પ્રણય પરિણય - ભાગ 42 M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય પરિણય - ભાગ 42


'મિહિર કંઇક અલગ અલગ લાગે છે આજે..' મલ્હાર વિચારમાં પડ્યો: 'પરમ દિવસ સુધી જે ચહેરા પર ટેન્શન હતું એ આજે દેખાતુ નથી.. બહેન ગાયબ છે અને આ માણસ એકદમ બિન્દાસ છે. નક્કી કંઇક ગરબડ છે. એવું શું છે જે મારી પકડમાં નથી આવતું? શું ગઝલ મળી ગઈ હશે? નહીં, ગઝલ મળી ગઈ હોય તો તો પહેલી ખબર મને જ પડે.. પણ વિવાનની બહેન હોસ્પિટલમાં હોવા છતાં આટલી મોટી પાર્ટી આપી રહ્યો છે મતલબ નક્કી કંઇક તો જોલ છે..!'


**

પ્રણય પરિણય ભાગ ૪૨


લગભગ બધા ગેસ્ટ આવી ચૂક્યા હતા.


'વિવાન જા.. વહુને લઈને આવ.' કહીને કૃષ્ણકાંત પાછળ તરફ ફર્યા અને બોલ્યા: 'ચલો મિહિર ભાઈ કૃપા બેન આપણે બહાર બધા વચ્ચે મેરેજની એનાઉન્સમેન્ટ કરીએ. બા, વૈભવી.. તમે પણ આવો બહાર.'


'હાં ચાલો..' મિહિર ઉભા થતાં બોલ્યો.


વિવાન, ગઝલને લેવા દાદીના રૂમમાં ગયો. બાકીના બધા પાર્ટીમાં ગયા. ત્યાં બધા મહેમાનો અંદરોઅંદર આટલી મોટી પાર્ટી બાબતની ચર્ચા કરી રહ્યા હતા. કોઈના હાથમાં વેલકમ ડ્રિન્કસ હતા તો કોઈ સ્ટાર્ટર ખાઈ રહ્યા હતા.


'ગઝલ..' વિવાને બંધ દરવાજાની બહારથી સાદ પાડ્યો. અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં. વિવાને બે ત્રણ વખત સાદ દીધો પણ ગઝલએ રિસ્પોન્સ ના આપ્યો એટલે તે દરવાજો ખોલીને અંદર આવ્યો.


ગઝલ પાછળ ફરીને સાડીનો પાલવ સરખો કરી રહી હતી. તેણે રેડ કલરની સાડી પહેરી હતી.


'અચ્છા તો એણે મે આપેલો ગાઉન ના પહેર્યો.' વિવાનનાં ભવા ઉંચકાયા.


'ગઝલ..' વિવાન તેની એકદમ નજીક જઈને બોલ્યો. તે ચમકીને પાછળ ફરી. વિવાન તેની સાવ નજીક હોવાથી બેઉની છાતી એકબીજાથી ટકરાઈ, બંનેના મોઢા નજીક આવી ગયાં. ગઝલની હાઈટ વિવાન કરતાં થોડી ઓછી હોવાથી તેણે ડોક ઉંચી કરીને ઉપર જોયું. તેની સુંદર નિર્દોષ કથ્થઈ આંખોમાં વિવાન પાછો ખોવાઈ ગયો.


'શું છે?' ગઝલ એક ડગલું પાછળ હટીને બોલી. તેના અવાજથી વિવાનની તંદ્રા તૂટી. અને તે ભાનમાં આવ્યો.


'મેં ગીફ્ટ કરેલો ગાઉન તે ના પહેર્યો?'


'ના, મને ના ગમ્યો.'


'સાચે ના ગમ્યો?'


'ના, મને બિલકુલ ના ગમ્યો.' ગઝલ મોઢું મચકોડીને બોલી.


'ઠીક છે ચલ.' કહીને વિવાને એક નિશ્વાસ છોડ્યો. તેને એમ હતું કે તેણે જે ગાઉન આપ્યો હતો એ ગઝલ રિસેપ્શન પાર્ટીમાં પહેરશે. એટલે તો તેણે પોતાના માટે એનો મેચિંગ થ્રી પીસ સૂટ તૈયાર કરાવ્યો હતો.


'એક મિનિટ.' કહીને ગઝલ પોતાના વાળ ફોલ્ડ કરીને ઉપર બાંધવા લાગી. વિવાને તેનો હાથ પકડીને તેને એમ કરતાં રોકી.


'ભલે રહ્યાં ખુલ્લા.. મસ્ત લાગે છે.'


'પણ મારે બાંધવા છે..' ગઝલએ તેના હાથને હડસેલો માર્યો.

વિવાને તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી. તે ઝટકાથી વિવાની બાથમાં સમાઈ. તેના બેઉ હાથ વિવાનની છાતી પર હતા.


'બેબી.. મારી એકપણ વાત નહીં માનવાનું તે નક્કી કરી લીધું છે?' વિવાન તેના ચહેરા પર એક આંગળી ફેરવતાં બોલ્યો. તેની આવી હરકતથી ગઝલને કંઈક થવા લાગ્યું.


'લીવ મી.'


'ઉંહં.. જ્યાં સુધી માનીશ નહીં ત્યાં સુધી નહીં છોડુ…' વિવાને રમતિયાળ સ્માઈલ કરીને કહ્યું. તેની આંગળી ફરતી ફરતી ગઝલના ચહેરા પરથી નીચે ઉતરીને ગળા પર થઈને છાતી સુધી પહોંચી ગઈ હતી. એથી ગઝલને કંઈક અજીબ ફીલ થતું હતું. તેને રોમાંચ પણ થતો હતો અને સંકોચ પણ. તેના પેટમાં પતંગિયા ઉડતા હોય તેવું લાગતું હતું.


'સ્ટોપ..' ગઝલ બોલી. તેના હોઠ ધ્રુજી રહ્યાં હતાં.

વિવાન મનમાં ખુશ થતાં તેની સામે જોઈ રહ્યો હતો.


'ઓકે, વાળ ખુલ્લા રાખુ છું..' ગઝલ થોડી ચિડાઈને બોલી.


'ગુડ..' કહીને વિવાને તેનો છોડી દીધી. તે તરતજ દૂર હટી ગઈ. પછી તેણે વાળ ખુલ્લા કર્યા અને વિવાન તરફ જોયું.


'નાઉ ઈટ ઇઝ પરફેક્ટ.. યૂ આર લુકિંગ ગોર્જિઅસ..' વિવાન એક ક્ષણ તેની સામે જોઈ રહ્યો.


'કમ..' તેણે ગઝલ સામે પોતાનો હાથ કોણીએ થી વાળ્યો.

ગઝલએ એક ઉંડો શ્વાસ છોડ્યો અને પોતાનો હાથ વિવાનના હાથમાં પરોવ્યો. બંને એકબીજાના હાથમાં હાથ પરોવીને રિસેપ્શન પાર્ટીમાં આવ્યા.


'લેડીઝ એન્ડ જેન્ટલમેન..' બધાનું ધ્યાન સ્ટેજ પરથી આવતા અવાજ તરફ ખેંચાયું. સ્ટેજ પર કૃષ્ણકાંત હાથમાં માઈક લઈને બોલી રહ્યા હતા: 'તમને બધાને શ્રોફ ગૃપની આ પાર્ટીની પાછળનું કારણ જાણવાની જિજ્ઞાસા હતીને? તો કારણ એ છે કે છેલ્લા થોડા દિવસોથી અમારા પરિવાર પર દુખના જે વાદળ છવાયા હતા, એમાં એક સોનેરી કિરણ રુપે અમારુ દુખ થોડું ઓછું કરવા ભગવાને સાક્ષાત લક્ષ્મીનું રુપ એવી સુંદર પરીને મારા દિકરા વિવાનની પત્ની બનાવીને અમારે ઘેર મોકલી છે. મારા દિકરા વિવાન શ્રોફે લગ્ન કર્યા છે અને આ તેની રિસેપ્શન પાર્ટી છે.'


'કૃષ્ણકાંત ભાઈ.. આ બધું ક્યારે થયું..?' નીચે ગિરદીમાંથી અવાજ આવ્યો.


'માફ કરશો.. અમારા સુપુત્રએ લવ મેરેજ કર્યા છે.. અમે પણ અંધારામાં હતાં..' કહીને કૃષ્ણકાંત હસ્યા અને બોલ્યા: 'પણ અમારી વહુના ભવ્ય સ્વાગત માટે અમે આજે આ પાર્ટીનું આયોજન કર્યું છે.'


'અરે વાહ! કોણ છે એ નસીબદાર..?' ગિરદીમાંથી ફરી એક અવાજ આવ્યો.


'તમે જ જોઈ લો..' કહીને કૃષ્ણકાંતે અવાજ આપ્યો: 'વિવાન..'

એ સાથે જ જોરદાર ડિજે વાગવા લાગ્યું. આકાશમાં આતશબાજી થવા લાગી.

મલ્હારને ક્યારની ચટપટી થઈ રહી હતી.


ત્યાં જ એકબીજાના હાથમાં હાથ નાખીને ગઝલ અને વિવાન સ્ટેજની બરાબર સામે પાથરેલી મખમલી લાલ જાજમ પર ઠાઠથી ચાલતાં સ્ટેજ તરફ આવ્યાં.

ગઝલને વિવાન સાથે જોઈને ઘણા લોકોને આશ્ચર્ય થયું. મલ્હારને તો આઘાત જ લાગ્યો. તેનું મોઢું ખૂલ્લું રહી ગયું હતું. તેના હાથમાં ડ્રિન્કનો ગ્લાસ હતો એ નીચે પડી ગયો. તેને ચક્કર જેવું આવ્યું, ડગમગીને બેએક પગલાં પાછો હટ્યો. પાછળ ઉભેલા કોઈએ તેને ટેકો આપ્યો.


કૃષ્ણકાંતે કૃપા અને મિહિરને સ્ટેજ પર બોલાવી લીધા.

ગઝલ અને વિવાન ચહેરા પર સ્માઈલ રાખીને સ્ટેજ તરફ આવી રહ્યા હતા. વિવાનની નજર મલ્હાર પર પડી, એ હેબતાઈને તેમની તરફ જોતો કોઈને ટેકે ઉભો હતો. ગઝલને પણ મલ્હારને જોઈને આંચકો લાગ્યો. તેની આંખો ભીની થઈ.


'તે મારી સાથે આવું કેમ કર્યું?' એવા ભાવથી મલ્હાર તેની સામે જોઈ રહ્યો હતો. ગઝલએ નજર નીચે કરી લીધી. તેને મલ્હારને મળવું તો હતું પણ આ સંજોગોમાં નહીં! અત્યારે મલ્હારની નજર તેને અપરાઘીપણું અનુભવ કરાવી રહી હતી. હકીકતમાં તો પોતે પીડિત હતી. પણ અત્યારે સંજોગ એવા ઉભા થયા હતા કે જાણે ગઝલ જ અપરાધી હોય. એટલે મલ્હાર સાથે નજર મેળવવાની તેની હિમ્મત થતી નહોતી. વિવાને આ જોયું અને તરતજ તેની કમરમાં હાથ પરોવીને તેને પોતાની નજીક લીધી. તેઓ સ્ટેજ પર આવ્યાં.


'લેડીઝ એન્ડ જેન્ટલમેન આ છે અમારી વહુ.. જાણીતા બિઝનેસમેન મિહિર કાપડિયાની બહેન.. ગઝલ વિવાન શ્રોફ..'

બધાએ તાળીઓ પાડી. ડી જે એ જોરદાર ધૂન વગાડી.

આ બધું શું છે એવા ભાવથી મલ્હાર ગુસ્સામાં મિહિર સામે જોઈ રહ્યો હતો. મિહિરનો ચહેરો એકદમ નિર્વિકાર હતો. એથી મલ્હાર હજુ વધુ ઉશ્કેરાતો હતો. એને સ્ટેજ પર જઈને વિવાનનો કોલર પકડીને મારવાના વિચારો આવી રહ્યા હતા. પણ તે એવું કરી શકે તેમ નહતો કેમ કે શ્રોફ ખાનદાન તેના કુટુંબ કરતાં અનેક ગણું વધુ પ્રતિષ્ઠિત, વધુ તાકાતવર અને વઘુ આબરૂદાર હતું. એટલે તેણે ગુસ્સાનાં ઘૂંટ પરાણે ગળા નીચે ઉતારવા પડી રહ્યાં હતાં. તે જીંદગીમાં પહેલીવાર રિજેક્ટ થયો હતો. જાણે કોઈએ તેને ખૂબ અપમાનજનક રીતે તરછોડ્યો હોય.


મિહિર અને કૃપા સ્ટેજ પર નીચે આવ્યાં. મલ્હાર તેની નજીક ગયો.


'બહુ મોટો વિશ્વાસઘાત કર્યો તમે મિહિર ભાઈ..' મલ્હાર દાંત ભીંસીને બોલ્યો.


'મે તારો કોઈ વિશ્વાસઘાત નથી કર્યો મલ્હાર.. નિયતિને તારા અને ગઝલના લગ્ન મંજૂર નહોતા એટલે ના થયા. બાકી જે થયું તે સારું જ થયું, ગઝલને ઘણો સારુ ઘર અને વર મળ્યાં. ગઝલની પસંદગી પર મને ગર્વ છે.' કહીને મિહિર અને કૃપા બીજા મહેમાનોને મળવા જતા રહ્યા.


આ સાંભળીને મલ્હારની હાલત તો કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ.

એ વિચારમાં પડી ગયો: 'તો ગઝલની પસંદ વિવાન હતો? હું નહીં?' એનુ માથુ ફરવા લાગ્યું.

બધા સગા સંબંધીઓ અને બિઝનેસ એસોસિયેટ્સ આવી આવીને નવદંપતિને અભિનંદન પાઠવી રહ્યા હતા. ઘણાં લોકોએ મીઠો ઠપકો પણ આપ્યો કે જો અમને રિસેપ્શન પાર્ટી છે તેમ પહેલેથી કહ્યુ હોત તો કંઈક ગિફ્ટ લાવી શક્યા હોત.


એક તરફ મહેમાનોનું જમવાનું ચાલુ હતું અને બીજી તરફ સ્ટેજ પર અભિનંદન અને આશિર્વાદ ચાલી રહ્યાં હતાં.

ઘણીવાર સુધી મોઢા પર ખોટુ સ્માઈલ રાખીને ગઝલ હવે કંટાળી હતી.


'વિવાન..' ગઝલ વિવાનના કાનમાં ધીમેથી બોલી.


'યસ સ્વીટહાર્ટ..'


'મને હવે કંટાળો આવે છે.'


'બસ આપણે હવે નીચે જ જઈએ છીએ. જે મહેમાનો જમતા હતા તેમને નીચે જ મળી લઇએ અને આપણે પણ જમી લઇએ.' કહીને વિવાન તેને લઇને નીચે ઉતર્યો.


જે મહેમાનોને મળવાનું બાકી હતૂં તેમને તેઓ નીચે મળી રહ્યાં હતાં.

કૃષ્ણકાંત, દાદી અને વૈભવી ફઈ થોડે દૂર બીજા મહેમાનો સાથે બેઠા હતાં.


નીચે પણ ઘણાં મહેમાનોને મળી લીધા પછી ગઝલ બોલી: 'વિવાન, આઈ એમ રીયલી એક્ઝોસ્ટેડ નાઉ. હું ઘરે જઉં છું.'


'એમ વચ્ચે પાર્ટી છોડીને જઈએ તો ખરાબ લાગશે. તું એક કામ કર પેલી તરફ દાદી અને ફઈ બેઠા છે ત્યાં જા. કૃપા ભાભી અને ભાઈ પણ ત્યાં જ છે. હું થોડીવારમાં આવું.' વિવાને તેને કહ્યું.


'હમ્મ..' કહીને ગઝલ એ તરફ ચાલી. આ મોકાનો ફાયદો ઉઠાવીને મલ્હાર તેની પાછળ ગયો. તેના હાથમાં ડ્રિન્કનો ગ્લાસ હતો. વચ્ચે થોડી ગિરદી હતી એનો ફાયદો લઈને મલ્હારે ગઝલનો હાથ પકડીને તેને એક તરફ ખેંચી.

ગઝલ માટે આ અણધાર્યું હતું એથી તે એવી તો હેબતાઈ ગઈ કે તેનો અવાજ પણ ના નીકળી શક્યો. સામે મલ્હારને જોઈને એ વધુ ગભરાઈ. બે ચાર સેકન્ડ પછી તેનો અવાજ પાછો આવ્યો.


'લિવ મી મલ્હાર..' એ દબાયેલા અવાજે બોલી. એના અવાજમાં ગભરાટ હતો.


'હું છોડી દઉં? અરે છોડી તો તે દીધો છે મને.. મારી સાથે તે આટલો મોટો દગો કર્યો છે. તું તો પ્રેમ કરતી હતીને મને? તો પછી આ વિવાન સાથે લગ્ન કેમ કરી લીધાં? બોલ.. તે મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત શું કામ કર્યો?' મલ્હાર ખુન્નસથી બોલ્યો. તેણે ખૂબ ડ્રિન્ક કર્યું હતું, ઉપરથી ગુસ્સો હતો એટલે એની આંખો લાલઘૂમ થઈ ગઈ હતી.


'મારે પણ કંઈક કહેવું છે મલ્હાર.. પણ હમણાં અહીં નહીં.. આપણે પછી વાત કરીશુ. અત્યારે કોઈ આપણને આવી રીતે જોઈ જશે તો પ્રોબ્લેમ હજુ વધશે.' ગઝલ આજુબાજુ જોતા બોલી. તેની વાત સાંભળીને મલ્હારનો ગુસ્સો હજુ વધ્યો. તેણે ઝટકો મારીને તેને ખેંચી ગઝલ તેની છાતી સાથે અથડાઈ. તે ગભરાઈને એક કદમ પાછળ હટી.


'પછી નહીં.. અત્યારે જ બોલ.. તે મારી સાથે આવી રમત શું કામ કરી? મારી સાથે દગો કેમ કર્યો બોલ.. તું પહેલેથી જ વિવાનને પ્રેમ કરતી હતી તો મારી સાથે પ્રેમનું ખોટું નાટક શું કામ કર્યું?' મલ્હાર એકદમથી ગઝલની નજીક ધસ્યો. અને જોરથી તેનુ કાંડુ પકડયું.


'લિવ માય હેન્ડ પ્લીઝ.' ગઝલ તેની પકડમાંથી છુટવા મથતી હતી. તે ખુબ ગભરાયેલી હતી.


'નો..' કહીને મલ્હારે તેનુ કાંડુ રીતસર આમળ્યું.

આ બાજુ ગઝલ દાદી પાસે પહોંચી કે નહીં એ જોવા વિવાને દાદી અને વૈભવી ફઈ બેઠા હતા એ તરફ દ્રષ્ટિ કરી. ત્યાં તેને ગઝલ દેખાઈ નહીં. એટલે તે એને અહીં તહીં શોધવા લાગ્યો.


'શું થયું ભાઈ..?' વિવાનને હાંફળો ફાંફળો ફરતા જોઈને રઘુ તેની પાસે આવ્યો.


'ગઝલ ક્યાં?'


'ભાભી કદાચ પેલી તરફ જઈ રહ્યાં હતાં.'


'શોધ તેને..' વિવાને કહ્યુ અને બંને જણ તેને શોધવા લાગ્યા.


'મલ્હાર પ્લીઝ સમજ.. જો હું તને મળીને બધી ચોખવટ કરવાની જ હતી. આ બધું મારી મરજીથી નથી થયું. મેં તો ફક્ત તને જ પ્રેમ કર્યો છે. તું સાચી વાત જાણશે ત્યારે તુ સામેથી મારો સ્વીકાર કરશે. એક બે દિવસમાં હું તને મળીશ અને તને બધુ જ કહીશ. પ્લીઝ મારો હાથ છોડ..' ગઝલ કરગરી રહી હતી.


'મને મારા સવાલનો જવાબ ન મળે ત્યાં સુધી હું તને છોડવાનો નથી. મારે અત્યારે જ સાંભળવું છે.' કહીને મલ્હારે વધુ જોરથી તેનો હાથ દબાવ્યો. તેની બંગડી તૂટીને હાથમાં ઘૂસી ગઈ. ગઝલના હાથમાં લોહી નીકળવા લાગ્યું.


'મલ્હાર મારો હાથ છોડ પ્લીઝ મને દુખે છે.. ' ગઝલ રડતાં રડતાં બોલી. પણ ગુસ્સામાં ભાન ભૂલેલા મલ્હારે તેની તકલીફ સામે ન જોતા ઉલટું વધુ જોર લગાવ્યું.


'ભલે દુખે આઈ ડોન્ટ કેર.. પેલા મારી વાતનો જવાબ દે.. તું વિવાનમાં એવું તો શું ભાળી ગઈ જે મારામાં નથી? તુ ચાર દિવસ તેની સાથે હતી.. તમારા વચ્ચે તો બધુ થઈ ગયું હશેને? ચાર ચાર રાત તુ એની સાથે સુતી.. યૂ **** વિથ હિમ..' મલ્હાર હવે છેલ્લી પાયરીએ ઉતરી ગયો.


'વ્હોટ નોનસેન્સ મલ્હાર.. માઈન્ડ યોર લેન્ગવેજ. ગઝલ ગુસ્સે થઈને રડતાં બોલી.


'કેમ સાચી વાત કડવી લાગીને? એ દિવસે તો બહુ મોટી સતી સાવિત્રી બનીને ઉભી હતી, મને એક કિસ પણ નહોતી કરવા દીધી.. અને હવે તેની પથારી ગરમ કરવામાં પણ શરમ ના નડી?' હવે મલ્હાર હદ ઓળંગી ગયો હતો. તે આગળ કંઈ બોલે એ પહેલાં જ ગઝલએ તેનામાં હતી એટલી તાકાતથી તેને ધક્કો માર્યો.

ધક્કાને લીધે મલ્હાર બે ડગલાં પાછળ હટ્યો.


'આઈ હેટ યૂ મ્લહાર..' એમ કહીને ગઝલ પાછળ ફરી.


'એય સાંભળતી જા..' મલ્હાર બોલ્યો. ગઝલ એક ક્ષણ ઉભી રહી.

'તને ખબર છે? બચપણથી હું કોઈના રમેલા રમકડાંથી પણ નથી રમ્યો.. અને તારી જેવી છોકરી સાથે લગ્ન કરુ?' મલ્હાર તેના બાપના શબ્દો જ બોલી રહ્યો હતો. તેના શબ્દો સાંભળીને ગઝલ અંદરથી હચમચી ગઈ. એનો માસુમ ગુલાબી ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો.

મલ્હાર બીજુ કશું બોલે એ પહેલાં ગઝલએ અવળી ફરીને તેના થોબડા પર એક લાફો ઠોકી દીધો..


તેનુ મગજ ગુસ્સાથી એટલી ફાટફાટ થતુ હતું કે બોલવા માટે તેને શબ્દો જડતા નહોતા.


'તને પ્રેમ કર્યો એ મારી ભૂલ હતી.' એટલું કહીને ગઝલ દોડતી ત્યાંથી નીકળી ગઈ. આજે તેની છેલ્લી આશા પણ કકડભૂસ થઇ ગઇ હતી.


મલ્હાર પણ સમસમીને ત્યાંથી નીકળી ગયો.


ગઝલ રડતી, આંખો લૂછતી ત્યાંથી નીકળીને સીધી બંગલામાં દાદીની રૂમ તરફ ગઇ. વિક્રમે તેને જોઈ. તેણે મલ્હારને પણ પાર્ટી છોડીને બહાર જતાં જોયો. એટલે તરતજ તેણે વિવાનને ફોન લગાવ્યો.


'બોસ, ભાભી કેમ પાર્ટીમાંથી નીકળી ગયા?'


'વ્હોટ? તે ગઝલને જોઇ? કઇ બાજુ ગઈ?'


'હાં બોસ, ભાભી દાદીની રુમ તરફ ગયાં છે, થોડા અપસેટ હતાં. મલ્હાર પણ હમણાં જ પાર્ટીમાંથી બહાર નીકળ્યો.'


વિવાન દોડતો બંગલામાં ગયો. ગઝલ બેડ પર ઉંધી પડીને રડતી હતી.


'ગઝલઅઅ..' વિવાન તેની નજીક જતાં બોલ્યો. તે રડતી હતી એના પરથી તેને અંદાજ આવી ગયો કે શું થયું હશે.

ગઝલએ કોઈ જવાબ ના આપ્યો. એ રડતી રહી.


'ગઝલઅઅ..' વિવાન તેની પીઠ પર હાથ મૂકીને એકદમ પ્રેમથી બોલ્યો.


'ડોન્ટ ટચ મી..' ગઝલ ગુસ્સાથી બેડ પરથી ઉભી થઇને બોલી.


'ગઝલ.. વ્હોટ હેપન્ડ?' વિવાન તેને શાંત પાડતા બોલ્યો.


'કીધુને.. મને હાથ નહીં લગાવવાનો..' ગઝલ ગુસ્સામાં તેને જે હાથમાં બંગડી વાગી હતી એજ હાથ આડો ધરીને બોલી. તેના કાંડા પરથી નીકળતું લોહી વિવાને જોયું અને તે ગભરાયો.


'ગઝલ.. આ શું વાગ્યું તને? કેવી રીતે વાગ્યું?' વિવાને ચિંતિત સ્વરે પુછ્યું.


'તમારે લીધે.. બધુ તમારે લીધે જ થયું છે..' ગઝલ રડતાં રડતાં નાક ખેંચીને બોલી.


'ઓકે.. આઇ એમ સોરી.. પણ મને જોવા દે શું થયું છે એ.' વિવાન ચિંતામાં તેનો હાથ જોતા બોલ્યો.


'સ્ટે અવે ફ્રોમ મી.. મને બધી ખબર પડે છે, પહેલા ત્રાસ આપીને પછી શું થયું પુછતાં નજીક આવવાનુ..'


'તારા હાથમાંથી લોહી નીકળે છે.. જોવા દે મને.'


'એક વાતમાં સમજાતું નથી? કીધુંને કે દુર રહો મારાથી.. લોહી નીકળતુ હોય તો નીકળવા દો, ભલે નીકળતું. મને નીકળે છે ને? તમને શું છે? ખોટી સિમ્પથી દેખાડવાની કોઈ જરૂર નથી.'


'તુ અહીં બેસ હું બેન્ડેઝ લગાવી આપુ.'


'કંઈ નથી લગાવવું મારે.. તમે જાઓને અહીંથી ખોટી મગજમારી કરતાં..'


'લોહી નીકળે છે ગઝલ..' વિવાન એકદમ ગળગળો થઈને બોલ્યો. ગઝલની પીડા જાણે તેને થઈ રહી હતી.


'ભલે નીકળતું.. હું તો કહું છું કે હજુ વધુ નીકળે..' કહીને ગઝલએ બીજા હાથે ઘાવને દબાવીને વધુ લોહી કાઢ્યું અને બોલી: 'મારે કંઈ કરવું નથી આઇ વોન્ટ ટુ ડાઈ.. હું મરી જઉં એટલે વાત પતે.. બધી ઉપાધિ મટે..' ગઝલ બોલી ગઈ. સાંભળીને વિવાનને ખૂબ ગુસ્સો આવ્યો.


'શટ અઅપ..' વિવાને હાથ ઉગામીને ત્રાડ નાખી.

ગઝલ થથરી ગઈ, ડરની મારી એ દૂર બેડના ખૂણા તરફ લપાઈ. તેની આંખોમાંથી આંસુની ધાર થઈ. વિવાનનો હાથ હજુ હવામાં હતો. એ સમસમીને તેની તરફ જોઈ રહી.


વિવાન તેની નજીક ગયો અને તેનો ચહેરો પોતાના હાથમાં લઈને તેના આંસુ લુછ્યા.


'આઈ એમ સોરી..' વિવાન બોલ્યો.

ગઝલ વધુ રડવા લાગી.


'શશશીશશ..' વિવાન તેને ગળે લગાવીને શાંત પાડતા બોલ્યો.

પછી તેને બેઉ હાથે ઉંચકીને તેના બેડરૂમમાં લઈ ગયો અને સોફા પર બેસાડી. તેણે ડ્રોઅરમાંથી ફસ્ટ એઈડ બોક્સ કાઢ્યું અને તેની બાજુમાં જઈને બેઠો.


વિવાને તેને હાથ આગળ કરવાનો ઈશારો કર્યો પણ ગઝલએ હાથ પાછળ ખેંચી લીધો. વિવાને જબરદસ્તી તેનો હાથ પકડીને જોયું તો તેની નાજુક ગોરી કલાઈ પર મલ્હારની આંગળીઓના નિશાન ઉપસી આવ્યા હતાં. બંગડીનો કાચ તૂટીને એના કાંડામાં ઘૂસી ગયો હતો. એ જોઇને વિવાનને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. મલ્હારનો જીવ લઇ લેવાનુ મન થતુ હતું. પણ તાત્પુરતો ગુસ્સા પર કંટ્રોલ કરીને બધુ ધ્યાન તેણે ગઝલની સારવારમાં પરોવ્યું. બીજી બંગડીઓ થોડી પાછળ કરીને તૂટેલો કાચ તેણે હળવેથી ખેંચ્યો.


'આહહ્..' આંખો જોરથી મીંચીને ગઝલ દર્દથી કણસી. વિવાન તેના ઝખમ પર ફૂંક મારવા લાગ્યો.

.

.

ક્રમશઃ


**


મલ્હાર હવે શું કરશે?


શું ગઝલ ફરીથી ક્યારેય મલ્હારને મળશે?


શું ગઝલ હજુ પણ વિવાનનું ઘર છોડીને જતી રહેશે?


વિવાન અને મલ્હારની દુશ્મની હવે કેવો રંગ લેશે?


**

❤ આપના પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે. ❤