પ્રણય પરિણય - ભાગ 16 M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય પરિણય - ભાગ 16

'ઈટ્સ ઓકે, તું કમ્ફર્ટેબલ ન હોય તો હું તને બિલકુલ ફોર્સ નહીં કરુ. હવે આપણે બધુ લગ્ન પછી કરીશું.' મલ્હાર હસીને બોલ્યો.


'થેન્ક યૂ મલ્હાર..' ગઝલ તેને હગ કરીને બોલી.


'ઓકે.. તને પણ ઘણું મોડું થઈ ગયું છે બાય..' મલ્હાર ગઝલને ઘરમાં મોકલતાં બોલ્યો.


'બાય.. સી યૂ.. ' કહીને હળવેકથી ગેટ ખોલીને ગઝલ અંદર ગઈ અને મલ્હાર પણ ત્યાંથી નીકળી ગયો.


**


પ્રણય પરિણય ભાગ ૧૬


રઘુ વિવાનને લઇને ઘરે પહોંચ્યો. વિવાન ખરેખર બહુ દુઃખી હતો. અત્યાર સુધી બડબડ-બડબડ કરનારો, ભાવિ જીવનના સપનાઓમાં રંગ પુરી રહેલો વિવાન એકદમ શાંત થઈ ગયો હતો. આખે રસ્તે એક પણ શબ્દ બોલ્યો નહોતો. કારની વિન્ડોમાંથી સૂમસામ પસાર થતાં રસ્તાઓ પર નજર હતી તેની, આજે અચાનક તેની અંદર પણ એક અજબ ખાલીપો રચાયો હતો. તેના ખાલીપાનું કારણ એ વિચારી રહ્યો હતો. એની પાસે જે ક્યારેય હતું જ નહીં એ છીનવાઈ ગયું હતું.


'ભાઈ, ઘર આવી ગયું.' રઘુએ કહ્યું.

વિવાન કશુ બોલ્યા વગર ચુપચાપ અંદર જતો રહ્યો.

રઘુને વિવાનની ઘણી ફિકર થતી હતી. પણ અત્યારે એને એકલો રહેવા દેવો જરૂરી હતો.


વિવાન પોતાના રૂમમાં ગયો અને દરવાજો અંદરથી બંધ કર્યો. તે સીધો બાથરૂમમાં જઇને શાવર નીચે ઉભો રહ્યો. તેને ગઝલ યાદ આવી ગઈ અને આંખોમાં આંસુ ઉભરાઇ આવ્યાં. એ યાદોને લીધે તે હજુ વધુ દુઃખી થઈ ગયો. શાવરના પાણીની સાથે તેના આંસુઓ ધોવાતા રહ્યાં. તે ઇચ્છતો હતો કે આંસુની સાથે સાથે ગઝલની યાદો પણ ધોવાય જાય.


**


ગઝલ આજે ખૂબ ખુશ હતી. તેણે સવાર સવારમાં જ ભાઈ ભાભીને મલ્હાર વિષે જણાવી દેવાનું નક્કી કરી લીધું. આ બાજુ વિવાનની હાલત ખરાબ હતી, ગઝલને તો તેની ફીલિંગની ખબરજ નહોતી. વિવાનનો વિચાર કે નામ સુધ્ધાં એના મનમાં નહોતા આવ્યા. એવું બનવાનું કોઈ કારણ પણ તો નહોતું.

વિવાન તેને જીવથી વધારે પ્રેમ કરે છે એ વાતથી તદ્દન અજાણ ગઝલ સવાર થવાની રાહમાં મલ્હારનાં સપનાઓ જોતા જોતા ઉંઘી ગઈ.


'ગુડ મોર્નિંગ..' મલ્હાર ગઝલના ગાલ ચૂમતાં બોલ્યો.


'ગુડ મોર્નિંગ.' ગઝલ હજુ પણ ઉંઘમાં જ હતી.


'ચલ ઉઠને જાન..' મલ્હાર એના ગાલ પર હળવેકથી ફૂંક મારતાં બોલ્યો.


'બસ થોડી વાર..' ગઝલ તકિયા સાથે ચહેરો ઘસતાં બોલી.


'તું ઉઠીશ નહીં તો હું તને અહી કિસ કરીશ.' મલ્હાર રમતિયાળ અવાજે બોલ્યો.


'હમ્મ..' ગઝલ તેને ઈગ્નોર કરતી બોલી.


મલ્હાર હજુ એના પર ઝૂક્યો જ હતો કે એનો અલાર્મ વાગ્યો.


ગઝલ ઝબકીને જાગી ગઈ. એ ખુન્નસ ભરી નજરે અલાર્મ તરફ જોઈ રહી.


'ગુડ મોર્નિંગ..' એના અલાર્મમાંથી અવાજ આવ્યો.


'હા, ભાઈ ગુડ મોર્નિંગ..' ગઝલ ચિડાઈને બોલી.

અને એમજ બેડ પર બેઠી.


'ઓહ ગોડ.. આઠ વાગી ગયા.. ભાઈ ઓફીસ જવાની તૈયારી કરતાં હશે.' એમ બોલીને ગઝલ બેડ પરથી ઉભી થઇ અને ઝડપથી બાથરૂમમાં ઘુસી.


**


વિવાન સવારમાં વહેલો એકલો જ ઓફિસ જવા નીકળી ગયો.


રઘુ તૈયાર થઈને નીચે આવ્યો ત્યારે તેને વૈભવી ફઈ પાસેથી જાણવા મળ્યું કે વિવાન નાસ્તો કર્યા વગર જ વહેલો નીકળી ગયો છે.


રઘુ.. શું થયું છે? વિવાન કેમ ઉતાવળમાં નીકળી ગયો? દાદીએ પૂછ્યું.


'ભાઈને એક અરજન્ટ મિટિંગ છે એટલે એ વહેલા નીકળી ગયા છે, બા.' રઘુએ બહાનું કાઢ્યું.


'ગમે તેટલી અરજન્ટ મિટિંગ હોય આમ નાસ્તો કર્યા વગરનું નહીં જવાનું.'


'હાં બા, હું સમજાવીશ એમને.' બોલીને રઘુ નીકળવા લાગ્યો.


'અરે, અરે! તું ક્યાં ચાલ્યો આમ નાસ્તો કર્યા વગર..? બેસ અહીં..' વૈભવી ફઈ રઘુને રોકતાં બોલ્યા.


'ફઈ.. મારો અને ભાઈ સાહેબનો બેઉનો નાસ્તો પેક કરાવી આપો.. હુ ભાઈ સાહેબની સાથે જ ખાઈશ.'


'ઠીક છે.' કહીને ફઈએ મહારાજ પાસે નાસ્તો પેક કરાવ્યો. એ રઘુ ફટાફટ ઓફિસ પહોંચ્યો.


ઓફિસમાં વિક્રમને સામે ઉભો રાખીને વિવાન તેને કોઈક વાત પર ખખડાવી રહ્યો હતો.

એકદમ અરજન્ટ બોલાવ્યો હોવાથી એ બિચારો નાહ્યા ધોયા વગર એમ જ ઘરેથી આવી ગયો હતો. અને વિવાન કોઈ કારણ વગર એના પર ગુસ્સે થઈ રહ્યો હતો. તેને કંઈ સમજાતું નહોતું કે કાલે રાતના તેની સાથે મસ્તીથી બર્થડે ઉજવનારો બોસ આજે અચાનક શું કામ તેને ઘઘલાવી રહ્યો છે!


'વિક્રમ, આજકાલ તુ કામની બાબતે બહું આળસુ થઈ ગયો છે. તારો બર્થડે કાલે હતો એમા આખો દિવસ બગાડ્યો, અને તારા લગ્ન નજીક છે એનો મતલબ એ નથી કે કામમાં બિલકુલ ધ્યાન જ નહીં આપવાનું. મારે આવી લબાડગીરી બિલકુલ નહીં ચાલે. તને ખબર છે આપણે માર્કેટ કરતાં કેટલા પાછળ ચાલી રહ્યાં છીએ એ? તમારા લોકોની દગડાઈના લીધે કંપનીને લોસ જાય છે.' વિવાન ખૂબ તપી ગયો હતો.

એટલામાં રઘુ કેબિનમાં આવ્યો અને વિક્રમે છુટકારાનો શ્વાસ લીધો.


'આવો.. તમારી જ વાટ જોતો હતો.. ઓફિસે આવવાનો ટાઈમ ખબર છે ને તમને? તો પછી એટલું બધું મોડું શાથી થયું? અને બાકીનો સ્ટાફ તો હજુ આવ્યો જ નથી. તમે બધા નકામા છો.. કામમાં ધ્યાન જ નથી કોઈનું.' વિવાને રઘુને પણ આવતાવેંત વધાવી લીધો.


પણ ભાઈ, હજુ તો આઠ જ વાગ્યા છે, ઓફિસનો ટાઈમ તો નવ વાગ્યાનો છે. રઘુ બોલ્યો એમાં વિક્રમથી થોડું હસી પડાયું.


'યૂ આર લાફિંગ ઓન મી?' વિવાન વધુ ચિડાયો.


'આઈ એમ સોરી બોસ.' વિક્રમ બોલ્યો.

વિવાન ચેર પર આંખો બંધ કરીને પાછળ માથું ઢાળીને બેઠો.


વિક્રમે રઘુ સામે જોઈને આંખના ઈશારે 'શું થયું છે?' એમ પૂછ્યું. જવાબમાં રઘુએ આંખોથી જ શાંત રહેવા કહ્યું.


'ભાઈ..' રઘુ દબાતા અવાજે બોલ્યો. પણ તેણે કોઈ જવાબ ન આપ્યો.


'ભાઈ.. પહેલા આપણે નાસ્તો કરી લઈએ, એનાથી તમને ગુસ્સો કરવા માટે થોડી એનર્જી મળશે.' રઘુ ટેબલ પર ટીફીનની બેગ મૂકતાં બોલ્યો. વિવાને ગુસ્સાથી તેની સામે જોયું.


વિક્રમ તું નાસ્તો કરીને આવ્યો છે કે? રઘુએ પૂછ્યું.


'ના.. બોસે એટલો અરજન્ટ ઓફિસમાં બોલાવ્યો કે હું ન્હાવા પણ ના રોકાયો, ફક્ત સેન્ટ મારીને આવ્યો છું. વિક્રમ બોલ્યો. રઘુને હસવું તો આવ્યું પણ તેણે હોઠ વચ્ચે દબાવી દીધું.


'આઇ એમ સોરી વિક્રમ..' વિવાન નરમ અવાજે બોલ્યો. વિક્રમે ચમકીને તેની સામે જોયું.


'ઈટ્સ ઓકે બોસ, પણ તમારો મૂડ આમ અચાનક કેમ ખરાબ થઇ ગયો?' વિક્રમે છેવટે હિંમત કરીને પૂછી જ લીધુ.


'કાલે રાત્રે પેલા મલ્હારે ભાભીને પ્રપોઝ કર્યું.' રઘુએ કહ્યુ.


'વ્હોટટટ્..?' વિક્રમ આઘાતથી બોલ્યો.


'હમ્મ..' રઘુ બોલ્યો.


'અને ભાભી સાહેબે શું રિસ્પોન્સ આપ્યો?' વિક્રમે કુતુહલથી પૂછ્યું.


'તેમણે મલ્હારને હાં કહ્યુ.' રઘુ અફસોસ પૂર્વક બોલ્યો.


'ઓહ માય ગોડ.. આ મલ્હાર ખૂબ ચાલુ આઈટમ છે, આપણે કંઈક તો કરવું પડશે.' વિક્રમ ગળા પર બે આંગળી ઘસતાં બોલ્યો.


'આપણે શું કરી શકીએ હવે? ભાભીએ.. સોરી ગઝલ મેમે પોતે જ પેલાની પ્રપોઝલ કબુલ રાખી છે.' રઘુ નિરાશ વદને બોલ્યો.


'હમ્મ.. ડોન્ટ વરી બોસ તમને એના કરતાં ક્યાંય વધુ સારી છોકરી મળશે.' વિક્રમ બોલ્યો.


'હાં ભાઈ, છોડો હવે એ બધુ અને નાસ્તો કરો.' રઘુએ વિવાનને પ્લેટ આપતાં કહ્યું.


'હમ્મ.. ' વિવાને પણ ગઝલને દિલ-દિમાગમાંથી કાઢી નાખવાનું વિચાર્યું.


**


ગઝલ સરસ તૈયાર થઈને નીચે આવી. તેને સમયસર નીચે આવેલી જોઇને કૃપાને નવાઈ લાગી.


'અરે વાહ! આજે સુરજ કઈ બાજુ ઉગ્યો છે?' કૃપા તેની ખીંચાઇ કરતા બોલી.


'શું ભાભી તમે પણ! મોડી આવું તો કહે કે વહેલી ઉઠતી જા.. અને વહેલી ઉઠી ગઈ તો કહે કે સુરજ કઈ બાજુ ઉગ્યો! તમે કયારેય મારા વખાણ તો કરશો જ નહીંને?' ગઝલ ક્યુટ ફેસ બનાવીને બોલી.


'અરે પગલી..! મજાક કરુ છું.' કૃપા ગઝલના ગાલ ખેંચતા બોલી. ગઝલ ખીલ ખીલ હસી.


'ચલ બેસી જા નાસ્તો કરવા.' કૃપા બોલી.


ગઝલ મિહિરની બાજુની ચેરમાં બેસીને નાસ્તો કરવા લાગી. તે મનમાંને મનમાં ખુશ થઈ રહી હતી.

કૃપાએ મિહિરને ઈશારો કરીને ગઝલને મલ્હાર વિષે પૂછવાનુ કહ્યુ.


મિહિરે ડોકું ધુણાવીને હા કહ્યુ. પછી બોલ્યો: 'ગઝલ, નાસ્તો કેવો બન્યો છે?' મિહિરનો સવાલ સાંભળીને કૃપાએ કપાળ પર હાથ મૂક્યો.


'સરસ, બહુ મસ્ત બન્યો છે.' ગઝલ બોલી.


'હજુ લે ને થોડો ગઝલ..' બોલીને કૃપાએ ત્રાસી નજરે મિહિર સામે જોયુ.


'પહેલા આ તો પુરો થવા દો ભાભી.'


'ગઝલ, બેટા.. મારે તારી સાથે થોડી વાત કરવી હતી.' મિહિર પ્રેમથી બોલ્યો.


'શાના વિશે?' ગઝલને મનમાં ડર લાગ્યો કે કાલ રાતનાં મલ્હારને મળવા ગઈ એ વાતની ભાઈ ભાભીને ખબર તો નહી પડી ગઈ હોયને?


'મલ્હાર.. મલ્હાર રાઠોડ વિશે.' મિહિર બોલ્યો અને ગઝલને ઝટકો લાગ્યો. મિહિર આગળ કંઈ બોલે એના પહેલા જ ગઝલ સામેથી બધુ કહેવા લાગી.


'સોરી ભાઈ, હું કાલે રાતના તમને લોકોને કહ્યા વગર મલ્હારને મળવા ગઈ હતી. આઇ એમ રિયલી સોરી ભાઈ..' ગઝલ ઢીલે મોઢે બોલી.


'વ્હોટ? આઇ મીન વ્હાય?' મિહિર બોલ્યો.


'અં.. એ.. મલ્હારે મને આઇસક્રીમ પાર્લર પર બોલાવી હતી.' ગઝલ ડરતા ડરતા બોલી.


'શું કામ પણ?' કૃપાએ પૂછ્યું.


'અં.. એ.. કાલે ર.. રાતે છેને.. મલ.. મલ.. મલ્હાર.. મને..' ગઝલના મોઢેથી શબ્દો નહોતા નીકળી શકતાં.


'સાફ સાફ બોલ.. ' કૃપાએ કહ્યું.


'કાલે રાતના મલ્હારે મને પ્રપોઝ કર્યું.' ગઝલ આંખો બંધ કરીને એકી શ્વાસે બોલી ગઈ.


કૃપા અને મિહિર આશ્ચર્યચકિત થઈને એની સામે જોઈ રહ્યાં. બેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં એટલે એ લોકોનું રિએક્શન જોવા ગઝલએ એક આંખ જરાક ખોલીને ત્રાંસી નજરે એ લોકો સામે જોયુ.


તેણે જોયું તો કૃપા અને મિહિર બંને ગુસ્સાથી એની સામે જોઈ રહ્યાં હતાં.


'સોરી ભાઈ.. સોરી ભાભી.. હું તમને કહેવાની જ હતી કે એ મને ગમે છે..' ગઝલ નીચે જોઈને બોલી.


'તારે મલ્હાર સાથે લગ્ન કરવા છે કે?' મિહિરે ગુસ્સાથી પૂછ્યું.


ગઝલ મૂંઝાઇને તેની સામે જોઈ રહી.


'હાં કે ના..?' કૃપાએ પૂછ્યું.


'હાં, પણ જો તમે ના પાડશો તો નહી કરું.' ગઝલ ઢીલા અવાજે બોલી.


'હ્ંમ્મ.. અમને મલ્હાર પસંદ..' મિહિરે વાકય અધુરું છોડ્યું. ગઝલ આશાભરી નજરે તેની સામે જોઈ રહી.


'છે.' મિહિરે વાકય પુરુ કર્યું.


ગઝલને લાગ્યું કે મિહિરે ના પાડી એટલે એ નિરાશ થઇ ગઇ. લગભગ દસ પંદર સેકન્ડ પછી એ ચમકી અને એ લોકો સામે જોયુ તો મિહિર અને કૃપા એના પર હસી રહ્યાં હતાં.


'મતલબ તમને લોકોને વાંધો નથી?' ગઝલ હરખાઈને બોલી.


'બિલકુલ વાંધો નથી. મલ્હાર સારો છોકરો છે. એની રીતે સેટલ છે, હમણાં હમણાં ઘણા સારા પ્રોજેક્ટ પણ મેળવ્યા છે. ભવિષ્યમાં ઘણો આગળ વધશે. આવા છોકરા સાથે તારા લગ્ન થાય તો અમને આનંદ જ થાયને!' મિહિર ખુશ થતાં બોલ્યો.


'હા.. સરસ છે, અને તમારા બેઉના મન પણ મળી ગયાં છે.' કૃપાએ કહ્યું.


'થેન્ક યૂ ભાઈ.. ભાભી..' ગઝલએ વારા ફરતી બેઉને હગ કર્યું.


'ઓકે ઓકે.. આજે મારે મલ્હાર સાથે મિટિંગ છે. ત્યારે હું તેને ફેમિલી સાથે ડિનર માટે ઇન્વિટેશન પણ આપી દઈશ.' મલ્હારે કહ્યુ.


'હું શું કહું છું.. આપણા ઘરે જ ડિનર રાખીએ.. નિરાંતે મળી શકાય અને આરામથી સરખી વાતચીત પણ થશે.' કૃપાએ કહ્યું.


'હાં તારી વાત બરાબર છે. તૈયારી કરી રાખજો, હું નીકળું છું, મારે મોડું થાય છે.' કહીને મિહિર ઓફિસ જવા નીકળ્યો.


.

.

**

ક્રમશઃ