Vasudha - Vasuma - 1 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - 1 

વસુધા - વસુમાં
એક નારી, નારીનો આદર્શ, નારીની ઇચ્છાશક્તિ, નિર્ણયશક્તિ નીડરતા, પાત્રતા, દરેક પડકાર સામે ઝઝુમવાની સાહસિકતા, પવિત્રતા, કરુણા, પ્રેમ, વાત્સલ્યતા, આવા ક ગુણ સદગુણથી પરોવાયેલું એક સ્ત્રી ચરિત્ર એટલે વસુધા-વસુમાં.... નારી તું નારાયણી સાબિત કરી આપ્યું....
વસુધા એક નાનકડા ગામની નિર્દોષ ચંચળ સુંદર કન્યા. સાવ નાની ઊંમરે થઇ ગયેલું વેવીશાળ. હજી માંડ 9 ધોરણ પાસ કર્યા અને વેવીશાળ થઇ ગયું. બીજા વર્ષે લગ્ન અને 16 વર્ષની કિશોરાવસ્થા અને યુવાનીનાં ઉંબરે પગ મૂકતી કન્યા સાસરે આવી ગઇ.
સાસરાનું ઘર ભર્યુ ભર્યુ જમીન, મકાન મિલ્કત ઢોરઢાંખર બધુ હતું. પતિ પણ માંડ 18 વર્ષનો પીતાંબર ઘરની ખેતી અને ઢોરઢાંખર, દૂધ પર ઘર અને વ્યવહાર ચાલતાં. ગુણવંત એકનો એક દિકરો એટલે પિતા ગુણવંત ભટ્ટ અને માતાં માલતીનો ખોટનો હતો. નાનપણથી બધીજ જીદ અને માંગણી પુરી થતી. એની એકની એક બહેન સરલા એનાં લગ્ન થઇ ગયાં હતાં. સાસલરે વળાવી દીધી હતી. પહેન સરલા પીતાંબર ચાર વર્ષે મોટી.
વસુધા પરણીને સાસરી આવી સાથે સારામાં સારું કરીયાવર લાવી હતી અને એક એન ખૂબ વ્હાલી ગાય લાલી પણ સાથે લાવી હતી.
પીતાંબર વસુધાનાં લગ્નમાં આખાં ગામને નોતરુ હતું લગ્નમાં આખું ગામ હિલોળે ચઢેલું. ગુણવંત ભટ્ટ આંક મીંચીને ખર્ચ કરેલો સળંગ 3 દિવસ સુધી સવાર-સાંજ જમણવાર અને ડાયરા જમાવેલાં. ગુણવંત વાહ વાહ થઇ હતી. શા માટે ખ્ચ ના કરે ? એકનો એક ખોટનો દિકરો હતો. એમણે કેટલી માનતાઓ માની ત્યારે પુત્ર રત્ન પ્રાપ્ત થયું હતું.
પણ.. આ પુત્રરત્ન કેવું પાકશે એની કાળજી ના લીધી ના પુત્રને કેળવણી આપી ના સંસ્કાર. યુવાની અને ધનનાં મદમાં અવળે રસ્તે ચઢ્યો. લગ્નની શરૂઆતનાં ત્રણ વર્ષ વસુધાએ સુખમાં કાઢ્યાં આનંદમાં આળોટી અને પછી આગળ સંસારમાં કપરા ચઢાણ આવ્યાં....
આગળ રસપ્રદ નવલકથા વાંચો --- વસુધા----
એક નારીની સંઘર્ષ અને સફળતાની કથા.....
વસુધા
પ્રકરણ-1
અવન્તિકા આજે સવારથી ટીવી પર ન્યુઝ જોઇ રહી હતી. એનાં માટે આર્શ્ચજનક સમાચાર એ હતાં કેવસુધા એક નારી નહીં એક આંદોલન છે. એક વિચાર, એક સંસ્કાર એક સંસ્કૃતિ છે. વસુધાએ ગાયનાં દૂધની મહત્વતા, ઉભી કરી અને દૂધની ગંગા એવી ફેલાવી કે સર્વત્ર દૂધ ગંગા. ગાયની મા તરીકે માન્યતાની સ્વીકૃતી કરાવી. આજ મહાન કાર્ય અંગે વસુધાને પ્રતિષ્ઠિત એવોર્ડ મળવાનો હતો. અને સૌથ અગત્યની વાત એ હતી કે આજ પછી આવાં કાર્યક્ષેત્ર અંગે આવો જ એવોર્ડ વસુધાનાં નામ સાથેનો “વસુધા એવોર્ડ તરીકે આપવાનો હતો. એવો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. વસુધાનાં સંઘર્ષ અને સફળતાનું સાચુ સમ્માન હતું.
અવંતિકા એક સમજાસેવી સંસ્થા ચલાવતી હતી. એક પ્રામાણિક અને સંસ્કારી, સિધ્ધાંતો અનુસરનારી સ્ત્રી અવંતિકા જે સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે NGO ચલાવી રહી હતી એનાં પતિ જેપ્રોફેસર મોક્ષ કૃષિ યુનીવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરી રહેલાં અને પોતે ખેડૂત પણ હતાં. વ્યવસાયે પ્રોફેસર હોવા છતાં બંન્ને પતિ પત્નિ સાથે મળીને ખેતી કરતાં. સાથે સાથે ભારતીય સનાતન સંસ્કૃતિનું પુનરોધ્યાન કરવા માટે સક્રિય કાર્ય કરી રહેલાં.
અવંતિકાએ ટીવી તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું. અને ધ્યાનથી જોયું કે સુંદર પ્રભાવી વસુધાનો ચહેરો દેખાઇ રહ્યો હતો. એમનાં ચહેરાં પર જીવન ભરની ગાય સેવાની “કમાઇ નો સંતોષ તરતો હતો.
માનનીય મુખ્ય પ્રધાનમાં હસ્તે આજે આ એવોર્ડ આપવામાં આવી રહેલો આ એવોર્ડ મેળવવાની લાયકાત અને જીવનમાં સંઘર્ષ પછી મળેલી ઉપલબ્ધીઓથી લખેલાયું બધાંને પ્રેરણા મળે એવું પુસ્તકનું વિમોચન પણ થવાનું હતું. આ પુસ્તકનું નામ હતું “વસુધા એક વિચાર, એક આંદોલન, એક સંસ્કાર.
તાળીઓનાં ગડગડાટ અને હજારોની ભીડની સાક્ષીમાં વસુમાંને આ એવોર્ડ આપવામાં આવ્યો. દરેક ગામે ગામથી ખેડૂત, પશુપાલન કરનાર મહીલાઓ, બહેનો, દીકરીઓ ત્થા સામાજીક કાર્યકરો, સહકારી સોસાયટીનાં સંચાલકો, સભ્યો, પશુસંવર્ધન, દૂધ ઉત્પાદન, ડેરી વ્યવસાય, ખેતી, શાકભાજી, દાણ ખાતરનાં કામ ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિઓ, તલાટીઓ સરપંચ આવી નાની નોટી પ્રતિભો હાજર હતી.
અવંતિકા એકી નજરે રસપૂર્વક કાર્યક્રમ જોઇ રહી હતી. અવંતિકાને કૂતૂહૂલ પણ ખૂબ હતું કે વસુધા-વસુમાં અંગે સાંભળ્યુ ઘણું હતું પણ એમનું જીવન એમનો પરિશ્રમ સંઘર્ષ અવરોધો - સફળતા બધું જાણવું સમજવું વાંચવુ હતું. આવી પ્રેરણામૂર્તિ પાસેથી શીખવું હતું એમને અનુસરવુ હતું. કાર્યક્રમ જોયાં પછી અવંતિકાએ તાત્કાલીક એ પુસ્તક મંગાવી લીધુ.
અવંતિકાએ એપુસ્તક આવી ગયા પછી રસપૂર્વક વાંચવાનું શરૂ કર્યું... એમનાં જીવનની શરૂઆત કિશોરાવસ્થામાં પ્રવેશ કર્યો ત્યારથી આ પુસ્તકમાં સુંદર વર્ણન હતું....
એય છોડી.... ક્યારની ખેલકૂદ કરે છે હવે મોટી થઇ આ તારી લાલી અને ભેંશો તળાવે લઇ જઇ પાછી આવી ગઇ પણ તું કાં આટલી મોડી ? તારાં હવે વેવિશાળ થવાનાં થોડી શાણી અને શાંત થા. આ છોકરાવ બધાં વસુધા તું રમવા આવ રમવા આવ કરે છો તું આવડી એ લોકો સાથે રમે સારી નથી લાગતી ચાલ આ ગમાણમાં ઝાડુ કાઢીને તારી લાલી અને ભેંશોને નીરી દે પછી દૂધ દોહી લઊં તો ડેરીમાં તારાં બાપા જમા કરી આવે. પાર્વતીમાં રમતી ઉછળતી વસુધાને હાક પાડીને કહ્યુ...
વસુધાએ કહ્યુ શું માં તું પણ હજી હું નાની જ છઊ. બધાં રમવા બોલાવે તો જઊં એમાં શુ વાંધો છે. અને લાલી અને ભેંશોને પાણી પીવરાવી ચરાવીને લાવી છું. પણ લાલી એની મેળે મારાથી વ્હેલી આવી ગઇ બહુ જબરી છે. અને મારાં વેવિશાળ ? હું એટલી મોટી થઇ ગઇ ? માં તું પણ... કંઇ નહીં ઝાડુ દઇ દઊં છું. પછી નીર નાંખુ છું તું દોહીલે.. પણ મારી લાલીને તો હું જ દોહીશ.. મારા વિના બીજાને અડવા પણ નહીં દે.. ગમાણમાં વસુધા ગઇ અને લાલીને પંપોળીને કહે સાચી વાતને લાલી તું મારી છે ને ? બીજા કોઇને અડવા દઇશ ?
લાલી પણ જાણે સમજી ગઇ હોય એમ ભાંભરવા માંડી અને પૂછ્યું ઉછાળવા લાગી. વસુધા હસી પડી એણે કહ્યં માં જો મારી લાલી કેવી ખુશ થઇ ગઇ ? પછી એણે ગમાણ વાળીને સાફ કર્યું. ભેંશોને નીર આપીને લાલી પાસે આવી ઘાસ નીર્યું અને એનાં મોઢાં પર એનાં ગળા પર એનાં શરીર પર પ્રેમથી હાથ ફેરવવા લાગી લાલીએ પણ એની ચામડી થરથરાવીને આનંદ વ્યક્તિ કર્યો અને નીરેલું ઘાસ ખાવા લાગી.
વસુધાએ બાંધેલુ લીધું અને લાલીનાં પાછળનાં પગ પાસે ઉભા પગે બેસી બાંધેલું બે પગ વચ્ચે રાખી લાલીનાં આંચળ પ્રેમથી ખેંચ્યા સાફ કર્યા અને એ દૂધ દોહવા માંડી... સર..સર.. કરી દૂધની સેર બોધેણાંમાં પડવા લાગી અને લાલીએ આખું. બોધેલું દૂધથી ભરી દીધું. વસુધા ખુશ થઇ ગઇ એણે કહ્યું જો માં મારી લાલીએ કેટલું બધુ દૂધ દીધુ.. મારી લાલીની વાછડી મરી ના ગઇ હોંત તો અત્યારે એને ઘાવવા દીધી હોત. એમ કહી લાલીને હાથ ફેરવવા માંડી. લાલી ગાય પણ જાણે સમજી ગઇહોય એમ વસુદાને ચાટવા લાગી. એની ખબરછડી લાંબી જીભમાં પણ જાણે મમતા ટપકતી હતી વસુધા માટે.
વસુધાની આંખમાં પાણી આવી ગયાં એણએ લાલીને ક્યુ એય મારી લાલી ઓછું ના લાવીશ હું તારી વાંચડી જ છું તારી જ દીકરી છું હું કાયમ તારી સેવા કરીશ મારી સાથે ને સાથે જ રાખીશ.
લાલી ગાય વસુધાનાં પ્રેમથી આનંદીત થઇ ગઇ. ત્યાં પાર્વતીમં કહ્યુ આમ ઢોર જોડે આટલો જીવના બાંધ. કાલે તારાં લગ્ન થશે સાસરે જતી રહીશ પછી આલાલી નિહાકા નાંખશે. ભલે ઢોર છે પણ જીવ છે બધું સમજે છે.
વસુધાએ કહ્યુ માં હું એક જશરતે લગ્ન કરીશ કે આ મારી લાલી મારી સાથે જ મારાં સાસરે આવશે હું એનાં વગર જઇશ નહીં એને એકલી મૂકીશ નહીં. એય મારી માં જેવી છે. અને એ ઢોર નથી મારી ગાય છે મારી માતા છે.
ભાનુબહેને કહ્યું તો હું શું છું ? તારી માં નથી ? ગાય પાછળ તું ગાંડી થઇ ગઇ છે. પણ તારો આ પ્રેમ મને ગમે છે.
વસુધાએ કહ્યું માં તું મારી જન્મ દેનારી માં છે હું ક્યાં ના કહું છું પણ આ ગાય માતા છે. મૂંગું પ્રાણી પણ માણસ કરતાં વધારે વફાદાર પ્રેમાળ છે જે કંઇ જ લીધં વિના બધુ આપે છે. એનું દૂધ ખાઇને હું મોટી થઇ છું તારાં દૂધની જીવ મળ્યું અને લાલીનાં દૂદથી મને બધુ જ મળ્યું શક્તિ, ગુણ, પવિત્રતા બધુ જ લાલીએ આપ્યું છે. આપણાં શાસ્ત્રીજી ઘરે આવેલાં એમણે પણ કહેલું. ગાયમાં બધાં ભગવાનનો વાસ છે. ભગવાનને પ્રિય છે. ગાયનાં દૂધમાં કેટલાં તત્વ અને વિટામીન છે માં આ અમારે ભણવામાં પણ આવે છે.
પાર્વતીમાંએ કહ્યું હાં હાં સમજી ગઇ હવે તું મને ભણાવા ના બેસીસ. તારી લાલી તારાં લગ્ન ટાણ કરીયાવરમાં આપી દઇશ બસ ? હવે રાજી ? મને ખબર છે તને મારાં વિના ચાલશે લાલી વિના નહીં. તમારો પ્રેમ જોઇને ઘણી વાર મારી આંખ ભરાઇ આવે છે. સાથે ચિંતા થાય છે કે મારી વ્હાલી ભોળી વસુધાને સારાં માણસો મળે. તું ખૂબ સુખી થાય દીકરી.... એમ કહેતાં કહેતાં એમની આંખમાં આંસુ આવી ગયાં..
વસુધાએ કહ્યું માં બસ કર આમ ચિંતા ના કર. તારી દીકરી વસુધા બહાદુર છે. હું બધાં કામ કરુ રસોઇ કરું બધાનુ ધ્યાન રાખું પછી શા માટે હેરાન થઉ ? અને મારે જોઇએ શુ? બે વાર જમવા એય દૂધ રોટલો અને દાળ મારી જરૂરિયાત જ નથી માં. માં.. તને ડર લાગતો હોય તો મારાં લગ્ન જ ના કરાવીશ હું તારી અને બાપુ સાથે રહીશ. લાલી અને ભેશોનું ધ્યાન રાખીશ તમારી સેલા કરીશ. પાર્વતીમાં એ કહ્યુ એય વરુ તું આ શું બોલ ? દીકરીતો પારકી થાપણ કહેવાય. અમારે પાપમાં નથી પડતું તારાં સારું ઘર જોઇને વાજતે ગાજતે લગ્ન કરીને વિદાય આપસું. બસ સારુ ઘર અને વર મળે એટલે ગંગા ન્હાયા એમ કહીને સાડૂલાથી આંખના આંસુ લૂછી લીધાં.
ત્યાં પરષોત્તમભાઇ આવ્યા એમણે કહ્યું સાંભળો છો ? ક્યારનાં માં દીકરી શું વાતુ કરી રહ્યાં છો ? કેમ રોટલા ઘડવાનાં નથી ? દૂધ તૈયાર થયું હોય તો ડોલચાં આપો હું ડેરી એ જમા કરી આવું... આ ભેંશનું અને ગાયનું અલગ અલગ ડોલચું સમજાવજો. એ પ્રમાએ ભરી આવું.
અરે વસુની માં આ ભેંશનાં દૂધનાં પૈસા ફેટ પ્રમાણે વધારે મળે છે અને આ ગાયનાં ઓછાં એમાં ફેટ ઓછું હોય છે સારું છે ભેંશો વધારે છે નહીંતર આ વટ વ્યવહાર અને વસુનાં લગ્ન માટે પૈસા જ ભેગા ના થાત. બધુ ભેંશોને આભારી છે. ખેતીમાંથી ઘરનો ખર્ચો નીકળે બચત નથી થતી.
વસુધાએ સાંભળ્યું અને તરત જ બોલી શું બાપુ તમે પણ.. ફેટ અગત્યની છે કે ગુણ ? આ ભેંશને ડોબા કહેવાય એનું દૂધ ફેટ ચરબી વધારે ગુણ નહીં. મારી લાલીનાં દૂધમાં તો નર્યા ગુણ છે બધીજ ધાતુ સોનુ, તાંબુ, ચાંદી, કેલ્શીયમ, આવાં અનેક ખનીજ છે. દવામાં પણ ગાયનું દૂધ વપરાય ભેંશનું નહીં અત્યારે બધુ જ ભણવામાં આવે છે. મારી લાલીનાં દૂધને લગારે ઉતરતું નહીં જ કહેવાનું...
પરષોત્તમભાઇ હસી પડ્યાં એમણે કહ્યું હાં ભાઇ હાં સમજી ગયો. તારી લાલીનાં દૂધ જેવું ઉત્તમ ગુણવાન દૂધ કોઇ નહીં એટલે જ તારી માં તારાં ખાવા-પીવા માટે લાલીનું દૂધ રાખી મૂકે છે. મારી દીકરી મોટી થઇ ગઇ છે.
પાર્વતીમાંએ એમનાં છેલ્લા શબ્દો પકડીને કહ્યું તમે ડેરીએ દૂધ ભરીને આવો પછી વાળુ કરતાં મારે તમને એક અગત્યની વાત કરવી છે. બાકી તમને તો ખેતી-પંચાયત અને મંદિરનાં ઓટલા સિવાય બીજી કોઇ વાત નહીં સૂજે. પરષોત્તમભાઇ કહ્યું અરે હાલ હમણાં પાછ આવું દૂધ ભરીને આ સાયકલ પર આપીને આવતા કેટલી વાર ? પછી કહેજો. પુરષોત્તમભાઇ સાયકલ પર ડોલચા અને કેન લટકાવીને ડેરીએ દૂધ ભરાવવા નીકળી ગયાં.
ત્યાં વસુધાનો નાનો ભાઇ દુષ્યંત રમીને ઘરે આવ્યો. આવીને કહ્યું માં જમવા આપ બહુ ભૂખ લાગી છે અરે વસુ તેં જમી લીધું ?
પાર્વતીમાં એ કહ્યુ બધું તૈયાર છે ખાલી રોટલા ઘડવા બાકી છે. એમ જ જમવા બેલવાનુ છે ? જા હાથ પગ ધોઇને આવ ત્યાં સુધી તારાં બાપુ પણ આવી જશે. પછી બધાં સાથે જ બેસી જો. અને વસુધા તું આ દુષ્યંતને જમીને થોડું લખવા બેસાડજો. સવારથી બહાર રમ્યા કરે છે રખડયા કરે છે એતો છોકરાની જાત છે એણે તો ભણવું જ પડશે.
વસુધે કહ્યુ માં મને પણ ભણવું ખૂબ ગમે છે મારે આગળ ભણવું છે. આખા વર્ગમાં હું પહેલી આવું છું. ભઇલું મે પણ હું જમીને ભણાવીશ.
પાર્વતીબહેન કહ્યુ અત્યારે સુધી તને ભણાવી જ છે ને. બીજી છોડીઓ ક્યારની પરણીને સાસરે જતી રહી પણ તું ભણવામાં હોંશિયાર હતી એટલે ભણાવી હવે તારાં લગ્ન કરીને હાથ પીળા કરી દેવાનાં અમારી ફરજ પુરી થાય.
વસુધા રીસાઇને બોલી માં કેમ આવું બોલે છે ? હું પારકી કે વધારાની છું ? કે આમ પરણીને ઘરમાંથી કાઢવી છે ? મારે ભણવાનું છે હજી મારે કોલેજ કરવી છે ડોક્ટર બનવું છે મને તો પૂછ મારે શું કરવું છે ?
ભાનુબહેને કહ્યું વસુધા આપણી નાતમાં કોઇ છોડીઓ ભણતી નથી તને આટલી ભણાવી ઘણું છે એક વાર સાસરીએ વળાવી દઇએ પછી ત્યાં જઇને તારે જે કરવું હોય ઇ કરજે.
ત્યાં પરષોત્તમભાઇ ડેરીએથી પાછા આવી ગયાં કેમ શેનો વિવાદ ચાલે છે ? હાથપગ ધોઇને આવું છું. જમવાનું પીરસ.
પાર્વતીબહેને કહ્યુ તમે આવો.. બધાં સાથે બેસો હું પીરસું છું પછી માંડીને વાત કરું આ દિવાળી બહેન....
આગળ આવતા અંકે - પ્રકરણ-2

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED