પ્રેત યોનિની પ્રીત... - 6 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - 6

પ્રકરણ -6
વિધુએ વૈદેહીની આંખ મારી કહેવાની વાત સમજી ગયો હોઠ અને જીભ બંન્ને જાણે ભીનાં થઇ ગયાં. એણે બાઇક મારી મૂકી એક પ્રેમનો નાના ઇશારે જાણે શરીરમાં વીજળી ભરી ગયો. થોડે આગળ વિધુએ પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવા બાઇક ઊભી રાખી અને આખી ટાંકી ફૂલ કરાવી ત્યાં પાછળ એનો મિત્ર વિપુલ ઉભો હતો એણે બાઇક પર બેઠાં બેઠાં બૂમ પાડી "એય વિધુ કઇ બાજુ ? આજે તો જોડે જોડે સજોડે છો ક્યાં ઉપાડી ગાડી ? એમ કહીને આંખોમાં શરારત અને લૂચ્ચાઇ ભરી નજરે વૈદેહી તરફ જોયું.
વૈદેહી ગુસ્સામાં જોયું ના જોયું કર્યું અને મોં ફેરવી લીધું. વિદ્યુ સમજી ગયો વૈદેહીને મજાક અને બોલવાની રીત ગમી નથી એટલે વિધુએ પણ સપાટ અવાજે કહ્યું "બસ આમ આંટો મારવા કેમ શું થયું ? વિધુને પણ પંચાત ગમી નહોતી જાહેર છે બંન્ને જણા સાથે છે ફરવા જતા હોઇશું એણે કહ્યુ અમને જોઇને ખ્યાલ નથી આવતો કે ફરવા જઇએ છીએ ?....
વિપુલે કહ્યું અરે ના ના હું તો અમસ્તુ જ પૂછું છું આતો શેરીની બહાર નીકળતાં સંગીતા મળી ગઇ હતી મેં એને ઓફર કરી ના પાડી એટલે એમજ નીકળી પડ્યો. વિધુને વિપુલની વાતમાં રસ નહોતો. એણે ટૂંકમાં પતાવીને કહ્યુ ઓકે... બાય.. એમ કહીને ત્યાંથી નીકળી ગયો.
વિપુલ ઇર્ષ્યાથી સળગીને બંન્ને જણાંને જતાં જોઇ રહ્યો અને વૈદેહી વિધુને જે રીતે વળગી ચોંટીને બેઠી હતી એનાંથી જોવાયુ નહીં જાણે હમણાં અંગારા નીકળશે.
ધુમ્મસ સુધી પહોંચી ગયાં પછી વિધુએ બાઇક પાર્ક કરી દીધી અને ક્યા ગલ્લાવાળા ભૈયાને કહ્યું "લાવ બે સીગરેટ આપ હું હમણાં આવું છું બાઇક અહીં મૂકી છે ધ્યાન રાખજો. વૈદેહીએ કહ્યું "કેમ સીગરેટ લીધી ? તું પીએ છે ?
વિધુએ કહ્યું "ચાલ હમણાં શાંતિ રાખ.. બે સીગરેટનાં પૈસામાં એ બાઇકનું ધ્યાન રાખશે.. તને ખબર તો છે કે મને કોઇ વ્યસન નથી એમ કહીને સીગરેટ તોડીને નાંખી દીધી. વૈદેહી એની સ્ટાઇલ જોઇને હસી પડી...એય મારાં રાજા તું કદાચ પીતો હોત ને તોય તને ખૂબ પ્રેમ કરત તું સીગરેટ ? અને હું તને પીતી હોત..
વિદુએ વૈદેહીને કેડથી પકડીને એને સાચવતો સંભાળતો રેતીમાં ચાલતો રહ્યો. એણે વૈદેહીને કહ્યું "એય વિધુ ચાલ પકડ હાથ આપણે રેતીમાં દોડતાં દોડતાં છેક સાગર પાસે પહોચી જઇએ. એમ કહી એણે જીન્સમાં પેન્ટની બોટમ વાળી ફોલ્ડ કરી ઊંચી ચઢાવી અને વૈદેહીએ એનાં ડ્રેસનાં પાયજામાંને ફોલ્ડ નીચેની કરી દીધો. બંન્ને. જણાં હાથ પકડીને ધીમે ધીમે દોડતાં સાગર તરફ ગયાં.
ચાલુ દિવસ કે ગમે તે કારણ હોય આજે જાણે બીલકુલ ભીડ નહોતી બંન્ને જણાં છેક સાગર નજીક જઇને ઉભા રહ્યાં. વિધુએ ચારો તરફ નજર કરી.. દૂર દૂર સુધી હવે કોઇ નહોતું એણે એકાંત હતું. કિનારો ઘણો દૂર દેખાતો હતો જે કંઇ રડયા ખડયા માણસો લારીઓ પણ ખૂબ દૂર દેખાઇ રહી હતી.
સાગર કિનારે હળવો હળવો પવન વાઇ રહેલો. વિધુએ વૈદેહીની વાળની લટોને સંકોરી અને કપાળ પર ચૂમી ભરી લીધી. પવનની લહેરોને કારણે લટો ઉડતી હતી વિધુએ એની બંન્ને આંખોને ચૂમતાં કહ્યું "એય વહીદુ તારી આંખનાં કામણ મને ઘાયલ કરે છે તારાં પ્રેમનાં અશ્રુ મને ભીંજવે છે. પીડા ક્યારેય તારી આંખમાં આવવા નહીં દઊ બસ આંખોમાં પ્રેમ એટલો ભરીશ કે દુઃખ ક્યારેય આવવા નહીં દઊં.
વૈદેહી વિધુને સમર્પિત હતી એણે વિધુનાં ગળામાં હાથ પરોવી દીધાં હતાં બંન્ને જણાં એકમેકની આંખમાં જોઇ રહેલાં અને આંખાંમાં આવતાં પ્રેમને પુરને સંકોરી રહેલાં એ પ્રેમ હવે આખાં તનમાં પ્રસરી રહેલો.
વિધુએ વૈદેહીને ટેકો આપીને સાગર કિનારે આછી ભીંજાયેલી ધરતી પર સુવાડી દીધી અને એનાં હોઠ તરફ ઝૂકી ગયો. વૈદેહીએ વિધુને આવકાર્યો બંન્ને પ્રેમીઓનાં દહકતાં તરસતાં હોઠ એકબીજામાં ચોપાઇ ગયાં. આલ્હાદક આનંદમાં રસ ભર્યા હોઠ એકબીજાને ચૂમતાં ચૂસ્તાં રહ્યાં.
વૈદેહીની આંખમાંથી પ્રણય પ્રચૂર આંસુઓ નીકળી પડ્યાં અદભૂત આનંદ અને તૃપ્તિ બંન્ને જણાં અનુભવી રહ્યાં તન, મન, હોઠ અને આત્મા પરોવાઇ રહ્યાં હતાં.
વિધુએ વૈદેહીનાં ભીનાં રસભર્યા હોઠ ચૂમતાં ચૂમતાં સાગર તરફ નજર કરી અને આંખમાં તોફાની સ્મિત આવી ગયું અને કહયું આ પ્રેમની રસ ભરી ક્ષણે કંઇક કહેવું છે વૈહીદુ....
"સાગર કિનારે ભલે ઉછાળા મારતો...
પ્રેમનાં ઉછાળા સામે એની વિસાત નહીં...
ધૂધવતો ભલે માથાં પછાડી ફીણ કરતો.
મારાં હૃદયથી તન જોડી અમૃત પીવડાવુ એની વિસાત નહીં.
વૈદેહીએ કહ્યુ "ઓ મારાં કવિરાજ તું સાંભળ મારો જવાબ..
તન મન જીવ બધું સમર્પી ગઇ તને
લૂટાંવી મારું સર્વસ્વ હું શાંત કરું તને
તારાં અમૃત પીવા આ જીવ તત્પર હવે
કરી દે મને સંતૃપ્ત મારો જીવ વિવહળ હવે.
વૈદેહીની પંક્તિઓ સાંભળીને વિધુ તનમનથી ખૂબ પ્રેમભીનો થયો એણે નજર કરી ચારો તરફને નિશ્ચિંત થયો વૈદેહીનાં ચીર ઉતાર્યા અને સંગેમરમર દેહ જોઇ રહ્યો અને ઉત્તેજનાં એટલી વધી કે પોતાનાં વસ્ત્ર ઉતારીને સીધો વૈદેહીને પોતાનામાં સમાવી લીધી. આ દ્રશ્ય જોઇને સાગર પણ ઘણો પોરસાયો એણે પણ એવી ઉત્તેજના અનુભવી કે ઊંચા ઊંચા મોજાં ઉછાળી વિધુ વૈદેહીને જળનો પડદો કરી આપ્યો.
નિરંતર મૈથુન અને પ્રેમનાં સિસ્કારા અને તૃપ્તિનાં ઓડકાર થયાં અને બંન્ને જણાં એકમેકને વળગી પડી રહ્યાં તોફાન કરતાં સાગર પણ જાણે શાંત થઇ સમી ગયો.
"એય મારાં વિધુ તું સાવ લૂચ્ચો છે.. આવી અંચાઇ કરવાની ? મેં તો હોઠ ધરેલાં તેં તો મારું આખું તન લૂંટી લીધું. ઉપરથી આ સાગરે જોને કેટલી ઇર્ષ્યા કરી બધાં જ કપડાં ભીંજાવી દીધાં.
વિધુએ હસતાં હસતાં વૈદેહીનાં હોઠ ફરી ચૂમી લીધાં અને બોલ્યો અરે સાગરે તો આપણને પડદો કરી આપ્યો કોઇ જુએ નહીં જ્યાં સુધી પ્રેમાલાપનાં બુચકારા શાંત ના થયાં ત્યાં સુધી એ ગરજતો રહ્યો. એની સાક્ષીમાં આજે પ્રથમ મિલન તન થી તનનું થયું... ખારાશ આખી તનમાં ભળી અને મીઠાશ આપણાં હૃદયમાં.
વૈદેહી અને વિધુ ક્યાંય સુધી સાગર કિનારે એકમેકનાં ખભે ચહેરો ઢાળી બેસી રહ્યાં. સૂર્યનારાયણનાં તાજે ક્યારે કપડાં સૂકાઇ ગયાં ખબર નાં પડી અને હૃદયનાં હદ ભીંજાઇ ગયાં બને એકમેકની આંખમાં નજર મેળવી સંતૃપ્તાનો મીઠો સ્વાદ માણી રહ્યાં.
ક્ષિતીજે સૂર્ય અને ધરતીનું મિલન થયું આકાશ આખું સોનેરી અને ભગવા રંગે રંગાઇ ગયું અને બંન્ને જણાએ નક્કી કર્યું ચાલો જઇએ ઘરે અને જતાં પહેલાં એક વચન લઇએ કે આમ કુદરનાં તત્વોની સાક્ષીમાં સંપૂર્ણ પ્રેમસંભોગ કરી શું આજે સાગરની સાક્ષી, પછી સૂર્યનારાયણ, ચાંદની રાત, વનવગડાની વચ્ચે, નદી કિનારે, ઊંચા પહાડ પર, જ્યાં જ્યાં નજર ફરે કુદરત જણાય આપણે ખૂબ પ્રેમ કરીશું આ બધાં જ કુદરતી તત્વોને સાક્ષી બનાવીશું. એમની સાક્ષી ક્યારેય ઉણી નહીં ઉતરે ક્યારેય દગો નહીં દે.
વૈદેહીએ કહ્યું "તું મારો માણેગરતો હતો જ આજથી તું મારાં તન-શરીર મનનો માલિક છે તને જ બધાંજ અધિકાર સમર્પિત કરું છું.
વિધુએ કહ્યું "માલિક નહીં તારો પૂજારી છું તારો પ્રેમપૂજારી તારાં તનને ખૂબ પ્રેમ કરીશ કાયમ તારી રક્ષા કરીશ તારાં તનને રૂપ શૃંગાર કરી સજાવીશ પછી એકમેકને અમાપ લૂંટીશું. બસ તારાં સિવાય હવે કંઇ જ નથી મારાં જીવનમાં તું જ મારી કલ્પના તું જ વાસ્તવિકતા તને જ જીવું જીવીશ.
આમ વાતો કરતાં કરતાં બંન્ને ગલ્લા પાસે પહોચ્યાં અને વિધુએ ફરીથી બે સીગરેટ લીધી અને ગલ્લાવાળાનો આભાર માની બાઇક લીધી. વિધુએ જોયું એની બાઇકની બાજુમાંજ બીજું બાઇક પાર્ક થયેલી એ બાઇક વિપુલની હતી એણે ગલ્લે પાછાં જઇને ગલ્લાવાળાને પૂછ્યું "આ બાઇક કોની છે ? ક્યારે મૂકી ગયું.
"અરે સાબ વો આપ લોગ ગયે પીછે પીછે હી આઇથી વો લોગ ઉસ તરફ ગએ હૈ માલૂમ નહીં એકદમ કડકા ઔર લુખ્ખા કિસમકા આદમી થા સાથમેં કોઇ લડકી થી...
વિધુએ કહ્યું "ઓકે અને દૂર નજર કરી તો વિપુલ અને સંગીતા નજીક આવી રહ્યાં હતાં..
વધુ આવતા અંકે -- પ્રકરણ-7