વસુધા - વસુમાં - પ્રકરણ-123 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-123

અવંતિકાએ કહ્યું “આગળ બસ કામ, કામ, કામ અને પ્રગતિજ છે વસુધાની ઉંમર વધી રહી છે છતાં કામનો થનગનાટ એવો ને એવોજ છે. મોક્ષ તમને ખબર છે ? વસુમાં લેડીઝવીંગનાં ચેરમેન થયાં પછી ગામે ગામ મહિલા સંગઠનો બનાવ્યાં.. ગૃહઉદ્યોગ ચાલુ કરાવ્યા દૂધ મંડળીનાં કામ તો ખરાજ.”

“પશુઆહાર, પશુસંવર્ધન-ચિકિત્સા પર ખાસ ધ્યાન આપ્યું છે. ગામે ગામ દવાખાનાની સવલત અને સ્ત્રી સંરક્ષણ અને કુરિવાજો અને રૂઢીચુસ્તતા પર ઘણું કામ કર્યું સ્ત્રીઓ સ્વંતત્ર રીતે ભણી શકે કામ કરી શકે એટલી કેળવણી આપવા ભાર મૂક્યો.”

“વિધુર છોકરીઓને પૂર્નલગ્ન કરવા માટે હિંમત આપી અને સારું પાત્ર મળે લગ્ન કરવા સમજાવવા માંડ્યુ હતું. એમાં એની ખાસ સહેલી કમ મદદગાર રાજલનો સાથ હતો. “

“વસુમાંને મોટી ડેરીનાં સભ્યો તથા મહિલા આગેવાનો નો સાથ સહકાર મળ્યો આજે વસુમાનું નામ ચારે તરફ લેવાય છે.”

મોક્ષે કહ્યું “વિધવા પુનરોધ્ધાર વિધવા વિવાહ નાં કાર્યક્રમ કરે છે તો પોતે પણ વિધવા છે કેમ પોતાનાં માટે વિચાર ના કર્યો ? એમને સ્ત્રી સહજ લાગણીઓ પ્રેમ બધુ નહીં હોય ?”

અવંતિકાએ કહયું “ એ તમે સારો પ્રશ્ન કર્યો. નહાલક્થા લખનાર સરલા એનીજ નણંદ છે એણે વસુધાને રાજલની સામેજ પૂછેલું કે વસુધા તું વિધવા વિવાહ અને કલ્યાણ માટે આટલી મહેનત કરે છે તો તને તારાં માટે વિચાર ના આવ્યો ?”

મોક્ષે કહ્યું “ત્યારે વસુમાંએ શું જવાબ આપ્યો ? “ અવંતિકાએ કહ્યું “ત્યારે વસુધા સરલા અને રાજલ સામે જોઇ રહી ક્યાંય સુધી મૌન રહી પછી બોલી.

“સરલાબેન, રાજુ... સાચી વાત કહું ? જ્યારે પીતાંબર ગુજરી ગયા પછી મારાં મનમાં બીજા કોઇ વિચાર નહોતાં માત્ર આકુનો ઉછેર અને ઘરની બધી જવાબદારીઓજ નજર સામે હતી મને થયું આ બધું એકલે હાથે હું કરી શકીશ ?”

“હું પણ એક સ્ત્રી છું મારી અંદર પણ પ્રેમ સંવેદના અરમાન બધુ હતું હું તો સાવ નાની ઉંમરે વિધવા થઇ હતી હજી મેં સંસાર માણ્યોજ નહોતો દુનિયા જોઇજ નહોતી.. મને કશું ભાનજ નહોતું હું એ સમયે દિવાળીફોઇ બધાં ધાર્મિક પુસ્તકો વાંચતાં સંભળાવતા એજ સંસ્કાર વિચાર મારામાં રોપાતાં. “

“મને મારી જુવાની વિધવા થવાં પાછળ બરબાદ થશે એવુંયે ભાન નહોતું મને થતું પીતાંબર મને મળ્યાં એટલો સહવાસ નસીબમાં હતો મળ્યો હવે શું ? એ તો જતાં રહ્યાં. હું મારાં પગ પર ઉભી રહીશ મારી આકુનો ઉછેર કરીશ..”.

“સમય જતાં ક્યારેક મારાં મનહૃદયમાં થતું બધાંને હસતાં પ્રેમ કરતાં જોઉં એકબીજાની દેખરેખ સંભાળ રાખતાં જાઉં ત્યારે ક્યારેક ઓછું આવી જતું કે મારું અંગત કોણ ? હું કોને મારાં દીલની વાત કરુ હું કોની સાથે ?.”..

પછી વસુધા રડી પડી છે.. પણ મનેજ મારાં માટે મનમાં વિચાર આવતાં કે હું એક ભવમાં બે ભવ નહીં કરું પીતાંબર ઉપર બીજુ નામ નહીં છપાવા દઊં મારાં શરીરમાં કર્મની એવી આગ ભરી દઇશ કે બધાં પુરુષો પણ છેટા છેટા રહેશે મારે મારાં શરીર બીજા હાથોમાં બોટાવા નહોતું દેવું મારે સ્ત્રી ચારિત્રનું અપમાન નહોતું કરવું.”

“ભલે બીજાઓને વિધવા વિવાહ માટે મદદ કરું છું સમજાવું છું કારણ કે બધાં પગ પર ઉભા રહેવા સક્ષમ નથી હોતાં. પરણવું હોય પણ સમાજ મર્યાદા નડે પછી અંધારામાં ખાનગીમાં બીજા આડા સંબંધો રાખી વાસના સતોષે એનાં કરતાં એવી સ્ત્રીઓ લગ્ન કરી લે ઠરીઠામ થાય.”

“આ એવું નગ્ન સત્ય છે કે સ્ત્રી છું છતાં સ્ત્રી માટે બોલું છું મેં આની કાળી બાજુ જોઇ છે કોઇ છોકરીઓ આડે રસ્તે જાય અથવા અબળા વિવશ થઇ કોઇનાં આશરે ગમે તેમ જીવે એનાં કરતાં સારું પાત્ર જોઇ પરણી જાય તો સારુ એટલેજ હું વિધવા વિવાહની હિમાયતી છું ઘણાં કડવા સત્ય સમાજ બોલતો નથી પણ... ઠીક છે. મારી વિચારધારા થોડી જુદી છે ભલે હું સંમત હોઉં”. મોક્ષે કહ્યું "વસુમાએ કેટલી સમજદારીની વાત કરી. સમાજે બધી સ્ત્રીઓ પગ ઉપર ઉભી રહી ગૌરવપૂર્ણ જીવી નથી શક્તી બધાની પાત્રતા-સ્થિતિ સંજોગ અને શક્તિ જુદા જુદા હોય છે જેની જેવી પસંદગી પણ વિધવા થયાં પછી કોઇનાં આશરે વિવશ પડી રહેવું કરતાં પરણી જવું સારું. “

જ્યારે વસુમાએ પોતાની લાગણી ઇચ્છાઓ ઉપર વિજય મેળવ્યો પોતાનાં પગ પર ઉભા રહ્યાં. કેટલાય સેંકડો સ્ત્રીઓને પ્રેરણા આપી, કહેવું પડે આવી વિચક્ષણ પ્રેરણામૂર્તિ જવલ્લે મળે છે.

અવંતિકાએ કહ્યું “મોક્ષ વસુધા વસુમાનું આ પુસ્તક નીચે મૂકવું નથી ગમતું. આ છેલ્લુ પ્રકરણ વાંચ્યું એમાં તો વસુમાનું બહુમાન થવાનું છે. દુધ ઉત્પાદનમાં આખા ભારતમાં આપણું ગુજરાત પ્રથમ નંબરે છે અને એમાં વસુમાનો ફાળો ખૂબ આગળ પડતો છે.

મોટી ડેરીનાં સંચાલક ટ્રસ્ટી શ્રી ઠાકોરભાઇએ રાષ્ટ્રપતિનાં હાથે વસુમાને એવોર્ડ મળે એવી ભલામણ કરી છે જેથી બીજી સ્ત્રીઓને પ્રેરણા મળે.”

મોક્ષે કહ્યું “તો વસુમાની દીકરી અત્યારે કેટલાં વર્ષની થઇ ગઇ ?” અવંતિકાએ કહ્યું “સમય જતાં શું વાર લાગે છે ? વસુમાં એમનાં કામમાં પ્રવૃત્ત અને અહીં આકાંક્ષા 18 વર્ષની થઇ ગઇ છે.”

અવંતિકાએ કહ્યું “મોક્ષ મારાં નસીબમાં મારો ખોળો નહીં ભરાવાનો હોય.. એક આશા જન્મી હતી એ પણ ઠગારી નીકળી... કાશ હું પણ..”

મોક્ષે કહ્યું “કેમ આમ ઓછું લાવે છે આપણી ગાય આપણાં બાળક જેવી છે. હવે એનેય વાંછરડી આવી ગઇ.”

અવંતિકાએ કહ્યું “ખોળો ભરાવો એ માત્ર સંતાનની વાત નથી કરતી.. ખોળો ભરાવો એ સ્ત્રીનું ભાગ્ય અહોભાગ્ય પણ હું વસુમાં જેવાં કર્મ કરી સંતોષનો ખોળો ભરવા માંગુ છું કાશ હું પણ આવાં કર્મ કરી શકું વારે વારે પ્રેરીત થઇ પણ એમનાં જેવા કામ ના કરી શકી”. મોક્ષ અવંતિકાની સામે જોઇ રહ્યાં......



વધુ આવતા અંકે - પ્રકરણ-124