પ્રણય પરિણય - નવલકથા
Mukesh
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
કંઈક અંશે ક્રોધી, ચાલાક, પ્રચંડ શક્તિશાળી છતાં એટલો જ પ્રેમાળ રાજકુમાર..
અચાનક એના જીવનમાં આવે છે એક સુંદર, કથ્થઈ આંખો વાળી, નાજુક તથા નાદાન, પ્રેમ અને આકર્ષણના રંગમાં રંગાયેલી મુગ્ધ, નિર્મળ અને સૌદર્યવાન રાજકુમારી..
રાજકુમાર તો રાજકુમારીને જોતાવેંત એના પ્રેમમાં પડી જાય છે, પણ રાજકુમારી તેના પ્રેમથી બિલકુલ અજાણ હોય છે..
અચાનક તેના જીવનમાં સંકટનાં કાળા વાદળો ઘેરાઈ જાય છે અને નિયતિ કંઈક એવો ખેલ રચે છે કે જેના પરિણામે રાજકુમાર રાજકુમારીનું અપહરણ કરીને તેની સાથે જબરદસ્તી લગ્ન કરી લે છે.
શું હશે એ લગ્નનું ભવિષ્ય?
શું રાજકુમારી કદી રાજકુમારના પ્રેમને સમજી શકશે?
શું રાજકુમારી જબરદસ્તીના લગ્નને સ્વીકારી શકશે કે હંમેશાં માટે દૂર થઈ જશે?
શું હશે નિયતિના મનમાં?
કા કહાની છે મુગ્ધ પ્રેમની, ઉત્કટ પ્રણયની અને તેમના પરિણયની…
કંઈક અંશે ક્રોધી, ચાલાક, પ્રચંડ શક્તિશાળી છતાં એટલો જ પ્રેમાળ રાજકુમાર.. અચાનક એના જીવનમાં આવે છે એક સુંદર, કથ્થઈ આંખો વાળી, નાજુક તથા નાદાન, પ્રેમ અને આકર્ષણના રંગમાં રંગાયેલી મુગ્ધ, નિર્મળ અને સૌદર્યવાન રાજકુમારી..રાજકુમાર તો રાજકુમારીને જોતાવેંત એના પ્રેમમાં ...વધુ વાંચોજાય છે, પણ રાજકુમારી તેના પ્રેમથી બિલકુલ અજાણ હોય છે..અચાનક તેના જીવનમાં સંકટનાં કાળા વાદળો ઘેરાઈ જાય છે અને નિયતિ કંઈક એવો ખેલ રચે છે કે જેના પરિણામે રાજકુમાર રાજકુમારીનું અપહરણ કરીને તેની સાથે જબરદસ્તી લગ્ન કરી લે છે.શું હશે એ લગ્નનું ભવિષ્ય?શું રાજકુમારી કદી રાજકુમારના પ્રેમને સમજી શકશે? શું રાજકુમારી જબરદસ્તીના લગ્નને સ્વીકારી શકશે કે હંમેશાં માટે દૂર થઈ
'ડ્રાઈવિંગ સ્કૂલ?' રઘુ મનમાં બોલ્યો.રઘુ બિચારો બાઘાની જેમ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. જે માણસે તેની જીંદગીમાં કોઈની માફી નહોતી માંગી આજે એ માણસ પોતાની કોઈ ભૂલ વગર આ છોકરીની માફી માંગી રહ્યો હતો.'ગુડ.. ' ગઝલ એટિટ્યુડથી બોલી. 'તમારુ ...વધુ વાંચોપેલો બોલ્યો.'સ્ટ્રેંજર્સને અમે નામ નથી કહેતા.' ગઝલએ એક હાથે ઝટકાથી પોતાના વાળ પાછળ ધકેલ્યા અને ગાડીમાં બેસીને નીકળી ગઈ.**પ્રણય પરિણય ભાગ ૨એ બંનેના જતાં જ રઘુએ આંખો જીણી કરીને તેની સામે જોયું.'વ્હોટ..? બધી ભૂલ તારી જ હતી, કાલ ને કાલ ડ્રાઇવિંગ સ્કૂલ જોઈન કર અને સરખી રીતે ગાડી ચલાવતા શીખ..' તે એકદમ નિર્લેપ ચહેરે બોલ્યો.'ભાઇ સાહેબ હવે આ જરા વધારે
'કોન્ગ્રેચ્યુલેશન્સ ગઝલ.' એવોર્ડ આપીને પહોળા સ્મિત સાથે મલ્હારે ગઝલ સાથે હાથ મિલાવવા માટે પોતાનો હાથ આગળ કર્યો.'થેન્ક યૂ વેરી મચ.' કહીને ગઝલએ મલ્હાર સાથે હાથ મળાવ્યો.. એના શરીરમાં પ્રથમ સ્પર્શની ઉતેજના વ્યાપી ગઈ. એવોર્ડ લઈને એ પોતાના સ્થાન પર ...વધુ વાંચોકેટલીય વાર સુધી એ પ્રથમ સ્પર્શની અનુભૂતિને એના મનમાં મમળાવતી રહી.મલ્હારે પોતે આવીને પર્સનલ નંબર અને વિઝિટિંગ કાર્ડ આપ્યું હોવાથી ગઝલ સાતમાં આસમાનમાં વિહરી રહી હતી.કાર્યક્રમ સંપન્ન થયા બાદ ગઝલ અને તેનુ ગૃપ શોપિંગ, લંચ અને મૂવી માટે નીકળ્યું. **પ્રણય પરિણય ભાગ ૩જે ઠેકાણે એ લોકો લંચ માટે ગયાં હતાં ત્યાં જ વિવાન પણ બિઝનેસ મિટિંગ કમ લંચ માટે આવ્યો
'જાન, યૂ ટ્રસ્ટ મી ના?' મલ્હારે પોતાની આંગળી વડે કાવ્યાનો ચહેરો ઉંચો કર્યો.'ટ્રસ્ટ છે એટલે જ તો મારુ સર્વસ્વ તને અર્પણ કરી દીધું મલ્હાર..' કાવ્યાએ પ્રેમથી મલ્હારની આંખોમાં જોતા કહ્યું..**પ્રણય પરિણય ભાગ ૪એટલામાં કાવ્યાનો ફોન વાઈબ્રેટ થયો. તે તરતજ ...વધુ વાંચોઅળગી થઇ અને પર્સમાંથી ફોન કાઢ્યો. સ્ક્રીન પર વિવાનનું નામ ઝળકી રહ્યું હતું.'ભાઈનો ફોન છે, એ મારી વેઈટ કરતો હશે, મારે જવું પડશે. આપણે પછી મળીએ. કાવ્યા એક હાથે પોતાના કપડાં ઠીક કરતા બોલી.'રહેવા દે.. નહીં ઉપાડને ફોન.. કમ હિઅર.' કહીને તેણે કાવ્યાને પોતાની તરફ ખેંચી અને ફરીથી કિસ કરવા લાગ્યો.'મારે જવું પડશે જાન... નહિતર ભાઇ મને શોધતો અહીં સુધી
'હું તારુ કંઇ સાંભળવાનો નથી.. વિવાનની કંપની સાથે આપણા ધંધાકીય હિતો સંકળાયેલા છે, હું વિવાનને નારાજ કરવા માંગતો નથી.' મિહિર કડકાઇથી બોલ્યો. 'ઓકે ફાઇન આવુ છું.' કહીને ગઝલએ પોતાની નાસ્તાની પ્લેટ ઉપાડી અને પગ પછાડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. ...વધુ વાંચોપ્રણય પરિણય ભાગ ૫ 'પ્રિન્સેસ… હજુ કેટલી વાર..? મોડું થાય છે.. આવ જલ્દી..' મિહિરે ગઝલને સાદ પાડ્યો. 'આવી.. આવી.. કેટલી ઉતાવળ કરો છો ભાઈ.. ' બોલતી ગઝલ નીચે ઉતરી. ગઝલ સાદી પણ ખૂબ સુંદર રીતે તૈયાર થઈ હતી. એણે બ્રાઈટ વ્હાઈટ અનારકલી ડ્રેસ પહેર્યો હતો. વાળ ખુલ્લા રાખ્યાં હતાં. હોઠ પર લાઈટ બ્રાઉનિશ લિપસ્ટિક લગાવી હતી. હળવી આઈલાઇનર અને મસ્કરા,
વિવાને "હજુ અહીં જ છે" એમ કહેતાં જ ગઝલએ પોતાની આંખો જોરથી બંધ કરી લીધી અને ફરીથી પોતાનો ચહેરો વિવાનની છાતીમાં છૂપાવી લીધો. કદાચ નાના બાળકની જેમ ગઝલને પણ લાગતું હતું કે હું આંખો બંધ કરી લઇશ એટલે ડોગી ...વધુ વાંચોજોઇ નહીં શકે.. પણ ડોગીની આંખો તો ખુલ્લી જ હતી ને..!જોકે દરવાજાની બીજી તરફ હોવાથી બ્રુનોને અંદરનું દ્રશ્ય દેખાતુ નહોતું!ગઝલની આવી ભોળપણભરી હરકત જોઇને વિવાનને હસવું આવી ગયું.. **પ્રણય પરિણય ભાગ ૬ઘણી વાર સુધી બેઉ એમને એમ એકબીજાની આગોશમાં બેડ પર પડ્યા રહ્યાં.વિવાનને પોતાને ગઝલથી અળગા થવાનુ મન નહોતું થતું.આના પહેલા તે ઘણી છોકરીઓની નજીક ગયો હતો પણ જે ફીલિંગ
.'..તો સમજી લે, કે આ પ્રોજેક્ટ તને મળી ગયો.' કાવ્યા મલ્હારનાં નાક સાથે પોતાનું નાક ઘસતા બોલી. કાવ્યાની વાત સાંભળીને મલ્હારનાં ચારેય કોઠે દિવા થયા. 'એ કેવી રીતે?' મલ્હારે પૂછ્યું.'એ તું મારા પર છોડ.. ' કાવ્યાએ આત્મવિશ્વાસથી કહ્યુ.'ઓહ કાવ્યા.. ...વધુ વાંચોલવ.. તને ખબર નથી તે મારી કેટલી મોટી ચિંતા દૂર કરી દીધી..' એમ કહીને મલ્હારે કાવ્યાને ચુંબનોથી નવરાવી દીધી.'તારી ચિંતા એ મારી ચિંતા મલ્હાર.. હું જે કંઈ કરુ છું તે આપણા માટે જ તો કરુ છું.' કાવ્યા બોલી. 'આઇ લવ યૂ કાવ્યા' મલ્હાર બોલ્યો.. અને ફરીથી બંને પ્રણયક્રિડામાં પરોવાયા.. **પ્રણય પરિણય ભાગ ૭મલ્હારના નશામાં ખોવાઈને સમાયરાને લેવા માટે એરપોર્ટ જવાનું
'સમાયરા.. ખબરદાર બીજી વાર એ શબ્દ બોલી છે તો..' વિવાન ખીજાઈને બોલ્યો.'શું કામ પતિદેવ..? મારા વરને પતિદેવ ના કહું તો કોને પાડોશીને કહું?' સમાઈરાએ એને હજુ વધુ ચીડવ્યો. કાવ્યાને આ જોવાની મજા પડતી હતી.. વૈભવી ફઈ સમાઈરાને આંખો બતાવીને ...વધુ વાંચોકોશિશ કરી રહ્યા હતા.'ફઈ આને કંઈ કહો.. નહીં તો હવે હું મારીશ.. ' વિવાને ફઈને ફરિયાદ કરી.'શું તમે બેઉ તોફાને ચઢ્યા છો? નાના છો હવે!? અલી એય સમી.. તું ઉતર તો નીચે..' વૈભવી ફઈએ ડારો આપ્યો. પણ સમાઈરા પર કોઈ અસર ના થઈ.'હવે તું જો..' કહીને વિવાને એક પડખે ઝૂકીને સમાઈરાને સોફા પર પટકી.'આઉચ.. ઓ માઆઆઆ…' સમાયરા ચિલ્લાઇ.**પ્રણય પરિણય ભાગ
ગઝલ ઉદાસ થઈને પોતાના રૂમમાં પાછી ફરી. એણે ફરી એક વાર બધો સામાન ફંફોસ્યો પણ મલ્હારનું કાર્ડ ક્યાંય મળ્યું નહીં એટલે ગઝલનો મૂડ ઓફ્ફ થઇ ગયો તેણે ગુસ્સાથી બધો સામાન આમતેમ ફંગોળી દીધો.**પ્રણય પરિણય ભાગ ૯વિવાન ફ્રેશ થઈને પોતાના ...વધુ વાંચોપર કામ કરી રહ્યો હતો. ત્યાં કાવ્યા પોતે તેના માટે કોફી લઈને રૂમમાં આવી. 'ભાઈ તારી કોફી.' કહીને કાવ્યાએ કોફીનો મગ વિવાનના ટેબલ પર મૂકયો.'થેંક્સ બચ્ચા..' વિવાને મગ ઉંચકતા કહ્યુ.'શું કરે છે ભાઈ તું?' કાવ્યાએ વિવાનના લેપટોપમાં જોતા પુછ્યું.'એક સેવન સ્ટાર હોટેલ બનાવવાનો પ્રોજેક્ટ છે, એનુ ટેન્ડર ભરું છું.' વિવાન બોલ્યો.'અછ્છા.. આજને આજ પતાવવાનું છે કે?' કાવ્યા બોલી. 'હાં, કાલે
'પણ હવે તારા દિવસો પુરા થયા. માર્કેટમાં રાજ કરવાનો વારો હવે મારો છે.' મલ્હારે ઘમંડ સાથે કહ્યુ.'ગુડ.. ગુડ, આઈ લાઈક યોર એટીટ્યુડ.. તું ખૂબ આગળ વધીશ..' વિવાને ઠંડકથી કહ્યુ.'હાં, એ તો મને ખબર જ છે.. એન્ડ થેન્કસ્ ફોર યોર ...વધુ વાંચોમલ્હારે કીધું અને વિવાન તરફ એક તિરસ્કૃત દ્રષ્ટિ ફેંકીને બહાર નીકળી ગયો.જોયું ભાઈ.. કેટલો ઘમંડ છે એને? રઘુ દાંત નીચે હોઠ દબાવતાં બોલ્યો. 'નવી નવી પાંખો આવી છે ભલે ઊડે, ઊડવા દે.. ચાલો આપણે આપણા કામે વળગીએ..' બોલીને વિવાન રઘુ અને વિક્રમ સાથે કોન્ફરન્સ રૂમની બહાર નીકળ્યો. **પ્રણય પરિણય ભાગ ૧૦.વિવાને ઓફિસમાં આવતાવેંત સૌથી પહેલા પોતાની કંપનીના આઇ.ટી. ડિપાર્ટમેન્ટમાંથી એન્જિનિયરને
.'સમાઈરા, મારા માટે જે કંઈ છે એ કાવ્યા છે સમજી? એને ઘરે જવું છે તો હું પણ રોકાઈ નહીં શકું… જો તારે એન્જોય કરવું હોય તો તું કરી શકે છે.. ઘરે પહોંચીને હું તારા માટે ગાડી મોકલી આપીશ.' વિવાને ...વધુ વાંચોપણ ધારદાર અવાજમાં કહ્યુ.વિવાનની વાત સાંભળીને સમાઈરાને લાગી આવ્યું. 'ઓકે તો ચાલો ઘરે.' બોલીને એ ધમ ધમ કરતી બંનેની આગળ ચાલતી થઈ.'આઇ એમ સોરી ભાઈ, મારે લીધે તમારો મૂડ સ્પોઈલ થયો..' કાવ્યા અફસોસ કરતા બોલી.'અરે નહીં બચ્ચા.. મારા મૂડ કરતાં તું વધુ ઈમ્પોર્ટન્ટ છે, ચલ આવ..' વિવાન બોલ્યો અને કાવ્યાના ખભે હાથ મૂકીને એને લઈને પાર્કિંગ તરફ ચાલ્યો.**પ્રણય પરિણય ભાગ
'તું વિરોધમાં જઈ શકીશ નહીં? અને હું? હું તો મારા ભાઈના વિરોધમાં ગઈને? કોના માટે? આપણાં પ્રેમ માટે જ ને? અરે! હું આપણા માટે મારી આખી ફેમિલીના વિરોધમાં જવા તૈયાર છું. બધાં સાથે સંબંધો તોડી નાખવા તૈયાર છું. અને ...વધુ વાંચોકહે છે કે તું તારા ઘરનાની વિરોધમાં નહીં જઈ શકે?' કાવ્યાનો અવાજ ઉંચો થઈ ગયો. એના ચહેરા પર લોહી ધસી આવ્યું.'આમ જો કાવ્યા, તું શાંતિથી વિચાર કર..' મલ્હારે બેઉ હાથમાં કાવ્યાનો ચહેરો લીધો: 'એબોર્શન કરાવીને તરતજ આપણે લગ્ન કરી લઇશું.. વધારેમાં વધારે શું થશે? આપણે ગુપચુપ લગ્ન કરીશું એટલે મારા ઘરના મારાથી નારાજ થશે એટલું જ ને? કદાચ મારી સાથે
સમાઈરાના મનસૂબા પર રઘુ અને વિક્રમે પાણી ફેરવી દીધું એટલે સમાઈરા ગુસ્સે તો બહુ થઇ પણ એ ગુસ્સો તે કોઈના પર ઉતારી શકે તેમ નહોતી.બે દિવસ પછી સમાઈરા અમેરીકા માટે નીકળી ગઈ અને વિવાને છુટકારાનો શ્વાસ લીધો**પ્રણય પરિણય ભાગ ...વધુ વાંચોઅમેરિકા જવા નીકળી ગઈ અને બીજા દિવસે વિવાન ચાર દિવસની બિઝનેસ ટ્રીપ માટે ચેન્નઈ જવા નીકળ્યો.કાવ્યા માટે મોકળું મેદાન હતું. તેને હવે કોઈની બીક નહોતી.અગાઉથી નક્કી થયા પ્રમાણે કાવ્યા આજે મલ્હારે આપેલા એડ્રેસ પર એબોર્શન કરાવવા માટે જવાની હતી.'ફઈ.. હું મારા ફ્રેન્ડ જોડે બહાર જાઉં છું.. મારે આવતા મોડું થશે..' કાવ્યાએ વૈભવી ફઈને કહ્યુ.'બેટા આજે બા અને ભાઈ આવવાના છે,
'ગઝલ મિહિર કાપડિયાની બહેન છે.. એને કોઈ સંતાન નથી એટલે બધો વારસો ગઝલને જ મળશે.. અને ગઝલ દ્વારા મને..' મલ્હાર ખંધુ હસતાં બોલ્યો.'અરે વાહ ગ્રેટ..' મોન્ટી એને તાળી આપતાં બોલ્યો. અને એ લોકોએ ગાંજા વાળી સિગરેટ પૂરી કરી.**પ્રણય પરિણય ...વધુ વાંચો૧૪કાવ્યાએ આખો દિવસ આરામ કર્યો. તેણે મલ્હારનો કોન્ટેક્ટ કરવાની ઘણી કોશિશ કરી પણ કોઈ રીતે એનો કોન્ટેક્ટ થઇ રહ્યો નહોતો.કંટાળીને તેણે આરોહીને ફોન લગાવ્યો.'હેલ્લો.. કાવ્યા કેમ છે તારી તબીયત..?' ફોન ઉપાડતાં આરોહી બોલી. 'ફીલિંગ બેટર નાઉ.. સાંભળને, મારે એક કામ છે તારું..''બોલને.. ઘરે બધું બરાબર છે ને? તે ઘરે વાત કરી?' આરોહીને ચિંતા થઈ.'ના.. હજુ સુધી નથી કીધું, હું અને
પાછલા પ્રકરણનો સારાંશ:એબોર્શન કર્યા પછી ઘરે આવીને કાવ્યા પોતાના મેરેજના પેપર્સ વાંચ્યા વગર વોર્ડરોબમાં મુકી દે છે.તેને મલ્હાર સાથે વાત કરવી હોય છે પણ મલ્હારનો ફોન સતત બંધ આવે છે. તે આરોહી મારફત મલ્હાર સુધી મેસેજ પહોંચાડે છે.અને વિવાન ...વધુ વાંચોપરથી આવી જાય ત્યાર બાદ ઘરમાં બધાને મલ્હાર સાથે મળીને તેમની રિલેશનશિપ વિષે જણાવી દેવાનું નક્કી કરે છે, અને કૃષ્ણકાંત પાસેથી જે માંગે તે આપવાનું વચન લે છે.પરંતુ મલ્હાર ઓસ્ટ્રેલિયા જવાનુ બહાનુ આગળ ધરે છે એટલે તેનો બધાને સરપ્રાઈઝ આપીને રિલેશનશિપ જાહેર કરવાનો પ્લાન ઘોંચમાં પડે છે. બીજી તરફ મલ્હાર, મિહિર કાપડિયાને મળવાનું નક્કી કરે છે. સામે ગઝલના ઘરે પણ
'ઈટ્સ ઓકે, તું કમ્ફર્ટેબલ ન હોય તો હું તને બિલકુલ ફોર્સ નહીં કરુ. હવે આપણે બધુ લગ્ન પછી કરીશું.' મલ્હાર હસીને બોલ્યો.'થેન્ક યૂ મલ્હાર..' ગઝલ તેને હગ કરીને બોલી.'ઓકે.. તને પણ ઘણું મોડું થઈ ગયું છે બાય..' મલ્હાર ગઝલને ...વધુ વાંચોમોકલતાં બોલ્યો. 'બાય.. સી યૂ.. ' કહીને હળવેકથી ગેટ ખોલીને ગઝલ અંદર ગઈ અને મલ્હાર પણ ત્યાંથી નીકળી ગયો.**પ્રણય પરિણય ભાગ ૧૬રઘુ વિવાનને લઇને ઘરે પહોંચ્યો. વિવાન ખરેખર બહુ દુઃખી હતો. અત્યાર સુધી બડબડ-બડબડ કરનારો, ભાવિ જીવનના સપનાઓમાં રંગ પુરી રહેલો વિવાન એકદમ શાંત થઈ ગયો હતો. આખે રસ્તે એક પણ શબ્દ બોલ્યો નહોતો. કારની વિન્ડોમાંથી સૂમસામ પસાર થતાં રસ્તાઓ
પાછલા પ્રકરણનો સારાંશ.. મલ્હારે ગઝલને પ્રપોઝ કર્યું અને ગઝલએ તેનો સ્વીકાર કર્યો એ વાતથી વિવાન ઘણો દુખી હોય છે. તેને ખૂબ ગુસ્સો પણ આવ્યો હોય છે.. એમા બિચારો વિક્રમ કોઈ કારણ વગર તેના ગુસ્સાની અડફેટે ચડી જાય છે.છેવટે વિવાન ...વધુ વાંચોભૂલી જવાનો નિર્ણય કરે છે. બીજી તરફ ગઝલ તો વિવાનની ફીલિંગ્સથી બિલકુલ અજાણ હોય છે. એ તો મલ્હાર સાથે સુખી સંસારના સપનાઓ જોતી હોય છે.મલ્હારે તેને પ્રપોઝ કર્યું છે એ વાત બીજા દિવસે સવારે જ તે મિહિર અને કૃપાને જણાવે છે. તે બંને પણ ગઝલ-મલ્હારના સંબંધનો સ્વીકાર કરે છે અને મલ્હારના પરિવારને ડિનર માટે આમંત્રિત કરવાનું નક્કી કરે છે.હવે આગળ..**પ્રણય
પાછલા પ્રકરણનો સાર:ગઝલ, મલ્હાર દ્વારા કરવામાં આવેલા પ્રપોઝની વાત ઘરે કહે છે. પછી મિહિર બિઝનેસ મિટિંગના બહાને મલ્હારને મળે છે અને મલ્હારનુ મન જાણીને તેની ફેમિલીને ડિનર માટે ઈન્વાઈટ કરે છે. મલહાર ફોન પર ગઝલ સાથેની વાતમાં તેને સાંજના ...વધુ વાંચોપહેરવાનું સૂચન કરે છે. અને કિસની માંગણી મૂકે છે. દરમિયાન મલ્હારના મનના વિચારો જાણીને આપણને સમજાય છે કે તે લગ્ન કરીને ઘરમાં કહ્યાગરી 'દાસી' લાવવા માંગે છે.બીજી તરફ વિવાન ગઝલને ભૂલી શકતો નથી. તેને બધી વાતોમાં ગઝલની યાદ આવી જાય છે.ગઝલ અને કૃપા રાતનાં ડિનર પ્રોગ્રામમાં પહેરવાની સાડી ખરીદવા મોલમાં જાય છે. ઘણી બધી સાડીઓ ટ્રાઈ કર્યા પછી છેવટે ગઝલને
મલ્હાર અને ગઝલનું ફેમિલી બંનેનો સંબંધ સ્વીકારી લે છે અને બે દિવસમાં સગાઇ અને બીજા અઠવાડિયે લગ્ન કરવાનું નક્કી કરે છે.મિહિર પોતાનો વારસો ગઝલને આપવાની વાત કરે છે પણ પ્રતાપ ભાઈ અને ગઝલ ના કહે છે. મલ્હારને એ વાત ...વધુ વાંચોનથી આવતી. અત્યારે એ ગમ ખાઈને ભવિષ્યમાં ગમે ત્યારે કારોબાર પચાવી પાડવાનો વિચાર કરે છે.મલ્હાર પબમાં દોસ્તો સાથે પાર્ટી કરતો હોય છે ત્યારે કાવ્યાની ફ્રેન્ડ આરોહી, તેના ગઝલ સાથે થવાના લગ્ન વિશે જાણી જાય છે. તે કાવ્યાને આ વાતની માહિતી પહોંચાડે છે.કાવ્યા ગુસ્સામાં ઘરેથી કાર લઈને નીકળે છે અને મલ્હારનો પીછો કરીને તેને રસ્તા વચ્ચે આંતરે છે.હવે આગળ.. **પ્રણય પરિણય
પાછલા પ્રકરણનો સાર:વિવાન, ગઝલને ભૂલવા માટે પોતાની જાતને કામમાં ગળાડૂબ કરી દે છે. તે ઘરે નહી જઈને ઓફિસના પ્રાઈવેટ સ્યૂટમાં જ રોકાઈ જાય છે.બીજી તરફ, એજ રાત્રે કાવ્યા, મલ્હારને અચાનક રસ્તા વચ્ચે આંતરીને તેમની રિલેશનશિપ વિષે બંને ઘરે કહેવાની ...વધુ વાંચોપકડે છે. મલ્હારની આ માટે બિલકુલ તૈયારી નથી હોતી. ઉપરથી કાવ્યાને ગઝલ વિષે ખબર પડી ગઈ હતી, એ વાત તો મલ્હારને પરવડે તેમ જ નહોતી.છેવટે મલ્હાર પોતાના ઘરમાં વાત કરી દેવા તૈયાર થાય છે. તે કાવ્યાને કાર લઈને પોતાની પાછળ આવવા કહે છે. અને પોતાના મોબાઈલ પરથી કોઈને મેસેજ સેન્ડ કરે છે.કાવ્યાને ટ્રાફિક સિગ્નલ નડવાને કારણે મલ્હારની ગાડી તેનાથી ઘણી
પાછલા પ્રકરણનો સાર:ડોક્ટર આચાર્ય વિવાનને બોલાવીને કાવ્યાના કોમામાં જતા રહેવાની જાણકારી આપે છે. એ સાંભળીને વિવાનને ખૂબ આઘાત લાગે છે. અને ઉપરથી તેને એ પણ ખબર પડે છે કે કંપનીના ટેન્ડર પણ કાવ્યાએ કોઈના માટે ચોર્યા હોય છે. તથા ...વધુ વાંચોકોઈ રાકેશ દિવાન નામના માણસ સાથે ચુપચાપ લગ્ન કરી લીધા હોય છે. તેનાથી વિવાન ખૂબ દુઃખી થાય છે અને એમ વિચારે છે કે એક ભાઈ તરીકે મારા પ્રેમમાં શું કમી રહી ગઈ કે કાવ્યાએ આ બધી વાત મારાથી છુપાવવી પડી..આ તરફ રઘુને મલ્હાર પર ફૂલ ડાઉટ હોય છે. તે અને વિક્રમ મળીને આખો મામલો ઉકેલવાનું નક્કી કરે છે. જ્યારે બીજી
પાછલા પ્રકરણનો સાર:રાકેશ દિવાનના કોઈ સગડ નહોતા મળી રહ્યાં. જોકે રઘુ અને વિક્રમે તપાસના બીજા મોરચાઓ પણ ખોલી રાખ્યાં હતાં. એ લોકોને ધીમે ધીમે કરીને ઘણી માહિતી મળી રહી હતી. પણ વચ્ચેની કડીઓ ખૂટતી હતી. એમાં રઘુનો માણસ મુન્નો ...વધુ વાંચોલાવે છે કે કાવ્યાના અકસ્માતના દિવસથી જ આરોહી ગાયબ હતી. તેના બોયફ્રેન્ડ જેવા લાગતા એક જણ પર તેમને શંકા આવે છે એટલે રઘુ તેને શોધવાની મુન્નાને સૂચના આપે છે. આ બાજુ ડો. આચાર્યએ વિવાનને અમેરિકન ડોક્ટર સ્ટીફન વિશે માહિતી આપી. ડો. સ્ટીફન એક દિવસ માટે ચેન્નઈમાં હોય છે. વિવાન ખુદ ચેન્નઈ જઈને ડો. સ્ટીફનને મુંબઈ લઇ આવે છે. ડો. સ્ટીફન
પાછલા પ્રકરણનો સાર:રઘુના હાથમાં આરોહીનો બોયફ્રેન્ડ યશ આવી જાય છે. વિવાન અને રઘુ તેનું ઈન્ટરોગેશન કરે છે. શરૂઆતમાં તે ડરનો માર્યો મોઢુ ખોલતો નથી પણ થોડો ધમકાવવાથી તે કહી દે છે કે આરોહી તેના ઘરે જ છે. વિવાન અને ...વધુ વાંચોઆરોહીને મળવા જાય છે. આરોહી મલ્હારના બધા કારસ્તાન વિવાનને કહી સંભળાવે છે એથી મલ્હારે જ કાવ્યાની આવી સ્થિતિ કરી છે એ વિવાનને ખબર પડે છે.કાવ્યાની પ્રેગનન્સી અને એબોર્શન વિશે જાણીને મલ્હારને ખૂબ મોટો આઘાત લાગે છે. તેને એ પણ ખબર પડે છે કે રાકેશ દિવાનનું નામ વાપરીને મલ્હારે કાવ્યા સાથે બનાવટી લગ્ન કર્યા હતા. પછી વિવાન પોતાની બહેનનો બદલો લેવાની
પાછલા પ્રકરણનો સાર:રઘુ શોધી કાઢે છે કે મલ્હાર-ગઝલના લગ્ન બે દિવસ પછી સેલવાસમાં એક રિસોર્ટમાં થવાના છે. વિવાન હોસ્પિટલમાં કોમામાં રહેલી કાવ્યાને કહે છે કે હું તારો બદલો લેવા નીકળી ચૂક્યો છું. તારા એક એક આંસુની કિંમત મલ્હારે ચુકવવી ...વધુ વાંચોપડશે. હોસ્પિટલમાં કાવ્યાની સિક્યોરિટી ડબલ ટાઈટ કરીને તેઓ સેલવાસ જવા નીકળી જાય છે.સેલવાસમાં ગઝલની મહેંદીની રસમ થઈ ચૂકી હોય છે. બીજે દિવસે મંડપ મુહૂર્ત અને પીઠીની વિધી હોય છે. એ દિવસે ગઝલની ખાસ ફ્રેન્ડ નીશ્કા તેના લગ્નમાં આવે છે. ગઝલ તૈયાર થઈને પીઠીના પ્રોગ્રામ માટે નીચે જતી હોય છે, બરાબર ત્યારે જ તે એક નોકર સાથે ટકરાય છે અને નોકર
પાછલા પ્રકરણનો સાર:ગઝલને નોકરના હાથે પહેલી હલ્દી લાગી જાય છે. તેની સાસુએ તેના વિશે પુછ્યું ત્યારે નીશ્કાએ અમે મસ્તી કરતાં હતાં એવું બહાનુ કાઢીને વાત વાળી લીધી.પછી ગઝલની હલ્દીનો પ્રસંગ સુખ રૂપ પુરો થાય છે. પણ એક નોકર હલ્દીના ...વધુ વાંચોપ્રસંગ દરમિયાન રહસ્યમય વર્તાવ કરે છે.કૃપાની તબિયત ખરાબ થવાથી ડોક્ટર બોલાવવા પડે છે.રાતના દાંડિયા રાસના પ્રોગ્રામમાં ગઝલ-મલ્હારની ગ્રાંડ એન્ટ્રી થાય છે. કૃપા સિવાયના બધા ડાન્સ કરે છે અને દાંડિયા રમે છે. દાંડિયા રમતી વખતે નીશ્કાના લીધે ગઝલનું મીંઢળ તૂટી જાય છે.સુમતિ બેન તેને અપશુકન અને લગ્નમાં આવેલું વિઘ્ન ગણે છે. પરંતુ મલ્હાર તેની વાત સાંભળવા તૈયાર નથી. તે અપમાનજનક રીતે
પાછલાં પ્રકરણનો સાર:સુમતિ બેનની ઉંમર અને કૃપાની તબિયત ખરાબ હોવાથી ગઝલ અને નીશ્કાને ડ્રાઈવર સાથે મંદિરે જવાનું હતું. ગઝલ અને નીશ્કા મંદિરે પુજા કરવા જવા માટે સવારે વહેલા ઊઠીને તૈયાર થઈ જાય છે.ગઝલ વિવાને પસંદ કરેલી સાડી પહેરે છે. ...વધુ વાંચોજણી ડ્રાઈવર સાથે મંદિરે જવા નીકળે છે. મંદિર ઘણું ઉંચાઈ પર હતું દોઢસો પગથિયાં ચઢવાના હતાં.થોડા પગથિયાં ચઢતા જ નીશ્કાનો પગ મચકોડાઈ જવાથી ગઝલને ડ્રાઈવર એટલેકે વિવાન સાથે એકલા જવું પડે છે. ગઝલ પણ થોડા પગથિયાં ચઢીને થાકી જાય છે ત્યારે વિવાન તેને ઉંચકીને બાકીના પગથિયાં ચઢે છે. એક તરફ ગઝલ પુજા કરાવે છે ત્યારે બીજી તરફ વિવાન મહાદેવજી સમક્ષ
પાછલા પ્રકરણનો સાર:ગઝલ બેહોશ થઈને ઢળી પડે છે. તેને પૂજા કરાવનાર રઘુ જ હોય છે. ગઝલને લઈને વિવાન અને રઘુ પગથિયાં ઉતરીને નીચે આવે છે, જ્યાં નીશ્કા રાહ જોઈને બેઠી હતી. વિવાન તેમને મદદ કરવા બદલ નીશ્કાનો આભાર માને ...વધુ વાંચોત્યારે નીશ્કા કહે છે કે તેને તેની બચપણની સહેલીની ચિંતા હતી. તે મલ્હારના ચારિત્ર્ય અને લાલચુ સ્વભાવને જાણતી હતી. તેણે આ બધું ગઝલને ખોટા હાથમાં જતી બચાવવા માટે કર્યું છે. અને વિવાનને કહે છે કે ગઝલ સાવ ભોળી છે, નાના બાળક જેવી છે. એને પ્રેમથી સમજાવશો તો તમારુ બધુ માનશે પણ જોર જબરદસ્તી કરશો તો એ પણ સામી જીદે ચડશે.
પાછલા પ્રકરણનો સાર:વિવાન ગઝલને એક પ્રાઈવેટ હાઉસ બોટ પર લઇ જાય છે, સૂતેલી ગઝલનું સૌંદર્ય જોઈને વિવાન ઘડીભર વિચલિત થઈ જાય છે. પણ એનું સાવધ મન ઈચ્છતુ નથી કે ગઝલ તેને આવી રીતે જોતો જુએ. એ મનઃસ્થિતિ તેના ઉત્તમ ...વધુ વાંચોસાબિતી આપે છે.બહાર શું ચાલી રહ્યું છે તેની પળેપળની માહિતી રઘુ તેને પહોંચાડે છે. નીશ્કાએ તેને લાફો માર્યો હતો એ સિવાયની બધી વાતો રઘુ વિવાનને જણાવે છે.પ્રતાપ ભાઈની અનિચ્છા છતાં મિહિર પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરે છે. પોલિસ કમિશનર FIR નોંધવાને બદલે ઓફ્ફ ધ રેકોર્ડ તપાસ કરવાની સલાહ આપે છે.હોસ્પિટલમાં દાખલ નીશ્કાના સ્ટેટમેન્ટ પરથી સેલવાસ પોલીસ ગઝલની શોધમાં લાગે છે.
પાછલા પ્રકરણનો સાર:વિવાન, ગઝલને લઈને મનોરના ફાર્મહાઉસ જવા નીકળ્યો. તે હોશમાં આવી એટલે વિવાને તેને કહી દીધું કે તેણે એનુ અપહરણ કર્યુ છે અને તેની સાથે લગ્ન કરવાનો છે. તેની ધારણા મુજબ જ ગઝલ ધમપછાડા કરવા લાગી. ઘણી મથામણ ...વધુ વાંચોછેવટે વિવાન તેને ખભે ઉંચકીને ફાર્મહાઉસની અંદર લઇ ગયો. તે વારે વારે મલ્હારનું નામ લેતી હોવાથી વિવાનને ખૂબ ગુસ્સો આવતો હતો.હવે આગળ.. **પ્રણય પરિણય ભાગ ૨૯'બસ્સ.. હવે પછી તારા મોઢેથી મલ્હારનુ નામ નીકળ્યું છે તો મારા જેવો ખરાબ કોઈ નહીં હોય.. પ્રેમથી સમજાવું છું, સમજી જા. નહીં તો મને બીજી રીતે સમજાવતા પણ આવડે છે. અને એ તને જ મોંઘુ
પાછલા પ્રકરણનો સાર:ગઝલને વિવાને ધમકાવ્યા પછીથી એ ડરી ગઈ હતી. રૂમમાં એકલી પડ્યા પછી ભાઈ ભાભીને યાદ કરીને એ ખૂબ રડી. ગઝલ પર ગુસ્સો કરવાનુ વિવાનને પણ નહોતું ગમતું. રઘુએ પણ નીશ્કાએ આપેલી સલાહ યાદ કરાવતાં વિવાનને ઠપકો આપીને ...વધુ વાંચોકામ લેવાનું કહ્યું. એ બાજુ મિહિરને કોઈ "હિતેચ્છુ" તરફથી બહેનની વિદાય પહેલા મલ્હારના ખાનદાન વિશે પૂરે પૂરી તપાસ કરી લેવાનો મેસેજ મળે છે. મિહિર એ મેસેજ કૃપાને પણ વંચાવે છે અને એક વાર ગઝલ મળી જાય પછી તેના પર વધુ વિચારશે એમ નક્કી કરે છે. આ તરફ ગઝલ કોઈ પણ રીતે આ ફાર્મહાઉસમાંથી ભાગી જવાનુ નક્કી કરે છે. બિજા કોઈ
પાછલા પ્રકરણનો સાર:ચાદરના સહારે અધવચ્ચે લટકતી ગઝલને નીચે ઉતારીને વિવાન અંદર લાવે છે. તેને જંગલી જાનવરોનો ડર દેખાડીને બીજી વખત ભાગવાની કોશિશ નહી કરવાનું સમજાવે છે.બીજી તરફ સેલવાસમાં ગઝલને શોધવામાં કોઈ સફળતા નહિ મળતાં પ્રતાપ ભાઈનો ગુસ્સો કાબુ બહાર ...વધુ વાંચોરહે છે, તે મિહિર અને કૃપાની સામે જ સુમતિ બેનને લાફો મારી દે છે. તેમના સ્ત્રીઓ તરફના આવા ગેરવર્તનને કારણે મિહિર અને કૃપા હવે આ સંબંધ માટે પછતાવાની લાગણી અનુભવે છે. મિહિર અને પ્રતાપભાઈ આવતી કાલે સવારે મહેમાનોને હકીકત જણાવી દેવાનું નક્કી કરે છે.મિહિર અને કૃપા એકલા પડે છે ત્યારે તેને એક વિડિયો મેસેજ મળે છે જેમાં ગઝલને સુખરૂપ મુંબઈ
પાછલા પ્રકરણનો સાર:મિહિર અને કૃપા ગઝલની સલામતી માટે થઇને વિડીયોમાં અપાયેલી સુચનાનું પાલન કરવાનું નક્કી કરે છે.મલ્હાર હજુ પણ ગઝલને શોધવાના પ્રયત્નો કરી રહ્યો હતો. તે પોતાના પઠ્ઠાઓને ગઝલને શોધવાની સૂચના આપી રહ્યો હોય છે ત્યારે પ્રતાપ ભાઈ તેની ...વધુ વાંચોઆવે છે અને ગઝલને ભૂલી જવા માટે મલ્હારને સમજાવતી વખતે એકદમ હલકો તર્ક આપે છે. તે ગઝલની સરખામણી તુચ્છ રમકડાં સાથે કરે છે. મલ્હારની મમ્મી સુમતિ બેન બાપ દિકરા વચ્ચેની વાતચીત સાંભળી જાય છે. તે ખુબ દુઃખી થાય છે. તેઓ કૃપાને જઇને કહે છે કે ગઝલ મળી પણ જાય તો તેના લગ્ન મલ્હાર સાથે ના કરતાં.મિહિર અને કૃપા મુંબઈ જવા
પ્રણય પરિણય ભાગ 33: રઘુના ગયા પછી એક ઉંડો શ્વાસ લઈને વિવાને વિક્રમને ફોન લગાવ્યો. 'હેલ્લો વિક્રમ..' 'યસ બોસ..' 'ઓફિસમાં બધુ બરાબર?' 'યસ સર એકદમ બરાબર.' 'એની પ્રોબ્લેમ?' 'નો સર..' 'રાઠોડ પર ...વધુ વાંચોરાખજે. એના બિઝનેસની બારિકમાં બારિક હિલચાલ પર કડક નજર હોવી જોઈએ.' 'યસ બોસ, ડોન્ટ વરી. બધી ગોઠવણ થઈ ગઈ છે.' વિવાને ફોન કટ કરીને દાદીને લગાવ્યો. 'હાય માય ડાર્લિંગ દાદી..' 'મારે તારી સાથે વાત જ નથી કરવી જા..' દાદી રિસાઈને બોલ્યાં 'શું કામ ભલા?' વિવાન બોલ્યો. 'તમને બેવને કોઈ જવાબદારી કે શરમ જેવું છે?
પાછલા પ્રકરણનો સાર:વિવાને બતાવેલા વિડિયોનાં ડરથી ગઝલ લગ્ન માટે તૈયાર થઇ જાય છે. રઘુએ સાધેલા વકીલ અને રજીસ્ટ્રાર તે બંનેના લગ્ન કરાવી આપે છે. લગ્ન પછી ગઝલ તેના ભાઈ ભાભી અને મલ્હારને યાદ કરીને ખૂબજ રડી રહી હતી, એ ...વધુ વાંચોવિવાન ખૂબ દુઃખી હતો. તેણે ગઝલને સમજાવવાની કોશિશ કરી કે મલ્હાર તારા લાયક નથી પણ એનાથી ગઝલ વધુ ભડકી. વિવાનની દશા ખરાબ હતી, સમય આવ્યે બધુ ઠીક થઇ જશે કહીને રઘુએ તેને હિંમત બંધાવી. આ બાજુ મહેતા અંકલ મલ્હાર વિશે ઘણી બધી ચોંકાવનારી વિગતો લઇ આવે છે. મલ્હાર વિષે એ બધુ જાણીને મિહિર અને કૃપા વિચારે છે કે સારુ થયુ
પ્રણય પરિણય ભાગ ૩૫'કાલે જ રિસેપ્શન આપીશું.. તૈયારી કરો અને બધાને આમંત્રણ મોકલાવો.' કૃષ્ણકાંતે કહ્યુ.'હાં ડેડી, હું અને વિક્રમ બધુ સંભાળી લેશું.' રઘુ ખુશ થતાં બોલ્યો.'વિવાન.. તું વહુને રૂમમાં લઈજા.. થોડો આરામ કરો જાવ..' દાદીએ કહ્યુ.'જી..' વિવાન ગઝલને લઈને ...વધુ વાંચોતરફ ગયો.પાછળ એક નોકર ગઝલની બેગ લઇને ગયો.'વહુ કેટલી સુંદર છે, નહીં?' દાદી હરખથી બોલ્યા.'હાં ખરેખર..' વૈભવી ફઈએ કહ્યુ.'વૈભવી..' કૃષ્ણકાંત તેને કંઇક કહેવા માંગતા હતા.'હાં ભાઈ..' વૈભવી તેના તરફ ફરી.'સમાયરાને આ બાબતે કેવી રીતે કહીશું.' કૃષ્ણકાંતના ચહેરા પર અસમંજસના ભાવ હતા. તેમનો પ્રશ્ન સાંભળીને વૈભવીનો ચહેરો પડી ગયો.'તે કેવું રિએક્ટ કરશે?' કૃષ્ણકાંતે પૂછ્યું.'એમ પણ એ લગ્ન થાય તેમ નહોતા, છતાં
પાછલા પ્રકરણનો સાર:વિવાન ધમકી મારીને ગઝલને ઘરે લઈ જાય છે, ઘરવાળાને એમ કહીને પટાવે છે કે ગઝલ અને તેની વચ્ચે પ્રેમ હતો પણ ગઝલના ઘરના જબરદસ્તી તેની મરજી વિરૂધ્ધ બીજા છોકરા સાથે લગ્ન કરી રહ્યા હતા એટલે તે આત્મહત્યા ...વધુ વાંચોજતી હતી એમા મારે તેને ભગાડીને લગ્ન કરવા પડ્યા.જોકે દાદી અને ફઈને તેની વાર્તામાં રસ નહોતો, તેને તો ગઝલ પહેલી નજરે જ પસંદ પડી ગઈ હતી એટલે તેઓ ખૂબ ખુશ હતા અને કૃષ્ણકાંતને પોતાની આબરુને છાજે એ રીતે દિકરો પરણાવવાની હોંશ હતી. છેવટે એક મોટી રિસેપ્શન પાર્ટી આપવાનુ નક્કી થાય છે. આ બાજુ બેડરૂમમાં વિવાનની બદમાશીથી ગઝલ ડરી જાય છે
પ્રણય પરિણય ભાગ ૩૭.પ્રતાપ ભાઈની સાંભળીને મિહિરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.. તેને લાગ્યું કે તેના મગજની નસ ફાટી જશે. તેનાથી આપોઆપ તેનો હોઠ દાંત નીચે દબાઈ ગયો. હોઠમાંથી લોહી નીકળવા લાગ્યું. ગુસ્સામાં એનું આખું શરીર કાંપી રહ્યું હતું.'અરે! ...વધુ વાંચોમિહિર અચાનક બોલી ઉઠ્યો: 'તમે સ્ત્રીઓને પગલુછણીયું સમજવા વાળા લોકો છો.. તમારુ ઘર ગઝલને લાયક જ નથી.. મે તો ફક્ત એટલું કહેવા માટે ફોન કર્યો છે કે અમારી ગઝલએ વિવાન શ્રોફ સાથે લગ્ન કરી લીધા છે.. એ જ વિવાન શ્રોફ કે જેના જૂતાંમાં પગ નાખવા માટે પણ તમારા મલ્હારને સાત જનમ લેવા પડે.. સસરાની સંપત્તિ હડપ કરનાર માણસોને ખાનદાન કોને
પાછલા પ્રકરણનો સાર:રઘુ અને વિવાન, મિહિરને પ્રેમથી જીતવાના ઈરાદે તેમના ઘરે જાય છે. તેઓની કેફિયત સાંભળીને મિહિર ગુસ્સે થઈને ત્યાંથી રવાના થવાનું કહી દે છે. છતાં તેઓ બંને ઉભા રહે છે. એટલામાં મિહિર ગઝલ મળી ગઈ છે એ કહેવા ...વધુ વાંચોપ્રતાપ ભાઈને ફોન લગાવે છે. ગઝલ માટેના પ્રતાપ ભાઈએ વાપરેલા બિભત્સ શબ્દો સાંભળીને મિહિર ઉશ્કેરાઈ જાય છે અને આવેશમાં આવીને ગઝલએ વિવાન સાથે લગ્ન કર્યા છે એમ બોલી નાખે છે..એ સાંભળીને વિવાન અને રઘુ સહિત કૃપા પણ ખુશ થઈ જાય છે અને તેની સમજાવટથી મિહિર વિવાનને માફ કરીને સ્વીકારી લે છે. પછી વિવાન કાવ્યાની હાલત પાછળ મલ્હાર જ જવાબદાર છે
પ્રણય પરિણય ભાગ ૩૯ખૂબ રડવાથી ગઝલની આંખો સહિત પૂરો ચહેરો લાલ થઈ ગયો હતો. તેનુ નાક પણ વહેવા લાગ્યું હતું. ટીપોઈ પરથી ટિશ્યૂ પેપર લઇને નાક ખેંચતી એ દાદીની રૂમમાં જઈને બેડ પર બેઠી.તે મનમાં વિચારી રહી: 'આ ઘર ...વધુ વાંચોપહેલા હું મલ્હાર વિશે ખાતરી કરી લઈશ. જો એ મને સાચે જ પ્રેમ કરતો હશે તો મને ચોક્કસ સ્વીકારી લેશે. અને જો એ ખરેખર ખરાબ માણસ હશે તો?' એક ક્ષણ માટે તે ધ્રુજી ઉઠી. પણ પછી પોતે મક્કમ થઈને મનમાં બોલી: 'જો એવું હશે તો ખોટા માણસને પ્રેમ કરવાની મારી ભૂલની સજા હું આ ઘરમાં રહીને જ ભોગવીશ. અને વિવાનને
પ્રણય પરિણય ભાગ ૪૦પૂજા સંપન્ન થયા બાદ કૃષ્ણકાંતે હેડ ઓફ ફેમીલીની જગ્યા વિવાન અને ગઝલને સોંપી અને દાદીએ ઘરની જવાબદારી ગઝલના હાથમાં આપી દીધી.ગઝલને દાદીનો અને કૃષ્ણકાંતનો તેના તરફનો વ્યવહાર નવીન લાગતો હતો. હજુ કાલે જ તો એ આ ...વધુ વાંચોઆવી હતી. અને આજે તો બધા હક્ક મળી ગયાં હતાં. નોર્મલી બધા નવી વહુને સરખી રીતે પારખી લીધા પછી ઘરનો કારભાર સોંપે પણ અહીં તો ઓલરેડી બધુ તેના હાથમાં મૂકી દેવામાં આવ્યું હતું.'વહુ બેટા, હવે કિચનમાં જઈને થોડી પૂજા કરીને શુકન પૂરતુ કંઈક મીઠું બનાવી લે.' દાદીએ કહ્યુ.'મીઠું એટલે કોઈ સ્વીટ.. મીઠાઈ..?!' ગઝલ બોલી.'હાં, લાપસી કે શિરો કે એવું કંઈક
પ્રણય પરિણય ભાગ ૪૧ગઝલ બે ચાર ક્ષણ એમજ ઉભી રહી પછી વિચારવા લાગી: 'અહીં બધા લોકો કેટલા સમજદાર છે! આવી ચા જો મેં ઘરે બનાવી હોત તો ભાભીએ આખુ ઘર માથે લીધુ હોત. અને બોલ્યા હોત કે સાસરે જઈને ...વધુ વાંચોથશે તારું?''સાસરુ?' ગઝલ પોતાના વિચારો પર જ ચમકી અને તેનાથી હસી પડાયું. એ મનમાં બોલી: 'હું પણ ક્યાં આવા વિચારે ચઢી ગઈ! કાલે અહીંથી ગયા પછી કોને ખબર છે શું થશે..!' તેણે એક ઉંડો શ્વાસ લીધો અને દાદીની રૂમ તરફ ચાલી.દાદીની રૂમમાં પ્રવેશતા જ ગઝલની નજર બેડ પર ગીફ્ટ રેપ કરેલા બોક્સ પર પડી. 'શું હશે તેમાં?' ગઝલ મનમાં જ
'મિહિર કંઇક અલગ અલગ લાગે છે આજે..' મલ્હાર વિચારમાં પડ્યો: 'પરમ દિવસ સુધી જે ચહેરા પર ટેન્શન હતું એ આજે દેખાતુ નથી.. બહેન ગાયબ છે અને આ માણસ એકદમ બિન્દાસ છે. નક્કી કંઇક ગરબડ છે. એવું શું છે જે ...વધુ વાંચોપકડમાં નથી આવતું? શું ગઝલ મળી ગઈ હશે? નહીં, ગઝલ મળી ગઈ હોય તો તો પહેલી ખબર મને જ પડે.. પણ વિવાનની બહેન હોસ્પિટલમાં હોવા છતાં આટલી મોટી પાર્ટી આપી રહ્યો છે મતલબ નક્કી કંઇક તો જોલ છે..!'**પ્રણય પરિણય ભાગ ૪૨લગભગ બધા ગેસ્ટ આવી ચૂક્યા હતા.'વિવાન જા.. વહુને લઈને આવ.' કહીને કૃષ્ણકાંત પાછળ તરફ ફર્યા અને બોલ્યા: 'ચલો મિહિર ભાઈ
પ્રણય પરિણય ભાગ ૪૩વિવાને ગઝલની બંગડીઓ થોડી પાછળ કરીને તેના કાંડામાં ઘૂસેલો તૂટેલો કાચ હળવેથી ખેંચ્યો. 'આહહ્..' ગઝલ આંખો જોરથી મીંચીને દર્દથી કણસી. વિવાન તેના ઝખમ પર ફૂંક મારવા લાગ્યો.'બહુ દુખેછે?' વિવાને ખૂબ કાળજીથી પૂછ્યું. ગઝલની આંખોમાંથી તેને થતી ...વધુ વાંચોદેખાય રહી હતી. તેણે ફક્ત માથું હલાવીને હાં કહ્યુ એટલે તે ફરીથી ઘાવ પર ફૂંક મારવા લાગ્યો. તેના ગરમ ગરમ ઉચ્છવાસથી ગઝલની અંદર અજીબ સળવળાટ થતો હતો. વિવાને મોબાઈલ કાઢીને તેના ઘાવનો ફોટો લીધો. ગઝલ નવાઈથી જોઈ રહી.પછી વિવાને કોટન પર ડેટોલ લઈને ગઝલનો ઘાવ સાફ કર્યો. ડેટોલ થોડું ચચર્યુ એટલે તેની આંખોમાં પાણી આવ્યાં. વિવાને વળી એકવાર ફૂંક મારીને
પ્રણય પરિણય ભાગ ૪૪મોડો ઉંઘ્યો હોવા છતા હંમેશની જેમ વિવાન વહેલો જાગી ગયો. તેને સવારમાં જીમમાં વર્કઆઉટ કરવાની ટેવ હતી. તેણે એક બગાસું ખાધું. કોઈએ તેના શરીરને જકડી રાખ્યુ હોય તેવું લાગી રહ્યું હતું. તેણે આંખો ખોલીને સરખુ જોયું ...વધુ વાંચોતેના બાવડાં પર માથું મૂકીને ગઝલ મસ્ત તેને વળગીને સૂતી હતી. ગઝલના તેને આવી રીતે લપેટાઈને સૂવાથી તે ખૂબ ખુશ થયો. આંખો ખૂલતા જ ગઝલનો સુંદર ચહેરો જોવા મળ્યો એમા તેની સવાર સુધરી ગઈ.'વ્હોટ અ બ્યૂટીફૂલ મોર્નિંગ!' વિવાન ગઝલ સામે જોઈને મનમાં બોલ્યો. તેની હલચલથી ગઝલની નીંદર પણ ખૂલી ગઈ. એ જાગી ગઈ છે એની ખબર પડતાં જ વિવાને આંખ
પ્રણય પરિણય ભાગ ૪૫ગઝલના દિલો-દિમાગમાં એક પ્રકારનું દ્વંદ શરૂ હતું. એ પોતાની જાત સાથે દલીલો કરીને થાક્યા પછી ઉંઘી ગઈ હતી. તેના મોબાઈલ પર રિંગ વાગી ત્યારે જઈને તેની ઉંઘ ઉડી. નવો મોબાઈલ હોવાથી તેમાં ફક્ત વિવાન સિવાય બીજા ...વધુ વાંચોનામ સેવ નહોતું કરેલું. તેણે ફોન ઉપાડ્યો.'હેલ્લો.' 'હાય ગઝલ, નીશ્કા બોલુ છું.'નીશ્કાનો અવાજ સાંભળીને ગઝલ ખુબ ખુશ થઈ ગઈ. બંનેએ એકબીજાના ખબર અંતર પૂછ્યા. મંદિરમાં છૂટા પડ્યા પછી આજે પહેલી વાર તેમની વચ્ચે વાતચીત થઈ રહી હતી એટલે એ ઘટના બાદ બંને સાથે શું શું થયું તે એકબીજાએ કહ્યુ. નીશ્કાએ જોકે વિવાન અને રઘુ સાથે મળીને નક્કી કરેલી સ્કિપ્ટ જ
પ્રણય પરિણય ભાગ ૪૬'નાઈન્ટી કિસિસ.. વન કિસ ફોર ઈચ મિનિટ..''નાઈન્ટી..' ગઝલ ધીમેથી બબડી. 'રાઈટ..' વિવાન બોલ્યો. ભયથી ગઝલના ગળે શોષ પડ્યો. તેણે ફરીથી ગળા નીચે થૂંક ઉતાર્યું.'હાં, યાદ આવ્યું! મારે સાડીઓ લેવી હતી..' ગઝલ ફટ કરતી બોલી. ખરેખર તો ...વધુ વાંચોકશું લેવુ જ નહોતું, વિવાનને પરેશાન કરવાના ચક્કરમાં પોતે ફસાઈ ગઈ હતી.'ઓકે.. ચલ લઈ લે.' વિવાન મનમાં હસતો સામેની સાડી શોપમાં ઘૂસ્યો. ગઝલ પણ મનમાં વિવાનને ભાંડતી તેની પાછળ ચાલી.'વેલકમ સર..' સેલ્સમેને સ્વાગત કર્યું.'અમારા રાણી સાહેબને સાડીઓ લેવી છે. એમને સારામાં સારી સાડીઓ બતાવો.' વિવાને સેલ્સમેનને સૂચના આપી.'શ્યોર સર.. તમે એ દિવસે મેડમને જે સાડી અપાવી હતી એ જ પેટર્નમાં
પ્રણય પરિણય ભાગ ૪૭કાવ્યાની વાત નીકળતા જ વિવાનના ગળમાં ડૂમો ભરાઈ આવ્યો. અને એ ત્યાંથી નીકળી ગયો.કૃષ્ણકાંતે રઘુને ઈશારો કરીને વિવાનને સંભાળવાનું કહ્યુ.'ભાઈ..' રઘુએ તેની પાસે જઈને તેના ખભા પર હાથ મૂક્યો.'હું ઠીક છું રઘુ…''તો પછી અંદર ચલો..''હું થોડીવારમાં ...વધુ વાંચોછું.. તું જા.'પછી રઘુ તેને વધારે ફોર્સ નહીં કરીને ત્યાંથી નીકળી ગયો.**બીજી તરફ, આજે ઈડીની ઓફિસમાં મલ્હારની ખરેખરી લેફ્ટ રાઈટ લેવાઈ હતી. એકના એક સવાલોનુ લિસ્ટ લઈને અલગ અલગ ઓફિસર્સ વારા ફરતી પૂછપરછ કરી રહ્યાં હતા. આજની પૂછપરછના ચાર રાઉન્ડ પત્યા પછી તેને બીજા દિવસે સવારે નવ વાગ્યે હાજર રહેવાનું કહીને તેને ઘરે જવા દીધો. જોકે તેનો પાસપોર્ટ જપ્ત કરી
પ્રણય પરિણય ભાગ ૪૮વૈભવી ફઈ અને દાદી હજુ આશ્ચર્યથી ગઝલ સામે જોઈ રહ્યાં હતાં. ગઝલને ખૂબ શરમ આવી. તે દોડીને બેડરૂમમાં જતી રહી. તેની ત્યાંથી ભાગવાની ઉતાવળ જોઈને દાદી અને વૈભવીને ખૂબ હસવું આવી રહ્યું હતું.'આ છોકરાઓ પણ ક્યારે ...વધુ વાંચોકરે એનુ કંઈ નક્કી નહીં.' વૈભવી ફઈ બોલ્યા.'વિવાનને ખરેખર અમૂલ્ય હિરો મળ્યો છે' દાદી પોરસથી બોલ્યા. 'હાં તો.. કેવા સુંદર દેખાય છે બેઉ એકબીજા સાથે. જાણે રાધા કૃષ્ણની જોડી..' 'હે ભગવાન! તેમનો પ્રેમ હંમેશાં ફળતો ફૂલતો રહે એવું કરજે..' દાદી ભગવાન સામે હાથ જોડીને બોલ્યા.આ બાજુ, ગઝલ દોડીને તેની રૂમમાં આવી. તેણે ફટાફટ દરવાજો બંધ કર્યો અને દરવાજાને પીઠ ટેકવીને
પ્રણય પરિણય ભાગ ૪૯વૈભવી અને ગઝલ ઘરે જવા નીકળ્યા. એ લોકો ગયા પછી દસ જ મિનિટમાં વિવાન પાર્ટીમાં આવ્યો. ગઝલએ મોકલેલા કપડાં પહેરીને એ આવ્યો હતો. તેણે પાર્ટીમાં બધે નજર ફેરવી.'અરે! આવ આવ વિવાન..' તેને જોઈને હીરાલાલ સામે ગયાં.'ગુડ ...વધુ વાંચોઅંકલ..''ગુડ ઇવનિંગ બેટા, કેમ લેટ થઈ ગયું?' હીરાલાલે પૂછ્યું.'મુંબઈનો ટ્રાફિક..' વિવાન હસતાં હસતાં બોલ્યો.'હમ્મ.. કમ.' ઝવેરી અંકલ તેને પાર્ટીમાં લઈ ગયા. તેની નજર ગઝલને શોધી રહી હતી. હીરાલાલ ઝવેરી તેને બધા સાથે મળાવી રહ્યા હતા. વિવાન મન વગર બધાને મળી રહ્યો હતો. બધાને મળીને તે દાદી પાસે ગયો.'તું ક્યારે આવ્યો?' દાદીએ આશ્ચર્યથી પુછ્યું.'થઇ દસ પંદર મિનિટ, ગઝલ ક્યાં.' વિવાન આજુબાજુમાં
પ્રણય પરિણય ભાગ ૫૦સ્થળ: હોટેલ બ્લુ ડાયમંડનો વેઈટિંગ લાઉન્જ. 'ગુડ મોર્નિંગ ભાઈ.' વિવાને મિહિરનુ અભિવાદન કર્યું.'ગુડ મોર્નિંગ વિવાન..' મિહિરે તેને ગળે લગાવ્યો.'ગઝલ કેમ છે?' મિહિરે પુછ્યું.'એકદમ મજામાં છે.''હેરાન તો નથી કરતી ને?''બહુ ખાસ નહીં.. હમણાં તો ભાભીનો શોપિંગ ફેસ્ટિવલ ...વધુ વાંચોછે, રોજ ભાઈના કાર્ડની લિમિટ ક્રોસ થઇ જાય છે.' રઘુ હસતા હસતા બોલ્યો.'ઓહ રિયલી!? હું સમજાવીશ તેને..' મિહિરે કહ્યુ.'ના મિહિર ભાઈ, આ રઘુ તેની ભાભીની ખીંચાઈ કરે છે. બાકી બૈરાઓ થોડું ઘણું શોપિંગ તો કરે જ ને?' વિવાન ગઝલનો પક્ષ લેતાં બોલ્યો.'પણ એટલું બધું શોપિંગ?' મિહિર આશ્ચર્યથી બોલ્યો.'ડેડીની લાડકી વહુ છે. કોઈની હિંમત નથી એને રોકવાની.. તેમના ચહેરા પર થોડી
પ્રણય પરિણય ભાગ ૫૧અલીબાગ સુધીનું ટ્રાવેલીંગ અને ફરવાને કારણે ગઝલને થાક લાગ્યો હતો એટલે તેણે ગરમ પાણીનો શાવર લીધો. નાહીને શરીર પર ટોવેલ વીંટાળીને એ બહાર આવી. બેડ પર પડેલી બેગમાંથી તેણે નવો ડ્રેસ કાઢ્યો. ડ્રેસ જોઇને તેની આંખો ...વધુ વાંચોથઈ ગઈ. વિવાન તેની માટે ફ્રોક જેવો સાવ ટૂંકો વન પીસ લઈને આવ્યો હતો. એની લેન્થ સાથળ સુધી માંડ હતી.'વિવાન મારી માટે આવો ડ્રેસ લાવ્યા? હે ભગવાન! આ કેટલો શોર્ટ છે! આ હું કેવી રીતે પહેરું..' તે મૂંઝાઈને બબડી. પણ આ શોર્ટ વન પીસ પહેર્યા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. કેમકે શાવર લેતી વખતે જ પેલો તો ડ્રેસ
પ્રણય પરિણય ભાગ ૫૨ગઝલ તૈયાર થઈને નીચે આવી રહી હતી ત્યારે સામેનો સીન જોઈને દાદરા પર જ થંભી ગઈ.નીચે એક છોકરી વિવાનના ગળે લટકીને તેના ચહેરા પર કિસ કરી રહી હતી. અને વિવાનને પતિદેવ કહીને સંબોધી રહી હતી.એ છોકરી ...વધુ વાંચોસમાઈરા. સમાઈરા.. કૃષ્ણકાંતની માનેલી બહેન વૈભવીની દિકરી, એના પપ્પાના અવસાન પછી માં દિકરીને કૃષ્ણકાંત પોતાના ઘરે લઈ આવ્યા હતા. એ વિવાન કરતાં નાની અને કાવ્યા કરતાં મોટી હતી. પણ બધા સાથે જ મોટા થયા હતાં. સમાઈરા બચપણથી જ વિવાનને પ્રેમ કરતી હતી અને વિવાન સાથે લગ્ન કરવાના સપના જોતી હતી. વિવાનને તે હંમેશાં પતિદેવ કહીને બોલાવતી. વિવાનને જો કે એ
પ્રણય પરિણય ભાગ ૫૩વિવાનની ગાડી દેખાતી બંધ થઈ ત્યાં સુધી ગઝલ ત્યાં જ ઉભી રહી. પછી અંદર ગઈ. મિહિર ઓફિસ જવાની તૈયારી કરી રહ્યો હતો.'અરે! પ્રિન્સેસ.. તું?' મિહિર ગઝલને જોઇને ખુશ થતાં બોલ્યો.'ગુડ મોર્નિંગ ભાઈ..' ગઝલ તેને ભેટીને બોલી. ...વધુ વાંચોમોર્નિંગ.. વિવાન પણ આવ્યો છે?' મિહિરે પૂછ્યું.'આવ્યા હતા પણ મને ઉતારીને જતા રહ્યા.''અરે! એમ કેમ ચાલ્યા ગયા? તારે એમને અંદર લેતાં અવાય ને?' કૃપા બહાર આવતાં બોલી.'એને ઓફિસ જવાનું મોડું થતુ હતું ભાભી, એટલે નીકળી ગયા.' ગઝલ સોફા પર પર્સ ફંગોળતા બોલી.'આજે પણ ના આવ્યાં.' કૃપા થોડી નિરાશ થઈ. પણ પછી તરતજ ગઝલ સામે જોઈને પુછ્યું: 'તારે નાસ્તો બાકી હશે
પ્રણય પરિણય ભાગ ૫૪સાંજના છ વાગ્યા હતા. સમાઈરા અને કૃષ્ણકાંત હોસ્પિટલમાં કાવ્યા પાસે બેઠા હતા. કાવ્યાને આમ બેહોશ પડેલી જોઈને સમાઈરાને ખૂબ દુખ થતું હતું. એ તેનો હાથ પોતાના હાથમાં લઈને બેઠી હતી.વિવાન અને રઘુ અંદર આવ્યા. સમાઈરા વિવાનને ...વધુ વાંચોરડવા લાગી.'આ બધું થઈ ગયું અને તે મને કીધું પણ નહીં..' 'સમાઈરા.. તું બધુ છોડીને અહીં દોડી આવશે એ ડરથી તને કહ્યુ નહોતું.' વિવાન તેને સમજાવતા બોલ્યો.'શું ફરક પડી જાત? તમારી કરતા મારુ ભણતર વધુ મહત્વનું થોડું છે?' સમાઈરા રડતી રડતી બોલી. 'આઈ નો ધેટ, એમ પણ કાવ્યાના ઓપરેશન પછી હું તને બધું કહેવાનો જ હતો.''ઠીક છે, હવે હું આવી
પ્રણય પરિણય ભાગ ૫૫'સોરી.. એ હોસ્પિટલમાં સમાઈરા..' વિવાન બોલવા જતો હતો ત્યાં ગઝલએ તેને અટકાવ્યો. 'હાં, મને ખબર છે એ તમારો બચપણનો પ્રેમ છે.. તમે તેની સાથે ડિનર કરવા અને બીચ પર ફરવા ગયા હતા..' ગઝલ આંસુ લૂછતા બોલી. ...વધુ વાંચોતને કોણે કહ્યું?' વિવાનને આશ્ચર્ય થયું.'ગયા હતા કે નહીં એ બોલો.' ગઝલ કમર પર હાથ ટેકવીને બોલી.'હાં, જમવા લઇ ગયો હતો.. કેમકે એ સવારથી જમી કશું નહોતી અને કાવ્યા વિશે જાણીને એની મનઃસ્થિતિ પણ બરાબર નહોતી. તેનું થોડું માઈન્ડ ફ્રેશ થાય એટલે બીચ પર ગયા હતા. ડેડીએ કહ્યુ હતું મને.. એની વાત કેવી રીતે ટાળી શકાય?''અચછા, અને હું? મારુ શું?
પ્રણય પરિણય ભાગ ૫૬'મલ્હાર સાથે બદલો લેવા માટે જ વિવાને તારી સાથે લગ્ન કર્યા છે. પ્રેમ બ્રેમ એ બઘુ નાટક છે તેનું, મલ્હારની બરબાદી જ એકમાત્ર ધ્યેય છે તેનું. કેમ કે વિવાન ફકત એની બહેનને પ્રેમ કરે છે. કાવ્યા ...વધુ વાંચોથઈને એ પોતાનો જીવ પણ આપી શકે છે અને કોઈનો જીવ લઇ પણ શકે છે.. મલ્હારને બરબાદ કરવાના વિવાનનાં પ્લાનમાં તું તો માત્ર એક પ્યાદું જ છે.' આટલું બોલીને સમાઈરા એક ક્ષણ અટકી. પછી ગઝલ સામે ધારદાર નજરે જોયું અને કટાક્ષયુક્ત અવાજે બોલી: 'કાલે કાવ્યાનું ઓપરેશન થશે એટલે કાવ્યા સાજી થઇ જશે અને મલ્હાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશે.. એકવાર મલ્હાર
પ્રણય પરિણય ભાગ ૫૭સમાઈરા, તને ખબર છે તે કેવડો મોટો પ્રોબ્લેમ ઉભો કરી દીધો છે? તારે મને એકવાર પૂછવું તો હતું. બાળપણથી મારી સાથે છે તું, તને એટલો ભરોસો નહોતો મારા પર?' વિવાન ધૂંધવાઈને બોલ્યો. 'આઈ એમ સોરી..' એ ...વધુ વાંચોપણ સમજતો હતો કે હવે એને કંઈ કહેવાનો કોઈ અર્થ નહોતો. કમાનમાંથી છૂટેલું તીર અને મોઢામાંથી નીકળેલા શબ્દને પાછો વાળી શકાય નહીં.'વિવાન બેટા, વી આર ઓલ્સો સોરી.' વૈભવી ફઈ બોલ્યા.'અરે! નહીં, તમે બધાંએ તો નેચરલી જ રિએક્ટ કર્યું છે. તમારી જગ્યા પર કોઈ પણ હોય એનો રિસ્પોન્સ આવો જ હોય. ભૂલ મારી પણ હતી. સોરી તો મારે કહેવું જોઈએ.' વિવાન
પ્રણય પરિણય ભાગ ૫૮વિવાન અને સમાઈરાને આ રીતે જોઈને ગઝલને ગેરસમજ થશે એવા ડરથી રઘુ તેની તરફ જતો જ હતો કે ગઝલ પીઠ ફેરવીને ચાલતી થઈ. એ પણ તેની પાછળ ગયો. ગઝલ આંસુ લૂછતી હોસ્પિટલની બહાર આવી.'ભાભી..' રઘુએ અવાજ ...વધુ વાંચોગઝલ અટકી. 'ભાભી.. કાવ્યાનું ઓપરેશન સકસેસ થયું એટલે ભાઈએ સમાઈરાને..' રઘુ બોલતો હતો ત્યાં ગઝલ તેના તરફ ફરી.'ખૂબ સરસ.. કાવ્યાબેન હવે જલ્દી સાજા થઈ જશે.' ગઝલ એક મ્લાન સ્મિત કરીને બોલી.'હાં.' રઘુ આંખો લૂછતાં બોલ્યો. ગઝલ ફરીથી જવા માટે વળી.'ભાભી, તમે કઇ બાજુ જાઓ છો?' રઘુએ પૂછ્યું.'ઘરે.' ગઝલએ કહ્યુ.'ચાલો હું મૂકી જાઉં છું.''ના, હું જતી રહીશ.' ગઝલ બોલી એટલામાં સામેથી
પ્રણય પરિણય ભાગ ૫૯ બધાં કાવ્યાને સુખરૂપ જોઈને ખૂબ ખુશ હતા. ઘરના બધા એને મળવા હોસ્પિટલમાં આવ્યા હતાં. બસ એક ગઝલ નહોતી આવી. વિવાનની નજર એને શોધતી હતી. એ વાત દાદીના ધ્યાનમાં આવી. બધા કાવ્યા સાથે વાતોમાં ગૂંથાયેલા હતાં ...વધુ વાંચોદાદી વિવાનને લઇને બહાર આવ્યાં.'શું થયું દાદી?' વિવાને પૂછ્યું.' 'વહુને શોધી રહ્યો છે?''હાં, એ કેમ નથી આવી?' વિવાનના અવાજમાં થોડી નિરાશા હતી.'એ પિયર ગઈ છે. કાલે સવારે અમે હોસ્પિટલમાં આવ્યા ત્યાર પછી એ પિયર ગઈ.'વિવાન ચમકીને દાદી સામે જોઈ રહ્યો.'એ પિયર જવાની છે એવું મને તો તેણે કહ્યું નહોતું.' વિવાન બોલ્યો.'અમને કોઈને પણ કશું કહ્યું નથી. અમે કાલે ઘરે ગયા
પ્રણય પરિણય ભાગ ૬૦બીજા દિવસે સવારે વિક્રમે ઓફિસમાં કામ હોવાનું આબાદ બહાનું કરીને વિવાનને બોલાવી લીધો. કાવ્યાની જવાબદારી રઘુને સોંપીને વિવાન ઓફિસ ગયો. વિવાનના જતા જ કાવ્યાએ રઘુને ગઝલને લેવા મોકલ્યો. રઘુએ એક બોડીગાર્ડને કાવ્યાની રૂમની બહાર ઉભો રાખીને ...વધુ વાંચોઆપી કે હું ના આવુ ત્યાં સુધી એક સેકન્ડ માટે પણ અહીંથી હલતો નહીં. મલ્હાર જેલમાં હોવા છતા રઘુ કે વિવાન જરા જેટલું પણ રિસ્ક લેવા માંગતા નહોતા.બોડીગાર્ડને તૈનાત કર્યા પછી રઘુ ગઝલને લેવા નીકળ્યો. તે મિહિરના ઘરે પહોચ્યો ત્યારે કૃપા અને ગઝલ બંને હોલમાં બેસીને ગપ્પા લડાવી રહ્યાં હતાં.'ગઝલ, મને લાગે છે કે તારે કાવ્યાને મળવા હોસ્પિટલ જવુ જોઈએ.'
પ્રણય પરિણય ભાગ ૬૧'જોયું ને ભાભી, ભાઈ કેટલા તડપે છે અને તમને એની જરા પણ દયા નથી આવતી.' રઘુ ગરીબડો ફેસ બનાવીને બોલ્યો.'એ જ લાગના છે એ..' ગઝલ મોઢું મચકોડીને બોલી. 'ઠીક છે ભાભી, તમે ઘરે ક્યારે આવશો? ડેડ, ...વધુ વાંચોફઈ બધા તમને બહુ મિસ કરે છે.''કાલે આવીશ..' ગઝલ બોલી.'હું આવું તમને લેવા?''હમ્મ.. ચાલશે.' ગઝલએ કહ્યુ.'ડન.. ' કહીને રઘુ ત્યાંથી નીકળ્યો.**વિવાન તેનુ કામ પતાવીને હોસ્પિટલ પર આવ્યો. તેનો ચહેરો પડી ગયો હતો.'ગુડ ઇવનિંગ ભાઈ..' એને જોઈ કાવ્યા બોલી. એ મોબાઈલમાં કશું કરી રહી હતી.'ગુડ ઇવનિંગ.. કેમ છે તારી તબિયત?' વિવાને કાવ્યાના કપાળ પર હાથ મૂકીને પૂછ્યું.'હું તો એકદમ મસ્ત..''અહીં દુખે
પ્રણય પરિણય ભાગ ૬૨'મહારાજ.. મારી ચા ક્યાં છે?' કૃષ્ણકાંત મોર્નિંગ વોક પરથી આવી ગયાં હતાં અને ડાઇનિંગ ટેબલ પર બેસીને છાપું વાંચી રહ્યા હતા.'પપ્પા..' સામેની તરફથી એક મીઠો અવાજ આવ્યો.કૃષ્ણકાંતે માથું થોડું ઝુકાવીને ચશ્માના કાચની ઉપરથી અવાજની દિશામાં જોયું ...વધુ વાંચોચકિત થઈ ગયા. હાથમાં ચાનો કપ લઈને સામેથી ગઝલ આવી રહી હતી.'ગુડ મોર્નિંગ પપ્પા.. તમારી ચા.' ગઝલ મીઠી સ્માઈલ કરીને બોલી.'વહુ.. બેટા તમે..?' કૃષ્ણકાંતે હાથમાંનું છાપું તરતજ નીચે મૂકીને ગઝલના હાથમાંથી ચાનો કપ લઇ લીધો. 'જયશ્રી કૃષ્ણ..' ગઝલ ઝૂકીને કૃષ્ણકાંતને પગે લાગતાં બોલી. 'સુખી રહો બેટા.. તમે મારા દીકરી છો, તમારે પગે નહીં લાગવાનું.' કૃષ્ણકાંતે ફરી એકવાર યાદ કરાવ્યું.'કેમ છો
પ્રણય પરિણય ભાગ ૬૩જમી લીધા પછી બધા વાતો કરી રહ્યા હતા ત્યારે વિવાનના ફોન પર રીંગ વાગી. તેણે જોયું તો હીરાલાલ ઝવેરીનો ફોન હતો. ઝવેરી અંકલનો એટલો મોડો ફોન આવ્યો એટલે તેને લાગ્યું કે કોઈ ખાસ કામ હશે. ફોન ...વધુ વાંચોએ બહાર નીકળ્યો.'હલો અંકલ..''સોરી વિવાન, પણ એક કામના ન્યુઝ છે એટલે તને આટલો મોડો ફોન કર્યો.' ઝવેરી અંકલ બોલ્યા.'અરે અંકલ, તમે મારા વડીલ છો. તમે ક્યારે પણ મને ફોન કરી શકો છો. બોલો બોલો શું હતું?''પ્રતાપ રાઠોડ એના દિકરા મલ્હારના જામીન માટે દોડાદોડી કરે છે એ તો ખબર છે ને તને?' ઝવેરી અંકલે મલ્હારનું નામ લીધું એટલે વિવાને ચિત એકાગ્ર
પ્રણય પરિણય ભાગ ૬૪રાતના ડિનર પછી ગઝલ બેડરૂમમાં આવી. તેણે જોયું તો બેડ પર સુંદર મજાનો ફૂલોનો બૂકે હતો. અને બાજુમાં ચોકલેટનું બોક્સ પડેલું હતું. ગઝલ મનમાં હસી. તેણે ફૂલોનો બુકે ઉઠાવ્યો. આંખો બંધ કરીને તેણે તાજા ફૂલોની સુવાસ ...વધુ વાંચોશ્વાસમાં ભરી. બુકે નીચે મૂકીને તેણે ચોકલેટનું બોક્સ હાથમાં લીધું. બોક્સ ખોલતાં તે ડ્રેસિંગ ટેબલ તરફ આવી. બોક્સમાં તેની મનપસંદ ચોકલેટ્સ હતી. એ જોઈને તે ખુબ ખુશ થઈ."પલ ભર કે લિયે કોઈ હમે પ્યાર કર લે, જૂઠા હી સહી.." એવુ ગણગણતાં વિવાને પાછળથી આવીને તેને આલિંગી. ગઝલ એકદમ ઝબકી ગઈ. વિવાને તેની ગરદન પર પોતાનો ચહેરો ઘસતા તેની ખુશ્બુ લીધી.
પ્રણય પરિણય ભાગ ૬૫'હેલો..' ડોક્ટર સ્ટીફન ગઝલ અને સમાઈરાની સામે જોઈને બોલ્યા.ગઝલ અને સમાઈરાએ પણ તેમનુ અભિવાદન કર્યું. એકબીજાના ખબર અંતર પૂછ્યા પછી ગઝલ ઉભી થતા બોલી: 'નાઉ યૂ ટુ પ્લીઝ કન્ટિન્યુ યોર કન્વર્શેશન, આઈ એમ ગોઈંગ આઉટ.' અને ...વધુ વાંચોબંને સામે સ્માઈલ કરીને નીકળી ગઈ.ગઝલના ગયા પછી ડોક્ટર સ્ટીફન અને સમાઈરા એકલા પડ્યાં. બેએક ક્ષણની અકળાવનારી ખામોશી તોડતા ડોક્ટર સ્ટીફન બોલ્યાં: 'સો મિસ સમાઈરા, 'યૂ વોન્ટેડ ટૂ ટોક ટુ મી. પ્લીઝ આસ્ક મી એનીથિંગ યુ વોન્ટ.''ડોક્ટર..' સમાઈરા બોલી. પછી ગળુ ખંખેર્યુ અને પુછ્યું: ' તમે શા માટે મારી સાથે લગ્ન કરવા માંગો છો?' સમાઈરા સીધી મુદ્દા પર જ આવી.
પ્રણય પરિણય ભાગ ૬૬વિવાન, રઘુ, કિયારા તથા સમાઈરા નજીકની એક ફાઈવ સ્ટાર હોટેલમાં પહોચ્યા. થોડીવારમાં ડોક્ટર પણ પહોંચ્યા. વિવાન, કિયારા તથા રઘુએ પોતાની અલગ મંડળી જમાવીને સ્ટીફન અને સમાઈરાને પૂરતી મોકળાશ કરી આપી જેથી કરીને તેઓ બન્ને સાથે સમય ...વધુ વાંચોશકે.એ બધાં વાતો કરી રહ્યા હતા ત્યારે રઘુના મોબાઈલ પર એક મેસેજ આવ્યો. મેસેજ વાંચીને તરત જ તેણે વિવાનને ફોરવર્ડ કર્યો.વિવાનના ફોનમાં મેસેજ ટોન વાગ્યો, તેણે નોટીફિકેશનમાં જોયું તો રઘુનો મેસેજ હતો. એક જ ટેબલ પર બેઠાં હોવા છતા રઘુએ મેસેજ કર્યો એટલે વિવાન સમજી ગયો કે જરુર કોઈ અતિ મહત્વની વાત હશે. મેસેજ ઓપન કરીને તેણે જોયું તો તેમાં
પ્રણય પરિણય ભાગ ૬૭ગઝલએ તેના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. વિવાને તેની કમર ફરતા હાથ વીંટાળીને તેને ઉંચકી લીધી અને બેડ પર લઈ ગયો અને તેને સૂવડાવીને પોતે સાઈડમાં થયો. વિવાને કોણીએથી હાથ વાળીને તેના આધારે માથુ ટેકવ્યું ...વધુ વાંચોતે એક પડખે સૂઈને ગઝલ સામે જોઈ રહ્યો હતો. શરમાઈને ગઝલએ બંને હાથ વડે પોતાનો ચહેરો ઢાંકી લીધો. વિવાને તેના ચહેરા પરથી હાથ હટાવીને એને પોતાની તરફ ખેંચી.'ગઝલ..' વિવાન એકદમ લાગણીભર્યા અવાજે બોલ્યો. તેને ગઝલને ખૂબ પ્રેમ કરવો હતો. લગ્ન થયા ત્યારથી તેણે પોતાની બધી ઈચ્છાઓ દબાવી રાખી હતી. એ ગઝલની ઘેરી કથ્થઈ આંખોમાં જોઈ રહ્યો. ગઝલ પણ તેની સામે
પ્રણય પરિણય ભાગ ૬૮કાવ્યાને લઈને સમાઈરા બાજુની રૂમમાં ગઈ પછી રઘુએ ખુરશી સહિત નીચે પડેલા મલ્હારને ઉભો કર્યો અને તેના હાથપગ છોડ્યા. 'વિવાન પ્લીઝ મારી વાત સાંભળ..' એમ કહીને મલ્હારે અચાનક વિવાન પર એટેક કર્યો પણ વિવાન સજાગ હતો, ...વધુ વાંચોહાથ આડો ધરીને એટેક ખાળ્યો. રઘુએ તરતજ મલ્હારને પાછળથી પકડી લીધો.'રઘુ.. છોડ એને..' વિવાન પોતાના હાથના આંગળાના ટચાકા ફોડતાં બોલ્યો. રઘુએ તેને છોડી દીધો. પછી વિવાન અને મલ્હાર વચ્ચે સારી એવી મારામારી થઇ. વિવાને તેને ઘણો ઠમઠોર્યો. મલ્હાર માર ખાઈ ખાઈને અધમૂઓ થઇ ગયો. વિવાને બોડીગાર્ડસને ઈશારો કરીને તેને બાજુના રૂમમાં લઈ જવાનું કહ્યું. મલ્હારે કરેલા ગુનાની કબૂલાત તો રઘુએ