવાનો છે આ બધું કરવા માટે તો આખી જીંદગી પડી છે આપણે અભ્યાસ કરીને તૈયાર રહીયે જયારે અમલમાં મૂકવું પડે ત્યારે મુકીશું પહેલાં વસુધા અને આવનાર બાળકનું  તબીયતનું ધ્યાન રાખવાનું છે.

સરલાએ કહ્યું એ વાત સાચી છે પણ વસુધાનું ધ્યાન રાખવા માટે હું છું પીતાંબર છે વસુધાની ચિંતા ના કરો પણ ધીમે ધીમે આ કરવુંજ છે એવો એકવાર નિર્ણય લઇ લો પછી બધાં કામ આગળ થતાં જશે.

પીતાંબરે કહ્યું આણંદમાં મારો ખાસ મિત્ર છે એની મદદથી હું ડેરીમાં સાધનો ઉપકરણોનો અભ્યાસ એમનાં વિશેની માહીતી અને કિંમત બધું જાણી લાવીશ.

અઠવાડીયા સુધી ઘરમાં કંઈને કંઈ ચર્ચા ચાલી રહી હતી. ક્યાં સવારે ઉઠી પીતાંબરે કહ્યું વસુધા હું મારો ખાસ મિત્ર છે નવીન એનાં ઘરે જઉં છું અમે સાથે ડેરી સ્થાપવા અંગે જરૂરી સાધનો ઉપકરણોનું લીસ્ટ બનાવી તપાસ કરીશું એનાં એક મિત્ર છે વસંતભાઈ એમની ડેરી છે એ પણ જોતો આવીશ અને આપણને બધી માહીતી મળી જશે એનાં ઉપરથી આયોજન કરવું સરળ બનશે.

વસુધાને યાદ આવી ગયું એણે કહ્યું હાં હાં નવીનભાઈ અને નલીની બહેન તેઓ આપણાં લગ્નમાં આવેલાં પછી એમનાં લગ્ન પણ થવાનાં હતાં લગ્ન થઇ ગયાં ?

પીતાંબરે કહ્યું હાં એલોકોનાં લગ્ન થઇ ગયાં પણ સાવ સાદાઈથી થઇ ગયાં મેં તને કીધેલું તો હતું ભૂલી ગઈ ? એમનાં મોટા બાપાનું અચાનક અવસાન થયેલું એટલે મંદિરમાં સાદાઈથી લગ્ન કરી લીધેલાં. હું એનાં ઘરે જવું છું અને વસુધા ખાસ આપણાં બન્નેનાં મોબાઈલ ફોન સિમ નંખાવી નંબર લઈને આવીશ પછી ઘરે બેઠાં ઘણાં કામ આસાન થઇ જશે. સમય સાથે ચાલવું જરૂરી છે. મોબાઈલ અંગે આપણે અગાઉ વાત થઇ ગઈ છે અને હવે ચાલુ કરીશું હું બધાં કામ પતાવીને આવું છું પાપા ખેતરે ગયાં છે માં ને કહીને નીકળી જઉં છું સરલાએ કહ્યું વાહ મારો ભાઈ આજે ખુબ ઉત્સાહમાં છે ને કાંઈ ? પીતાંબરે કહ્યું ડેરી અંગે બધી તપાસ કરવા જાઉં છું વસુધાએ કહ્યું તમે એક કામ કરજો સરલાબેન માટે પણ એક મોબાઈલ લાવજો આપણાં ત્રણે પાસે હોવો જોઈએ.

સરલાએ કહ્યું અરે મારે ક્યાં જરૂર છે ? ખોટા ખર્ચા નથી કરવાનાં...તમારાં બે પાસે હોય ઘણું છે. વસુધાએ કહ્યું ના સરલાબેન તમારે જરૂરજ છે નહીંતર હું મોબાઈલ નહીં વાપરું આપણે બે સહેલીઓને વાત કરવી કેટલું સરળ થઇ જાય. અને આ લેન્ડલાઈન વારે વારે ખોટકાઈ જાય છે કદાચ ડેરી ચાલુ કરવાની થાય તો કામ લાગેને મેં એટલેજ મોબાઈલ ફોન માટે સંમતિ આપી છે.

સરલાબેન હું એક્સ્ટર્નલ તરીકે ૧૦ માંની પરીક્ષા પણ આપી દઈશ હવે ૧ મહિનો માત્ર રહ્યો છે મારે ચોથો મહિનો જાય છે છઠ્ઠા મહીને એનું રીઝલ્ટ પણ આવી જશે. પીતાંબરે કહ્યું તમે લોકો વાતો કરો હું નીકળું ...પીતાંબરે કર સ્ટાર્ટ કરી અને ત્યાંથી બિલાડી પસાર થઇ ગઈ...

વધુ આવત અંકે પ્રકરણ - ૩૭