પ્રેત યોનિની પ્રીત...

(7.1k)
  • 398.8k
  • 380
  • 195k

પ્રેત યોનિની પ્રીત... - મેઘમંડળ અવિરત ઘેરાઈને વરસી રહેલો. અનરાધાર સતત વરસતો મેહુલો શાંત થવાનું નામ નહોતો લેતો. નભમાં વાદળોનો ગડગડાટ વાતાવરણને વધુ ભયાનક બનાવી રહેલો. કુદરતનાં અફાટ સામ્રાજ્યમાં ક્યાંય બીજી ચહલ પહલ નહોતી. બસ વરસી રહેલો વરસાદ જ પોતાની તાન છેડી રહેલો..કુદરતનું આ ડરાવણુ છતાં અદભુત દ્રશ્ય હતું..કલ્પનાથી પર હતું.. ચારો તરફ લીલી વનરાજી,પહાડ,ડુંગરા,ઝરણાં, અને નદીઓનું જાણે સામ્રાજ્ય હતું. 400..500 કિમિ.નાં વિસ્તારમાં લીલી લીલી શ્રુષ્ટિ સિવાય કંઈજ નહોતું. આ જંગલની વચ્ચે વચ્ચ આ માઁ માયાનું માયાવી મંદિર..

Full Novel

1

પ્રેત યોનિની પ્રીત... - 1

પ્રેત યોનિની પ્રીત...પ્રકરણ: 1 મેઘમંડળ અવિરત ઘેરાઈને વરસી રહેલો. અનરાધાર સતત વરસતો મેહુલો શાંત થવાનું નામ નહોતો લેતો. નભમાં વાદળોનો ગડગડાટ વાતાવરણને વધુ ભયાનક બનાવી રહેલો. કુદરતનાં અફાટ સામ્રાજ્યમાં ક્યાંય બીજી ચહલ પહલ નહોતી. બસ વરસી રહેલો વરસાદ જ પોતાની તાન છેડી રહેલો..કુદરતનું આ ડરાવણુ છતાં અદભુત દ્રશ્ય હતું..કલ્પનાથી પર હતું.. ચારો તરફ લીલી વનરાજી,પહાડ,ડુંગરા,ઝરણાં, અને નદીઓનું જાણે સામ્રાજ્ય હતું. 400..500 કિમિ.નાં વિસ્તારમાં લીલી લીલી શ્રુષ્ટિ સિવાય કંઈજ નહોતું. આ જંગલની વચ્ચે વચ્ચ આ માઁ માયાનું માયાવી મંદિર.. ...વધુ વાંચો

2

પ્રેત યોનિની પ્રીત.. - 2

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-2 આશરે 400/500 માણસો ખૂબ શ્રધ્ધા સાથે શેષનાથ ટેકરીની તળેટી સુધી પહોંચી ગયાં હતાં હવે અહીં સાધન ચંપલ સુધ્ધાં અહીં જ ઉતારી ખૂલ્લા પગે પગપાળા ઉપર જવાનું હતું. પૂજા સામગ્રી ફળફળાદી, ફૂલો, હવન સામગ્રી અને ધાર્મિક કામની વસ્તુઓ સિવાય કંઇ જ ઉપર લઇ જવાની છૂટ ન હોતી. અજીતે એનાં માઇક દ્વારા બધી જ જાહેરાત કરવા માંડી. જાણીતાને બધી ખબર જ હતી પણ અજાણ્યાં અને પહેલીવાર આવનારને બધી રીતે સાવધાન કરવા જરૂરી હતાં. અજીતે માઇક પર જાહેરાત કરતાં કહ્યું. "બધાં પોતપોતાને સાધનો સાથે આવ્યા હોય એ ત્થા સાથેના પૂજા સિવાયનો સામન, ખાવાની સામગ્રી, ચંપલ જૂતા બૂટ કંઇ પણ ...વધુ વાંચો

3

પ્રેત યોનિની પ્રીત... - 3

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-3 શેષનાગ ટેકરી ચઢી માં માયાંના મંદિર પાસેનાં અગમ્ય રસ્તેથી આખી મેદની પાછળ ચોગાનમાં આવી ગઇ બધાં જ હાથ જોડીને એકચિત્તે શ્લોક અને ઋચાઓ સાંભળી રહ્યાં હતાં. સ્ત્રીઓનાં ભાગમાં બધી જ સ્ત્રીઓ છોકરીઓ પ્રાર્થના કરતી બેઠી હતી બધાં જ ખૂબ શ્રધ્ધા સાથે કેટલાંક આશ્ચર્ય અને કૂતૂહૂલથી જાણે કોઇક કૌતુંક ચમત્કાર જોવાં આવી રહ્યાં હોય એવી રીતે રાહ જોઇને બેસી રહ્યાં હતાં. એમાં રહેલી એક છોકરી પણ કોઇક આશા લઇને આવી હતી અને આંખોથી આંસુ નીતરી રહેલાં એને પણ પ્રશ્ન હતો એ ઘણાં સમયથી પીડાઇ રહી હતી હૃદયમાં જાણે કોઇક અગમ્ય શૂળ ભોંકાતા હતાં. ત્યાં ચોગાનમાં આટલાં માણસો ...વધુ વાંચો

4

પ્રેત યોનિની પ્રીત.. - 4

પ્રેત યોનીની પ્રીત પ્રકરણ-4 બાબા અધોરનાથ એમની પત્થર અને શીલાની મઢૂલીમાંથી બહાર આવ્યાં. બરાબર મધ્યરાત્રી થઇ હતી. બધુજ સુમસામ આકાશમાં ટમટમતાં તારાં સ્પષ્ટ દેખાતાં હતાં જાણે નભ ચંદરવો કેટલો નીચે આવીને બસ માથાં પર જ હોય એવું દ્રશ્ય દેખાઇ રહેલું કાળી અંધારી સૂમસામ રાત હોવા છતાં ક્યાંય ભયની લાગણી નહોતી. ઘનઘોર જંગલની વચ્ચે ટેકરીની બાજુમાં ઊંચા મંદિરનાં પ્રાંગણામાં ફાનસ અને દીવડા ઝળહળતાં અને ફક્ત હવનફૂંડનાં અગ્નિનો ભડભડ સળગવાનો ધ્વનિ હતો ભય સિવાયનું સાવ નિરાળું પવિત્ર વાતાવરણ હતું. માં માયાની જ માયા હતી બધાં જ એમની નિશ્રામાં નિશ્ચિન્ત હતાં. બાબા ગોરખનાથનું આગમન થયું એમની પગની ચાકડીનો અવાજ સંભળાયો પગરવ થયાં બધાં ...વધુ વાંચો

5

પ્રેત યોનિની પ્રીત... - 5

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-5 અઘોરનાથબાબાએ પેલાં સુરતથી આવેલાંને ઓળખી કાઢી પાસે બોલાવ્યો. પેલાએ આપવીતી કહી.. કોઇ અગમ્ય પ્રેત દેખાય એ ખૂબ ડરી રહ્યો ચે અને બાબાનો પિત્તો ગયો અને બધાની સામે જ એનો કાચો ચીઠ્ઠો ખોલી નાંખ્યો. અને ત્યાંજ એને સતાવતું પ્રેત હાજર થયું અને એણે પેલાની વધુ પોલ ખોલી નાંખી એણે પ્રેતનાં જીવનકાળ દરમ્યાન શું શું ગુનાં પાપા કરેલાં એનું જીવન બરબાદ થયુ વગેરે કહી દીધું. અને બધાં એનાં સાક્ષી બની રહ્યાં. ત્યાંજ મનસા ઉભી થઇ ગઇ ન જાણે એનાંમાં આટલું બળ કેવી રીતે આવ્યું અ એ પેલા વેપારીને ડોકેથી પકડીને છેક હવનકુંડપાસે ખેંચી લાવી અને એનુ ડોકુ હવનકુડમાં ...વધુ વાંચો

6

પ્રેત યોનિની પ્રીત... - 6

પ્રકરણ -6 વિધુએ વૈદેહીની આંખ મારી કહેવાની વાત સમજી ગયો હોઠ અને જીભ બંન્ને જાણે ભીનાં થઇ ગયાં. એણે મારી મૂકી એક પ્રેમનો નાના ઇશારે જાણે શરીરમાં વીજળી ભરી ગયો. થોડે આગળ વિધુએ પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવા બાઇક ઊભી રાખી અને આખી ટાંકી ફૂલ કરાવી ત્યાં પાછળ એનો મિત્ર વિપુલ ઉભો હતો એણે બાઇક પર બેઠાં બેઠાં બૂમ પાડી "એય વિધુ કઇ બાજુ ? આજે તો જોડે જોડે સજોડે છો ક્યાં ઉપાડી ગાડી ? એમ કહીને આંખોમાં શરારત અને લૂચ્ચાઇ ભરી નજરે વૈદેહી તરફ જોયું. વૈદેહી ગુસ્સામાં જોયું ના જોયું કર્યું અને મોં ફેરવી લીધું. વિદ્યુ સમજી ગયો વૈદેહીને ...વધુ વાંચો

7

પ્રેત યોનિની પ્રીત... - 7

પ્રકરણ-7પ્રેત યોનીની પ્રીત પ્રેમજળથી ખૂબ ભીંજાઇને વિધુ-વૈદેહી કિનારે આવી ગલ્લા પાસે આવ્યા. સીગરેટ બીજી બે ખરીદી અને બાઇક આભાર માનીને બાજુમાં બીજી બાઇક પડેલી જોઇ પૂછ્યું "આ કોણ મૂકી ગયું ? ભૈયાજીએ ક્યુ "અરે કોન થા વો.. અરે એકદમ લૂખ્ખા જૈસા લડકા થા સાથમે કોઇ લડકી ઉસ તરફ ગયે હૈ સાલા મૈં નહીં જાનતા ઉસકો બસ બાઇક યહા પે રખ કે ચલે ગયે. વિધુ વૈદેહીએ એકબીજાની સામે જોયું અને દૂર તરફ નજર કરી તો વિપુલ અને સંગીતા આવી રહેલાં. બંન્ને જણાંને ખૂબ જ આશ્ચર્ય થયુ વૈદેહી બોલી વિધુ ચાલ આપણે અહીંથી પહેલાં જઇએ એ રાસ્કલ વિપુલની નજર બીલકુલ સારી ...વધુ વાંચો

8

પ્રેત યોનિની પ્રીત... - 8

પ્રકરણ-8પ્રેત યોની ની પ્રીત વૈદેહીએ વિધુનાં આવકારથી જ રાજી થઇ ગઇ... એ મનોમન એટલી ઉત્તેજીત થઇ ગઇ કે જે હશે થશે હું વિધુનાં ઘરે જ જઊં એણે પરસાળમાંથી જ માં ને કહ્યુ "માં હું આવું છું ફાઇનલની બધી નોટસ લઇને એટલે રાત્રે મારાથી ભણી શકાય મારે બધાં ઘણાં પ્રશ્ન પેપર સોલ કરવાનાં છે. ઇંદીરાબહેને આશ્ચર્ય સાથે કહયું "અરે કાલે લઇ આવજે આખાં દિવસથી થાકી પાકીને આવી છે કોલેજથી સીધી ભણવા ગઇ હતી આવીને હજી જમી નથી અને જઊં જઊ કરે છે તારાં પાપા કપડાની ડીલીવરી કરવા મુંબઇ ગયાં છે હું એકલી જ છું ઘરમાં ઠીક છે જલ્દી આવજે ત્યાં ...વધુ વાંચો

9

પ્રેત યોનિની પ્રીત... - 9

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-9 વિદ્યુ-વૈદેહી.. વિધુનાં ઘરે ફરીથી પ્રેમ આનંદ કર્યો મધુરજની મધુર માણી અને વૈદેહી ઘરે ગઇ. પછી પર વાત કર્યા કરી. મીઠી મીઠી યાદો માણ્યાં કરી. વિધુએ કહ્યું ચાલ થોડું ભણી લઇએ નહીંતર એક્ઝામમાં શું કરીશું?. ઈમ્પોર્ટન્ટ નોટ્સ બનાવી લઊ. બાય કહીને ફોન મૂકેલો. ********** અઘોરનાથે હવનકૂંડમાં આહુતિ નાંખી અને અગ્નિ જવાળાઓ વચ્ચે એક આકૃતિ રચાઇ. અને બાબાએ એને ખૂબ તપાવ્યો એની ચીસોથી આખી શેષનાગ ટેકરી ભયાવહ થઇ ગઇ. આવેલા બીજા લોકો ડરથી ધ્રુજી ગયાં. કોઇએ આંખો મીચી દીધી કોઇએ ચીસો પાડી ગોકર્ણએ બધાને શાંત બેસવા કહ્યું "માં નો દરબાર છે અહીં પાપી આત્માઓનેજ ડર લાગે છે બાકી બધાનું ...વધુ વાંચો

10

પ્રેત યોનિની પ્રીત... - 10

પ્રકરણ-10પ્રેત યોનીનો પ્રેમ અજયભાઇ અને વિધુ નિરંજનભાઇનાં મોઢે બોલેલો આંકડો સાંભળીને જ હેબતાઇ ગયાં. અજયભાઇએ કહ્યું "શેઠ આજ મારે ઘેર આટલી લક્ષ્મી કેવી રીતે રહેશે ? મને માફ કરજો હું નહીં. રાખી શકું. ન કરે નારાયણ અને કંઇ થયું તો મારે ઝેર ખાવાનો વારો આવે મને માફ કરો. વિધુએ પણ એજ સૂર પુરાવ્યો. નિરંજન ઝવેરીએ કહ્યુ તમારી આબરૂ ખૂબ સારી છે તમે ખૂબજ પ્રમાણિક માણસ છો મને તમારી ઉપર ખૂબજ વિશ્વાસ છે હું બીજે ક્યાંય રાખી શકું એમ નથી. તમારાં પર કોઇનેંય શંકા જશે નહીં. તમારું પોળનું ઘર.. આટલી વસ્તીમાં કોઇ ચોરી નહીં થાય. વળી આખો દિવસ ઘરે જ ...વધુ વાંચો

11

પ્રેત યોનિની પ્રીત... - 11

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-11 હવનયજ્ઞનો અગ્નિ ભડભડ સળગી રહ્યો છે. આવેલાં શ્રધ્ધાળુ પૂરી શ્રધ્ધાથી શાંતચિત્તે છતાં ધડકતાં હૃદયે વિધી રહ્યાં છે. મનસા અને માનસ ગત જન્મની સ્મૃતિમાં ઉતરી ગયાં છે. વારે વારે ચહેરાનાં હાવભાવ બદલાય છે ક્યારેક આનંદ તો ક્યારેક દુઃખ છવાય છે. અને અચાનક ઘડામ કરતો અવાજ થાય છે. બધાંની નજર શ્રધાળુઓનોં ટોળામાં બેઠેલો એક માણસ અર્ધ બેહોશીની હાલતમાં ધડામ કરતો પટકાય છે. બધાં આશ્ચર્યથી એનાં તરફ જોઇ રહ્યાં છે. બાબા અઘોરનાથની નજર સહસા એનાં તરફ વળે છે અને ભૃકુટી ઉંચી થાય છે એમણે ઊંચા સ્વરે કહ્યું "એને અહીં લઇ આવો આ ચાલુ વિધીમાં કેમ વિધ્ન કરે છે ? ...વધુ વાંચો

12

પ્રેત યોનિની પ્રીત... - 12

પ્રેત યોનીની પ્રીત પ્રકરણ-12 "હેલો... એય વહીદુ ફોન ઉપાડતાં કેટલી વાર કરે ? કેટલી રીંગ મારી સાંભળે જ નહીં ? કેટલો તડપું છું તારી સાથે વાત કરવા. તને ખબર છે ? ઘરે આવ્યાં પછી ઘરમાં તો ઉત્સવ થઇ ગયો હું ફર્સ્ટ કલાસ પાસ થયો બધાં ખૂબ ખુશ હતાં. પાપા.. માં.. જલ્સો થઈ ગયો હતો. માં એ પુરણપોળી બનાવીને તૈયાર જ રાખેલી. મારી ફેવરીટ અને ખાસ વાત એ કે એને પાકો વિશ્વાસ હતો કે હું ફર્સ્ટ કલાસ તો લાવીશ જ. એય હજી ઊંઘમાં છું ત્યાં તારે ઘરે બધાં ખુશ હશે ને ? બોલને વૈદેહીએ કહ્યું "હાં માં અને પાપા ખૂબ ...વધુ વાંચો

13

પ્રેત યોનિની પ્રીત... - 13

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-13 વિધુ આંટો મારવા નીકળીને ગલ્લે આવેલો. ત્યાં એને સંગીતા મળી એણે વિધુને કોલેજ તથા બધી ચાલી અને સંગીતાએ વૈદહીની વાત કાઢી એમાં થોડી બોલા ચાલી થઇ. વિધુને વૈદેહી માટે બોલી ના સહેવાયુ અને એણે સંગીતાનો એનાં વિપુલ સાથેનાં સંબધનું મોઢે જ સંભળાવ્યુ પેલીએ સ્વીકાર્યુ નહીં અને આગળ જતાં વિપુલ મળી ગયો. એણે વિપુલની વિધુ સાથેની વાતચીત કીધી. વિપુલ ઉશ્કેરાયેલો સીધો વિધુ પાસે આવ્યો અને ગુસ્સા અને અકળામણ સાથે બોલ્યો એય વિધુ કેમ અમારી વાતો ઉડાવે છે ? અમારે એવું કંઇ નથી તારાં જેવું વિધુએ કહ્યું "અમારે તો છે જ ઉઘાડે છોગ છે અમે લગ્ન પણ કરવાનાં ...વધુ વાંચો

14

પ્રેત યોનિની પ્રીત... - 14

પ્રકરણ-14પ્રેત યોનીની પ્રીત "અરે વિધુ... તું આજકાલ શું કરી રહ્યો છે ? કે ગલ્લે બેસી ગપાટાં હાંકે છે ? શું વિચાર્યું ? પાપાએ વિધુને પૂછ્યું. "પાપા હજી હમણાં સવાર પડી છે અને તમે પાછુ ચાલુ કર્યું પાપા હુ બધાં પ્લાનીંગમાં જ છું ચિંતા છોડો.... માં ચા પીવરાવને સવાર પડી ગઇ મને પણ ખબર પડી ગઇ. પાપા હું આવતાં મહિનાથી નવરો નહીં હોઊં એ નક્કી.. હમણાં થોડા દિવસ આપો પછી એમાંજ હું વ્યસ્ત રહેવાનો છું તમેજ કહેતાં હતાં થોડું ફરી લે.. અને હવે.. "અરે તમે પણ શું છોકરાને સવાર સવારમાં ટોકવા બેઠાં મારો છોકરો વધારાનો નથી તે આમ બોલ બોલ ...વધુ વાંચો

15

પ્રેત યોનિની પ્રીત... - 15

પ્રકરણ-15પ્રેત યોનીની પ્રીત "વિધુનાં બનાવેલાં પ્લાન પ્રમાણે વૈદેહીએ માંને મનાવી લીધી અને બન્ને જણાં ખૂબ ખુશ થઇ ગયાં. જવાની ટીકીટ ઓનલાઇન બુક કરી દીધી બંન્ને જણાં સુરતથી સોમનાથ 14 થી 15 કલાકનો રન હતો. સવારે 7.00 વાગ્યાની બસ હતી રાત્રે 9 વાગે પહોચાડશે એવું કીધું વિધુએ રાત્રે જ ઓનલાઇન હોટલ બુક કરાવી દીધી. સોમનાથ મંદિરની નજીકની જ બધું નીપટાવીતે સંતોષ થયો. એણે વૈદેહીને ફોન કરીને જણાવ્યું બધુ જ બુક થઇ ગયુ છે એટલું સારુ છે બધુ જ ઓનલાઇન બુક થઇ જાય છે કેટલી શાંતિ-પણ સવારની આ દિવસની સફર છે જતાં જતાં બધુ જોતાં જોતાં જઇશું અને ત્યાંથી રાત્રે 8.00 ...વધુ વાંચો

16

પ્રેત યોનિની પ્રીત... - 16

પ્રેત યોનીનાં પ્રેત પ્રકરણ-16 વિધુ અને વૈદેહી બંન્ને જણાં સોમનાથ પહોચી.. હોટલ આવી બધી ફોર્માલીટી પતાવીને રૂમમાં આવ્યાં. રૂમમાં બંન્નેને હાંશ થઇ. વિધુ સીધો બેડ પર આડો પડ્યો. વૈદેહીએ કહ્યું એય હમણાંથી આડા નથી પડવાનું પહેલાં ફ્રેશ થા પછી આખી રાત આપણી જ છે. વિધુએ ટીખળ કરતાં કહ્યું. "હુકુમ મેરી આકી અને બંન્ને જણા બાથરૂમમાં સાથે જ ધૂસ્યાં. વૈદેહીએ કહ્યું "સાવ લૂચ્ચો જ છે.. સાથે બાથ લઇશું. પણ હમણાં બહાર જા હું ફ્રેશ થઇ જઊં ક્યારની બસમાં બેઠેલી દાબી રાખેલી જવા દે શાંતિથી. વિધુ હસ્તાં હસ્તો બહાર નીકળી ગયો અને બોલ્યો મેં કહ્યું હતું બસ ઉભી રાખે ત્યારે ચલ જઇ ...વધુ વાંચો

17

પ્રેત યોનિની પ્રીત... - 17

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-17 અઘોરનાથે મનસાં તરફ નજર કરીને કહ્યું "એવું તો શું થયું હતું કે માનસ તારોજ પ્રેમી ઉપર આટલો નારાજ છે ? જેણે તારો ભવ બગાડ્યો એ પિશાચ તો અહીં મેં લટકાવેલો જ છે. શું કરેલું એ નરાધમે ? માનસ ખૂબ ભડક્યો... બાબા મને ખબર નથી કેમ તમારી વિધાનાં આશીર્વાદથી મને મારો ગયો ભવ યાદ છે. મારાથી ક્યું પાપ થયુ કેમ પ્રેતયોનીમાં જવું પડ્યું ? મારી સાથે શું થયું હતું. મેં કોઇનું બગાડ્યું નહોતું. અઘોરનાથ ત્રિકાળજ્ઞાની હતાં એમણે માનસને કહ્યું તને બધુ યાદ આવશેજ પછી તારાં મોઢે કહેજે. ત્યાં ગોકર્ણ બાબા અઘોરનાથનાં ચરણે આવીને કહ્યું "છેલ્લી આહુતિ આપવાની ...વધુ વાંચો

18

પ્રેત યોનિની પ્રીત... - 19

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-19 વિધુ વૈદેહી બજારમાં ફરવા નીકળ્યાં. વૈદેહી કહે પહેલાં ખાઇ લઊં પછી મ્હેંદી મૂકાવું નહીંતર તારે પડશે એમ કહીને હસી પડી. વિધુ કહે અરે જાન મને તો ખૂબ ગમશે પ્લીઝ પહેલાં મ્હેંદી મૂકાવ તારાં બંન્ને હાથ મ્હેંદીવાળાં હશે હું તને જમાડીશ મારાં હાથેથી તારાં હોઠ ચૂમીને પ્રેમથી જમાડીશ. પછી એકદમ વિચાર આવતાં કહ્યું "તું મ્હેંદી મૂકાવીશ પછી એ મ્હેંદી નડશે નહીં.. તને પ્રેમ કરવામાં ? વૈદેહીએ હસતાં હસતાં કહ્યું "એય... ત્યાં સુધીમાં તો સૂકાઇ જ જશે.. ચિંતા શું કરે છે ? હાથ ધોઇ નાંખીશ તારો મૂડ જ હું સાચવીશ. વિધુ કહે મૂકાવી દે. અને બન્ને જણાં બહેનો ...વધુ વાંચો

19

પ્રેત યોનિની પ્રીત... - 18

પ્રેત યોનીની પ્રીતપ્રકરણ-18 બાબાએ એ બંન્ને જીવોને જે અવગતિએ થઇ પ્રેત થયાં હતાં એ લોકોને પ્રેતયોનીમાં પણ પારાવાર પીડા અને પછી મનસા તરફ નજર કરી કહ્યું "જો પેલો પણ આ લોકોની લાઇનમાં જ છે અને મધ્યમાં રહેલાં અગ્નિમાં જોયું તો એનો પારાવાર પીડાથી પીડાતો ચહેરો જોયો. મનસાને ઘણી શાંતિ મળી હોય એવું લાગ્યું. બાબાએ કહ્યું "તમે બંન્ને સાચાં હતાં તેથી તમારી પ્રતેયોનીમાંથી મુક્તિ મળી અને બીજો ફરીથી મળવાં જન્મ લઇ શક્યાં. આ લોકો નહીં રહે પ્રેત નહીં રહે મનુષ્ય એ લોકો કોઇ બીજી જ યોનીમાં સબડશે. માનસે કહ્યું "બાબા પણ મને જીવતે જીવત અપાર પીડા મળી... પછી પણ પીડા... ...વધુ વાંચો

20

પ્રેત યોનિની પ્રીત... - 20

પ્રેતયોનીની પ્રીત - પ્રકરણ-20 વિધુ અને વૈદેહીએ બંન્નેને પોતપોતાનાં ઘરે ફોન પર વાત કરી લીધી અને બંન્નેનાં ફોન સ્વીચ કરી દીધાં મનને શાંતિ થઇ બંન્ને જણાં નિશ્ચિંત થયાં અને એક હાંશ અનુભવી. વૈદેહીએ કહ્યું "વિધુ તારી મંમી ખૂબ સમજું છે અને તને ખૂબ પ્રેમ કરે છે સાચવે છે તું એમનો એકનો એક લાડકો છોકરો છે કહેવું પડે.. સામેથી કહે છે તું ફરી લે શાંતિથી ચિંતા વિનાં... વિધું કહે "સાચી વાત છે માં મારો ખૂબ ખ્યાલ રાખે છે ખૂબ કાળજી લે છે. અને તને ખબર છે ? મને ઊંઘ ના આવે ને તો હું માંને વળગીને એનાં ખોળામાં સૂઇ જઊં જાણે ...વધુ વાંચો

21

પ્રેત યોનિની પ્રીત... - 21

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-21 વિધુ ક્યાં ગયો છે જાણવા. વિપુલ એનાં ઘરે પહોંચી ગયો પરંતુ કોઇ માહિતી હાથ ના વિધુની મંમીએ એવાં સવાલ જવાબ કર્યા કે ત્યાંથી એ નીકળી ગયો. બહાર નીકળીને વિચારમાં પડ્યો. એના બાપા એવો કેવો ધંધો કરે છે કે કામે મોકલ્યો ? અને નોકરી બોકરી શોધવા ગયો હતો. છોકરી ફસાવી છે તો નોકરી તો જોઇએ જ ને ? જોઊં ક્યાં મળે છે એને નોકરી ? અને ધુંઘવાતો ધુંઘવાતો ઘરે જતો રહ્યો. ************* વિધુ અને વૈદેહી સોમનાથની હોટલમાં બરાબર મધુરજની માણી રહેલાં. એકબીજાને વળગીને છુટાં જ નહોતાં પડતાં અને વૈદેહીએ કહ્યું " એય મારાં વિધુ હવે ઉઠીએ ? તેં ...વધુ વાંચો

22

પ્રેત યોનિની પ્રીત... - 22

પ્રેત યોનીની પ્રીત -22પ્રકરણ-22 બાબાએ પરકાયા પ્રવેશનો પ્રયોગ માનસ ઉપરજ કર્યો પ્રથમ. કેમ ?માનસને ખબરજ નહોતી. હવનકુંડમાં ગોકર્ણ ઉત્તેજના આહુતિ આપી રહેલો. જવાળાઓ પ્રચંડ વેગે બધી રહેલી. વાતાવરણમાં સન્નાટો હતો. પરોઢ અને બ્રહ્મમુહૂર્ત બાબાએ સાચવ્યું હતું અને પરકાયા પ્રવેશ કરી લીધો. માનસમાં બાબાનો જીવ પ્રવેશ્યો. માનસ પૂરી રીતે બાબા બની ગયલો. માનસને જાણ નહોતી બાબાએ એમનું શરીર મઢૂલીમા માં પાસે મૂકી દીધું અને માનસમાં પ્રવેશ કર્યા પછી એ હવનકૂંડ પાસે આવ્યાં. ગોકર્ણ માનસનું રૂપ જોઇને સમજી ગયો કે માનસમાં બાબાનો પ્રવેશ થઇ ગયો. માનસની વિસ્ફારીત અને લાલ લાલ આંખો જોઇને મનસા ગભરાઇ ગઇ પરંતુ બાબાએ એટલે કે માનસે એની ...વધુ વાંચો

23

પ્રેત યોનિની પ્રીત... - 23

પ્રેત યોનીની પ્રીત પ્રકરણ-23 સોમનાથથી પાછાં આવ્યાં પછી વિધુ આવીને રૂમમાં ભરાયો એ નાહીધોઈ ફ્રેશ થયો અને પહેલાંજ વૈદેહીને લગાવ્યો. બે-ત્રણ રીંગ મારી વૈદેહીએ ફોન ઉપાડ્યો નહીં. એ ખિન્ન થઇ ગયો. એ નીચે આવી માં પાસે બેઠો. માંએ દૂધ નાસ્તો આપ્યો એણે એ બધું નીપટાવીને માં ને કહ્યું "માં હું આજે 4.00 વાગ્યા પછી નિરંજન અંકલને મળવા જવા વિચારું છું એક એક દિવસ હવે ગણતરીનો લાગે છે મને... મારે નોકરી સ્વીકારી સેટ થઇ જવું છે અને પાપાને ધીમે ધીમે બધી જવાબદારીમાંથી મુક્ત કરવાં છે પછી તમારે લોકોએ પણ ચારધામ કે કોઇ બીજી યાત્રા જ્યાં તમારે જવું હોય મારે મોકલવાં છે. ...વધુ વાંચો

24

પ્રેત યોનિની પ્રીત... - 24

પ્રેત યોનીનો પ્રીત..પ્રકરણ-24 નિરંજન ઝવેરીએ વિધુને ઓફીસે બોલાવીને એમની કંપની અંગે બધીજ માહિતી આપી. કંપનીમાં કામકાજમાં નિર્ણય લેનાર એ સર્વેસર્વા હતાં. પછીથી એમણે એમની કન્સ્ટ્રકશન સાઇટ અંગે વાતો કરી અને સીવીલ કોન્ટ્રાકટર્સ, આર્ટીટેક્ટસ ઇલેક્ટ્રીકલ કોન્ટ્રાકટર્સ એન્જીનીયર્સ અને સપ્લાયર્સ બધાની માહિતી આપી સાથે સાથે કહ્યું મારો મૂળભૂત ધંધો કાપડનો અને હીરાનો આ બધો સાઇડ બીઝનેસ છે અને હસી પડ્યાં. "વિધુ સામાન્ય ફેરી કરનાર વેપારીમાંથી હું આટલો આગળ આવ્યો છું એમાં ઇશ્વરની કૃપા મારી નીતી અને મારી માણસ ઓળખવાની દ્રષ્ટિએ મને ખૂબ મદદ કરી છે. વિધુ એમને સાંભળી જ રહેલો એક એક શબ્દ મનમાં ચાવી રહેલો. વિધુએ કહ્યું "સર તમારી જીંદગી ...વધુ વાંચો

25

પ્રેત યોનિની પ્રીત... - 25

પ્રેત યોનીની પ્રીત પ્રકરણ-25 પરકાયા પ્રવેશ કરીને બાબા અઘોરનાથ માનસનાં રૂમમાં બહાર આવ્યા હતાં. માનસનો જીવ હજી ક્યાંક પીડાથી હતો એનાં મુખેથી મનસાને પ્રશ્નો પૂછાઇ રહેલાં કે મારી સાથે દગો કેમ કર્યો કેમ છીનાળુ કર્યું આટલાં પ્રેમ પછી પણ તું વેચાઇ ગઇ ? પરકાયા પ્રવેશનાં પ્રયોગ પછી માનસની સ્મૃતિમાં રહેલી પીડા બહાર નીકળી. બાબાએ હવનયજ્ઞ પાસે આવીને આહુતી આપી અને પરકાયા પ્રવેશને સંપૂર્ણ બનાવ્યા અને ત્યાંજ બધાએ જોયું એવું કે આશ્ચર્યથી આંખો ફાટી ગઇ.. માનસનો દેહ ત્યાં પડી રહ્યો અને પ્રેતયોની પહેલાંનો વિધુને જન્મ જાણે સાકાર થયો. બાબા સંપૂર્ણ વિધુ બની રહ્યા અને તેઓએ સંપૂર્ણ પરકાયા પ્રવેશ પર કાબૂ જમાવ્યો. ...વધુ વાંચો

26

પ્રેત યોનિની પ્રીત... - 26

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-26 વિધુને નીરંજન ઝવેરીની ઓફીસમાં એપોઇન્ટમેન્ટ મળી ગઇ નોકરી પાકી થઇ ગઇ નીરંજન ઝવેરી માણસ પારખવામાં કાબેલ હતા. એમણે વિધુને જવાબદારી એવી આપી કે વિધુ પોતાનો અંગત માણસ હોય અને એટલો વિશ્વાસમાં લીધો અને પગાર અને સવલતો પણ એવી એવી આપશે કે વિધુ ખૂબ ખંતથી મહેનત કરશે અને સંપૂર્ણ ભરોસાપાત્ર બની રહેશે. પહેલાં દિવસનું કામ પતાવી વિધુએ વૈદેહીને ફોન કર્યો કે હું અહીંથી નીકળું છું તું બસસ્ટેન્ડ પાસે આવીજા. ત્યારે વૈદેહીએ થોડીં ચિંતાતુર સ્વરે કહ્યું "વિધુ અહીં થોડી ગરબડ થઇ ગઇ છે. થોડું સમયમાં આઘુંપાછું થશે રાહ જોજે વિધુએ પૂછ્યું કેમ એવું શું થયું છે ? વૈદેહીએ ...વધુ વાંચો

27

પ્રેત યોનિની પ્રીત... - 27

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-27 વિધુ વૈદેહી એમની મળવાની જગ્યાએ બસસ્ટેન્ડ પાસે મળ્યાં. વૈદેહીએ ઘરની અને પાપાએ કહેલી બધીજ વાત સાથે શેર કરી. એ પછી એણે વિધુને પછી શાંતિથી મળવાનું કહીને ઘરે જવા માટે કીધું. "થોડોક સમય કાઢી આવી છું પાપા ઘરે ને ઘરેજ છે હું જઊં પછી ફોન પર વાત કરીએ એમ કહીને છૂટા પડ્યાં. વિધુ એનાં ઘરે પહોચ્યો. વૈદેહી ઘરે પહોચી એક્ટીવા પાર્ક કરતી હતી અને એણે સંગીતાને ઘરમાંથી બહાર નીકળીને એનાં ઘર તરફ જતાં જોઇ એને થયું સંગીતાડી મને તો મળી છે પછી અત્યારે મારાં ઘરમાં શેના માટે ગઇ હશે ? જે હશે એ એમ વિચારી ઘરમાં પ્રવેશ ...વધુ વાંચો

28

પ્રેત યોનિની પ્રીત... - 28

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-28 વિધુ આજે ખૂબ આનંદમાં હતો. માં સાથે વાત થઇ ગઇ કે એ અને પાપા અષાઢી વૈદહીને ઘરે માંગુ નાંખવા માટે જશે. અને નોકરી મળી ગઇ છે એ ગમતી જ અને શેઠનાં પહેલાં જ દિવસથી જાણે ચાર હાથ છે પણ હજી એણે મહેનતી અને વિશ્વાસુ પુરવાર થવાનું ભલે બાકી છે પણ જીવનમાં એક નિશ્ચિંતતા તો આવી જ ગઇ છે. વૈદહી સાથે વાત થઇ ગઇ અને એ સુંદર સપના જોતો સૂઇ ગયો. હજી સવાર પડી નથી અને વૈદેહીનાં વિધુના ફોન ઉપર ફોન પર ફોન આવ્યાં. વિધુ ભરઊંઘમાં હતો એણે થોડાં કંટાળા સાથે ફોન ઉપાડ્યો... પછી સ્ક્રીન પર જોઉ ...વધુ વાંચો

29

પ્રેત યોનિની પ્રીત... - 29

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-29 વિધુ આજે વહેલો જ તૈયાર થઇને સાઇટ પર પહોચી ગયેલો. ત્યાં જઇને જોયું તો બાબુ અને સુપરવાઇઝર શૈલેશની મીલીભગતથી સિમેન્ટની ચોરી થઇ રહેલી શૈલેશની પોતાની પ્રાઇવેટ સાઇટ પર અહીંથી સીમેન્ટ જતો હતો. શૈલેશ વિધુને પહેલાં જ દિવસે ઓફર કરી દીધી અને અહીં આવું બધુ ચાલ્યા કરે આ લાઇન જ એવી છે વિગેરે વાતો કરીને વિધુને સંડોવવા પ્રયત્ન કર્યો. વિધુ શૈલેશની સામે જ જોઇ રહ્યો. એ વિચારમાં પડી ગયો. વિધુએ કહ્યું "શૈલેશભાઇ તમે શું બોલી રહ્યાં છો એ તમને ખબર પડે છે ? ક્યારથી આ બધુ ચાલે છે ? હું તો હજી આમે સાઇટ પર આવ્યો મારું ...વધુ વાંચો

30

પ્રેત યોનિની પ્રીત... - 30

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-30 આજે વિધુ સવાર સવારમાં સીધો સાઇટ પર આવી ગયેલો. આજે મૂહૂર્ત એવું રચાયું કે શૈલેશ એન્જીનીયર, બાબુ પગીનું ચોઘડીયું બગડ્યુ અને વિધુનું સુધરી ગયું. વિધુએ ચાલાકી સાથે શૈલેશપાસે એનાં ગોરખ ધંધા ઓકાવ્યા બધુ જ ઓડીયો-વીડીયો ટેપ કર્યુ અને શૈલેશ સાથે વાતો કરતાં કરતાં એની નજર ચૂકાવી નિરંજન ઝવેરીને પણ મોકલી દીધું. તમાશાને તેડું હોય ? સાઇટ પરની બીજી ગતિવિધિમાં વિધુ અને શૈલેશ પરોવાયા ત્યાંજ સાઇટનાં કમ્પાઉન્ડમાં ત્રણ ગાડીએ એ પ્રવેશ કર્યો. એક કારમાં નિરંજન ઝવેરી, બીજીમાં બંસીકાકા સાથે સીક્યુરીટી અને ત્રીજી કારમાં અજાણ્યાં માણસો હતાં જે વિધુ ઓળખી ના શક્યો. વિધુ આ બધાને જોઇ વિચારમાં પડી ...વધુ વાંચો

31

પ્રેત યોનિની પ્રીત... - 31

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-31 વિધુ નિરંજનસરની ઓફીસમાં બેઠો હતો અને એનાં મોબાઇલ પર કોઇ અજાણ્યાં નંબરની ફોન હતો. એણે સરને કહ્યું એસ્ક્યુઝ મી.. કહી બહાર આવી ફોન ઉપાડ્યો. સામેવાળાએ એકદમ કરડા અવાજે કહ્યું "કેમ શાણે બહુ હુંશિયાર થાય છે ? હજી નોકરીનો એક દિવસ થયો નથી અને તેં તારો અસલી રંગ બતાવવા માંડ્યો ? આ ધમકી સમજ કે ચેતવણીની તારો ઘડો લાડવો કરવો અમારું લક્ષ્ય છે હવે તને વચ્ચેથી હટાવીને જ જંપીશું એમ કહી ફોન કાપી નાંખ્યો. વિધુને આશ્ચર્ય થયું પણ બેફીકરાઇથી પાછો અંદર આવ્યો. એનાં ચહેરાંનાં ભાવભાવ જોઇ સરે પૂછ્યુ" વિધુ શું થયું ? કોનો ફોન હતો ? કોઇ ...વધુ વાંચો

32

પ્રેત યોનિની પ્રીત... - 32

પ્રેત યોનીની પ્રીતપ્રકરણ-32 નિરંજન ઝવેરીએ વિધુને મુંબઇ હીરાનાં વેપારી પાસે કાલે સવારે ગાડી અને ડ્રાઇવર લઇને જવા માટે કહ્યું. સમજાવ્યું ઘરેથી 10 લાખ રોકડા લઇને જવાનાં છે પાર્ટીને મેં વાત તારી બધી કરી દીધી છે તારો ફોટો-ફોન નંબર જે જરૂરી બધીજ તારી ડીટેઇલ્સ પહોંચી ગઇ છે. વિધુએ કહ્યું કામ પતાવીને હું થોડો મારાં માટે સમય કાઢી શકું ? નિરંજન ઝવેરી જાણે સમજી ગયા હોય એમ બોલ્યાં ઓહ તારે શોપીંગ કરવું છે ? કરી લેજે એ પણ કંપનીનાં ખર્ચે અને એ સમયે હીરા ડ્રાઇવર ગુણવંત પાસે રાખી લેજે. ગુણવંત ખૂબ જૂનો અને જમાનાનો ખાધેલો વિશ્વાસુ ડ્રાઇવર છે એટલે નિશ્ચિંત રહેજે. ...વધુ વાંચો

33

પ્રેત યોનિની પ્રીત... - 33

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-33 વિધુ મુંબઇ જવા માટે નીકળી ગયો. સુરતથી નીકળ્યાં પછી હાઇવે પર કાર આવી ગઇ અને ઝવેરીનાં ખાસ વિશ્વાસુ ગુણવંત ડ્રાઇવરની સાથે વાતચીત ચાલુ થઇ ગુજરાત બોર્ડર પુરી થઇ ત્યાં સુધીમાં બંન્ને જણાંની ઓળખ જાણે પુરી થઇ બંન્ને એકબીજાને અનૂકૂળ હોય એવું લાગ્યું. ગુણવંતભાઇએ પૂછ્યું ભાઇ તમે કંપનીમાં નવા જોડાયા છે પણ આવતાં વ્હેસ જ શેઠનો વિશ્વાસ સંપાદન કરી લીધો છે કહેવું પડે. પણ મોરનાં ઇંડા ચિતરવા ના પડે હું તમારાં ફાધરને પણ સારી રીતે ઓળખું છું. અજયભાઇ તમારાં ફાધર કહેવું પડે... ખૂબ જ વફાદાર અને પ્રમાણિક માણસ છે. શેઠ સાથે ઘણાં વરસોથી કામ કરે છે. પછી ...વધુ વાંચો

34

પ્રેત યોનિની પ્રીત... - 34

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-34 વિધુ અને વૈદેહી નક્કી કર્યા મુજબ અંધેરી વેસ્ટ સ્ટેશન બહાર મળ્યાં. એકમેકને મળીને ખૂબ આનંદ બંન્નેની આંખો ઉભરાઇ આવી જાણે કેટલાય વર્ષોનાં વિરહ પછી મળ્યાં. વિધુએ કહ્યું "વહીદુ લવ યુ ભગવાન કેવો સરસ મેળાપ કરી આપ્યો છે અહીં બહારનાં શહેરમાં પણ. વૈદહીએ કહ્યું "તારું કામ નિપટાવીને આવ્યો છે ને ? નહીંતર તારાં મનમાં એનાં વિચારો અને ઉચાટ રહેશે. પ્લીઝ.. વિધુએ કહ્યું "અરે ડાર્લીંગ બધું નીપટાવીને આવ્યો છું સાવ નિશ્ચિંત જ છું. અને તું કહીને આવી છું ને કોઈ ચિંતા વિના ? વૈદહીએ કહ્યું "હું તો માંને કહીને નીકળી ગઇ છું કાંઇક શોપીંગ કરીને આવુ છું. બહાનું ...વધુ વાંચો

35

પ્રેત યોનિની પ્રીત... - 35

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-35 વિધુ અને વૈદેહી અંધેરી વેસ્ટ સ્ટેશન મળ્યાં ત્યાંથી જ વિધુએ હોટલમાં રૂમ બુક કરી વૈદેહીને ગયો. બંન્ને જણાંએ ત્યાં પ્રેમ કર્યો. પ્રેમ અવસ્થામાંજ વૈદેહીની મંમીનો ફોન આવ્યો સ્વાભાવિક રીતે પ્રશ્ન કર્યો વૈદેહી તું ક્યાં છું ? વૈદેહીએ કહ્યું હમણાં ભીડમાં છુ પછી ફોન કરું એમ કહીને પરાકાષ્ઠામાં આરે આવેલાં પ્રેમ મૈથુનને રોકી ના શકી ફોન બાજુમાં મૂકીને એ વિધુમાં સંપૂર્ણ પરોવાઇ ગઇ અને સંતૃપ્તી કરી લીધી. પ્રેમ મૈથુન વખતે પ્રેમાલાપ-આહ... વિધુ માય લવ.. આઇ લવ યુ વિધુ આ બધાં ઉદગારો એણે બોલ્યા હતાં જે એનાં ફોનમાં સ્પષ્ટ સંભળાઇ રહ્યાં હતાં. વૈદેહીનાં ગયાં પછી વૈદેહીની મંમી તરુબહેને ...વધુ વાંચો

36

પ્રેત યોનિની પ્રીત... - 36

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-36 વૈદેહી ઘરે આવી અને સીધીજ અંદરનાં રૂમમાં ગઇ એની પાછળ પાછળ એની મંમી તરુબહેન ગયાં... વચ્ચે સંવાદ થયાં.. તરુબહેને ગુસ્સામાં વૈદેહીને તમાચો મારી દીધો... તેં આપણાં ઘર સંસ્કારનાં લીરે લીરા ઉડાવ્યાં છે તેં મારો વિશ્વાસધાત કર્યો છે અમારી સંમતિ અને લગ્ન પહેલાં તેં એ છોકરા જોડે શરીર સંબંધ બાંધી દીધો ? કુલ્ટા તને વિચાર શુધ્ધાં ના આવ્યો ? ક્યા ઘરની છોકરી છે તું ? હવે કોઇ હિસાબે એવાં લફંગા સાથે તારાં લગ્ન નહીં થાય ભલે તું અભડાઇ ચૂકી છું પણ તને એનાં ખીલે તો નહીંજ બાંધુ યાદ રાખ. વૈદેહીએ રડતાં રડતાં કહ્યું "માં મેં કોઇ પાપ ...વધુ વાંચો

37

પ્રેત યોનિની પ્રીત... - 37

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-37 પરકાયા પ્રવેશનો પ્રયોગ સફળ થયો હતો. અઘોરનાથ ખૂબજ ખુશ હતાં. ગોકર્ણ બધીજ ગતિ વિધીનો સાક્ષી રહ્યો હતો. મનસા બાબાની મંત્રશક્તિથી સંમોહન સ્થિતિમાં અત્યારે પ્રેત યોનીની પીડા પહેલાનાં વૈદેહીનાં જન્મ સમયમાં જીવી રહી હતી અત્યારે સંપૂર્ણ વૈદેહી બની ચૂકી હતી અને એમાંજ વિતી ગયેલી ક્ષણો અને જીવન જીવી રહી હતી.. એને હવે દરેક પળ ખૂબ કઠીન લાગી રહી હતી એની વાચા કંઇ બોલવા માટે પણ શક્તિમાન રહી નહોતી. માનસનું શરીર માં માયાનાં મંદિરમાં માનાં ચરણો પાસે ગોકર્ણએ રાખેલું હતું.. ચારેબાજુ સાવ નિરવશાંતિ હતી શેષનાગ ટેકરી પર માત્ર છ જણાં જ હાજર હતાં બાકી બધાં જ નીકળી ચૂક્યાં ...વધુ વાંચો

38

પ્રેત યોનિની પ્રીત... - 38

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-38 વૈદેહીએ પોતાનું મુંબઇથી પાછાં આવીને શું થયું એનું આખુ વૃતાંત કહી સંભળાવ્યું. વિધુ શાંતિથી સાંભળી બાબાના શરીરમાં આત્મા વિધુનો હતો પણ બાબાએ વિધુનાં શરીરમાં એટલે કે માનસનાં શરીરમાં વિધુનાં જીવને ટયેલ્યો હતો. આજે બંને આખી પ્રેત યોનીની પીડાને ભૂલી એની આગળનાં જન્મ યાદ કરી રહેલાં. વૈદેહીએ કહ્યું "મને ખબર જ નથી કે હું બેડ પર આવીને પડી પછી કેટલું ઊંઘી મને કંઇ ભાન જ નહોતું મારાં શરીરમાં તાકાત જ નહોતી.. મેં ઘણાં સમય પછી આંખ ખોલી મેં જોયું માં અને પાપા મારી પાસે જ ઉભા છે. મેં માંની આંખમાં આંખ પરોવી... એની નજર હું સહી શકતી ...વધુ વાંચો

39

પ્રેત યોનિની પ્રીત... - 39

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-39 વિધુતે વૈદેહીને જણાવ્યુ કે ઓફીસથી પાછાં આવતાં મેં રસ્તામાં નક્કી કર્યું કે હું સીધા તારાં જ આવીશ મારાથી તારો મેસેજ ફોન નહીં એ સ્થિતિ સહેવાતી નહોતી હું ભીડમાં ડ્રાઇવ કરીને આવી રહ્યો હતો અને મારી બાઇકને પાછળથી કોઇએ ખૂબ જોરથી ભટકાવી... ખબર નહીં કોની કાર હતી પણ હું બાઇકને લાગેલાં જોરદાર ફટકાથી ઉછળીને પડ્યો મારી હેલમેટ નીકળીને ક્યાં ગઇ અને મેં પછી ભાન ગુમાવ્યું.... મને બે દિવસ પછી ભાન આવ્યું ત્યારે હું સીટી હોસ્પીટલમાં આઇસીયુમાં હતો મેં આખો ખોલી ત્યારે મારી નજર સામે માં-પાપા અને નિરંજન અંકલ હતાં. મારી આંખો ખૂલી મારી માં ના આંખમાં આંસુ ...વધુ વાંચો

40

પ્રેત યોનિની પ્રીત... - 40

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-40 વિધુનાં એક્ષીડન્ટ પછી એને સુધારો જણાંતાં સ્પેશીયલ રૂમમાં શીફ્ટ કર્યો હતો. એમાં લગભગ 15 દિવસ ગયાં હતાં. અને વિધુએ માં ને વૈદેહી માટે પ્રશ્ન કર્યો. માં એ વિધુને અચકાતાં અચકાતાં ક્યુ "વિધુ દિકરાં હવે એને ભૂલી જાય એ જ તારાં હિતમાં છે. હવે કશું જ રહ્યું નથી તમારી વચ્ચે. વિધુએ કહ્યું "કેમ માં આવું બોલે છે ? એવું શું થયું ? વિધુની માં તરુબહેને કહ્યું "તું હોસ્પીટલમાં હતો સારવાર હેઠળ હું તારી પાસે આવવાની તૈયારીમાં હતી અને એ અને માં બન્ને આપણાં ઘરે આવેલાં... એ એક ક્ષણ બેઠી નથી તારાં વિષે કોઇ પ્રશ્ન નહીં બસ એની ...વધુ વાંચો

41

પ્રેત યોનિની પ્રીત... - 41

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-41 વિધુ એક્ષીડન્ટ પછી 15 દિવસ સુધી લગભગ હોસ્પીટલમાં રહ્યો. એને પુરુ ભાન આવી સ્વસ્થ થયો અને માં ને પૂછેલું કે માં તેં તો વૈહીદુની કંકોત્રી જોઇ હતી ને ક્યારે લગ્ન છે એનાં ? માં એ કહેલું વિધુ આજેજ છે સાંજના 7.30 વાગ્યાનાં હસ્તમેળાપ છે. હવે એને ભૂલી જા તારાં જીવનમાં એ કાળા દિવસો હતાં તને ભ્રમિત કરી દુઃખી કરવા જ આવી હતી. આટલો બધો વળગાડ તને છે તો એ છોકરીને એક ક્ષણ તારો વિચાર ના આવ્યો ? એને ના થયું કે મારો વિધુ હોસ્પીટલમાં જીવન મરણનાં ઝોલા ખાતો સારવાર લઇ રહ્યો છે. એનું હૃદય ના કકળ્યુ ...વધુ વાંચો

42

પ્રેત યોનિની પ્રીત... - 42

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-42 વૈદેહીનાં રૂપમાં મનસાં અઘોરનાથમાં રહેલાં વિધુને સાંભળી રહેલી. અઘોરનાથ પોતે જાણે વિચલીત થઇ ગયાં. એક યોગી, શાસ્ત્રાર્થ કરનાર જ્ઞાની સંસારની માયાનાં કારણોથી પણ જાણે ડગી ગયાં. વિધુનાં આર્તનાંદમાં રહેલી પીડાઓ યાતનાઓ સાંભળી આંખો ભીની થઇ આવી હતી વિધુની એ જન્મની યાતનાઓ સાંભળતાં સાંભળતાં રાત થઇ ચૂકી હતી એક પછી એક પ્રકરણ ખૂલી રહેલાં બધી જ જાણે સ્પષ્ટતા થઇ રહી હતી. વિધુને એ જન્મમાં મનસા એટલે કે વૈદેહીની સ્થિતિ પીડાની ખબર નહોતી એમ વૈદેહીએનાં લગ્ન લેવાયાં એ દરમ્યાન વિધુને થયેલાં અકસ્માત એને થયેલી યાતના-સાંભળીને એ પણ ધ્રુસ્કેને ધુસ્ક્રે રડી રહી હતી એ સતત બોલી રહી હતી કે ...વધુ વાંચો

43

પ્રેત યોનિની પ્રીત... - 43

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-43 વિધુની પીડાની કથની સાંભળી વૈદેહી ધુસ્કે ને ધુસ્કે રડી રહી હતી એ આ બધુ સાંભળીને રહી નહોતી. એની આંખોમાં આંસુ સુકાતા નહોતાં. એણે કહ્યુ વિધુ મને માફ કર.. પણ હું ખૂબ વિવશ હતી બધી જ રીતે એક અબળા નારીનું મેં ત્રાદશ્ય દર્શન કર્યુ અને અનુભવ્યુ છે. મારાં દીલમાં મારાં જીવનમાં આપણાં ઓરાનો.. વિધુ પ્રેમ ઓરાનો રોબ હતો ખૂબજ મારાં રોમ રોમમાં તું જ વસેલો હતો. ક્યાંય કોઇ ખૂણો કોઇ બીજું નામ નહોતું. તારી આ રાધા તારાં માટે જ પાગલ હતી મને તારાંમાં જ બધાં દર્શન આં બધુ તારાથી જ મળતું મેળવતી અને સંપૂર્ણ તૃપ્ત હતી મારામાં ...વધુ વાંચો

44

પ્રેત યોનિની પ્રીત... - 44

પ્રેતયોનીની પ્રીત-પ્રકરણ-44 મનસા એનાં વૈદેહીનાં જન્મ એ સમયનાં કાળ એ ભવમાં વિધુ સાથે માણેલી પ્રણયપળો અત્યારે યાદ કરી કરી થઇ બાબા અઘોરનાથની હાજરી ભૂલીને બધુ જ કહી રહી હતી. વૈદેહીએ કહ્યુ "વિધુ મને તારો પ્રણયકાળ તારો આવો અદભૂત પ્રેમ તારી સાથે માણેલી આવી ભવ્ય પ્રેમભીની પળો કેમ ભૂલાય ? માનવજન્મમાં કદાચ ખૂબ ઓછા લોકોએ આવી પ્રણયક્રીડા માણી હશે. સાચાં દીલતી અનુભવી હશે. મારાં વિધુ તુંજ મારાં માટે સાક્ષાત કામદેવ હતો તારાંથી મેં અગાધ પ્રેમ ભોગવ્યો છે માણ્યો છે તને સમર્પિત થઇને તારું સમપર્ણ પ્રેમમાં અનેક ઘણું ઊંચેરુ હતું કારણ કે પ્રકૃતિ એટલે કે નારી પ્રેમ અને સંભોગ માટેનું જાણે ...વધુ વાંચો

45

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-45

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-45 વિધુ વૈદેહીને જે મનસા સ્વરૃપે હતી એને કહી રહેલો અને વૈદહી મનસા સ્વરૂપમાં બધુ સાંભળી વિધુએ કહ્યું “ આમ હું રોજ સાંજે પાનનાં ગલ્લે બાજુમાં જઇને બાઇક પર બેસી રહેતો ત્યાં ભૈયાએ મને ડ્રગ્સની ભેળસેળવાળી તમાકુની સિગાર પીવા આપી કહે આ કડક છે મજા આવશે. થોડીવાર હું એની સામે જોઇ રહ્યો અને પૈસા એનાં મોઢાં પર ફેંકીને એ લઇ લીધી પછી સળગાવીને દમ મારી રહેલો ત્યાં વિપુલ ત્યાં આવી ગયો. વિપુલ મને થોડીવાર જોઇ રહ્યો પછી ભૈયા પાસેથી એણે એની રેગ્યુલર સીગરેટ લીધી પીવા લાગ્યો. એ થોડીવાર મારી સામે ધીમું ધીમું હસી રહેલો એની આંખોમાં કટાક્ષ ...વધુ વાંચો

46

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-46

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-46 વૈદેહીને સાડી પહેરવાની સૂચના આપી વૈદેહીનાં જવાબથી ગુસ્સે થઇને માં અંદર જતી રહી. થોડાં વખતમાં આવી ગયાં. મહેશભાઇ અને ઇન્દીરાબહેને એ લોકોને આવકાર્યા અને ડ્રોઇગરૂમમાં દોરી લાવ્યાં. સાથે વિપુલ પણ હતો. વૈદેહીએ એને જોયો અને એનો ગુસ્સો આસમાને ગયો એનુ મોં લાલ થઇ ગયું. વૈદેહીએ કહ્યું હું વિપુલને જોયો એનું મોં લાલ થઇગયું માંએ એ લોકોને પાણી આપ્યુ પછી ચા નાસ્તો લઇ જવા મને કહ્યું પછી માં પાપા એ લોકો સાથે બેસી ઔપચારીક વાત કરતાં હતાં અને હું ચા નાસ્તો લઇ જઇ ટીપોય પર મૂકીને પાછી મારાં રૂમમાં આવીને બેસી ગઇ મને ખૂબ ગુસ્સો આવેલો હતો. ...વધુ વાંચો

47

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-47

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-47 મારો સંબંધ નક્કી થઇ ગયો હતો. વૈદેહીનાં ભવનું યાદ કરીને મનસા બધુ બોલી રહી હતી. પીડા અનુભવી રહી હતી. માં જાણે એ મારી માં જ ના હોય એમ વર્તી રહી હતી. મને સમજ જ નોહતી પડી રહી કે માં મારી સાથે આમ કેમ વર્તે છે. છોકરાનાં માંબાપ આવીને સોના-હીરાંના સેટ મને આપી ગયાં કહ્યું અત્યારે નક્કી થયું છે એટલે આ ચઢાવ્યાં છે લગ્ન સમયે બીજા ચઢાવીશું. બાબા વિધુ સાચું કહુ મને જે સમજાતું હતું એ મારાં માંબાપને સમજાતું નહોતું કોઇ એકનો એક છોકરો ભલે હોય પણ આટલી ઉતાવળ ? ભલે દાદા માંદા હોય પણ કોઇ વ્યવહારમાં ...વધુ વાંચો

48

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-48

પ્રકરણ-48 વિપુલ બોલીને ગયો અને હું અવાક થઇને સાંભળી જ રહી. આ શું બોલી ગયો કે નથ ચઢાવશે કોઇ ઉતારશે કોઇ એટલે ? એટલે એનો અર્થ શું ? આ આવું મને કેમ કહી ગયો મારાં હૃદયમાં થડકો આવી ગયટો બે સેકન્ડ માટે હું હલી ગઇ... મારાં માંબાપ મને ક્યાં પધરાવી રહ્યાં છે એલોકો મને કસાઇવાડે લઇ જઇ રહ્યાં છે ? એમણે એલોકોની બરાબર તપાસ કરી છે ? પછી મને જ વિચાર આવ્યો... મારે ક્યાં લગ્ન કરવાનાં છે કે મારે આ બધું પણ વિચારવું પડે ? મારાં મન હૃદયમાં સતત વિધુ જ છે રહેશે કોઇ પણ સ્થિતિ પરિસ્થિતિ આવશે હું ...વધુ વાંચો

49

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-49

પ્રેત યોની પ્રીત --પ્રકરણ-49 વૈદેહીની ગયા ભવની વાતો સાંભળી એક એક વિતક અને હકીકત સાંભળીને વિધુ અને ખુદ બાબા ગયાં એક માં થઇને આવું કૃત્ય કર્યું ? એની પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે વિધુ સાથે લગ્ન ન કરવા દેવા ? વૈદેહીની વિવશતાં આટલી બધી? આતો પાંજરે પુરાયેલું ખોડું ઢોર હોય એમ બધાં વર્તે શું એની માં સાચીજ માઁ હતી ને ? વૈદેહીએ વચ્ચે રડવા માટે જાણે સમય લીધો એનું રુદન રોકાતું નહોતું. બાબાએ સ્વસ્થ થઇને આગળ કહેવાં જણાવ્યું. વિધુ વૈદહીની વિવશતાં સાંભળીને ખૂબ દુઃખી થયો. વૈદેહીએ કહ્યું અને લોકો મંદિર જઇ રહેલાં અને નવીન કાકાનાં મોટે સોદો ...વધુ વાંચો

50

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-50

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-50 વૈદેહી એની આપવિતી કહી રહી હતી એનાં લગ્ન થયાં જ નહોતાં છતાં સમજૂતીથી અને પંડિતને ખરીદી લઇને સર્ટીફિકેટ પર સહીઓ લીધી અને ચઢાવો બધો જ છોકરાનાં બાપે અમારી ગાડીમાં મૂકાવ્યો કહે છોકરીને વળાવો ત્યારે વાત હમણાં તમે લેતાં જાવ. માં અને માસીને જોતાં જ રહી ગયાં. પાપાએ મને ઉંચકીને પાછળની સીટ પર સુવાડી મેં માસીના ખોળામાં મારું માથું રાખેલું આગળ કારમાં પાપા અને માં બેસી ગયેલાં નવીનકાકાને પાપાએ ક્હ્યુ તમે પાછળ આવજો મેનેજ કરીને વૈદેહીની તબીયત ઠીક નથી અમે ઘરે જઇએ છીએ. અમે ઘરે પહોંચ્યાં ત્યાં ઘર આવતાની સાથેજ હું કારમાં બેઠી થઇ ગઇ અને નીચે ...વધુ વાંચો

51

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-51

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-51 વૈદેહીએ ખુશ થતાં કહ્યું. "મોડે મોડે મારાં માં પાપાની આંખ ખૂલી અને મને આપણાં માંબાબા વિશ્વાસ સ્થાપિત થઇ ગયો કે આટલી પીડા ભોગવાની હશે તે ભોગવી પણ હવે તો સારાં દિવસ દેખાડશે અને વિધુ મેં તને ફોન કરેલો યાદ છે ને ? વિધુએ કહ્યું મને બરોબર યાદ છે વૈહીદુ.. બીજા દિવસે સવારે મેં તને મળવાનો પ્લાન કરેલો મેં નિરંજન સરને ફોન કરીને કીધુ સર હું લેટ આવુ છું થોડું કામ છે એમણે તરત જ કહ્યું "ઓકે વિધુત કંઇ નહીં પણ તું સીધો સાઇટ પર આવજે અને હાં સાવચેતી રાખજે જરૂર પડે તો ગાડી મોકલું તું બધુ ...વધુ વાંચો

52

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-52

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-52 ભરબજારમાંથી વૈદેહીને ગાડીમાં નાંખી અપહરણ કરીને શિવરાજ અને માણસો લઇ આવ્યાં. બે સેકન્ડમાં જ જાણે ઘટનાં ઘટી ગઇ. માસીનું મોં ખૂલ્લુ ને ખૂલ્લૂ રહી ગયુ એમને ધક્કો મારીને પાડી દીધેલાં. એ સ્વસ્થ થાય એ પહેલાં જ તો ગાડીમાં વૈદેહીને નાંખીને જતાં રહ્યાં. માસીનાં હાથમાં દવાઓ હતી બધી રોડ પર પડી. વિધુતની નજર પડી એની નજર સામેથી વૈદેહીને ઉઠાવી ગયાં પણ એણે બાઇક ઉભી રાખી માસીને ઉભા કર્યા. દવાઓ એમને આપીને કહ્યું "તમે ઘરે જાવ અને પાપાને કહો પોલીસ કંમ્પલેઇન કરે તાત્કાલીક હું એ લોકોની પાછળ જઊં છું. વિપુલ ને જોતો ત્યારથી વિધું ખૂબજ ઉશ્કેરાયેલો આ લોકો ...વધુ વાંચો

53

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-53

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-53 શિવરાજને રૂમમાં દોડાવીને વૈદેહી વિશાળ કીચનમાં આવી તેણે ત્યાં ચપ્પુ કે કોઇ અણીદાર વસ્તુ હાથમાં એમ શોધવા માંડી પરંતુ ત્યાં સાણસી એનાં હાથમાં આવી અને શિવરાજ ત્યાં સુધીમાં એની પાસે આવી ગયેલો એ સાણીસી લઇને ઉભી રહેલી વૈદહીને જોઇ રહ્યો પછી હસવા લાગ્યો. શિવરાજ વૈદેહીની હાંફતી છાતીને જોઇ રહેલો એનું ધ્યાન ત્યાં કેન્દ્રીત કર્યુ. વૈદેહીનાં પયોધર ઊંચા નીંચા થતાં જોઇ રહેલો. એનાં મોઢાંમાં લાળ આવી રહેલી એને કોઇપણ ભોગે વૈદેહીને પકડવી હતી અને એની નથ ઉતારીને ભોગવવી હતી એની આંખમાં વાસનાનાં સપોલીયા સળવળી રહેલાં. વૈદહીને ખબર પડી ગઇ કે આ પીશાચ મારી છાતીને જોઇને લલચાઇ રહ્યો ...વધુ વાંચો

54

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-54

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-54 શિવરાજનાં માથે વાસનાનું પૂર ચઢેલું એણે રૂમ બંધ કરી લેચ લોક કરી દીધી. નિશ્ચિંત થઇને થી ચીલ્ડ રૂમમાં પ્રવેશ કરી વૈદહીની સામે જ કપડા વોર્ડડ્રોપમાંથી કાઢીને બદલ્યાં. વૈદેહીએ આંખો બંધ કરી મોઢું ફેરવીને બેઠી હતી. શિવરાજે પરફ્યૂમ છાંટ્યું પછી પલંગ પર ચઢ્યો અને વૈદેહીની સાવ નજીક જઇને એને સ્પર્શ કરવા હાથ લાંબો કર્યો. વૈદેહીએ નશામાં ધૂત થયેલાં શિવરાજનાં કાંડા પર પોતાની પાસે રાખેલી સાણસી જોરથી મારી અને શિવરાજ ઓય કરતો પીડાથી બૂમો પાડવા માંડ્યો એને સખ્ત કળતર થઇ રહ્યુ હતું. શિવરાજ હવે ભૂરાયો થયો માથામાં અને કાંડામાં ઇજા થઇ હોવા છતાં વૈદેહીને ભોગવવા માંગતો હતો એની ...વધુ વાંચો

55

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-55

પ્રેત યોનીની પ્રીતપ્રકરણ-55 વિધુને ભાન આવ્યુ અને વૈદેહીનું રટણ કરવા માંડ્યુ વિધુએ બધી વાત જાણી અને એવું હૈયુ હાથના એણે કહ્યુ સર ચાલો વૈદેહી પાસે મને ખૂબ ચિંતા થાય છે મારો જીવ બળી રહ્યો છે અમંગળ સંકેતો મળી રહ્યાં છે. નિરંજન ઝવેરીએ પેલા લોકોને પાછા બોલાવ્યા પેલો વિપુલનો ડેકીમાંજ હતો. બધી ગાડીઓ આવી ગઇ પછી વિધુને લઇને એનાં ખૂબ આગ્રહથી બધાં ફાર્મહાઉસ જવા નીકળ્યા સવાર પડી ગઇ હતી અને ત્યાં પહોચ્યાં પછી ગેટ ખોલાવવા માટે વિપુલને ડેકીમાંથી બહાર કાઢ્યો એને પકડી રાખીને ગેટ ખોલવા માટ કહેવા કહ્યું. વિપુલને ડેકીમાંથી બહાર કાઢ્યો ત્યારે એ સાવ અધમૂઓ થઇ ચૂકેલો એને પાણીની ...વધુ વાંચો

56

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-56

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-56 વૈદેહી અને વિધુનું અકાળે કરુણ મોત થયુ હતું ? નિરંજન ઝવેરીએ બાકીની વિધી પતાવી... વિધુનાં શું જવાબ આપીશ ? એમની ચિંતા ઘેરાઇ ગઇ. પોલીસે બંગલાનો કબજો લીધો ઝીણવટથી તપાસ માટે એમાં કોઇ છેડછાડના થાય એ માટે બંગલો સીલ કરી દીધો. સીક્યુરીટી, શિવરાજનાં પહેલવાન બધાં જ સ્ટાફને એરેસ્ટ કરીને સાથે લઇ જઇને આખું ફાર્મ હાઉસ સીલ કરી દીધુ બધાંજ નીકળી ગયાં બહાર અને બંગલાની અંદર ચીસો સંભળાવા લાગી ભયાનક ચીસોથી આખો બંગલો ધ્રૂજી ઉઠ્યો. ફાર્મહાઉસ લોક કરીને બહાર નીકળેલાં ઇન્સપેક્ટર સિધ્ધાર્થને બંગલામાં તીણી અને ભયાનક દર્દભરી ચીસો સંભળાઇ અને એણે જીપ ઉભી રખાવી અને ઇન્સપેક્ટરને કહ્યું દરવાજા ...વધુ વાંચો

57

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-57

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-57 સિધ્ધાર્થને પ્રેતયોનીનો સાક્ષાત અનુભવ થઇ ગયો એ ઘણો ગભરાયેલો પણ હિંમત રાખી વૈદેહીનાં પ્રેત સાથે કરીને દરવાજો ખોલાવ્યો. વૈદેહીએ કહ્યું "વિધુ રંગએનાં ઘરે ગયો છે અને એને હુ મળીશું જ. સિધ્ધાર્થ વિચારમાં પડ્યો કે પેલાં શિવરાજ અને વિપુલ પિશાચોનું શું થશે ? કાયદો સજા આપશે એ પહેલાં તો અહીંજ ન્યાય થઇ જવાનો. સિધ્ધાર્થ નિરંજન શાહને ટૂંકમાં બધી વાત સમજાવી બધાં ત્યાંથી નીકળી ગયાં અને કાયદાકીય વિધી પતાવવા ની તૈયારી કરવા લાગ્યાં. ********** વિધુએ ઘરની જાળી ખખડાવી... માં તરત જ જાળી ખોલવા દોડી આવી.. અરે વિધુ દીકાર ? ક્યાં ગયેલો ? તારી કેટલી ચિંતા થયેલી ? તારો ચહેરો ...વધુ વાંચો

58

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-58

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-58 વૈદેહીની લાશ જોઇનેજ એની માં ઇન્દીરાબહેને હૈયાફાટ રુદન કર્યું. એ સાચુંજ નહોતાં માની રહ્યાં. મહેશભાઇને જોયું એ નરાધમોએ મારી વૈદેહીને મારી ફૂલ જેવી દીકરીને પીંખીને મારી નાંખી. મારાં શું ભોગ લાગેલાં એ લોકોનાં દેખાડામાં હું આવી ગઇ ? સાલા સંસ્કાર વિનાનાં ભેડીયાઓએ મારી વૈદેહીનો જીવ લીધો. પોલીસે જણાવ્યુ કે એની સાથે એનાં મિત્ર વિધુનું પણ અવસાન થયુ છે.. ઇન્દીરાબહેને ક્હયું એ છોકરાને મૂકીને હું બીજાનાં સુખ શોધવા ગઇ મારી દીકરીનું પણ છોકરાએ મારી વૈદેહીનો સાથ ના જ છોડ્યો. હે ભગવાન ! મારી કેમ ભૂલ થઇ ? બે સાચ્ચા પ્રેમ કરનારનો મેં જ જીવ લીધો છે. સિધ્ધાર્થ ...વધુ વાંચો

59

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-59

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-59 અઘોરનાથ ગુરુજીની સાક્ષીમાં વિધુ-વદૈહીનો મૃત્ય પછીનાં ભવ જે પ્રેતયોનીમાં હતો એની કબૂલાત અને સ્પષ્ટતાઓ ચાલતી અઘોરનાથ બાબાએ કાયાપ્લટ કરેલી એ પુરી થઇ અને માનસને એનાં દેહમાં સ્વતંત્ર કરેલો બધી પ્રેતયોની વાતો ચાલુ હતી. માનસનાં જીવમાં હાંશકારો નહોતો કોઇક અતૃપ્તિ હજી એને સતાવી રહી હતી એણે મનસાને કહ્યું આ ભવ આપણે આવી રીતે મળવાનું હશે ખબર જ નહોતી પણ એકવાત ચોક્કસ છે કે મારો પ્રેમ અને તારો પ્રેમ એવી પરાકાષ્ઠાએ હતો અને જેટલો આપણે પ્રેમ કર્યો કોઇપણ પરિસ્થિતિમાં પીડા ભોગવી, વિરહ ભોગવ્યો, કેટલીયે યાતનાઓ સહી પણ આપણે પ્રેમ કરતાંજ રહ્યાં અને એજ આજે આપણુ મિલન અહીં માં ...વધુ વાંચો

60

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-60

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-60 માનસ અને મનસા ક્યારથી ગુરુ અઘોરનાથને સાંભળી રહેલાં અને એક એક શબ્દે શબ્દે એમને એ નજર સામે આવી રહી હતી. એમની આખોમાંથી અશ્રુ વહી રહેલાં... માનસને વિચાર આવ્યો કે આટલી પરાકાષ્ઠાએ પ્રેમ કર્યા પછી વૈદેહીની વિવશતાઓ જાણતો હોવાં છતાં મને એની પાત્રતા પર સંદેહ કેમ થયો ? કેમ મેં એનાં પર શંકા કરી ? અઘોરનાથે માનસનાં મનનાં માનસપટ આવેલાં અત્યારનો વિચારો જાણે વાંચી લીધાં. એમણે માનસ તરફ જોઇને કહ્યું માનસ તને શંકા જવાનું પહેલું કારણ તું માણસ છે ઇશ્વર નહીં. વૈદેહીની વિવશતાઓમાં પણ તને એવું હતું કે એ બંડ પોકારે અને વિરોધ જતાવીને તારી પાસે આવતી ...વધુ વાંચો

61

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-61 - છેલ્લો ભાગ

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-61 અઘોરનાથે ગોકર્ણને બોલતાં સાંભળ્યો કે પ્રેતયોનીમાં શું કર્યુ એની પ્રીત કેવી હતી એ સંભળાવો તરસું અને ગુરુજીની આંખો લાલ થઇ ગઇ એમણે એકદમ જ ઊંચા અવાજે કહ્યું સાંભળવું છે તારે ? ના હું તને નજર સામેજ બતાવુ છું હવે જો હમણાંજ તેં યાદ કરેલું કે એક મહા શિવરાત્રીની પૂજામાં બે અવગતિયા હરામી પ્રેતાત્મા હતાં કે જેનાં ઉધ્ધાર માટે ગતિ કરવા કોઇ ઇચ્છા લઇને આવેલાં ભૂલી ગયો ? હવે જો તુ... માનસ મનસા પણ ભલે જોતાં. ગુરુજીએ સમાધી લગાવી અને મોટેથી મંત્રોચ્ચાર ચાલુ કર્યા. ધીમે ધીમે એમનો અવાજ ઉગ્ર થતો જતો હતો એમની આંખોમાંથી જાણે અગ્નિ વરસી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો