Vasudha - Vasuma - 109 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ-109

ગુણવંતભાઇ કહે “હું હમણાંજ ફોન કરું છું ત્યાં રાજલ ઘરમાં આવે છે. આવતાં વેંત સરલાની ખબર પૂછે છે એણે જોયું બાબો ઊંઘે છે બોલી “વાહ આતો 10-12 દિવસમાં મોટો મોટો લાગે છે. વસુધા વિના તો ઘર સૂનૂ સૂનૂ લાગે છે પછી ભાનુબહેનને જોઇને કહ્યું કેમ છો માસી ? અને દિવાળી બા શું કરે છે ?”

ભાનુબહેને કહ્યું “મજામાં છીએ તારી બહેનપણી પિયર ગઇ છે 10-12 દિવસ થયાં એણે એક ફોન સુધ્ધાં નથી કર્યો જબરી ઘમંડી છે. ફોઇ વાડામાં લાલી પાસે ગયાં છે વસુધા વિના એપણ નખરાં કરે છે ખાતી નથી પીતી નથી દૂધ આપવાનું પણ બંધ કરી દીધું છે. હું એને ફોન નથી કરવાની માં બાપ છીએ ક્યારેક બોલાઇ જાય એમાં તો એણે અને એની માં એ ગામ માથે લીધું છે. “

સરલાએ કહ્યું “માં હજી તો તમે તમારુંજ ખેંચે રાખો છો. હવે તો મને થાય છે વસુધાએ બરોબરજ કર્યુ છે ભલે રહેતી પિયર શાંતિ તો ખરી એને”.

રાજલને થયું આ વાત પર વળાંક લાવવો પડશે બોલી “કાકા તમને તો ખબરજ હશે ને કે કરસનભાઇ અને રમણકાકાની દિકરી ભાવનાનાં મંદિરમાં લગ્ન લેવાનાં છે સાદાઇથી... આમ પણ ભાવનાનાં છૂટાછેડા થયેલાં... ઠેકાણે પડી જશે એ પણ સારાં માણસનો હાથ ઝાલશે”.

ભાનુબહેને આશ્ચર્યથી પૂછ્યું “શું ? ભાવના કરસન પરણે છે ? સારું કહેવાય છૂટાછેડી વાળી ભાવનાનો હાથ પકડ્યો. કરસનને તો આમેય માં બાપ નાનાપણમાં મરી ગયેલાં કાકા ભેગો રહે છે એનું ઠેકાણું પડી જશે.’

ગુણવંતભાઇ કહે “અત્યારનાં જમાનામાં સારું કહેવાય કરસને દાખલો બેસાડ્યો. આમેય ડેરીમાં બંન્ને સાથે કામ કરે છે. વસુધા નથી તો બધું કામ ઉપાડી લીધું છે.”

રાજલે કહ્યું “પેલાં કાળીયાને પણ કોર્ટમાં હાજર કરી દીધો જેટલો પુરાવા સાક્ષી મળ્યાં એ પ્રમાણે ઓછામાં ઓછી 10 વરસની તો સજા નક્કીજ.”

ગુણવંતભાઇએ કહ્યું “હું જાણું છું સારું થયું પણ એમાં તારી અને તારાં સસરા મુખી કાકાની ખૂબ મહેનત છે એમનાં સહયોગથી સારું પરીણામ મળ્યું.”

દિવાળીફોઇ વાડામાંથી બબડતાં બબડતાં આવ્યાં બોલ્યા “ભાનુ આ લાલી તો 10-12 દિવસમાં જાણે મરવા પડી છે દૂબળી થતી જાય છે ઘાસ ખોળ લેતી નથી મોઢું લટકાવી બેસી રહે છે નથી દૂધ આપતી નથી ઉભી થતી. એની દશા મારાંથી જોવાતી નથી.”

ભાનુબહેને કહ્યું “જેની ગાય છે એને ક્યાં પડી છે ? આપણે આટલું તો ધ્યાન રાખીએ છીએ આનાંથી વધારે શું કરીએ ? હું તો રસોઇ કરું સરલાનું ધ્યાન રાખું કે ઢોર ચરાવુ ?” એમ કહેતાં કહેતાં આંખમાં પાણી આવી ગયાં એ થોડાં ઢીલા પડ્યાં બોલ્યાં “સરલાનાં બાપા વસુધાને ફોન કરી કહો પાછી આવી જાય મારાંથી નથી થતું હવે મારી ભૂલ થઇ ગઇ.”

દિવાળી ફોઇએ કહ્યું “કામકાજનું ઠીક છે મને તો આકાંક્ષાની યાદ ખૂબ આવે છે એ છોકરીજ યાદ આવ્યાં કરે છે શું કરતી હશે સમયસર ઊંઘતી હશે ? પણ એની માં અને નાની પાસે છે ખૂબ સચવાતી હશે લાડ પામતી હશે અને વસુધા.....” એમ કહેતાં કહેતાં એમની આંખો ભીની થઇ ગઇ.

ગુણવંતભાઇ કંઇ બોલવા ગયાં ત્યાં સરલા બોલી “બધાને કામની પડી છે દિવાળીફોઇ સિવાય કોઇએ આકુને યાદ કરી ? આ ઘરની વારસદાર છે પીતાંબરની એકની એક દીકરી છે બધાને પોતાનો સ્વાર્થજ દેખાય છે. “

“આવતીકાલે ભાવેશ પાછાં આવે એનીજ રાહ જોઊં છું હું રૃબરૃ વસુધાને લેવા જઇશ મારાથી હવે આકુ અને વસુધા વિના નથી રહેવાતું... “

ભાનુબહેન કહે “મને મારી છોકરી યાદ નહીં આવતી હોય ? રાત્રે સૂતા એને યાદ કરી કેટલું રડી લઊં છું બધાને મારો ગુસ્સોજ દેખાય છે લાગણી નહીં. બધાં બોલીને જતાવે લાગણી. મારો સ્વભાવ એવો છે જતાવી નથી શકતી પણ મને પણ યાદ આવે છે વસુધાને કહે મને માફ કરે પાછી આવી જાય... બોલો હું શું કરું ? તમે કહો એ કરું ....’

સરલાને હસુ આવી ગયું રાજલ સામે જોઇને કહ્યું “જો માં નું આ અસલી રૂપ છે ધાણીનાં ચણાની જેમ શબ્દો ફૂટે પણ લાગણી બતાવી ના શકે હું તો તને ઓળખું જ છું ને માં એક કામ કર આપણે બધાં વસુધાને લેવા જઇએ.”

ગુણવંતભાઇ કહે “આમેય મીટીંગ માટે હું ફોન કરુંજ છું.. લાવ હમણાંજ કરી લઊં” એમ કહી ઉભા થયાં.

ફોન થી વસુધાનાં ઘરનો નંબર લગાવ્યો સામેથી પુરષોત્તમભાઇએ ફોન ઉઠાવ્યો એમણે લાગણીસભર સમાચાર પૂછ્યાં “બોલો વેવાઇ કેમ છો મજામાં ? બધાની તબીયત સારી ?”

ગુણવંતભાઇએ કહ્યું “વેવાઇ મારી આકુ અને વસુધા કેમ છે ? બધાને આકુ અને વસુધાની ખૂબ યાદ આવે છે આમને આમ 10-12 દિવસ થઇ ગયાં વસુધાને કહીએ હવે પાછી આવી જા. એની સાસુને એમનાં વેણ માટે દીલગીરી છે પસ્તાય છે એને માફ કરી દે.”

પુરષોત્તમભાઇએ કહ્યું “વેવાઇ એ શું બોલ્યાં ? એ તો માં બરાબર છે. ક્યારેક કહેવાઇ જાય આતો ઘણાં સમયથી અહીં આવી નહોતી એટલે આવી”.

ગુણવંતભાઇએ કહ્યું “બીજું ખાસ ડેરીમાં કાલે મીટીંગ છે ઠાકોરભાઇ બધાં આવવાનાં છે તો વસુધાની હાજરી જરૃરી છે. એવું લાગે તો અમે તેડવા આવી જઇએ. “

ત્યાં ફોન પર વસુધાજ આવી ગઇ અને બોલી “પાપા જય મહાદેવ.. કાલે મીટીંગ છે એ રાજલે મને કીધું હતું કેમ છે સરલાબેનને ? અને બાબો કેમ છે ? કાલે મીટીંગમાં હું આવી જઇશ ચિંતા ના કરશો. હું કામ નહીં બગડવા દઊં મીટીંગ માટે પહેલાં હું સીધી ડેરીએ આવી જઇશ બધાંને મારી યાદ આપજો” કહી ફોન મૂકી દીધો.વધુ આવતા અંકે - પ્રકરણ-110


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED