Vasudha - Vasuma - 77 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ-77

ડેરીમાં મશીનો ગોઠવાઇ ગયાં બધાને ઇલેક્ટ્રીક કનેક્શન આપી ચાલુ કરવાની તૈયારી પુરી થઇ ગઇ. એક પહેલો ટ્રાયલ લેવાનો હતો. દૂધમંડળીનું દૂધ આજથી ડેરીમાં ભરવાનું નક્કી થયું વસુધા, સરલા, ગુણવંતભાઇ, ભાનુબેન ભાવેશકુમાર બધાં હાજર હતાં. દિવાળી ફોઇ પણ આકુને નવા કપડા પહેરાવી સાથે આવેલ હતાં.

સુરેશભાઇ અને એમની સહાયક ટીમ હાજર હતી ડેરીમાં તોરણ અને ફૂલોની સેરો લગાવી શોભાયમાન કરી હતી ગામની બહેનો, માતાઓ અને લખુભાઇ સરપંચ સાથે ઘણાં આગેવાનો યુવાનો વૃધ્ધો હાજર હતાં. રશ્મી, કાશી, ભાવના બધી સ્ત્રીઓ સહેલીઓ હાજર હતી. ગુણવંતભાઇનો ખેતરમાં નાનો મંડપ બાંધેલો હતો. ગેટ પર તોરણ અને ફૂલોની સેરો મૂકેલી હતી. વસુધાએ લાઉડસ્પીકર લગાવવાની ના પાડી હતી એનું કારણ સમજાતું નહોતું.

ગામનાં શાસ્ત્રીજી પૂજા કરાવવા હાજર હતાં. વસુધાનો ભાઇ, માતા, પિતા પણ આવી પહોચ્યાં હતાં થોડીવારમાં મોટી ડેરીનાં ઠાકોરભાઇ પટેલ પણ પધારવાનાં હતાં. બુધાએ બધે ચારોકોર મંડપની આજુબાજુ બધે પાણીનો છંટકાવ કરેલો જેથી ધૂળ ના ઉડે. બધાને કંઇક અનેરો ઉત્સાહ હતો.

ભાવેશકુમાર, ગુણવંતભાઇ, કરસન, દુષ્યંત અને રમણકાકા બધી વ્યવસ્થા જોઇ રહેલાં.

સુરેશભાઇની ટીમે બધુ ચકાસી લીધું હતું. આજે દુધમંડળીનું દૂધ બધુ અહીં જમા કરાવેલુ. એને હિસાબ કરસન અને વસુધાએ જોઇ લીધો હતો. જરૂરી નોંધ બધી રજીસ્ટરમાં કરી લીધી હતી.

લધુભાઇનો ખાસ માણસ અહીં મદદનીશ તરીકે જોડાઇ ગયો હતો એમનાં ઘરેથી એમની પત્નિ, દીકરો, દીકરાની વહુ બધાં હાજર હતાં.

પુરષોત્તમભાઇ અને પાર્વતીબેનની છાતી ગૌરવથી ફુલાઇ રહી હતી આજે એમની દીકરીને આ રીતે કામ અને વહીવટ કરતી જોઇ આનંદમાં હતાં.

વસુધાએ બધે જ ફરીને બધી વ્યવસ્થા અને કામ જોઇ લીધાં અને ગેટ પર બે ત્રણ કાર આવીને ઉભી રહી.

ગુવણવંતભાઇ, વસુધા વગેરે ગેટ પર આવ્યાં અને આવનાર ઠાકોરભાઇ પટેલ તથા ડેરીનાં બીજા આગેવાનો આવકાર આપ્યો. મુખ્ય મહેમાન આવી ગયાં છે એમ ખબર પડતાં બુધો, કરસન અને લઘુભાઇનો ખાસ માણસ બલ્લુ ખુરશીઓને બધુ સરખું ગોઠવી એનાં પર કપડુ મારી સાફ કરવાં લાગ્યો.

બધી તૈયારી થઇ ચૂકી હતી... સુરેશભાઇએ પણ આખરી તૈયારી બધી જોઇ લીધી અને એ પણ બહાર આવી ગયાં. વસુધાએ ઠાકોરભાઇ ત્થા બીજા આગેવાનોને હારતોલા કરી વધાવ્યાં. સરલાએ બધાને કંકુ અને અક્ષત કરીને બહુમાન આવ્યું.

ગુણવંતભાઈ અને સુરેશભાઇએ કહ્યું “ઠાકોરભાઇ આવો આવો પધારો” અને ડેરી સુધી લઇ ગયાં. ઠાકોરભાઇએ વસુધા અને ગુણવંતભાઇને કહ્યું “વાહ ખૂબ સરસ સ્થળ પસંદ કર્યું છે અને ડેરીનું મકાન અને અંદરની વ્યવસ્થા ખૂબ આધુનીક રીતે કરી છે.”

વસુધાએ કહ્યું “સર એનો શ્રેય મારાં પાપા ત્થા માનનીય સુરેશભાઇને ફાળે જાય છે એમનાં જ માર્ગદર્શન નીચે અને બધાએ કામ કર્યુ છે.”

ઠાકોરભાઇએ કહ્યુ “હું સમજી શકું છું ખૂબ સરસ ટીમ વર્ક છે અને મારી સફળતા અંગે શુભેચ્છા અને સહકારની ખાત્રી આપું છું”.

સુરેશભાઇએ કહ્યું “સર અમે તમારી પાસેથી જ પ્રેરણા અને તાલિમી લીધી છે આપનું માર્ગદર્શન આ છોકરાઓને મળે એવી આશા રાખુ છું અહીં બધી જ તૈયારી થઇ ગઇ છે. વેસલમાં દૂધ પણ ભરી દીધુ છે. લગભગ 5000 લીટર દૂધ છે જોકે વેસલ 10,000 લીટરની કેપેસીટી ધરાવે છે એવાં ત્રણ વેસલ હાલ લગાડેલાં છે.”

“આપના વરદ હસતે આપ મશીનરી ચાંપ દબાવીને શુભ શરૂઆત કરો.” ઠાકોરભાઇએ ડેરીમાં અંદર આવી બધે જ ફરીને નિરિક્ષણ કર્યું એમની પાછળ પાછળ અન્ય આગેવાનો ત્થા માણસો અંદર આવીને બધું જોઇ રહ્યાં હતાં. ઠાકોરભાઇએ કહ્યું “સ્વચ્છતા આંખે ઊડીને વળગે એવી છે પણ કામ શરૂ થયાં પછી પણ નિયમિત આવી જાળવણી રાખજો”. ત્યાં ગુણવંતભાઇના ઇશારાથી શાસ્ત્રીજી આગળ આવ્યાં. એમણે ઠાકોરભાઇને તીલક કર્યું બધી મશીનરી વેસલ બધાને કંકુ અક્ષત કર્યા અને શ્રીફળ ઠાકોરભાઇનાં હાથમાં આપતાં કહ્યું “સાહેબ મૂહૂર્ત શ્રેષ્ઠ છે આપ નાળલ વધેરીને ચાંપ દબાવો.”

ત્યાં બહારથી નાથાકાકા અને એમનાં પત્નિ પણ આવી પહોચ્યાં. ઠાકોરભાઇએ એમને જોતાં જ આવકાર્યા એમણે કહ્યું “ દુધના કામનાં આ શ્રેષ્ઠી હાજર છે એનો આનંદ “. શાસ્ત્રીએ એમને પણ કપાળમાં તીલક કર્યું અને ઘરનાં સહુનાં કપાળે તીલક અક્ષત કર્યો. વસુધાએ કહ્યું “પૂજ્ય શાસ્ત્રીજી હાજર રહેલાં સર્વને તીલક કરીને આશીર્વાદ આપજો બધાં ઘરનાં જ છે”, શાસ્ત્રીજીએ કહ્યું “હાં બેટાં કોઇ બાકી નહીં રહે.”

ઠાકોરભાઇની સામે જોતાં નાથાકાકાએ કહ્યં “આપ શ્રીફળ વધેરી ચાંપ દબાવો”. અને ઠાકોરભાઇએ શ્રીપળ વધેરી મશીનની ચાંપ દબાવી.

બધાએ એક સાથે તાળીઓનાં ગડગડાડથી પ્રસંગને વધાવી લીધો. જયમહાદેવનાં જયઘોષથી વાતાવરણ પવિત્ર થઇ ગયું. બધાનાં ચહેરાં પર ખુશહાલી હતી.

ચાંપ દબાવતાં જ મશીનો ચાલુ થઇ ગયાં અને પ્રોસેસ ચાલુ થઇ ગઇ. દૂધનું શુધ્ધી કરણ, પાશ્ચુરાઇઝેશન અને ફેટની માહીતી મળી રહે એમ કાર્યરત થઇ ગયું સુરેશભાઇ અને એમની સહાયક ટીમ બધુ નિરીક્ષણ કરી રહી હતી.

વસુધાએ ઠાકોરભાઇને ચરણે પડી આશીર્વાદ લીધાં સરલા ભાવેશકુમાર, દુષ્યંત બધાએ એનું અરુકરણ કર્યું. વસુધા અને સરલા ઘરમાં વડીલો ગુણવંતભાઇ ભાનુબેન, પુરષોત્તમભાઇ, પાર્વતીબેન દિવાળી ફોઇ, રમણકાકા, લધુભાઇ બધાનાં આશીર્વાદ લીધાં. બધાએ આશીર્વાદ આપતાં કહ્યું. “આજથી જે શુભ શરૂઆત થઇ છે એ અવિરત ચાલુ છે અને ખૂબ ખૂબ સફળતા મળે એવાં આશીર્વાદ છે.”

ગામનાં લોકો એક પછી એક ડેરીમાં પ્રવેશ કરીને બધુ આર્શ્ચથી જોઇ રહેલાં.

આગળ આવતા અંકે - પ્રકરણ-78






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED