પ્રેત યોનિની પ્રીત... - 38 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - 38

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-38
વૈદેહીએ પોતાનું મુંબઇથી પાછાં આવીને શું થયું એનું આખુ વૃતાંત કહી સંભળાવ્યું. વિધુ શાંતિથી સાંભળી રહેલો. બાબાના શરીરમાં આત્મા વિધુનો હતો પણ બાબાએ વિધુનાં શરીરમાં એટલે કે માનસનાં શરીરમાં વિધુનાં જીવને ટયેલ્યો હતો. આજે બંને આખી પ્રેત યોનીની પીડાને ભૂલી એની આગળનાં જન્મ યાદ કરી રહેલાં.
વૈદેહીએ કહ્યું "મને ખબર જ નથી કે હું બેડ પર આવીને પડી પછી કેટલું ઊંઘી મને કંઇ ભાન જ નહોતું મારાં શરીરમાં તાકાત જ નહોતી.. મેં ઘણાં સમય પછી આંખ ખોલી મેં જોયું માં અને પાપા મારી પાસે જ ઉભા છે. મેં માંની આંખમાં આંખ પરોવી... એની નજર હું સહી શકતી નહોતી મારી આંખોમાં દયાની અરજી હતી આંખોનાં ખૂણાં ભીના થયાં ખબર નહી એ સમયે માં ને દયા આવી કે પાપાનાં સ્વભાવને ધ્યાનમાં રાખીને એણે કોઇ વાત ઉચ્ચારીજ નહીં. પાપા માં ને પૂછતાં રહ્યાં મુંબઇમાં શું થયેલું સાચું કહેશો ?
માં એ એટલોજ જવાબ આપ્યો... વૈદેહીની તબીયત સારી નથી અને એને ત્યાં પેઠુમાં દુઃખાવો થયેલો અજાણી મુંબઇમાં એ શું કરવાની હતી ? પણ એની તબીયત સારી થાય એટલે એનાં હાથ પીળા કરી નાંખીએ એ ચોક્કસ એટલે તમે સારું ઘર અને છોકરો જોવા માંડો હું પણ મારી બહેન માં ને વાત કરીશ. વેળાસર એનો પ્રસંગ ઉકલી જાય એમાં મને રસ છે... અને મારી તરફ અછડતી પણ નારાજ નજર કરીને જતી રહી.
પાપા થોડીવાર મારી સામે જોઇ રહ્યાં એમને પણ કંઇ વિશ્વાસ નહોતો પડી રહ્યો એવું મને લાગ્યું પણ એ કંઇ બોલ્યાં નહીં પણ પાકો વ્હેમ હતો કે આ માં દિકરી ચોક્કસ કંઇક છૂપાવે છે. તરુ આમ તરત લગ્ન કરાવવા પણ તૈયાર થઇ ગઇ. પણ કંઇ બોલ્યા વિનાં એ પણ જતાં રહ્યાં.
વિધુ મેં તારો કોઇ મેસેજ જોયો નહોતો જોઊં કેવી રીતે માં એ ફોન જ લઇ લીધેલો અને સ્વીચ ઓફ કરી દીધેલો હું એટલી વિવશ હતી કે મને સમજાતું નહોતું હું શું કરું ? તારો સંપર્ક કેવી રીતે કરીશ ? તને સમાચાર કેવી રીતે પહોચાડીશ ? મારે તને બધી જ વાત કરવી હતી પણ...
મારાં શરીરમાં બીલકુલ તાકાત નહોતી મને ટેમ્પરેચર આવી ગયેલું. બે દિવસ મને જ તાવ રહેલો. માં ને બધી જ ખબર હતી પણ એ નિયમિત દવા આપતી.. ઉઠવા નહોતી દેતી આરામ જ કરાવતી પણ સાથે સાથે કંઇ બોલતી નહીં વાત ના કરતી. મેં એકવાર હિંમત કરીને માં ને કયુ માં ફોન તો આપ મને પ્લીઝ- માં એ કહ્યું "તારે ફોનનું શું કામ છે ? તું ઘરમાં ને ધરમાં તો છું. પેલાં વિધુડા જોડે વાત કરવી છે ? નહીં મળે છાનીમાની આરામ કર.
બીજા દિવસની સાંજે પાપા બહારથી આવ્યા મારી તબીયત અંગે પૂછ્યું. માંએ કહ્યું "આજે તાવ નથી આવ્યો બસ થોડી અશક્તિ છે આવી જશે બે દિવસમાં બધુ ઓકે થઇ જશે ચિંતાજનક કંઇ નથી. પણ તમે તપાસ કરી ?
મહેશભાઇ વૈદેહીનો પાપાએ કહ્યું "હાં તપાસ ચાલુ છે મેં મારાં મિત્રોને વાત કરી છે અને કાલે હું સારાં મેરેજ બ્યુરોમાં પણ એનો બાયોડેટા અને બે ત્રણ ફોટા આપી આવીશ થોડાં દિવસમાં કંઇને કંઇ નક્કી થઇ જશે.
તરુબહેનને કહ્યું "હાં કયાંય મેળનાં પડે તો મેરેજ બ્યુરોએ લખાવી લેજો મૂઆં પૈસા પણ પસંદગી તો સારી મળે. તરુબેહેને યાદ કર્યુ કે વૈદેહીને એનાં સોમનાથથી આવ્યા પછી શાક લેવાં મોકલી હતી ભલે પણ વિધુને મળી હતી એનાં પાપાએજ પૂછેલું. ત્યારે એણે સંગીતાની પણ મળ્યાની વાત કરી હતી આ લોકો આમ રોજ મળતાં જ હશે હું જ બાધી મને કંઇ સમજ જ ના પડી કે આ છોકરી ઉઠા ભણાવે છે.
ત્યાંજ મહેશભાઇનાં મોબાઇલ પર રીંગ આવે છે એમણે ફોન ઉપાડ્યો.
વૈદેહીએ કહે એજ સમયે પાપાનાં ખાસ ફ્રેન્ડ ભાનુકાકાનો ફોન આવેલો એમની સાથે વાત કરતાં કરતાં પાપાનાં ચહેરો આનંદીત થયેલો એજે રીતે જવાબ આપતાં તાં મને થયું ચોક્કસ મારી જ વાત ચાલે છે. પણ હું પાપા શું બોલે છે એ સાંભળવા રાહ જોઇને બેઠી હતી.
"મેં ધાર્યુ એવું જ થયું પછી પાપાએ માં ને બોલાવી કહ્યુ "તરુ વૈદેહી માટે એક સરસ છોકરાનું માંગુ છે મેં તપાસ કરાવી હતી હમણાં ભાનુનો ફોન હતો છોકરો એકનો એક છે સીવીલ એન્જીનીયરીંગ કર્યુ છે. બાપને પોતાની પેઢી છે. એનાં બાપો શહેરનો મોટો કોન્ટ્રાક્ટર છે અને બિલ્ડીંગ મટીરીયલ્સની મોટી દુકાન-શોરૂમ છે. વાત ચલાવી છે જોઇએ શું જવાબ આવે છે. મેં વૈદેહીનો ફોટો મોબાઇલની ભાનુને મોકલી દીધો છે હવે ભાનુ બધી વાત કરીને જણાવશે.
માં પાપાની વાત સાંભળતી સાંભળતી મારી સામે જોઇ રહી હતી. મારે તને મારી સ્થિતિની જાણ કરવી હતી પરંતુ હું સાવજ.. હું શું કરું મને નહોતું સમજાતું... ફોન નહોતો... સ્થિતિ નહોતી.
વિધુએ કહ્યુ "વિધુનાં આ સાંભળીને કહેવા અંગે અઘોરીબાબાની આંખો વિસ્ફારીત થઇ ગઇ. એણે કહ્યુ હું ઘરે આવી ગયો રાત્રીનાં સવારે પણ તારો કોઇ મેસેજ નહીં જવાબ નહીં હું ચિંતામાં પડી ગયો શું થયું હશે ? કંઇ તકલીફ થઇ ? તારાં પાપાએ કંઇ કીધુ ? માં એ કંઇ કીધુ તને ફોન કરું સ્વીચ ઓફ આવે હું આખી રાત્રી સૂઇ નથી શક્યો. મને ખબર જ નહોતી પડતી કે હું શું કરું તારો સંપર્ક કેવી રીતે કરુ ? મને એવો વિચાર પણ આવ્યો સંગીતાની મદદ લઊ ? પછી થયુ ના એ મદદ કરવાને બદલે બાજી વધારે બગાડશે. મેં નક્કી જ કર્યુ કે કાલે ઓફીસથી પાછાં આવતાં સીધો જ તારાં ઘરે જ આવીશ જોઇએ શું થાય છે ? મને શું કરી લેવાનો ? મારી તો નહીં નાંખેને ?
વિધુએ આગળ કહ્યું "બીજા દિવસે સવારે ઉઠીને તને મેસેજ કર્યા ફોન કર્યા.. એક જ વાત સામે આવે તારો ફોન સ્વીચ ઓફ છે.. હું એટલો અકળામણમાં હતો મને કંઇ સૂઝ નહોતી પડતી કે હું શું કરું ?
સવારે તૈયાર થઇને તારાં ઘરની લેન પાસેથી નીકલ્યો બાઇકનાં હોર્ન માર્યા પણ કંઇ નહીં તારાં સુધી કોઇ મારો અવાજ કે એહસાસ પહોચ્યો. જ નહીં હું પછી બાઇક ખૂબ ઝડપથી ચલાવીને ઓફીસ પહોચ્યો.
ઓફીસે આવીને જોયું સર હજી આવ્યાં નહોતાં. બંસીકાકા પાસે ગયો એમણે કહ્યુ સર હજી આવ્યા નથી એમનો ફોન હતો થોડાં લેટ આવવાનાં છે કાપડ બજારમાં સવારે મીટીંગ છે એ પતાવીને આવશે. તારાં માટે સંદેશ છે એમણે કહ્યુ છે સાઇટ પર જઇ આવજો. એમણે તને ફોન કરેલો પણ સ્વીચ ઓફ આવે છે. વિધુ કહે મને આશ્ચર્ય થયું મેં મોબાઇલ ચેક કર્યો તો ફલાઇટ મોડ પર જતો રહેલો એનેં ફોન ચાલુ કર્યો અને બંસીકાકાને કહ્યું "હું સાઇટ પર જઇને આવું છું ત્યાંથી સરને ફોન કરીશ હમણાંએ મીટીંગમાં હશે એટલે.
બંસીકાકાની સાથે વાત કરીને હું સાઇટ પર ગયો ત્યાં નવો કોન્ટ્રાક્ટર આવી ગયેલો સાઇટ અને કામ જોવા અંગે પછી બપોરે સર સાથે મીટીંગ હતી એ એનાં આઇટમ પ્રમાણે અને ટ્રનકી કામ કરવા અંગે ભાવ લઇને આવવાનો હતો મેં એને સાઇટ પર બધુ કામ બતાવ્યુ અને સાઇટ ઓફીસમાં બધાં પ્લાન બતાવ્યાં એની સાથે નીપટાવે મેં કહ્યુ "તમે બપોર પછી 4 થી 5 ની વચ્ચે ઓપીસે આવી જજો સર સાથે વાત કરીને ફાઇનલ કરી લેવાય.
કોન્ટ્રાક્ટરની સાથે વાત પતાવું ત્યાંજ જૂના કોન્ટ્રાક્ટર બાલુ પંચાલ આવી ગયાં. એમણે કહ્યું "તમારી સાથે વાત થઇ સમય નક્કી થયેલો તમે સાઇટ પર જ ના આવ્યાં. મેં એમને જવાબ આપ્યો. કે કામ બીજું નીકળી આવેલું સાઇટ પર ના અવાયું બોલો શું વાત છે ?
શૈલેશ સાથેની ભાગીદારીને કારણે એમની સાથેનો કોન્ટ્રાક્ટ ફોરફીટ કરી દીધેલો મેં એમને જવાબ આવ્યો હું કાંઇ કરી નહીં શકું. આતો ચોરી અને દગાની મેટર છે તમે શેઠ સાથે રૂબરૂ વાત કરીલો હું કંઇ કહી ના શકું.
વિધુ બોલ્યો સાઇટ પરથી હું નીકળી સીધો ઓફીસ આવ્યો હતો બપોર સુધી આગળનાં રીપોર્ટ વેન્ડરનાં બીલ ભાવ વગેરે ચેક કરીને રીપોર્ટ બનાવીને સરનાં ટેબલ પર મૂકી દીધો. સાંજે 4.30 આ બહાર સર આવી ગયાં એમણે નવા કોન્ટ્રાક્ટર અંગે વાત કરી ભાવ અને મીટીંગમાં ચર્ચા કર્યા પછી નક્કી કરીએ. એની સામે મીટીંગમાં નક્કી થઇ ગયું. કોન્ટ્રાક્ટ આપી દીધો.
હું થોડો થાકેલો હતો હું સરને કહી ઘરે આવવા નીકળ્યો મનમાં તારાંજ વિચાર અને ચિંતા ચાલતી હતી તારાં ઘરે આવવા નક્કી કર્યુ અને અચાનક પાછળથી કારે મારી બાઇકને ટક્કર મારી પછી......
વધુ આવતા અંકે પ્રકરણ-39