Pranay Parinay - 7 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 7

.

'..તો સમજી લે, કે આ પ્રોજેક્ટ તને મળી ગયો.' કાવ્યા મલ્હારનાં નાક સાથે પોતાનું નાક ઘસતા બોલી.
કાવ્યાની વાત સાંભળીને મલ્હારનાં ચારેય કોઠે દિવા થયા.

'એ કેવી રીતે?' મલ્હારે પૂછ્યું.

'એ તું મારા પર છોડ.. ' કાવ્યાએ આત્મવિશ્વાસથી કહ્યુ.

'ઓહ કાવ્યા.. માય લવ.. તને ખબર નથી તે મારી કેટલી મોટી ચિંતા દૂર કરી દીધી..' એમ કહીને મલ્હારે કાવ્યાને ચુંબનોથી નવરાવી દીધી.

'તારી ચિંતા એ મારી ચિંતા મલ્હાર.. હું જે કંઈ કરુ છું તે આપણા માટે જ તો કરુ છું.' કાવ્યા બોલી.

'આઇ લવ યૂ કાવ્યા' મલ્હાર બોલ્યો.. અને ફરીથી બંને પ્રણયક્રિડામાં પરોવાયા..

**
પ્રણય પરિણય ભાગ ૭

મલ્હારના નશામાં ખોવાઈને સમાયરાને લેવા માટે એરપોર્ટ જવાનું હતું એ વાત જ કાવ્યા ભૂલી ગઈ હતી. અને મલ્હારનાં પડખામાં ઉંઘી ગઈ હતી.

તેનો ફોન ક્યારનો વાગી રહ્યો હતો. ઉંઘ ઉડતા તેણે ફોન સામે જોયુ, સ્ક્રીન પર સમાયરાનું નામ વાંચીને તરાપ મારીને તેણે ફોન ઉઠાવ્યો.

'હેલ્લો..' કાવ્યા બોલી.

'યૂ ઈડિયટ, સ્ટૂપિડ, ડફર.. અક્કલમઠ્ઠી.. કયારની તને ફોન લગાવું છું.. રાહ જોઈને થાકી ગઈ.. ક્યાં છે તું?' સમાયરા ગુસ્સો કરતાં બોલી.

'સોરી.. આઇ એમ વેરી સોરી.. એક કામમાં ફસાઈ ગઈ છું.. હમણાં નીકળું જ છું બસ.. દસ મિનિટમાં પહોચી.' કાવ્યા ઉભી થઇને કપડાં પહેરતાં બોલી.

'રહેવા દે હવે.. તારી રાહ જોઈ જોઈને મેં ટેક્સી પકડી લીધી.' સમાયરા થોડી શાંત પડી.

'ઓહ, સોરી બચ્ચા.. તુ ઘરે પહોંચ હું આવું.' કાવ્યા દિલગીરી વ્યક્ત કરતાં બોલી.

'જલ્દી આવજે.' સમાઈરા બોલી.

'હાં, ડાર્લિંગ બસ દસ મિનિટમાં પહોંચુ.' કહીને કાવ્યાએ ફોન મુક્યો.

કાવ્યાએ ઝટપટ કપડાં પહેર્યાં અને મલ્હાર સામે જોયું. એ હજુ ઉંઘતો હતો. કાવ્યા એની બાજુમાં ગઈ અને એના ગાલ પર હળવેકથી કિસ કરી.. પછી એના કાન પાસે જઈને ધીમેથી 'બાય ડાર્લિંગ.' કહીને ત્યાંથી નીકળી ગઈ.

**સમાઈરાની ટેક્સી શ્રોફ બંગલોની સામે આવીને ઉભી રહી. ગાર્ડે ટેક્સીમાં સમાયરાને જોઇ ને ગેટ ખોલ્યો. ટેક્સી અંદર આવી. ટેક્સીમાંથી સમાયરાને ઉતરતી જોઇને એક નોકર દોડતો ટેક્સી સુધી ગયો અને ટેક્સીમાંથી સમાઈરાનો સામાન ઉતારવા લાગ્યો.
સમાઈરા રૂઆબભેર ચાલતા બંગલાની અંદર ગઇ.

'મોમ.. મોમ..' સમાયરાએ એની મમ્મી વેભવીને સાદ પાડ્યો.

'અરે બેટા.. સમી.. ક્યારે આવી દિકરા?' વૈભવી એની રૂમમાંથી બહાર આવતા બોલી.

'આ જુઓ હમણાં જ આવી..' કહીને સમાઈરાએ વૈભવીને હગ કર્યું.

'નાનીબા અને મામા ક્યાં છે?' સમાઈરાએ દિવાનખંડમાં નજર ફેરવતાં પૂછ્યું.

'તેઓ ગામડે ગયા છે, આપણી જમીન વિશેનો કંઈક પ્રોબ્લેમ થયો છે એટલે.' વૈભવીએ કહ્યુ.

'ઓકે.. એન્ડ વ્હેર ઈઝ માય હસબન્ડ..? મારો વર ક્યાં?' સમાયરાએ હસતાં હસતાં પૂછ્યું.

'સમી…!!' વૈભવીએ નાના બાળકને ટપારતી હોય એવી રીતે આંખ બતાવી.

'ઓકે મોમ, ચીલ.. આઈ નૉ હિ ઈઝ માય કઝીન. બટ આઈ હેવ ક્રશ ઓન હિમ… આઈ લવ હિમ. યૂ નો ધેટ.. કયાં છે એ?'

'ક્યાં હોય એ અત્યારે..! ઓફિસમાં… આખો દિવસ કામ કામ ને કામ.. કંટાળતો પણ નથી.'

'હવે હું આવી ગઈ છું ને.. જુઓ કેવી રીતે લાઈન પર લાવું છું મારા વરને..' સમાઈરા આંખો નચાવતા બોલી.

'તું નહીં સુધરે.. તને ખબર છેને કે તું એને વર વર કરે છે તો એ કેવો ચિડાય છે.. ?'

'એ ચિડાય છે એટલે તો ચિડવું છું મોમ.. એ ચિડાય એટલે મને મજા આવે છે. બાય ધ વે આજે નહીં તો કાલે અમારા લગ્ન થશે જ.' સમાઈરા આંખ મારીને બોલી.

'હે ભગવાન.. આ છોકરી..' કહીને વૈભવીએ કપાળ કૂટ્યું અને બોલી: 'એ બધુ છોડ અને અહી બેસ મારી પાસે.' વૈભવીએ હાથ પકડીને સમાયરાને બેસાડી. પછી એના ચહેરા પર હાથ ફેરવતાં બોલી : 'આ વખતે તો ટાઈમ લઇને આવી છેને? કે પછી હર વખતની જેમ અઠવાડિયામાં રિટર્ન જવાનું છે?'

'થોડા દિવસો માટે જ આવી છું.' સમાઈરા બોલી.
પણ વૈભવીની આંખોમાં નિરાશા ફરી વળી એ જોઈને સમાઈરાએ ઉમેર્યું: 'મોમ હજુ છ મહિના બસ.. એકવાર મારુ એમ એસ પુરૂ થાય એટલે અહીં જ મોટી હોસ્પિટલ ખોલીશ. પછી હંમેશ માટે અહીં જ તારી પડખે રહીશ.' સમાઈરા દૂર સુધી શૂન્યમાં નજર માંડીને બોલી.


'ઓકે ઓકે.. તું ફ્રેશ થઈ જા હું મહારાજને કહીને તારા માટે કંઈક ગરમ બનાવડાવું.'

'હાં મોમ, મને ભૂખ પણ ઘણી લાગી છે.' કહીને સમાઈરા સોફા પરથી ઉભી થઇ. ત્યાં સામેથી કાવ્યા આવતી દેખાઈ.

'હાય… સમ્મુ બેબીઈઈ..' કાવ્યા દોડતી જ અંદર આવી. એને આવતી જોઇને સમાયરા પણ બે હાથ ફેલાવીને સામે દોડી..

'હાય મેરા બચ્ચા.. ' કહીને સમાયરા કાવ્યાને બથ ભરી ગઈ. પછી એને ગોળ ગોળ ફેરવી.
ગોળ ફરવાથી કાવ્યાને ચક્કર આવ્યાં, અને એ સમાયરા પર ઢળી ગઈ.
સમાયરાએ એને સંભાળી લીધી અને ધીમેથી સોફા પર બેસાડી.

'અરે! કાવ્યા.. શું થયું તને?' સમાઈરા ચિંતીત થઈ.

'કંઈ નહીં.. તે એકદમ ગોળ ફેરવી ને.. એટલે થોડા ચક્કર આવી ગયા.' લમણાં પાસે હાથ રાખીને કાવ્યા બોલી.

'ચક્કર ના આવે તો બીજુ શું થાય? આ છોકરી ખાવા પીવામાં બિલકુલ ધ્યાન નથી દેતી.' વૈભવીએ થોડો ગુસ્સો કરીને કાવ્યાની ફરિયાદ કરી.

'ફઈ…' કાવ્યા ક્યુટ ફેસ બનાવીને બોલી.

'બેટા તારા સારા માટે જ કહું છું ને? થોડું ધ્યાન રાખતી જા દિકરા.. એક તો ભાઈ અને બા અહીં છે નહીં અને તને કંઇ થયું તો વિવાન આખુ ઘર માથે લેશે.. ' વૈભવીએ તેને સમજાવતાં કહ્યું.

'કાવ્યા તને મેડિકલ હેલ્પની જરૂર લાગે છે કે? તારુ મોઢુ પણ જોને કેટલું લેવાય ગયું છે બચ્ચા.. શું થાય છે તને? એવું હોય તો કાલે તારા બ્લડ રિપોર્ટ કરાવી લઇએ.' સમાયરાને કાવ્યાની ચિંતા થતી હતી.

'અરે મારી માં.. કેટલી ઉપાધિ કરે છે તું..! હું કંઈ નાની કીકલી થોડી છું? આવી નાની મોટી વસ્તુઓ ચાલ્યા કરે.. અને હમણાં હમણાંથી વર્કલોડ વધારે રહે છે, એટલે કામનાં દબાણમાં ખાવા પીવા પર થોડું ઓછું ધ્યાન અપાય છે, પણ હવે તું આવી ગઈ છે તો હું બરાબર જમીશ. ઓકે?' કાવ્યાએ કહ્યુ.

'ઠીક છે.' સમાઈરાએ કહ્યુ.

'છોકરીઓ તમે ફ્રેશ થઈને આવો ત્યાં સુધીમાં તમારા માટે કંઈક બનાવડાવું.' વૈભવી ફઈ બોલ્યા.

'મોમ મારા માટે બટાકા પૌઆ..' સમાયરાએ કહ્યુ.

'અને મારા માટે શીરો.' કાવ્યા બોલી.

શીરો..? પણ તું તો ગળ્યું ખાતી નથી ને? સમાયરાએ આંખો ઝીણી કરીને પૂછ્યું.

'હાં તો નથી જ ખાતી.. પણ આજે ગળ્યું ખાવાનું મન થયું છે..' કાવ્યા ખભા ઉછાળીને બોલી.

'ખાવા દે… કેટલા સમય પછી શીરો ખાવાનું મન થયું છે એને.. તમે ફ્રેશ થઈને આવો હું મસ્ત ઘી નાખીને શીરો બનાવડાવું છું.. અને તારા માટે બટાકા પૌઆ..' કહીને વૈભવી ફઈ મહારાજને સાદ પાડતાં કિચનમાં ગયાં.

'ચલ હવે બોલ શેની ઉપાધિ છે?' સમાયરા કાવ્યાના ગળામાં હાથ પરોવીને બોલી. સમાઈરાને લાગતુ હતું કે કાવ્યા કંઇક છુપાવે છે.

'શું? શાની ઉપાધિ?' કાવ્યા બોલી.

'ખરેખર કંઈ નથી ને?' સમાયરાએ ઝીણી આંખે તેના ચહેરાનું અવલોકન કરતાં પુછ્યું.

'ના રે.. બેન કંઈ નથી, બસ વર્કલોડ બીજુ કંઈ નથી.' કાવ્યા બોલી. અને બેઉ પોતપોતાના બાથરૂમમાં ફ્રેશ થવા ગયા.
**
સમાઈરા :

તમે જાણો છો કે સમાઈરા ડોક્ટર છે, વૈભવીની દીકરી છે, અને અમેરિકામાં એમ. એસ. કરી રહી છે.

તો આ સમાઈરાના પપ્પા ગુજરી ગયા પછી વિવાનના પિતા કૃષ્ણકાંત પોતાની માનેલી બહેન વૈભવીને પિયર એટલે કે એમના ઘરે લઈ આવ્યા.
ત્યારથી મામાના ઘરે સમાઈરા વિવાન અને કાવ્યા સાથે રહેવા લાગી, એ બધા સાથે જ મોટા થયા.
સમાઈરા વિવાન કરતાં ત્રણ વર્ષ નાની અને કાવ્યા વિવાન કરતાં પાંચ વર્ષ નાની, મતલબ કાવ્યા ઘરમાં સૌથી નાની હોવાથી બધાની લાડકી છે.

વિવાન જ્યારે દસ વરસનો હતો ત્યારે એના મમ્મી ગુજરી ગયેલા ત્યારથી લોહીનો સંબંધ ન હોવા છતાં પણ વિવાન અને કાવ્યાને વૈભવી ફઈએ સગી માં જેટલો પ્રેમ આપીને ઉછેર્યા છે. સમાઈરા એની મમ્મી વૈભવીને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ કાવ્યા અને વિવાન પણ વૈભવીને કરે છે.

બાળપણમાં વેકેશનમાં ગામડે જતા ત્યારે તેઓના બીજા કઝિન્સ સમાઈરા અને વિવાનને પતિ પત્ની કહીને ચીડવતા. નાના મોટા બધા ભાંડરડા ભેગા થઇને રમતાં ત્યારે પણ એ બંને હંમેશાં પતિ પત્ની જ બનતાં. નાનપણની એ ભાવના સમાઈરાના મનમાં ઘર કરી ગઈ હતી. ધીમે ધીમે એ વિવાનના પ્રેમમાં પડતી ગઈ અલબત, એકતરફી પ્રેમમાં. પરંતુ સમય વીતવા સાથે સમાઈરાના મનમાં પેલી પતિ પત્ની વાળી વાતના મૂળિયાં ઉંડા થતા ગયા. એટલે સમાઈરા વિવાન માટે એકદમ પઝેસિવ થઇ ગઇ, એક પ્રકારનો માલિકી ભાવ ધરાવવા લાગી. સમાઈરા કોઈ છોકરીને વિવાનની નજીક ના આવવા દેતી. અને વિવાન પણ જ્યારે સમાઈરા ઘરે હોય ત્યારે બીજી છોકરીઓથી દૂર જ રહેતો. એ અમેરિકા ગઈ પછી બિચારા વિવાનને થોડી મોકળાશ મળી..
બીજી તરફ વિવાન એને તેની અત્યંત ખાસ મિત્ર માનતો.. એક મિત્ર સાથે શેર કરી શકાય તેવું બધું તે સમાઈરા સાથે શેર કરતો.
કાવ્યા અને સમાઈરા પણ એકદમ ક્લોઝ ફ્રેન્ડ હતા.
સમાઈરાનુ વર્તન ફેમિલી મેમ્બર્સ સાથે એકદમ રિસ્પેક્ટ વાળુ અને પ્રેમભર્યું રહેતું, જ્યારે નોકરો ચાકરો સાથે એ એકદમ અકડુ વર્તન કરતી.
સમાઈરાને તેના ભણતર અને રૂપનો ધમંડ પણ હતો.
તો આવી છે સમાઈરા.. કથા આગળ વધતી જશે તેમ તેનો વધુ પરિચય થતો જશે.

**

વિવાન સાંજે ઓફિસથી ઘરે જવા નીકળ્યો.
આજનો દિવસ વિવાન માટે ખૂબ સરસ રહ્યો હતો. ગઝલનો સ્પર્શ થયો હતો. ફકત સ્પર્શ નહીં ગઝલ ખાસ્સી વાર સુધી એના આલિંગનમાં હતી.. એ ગઝલના વિચારોમાં એટલો ખોવાયેલો હતો કે ઘર ક્યારે આવી ગયું તેની એને ખબર જ ન પડી.
'ભાઈ..' રઘુએ એને બોલાવ્યો ત્યારે એની તંદ્રા તૂટી.

'હં..' વિવાન બોલ્યો.

'જરા સપનામાંથી જાગો અને હકીકતની દુનિયામાં આવો.. ઘર આવી ગયું.' રઘુ મજાકમાં હસતાં બોલ્યો.

'રઘુ, હું કંઈ ગઝલના સપનાઓ નહોતો જોતો..' ચોખવટ કરવા જતાં વિવાને બાફી માર્યું.

'પણ મેં ક્યાં કોઇનું નામ લીધું..?' કહીને રઘુ ખડખડાટ હસી પડ્યો. બિચારો વિવાન ભોંઠો પડ્યો.

'તું જરા વધારે પડતો હોશિયાર નથી થઇ રહ્યો?' વિવાન રઘુને ઘૂરતાં બોલ્યો.

'સોરી ભાઈ સાહેબ, પણ ઘરે થોડા સંભાળીને જજો.. પેલી જોગમાયા આવી ગઈ હશે..'

'કેમ, તુ નથી આવતો?'

'એ મહામાયા મને તો બિલકુલ પસંદ કરતી નથી.. એ જેટલા દિવસ અહીં રહે એટલા દિવસ હું તો આપણા ફ્લેટમાં જ રહીશ. ખોટી મગજમારી કોણ કરે?' રઘુ મોઢું વંકાવીને બોલ્યો.

'ઠીક છે, સવારે સમયસર આવી જજે.' કહીને વિવાન કારમાંથી ઉતરીને ઘરમાં ગયો.

વિવાન અંદર આવતા જ સમાઈરા પાછળથી દોડીને એની પીઠ પર ચઢી ગઈ. હાથ વિવાનનાં ગળા ફરતાં વીંટાળી દીધા. વિવાન થોડો બઘવાઈ ગયો. એ માંડ પડતો બચ્યો. એણે જેમતેમ કરીને બેલેંસ સંભાળ્યું.

'વ્હોટ ધ હેલ સમાઈરા.' વિવાન ચીડાયો.

'આઈ લવ યૂ માય ડિયર હસબન્ડ..' સમાઈરા ખીલ ખીલ હસતાં બોલી.
'શટટટ અપપપ… ચલ નીચે ઉતર..' વિવાન ગોળ ફરતાં બોલ્યો.

'બિલકુલ નહીં પતિદેવ..' સમાઈરા એના ગળા ફરતે ભીંસ વધારતા બોલી.

'સમાયરા.. ખબરદાર બીજી વાર એ શબ્દ બોલી છે તો..' વિવાન ખીજાઈને બોલ્યો.

'શું કામ પતિદેવ..? મારા વરને પતિદેવ ના કહું તો કોને પાડોશીને કહું?' સમાઈરાએ એને હજુ વધુ ચીડવ્યો.

કાવ્યાને આ જોવાની મજા પડતી હતી.. અને વૈભવી ફઈ સમાઈરાને આંખો બતાવીને વારવાની કોશિશ કરી રહ્યા હતા.

'ફઈ આને કંઈ કહો.. નહીં તો હવે હું મારીશ.. ' વિવાને ફઈને ફરિયાદ કરી.

'શું તમે બેઉ તોફાને ચઢ્યા છો? નાના છો હવે!? અલી એય સમી.. તું ઉતર તો નીચે..' વૈભવી ફઈએ ડારો આપ્યો. પણ સમાઈરા પર કોઈ અસર ના થઈ.

'હવે તું જો..' કહીને વિવાને એક પડખે ઝૂકીને સમાઈરાને સોફા પર પટકી.

'આઉચ.. ઓ માઆઆઆ…' સમાયરા ચિલ્લાઇ ઉઠી.
.
.
**
ક્રમશઃ
.
.
**
વ્હાલા વાચકો, તમને આ વાર્તાની અત્યાર સુધીની સફર કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવશો. તથા વાર્તાના આ ભાગને રેટિંગ જરૂરથી આપશો.

❤ તમારા રેટિંગ અને કોમેન્ટ્સની પ્રતિક્ષામાં.. ❤

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED