Pret Yonini Prit... - 41 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - 41

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-41
વિધુ એક્ષીડન્ટ પછી 15 દિવસ સુધી લગભગ હોસ્પીટલમાં રહ્યો. એને પુરુ ભાન આવી સ્વસ્થ થયો હતો અને માં ને પૂછેલું કે માં તેં તો વૈહીદુની કંકોત્રી જોઇ હતી ને ક્યારે લગ્ન છે એનાં ? માં એ કહેલું વિધુ આજેજ છે સાંજના 7.30 વાગ્યાનાં હસ્તમેળાપ છે. હવે એને ભૂલી જા તારાં જીવનમાં એ કાળા દિવસો હતાં તને ભ્રમિત કરી દુઃખી કરવા જ આવી હતી. આટલો બધો વળગાડ તને છે તો એ છોકરીને એક ક્ષણ તારો વિચાર ના આવ્યો ?
એને ના થયું કે મારો વિધુ હોસ્પીટલમાં જીવન મરણનાં ઝોલા ખાતો સારવાર લઇ રહ્યો છે. એનું હૃદય ના કકળ્યુ કે હું એને એક નજર જોઇ આવું ? તારો ભવ બગાડ્યો છે એ છોકરીએ તું એને ભૂલી જા... માં મને સતત સમજાવતી રહી કે તને ભૂલી બીજા સાથે લગ્નનાં મંગળ ફેરા ફરી રહી છે.
મારાં મનમાં ક્રોધ આંખમાં આંસુનો ધોધ અને દીલમાં દગાનો ઘા હતો મારી શારીરીક માનસિક હાલત એટલી બધી કથળી કે હું પાછો ભાન ગુમાવી બેઠો અને માં-પાપા બધાં મુશ્કેલીમાં મુકાયાં. મને પાછો સારવાર કરી બેઠો કર્યો અને નિરંજનસર આવ્યાં.
નિરંજન સરે મને પાસે બેસીને કહ્યું વિધુત તું તારી જાત સંભાળ ભાઇ... તારી માંદગીનાં ઉપરાછાપરી ઘા હવે તારાં માંબાપ નહીં સહી સકે... એમની સામે તો જો.. એ લોકોની હાલત કેટલી... એમનો વિચાર કર સ્વસ્થ થા બધી ગઇ ગૂજરી ભૂલીને જીવન આગળ વધાર.. જે ગયું એ પાછું નહીં આવે... મળવાનું હોત તો જાત જ નહીં પણ હવે તારાં માંબાપની સામે જો. હવે તું સ્વસ્થ થાય ત્યારે મને કહેવા મોકલજે હું ગુણવંતકાકાને મોકલી દઇશ તને લેવા માટે.. તંદુરસ્ત થઇને કામે લાગીજા તો તારું મન બીજે દોરાશે તું માનસિક છૂટો થઇશ. અને તારો આ ફોન એમ કહી ફોન માં ને સોંપીને ગયાં.
હું ઘરે આવ્યો... સ્વસ્થ થઇ પણ દુઃખી મને પણ હું હવે માનસિક તૈયાર હતો કે મારાં લીધે મારી માંને દુઃખી નહીં કરુ પાપાનુ શરીર 15 દિવસમાં જાણે કથળી ગયું હતું મોં નિસ્તેજ થઇ ગયું હતું એ લોકો શેની સજા ભોગવી રહેલાં ?
હું ઘરે આવીને સેવામાં માંબાબાનાં દર્શન કરવા આવ્યો અને સંગીતા ઘરમાં મારી ખબર કાઢવાનાં બહાને આવીને તારાં લગ્નનો આંખો દેખ્યો અહેવાલ આપી રહી હતી માં એ કંટાળી એનું અપમાન કરીને કાઢી મૂકી હતી.
માં એ મને થોડાં દિવસ નીચેજ સૂવા કહ્યું પરંતુ હું ઉપર જ મારાં રૂમમાં આવી ગયો. માં પાસેથી મારો ફોન લઇ લીધો હતો.
મારાં રૂમમાં આવીને મેં ફોન ઓન કર્યો અને મેં સ્ક્રીન પર જોયું તારો ફોટાં સાથેનો મેસેજ હતો. તારો લગ્ન નો ફોટો અને નીચે માત્ર ત્રણ લીટીનો મેસેજ.
હું વાંચી તારો ફોટો જોઇને ઘૂસ્કે ને ધૂસ્કે ખૂબ રડ્યો. મારો રૂમ બંધ હતો મેં કાળજી રાખી કે મારા રુદનનો અવાજ માં સુધીના પહોચે મારે એને દુઃખી નહોતી કરવી મેં ઓશીકામાં મારો ચહેરો દાબીને ખૂબ જ રડ્યો. સતત રડતો જ રહ્યો. મને તારી સાથેનાં બધાંજ સંવાદ યાદ આવી રહેલાં આપણે માણેલી એક એક પળ યાદ આવી રહેલી. સોમનાથની એ સફર, આપણાં ગાંધર્વ લગ્નની યાદગાર ક્ષણો. રૂમ પર આવીને આપણી દિવસ રાતની આપણી પ્રેમભરી ક્ષણો સુહાગરાત-દિવસરાત માણી હતી. એકબીજાને વચન આપેલાં.
વૈદેહી તેં મને કીધેલું આજથી દુનિયાનાં દરેક પુરુષ મારાં માટે હવે ભાઇ-પિતા અને પુત્ર સમાન હશે ના કોઇ મિત્રના કોઇ દોસ્ત મારું ચરિત્ર મારી પાત્રતા અજોડ હશે તું જ મારો મિત્ર, તુંજ પતિ -ઇશ્વર તુંજ ગુરુ બધું જ સ્વરૂપોમાં તુંજ અને તને જ સમર્પિત...
એ બધી યાદ આવે અને મોબાઇલમાં તારો લગ્નનો ફોટો જોઊં... ક્યાં એ ભૂતકાળમાં ભૂત થઇ નષ્ટ થઇ ગયેલી ક્ષણો અને ક્યાં આ કડવી હૃદય ચીરનારી તસ્વીર હું સાવ ભાંગી ગયેલો. અને તારાં ત્રણ વાક્ય...
વિધુ વિવશતાઓનાં નાગ મને ડસી ચૂક્યાં છે.
મારી યાદ તારાં મન દીલમાંથી કાઢી નાંખજે.
મને ખબર છે માફીને લાયક નથી.. માફ કરજે..
બસ પછી તું કાયમ માટે ગૂમ...
મને સતત તારો મોબાઇલમાં મોકલેલો તારો ફોટોજ નજર સામે આવતો મારે તને લખવું હતું.. તને લખું કે નહીં એજ અવઢવમા ક્યાંય સુધી રહ્યો પણ મારું પ્રેમભીનું દીલ રહી જ ના શક્યુ મારાં મનમાં ખૂબ ક્રોધ અને તિરસ્કાર હતો. અગ્નિએ આંસુનું સ્થાન આંખમાં લીધુ હતું. હૃદય ચીરીને ચીખી રહેલું કે તેં મને દગો દીધો દગો દીધો છતાં ફોનમાં ખબર નહીં કેમ મારાથી એવું જ લખાયું "આઇ લવ યુ વહીદુ.. આઇ કાન્ટ લીવ વીધાઉટ યુ... પછી મેસેજ સેન્ડ કર્યો.. પણ તને રીસીવ નહોતો થયો. હું સમજી ગયો.
આ પળ પછી આંસુઓ આંખમાં સૂકાયા મનમાં ક્રોધ અને ઇર્ષ્યા બંન્ને હતી. ક્રોધ તારાં દગાનો હતો અને ઇર્ષ્યા એ નરાધમ માટે હતી કે એ તને સ્પર્શ કરશે અને... મારાંથી આગળ કલ્પના નહોતી થતી મારું હૈયુ ચીરાઇ ગયેલું. ફરીથી આંખોમાં અશ્રુ ઉભરાયાં... ખૂબ ઉભરાયાં.થતી કલ્પનાઓ સહન નહોતી થતી મારાં હાથની મૂઠ્ઠીઓ વળી ગઇ ક્રોધ એની પરાકાષ્ઠા આંબી ગયો મારી આંખો બંધ થઇ ગઇ મૂઠ્ઠીઓ ઉપર તરફ ઉછાળી... મારાં ગળામાંથી ચીખ નીકળી મારાં હોઠ એ શ્રાપનાં શબ્દો બોલી ગયાં મારો કાબૂનાં રહ્યો. દગો દીલ પચાવીના શક્યુ અ મારાં પ્રેમ ભર્યા હૃદયે કાળજાને કટકાને શ્રાપ દઇ દીધો.. જે સમયે કોઇ પર પુરુષ તને સ્પર્શ કરશે ત્યારે તમારું ધનતોપનોત નીકળી જશે... હું કદી માફ નહીં કરું સૃષ્ટ્રિમાં અગમ્ય ફેરફાર થશે દાવામળ ભભૂકશે અને મને છેતરનારી મારાં હૃદય મારાં કાળજાને કાળો ઘા આપનારી તું કદી સુખી નહીં થાય.. ઇશ્વર તને કદી માફ નહીં કરે કદી નહીં...
જે સોમનાથ માંબાબાની હાજરીમાં આપણે મંગળ ફેરા ફરેલાં જેનાં આશીર્વાદને પગથી ઠોકરમારી તરછોડયાં છે એ પણ તને માફ નહીં કરે... મારાં રૂંવે રૂંવે આગ લાગી છે મને ક્રોધ અને ઇર્ષ્યા ખૂબ જ બાળી રહ્યાં છે આ અગન તને દઝાડશે તને તારાં કુટુંબને તારાજ કરશે એમાં કોઇ મીનમેખ નથી હું તને શ્રાપ આપું છું 9 દિવસની અંદર તને શ્રાપ ફળીત થશે જ.
વિધુ ક્રોધાગ્નિમાં સળગતો બબડતો જ રહ્યો બબડતો જ રહ્યો એને એનાં મન-શરીર-લાગણીઓ-હૃદય કશા પર અંકુશ નહોતો. એ બળતો બળી રહેલો અને શ્રાપ આપીને પોતાની જાત શાંત કરવા પ્રયત્ન કરી રહેલો.
થોડીવાર પછી એ સાવ શાંત થઇ ગયો. આંસુ લૂછ્યાં બાથરૂમમાં જઇ ચ્હેરો ધોઇને આવ્યો. પોતાનું મન શાંત કર્યુ. પછી એને પસ્તાવો થઇ રહ્યો... અરેરે... મેં આ શું કર્યું ક્રોધમાં ને ક્રોધમાં મારી વ્હાલી વહીદુને મેં શ્રાપ આપ્યો ? ના ના ભગવાન એને માફ કરી દેજો. પણ હવે એનું નામ કે એનો ચહેરો ના મારી આંખ સામે લાવજો નાં હોઠ પર એટલી કૃપા જરૂર જ કરજો.
પછી એ માંબાબાની તસ્વીર સામે જોઇ રહ્યો. અને બોલી ઉઠ્યો. આવો જ અંજામ હતો તો શા માટે આટલો પ્રેમ કરાવ્યો ? તમારી સાક્ષીમાં લગ્ન કરાવ્યા ? પ્રભુ હું વિધીવત લગ્નમાં વિશ્વાસ ના રાખું એટલો વિશ્વાસ તમારી સાક્ષીમાં થયેલાં લગ્નનો વિશ્વાસ છે તો આમ કેમ થયું ? તમે કાયમ સમજાવો છો કે કારણ વિના સંસારમાં કાંઇ થતું નથી. તો આવુ થવાનું પાછળનું કારણ શું ? અમને શું નડી ગયું ?
પ્રભુ હવે તમે સંભાળો બધુ જે કારણ હશે એ પણ એ કારણ મારું જીવન બરબાદ કરી ગયુ મને નથી રહ્યો કોઇ વિશ્વાસ પ્રેમ પર ના ભક્તિ પર.. આનુ પણ કોઇ કારણ હશે ને ?
હવે એ સાતત્ય સાબિત કરવા તમે જ કારણ બનજો તો જ હવે વિશ્વાસ બેસસે બાકી બધું મિથ્યા જ છે.
પૂર્ણ સ્વસ્થ થયાં પછી વિધુએ ફોનમાં બીજુ બધું ચેક કર્યું કોઇક નંબર પરથી મીસ કોલ હતાં પણ એણે સામે ફોન ના કર્યો.
વિધુએ નિરંજન અંકલને ફોન લગાડ્યો "નિરંજન અંકલે તરત ફોન ઉચક્યો અને કહ્યું "કેમ છે દીકરા ? હવે સારું છે ને ?
વિધુએ કહ્યું "અંકલ એકદમ સ્વસ્થ છું કાલે સવારે ગુણવંતકાકાને લેવા મોકલજો એમ કહી ફોન મૂકી દીધો.
વધુ આવતાં અંકે -પ્રકરણ-42

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED