વસુધા - વસુમાં - પ્રકરણ-117 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-117

વસુધાએ રાજલનો ફોન ઉપાડી વાત કરી લીધી અને બોલી ‘હું અહીંથી ગામ આવવા નીકળી ગઇ છું રૂબરૂજ બધી વાત કરીએ.” ત્યાં પરાગે જોરથી કહ્યું “રાજલબેન વસુધા ચેરમેન બનીને આવી રહી છે આ એકદમ તાજા સમાચાર છે” એમ કહીને હસ્યો. રાજલે સાંભળતાંજ ખુશીથી કહ્યું “વાહ અમારી સખીનો વટ છે કંઇ નહીં. તમે આવો તમારો સત્કાર કરીશું. ચેરમેન સાહિબા..”

ફોન મૂકાયો અને વસુધાએ પરાગને ટોક્યો “હમણાંથી કહેવાની શું જરૂર હતી ત્યાંજ જઇ રહેલાં છીએ.” પરાગે કહ્યું “મારી ખુશી એટલી હતી કે ચૂપ રહીજ ના શક્યો”. વસુધા કંઇ બોલી નહીં પરાગ સામે જોઇને હસી.

વસુધાએ કહ્યું “ખરીદી કરી આવ્યો સીટીમાં જઇને ? શું શું લઇ આવ્યો” પરાગે કહ્યું “પાપા માટે ઝભ્ભા લેંઘા લેવાનાં હતાં જીપમાં ડીઝલ પુરાવવાનું હતું અને રીચાર્જેબલ બેટરી લેવાની હતી બસ બધુ લઇ લીધું.”

વસુધાએ કહ્યું “પરાગ તારો આભાર માનું એટલો ઓછો છે ડીઝલનાં પૈસા તો ડેરીમાંથી મળી જશે તારે નથી કાઢવાનાં... પણ તારે જીપની ઘરે જરૂર હોય તો આપણે ગાડી છે એ લઇને બધે જઇશું.”

પરાગે કહ્યું “કેમ આટલાં હિસાબની વાત કરે છે ? બધુ એડજેસ્ટ થઇ જાય છે. જીપ તો લઇજ આવું ડીઝલનાં પૈસા ડેરીમાંથી લઇ લઇશ બસ.. એટલી મારી પહોંચ નથી નહીંતર એ પણ ના લેત.”

વસુધા બધુ સાંભળીને ઊંડા વિચારોમાં ઉતરી ગઇ.. થોડીવાર બંન્ને ચૂપ રહ્યાં. પછી વસુધાએ કહ્યું “શાંતિકાકાનો એકનો એક છોકરો છું. એમનેય ઘરમાં વહુની જરૂર હોય કાકી ક્યાં સુધી ઢસરડા કરશે ? કેમ પરણી નથી જતો ? મેં આવતાં પણ તને પૂછ્યું જવાબ કેમ નથી આપતો ? તું તારાં પગ પર ઉભો છે તકલીફ શું છે ? સાચુ કહેને...”

પરાગ થોડીવાર પાછો મૌન થઇ ગયો. એણે વસુધા સામે જોઇને કહ્યું “વસુ મારે તારાં જેવી મિત્ર છે માલિની એની સાથે લગ્ન કરવાં છે એય અત્યાર સુધી કુંવારી બેઠી છે એની બે મોટી બહેનો છે એય કુંવારી છે મોટી પરણે નહીં ત્યાં સુધી એનું લગ્ન શક્ય નથી એનાં અને મારાં ઘરમાં બધાને ખબર છે અમારે પ્રેમ છે. પણ...”

વસુધા સાંભળીને ચમકી.. “પેલી માલિની ? ગુટુકાકાની છોકરી.. ક્યારે પ્રેમ થયો અને મને તો કંઇ ખબરજ નથી તો મોટી બે તો હવે ઊંમરવાળી થઇ ગઇ હશેને માલિનીજ મારાં જેટલી છે તો મોટી બે લગ્ન કેમ નથી કરતી ? શું તકલીફ છે ?”

પરાગે કહ્યું “મોટીને પરણવુંજ નથી એને કોઇ ભાઇ નથી એટલે માં બાપની સેવા કોણ કરે ? એનાથી નાનીને ભણવાનું શૂર છે પણ મને કારણ બીજુ લાગે છે હજી ભણ્યાં કરે છે એને કોઇ ચક્કર હોય એવું માલિનીને લાગે છે એમાં એ લટકી ગઇ છે એની માં કહે છે મોટી પરણે તો તને પરણાવીએ એમાં હું કુંવારો રખડું છું” એમ કહીને હસ્યો.

વસુધાએ કહ્યું “કાલેજ હું શાંતિકાકાને મળવા આવીશ. ગટુકાકાને મળવા જવા કહીશ આમને આમતો જીંદગીનાં કિંમતી વર્ષો બગડી રહ્યાં છે. તમારો સંસાર ક્યારે ચાલુ કરશો ?”

પરાગે કહ્યું “અમે લોકો નિયમિત મળીએ છીએ પણ એનાં માં-બાપ એટલાં જૂનવાણી છે કંઇ સમજતાંજ નથી માલિની ઢીલી પડે છે મેં કહ્યું આપણે મંદિરમાં લગ્ન કરી લઇએ પછી આશીર્વાદ લઇ લઇશું પણ એ હિંમતજ નથી કરતી.”

વસુધાએ કહ્યું “હવે મારાં પર છોડ.. તારાં લગ્ન આ મહિનામાંજ થઇ જશે હું પાપાને પણ કહીશ તેઓ મારી સાથે આવશે અમે ગટુકાકાનેજ સીધા મળવાં જઇશું. “

પરાગે કહ્યું “બહુ જૂનવાણી અને જીદ્દી છે છતાં કરી જો પ્રયત્ન.. સફળ થાય એવી શુભકામના.” વસુધાએ હસતાં હસતાં કહ્યું “આજે બધી શુભકામનાજ મળી છે એક વધારે.”

ત્યાં ગામ આવી ગયું એલોકો સીધા ડેરીએ પહોંચ્યાં.

ડેરીએ પહોંચી વસુધા જીપમાંથી ઉતરી એણે જોયું ડેરીનાં દરવાજે બધી છોકરીઓ ઉભી છે સાથે ગુણવંતભાઈ કરસન, ભાવના, બધાં હાજર છે. રાજલનાં હાથમાં ગોટા-ગુલાબનો હાર છે એણે દોડીને વસુધાને હાર પહેરાવી કહ્યું “આવો આપનું સ્વાગત છે ચેરમેન સાહેબ.”

વસુધાએ હસતાં હસતાં કહ્યું “ખૂબ ખૂબ આભાર રાજલ અને મારી સખીઓ.” વસુધા ગુણવંતભાઇને પગે લાગીને કહ્યું “પાપા કારોબારીની સભ્ય થઇ ગઇ છું અને સ્ત્રીવીંગની ચેરમેન નિયુક્ત કરી છે”. એમ કહી પગે લાગી આશીર્વાદ લીધાં.

ગુણવંતભાઇએ એને વ્હાલ કરી આશીર્વાદ આપતાં કહ્યું “બંન્ને કુળનું નામ ઉજાળ્યું છે મારી દિકરીએ. પછી પૂછ્યું તારો ફોન બંધ આવતો હતો પછી સમજયો તું મીટીંગમાં હોઇશ. આકાંક્ષાએ ફોન કરેલો મંમીનો ફોન નથી લાગતો દાદા શું કરું ? મારે ખાસ કામ છે.”

વસુધાએ કહ્યું “હું પછી એની સાથે વાત કરી લઊં છું કંઇક મંગાવવાનું હશે મને ખબર છે પણ દિવાળીફોઇ, માં, આજી, પાપા બધાં છે પણ એ છોકરી હવે મોટી થઇ છે એટલે એની બધી માંગણીઓ પણ વધી ગઇ છે.” એમ કહી હસી.

બધાં ડેરીમાં ગયાં પોતપોતાનાં કામે વળગયાં. વસુધાએ રાજલને કહ્યું “આજે ખૂબ મોટો અને મહત્વનો દિવસ હતો. ખાલી પદ લઇને નથી ફરવાનું એ પ્રમાણે કામ કરવા પડશે... “

રાજલે કહ્યું “શુકનીયાળ દિવસ છે વસુ.. તને ઘણી વાતો કરવાની છે ચાલ પાછળ ખેતરમાં જઇએ અને ભાવનાને કહ્યું ભાનું પેલાં પરાગભાઇને ચા પાણી કરાવ અમે અવીએ છીએ. “

વસુધા અને રાજલ ડેરીનાં પાછળા દરવાજેથી ખેતરમાં ગયાં. વસુધાએ કહ્યું “શુકનીયાળ દિવસ કહીને અટકી ગઇ શું વાત છે એ બધુ પહેલાં કહે. “

રાજલે કહ્યું “શુકનીયાળજ દિવસ છે તું મોટી ડેરીમાં સભ્ય, ચેરમેન બની.. પછી થોડી શરમાઇ બોલી મારે દિવસ રહ્યાં છે.. અને તે જે માહિતી માંગી હતી એ બધી મળી ગઇ છે... તને કહું....”



વધુ આવતા અંકે - પ્રકરણ-118