વસુધા
પ્રકરણ-29
પીતાંબરે એની પથારી બધાં વડીલો સાથે
પથરાયેલી જોઇ વસુધા પર ખોટો ખોટો ગુસ્સો કર્યો અને બોલ્યો અહીં જુદા સૂવાનું ? મને નહીં ચાલે તારાં વિનાં. રાત્રે ધાબે જતા રહીશું પછી પાછાં આવીને સૂઇ જઇશું.
વસુધાએ કહ્યું તમે બહુ લુચ્ચા છો અહીં તો
એવુંજ હોય ચાલો સૂઇ જાવ છાના માનાં રાત્રીની વાત રાત્રે એમ કહીને માં અને સાસુ
હતાં ત્યાં સૂવા જતી રહી.
બધાં વાતો કરતાં કરતાં સૂઇ ગયાં. પીતાંબરને
ઊંઘ આવતી નહોતી એ પડખાં ફેરવી
રહેલો એણે જોયું બધાં ઘસઘસાટ ઊંઘે છે બધાંના નસ્કોરાં બોલી રહ્યાં છે એ હળવેથી ઉભો
થયો કંઇ અવાજ ના થાય એમ દબાતાં
પગલે વસુધા સૂઇ ગઇ હતી એ રૂમ તરફ ગયો એણે અંદર જોયું માં-સાસુ દુષ્યંત બધાં ઘસઘસાટ
ઊંઘે છે એણે વસુધા તરફ જોયું એ પડખું ફરવા જતી હતી અને એણે સીસ સીસ એવો ધીમેથી
અવાજ કર્યો વસુધાએ અંધારામાં એનાં તરફ જોયુ અને ઇશારો કર્યો.
પીતાંબર હળવેથી દાદર ચઢીને ધાબે આવી ગયો.
ઉપર એકદમ ઠંડક હતી વાતાવરણ ખુશનુમા હતું ચંદ્રમાં ઝળહળતાં હતાં. અને એણે જોયું
દબાતા પગલે વસુધા આવી રહી છે. વસુધાએ પીતાંબર પાસે આવીને કહ્યું બસ મળી લીધું ને
ચાલો હવે સૂઇ જઇએ કોઇ જાગી જશે તો કેવું લાગશે ? ચલોને.. તમને તમારું ધાર્યું કરાવવાનીજ ટેવ છે.
પીતાંબરે હસતાં કહ્યું પ્રેમમાં તો હું
ધાર્યુજ કરવાનો તું મારી પત્નિ નહીં. પ્રેમિકા છે મારાં જીવનમાં આવેલી પહેલ વહેલી
અપ્સરા છું. બાવરો બનાવીને પછી તું મને જુદો કાઢે એવું થોડું ચાલે ?
બેસ જો ચંદ્રમાં કેવા સરસ લાગે છે તારાં ઘણી શકાય એવું ચોક્ખુ આકાશ છે. ઠંડો પવન આવી રહ્યો છે આવું વાતાવરણ
છોડી નીચે નસ્કોરાં સાંભળવાનાં છે ?
વસુધાને હસુ આવી ગયું એણે કહ્યું સાચીવાત
છે બધાંનાં ખૂબ મોટાં નસ્કોરા બોલે છે મને પણ નીંદર નહોતી આવતી એમજ સૂઇ રહેલી એવું
કહી શરમાઇ ગઇ.
પીતાંબરે કહ્યું આવ પેલી બાજુ બેસીએ કદાચ
કોઇ આવી જાય તો આપણે તરત દેખાઇશું નહીં.
વસુધાએ કહ્યું તમને આવા વખતે પણ ઘણી લુચ્ચાઇઓ
સૂજે છે પીતાંબરે કહે ધ્યાન તો રાખવું પડે ને ચાલ આવીજા. બંન્ને જણાં કેબીનની પાછળ
ધાબામાં ગયાં. પીતાંબરે
વસુધાને કીસ કરી અને હોઠ કરડી લીધો. વસુધા કહે શું કરો છો ? મને વાગે છે. પીતાંબરે કહ્યું સોરી સોરી મને એટલો બધો.... એમ કહી મૃદુ ચુંબન કરી લીધું. અને એને વળગી
પડ્યો. બંન્ને જણાં એકબીજાને પ્રેમ કરી રહેલાં. વાતાવરણ શાંત
હતું ચાંદનીની સાક્ષીમાં બંન્ને જણાં ઉત્તેજના સાથે પ્રેમ કરી રહેલાં અને તૃપ્ત
થતાંજ કપડા સરખા કરીને બેઠાં. વસુધાએ મીઠું હસતાં કહ્યું પીતાંબર તમે ખૂબ મીઠાં
છો. ક્યાંય પણ તક લઇલો પ્રેમ કરી લો છો તમે મને બહુ ગમો છો.
પીતાંબરે કહ્યું મારાં તો મનમાં દિવસ રાત
તુંજ હોય છે તું પણ મને ખૂબ ગમે છે એમાંય આ ચોરી છૂપીનો પ્રેમતો એકદમ મીઠો છે અને
આજે તો મહાસંતૃપ્તિ લાગે છે એમ કહી હસી પડ્યો.
વસુધાએ કહ્યું જાવને લુચ્ચા, ચલો હવે નીચે જઇએ કોઇ ઉઠે પહેલાં પથારીમાં જઇને સૂઇ જઇએ.
પીતાંબરે કહ્યું હવે પેલી બાજુ બેસીએ થોડીવાર ખુલ્લામાં પછી જઇએ છીએ હજી એ
સંતૃપ્તિનો મીઠો અનુભવ વાગોળ્યા કરવો છે. પછી નીંદર આવશે ધાઢી.
બંન્ને જણાં પાળી ઉપર બેઠાં હતાં ત્યાં
કેબીનનો દરવાજો ખૂલ્યો, દુષ્યંત આંખો ચોળતો ચોળતો આવ્યો દીદી જીજુ તમે અહીં બેઠાં છો આટલી
રાત્રે ?
બંન્ને જણાં ચમક્યાં. વસુધાએ
તું ક્યારે આવ્યો ? કેટલીવાર થઇ ? હમણાં આવ્યો ? એનાં ચહેરાં પર ગભરામણ પ્રસરી ગઇ.
પીતાંબરે બાજી હાથમાં લેતાં કહ્યું અરે દુષ્યંત આવ આવ. મને નીંદર નહોતી આવતી એટલે મેં વસુધાને બોલાવી વાતો
કરવા. અમે તારીજ વાત કરતાં હતાં દુષ્યંતે
બાજુમાં બેઠક લીધી અને બોલ્યો આટલી રાત્રે મારી વાતો કરતાં હતાં ?
વસુધાને હસુ આવી ગયું એટલે પીતાંબરે
હસતાં હસતાં કહ્યું દરેક લગ્નમાં વરરાજા જોડે અણવર હોય તું કાયમનો અણવર છું એટલે તારી વાતો કરતાં હતાં.
દુષ્યંતે ભોળાભાવે પૂછ્યું અણવર એટલે ? પણ મારી શું વાતો કરતાં હતાં ? વસુધાએ કહ્યું અરે દુષ્યંત તું આ વખતે
બોર્ડની એકઝામ આપવાનો ને એટલે તારાં જીજુ કહે તને ટ્યુશનની જરૂર હોય તો રખાવી
લઇએ અને હમણાં હું આવી છું તેટલા દિવસ તને ભણવામાં મદદ કરીશ બીજુ શું ?
દુષ્યંતનાં ચહેરાં પર કંટાળો
આવ્યો એ બોલ્યો તમે લોક અડધી રાત્રે મારાં ભણવાની વાતો કરો છો ? હમણાં સુધી તો ભણ્યાં કર્યું છે કંઇ બીજી વાત કરો.
વસુધાએ કહ્યું શું બીજી વાતો
કરો... અત્યારે વાતો કરવાનો સમય છે ? ચલો બધાં નીચે જઇને સૂઇ જઇએ. દુષ્યંતે
કહ્યું વાહ તમે વાતો કરી લીધી અને હું આવ્યો ત્યારે નીચે જઇએ ?
દુષ્યંતનું કહેવું કે તમે વાતો
કરી લીધી એ વાક્ય સાંભળી વસુધા અને પીતાંબર બંન્ને સાથે હસી પડ્યાં એકબીજાને જોઇને
આંખોમાં કઇ વાત કરી એ પણ કહી દીધું. વસુધાએ કહ્યું દુષ્યંત કાલે વાત કરીશું માં
બધાં ઉઠી જશે તો ? દુષ્યંતે કહ્યું માં જાગેજ છે એણે મને ઉપર આવતા જોયો પણ કંઇ બોલી નથી.
વસુધાને ફાળ પડી હાય હાય માં
જાગે છે ? એણે કહ્યું માં તો ઊંઘતી હતી. દુષ્યંતે કહ્યું અરે હું જાગી ગયો અને તને
બાજુમાં ના જોઇ ત્યારે માં નાં પગ સાથે મારો પગ અથડાયો માં એ પૂછ્યું શું
કરે છે ? ક્યાં જાય છે ? મેં કીધું પાણી પીવા અને એ સૂઇ ગઇ પણ તમારો અવાજ સંભળાયો એટલે પછી ઉપર આવ્યો.
વસુધાને હાંશ થઇ એણે પીતાંબરને
કહ્યું ચાલો સૂવા જઇએ. સવારે મા-પાપાને મૂકવા જવાનુ છે દિવસતો જાણે એવો
પસાર થઇ ગયો કે ખબરજ ના પડી.
પીતાંબરે કહ્યું હાં ચાલો સૂઇ
જઇએ હવે વાંધો નહીં મસ્ત નીંદર આવશે. દુષ્યંત ચલ અને પીતાંબરે વસુધા ચીટીયો ભર્યો.
વસુધાએ જીભ દાબી ચીસ અટકાવી અને બોલી સખણાં રહો કેટલું વાગ્યું ?
દુષ્યંતે કહ્યું શું થયું દીદી ? પીતાંબરે કહ્યું એય અણવર ચાલ પંચાત કર્યા વિના ધીમેથી નીચે જઇએ. વસુધાને હસુ
આવી ગયું. ત્રણે જણાં નીચે જઇને પોત પોતાની પથારીમાં સૂઇ ગયાં.
સવારે વહેલાં ઉઠી વસુધા
સ્નાનાદી પરવારીને કીચનમાં ચા નાસ્તાની તૈયારી કરવા માંડી. પાર્વતીબેન ગાયોને નીર અને
ઘણી ધર્યા ગાયોનું દૂધ દોહી લીધું. ભેંશનું દૂધ ભાનુબેને કાઢી લીધું અને ડેરીમાં
આપવા ડોલચાં તૈયાર કર્યા. ગુણવંતભાઇ અને પુરષોત્તમભાઇ વહેલાં
ગામનાં લટાર મારીને આવ્યાં.
દુષ્યંત દૂધ લઇને ડેરીએ ભરાવવા
ગયો અને વસુધાએ બધાંને ચા દૂધ નાસ્તો આપ્યો. નાસ્તામાં એણે ગરમા ગરમ મેથીનાં ચાનકા બનાવેલા ઉપર ઘી ઢોળેલું
ગુણવંતભાઇએ કહ્યું અહીંની સવાર અનોખી છે પુરષોત્તમભાઇએ કહ્યું કેમ અનોખી ? સવાર તો બધે સરખીજ પડે છે. ગુણવંતભાઇએ કહ્યું અમારાં કરતાં તમારે ત્યાં શાંતિ
વધુ છે માણસોનાં અવાજ કરતાં પક્ષીઓનાં અવાજ વધુ છે અહીં વસ્તી ઓછી છે એનો ફાયદો
છે.
ભાનુબેન કહે સાચી વાત છે અહીં
ઉઠીને તરતજ શાંતિ વર્તાય છે શોરબકોર નથી અમારે ત્યાં ગામ મોટું સવારથી ફટફટીયા અને
નવરાવાનો અવાજ વધારે છે. ગુણવંતભાઇએ કહ્યું વેવાઇ ખૂબ મજા આવી અમે નાસ્તો કરીને
હવે નીકળીશું. તમારું કહેલાનું માન રાખી રાત્રી રોકાયા ખૂબ ગમ્યું હવે નીકળીશું.
પુરષોત્તમભાઇએ કહ્યું અમને ખૂબ ગમ્યું
આમ આવતાં રહેજો. દિવાળી ફોઇએ કહ્યું આ શું આવ્યાં અને શું જવાના ? આપણે તો શાંતિથી વાતો પણ ના થઇ ? અમારાથી કંઇ સચવાનું ના હોય તો માફ
કરજો.
ભાનુબેન કહે એ શું બોલ્યા ? અહીં અમારી ખૂબ સારી સરભરા થઇ હવે તમે લોકો આવજો વસુધાને પણ ગમશે.
પીતાંબર તૈયાર થઇને આવી ગયો.
બધાં તૈયાર હતાં નાસ્તો પાણી થઇ ગયાં હતાં પીતાંબરે સામાન કારમાં મૂક્યો. વસુધા
એનાં સાસુ સસરાને પગે લાગી. ભાનુબહેને કહ્યું તારે રહેવું હોય એટલું રહેજો પછી
પીતાંબર આવીને તેડી જશે. વસુધાએ હકારમાં ડોકું ધુણાવ્યું.
બધાં કારમાં બેઠાં અને વિદાય
આપી ST ઉભીજ હતી પીતાંબરે થેલીઓ અંદર મૂકી અને માતાપિતાને સીટ પર બેસાડ્યાં. ST ઉપડી પીતાંબરે આવજો કીધું. ભાનુબેન બોલ્યાં તમને ખબર છે
પીતાંબર રાત્રે....
આગળ આવતા અંકે - પ્રકરણ-30