Vasudha - Vasuma - 82 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ-82

વસુધાને વાસદ-વડોદરા નજીકનાં રણોલી ગામમાં બહેનોને દૂધ ઉત્પાદન અંગે પ્રેરીત કરવા જવાનું હતું. વસુધા ખુશ હતી કે બીજા ગામની બહેનોને પ્રેરણા મળે એમાં નિમિત બનવાની તક મળી છે. ગુણવંતભાઇએ જ્યારથી એને કહ્યું એ ઉત્સાહમાં આવી ગઇ હતી ડેરીનાં કામકાજ જોયાં પછી એ બોલવાની જાણે પ્રેક્ટીસ કરી રહી હતી એ ડેરીથી સાંજે ઘરે આવી એણે આકુની ખબર પૂછી હવે આકુએ ચાલવાનું દોડવાનું શરૂ કરી દેવું હતું. વસુધા અને સરલા ઘરે આવ્યાં એની આહટ સાંભળતાંજ આકુ દીવાળીફોઇ પાસેથી દોડીને બહાર આવી ગઇ અને બોલવા લાગી ‘વસુ.. વસુ...”

વસુધા દોડીને આકુને લે છે બોલી “આકુ મારી દીકરી તારે તો જીભ અને પગ બધું જાણે આવી ગયું. એને છાતી સરસી ચાંપી દીધી. ત્યાં ભાનુબહેન અને દિવાળીફોઇ બહાર આવીને બોલ્યાં “હવે તો તારી દીકરી હાથમાંજ નથી રહેતી.. અહીંથી કેટલાય પસાર થાય પણ જેવી તું નજીક હોય ત્યારે એ બહાર દોડી આવે છે એને રાખવી હવે અઘરી પડે છે.”

વસુધાએ કહ્યું “આકુ મોટી થઇ રહી છે બસ પછી તો બાળમંદિરમાં ભણવા મૂકી દઇશુ. મારી આકુ મોટી થઇને ખૂબ ભણશે.”. આકુને વળગાવી વિચારમાં પડી ગઇ ભાનુબહેને કહ્યું “વસુ બેટા શું વિચારમાં પડી ગઇ ?”

વસુધાએ કહ્યુ “માં બીજા કામ અને જવાબદારીઓમાં મારું ભણવાનું તો વિસારે પડી ગયું પણ હું મારી આકુને ખૂબ ભણાવીશ. એની આંખો થોડી ભીંજઇ..”. એ આકુને લઇને રૂમનાં જતી રહી.

આકુને કહ્યું “બેટા તું બેસ હું કપડાં બદલી લઊં.” એણે વિચારો શાંત કર્યા. કપડા બદલીને બહાર આવીને જોયું આકુ ત્યાં પડેલી ચોપડીને ખોલવા મથી રહી હતી એને હસુ આવી ગયું બોલી “જ્યારે ભણવાનું આવશે ત્યારે પણ આવો રસ દાખવજો. ખૂબ ભણજો. તારાં પાપાનાં અચાનક જવાથી છું આગળ નાં ભણી શકી પણ.. તું ભણવાનું ચાલુ કરીશ ત્યારે હું પણ ભણીશ મારે બોર્ડની પરીક્ષાજ આપવી બાકી હતી અને....”

ત્યાં ભાનુબહેને બૂમ પાડી “વસુ..વસુ... નીચે આવ આ સરલાને..” વસુધાએ માં ની બૂમ સાંભળીને સીધી નીચે આકુને લઇને દોડી આવી એણે જોયું સરલાને ઉબકા ઉલટી આવી રહી છે. એને ચિંતા ના થઇ હસીને બોલી “શું માં જમાનાનાં ખાધેલાં છે સરલાબેનને સારાં સમાચાર છે આ પેટનો બગાડ નથી પેટે શું ખોળો ભરાવાનો છે”.

સરલા સાંભળીને શરમાઇ ગઇ..એણે વસુધાની સામે જોઇને કહ્યું “વસુધા..” પછી બોલી ના શકી ખૂબ ખુશ હતી. ઘરમાં બધાને આનંદ થઇ ગયો. વસુધાએ કહ્યું “કુમાર ડેરીએથી આવે પહેલાં કહી દઊં મીઠાઇ લેતા આવજો”.

આજે ગુણવંતભાઇનાં ખોરડામાં આનંદ આનંદ છવાઇ ગયો. એકવાર સરલાને ગર્ભ રહીને પડી ગયેલો. હવે ફરી સારાં સમાચાર થયાં છે... ભાનુબહેને કહ્યું “સરલા હવે તબીયત સાચવાની છે તારે વધારે દોડાદોડ કે કોઇ ભારે કામ નથી કરવાનું.. ધ્યાન રાખવાનું છે.”

વસુધાએ ફોન મૂકીને કહ્યું “કુમાર મને પૂછે છે કેમ એકદમ મીઠાઇ ? મેં કહ્યું બસ મીઠાઇ લઇને આવો ઘરે આવ્યા પછી વાત.. પણ માંની વાત સાચી છે હવે તમારે કોઇ ત્યારે કામ નથી કરવાનું આવનાર બાળકનું ધ્યાન રાખવાનું છે તમારે હવે સારું ખાવાનું, વાંચવાનું અને આરામ કરવાનો છે. ઇશ્વરે પ્રાર્થના સાંભળી છે આપણી.”

વસુધાએ કહ્યું “સરલાબેન તમે તો છૂપા રૂસ્તમ નીકળ્યાં અમને કોઇને જણાવ્યુંજ નહીં કે તમે.. દિવાળી ફોઇએ એણે જવાબજ નહોતો આપ્યો... હવે ખબર પડી.”

સરલાએ આજુબાજુ જોતાં કહ્યું “ફોઇ સાચુ કહું મને હતું કે પાકા સમાચાર ના થાય ત્યાં સુધી નથી કંઇ બોલવું બે મહીનાથી હું.”. વસુધાએ કહ્યું “ચાલો સરસ સમાચાર છે આપણે દવાખાને જઇને બતાવી આવીએ કાલે.. હમણાં કોઇને કહેવાનું નથી.”

ભાનુબહેન કહે “મારાં મહાદેવની કૃપા હશે તો સહુ સારુ થશે કાલે કુમારને લઇને જઇ આવો પછી પરમદિવસે તો તારે રણોલી જવાનું છે. ક્યા સમય તારે ત્યાં બોલવા જવાનું છે ?

વસુધાએ કહ્યું માં સાંજનો કાર્યક્રમ છે સરલાબેન નહીં આવી શકે હું અને પાપા જઇશું હવે ખબર પડી છે તો કાળજીજ લેવાની છે. સરલાએ કહ્યું હજી પાકુ થવાદો ગાડીમાં જવાનું છે આવવાનું છે એમાં શું ?

ત્યાં કુમાર મીઠાઇ લઇને આવ્યા.. અને દૂધ મંડળીથી ગુણવંતભાઇ પણ આવી ગયાં.. ભાવેશે પૂછ્યું આ મીઠાઇ મંગાવી એનું કારણ તો કહો કોને ખાવાનું મન થયું ? વસુધાએ કહ્યું સરલાનાં સારાં સમાચાર છે એટલે.. ત્યાં ગુણવંતભાઇએ કહ્યું હાંશ મહાદેવની કૃપા થઇ છે. તારે છોકરોજ આવશે.

ભાવેશકુમાર બધાની હાજરીમાં શરમાઇને ચૂપ રહ્યાં અને સરલા સામે વ્હાલથી જોઇ રહેલાં.. ગુણવંતભાઇ કહ્યું તો ચાલો કુમાર બધાનું મોં મીઠું કરાવો. સરલાએ ભાવેશ સામે જોયું ભાવેશ કહ્યું હાં હાં આતો બધાનો હક છે એમ કહી બધાને મીઠાઇ આપી.

વસુધા ભાનુબહેન અને દિવાળીફોઇ રસોડામાં ગયાં જતાં કહ્યું “અને રસોઇની તૈયારી કરીએ. આકુને હું રાખુ છું” વસુધાએ કહ્યું. ગુણવંતભાઇ સમજી ગયાં હોય એમ બોલ્યાં “હું વાડામાં પાણી અને ઘાસ જોઇ આવું ના હોય તો મૂકી દઊં.” એમ કહી ગયાં.

સરલા અને ભાવેશકુમાર સમજી ગયાં. ભાવેશે કહ્યું “મારી સરલા તેં તો આજે એવી ખુશખબરી આપી છે કે મારાં શરીરમાં શેર લોહી ચઢી ગયું બધાનાં મોઢાં બંધ થશે ખાસ કરીને મારી માં નું...”

સરલા કહે “એવું ના બોલો અત્યારે બધું શુભ શુભ બોલો કાલે દવાખાને જઇને ચેક કરાવી લઇએ પછી..” ભાવેશે કહ્યું “પછી તારે કાળજી લેવાની છે ફરીવાર મારે કંઇ અશુભ ના થવું જોઇએ.” એમ કહી સરલાને વ્હાલ કરીને ચૂમી ભરી લીધી.

સરલાએ કહ્યું “શરમાવ જરા..કોઇ આવી જશે આવુ મને અહીં નથી ગમતું.” એમ કહી ખોટી ખોટી ખીજાઇ. ભાવેશ હસવા લાગ્યો.

************

બીજા દિવસે ભાવેશ- સરલાને અને વસુધાને લઇને દવાખાને આવ્યો. ત્યાં લેડી ડોક્ટરનો સંપર્ક કર્યો સરલાનાં રીપોર્ટ કઢાવ્યા અને રીપોર્ટ જાણીને બધાં આનંદમાં આવી ગયાં. નક્કી થઇ ગયું છે કે એને ગર્ભ રહ્યો છે.

ભાવેશ અને સરલા ખૂબ ખુશ હતાં. સરલાએ કહ્યું વસુધા બોલી હતી હવે તમને બાળક આવશેજ.

***********



વધુ આવતા અંકે - પ્રકરણ-83




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED