પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-57 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-57

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-57
સિધ્ધાર્થને પ્રેતયોનીનો સાક્ષાત અનુભવ થઇ ગયો એ ઘણો ગભરાયેલો પણ હિંમત રાખી વૈદેહીનાં પ્રેત સાથે વાત કરીને દરવાજો ખોલાવ્યો.
વૈદેહીએ કહ્યું "વિધુ રંગએનાં ઘરે ગયો છે અને એને હુ મળીશું જ. સિધ્ધાર્થ વિચારમાં પડ્યો કે પેલાં શિવરાજ અને વિપુલ પિશાચોનું શું થશે ? કાયદો સજા આપશે એ પહેલાં તો અહીંજ ન્યાય થઇ જવાનો.
સિધ્ધાર્થ નિરંજન શાહને ટૂંકમાં બધી વાત સમજાવી બધાં ત્યાંથી નીકળી ગયાં અને કાયદાકીય વિધી પતાવવા ની તૈયારી કરવા લાગ્યાં.
**********
વિધુએ ઘરની જાળી ખખડાવી... માં તરત જ જાળી ખોલવા દોડી આવી.. અરે વિધુ દીકાર ? ક્યાં ગયેલો ? તારી કેટલી ચિંતા થયેલી ? તારો ચહેરો તો જો કેવો થઇ ગયો છે ? સફેદ જાણે રૂની પૂણી. અને તું અજાણ્યો છે તો જાળી ખખડાવે છે ? ખૂલ્લી તો હતી મેં આગળો બંધ જ નહોતો કર્યો મારો વિધુ આવશે તો ખોલીને સીધો જ અંદર આવશે.
વિધુએ કહ્યું "હાં માં થોડો કામમાં અટવાયેલો પણ હવે સાવ મુક્ત થઇ ગયો છું કોઇ ચિંતા નથી માં. માં પાપા ક્યાં છે ? મારે એમને જોવા છે ? મારે વાત કરવી છે.
માં એ કહ્યું "અરે ક્યારનો ગયેલો બેસતો ખરો.. થાકી ગયો હોઇશ. તારાં પાપા આવતાં જ હશે મેં કીધુ બિલાડીએ દૂધ અભડાવ્યુ છે બાકીનું થોળી દીધુ અને સવારથી અપશુકન થયાં કરે છે મારી ડાબી આંખ ફરકયા કરે છે. તારાં પાપા પણ કહે મને સૂક્ષ્મ જીવ કયાય છે ગભરામણ થાય છે દિકરા તું ગયો ત્યારથી જીવ તાળવે ચોંટેલો છે કંઇ સમજાતુ નથી તું આવે ચા પીવા જોઇશે રહીને દૂધ લેવા ગયાં આવતાં જ હશે.
વિધુ તું હીંચકે બેસ હું ચાનું પાણી ગરમ મૂકું ત્યાં સુધીમાં તારા પાપા આવી જશે. વિધુ ચૂપચાપ હીંચકે બેઠો અને ત્યાંજ જાળી ખખડી અને પાપા આવી ગયાં. અને એમણે વિધુને જોયો અને બોલી ઉઠ્યાં આવી ગયો મારો દિકરો ? ક્યારનો તારાં નામની માળા જપુ છું ક્યાં ગયેલો ? કેટલી ચિંતા થતી હતી. નિરંજનભાઇને પણ કેટલાં ફોન કર્યો. એક ફોન ના ઉપાડ્યો. બધુ બરાબર છે ને ? દિકરા ? તારાં માટે દૂધ લેવા ગયેલો. તારી માં ક્યારની તારી ચિંતા કરતી હતી કે વિધુ હજી નથી આવ્યો. ક્યાં હશે ? શું કરતો હશે ? નિરંજનભાઇ ફોન નથી ઉપાડતાં...
વિધુને બધુ જ સમજાઇ રહેલું કે માં નું નામ લે છે પણ પાપા જ ખૂબ ચિંતા કરતાં હતાં. બાપ છે ને નરમ ના પડે પણ અંદર હૈયુ વલોવાતું હોય કે વિધુ કયાં ગયો હશે. વિધુએ મનમાં કહ્યું "પાપા મને બધુ જ સમજાય છે હવે તો તમારુ મન પણ વાંચી લઊં છું.
પાપાએ દૂધ ઘરમાં આપી અને વિધુની જોડે હીંચકે બેઠાં અને બોલ્યાં તને નજરે જોયો એટલે જીવતે હાંશ થઇ અને દીલમાં શાતા વળી.
ત્યાંજ માં થોડીવારમાં ચા લઇને આવી અને વિધુને આપી અને પાપાએ લીધી. વિધુ Tમાંની સામે જ જોઇ રહેલો અને એણે ચા તરત જ પી લીધી. ત્યાંજ પાપા વિધુની સામે ને સામે જ જોઇ રહ્યાં. એમને સમજાય નહીં તેવી લાગણી થઇ રહી હતી એમની આંખોમાંથી આંસુ વહેવાં લાગ્યાં. એ કંઇક કહેવા બોલવા માંગતા હતો પણ કંઇ બોલી નહોતાં શકતાં.
ચી પીને વિધુ બોલ્યા.. માં..પાપા મારે એક અગત્યનું કામ છે હું એ પતાવી લઊં એમ બોલી જવાબ સાંભળ્યાં વિના ઉભો થઇ ગયો. અને જાળી કોલતાં જ સામે જાણે મોટો ભડાકો થયો અનેત વિધુ દેખાતો બધ થઇ ગયો જાળી એની મેતે બંધ થઇ ગઇ.
વિધુનાં પાપાએ રડતી આંખેએ જોરથી રાડ પાડી જાણે પોક મૂકી.. ઓ મારાં વિધુ... તું છોડીને ક્યાં ચાલ્યો ગયો ? અને ધૂસ્કે ને ધૂસ્કે રડી પડ્યાં.
માં એ કહ્યું "તમે શું બોલો છો ? આમ પોક કેમ મૂકો છો ? મારાં દીકરાં પાછળ, કેમ આવુ વર્તન કરો છો. પોક તો દીકરો મૂકે આપણી પાછળ.. પણ.. તમે...
વિધુનાં પાપાએ કહ્યું તરુ.. આ તારો દિકરો તો હાથથી નહીં જીવથી ગયો છે આ વિધુ નહીં વિધુનું પ્રેત હતું જે આખરી આપણને જોવા જ આવેલું.. આપણો દીકરો તો આપણને છોડીને ક્યારનો જતો રહ્યો છે..
તરુબહેને ક્યુ વિદુનાં પાપા તમે શું આવુ અમંગળ બોલો છો ? શરમ નથી5 છતે દીકરે તમે એવુ કહો છે ? મારો દીકરો હમણાં તો મારી નજર સમક્ષ હતો.
અજયભાઇએ કહ્યું "હતો એ નહતો થઇ ગયો હું તું ચા આપતી હતી ત્યારે હીંચકે એની પાસે બેઠેલો ત્યારે જ મને વ્હેમ પડેલો હીંચકાં પર એ હતો જ નહીં ફક્ત દેખાઇ રહેલો. એનુ વજન નહોતું કંઇ નહી. મને ખબર પડી ગઇ કે કંઇ ગરબડ છે. આ બ્રાહ્મણનો જીવ અને દેહ છે મારો એહસાસ ખોટો નહોતો જ એણે ચા પીધી મેં જોયું એને 5 સેકન્ડ નથી લાગી.. તરુ હવે વિધુ નથી રહ્યો. નથી રહ્યો. અને બારણે એને કોઇ..
તરુ આપણે વિધુ આપણને છોડીને જતો રહ્યો છે. તરુબહેન કહે તમે શું બોલો છો ? તમેન ખબર છે શું કહો છો ?
અને ત્યાંજ અજયભાઇનાં ફોન પર રીંગ વાગી એમણે તરત જ ફોન ઉપાડ્યો. "હું નિરંજન બોલુ છું તમારા ફોન હતાં પણ હું ખૂબ અટવાયેલો હતો માફ કરજો જવાબ ના આપી શક્યો. પણ અજયભાઇ એક ખૂબજ માઠા સમાચાર આપવાનાં છે કાળજુ કઠણ કરીને તમે સાંભળજો.
અજયભાઇએ કહ્યું "મને ખબર છે મારો વિધુ નથી રહ્યો. વિધુ હમણાં જ અમને મળીને ચાલ્યો ગયો ?
નિરંજનભાઇએ કહ્યું "શું વાત કરો છો ? એને મૃત્યુ થયે તો કલાકો વીતી ગયાં છે એનું શબ લઇને ઘરે જ આવી રહ્યો છું અમને પહેલાં પેલી છોકરીનું શબ એનાં ઘરે પહોંચતુ કરુ છુ મારી સાથે પોલીસ પણ છે બાકીની વાત રૂબરૂમાં કહીશ. ફોન મૂક્યો અને નિરંજનભાઇ પણ અવાક થઇ ગયાં વિધુનો આત્મા અહીં રૂપ ધરીને ઘરે મળવા ગયેલો ?
અજયભાઇ કહ્યું "તરુ હવે તો સાચુને નિરંજનભાઇએ ક્યુ "આપણાં વિદુના અવસાનનો તો કલાકો વિતી ગયાં ચે એ ઘરે આવે છે એની લાશ લઇને.. એ નહીં આવેલો વિધુનો આત્મા એનું પ્રેત રૂપ ધરીને આપણને મળી ગયું.
તરુબહેન અને અજયભાઇ બંન્ને જણાં વિધુની પાછળ પોકે ને પોકે ખૂબ રડ્યાં. એકનો એક દીકોર આવે જીવ છોડી ગયો. સાથે સાથે બધુ જ છોડી ગયો.
************
પોલીસની ગાડી સાથે નિરંજન ઝવેરીની ગાડી વૈદેહીનાં ઘર પાસે આવી અને મહેશભાઇને જાણ કરી મહેશભાઇ અને ઇન્દીરાબહેન વૈદેહીની લાશ જોઇને જ જાણે હોંશ ખોઇ બેઠાં.. ઇન્દીરા બ્હેનને મૂર્છા આવી ગઇ મહેશભાઇએ નિરંજનભાઇ સાથે વાત કરી.. પોલીસે પણ બધી જ વિગત જણાવીને ક્યુ લાશ સોંપવા આવ્યા છીએ બાકીની કાર્યવાહી પછી કરીશું.
ઇન્દીરાબહેની બહેન પણ વૈદેહીની લાશ જોઇને ચીસ પાડી ઉઠ્યો. સાલા સેતાનો અને પીશાચોએ છેવટે મારી દીકરીને પીંખીને મારી નાંખી.. નખ્ખોદ જાય એમનું પોલીસને કહ્યું "તમે એ નરાધમો ને મારી નાંખ્યા કે નહીં ? એમને સજા આપી કે નહીં ?
સિધ્ધાર્થે કહ્યું "બધી જ વિધી થશે કાયદો કાયદાનું કામ કરી આકરીમાં આકરી સજા આપશે જ એમને ખૂબ જ દુઃખ છે તમારી દીકરીને બચાવી ના શક્યાં. વૈદેહીની લાસને કાયદાકીય રીતે સોંપીને તેઓ વિધુનાં ઘરે જવા નીકળી ગયાં.
ઇન્દીરાબ્હેનને એ લોકોએ જણાવ્યુ કે એનો મિત્ર વિધુતનુ પણ અવસાન થયુ છે અને એં ઘરે એની લાશ સુપ્રત કરવા જોઇએ છીએ કંઇક અગમ્ય બની ગયું છે.
*************
વિધુનુ પ્રેત જાળી ખોલીને બહાર નીકળ્યુ અને સામે વૈદેહીનું પ્રેત મળ્યુ ભડાકો થયો અને ત્યાં ધૂમાડો થઇને બંન્ને ત્યાંથી અદશ્ય થયાં...
વધુ આવતા અંકે - પ્રકરણ-58