Vasudha - Vasuma - 34 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ 34

વસુધા

પ્રકરણ-34

       અવંતિકા “વસુધા-વસુમાં” વાંચી રહી હતી. અત્યારે વસુધા એનાં પિયર આવી હતી અને એને ઉલ્ટી ઉબકા આવી રહ્યાં હતાં અને અનુભવી દિવાળી ફોઈ સમજી ગયાં કે વસુધા પેટથી છે. ઘરમાં આનંદ છવાઇ ગયો. અહીં પીતાંબરનાં ઘરમાં પણ ખુશી આવી હતી. ભાનુબેન કહ્યું પીતાંબરનાં જન્મ પછી ઘરમાં ફરીથી ખુશી આવી છે. પીતાંબર અને વસુધા બંન્ને ખુશ હતાં.

       અવંતિકાને પણ વાંચીને આનંદ થયો કે વસુધા માં બનવાની છે. એ વિચારમાં પડી કે સંસ્કારી ઘરની છોકરી હોય તો કુટુંબમાં કેટલી શાંતિ અને સુખ જણાય. વસુધા અને પીતાંબર બધાં સાથે મહીસાગર મંદિરે ગયાં. નદીમાં હોડીથી પ્રવાસ કર્યા બધાં કેટલાં ખુશ હતાં બંન્ને જણાં એ સાથે મહાદેવને અભિષેક કર્યો. અવંતિકા વિચારોમાં અટવાયેલી હતી અને મોક્ષ ત્યાં આવ્યાં અને કહ્યું અંવતિ શેનાં વિચારોમાં છે ?

       અવંતિકાએ કહ્યું મોક્ષ વસુધા પેટથી છે એને બાળક આવશે કેટલી ખુશી થાય ? ઘરમાં પાપા પગલી માંડનાર આવે એ નિર્દોષ બાળકની કાલી ભાષા એને વ્હાલ કરવું. દૂધ પીવરાવવું. એની કાળજી લેવી આવો અવસર મને પણ જોઇએ છે એમ કહી શરમાઇ ગઇ.

       મોક્ષે કહ્યું એમાં શું વાત છે ? આપણાં ઘરે પણ પારણું બંધાશે પાપા પગલી પાડનાર આવશે. અવંતી તને પ્રેમ કરીને મને પણ આ દિવસોની ચાહ છે પણ તું તો આ નોવેલ વાચીંને જેટલું જાણી રહી છું આટલો આનંદ નોવેલથી આવતો હોય તો ઘરે પારણું બંધાય તો તારી ખુશીની કેટલી વધી જાય.

       અવંતિકાએ કહ્યું વસુધાનું આ ચરિત્ર એની જીવનશૈલી કેટલી સાદી અને સરળ છે એમાં પણ કેટલું સુખ લૂંટે છે આ બધી પ્રેરણા લેવા જેવી છે જેમ જેમ હું પ્રકરણ આગળ વાંચતી જઊં છું એમ એમ વધુ રસ પડી રહ્યો છે સાચું કહું છું તમે પેલું વાછરડું લાવ્યાં ત્યારથી હું વસુધાની જેમ એની કાળજી લઊં છું મને ખૂબ આનંદ આવે છે આવુંજ જીવન જીવવું જોઇએ લોકો અત્યારે સુખ સાહેબીનાં સાધનો પાછળ ભાગે છે કોઇને પોતાની દોડધામમાં આ મટીરીયાલીસ્ટીક જીદંગી જીવવામાં સારું અને સાચું સુખ ક્યાં છે એની ખબરજ નથી પડતી.

       સાચું સુખ સરળતા અને સાદગીમાં છે એવાંજ સંસ્કાર સીચવા જોઇએ અપનાવવા જોઇએ. મોક્ષે અવંતિકાને પોતાની બાહોમાં લઈ વહાલ કરતાં કહ્યું સાચેજ પ્રેરણાદાયક પુસ્તક તું વાંચી રહી છું મને ખૂબ ગમે છે. આઇ લવ યું.

***********

            સરલાનાં અહીં ઘરે આવવાથી વસુધા ખુબ ખુશ હતી એક સહેલીની ખોટ પુરી થતી હતી. સરલાનાં કસુવાવડની જાણ થતાં દુઃખી થઇ ગઇ હતી મનોમન પોતાની જાતને સાચવવાની પણ વિચાર કરી રહી હતી. એણે મનોમન વિચાર્યું ના હું ખૂબ ધ્યાન રાખીશ મને કે મારાં બાળકને ઇજા નહીં થવા દઊં. એને થયું ભગવાન સરલાબેનનો ખોળો પણ ભરી દે એની પ્રાર્થના કરી રહી હતી.

********

            સરલા વહેલી ઉઠીને પાછળ વાડામાં ગઇને જુએ છે તો વસુધા લાલીને ઘાસ આપતી હતી દાણા ખવરાવી પાણી આપતી હતી લાલીને વ્હાલ કરીને કહેતી લાલી આપણાં ઘરમાં કુંવરજી આવવાનાં છે એ બધાંજ પ્રાણી જે ઘરમાં હતાં એ ગાય ભેંશ બધાની કાળજી લેતી હતી.

       સરલાએ કહ્યું કેમ આટલી વ્હેલી ઉઠી જાય છે ? તારે હવે આરામ કરવાનો.. હું છું ને તારી લાલીની કાળજી લઇશ. સરલાએ કહ્યાં પછી વસુધાએ કહ્યું ઓ મારી બેનાં આ બધાં ગાય ભેંશથી કેટલું દૂધ મળે છે એનાંથી આપણને કેટલી આવક થાય છે. મે ગઇકાલે બધોજ હિસાબ જોયો હતો ડેરીની ચોપડીમાં જોયુ કેટલુ દૂધ જમા થયું એનાં કેટલાં બધાં પૈસા મળે છે વળી બોનસનો વધારાનું… સરલાબેન હવે ઘરમાં ખર્ચો વધશે. મને એક વિચાર આવ્યો છે કે હું ?

       સરલાએ કહ્યું બોલને તારાં વિચાર અપનાવવા જેવાંજ હોય છે કહે હું સાંભળવા અધીરી છું.

       વસુધાએ કહ્યું આટલુ બધુ દૂધ ડેરીમાં ભરાવીએ છીએ એનાં પૈસા મળે છે પણ આપણી પાસે પૈસા છે જગ્યા છે તો આપણે દૂદની બનાવટો બનાવવી જોઇએ એમાં એનાથી વધારે પૈસા મળશે આપણે દહીં, છાશ, માખણ, ઘી બનાવીએ તો કેટલું બધું વેચાણ થાય ? લોકોને ચોખ્ખુ દહીં ઘી મળે અને આપણને વધુ પૈસા.

       સરલાએ કહ્યું વિચાર તો સારો છે પણ ડેરીવાળા દૂધ એકઠુ કરીને બધી બનાવટો બનાવે છેજ ને ? વસુધાએ કહ્યું બધું દૂધ આગળ મોટી ડેરીઓમાં જાય છે આપણાં ગામની દૂધ મંડળીએ પોતે બનાવવું જોઇએ એનાંથી બધાં ગામનાને ફાયદો થાય. હું પાપાને વાત કરું ?

       સરલાએ હસતાં હસતાં કહ્યું કહેને એમાં શું ? પાપાને વાત ગળે ઉતરશે તો ડેરીમાં દૂધ મંડળીમાં વાત કરશે.

       વસુધાએ કહ્યું હું આજે પાપાને કહીશ. એમાં બધાં ગામવાળાનો ફાયદો છે. સહકારી ડેરી બનાવીને અહીંજ બધી બનાવશે ઉત્પાદીત કરી શકીએ. બધાને આર્થિક લાભ થશે.

       સરલા મનોમન વિચારી રહી કે આ નાનકડી જાન કેટલું વિચારે છે પોતે સગર્ભા છે છતાં એનો કામમાં ઉત્સાહ માતો નથી નવા નવા વિચાર રજૂ કરે છે.

*************

            શીરામણ કર્યા પછી બધાં બેઠાં હતાં. પીતાંબર પણ ખેતરથી આવીને બેઠો હતો. એણે વસુધાને પૂછ્યું તારી તબીયત કેમ છે ? વસુધાએ કહ્યું સારી છે પણ આજે મારે પાપાને એક વાત કહેવી છે તમે સાથે રહેજો. પીતાંબરે કહ્યું કેમ એવી શું વાત કહેવી છે ?

       વસુધાએ કહ્યું ચાલો સરલાબેન-પાપા- માં બધાંજ બેઠાં છે ત્યાં જઇએ ત્યાં વાત કરું સાંભળી લેજો. તમારી ફરિયાદ નથી કે તમે આમ સંકોચાવ છો? ચલો સાથે અને વસુધા પીતાંબર એમનાં પાપા પાસે ગયાં.

       પીતાંબરે કહ્યું પાપા વસુધા તમને કંઇક કહેવા માંગે છે. ભાનુબહેન આડા પડેલાં એ બેઠાં થઇ ગયાં બોલ્યાં શું થયું દીકરા શું કહેવું છે ?

       વસુધાએ કહ્યું માં મારે પાપાને એકવાત કહેવી છે. ગુણવંતભાઇએ કહ્યું બોલ દીકરા વિના સંકોચે કહેને.

       વસુધાએ કહ્યું પાપા આપણાં બધાં ગાય ભેંશનું ઘણું દૂધ મળે છે. ડેરીમાં ભરાવી દઇએ છીએ એનાં સારાં પૈસા મળે છે બોનસ પણ મળે છે પણ આપણી દૂધમંડળી આ બધું દૂધ આગળ મોટી ડેરીમાં મોકલી દે છે. આમાં આપણને એટલો લાભ નથી થતો. ગામવાળાને પણ નથી મળતો.

       ગુણવંતભાઇએ ક્હ્યું આ વ્યવસ્થાતો વર્ષોથી છે અને દૂધ ઉત્પાદનમાં આપણું ગામ મોખરે છે બધાંનાં ઘર એમાંથી ચાલે છે એમાં ખોટું અને ઓછું શું છે ?.

       વસુધાએ કહ્યું પાપા આપણી દૂધમંડળી ગામનું બધું દૂધ એકઠુ કરે છે એમાં ફેટ પ્રમાણે પૈસા ચૂકવે છે પણ મને એવો વિચાર આવે છે કે આપણાં ગાયની દૂધ મંડળી દૂધની બનાવટો બનાવે અને એનું વેચાણ કરે. દૂધમાંથી દહીં, માખણ, છાશ, ધી અને માવો બનાવી એમાંથી મીઠાઈઓ બનાવે અને એનું વેચાણ કેન્દ્ર ખોલે તો આપણને વધું લાભ થાય.

       ગુણવંતભાઇ વિચારમાં પડી ગયાં પછી બોલ્યાં દીકરાં તારો વિચાર તો સારો છે. પણ મંડળી વાળા તૈયાર થવા જોઇએ આમાં બધાનો સહકાર મળે તો કામ થાય. એ વાત સાચી છે કે પૈસા વધુ મળે અને ગામનાં બધાને એનો લાભ થાય.

       પીતાંબરે કહ્યું દૂધમાં આટલો સારાં પૈસા મળે છે તો આ બધી જથામારી શા માટે કરવી જોઇએ ? અને મંડળીવાળા તૈયારજ નહીં થાય કોણ બધુ રોકાણ કરે ? આપણે તો મોટી ખેતી છે એની આવક છે આપણે શું ખોટ છે ?

       સરલાએ કહ્યું પીતાંબર વસુધાની વાત વિચારવા જેવી છે માણસે પ્રગતિ કરવી જોઇએ. થોડું જોખમ ઉઠાવવું પડે તો ઉઠાવવાનું અને સહકારી રીતે કરવું હોય તો બધાને લાભજ છે ને ?

       ગુણવંતભાઇએ કહ્યું સારું આ મીટીંગમાં હું આ મુદ્દો મૂકીશ અને એનાં અંગેનો અભ્યાસ પણ કરીશું આ વિચાર મને પણ ગમ્યો છે.

       સરલાએ આગળ વધીને કહ્યું મંડળીવાળા તૈયાર ના થાય તો આપણે આપણો એક સમૂહ બનાવીને આપણું કરવાનું એમાં શું ? મને લાગે છે આ વિચાર ઉત્તમ છે.

       ગુણવંતભાઇએ કહ્યું અંદર અંદર ચર્ચા ના કરો હું કાલેજ મીટીંગમાં આ વાત મૂકીશ જોઇએ કેટલો સહકાર મળે છે. તું વસુધા ચિંતા ના કર આ વિચાર સારો છે એટલે વાત કરીશજ.

************

       રાત્રે એમનાં રૂમમાં વસુધા અને પીતાંબર આવ્યાં. પીતાંબરે આડા પડતાં કહ્યું વસુધા તારો વિચાર ભલે સારો છે પણ શાંતિથી રોટલા તોડીએ છીએ સુખી છીએ તો આ બધુ શા માટે ઉભું કરવું ? તું આવ મારી પાસે હું તને સમજાવું કે દૂધની બનાવટ કેવી રીતે બનાવાય..

       વસુધાએ કહ્યું આમ મજાક ના કરો મને વિચાર આવ્યો મેં કીધો. અને એવું હતું તમે મને તરતજ સાથ આપશો તમે તો પાણીમાં બેસી ગયાં.

       પીતાંબરે કહ્યું આવીજા સૂવા મારે મારાં છોકરાનો અવાજ સાંભળવો છે એમ કહી વસુધાનાં પેટ પર હળવેથી માથું મૂકી દીધું.

 

આગળ આવતા અંકે - પ્રકરણ-35

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED