Vasudha - Vasuma - 75 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ-75

ગુણવંતભાઇએ ઉભા થઇને લખુભાઇ ચૌધરી સરપંચને ઘરમાં આવકારતાં કહ્યું ‘આવો આવો લખુભાઇ ધન્યઘડી આપ પધાર્યા.” લખુભાઇએ કહ્યું “ધન્ય ઘડી તો તમને ફળી છે ગુણવંતભાઇ આવી ગુણીયલ વહુ દીકરી જેવી મળી છે.”

‘તમારાં ખેતરમાં ડેરીનું કામ ચાલુ છે જોવા ગયેલો જોઇને ખૂબ આનંદ થયો ખૂબ સુવિધાયુક્ત અને આધુનીક બનાવી રહ્યાં છો... ગામનાં લોકો પણ જોઇને ખૂબ ખુશ છે તમારી રંગત અને વસુધાનો સંકલ્પ જરૂર ખૂબ સારું પરીણામ લાવશે. મારાં આશીર્વાદ છે એને.”

“ગુણવંતભાઇ હું ખાસ બે વાત માટે આવ્યો હતો” એમ કહી ગંભીર થઇ ગયાં. ગુણવંતભાઇએ પૂછ્યું “બોલોને સરપંચ શું વાત છે ?” લખુભાઇએ કહ્યું “આપણી દૂધમંડળી ની ચેરમેન વસુદીકરી થઇ છે ત્યારથી પેલા નરાધમોનાં પેટનાં તેલ રેડાયુ છે મને વાત મળી છે કે એ લોકો જામીન મેળવવા આકાશપાતાળ એક કરી રહ્યાં છે પણ સફળતા મળી નથી...’

“હજી તપાસ ચાલુ છે એવામાં આ લોકોને જામીન પર છોડવા એ સલામત ભર્યું નથી એવી સરકારી વકીલની દલીલ પછી એમની જેલવાસ લંબાઇ ગયો છે જામીન મળ્યાં નથી”.

“બીજું કે ડેરી સ્થાપી રહ્યાં છો એની બધી તૈયારીઓ બરાબર ચાલે છે ? એની બધી ક્રિયાવીધી બરોબર સમજી લીધી છે ને ? આખું ગામ ઉત્સાહનાં હીલોળે છે.”

ત્યાં વસુધા ચા પાણી નાસ્તો લઇને આવી અને બોલી “જયશ્રીકૃષ્ણ જય મહાદેવ લખુકાકા.. અમે બધીજ એની ક્રિયાવીધી સમજી લીધી છે. હવે મશીનો લાગી જાય પછી બે ત્રણ દિવસમાં તો કામકાજ શરૂ કરી દઇશું’.

“જો હું, સરલાબેન, રશ્મી, કાશી, ભાવના બધાએ જાણકારી મેળવી લીધી છે આણંદની મોટી ડેરીએથી અમને ટ્રેઇનીંગ, કેળવણી આપવા ઓફીસર આવવાનાં છે બીજું ચેરમેન સાહેબ ઠાકોરથી પટેલ પોતે ઉદ્ધાટન માટે પધારવાનાં છે એનાં ઉપર તમારાં જેવાં વડીલોનાં આશીર્વાદ છે.”

લખુભાઇએ કહ્યું “અમારાં તો આશીર્વાદજ છે આ તમારાં જમાઇ અમુક કાગળીયા પર મારી સહી લેવા પચાંયત ઓફીસ આવેલાં ત્યારે એમની પાસેથી મેં ઘણી જાણકારી મેળવી હતી પછી થયું હું રૂબરૂજ મળી આવું.”

વસુધાએ કહ્યું “કાકા અમે પણ તમારી પાસે આવતાંજ હતાં. આપ ગામનાં સરપંચ છો અમારી ડેરીનું ઉદ્ધાટન ઠાકોરકાકા કરવાનાં પણ તમારે હાથે પણ અમે મુહૂર્ત કરાવી કામ કરવાનાં છીએ. તમારાં જેવાં પ્રગતિશીલ સરપંચ અને અનુભવ સ્થિત વડીલો છે અમારે માટે આશીર્વાદ સમાન છો”.

“પાપા તમને મળીને આ વાત કરવા આવવાનાંજ હતાં પણ આજે ગંગા સામે ચાલીને ઘરે આવી છે.” લખુભાઇ કહે “દીકરી તારી વાત ન્યારી છે તું બધાને સાથમાં રાખી માન સન્માન આપીને પોતાનાં કરી લે છે આજ ગુણ સતત જાગૃત રાખજે. કોઇ સ્વાર્થ વિના આજે આવાં કામ કોણ કરે છે ?”

વસુધાએ કહ્યું “કાકાં બસ અઠવાડીયા પછી તો અમે ટાર્ગેટ બાંધીને કામ કરીશું જે લક્ષ્ય સાંધીશું પુરુ કરીશું અને એનો રીપોર્ટ પણ તમને આપીશું.”

ત્યાં નાથાકાકાએ કહ્યું “સરપંચશ્રી હું તો પશુપાલન વાળો છું મારી એક વિનંતી છે સૂચન છે કે ગામનો ખરાબો જ્યાં ઢોરો ચારતાંજ હોય ત્યાં તમે પશુપાલનમાં જરૂરી પશુદવાખાનું ખોલવા માટે મંજૂરી અને થોડી સરકારી સહાય અપાવો તો ગામ લોકોને કાયમી તકલીફ દૂર થઇ જાય આજે દરેકને આણંદ શહેર સુધી જવું પડે છે.”

“તમારાં હાથે ગામનું ભલુ થઇ જશે તમને કાયમ લોકો યાદ કરશે”. એમ કહી વસુધા સામે જોયું. વસુધાએ કહ્યું “લખુકાકા હું આજ તમને કહેવાની હતી અને પશુદવાખાનાનું ઉદ્ધાટન પણ તમારે કરવાનું છે....”

લખુભાઇ થોડીવાર વિચારમાં પડી ગયાં પછી બોલ્યાં “ખૂબ સારો વિચાર છે હું મૌખીક મંજૂરી હાલજ આપી દઊં છું કાગળીયા પણ કરાવી મંજૂરી લઇ લઇશું પણ...”

ગુણવંતભાઇએ પૂછ્યું “લખુભાઇ કેમ પણ ?”

લખુભાઇએ કહ્યું “હું પણ એટલે બોલ્યો કે એ ખરાબામાં થોડાં અસમાજીક તત્વો છે જેમણે જગ્યા પચાવી પાડી ભેલાણ કરી દીધું છે. પહેલાં ઢોર ચરાવવા જતાં પછી ખાટલો નાંખ્યો. ખૂંટ ગોડયા.. ઢોર બાંધ્યા હવે ઝૂંપડા ઉભા કરી દીધાં છે એ બધાને ત્યાંથી બહાર કાઢવા પડશે.”

“એ લોકોને પહેલાં નોટીસ આપીશું કોઇ પણ રીતે જગ્યા ખાલી કરાવીશું એમાંય પેલો પકલો રમણો સાવ નાલાયક છે પણ કરસન બહુ સમજુ છે એમની જાતનો જ છે પણ કાયમ મદદગાર સાબિત થયો છે.. આપણાં પિતાંબરનાં પહેલાં દોસ્તજ હતાં. હું કરસન જોડે વાત કરીને બધુ કામ પાર પડાવું છું ચિંતા ના કરશો.”

“વળી પશુ દવાખાનું થવાનું જાણીને ગામનાં બધાં લોકોનો સહકાર મળી લેશે. વસુ બેટા તમે ડેરીનું કરો આની જવાબદારી મારી સમજો તમારું કામ થઇ ગયું.”

ગુણવંતભાઇએ કહ્યું “લખુભાઇ તમે ગામનું આટલું સારુ વિચારો છો બધામાં સહકાર આપો છો તમારો જેટલો આભાર માનું ઓછો છે.”

લખુભાઇએ કહ્યું “તમે શરમાવો નહીં મને પણ બદલામાં એક મારી વાત કહી રાખુ કે મારી પત્નિની ઊંમર થઇ છે પણ મારી છોડી અને છોકરીની વહુ રાજલને તમારી સાથે કામમાં ગોઠવી દેજો એ મહેનતુ અને પ્રમાણિક છે.”

ગુણવંતભાઇએ કહ્યું “એ શું બોલ્યા ? અરે આતો ભાવતુ હતુ અને વૈદે કીધું. અમારે તો માણસોની જરૂરજ છે. વળી ભાભીને તમે ભાનુની સાથે રાખજો.. જે થશે એ કરશે જેટલાં હાથ મળશે એટલાં વધુ કામ થશે.”

લખુભાઇએ કહ્યું “મારાં મનની વાત કીધી ચાલો હું રજા લઊ નાથાભાઇ અમારાં ઘરની ચા પીવા પણ પધારજો.” એમ કહી રામ રામ કીધાં અને નીકળ્યાં.

ત્યાં કરસન ઘરમાં આવ્યો અને બોલ્યો “ભાભી પેલા મશીનો.... “



આગળ આવતા અંકે - પ્રકરણ-76




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED