Vasudha - Vasuma - 92 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ-92

મહીસાગરનાં ઊંડા ભયાવહ બીહડ જેવા કોતરોમાં અંધારૂ હતું કાળીયાની ટોળકીએ એમાં છૂપાવા માટે આશરો લીધો હતો. બધાને ભૂખ લાગી હતી પાણી સુધ્ધાં સાથે નહોતું કાળીયાએ રમણા અને પકલાને પૈસા આપી વાસદ સુધી જઇને ખાવા-પીવાનું બધુ લઇ આવવા પૈસા આપ્યા એ લોકો બધુ લેવા ક્યારનાં ગયાં હતાં.

કાળીયાએ એનું ધારીયું ચકાસ્યુ એની ધાર પર હાથ ફેરવતો બોલ્યો “મગના આજે પેલી રાંડનું બધુ કામ તમામ કરી દેત એનાં માટે આ ધારીયાને પાણી પીવરાવીને ધારધાર કરેલું પહેલાં એને પેટ ભરીને ભોગવત પછી એનું ગળુ કાપી નાખત મને જે સજા થવી હોય ભલે થાત મારાં બાપાનું વેર વળી જાત અને એનાં વિનાં એની ડેરીને બધા કામ અધૂરા રહેત. સાલીનું આખુ ખાનદાન વેરવીખેર થઇ બરબાદ થઇ જાત પણ છેલ્લી ઘડીએ..” એમ બોલી દાંત કચકચાવવા લાગ્યો.

મગનો કહે “કાળુભાઇ પણ તમે પછી શું કરત ? પકડાઇ ને જેલમાં જાત તમારાં બાપાતો જેલમાંજ છે તમારાં કુટુંબનું રણીધણી કોણ રહેત ? નાના મોઢે મોટી વાત કરું છું.. તમારે આવું કંઇ નહોતું કરવાનું તમે.”.

મગનો આગળ બોલે પહેલાં કાળીયાએ એને જોરથી લાત મારીને કહ્યું “સાલા ભીખારી તું મારી મજૂરી કરે છે મારો બાપ બનવા પ્રયત્ન કરે છે ચૂપ મર..”

મગનાને જોરથી લાત વાગી હતી એનાં મોઢામાંથી રાડ નીકળી ગઇ ઓ બાપારે.. એને કળ નહોતી વળી રહી એ ઊંહકારા ભરી રહેલો એની આંખમાંથી આંસુ નીકળી ગયાં.

લાતની પીડા હતી છતાં બોલ્યો “કાળીયાભાઇ હું તો તમારુ સાચુ ઇચ્છીને બોલ્યો અને તમે મને.”. કાળીયાએ કહ્યું “તારું ડહાપણ તારી પાસે રાખ બાયલા..”

મગનો ક્યારનો અપમાન સહન કરી રહેલો એના મનમાં કાળીયા માટે તિરસ્કાર થઇ ગયેલો એને થયું હું ક્યાં આ શેતાન સાથે જોડાયો. મારી બૈરી, માં બધાં રાહ જોતા હશે મારે તો માથે બાપ પણ નથી.

ત્યાં કાળીયો બોલ્યો “એય.. પછી ગંદી ગાળ બોલી કહ્યું કેમ કંઇ બોલતો નથી ? મારાં માટે હજી શું વિચારે છે ? મને કકડીને ભૂખ લાગી છે અને આ વાઘરીઓ હજી આવ્યા નથી ક્યાં મર્યા હશે ? બધુ લીધું હશે ? પોતે જમીને બધુ પતાવીને આવશે અહીં હું ભૂખ્યો મરી રહ્યો છું ?” ત્યાં દૂરથી પગરવટનો અવાજ આવ્યો ઝાડીઓમાંથી સૂકાયેલા પાન પર પગલાં પડી રહેલાં એનો અવાજ આવી રહેલો. કાળીયો અને મગનો સાવધ થઇ ગયાં.

ત્યાં રમણાએ કહ્યું “કાળીયા એ તો અમે છીએ કેટલું ચાલ્યા ત્યારે બધો મેળ પડ્યો છે..” કાળીઓ કહે “પહેલાં અંદર આવો સાલું અંધારામાં ખાવાનું પણ નહીં ફાવે”. રમણાએ કહ્યું “અહીં બહાર આવો ઝાડીમાંથી અહીં ચંદ્રમાનું અજવાળુ છે ખાતા-પીતા ફાવશે.”

કાળીયો બહાર બે ઓળા જોઇ રહેલો એણે મગનાને કહ્યું “ચાલ બહાર.” અને મગનોને કાળીઓ ઝાડીમાંથી બહાર નીકળ્યાં. રમણાએ હસતાં કહ્યું “ચાલ મસ્ત બધુ જમવાનું લાવ્યો છું તને ભાવતી ઇંડા કરી બન, રોટલો, શાક, પુલાવ બધુજ છે અને દેશી મળ્યું છે પીવા..”.

કાળીયાએ કહ્યું “તું બોલે છે અને મારાં મોઢામાં પાણી છૂટે છે ચાલ લાવ મૂક બધું. પહેલાં તારુ દેશી ઠઠાડીયે પછી જમી લઇએ. પેટભરીને ખવાય એટલું લાવ્યો છું ને ?”

રમણાએ કહ્યું “સવાર સુધી ખાધા કરજે ઘણુ લાવ્યો છું જમવા સાથે પીવાનું.. પાણીની બોટલ, તારા માટે તમાકુનું પાન, માવા, બીડીઓ બાક્સ બધુ છે.” કાળીયાએ કહ્યું “વાહ હવે મજા આવશે.” ચારે જણાં જમીન પર કુંડાળું કરીને બેસી ગયાં.

પકલાએ એની પાસેથી પોટલીઓ કાઢી એણે કહ્યું “પોટલી 30 રૂપિયાની થઇ ગઇ સાલાએ 10 રૃપિયા ભાવ વધારી દીધો”. કાળીયે કહ્યું “કેટલી લાવ્યો છું ?” પકલાએ કહ્યું “10 છે ઘણી થઇ ગઇ અસલ મહુડાનો પહેલી ધારનો છે ખૂબ કડક છે સાચવીને પીજે”.

કાળીયાએ કહ્યું “આની સાથે કંઈ ?” પકલાએ કહ્યુ, “શીંગ ચણા છે બધું યાદ કરીને લાવ્યો છું ચિંતા ના કર”. કાળીયાએ કહ્યું “બધુ અહીં મૂકી દો ચાલો તૂટી પડો”.

પકલાએ પહેલી પોટલી તોડી અને સીધી મોઢે માંડી અને રાડ પાડી ગયો “સાલી ખૂબ કડક છે પણ મજાની છે.” કહી ઉપર શીંગ ચણાનો બુકડો ભર્યો.

કાળીયાએ પોટલી તોડી મોઢે માંડી-રમણા અને મગનાએ પહેલાં શીંગ ચણા ખાધા પછી પોટલી ચઢાવી બધાએ 2-2 પોટલી ચઢાવી લીધી હતી. કાળીયાએ બે પોટલી અલગ પોતાનાં માટે કાઢી લીધી બધાં પેટ ભરીને જમ્યાં કાળીયાએ કહ્યું “વાહ મજા આવી ગઇ પણ થોડું નોનવેજ પણ લાવવાનું હતું મજા આવી જાત. ટેસડો પડી જાત.”

રમણાએ કહ્યું “ચીકન લેવા રહેત તો પૈસા ખૂટી જાત એટલે અંડાકરી લઇ લીધી. તું તારે ખા જેટલી ખાવી હોય.” કાળીયાએ કહ્યું “હવે બસ પેટ ભરાઇ ગયું આમેય કશું વધે એવુ લાગતુ નથી બાકીનું મગનો પુરુ કરી નાંખશે.” એમ કહીને ગંદુ હસ્યો.

મગનો ચૂપચાપ સાંભતો રહેલો. એણે કંઇ જવાબ ના આપ્યો. કાળીઆએ પાણીની, બોટલ મોઢે માંડી થોડુ પીધુ બાકીનાં કોગળા કર્યા. ચારે જણાને હવે દેશી દારૂ ચડી રહ્યો હતો. કાળીયાએ કહ્યું “લાવ બીડી-સીગરેટ શું લાવ્યો છે ? હવે ફૂંકવું પડશે.”

પકલાએ કહ્યું “એય કાળીયા... થોડો ઠંડો પડ હવે હજી આખી રાત કાઢવાની છે પહેલાં અમારી વાત સાંભળ હજી તો 1 વાગ્યો છે..” રમણાએ કહ્યું “કાળીયા આગળનો પ્લાન વિચારવો પડશે. દારૂ પીધો છે ભરપેટ જમ્યા છીએ ઊંઘ આવશે આ બીહડમાં કોઇ આવશે તો નહીં અત્યારે પણ સવાર પડે શું કરીશું ? ક્યાં જઇશું ? કંઇ વિચાર્યુ છે ?”

“વાસદથી પાછા આવતા અને ફરીથી કોતરમાં ઉતરતાં હતાં ત્યારે ત્યાંથી પોલીસની જીપ પસાર થઇ અમને કોતરામાં ઉતરતા જોઇ એ ધીમી પડી આગળ જઇને ઉભી રહી અમે લોકોએ તરતજ ઝાડીયોમાં સંતાઇ ગયાં એ લોકો જીપમાંથી ઉતરીને પાછળ આવ્યા ટોર્ચ મારી પણ અમે દેખાયા નહીં અને ક્યાંય સુધી છૂપાઇ રહ્યાં.”

“થોડીવાર ફાંફાં મારી જતાં રહ્યાં પછી અમે આગળ ચાલવા માંડ્યુ”. એમાં થોડીવાર થઇ ગઇ. કાળીયાએ કહ્યું “આટલે સુધી નહીં આવે પણ તમારે ધ્યાન રાખીને ઉતરવુ જોઇએ ને ? એ લોકો પાછાં પગલાં દાબતાં આવી ના જાય.. સાલા.. મારી ઊંઘ વેરણ કરી અહીંથી ઊંડા કોતરમાં જવું પડશે પણ અંધારમાં નહી જવાય અહીં તો.....”

વધુ આવતા અંકે - પ્રકરણ-93




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED