Pranay Parinay - 43 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 43

પ્રણય પરિણય ભાગ ૪૩


વિવાને ગઝલની બંગડીઓ થોડી પાછળ કરીને તેના કાંડામાં ઘૂસેલો તૂટેલો કાચ હળવેથી ખેંચ્યો.


'આહહ્..' ગઝલ આંખો જોરથી મીંચીને દર્દથી કણસી. વિવાન તેના ઝખમ પર ફૂંક મારવા લાગ્યો.


'બહુ દુખેછે?' વિવાને ખૂબ કાળજીથી પૂછ્યું. ગઝલની આંખોમાંથી તેને થતી વેદના દેખાય રહી હતી. તેણે ફક્ત માથું હલાવીને હાં કહ્યુ એટલે તે ફરીથી ઘાવ પર ફૂંક મારવા લાગ્યો. તેના ગરમ ગરમ ઉચ્છવાસથી ગઝલની અંદર અજીબ સળવળાટ થતો હતો. વિવાને મોબાઈલ કાઢીને તેના ઘાવનો ફોટો લીધો. ગઝલ નવાઈથી જોઈ રહી.

પછી વિવાને કોટન પર ડેટોલ લઈને ગઝલનો ઘાવ સાફ કર્યો. ડેટોલ થોડું ચચર્યુ એટલે તેની આંખોમાં પાણી આવ્યાં. વિવાને વળી એકવાર ફૂંક મારીને પછી મલમ લગાવીને ઉપર બેન્ડેઝ મારી દીધી.


ફર્સ્ટ એડ બોક્સ બાજુમાં મુકીને તેણે ફરીથી ગઝલનો હાથ હાથમાં લીધો.


'આઈ એમ સોરી..' વિવાને બીજો હાથ તેના ગાલ પર મૂક્યો. ગઝલ કંઇ નહોતી બોલતી. તેણે નજર નીચે ઝુકાવી રાખી હતી.


'તારુ અસ્તિત્વ મારા જીવનમાં ખૂબ મહત્વનું છે. તારા મોઢેથી મરવાની વાત સાંભળીને મારો ગુસ્સો કાબુ બહાર જતો રહ્યો અને તારા પર ખીજાયો. મને માફ કર પ્લીઝ..' બોલતા વિવાનની આંખો ભીની થઇ ગઇ. એ જોઈને ગઝલ ઢીલી પડી ગઈ.


'ઈટ્સ ઓકે, પણ કોઈ એટલું જોરથી ખિજાય કે? હું કેટલી ડરી ગઈ..!' ગઝલ એકદમ નિર્દોષ ભાવે બોલી.


'આઈ એમ સોરી.. હવે ક્યારેય આવું નહીં કરુ..' કહીને વિવાને પોતાના કાન પકડ્યા અને ગઝલની ઘેરી કથ્થઈ આંખોમાં રોમાન્ટિક રીતે જોઈ રહ્યો. તેના આવી રીતે જોવાથી ગઝલના હોઠ પર અનાયસ એક સ્માઇલ આવી ગઈ.


'જઈશુ હવે? ત્યાં પાર્ટીમાં બધા આપણી વાટ જોતા હશે.' વિવાને પૂછ્યું.

ગઝલને મલ્હાર યાદ આવી ગયો. તેને થયુ કે તે હજુ ત્યાં હશે તો? એટલે તેણે માથુ હલાવીને ના કહી.


'પાર્ટી હવે પતવા જ આવી છે, ઘરનાને કોઈ આપણા વિશે પુછે તો એ લોકો શું કહેશે? ચલ થોડી વાર માટે જઈ આવીએ. તું જમી પણ નથી.' કહીને વિવાને ગઝલના ચહેરા આગળ આવી ગયેલાં વાળ તેના કાન પાછળ સેરવ્યા.


'મારે નથી આવવું પ્લીઝ..' ગઝલએ દયામણા ચહેરે કહ્યું. તેની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં.


'ઠીક છે, નો પ્રોબ્લેમ. પણ તું રડ નહીં.' વિવાને તેના આંસુ લુછ્યાંં.

વિવાને પાર્ટીમાં આવવાનો આગ્રહ છોડી દીધો એટલે તેને સારુ લાગ્યું.


'તુ અહીં બેસ હું તારા માટે જમવાની પ્લેટ મોકલુ છું.' ગઝલના હાથ ચૂમીને વિવાન બહાર જવા માટે ફર્યો.


'વિવાન..' ગઝલએ તેને હળવેથી સાદ પાડ્યો.

વિવાન પાછળ ફર્યો.


'હંમ્'


'ગુલાબજાંબુ અને આઇસક્રીમ વધુ મોકલાવજો.' ગઝલ નાક ખેંચતા બોલી.

તેની બોલવાની રીત અને હરકત પર વિવાન વારી ગયો. કોણ કહે કે થોડીવાર પહેલા આ છોકરી રડતા રડતા તેના પર ગુસ્સો કાઢી રહી હતી!


'ઓકે.. બીજુ કંઈ?'


ગઝલએ મીઠુ હસીને "ના"માં માથુ હલાવ્યું.


વિવાને રુમ બહાર નીકળીને રઘુને ગઝલના ઘાવનો ફોટો સેન્ડ કર્યો અને નીચે લખ્યું:

'મલ્હારના ડાબા હાથ પર આના કરતાં મોટો કાપો પડવો જોઈએ.'


'જી ભાઈ.' રઘુએ ટુંકમાં જવાબ આપ્યો.


પંદર મિનિટ પછી મલ્હાર તેના ઘર નજીક કારમાંથી ઉતરી રહ્યો હતો ત્યારે એના પર ચાકુથી હુમલો થયો. તેના ડાબા હાથનાં કાંડા પર મોટો કાપો પડ્યો હોવાથી તેને હોસ્પિટલ ભેગો કરવો પડ્યો.


**


વિવાન રૂમમાંથી નીકળ્યા બાદ ગઝલએ આખી રૂમમાં નજર ફેરવી. તેણે બેડ પર નજર નાખી. તેના પેટમાં ફાળ પડી, હૃદયના ધબકારા વધી ગયાં. ડરના માર્યા તેણે થૂંક ગળા નીચે ઉતાર્યું. કારણ કે વિવાનની આખી રૂમ વિવિધ સુવાસિત ફુલો અને રંગબેરંગી કેન્ડલ્સથી શણગારી હતી. બેડ પર પણ ગુલાબની પાંખડીઓ તથા ફુલો પાથર્યા હતા. વચ્ચોવચ લાલ ગુલાબ વડે મોટું હાર્ટ બનાવ્યુ હતું. મલ્હાર પરના ગુસ્સા અને વિવાન સાથેના ઝઘડા, મનામણાને લીધે અત્યાર સુધી આ બધા પર તેનું ધ્યાન જ ગયું નહોતું. આ બધું જોઇને તેને અંદાજ આવી ગયો કે આ તો ફર્સ્ટ નાઈટ માટે રૂમ શણગારવામાં આવ્યો છે.


'માય ગૉડ.. આ નવી ઉપાધિ આવી.. અહીંથી છટકવું પડશે.' એમ વિચારીને તે દરવાજો ખોલવા ગઈ પણ દરવાજો ખુલ્યો જ નહી..


'એ બાપા ખુલને હવે.. અહીં મારો જીવ જાય છે.' ગઝલ દરવાજા પર ધબ્બા મારતાં બડબડ કરતી હતી. દરવાજો ઉઘડતો નહોતો. કંટાળીને તેણે દરવાજાને લાત મારી.


'ઉઈ માં..' એ કણસી ઉઠી. લંગડાતા પગલે તે ફરીથી પોતાની જગ્યા પર જઇને બેઠી.


'હવે જમવાની પ્લેટ લઇને કોઇ આવે એટલે અહીંથી નીકળીને હું દાદીની રૂમમાં જતી રહીશ.' તે મનમાં બોલી.


દસેક મિનિટ પછી તેને દરવાજો ખુલવાનો અવાજ આવ્યો તે ખુશ થઈને બહાર જવા ઉઠી ત્યાં વિવાન નોકર સાથે જમવાનું લઈને અંદર આવ્યો. તે વળી પાછી બેસી ગઈ.


'ફૂડ ઇઝ હિઅર..' વિવાન અંદર આવતા બોલ્યો.

ગઝલએ તેની સામે પરાણનું સ્માઈલ કર્યુ. નોકર પ્લેટસ્ મા જમવાનુ પીરસીને જતો રહ્યો.


'કમ..' નોકર ગયા પછી વિવાને તેને બોલાવી.


'પાર્ટી પતી ગઈ કે?'


'ના.. ચાલી રહી છે હજુ.'


'તો પછી તમે અહીં શું કરો છો? પાર્ટીમાં જાઓ.'


'મને તો ડેડએ કહ્યું કે તારી અહીં કોઈ જરૂર નથી, તુ ગઝલને જમાડી લે.' વિવાને કહ્યુ અને પછી બોલ્યો: 'ચલ જમી લઇએ, તને ભુખ લાગી છેને! મને પણ ખૂબ લાગી છે.'


'તમે જમ્યા નથી હજુ?'


'ના.. બંને સાથે જમીશુ. તુ આવ હવે જલ્દી.'


'હમ્..' કહીને ગઝલ ટેબલની સામેની સાઈડ બેઠી.


'અરે અહીં બેસ.. મારી બાજુમાં.' વિવાને તેને નજીક બોલાવી.


'ના.. અહીં ઠીક છે.' ગઝલ ત્યાં જ બેઠી એટલે વિવાન તેની બાજુમાં સરક્યો.


'મે આઈ..!?' વિવાને હાથમાં એક ગુલાબજાંબુ લઈને ગઝલના હોઠ પાસે ધર્યું.

ગઝલ વિવાનની સામે જોઈ રહી.


વિવાને આંખોથી તેને ખાવાનો આગ્રહ કર્યો. ગઝલએ જરાક મોઢુ ખોલ્યું અને થોડું એવું ગુલાબજાંબુ ખાધુ અને વિવાનના હાથમાંથી બાકીનું ગુલાબજાંબુ પોતાના હાથમાં લીધું એટલે વિવાને તેની સામે આ.. કરીને મોઢું ખોલ્યું.


'શું?' એવા હાવભાવ સાથે ગઝલએ તેની સામે જોયું.


'નાઉ યોર ટર્ન, હવે તું મને ખવડાવ..' વિવાને કહ્યુ.


ગઝલએ તેના હાથમાંનું ગુલાબજાંબુ પ્લેટમાં મૂકીને બીજુ ઉપાડયું.


'અં.. અં.. એ નહીં પેલુ જ ખવડાવ..'


'એ તો મારુ એંઠુ છે.'


'એટલે જ.. મારે એજ ખાવું છે. એ વધારે મીઠુ હશે.' વિવાન ગઝલના હોઠ સામે જોતા બોલ્યો.

ગઝલના શરીરમાંથી રોમાંચક ઝણઝણાટી પસાર થઈ ગઈ. તેણે આંખો પહોળી કરી.


'આઈ એમ વેઇટિંગ..' વિવાન મોઢુ ખુલ્લુ રાખીને રાહ જોઇ રહ્યો હતો. ગઝલએ તેનુ એઠું ગુલાબજાંબુ વિવાનના મોઢામાં મુક્યું.


'અમમ.. ઈટ્સ યમ્મી..' વિવાને ગુલાબજાંબુ મોઢામાં લેવાની સાથે ગઝલની આંગળી પણ ચાખી. ગઝલના હૃદયમાં કંઈક સળવળી ગયું. તેણે ઝટકાથી આંગળી ખેંચી લીધી. અને આંખો નમાવીને જમવા લાગી. તે ફટાફટ થોડુક એવું જમીને ઉભી થઇ ગઇ


'મેં જમી લીધુ.. હવે હું જાઉં છું હં..' એ બોલી.


'ક્યાં?'


'સુવા માટે.. દાદીની રૂમમાં..' બોલતા ગઝલ દરવાજા સુધી પહોંચી ગઈ.


'વેઈટ..' વિવાને કહ્યુ. ગઝલ ગભરાઈ.

વિવાન તેની નજીક ગયો.


'તું આજે પણ દાદી સાથે સુવાની છે?'


'હાં, દાદીએ જ કીધું છે.'


'એ તો ખાલી એક દિવસ.. આઈ મીન એક રાત પૂરતુ જ કીધું હતું.'


'ના, આજે પણ..'


'અરે! ગઝલ.. આજથી તારે આ રૂમમાં જ સુવાનું છે. દાદી કંઈ નહીં કહે..'


'ના..' તેણે બીકથી બેડ તરફ જોયું.


'અરે પણ આટલી મોટી રૂમ છે ને તું..' બોલતા વિવાને રૂમમાં નજર ફેરવી અને તે ગઝલનો ડર સમજી ગયો.


'અચ્છા તો આના માટે તું દાદીની રૂમમાં જાય છે?' વિવાન તેની સામે અદબ વાળીને ઉભો રહ્યો.

ગઝલ કંઇ બોલી નહીં. તે નીચે જોઈને પગનો અંગૂઠો ફ્લોરિંગ પર ઘસતી રહી.


'લૂક એટ મી ગઝલ..'


તેણે 'ના' મા માથુ હલાવ્યું.


'અરે! મારી સામે તો જો.. હું એટલો બધો ખરાબ છું કે?' વિવાને એકદમ નરમ અવાજે કહ્યું. પણ ગઝલ તેની સામે નજર નહોતી મેળવતી.


'કમ..' વિવાને તેનો હાથ પકડ્યો તેને બેડ પર બેસાડીને પોતે સામે ઘૂંટણિયે બેઠો.


'જો ગઝલ તારે આ બધી વાતનું ટેન્શન લેવાની જરૂર નથી. આ રૂમ ઘરવાળાઓએ તેના હરખને લીધે શણગારી છે. તેઓને ક્યાં ખબર છે કે આપણા લગ્ન કઇ પરિસ્થિતિમાં થયા છે? તેને તો આપણે– એટલે કે મેં જે કીધું એટલી જ ખબર છે.' વિવાન થોડી વાર અટક્યો. તેણે ગઝલની આંખોમાં જોયું. પછી કહ્યુ:

'તને આ બધુ જોઈને એ વાતનો ડર લાગે છેને કે હું તારા પર બળજબરી કરીશ? લગ્નનો હક્ક જતાવીશ? તારે નાઈલાજે મારી માંગણીઓ સ્વીકારવી પડશે? ના ગઝલ.. એવું બિલકુલ નહીં થાય. જયાં સુધી તુ મને અને મારા પ્રેમને દિલથી સ્વીકાર નહીં કરે ત્યાં સુધી આપણી વચ્ચે કંઈ જ નહીં થાય. તું આરામથી અહિ સૂઇ જા.' કહીને વિવાને તેના ગાલ પર પ્રેમથી થપકી મારી.

ગઝલને તેના અવાજમાં સચ્ચાઈનો રણકો સંભળાયો, તેણે હળવું સ્મિત આપ્યું.


'નાઉ બી કમ્ફર્ટેબલ..' એમ કહીને વિવાને બેડ પરના બધા ફૂલ હટાવી દીધા.

વિવાને આપેલી ધરપતને કારણે ગઝલ હળવાશ અનુભવતી હતી. તેનુ અડધુ ટેન્શન દૂર થઈ ગયું હતું.. બાકીનું ટેન્શન એ હતું કે એક બેડ પર બેઉ જણ સાથે સુવાના?


'તુ ચેન્જ કરીને આવ પછી સૂઈ જઈએ.' વિવાને તેને કહ્યું.


'મારા કપડા દાદીની રૂમમાં છે.'


'હાં તો લઈ આવ.'


'હાં..' કહીને ગઝલ નીચે જવા ઉઠી. તેણે દરવાજો ખોલવાની કોશિશ કરી પણ હજુ તેનાથી દરવાજો ખુલતો નહોતો.


'નોબ ઊલટો ફેરવ ખુલી જશે.' તેને મથામણ કરતી જોઈને વિવાને કહ્યું.


ગઝલએ નોબ ઊલટો ઘુમાવતા દરવાજો ખુલી ગયો.


'થેન્કસ' કહીને તે મનમાં હસીને ચેઇન્જ કરવા નીચે ગઈ.


તે આવે ત્યાં સુધીમાં વિવાને પણ ચેઇન્જ કરી લીધું અને બેડ પરથી એક તકિયો ઉઠાવીને સોફા પર સૂવા ગયો. ગઝલ જ્યારે પાછી આવી ત્યારે તેને સોફા પર સૂતેલો જોઇને નવાઇ પામી. તેને ડર હતો કે કદાચ બંનેને સાથે સૂવું પડશે. તેનો ડર વિવાન પામી ગયો હતો. એટલે તે પહેલેથી જ સોફા પર સૂવા ચાલ્યો ગયો.


ગઝલ તેની સામે જોતા જોતા બેડ પર આડી પડી. એમજ પડ્યા પડ્યા તેની આંખો ઘેરાવા લાગી અને તેને ઉંઘ આવી ગઈ. થોડીવાર થઈ હશે ત્યાં કંઈક પડવાનો અવાજ આવ્યો. ગઝલ સફાળા જાગી ગઈ. તેણે આંખો ખોલીને જોયું તો વિવાનનો હાથ સોફાની બાજુમાં રહેલા ટેબલ પર રાખેલા ફ્લાવર વાઝને વાગવાથી ફ્લાવર વાઝ થોડો ગબડ્યો હતો અને વિવાનનો તકિયો ફંગોળાઇને નીચે પડી ગયો હતો. વિવાનને કદાચ સોફા પર સૂવાનું સરખુ ફાવતું નહોતું. એટલે દર થોડી વારે એ પડખાં બદલતો હતો. છ ફુટ લાંબા પડછંદ શરીર વાળા વ્યક્તિને સાડાચાર ફૂટના સોફામાં ફાવે પણ કેવી રીતે! છતાં પણ અત્યારે તો તે ગમે તેમ કરીને સૂતો હતો.

આ બાજુ પોતે એટલી પાતળી અને નાજુક હોવા છતાં કિંગ સાઈઝના જબ્બર બેડમા એકલી સૂતી હતી એ ગઝલને વ્યાજબી લાગતું નહોતું.


'વિવાન.. વિવાન..' ગઝલએ ધીરેથી અવાજ દીધો.

'હં.. હા..' વિવાન ઝબક્યો. તે જાગીને બેઠો થયો.


'શું થયું? કંઇ જોઈએ છે કે?' વિવાન આંખો ચોળતા બોલ્યો અને એક બગાસું ખાધું.


'નહીં, નહી.. કંઇ જોઈતુ નથી..'


'તો? હાથમાં હજુ દુખે છે?' વિવાને એકદમ કાળજીથી પૂછ્યું.


'અરે નહીં! તમે અહીં બેડ પર સૂઇ જાઓ.'


સાંભળીને વિવાન તેની સામે નવાઇથી જોઈ રહ્યો.


'મતલબ, તમને સોફો નાનો પડે છેને.. સુવાનુ બરાબર ફાવતું નથી એટલે તમે અહીં બેડ પર સુઈ જાઓ, સોફા પર હું સુઈ જઉં છું.'


'તને અહીં ફાવશે?' વિવાને પૂછ્યું.


'હા.. મને ફાવશે.' કહીને ગઝલ સોફા પર ગઈ. અને વિવાન બેડ પર આવ્યો.

બંને એકબીજાને જોતા સૂવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

વિવાન એમજ આંખો બંધ કરીને પડ્યો હતો. ગઝલના આમથી તેમ પડખા ઘસવાના અવાજ પરથી વિવાનને ખ્યાલ આવતો હતો કે ગઝલને સોફા પર બરાબર ફાવતું નથી અને નીંદર નથી આવી રહી. છેવટે તે ઉઠ્યો અને ગઝલ પાસે ગયો. તે પણ એમ જ આંખો બંધ કરીને પડી હતી. વિવાને ઝૂકીને બેઉ હાથમાં તેને ઉંચકી લીધી. ગઝલએ પટ દઈને આંખો ખોલી. અને તેની સામે ચકળવકળ જોઈ રહી.


'વિવાન..' ગઝલ કંઈક બોલવા ગઈ પણ વિવાને 'શશીઈઈશ..' કહીને ચુપ કરી દીધી. ગઝલ ગભરાઈને એમ જ જોઈ રહી.


વિવાને તેને બેડ પર સૂવડાવી અને બ્લેંકેટ ઓઢાડ્યો. ગઝલની આંખોમાં હજુ પણ ગભરાટ હતો.


'આ બેડ ઘણો મોટો છે, આપણે બંને આમાં આરામથી સૂઈ શકીએ તેમ છીએ. નાઉ રિલેક્સ એન્ડ ગુડ નાઈટ..' કહીને વિવાને હળવેથી તેનુ કપાળ ચૂમ્યું અને બેડની બીજી તરફ જઈને આંખો બંધ કરીને સૂઇ ગયો.


ગઝલ ઘણીવાર સુધી તેની તરફ જોઈ રહી.

'સ્વીટહાર્ટ.. તુ આવી રીતે મારા સામે જોયા નહીં કર.. મારાથી કંટ્રોલ નહીં થાય ને પછી કંઇક ઉંધાચત્તુ થઇ જશે.' વિવાન આંખો બંધ રાખીને જ બબડ્યો. ગઝલએ ગભરાઈને ફટ કરતી આંખો બંધ કરીને બ્લેન્કેટ છેક માથા સુધી ખેંચી લીધી. વિવાનને તેના પર હસવું આવી ગયું.


થોડીવારમાં જ ગઝલ ઘસઘસાટ ઉંઘી ગઈ. હવે વિવાન જાગતો હતો. ગઝલ તેની આટલી બાજુમાં સૂતી હોય તો નીંદર કેમ કરીને આવે!

બ્લેન્કેટ તો તેના ચહેરા પરથી ક્યારનો સરકી ગયો હતો. તેના સુંદર ગૌર, નિર્દોષ ચહેરા પર શાંતિ પ્રસરેલી હતી. ઉંઘમાં તે વધુ ખૂબસૂરત લાગતી હતી. તેનો ચહેરો વિવાનના ચહેરાની એકદમ નજીક હતો. વિવાન એકધારો તેના ચહેરાને નિરખી રહ્યો.


'મને વિશ્વાસ જ નથી થતો કે એકમાત્ર છોકરી, જેને મેં પ્રેમ કર્યો છે, એ પરી કરતાં પણ વધુ સુંદર, ગઝલ જીંદગીભર માટે મારી થઈ ગઈ છે!' એવો વિચાર કરતાં કરતાં વિવાને તેના કપાળ પર હોઠ અડાવ્યા. તેના હોઠના સ્પર્શથી ગઝલના ચહેરા પર હળવું સ્મિત ફરકી ગયું. તે પડખુ ફરીને સીધી થઈ. તેના શરીર પરથી બ્લેંકેટ સરકી ગયું. વિવાનની નજર તેના નાઇટડ્રેસનાં ક્રોપટોપમાંથી દેખાતા ગૌર સપાટ પેટ પર પડી. ગઝલના પેટ પર હાથ ફેરવવાની લાલચને તે રોકી શક્યો નહીં. તેણે ગઝલના પેટ પર હળવેકથી હાથ ફેરવ્યો. તે ઉંઘમાં જ થોડી સંકોરાઈને પડખુ ફરીને વિવાનની બાહોંમા આવી ગઈ. તેનો ચહેરો વિવાનની છાતીને ટચ થતો હતો. વિવાનને પોતાના ટીશર્ટમાંથી ગઝલના કોમળ હોઠનો સ્પર્શ અનુભવાતો હતો એના કારણે તેની હાર્ટ બીટ વધી ગઈ હતી. વિવાને તેને દૂર કરવાની કોશિશ કરી તો ગઝલએ તેને વધુ જોરથી જકડી લીધો.


'આમજ આ મને ચીપકેલી રહશે તો નક્કી જ ન બનવાનું બની જશે..' વિવાન મનમાં બોલ્યો અને કમને તેનાથી દૂર થયો.

આખી રાત તે ગઝલને જોતો રહ્યો. છેક વહેલી સવારે તેની આંખ લાગી.

.

.

ક્રમશઃ


**


કાલે સવારે ગઝલ પિયર જવાની છે. ત્યાં ગયા પછી એ શું કરશે?


શું ગઝલના મનમાંથી મલ્હારનું ભૂત ઉતર્યું હશે?


મલ્હાર હવે શું કરશે?


વિવાન આખી સિચ્યુએશન કેવી રીતે હેન્ડલ કરશે?


**


❤ આપના અમૂલ્ય પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે. ❤બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED