વિવાને "હજુ અહીં જ છે" એમ કહેતાં જ ગઝલએ પોતાની આંખો જોરથી બંધ કરી લીધી અને ફરીથી પોતાનો ચહેરો વિવાનની છાતીમાં છૂપાવી લીધો. કદાચ નાના બાળકની જેમ ગઝલને પણ લાગતું હતું કે હું આંખો બંધ કરી લઇશ એટલે ડોગી મને જોઇ નહીં શકે.. પણ ડોગીની આંખો તો ખુલ્લી જ હતી ને..!
જોકે દરવાજાની બીજી તરફ હોવાથી બ્રુનોને અંદરનું દ્રશ્ય દેખાતુ નહોતું!
ગઝલની આવી ભોળપણભરી હરકત જોઇને વિવાનને હસવું આવી ગયું..
**
પ્રણય પરિણય ભાગ ૬
ઘણી વાર સુધી બેઉ એમને એમ એકબીજાની આગોશમાં બેડ પર પડ્યા રહ્યાં.
વિવાનને પોતાને ગઝલથી અળગા થવાનુ મન નહોતું થતું.
આના પહેલા તે ઘણી છોકરીઓની નજીક ગયો હતો પણ જે ફીલિંગ ગઝલ સાથે આવી રહી હતી તેવી ફીલિંગનો અનુભવ તેના જીવનમાં આજ પહેલીવાર થઈ રહ્યો હતો.
કંઈકતો હતુ જે તેને એના તરફ ખેંચી રહ્યું હતું –આકર્ષિત કરી રહ્યું હતું.
ગઝલને જોતા જ એના હૃદયના ધબકારા વધી જતાં.
અત્યારે તે એની બાહોંમાં એના જ બેડ પર હતી અને વિવાનને પોતાની લાગણી, પોતાના સંવેગો પર કાબૂ મેળવવો અઘરો પડી રહ્યો હતો.
છતાં પણ તે તેના મનોમષ્તિકને ઠેકાણે લાવ્યો અને બોલ્યો:
'ગઝલ..'
'હં.' ગઝલએ ફક્ત ઉંહકારો ભણ્યો.
'તું અહીં શું કામ આવી હતી?' એમ બોલીને વિવાન અનિચ્છાએ ગઝલથી દૂર થયો.
ગઝલ પોતાને સંભાળતા આજુબાજુ જોવા લાગી.
'વોટ હેપન્ડ?' વિવાને પણ એની જેમ જ આજુબાજુ નજર ફેરવી.
'એક્ચ્યુઅલી વિવાન.. હું તમને મળવા આવી હતી.' ગઝલએ કહ્યુ.
'મને? બટ વ્હાય?' વિવાનને આશ્ચર્ય થયું.
'સોરી કહેવા..'
'સોરી..? પણ શું કામ?'
'તે દિવસે તમે મારી ગાડી ઠોકીને.. '
'મેં ગાડી ઠોકી હતી?' વિવાને ભવા ઉંચક્યા.
'મતલબ મે ગાડી ઠોકી હતી ને એટલા માટે સોરી.. ' ગઝલએ ક્યુટ ફેસ બનાવીને કહ્યુ.
'પણ ગઝલ એ વાત માટે તો તે પાર્ટીમાં સોરી કહી દીધું હતું ને?'
'હાં, કીધું તો હતું.. પણ મારા ભાઇએ મને કહ્યું કે તમને સ્પેશિયલી મળીને હું સોરી કહું.. તમારા અમારી સાથે બિઝનેસ રિલેશન્સ છેને એ ખરાબ ના થાય માટે..' બોલીને ગઝલએ દાંત વચ્ચે જીભ દબાવી.
'અચ્છા.. તો બિઝનેસ રિલેશન્સ ખરાબ ન થાય એટલા માટે તું અહીં સોરી કહેવા આવી.. નહિતો ના આવત એમ ને?' વિવાન બનાવટી ગુસ્સો કરતાં બોલ્યો.
'નહીં એવુ નથી.. એ પછી તો આપણી વાત બી થઈ હતી અને મેં સોરી પણ કીધું હતું.. તમે જ કીધું હતું ને કે ભૂલ તમારા ડ્રાઈવરની છે.. છતાં મે સોરી કહ્યું હતું…' ગઝલ સોરી તો કહેતી હતી પણ પોતાની ભૂલ નહોતી માનતી.
'બહુ ખૂબસૂરત ભૂલ હતી..' વિવાનના હોઠ ફફડ્યા.
'તમે કંઇ કહ્યુ? મને સંભળાયુ નહીં.' ગઝલ બોલી.
હં.. અં.. નહીં.. હા.. એજ કે બધી ભૂલ રઘુની જ હતી.. વિવાનને માંડ માંડ શબ્દો મળ્યા. પછી વાત ફેરવવા માટે એણે પૂછ્યું કે : 'તું અહીં મારા સ્યુટ સુધી કેમ આવી? આ મારો પ્રાઇવેટ એરિયા છે. કોઈને પણ અહીં આવવાનુ એલાઉડ નથી.'
'યૂ નો.. એક્ચ્યુઅલી હું છેને.. તમારી વેઈટ કરતી હતી.. તમે આવવામાં કેટલું મોડું કર્યું… હું કેટલી બોર થવા લાગી હતી તમારી રાહ જોઈ ને ખબર છે? એટલે હું તમારી ઓફિસ જોવા લાગી.. ફરતા ફરતા અહીં આવી ગઈ.. અને અહીં પેલો કાળો ડોગી.. માય ગોડ કેવો ડરામણો છે..! એ..એ મારી પાછળ પડ્યો અને હું આ રૂમમાં, આઈ મીન તમારા બેડરૂમમાં ફસાઈ ગઈ.. અને આ બધું છેને વિવાન, તમારા લીધે થયું..' ગઝલ વિવાન તરફ આંગળી ચીંધીને નિર્દોષતાથી બોલી.
વિવાન ગઝલના લાવણ્યભર્યા ચહેરા પરથી નીતરતું ભોળપણ જોઈ રહ્યો. ગઝલની આ વાત કરવાની ક્યુટ સ્ટાઇલ તેને અંદર સુધી મીઠી ઝણઝણાટી કરાવી ગઈ.
'ઓકે... એના માટે હું તારી માફી માંગુ છું મને ખબર નહતીને કે તુ મારી ઓફિસમાં આવવાની છે, નહીં તો હું બધી એપોઇન્ટમેન્ટ કેન્સલ કરીને ખુદ તારુ સ્વાગત કરવા ગેટ પર આવ્યો હોત.' વિવાન બોલ્યો.
'ઈટ્સ ઓકે.' ગઝલ સહજપણે બોલી.
'ગઝલ, તું થોડી વાર બહાર વેઇટ કરીશ? હું ચેઇન્જ કરીને બે મિનિટમાં આવું.'
'ઠીક છે..' ગઝલ મીઠું હસીને બહાર જવા નીકળી.
ગઝલએ જેવો બેડરૂમનો દરવાજો ખોલ્યો કે બ્રુનો તેની તરફ કુધ્યો. ગઝલ પાછી ડરીને વિવાનને વળગી ગઈ.
અસાવધ વિવાને માંડ સંતુલન સંભાળયું, અને ગઝલને પોતાની આગોશમાં જકડી લીધી.
ગઝલનાં લો બેક ઙ્રેસના કારણે એની ખુલ્લી રહેલી પીઠના ભાગે વિવાનની ઠંડી આંગળીઓનો સ્પર્શ થઇ રહ્યો હતો. એ સ્પર્શને કારણે ગઝલને કંઈક ન સમજાય તેવી ફીલિંગ થઈ રહી હતી. એના દિલમાં હલચલ થતી હતી.
'બ્રુનો… વ્હોટ હેપન્ડ..?? શી ઈઝ અ ફ્રેન્ડ.' વિવાન બ્રુનોની આંખોમાં જોઇને બોલ્યો. વિવાનના શબ્દો સાંભળતા જ બ્રુનોએ પૂંછડી પટપટાવી અને પોતાની જગ્યાએ જઈને બેસી ગયો.
ગઝલ હજુ પણ વિવાનને વળગેલી જ હતી.
'ગઝલ... એ ગયો.. ' વિવાન ગઝલનાં કાન પાસે ધીમેથી બોલ્યો.
'ખરેખર ગયો?' વિવાનની છાતીમાં ચહેરો છૂપાવીને ગઝલ બોલી.
'હા, ખરેખર ગયો.. અને હવે તું મને છોડી શકે છે.' વિવાન બોલ્યો. અને ગઝલ એનાથી અલગ થઈ. ગઝલને પણ ખૂબ ઓકવર્ડ ફીલ થતું હતું.
'આઈ એમ સોરી.. મને કૂતરાનો ખૂબ ડર લાગે છે. તમે શું કામ એને અહીં રાખ્યો છે?'
'બ્રુનો મારો મિત્ર જેવો છે. તે એટલો ખરાબ નથી.. અને એ હંમેશા મારી સાથે જ હોય છે.'
'અચ્છા!' ગઝલએ ખભા ઉછાળ્યા અને ડરતી ડરતી ફરીથી દરવાજા તરફ ગઇ. તેણે આંખના ખૂણેથી બ્રુનો સામે જોયુ. એ એની જગ્યા પર તેને ઘૂરતો બેઠો હતો. ગઝલ બ્રુનો તરફ ત્રાસી નજરે જોતી દબાતા પગલે મેઈન દરવાજા નજીક પહોંચી, પછી ઝડપથી દરવાજો હડસેલીને એકદમ દોટ મૂકી..
વિવાન એની હરકત જોઈને હસી પડ્યો.
ગઝલ ભાગીને મિહિર બેઠો હતો ત્યાં પહોંચી.
'ક્યાં હતી તું.. કેટલી વાર થઇ.. હું તને ક્યારનો શોધતો હતો..કયાં ફરતી હતી?' મિહિરે એક સાથે ઘણા બધા સવાલો પૂછ્યા.
'અહીં જ હતી, ખૂબ બોર થતી હતી એટલે મેં વિચાર્યું કે આ લોકોની ઓફિસ જોઈ લઉં.'
'ઓકે ઠીક છે.. હમણા રિસેપ્શન ગર્લ કહીને ગઈ કે વિવાન આવી ગયો છે.. થોડી વારમાં આપણને બોલાવશે, હવે તું અહીં જ રહેજે.. ક્યાંય જતી નહીં' મિહિરે કહ્યુ.
ગઝલ શાંતિથી તેની બાજુમાં બેસી ગઈ. થોડી વાર પહેલાં બનેલા બનાવ વિષે ભાઈને કહેશે તો ભાઈ વળી પાછા ખીજાશે. એમ વિચારીને એણે મિહિર પાસે ઘટનાનો ઉલ્લેખ ટાળ્યો.
થોડી જ વારમાં વિવાન ફ્રેશ થઈને પોતાની કેબિનમાં આવી ગયો અને રિસેપ્શનિસ્ટએ તે લોકોને અંદર મોકલ્યા.
'ગુડ મોર્નિંગ વિવાન..' મિહિર અંદર આવતા બોલ્યો.
'અરે! ગુડ મોર્નિંગ મિહિર ભાઈ આવો આવો. ' વિવાન ઉભો થયો અને બેઉની તરફ જોતા બોલ્યો.
'ધીસ ઇઝ ફોર યૂ.' મિહિરે વિવાનને બૂકે આપ્યો.
'અરે! થેન્કસ પણ આજે આ બૂકે શું કામ?' વિવાને મુસ્કુરાતા પૂછ્યું.
'આ બૂકે ગઝલ તરફથી છે.' મિહિર બોલ્યો.
વિવાને ગઝલ તરફ જોયું. ગઝલએ વિવાનને હળવી સ્માઈલ આપી.
'અરે! તમે બેસોને.. ' હજુ ત્રણે જણ ઉભા હતાં એ ખ્યાલ આવતા વિવાન બોલ્યો. ગઝલ અને મિહિર બેઠા પછી વિવાન પોતાની સીટ પર બેઠો.
'આઈ એમ સોરી વિવાન, એ દિવસે મે તમને ઘણી ખરી-ખોટી સંભળાવી. આઇ એમ રીયલી સોરી.' ગઝલ વિવાનની માફી માંગતા બોલી.
'ઈટ્સ ઓકે ગઝલ, બાય ધ વે, મિહિર ભાઈ આની કોઈ જરૂર નહોતી, ગઝલ ઓલરેડી રાઠોડ્સની પાર્ટીમાં સોરી કહી ચૂકી છે. ' વિવાનની વાત સાંભળીને ગઝલએ મિહિરને "જોયું?" એવો લૂક આપ્યો.
'એમ નહીં વિવાન, એને પણ એની ભૂલ સમજાવી જોઇએ. ગઝલએ મને વાત કરી કે તરતજ હું એને અહીં લઇ આવ્યો. આઇ હોપ કે હવે તારા મનમાં પણ કોઇ મિસ અન્ડરસ્ટેંડિંગ નહીં રહી હોય.' મિહિરે વિવાનને કહ્યુ.
'અરે.. બિલકુલ નહીં મિહિર ભાઈ, એવુ તે કંઈ હોતુ હશે.. અને આવી નાની નાની ઘટનાઓ તો બન્યા કરે.. એને એટલું બધુ મહત્વ આપવાનુ ન હોય, કેમ બરાબરને ગઝલ?' વિવાન ગઝલ સામે જોઈને બોલ્યો. ગઝલએ વળી એક નાનકડું સ્માઈલ આપ્યું.
'થેન્ક યૂ વિવાન, મને તારી પાસે આ જ અપેક્ષા હતી. બાય ધ વે, આ મારા કોન્ટ્રેક્ટ પ્રપોઝલની ફાઈલ છે, તુ સ્ટડી કરીને તારો રિસ્પોન્સ કહી દેજે.' મિહિરે ફાઈલ વિવાનના ટેબલ પર મૂકતાં કહ્યુ.
'ઓકે, મિહિર ભાઈ હું સ્ટડી કરીને બપોર સુધીમાં કહી દઉં છું.'
'નો પ્રોબ્લેમ વિવાન, કોઈ ઉતાવળ નથી તુ નિરાંતે સ્ટડી કરજે.'
ગઝલને હવે કંટાળો આવતો હતો તે વિવાનના ધ્યાનમાં આવ્યું.
'બાય ધ વે ગઝલ, તને બિઝનેસમાં રસ ખરો કે નહીં?' વિવાને ગઝલને પૂછ્યું.
'બિલકુલ નહીં.' ગઝલએ મોઢુ મચકોડીને કહ્યુ.
'મારી સિસ્ટર કાવ્યા, તારા જેવડી જ છે.. કાલે પાર્ટીમાં હતી.. તે જોઇ હશે કદાચ, એને બિઝનેસમાં ખૂબ ઈન્ટરેસ્ટ છે.' વિવાન બોલ્યો.
હવે અમારી ગઝલ પણ બિઝનેસમાં રસ લેતી થશે. ગઝલ ઓફિસ જોઈન કરવાની છે. મિહિર હરખાઈને બોલ્યો.
'જુઓ મિહિર ભાઈ, મારુ તો માનવુ છે કે જેને જેમાં રસ હોય તે જ કામ કરવું જોઈએ. ગઝલની ઇચ્છા ન હોય તો તેને પરાણે બિઝનેસમાં લાવવાનો કોઈ અર્થ નથી.'
વિવાનની વાત સાંભળીને ગઝલ ચમકી. વિવાન માટે તેને માન ઊપજ્યું.
વિવાને ઈન્ટરકોમ પર ત્રણ કોફી લાવવાની સૂચના આપી.
પ્યુન કૉફીની ટ્રે લઈને અંદર આવ્યો. પાછળ પાછળ રઘુ પણ કેબિનમાં દાખલ થયો.
ગઝલને સામે બેઠેલી જોઇને રઘુના હોશ ઉડી ગયા. એને તો વિશ્વાસ જ નહોતો આવતો કે ગઝલ ઓફિસમાં અને તે પણ વિવાનની કેબિનમાં બેઠી હોય..! એ બાઘાની જેમ ગઝલ સામે જોઈ રહ્યો હતો.. પછી તેણે વિવાન સામે જોયુ, વિવાન રઘુના ચહેરા પર આવેલા એક્સપ્રેશન્સ જોઇને મૂછમાં હસતો હતો. રઘુએ છેલ્લા બે દિવસથી જે છોકરીને શોધવા માટે આકાશ પાતાળ એક કર્યા હતા, તે છોકરી વિવાનની કેબિનમાં બેસીને કોફી પી રહી હતી!
'હેલો સર, હેલો મેમ..' રઘુએ બંનેનુ અભિવાદન કર્યું.
ગઝલએ રઘુ સામે જોઈને તીરછા હોઠથી સ્માઈલ કરી, જાણે કહેતી હોય કે તારા લીધે જ મને અહીં સુધી ધક્કો ખાવો પડ્યો.
વિવાન સાથે થોડી આડી અવળી વાતો કરીને મિહિર અને ગઝલ રવાના થયા.
'ભાઇ સાહેબ આ છોકરી..' રઘુ કંઈક બોલવા જતો હતો પણ વિવાને તેને અધવચ્ચે જ અટકાવ્યો. અને બોલ્યો: 'ગઝલ.. ગઝલ કાપડિયા છે એ.. મિહિર કાપડિયાની બહેન.' વિવાન મુસ્કુરાયો.
'કાલ સવારથી એને શોધુ છું, મને શું ખબર કે એ આપણી ઓફિસમાં આવવાની છે! મારી તો બધી મહેનત પાણીમાં ગઈ.' રઘુએ માથુ ખંજવાળ્યું.
ત્યાં વિવાનના મોબાઈલ પર કાવ્યાનો ફોન આવ્યો.
'ભાઈ, આજે હું ઓફિસ નહીં આવું. તને ખબર છે ને આજે સમાઈરા આવે છે? હું એને લેવા એરપોર્ટ જઉં છું.'
'હાં.. ઓકે, તું ક્યારે નીકળવાની છે એરપોર્ટ જવા માટે?' વિવાને પૂછ્યું.
'બસ હમણાં નીકળુ જ છું.' કહીને કાવ્યાએ ફોન મુક્યો.
'સમાઈરા આવે છે.' વિવાન રઘુ સામે જોઈને બોલ્યો.
'થઇ ગયું કલ્યાણ..' એમ બોલતો રઘુ કેબિનની બહાર નીકળ્યો
**
કાવ્યા વિવાનનું સ્પોર્ટસ બાઈક લઈને એરપોર્ટ જવા નીકળી. કાવ્યાએ બ્લેક જીન્સ, ઓફ્ફ વ્હાઈટ ટી શર્ટ અને તેના પર વ્હાઈટ તથા પર્પલ કલરનું વિન્ડચિટ પહેર્યું હતું. પગમાં લાઇટ પર્પલ અને બ્લેક કલરનાં કોમ્બિનેશન વાળા સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતાં આંખો પર રે-બૅનનાં ગોગલ્સ ચડાવ્યા હતાં. કાનમાં બ્લૂટૂથ એરપોડ્સ ભરાવ્યા હતાં. માથાં પર એના ડ્રેસિંગને અનુરૂપ હેલમેટ પહેર્યું હતું. કાવ્યા અત્યારે એકદમ રેસિંગ ડ્રાઈવર જેવી લાગતી હતી.
કાવ્યાની બાઈક થોડી જ આગળ વધી હતી ત્યાં જ એનો મોબાઈલ વાઈબ્રેટ થયો. અને એરપોડમાંથી અવાજ આવ્યો: "મલ્હાર ઈઝ કોલિંગ.." કાવ્યાએ ચાલુ બાઈકમાં જ હેલમેટ નીચેથી એરપોડ પર ટચ કરીને ફોન ઉપાડ્યો.
'હેલ્લો.. બેબી ક્યાં છે તું?' ફોન ઉપાડતા જ મલ્હાર બોલ્યો.
'સમાયરાને લેવા એરપોર્ટ જઉં છું, કાલે વાત તો કરી હતી તને..' કાવ્યા બોલી.
'મને મળીને જા બેબી..'
'નોટ પોસિબલ મલ્હાર.. સમાયરા વિલ લેન્ડ શોર્ટલી.. એ મારી રાહ જોશે ત્યાં.'
'અને હું કાલથી તારી રાહ જોઉં છું તેનું શું?
પાર્ટીમાં પણ તારા ભાઈએ નિરાંતે મળવા ન દીધાં.' મલ્હાર ફરિયાદના સૂરમાં બોલ્યો.
'મલ્હાર પ્લીઝ.. ટ્રાઈ ટૂ અંડરસ્ટેન્ડ..' કાવ્યાએ વિનવણી કરી.
'જો તું મને ખરેખર પ્રેમ કરતી હોઈશ તો અત્યારે જ અહીં આવશે.' કહીને મલ્હારે ફોન કટ કરી દીધો.
'હેલ્લો મલ્હાર.. હેલ્લો..' કાવ્યા કંઈક બોલવા ગઈ પણ સામે છેડેથી ફોન કટ થઈ ગયો હતો.
કાવ્યાએ બાઈક સાઈડમાં ઉભી રાખી, પોકેટમાંથી મોબાઈલ કાઢીને મલ્હારને મેસેજ કર્યો: "ઓકે આઇ એમ કમિંગ."
મેસેજ વાંચીને મલ્હાર ખંધુ હસ્યો.
કાવ્યા મલ્હારને મળવા તેના ફલેટ પર ગઈ.
મલ્હારે બધી તૈયારીઓ કરી રાખી હતી. તાજા ફુલો.. કેન્ડલ લાઈટ.. રોમેન્ટિક મ્યુઝિક વગેરે.
કાવ્યા બાઇક પાર્ક કરીને કરીને ફલેટમાં આવી.
'મલ્હાર… મલ્હાર..' એ મલ્હારને સાદ પાડતી બેડરૂમમાં આવી. અંદર આવતા જ મલ્હારે એને પાછળથી જકડી લીધી.
'મલ્હાર..?' કાવ્યા અચંબીત થઈને બોલી.
'હા, મલ્હાર..' મલ્હાર બોલ્યો. એ કાવ્યાના વાળની ખુશ્બૂ લેતો એની ડોક પર ચૂમી ભરીને કાવ્યાને ઉત્તેજિત કરવા લાગ્યો. કાવ્યાને મલ્હારનો સ્પર્શ રોમાંચિત કરી રહ્યો હતો.
'મલ્હાર.. પ્લીઝ ડોન્ટ, આજે નહીં..' કાવ્યા ધીમા અવાજે બોલી.
'વ્હાય બેબી.. ' મલ્હાર નશીલા અવાજે બોલ્યો. અને કાવ્યાના વિન્ડચિટની ઝિપ ખોલી નાખી.
'મલ્હાર..પ્લીઝ.' કાવ્યા ફક્ત બોલવા માટે બોલી.. તેની પણ ઈચ્છા હતી કે મલ્હાર આગળ વધે. મલ્હારે કાવ્યાનું ટી શર્ટ ઉતાર્યું અને તેને ઝટકાથી પોતાની તરફ ફેરવી.. મલ્હારના હાથ એની પીઠ પર ફર્યા. કાવ્યા એ મલ્હારનું માથું પોતાની તરફ ખેંચીને એના હોઠ સાથે પોતાના હોઠ સીવી લીધા. કિસ કરતાં કરતાં જ મલ્હારે કાવ્યાની બ્રેસિયરનો હુક ખોલીને તેના ઉન્નત સ્તન યુગ્મને બંધન મુક્ત કર્યા.
'આઈ લવ યૂ મલ્હાર..' કાવ્યા પ્રણય પ્રચુર અવાજે મલ્હારનાં કાન પાસે બોલી.
'આઇ લવ યૂ ટુ કાવ્યા..' મલ્હાર કાવ્યાને ઉંચકીને બેડ પર લઈ ગયો.
ભરપુર પ્રણયરસ પીધા પછી બંને એજ અવસ્થામાં બેડ પર પડ્યા હતા. કાવ્યાએ પોતાનુ માથું મલ્હારની છાતી પર ટેકવેલું હતું.. મલ્હાર સિગરેટ સળગાવીને હવામાં ધુમ્રસેર છોડતો કંઇક વિચારી રહ્યો હતો.
'શું થયું.. શું વિચારે છે?' કાવ્યા મલ્હારની છાતી પર હાથ ફેરવતાં બોલી.
'ચાર દિવસ પછી એક ખૂબ મોટા પ્રોજેક્ટ માટે ટેન્ડર ભરવાનું છે. એ પ્રોજેક્ટ જો મારા હાથમાં આવી ગયો તો હું તારા ભાઈની બરોબરીમાં આવી જઈશ.' કહીને મલ્હારે સિગરેટનો એક કશ ભરીને હવામાં ધુમાડો છોડ્યો.
'આઇ નો કે એ પ્રોજેક્ટ તને જ મળશે.. તું ચિંતા શું કામ કરે છે?' કાવ્યા બોલી.
'ચિંતાની વાત તો છે બેબી..' મલ્હાર કાવ્યાની સુંવાળી ખુલ્લી પીઠ પર આંગળીઓ ફેરવતાં બોલ્યો: 'તારો ભાઈ પણ આ પ્રોજેક્ટ મેળવવા માટે ભરપૂર કોશિશ કરી રહ્યો છે.. તેની પહોંચ સામે મારા જેવો નાનો બિઝનેસમેન કેવી રીતે ટક્કર લઇ શકે? હું તો એ વિચારતો હતો કે જો આ પ્રોજેક્ટ મને મળી જાય તો હું તારા ભાઈ પાસે તારો હાથ માંગુ. અને તારી સાથે લગ્ન કરીને હંમેશાં તારી સાથે જ રહું.'
'સાચે..?' કાવ્યાએ પોતાનો ચહેરો ઉંચો કરીને મલ્હારની આંખોમાં આંખો નાખીને પૂછ્યું.
'સાચે.. તારી કસમ માય લવ..' મલ્હાર અવાજમાં પ્રેમ ઘૂંટીને બોલ્યો.
'તો સમજી લે કે આ પ્રોજેક્ટ તને મળી ગયો.' કાવ્યા મલ્હારનાં નાક સાથે પોતાનું નાક ઘસતા બોલી.
કાવ્યાની વાત સાંભળીને મલ્હારનાં ચારેય કોઠે દિવા થયા.
'એ કેવી રીતે?' મલ્હારે પૂછ્યું.
'એ તું મારા પર છોડ.. ' કાવ્યાએ આત્મવિશ્વાસથી કહ્યુ.
'ઓહ કાવ્યા.. માય લવ.. તને ખબર નથી તે મારી કેટલી મોટી ચિંતા દૂર કરી દીધી..' એમ કહીને મલ્હારે કાવ્યાને ચુંબનોથી નવરાવી દીધી.
'તારી ચિંતા એ મારી ચિંતા મલ્હાર.. હું જે કંઈ કરુ છું તે આપણા માટે જ તો કરુ છું.' કાવ્યા બોલી.
'આઇ લવ યૂ કાવ્યા' મલ્હાર બોલ્યો.. અને ફરીથી બંને પ્રણયક્રિડામાં પરોવાયા..
.
.
ક્રમશઃ
.
**
❤ Waiting for your Comments and Ratings.. ❤