Pret Yonini Prit... - 51 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-51

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-51
વૈદેહીએ ખુશ થતાં કહ્યું. "મોડે મોડે મારાં માં પાપાની આંખ ખૂલી અને મને આપણાં માંબાબા પર વિશ્વાસ સ્થાપિત થઇ ગયો કે આટલી પીડા ભોગવાની હશે તે ભોગવી પણ હવે તો સારાં દિવસ દેખાડશે અને વિધુ મેં તને ફોન કરેલો યાદ છે ને ?
વિધુએ કહ્યું મને બરોબર યાદ છે વૈહીદુ.. બીજા દિવસે સવારે મેં તને મળવાનો પ્લાન કરેલો મેં નિરંજન સરને ફોન કરીને કીધુ સર હું લેટ આવુ છું થોડું કામ છે એમણે તરત જ કહ્યું "ઓકે વિધુત કંઇ નહીં પણ તું સીધો સાઇટ પર આવજે અને હાં સાવચેતી રાખજે જરૂર પડે તો ગાડી મોકલું તું બધુ જ જોખમ લે છે.. મેં કીધું "સર ચિંતાના કરો હું સીધો સાઇટ પર પહોંચુ છું.
વૈદહી મેં તને ફોન કર્યો "વહીદું હાંશ ચાલો તારાં માપાપા સમજી ગયાં માણસો ઓળખી ગયાં સાચુ જ થયું પણ આપણે આજે મળીએ ? પ્લીઝ ના ના પાડીશ કેટલાય દિવસ નીકળી ગયાં જાણે ભવો ભવ જુદાં રહ્યાં હતાં. તેં મને કહ્યું ના હમણાં જ શક્ય નથી બધુ માં હમણાં બહાર જ નીકળવા નહીં દે.. વિધુ પ્લીઝ થોડી ધીરજ રાખ.
વિધુએ કહ્યું "પણ મારું મન માનતું જ નથી એક નજર તો જોઈ લેવા દે નહીં ક્યાંય જઇએ મળીએ પણ દૂરથી તો મને જોઇ લેવા દે પ્લીઝ કંઇક બહાનું કરીને નીકળને પ્લીઝ તું કહે ત્યાં હું આવી જઇશ દૂરથી જોઇ લઇશ પછી બધુ શાંત થાય તારો હાથ માંગવાં જ આવી જઇશ.
વૈદેહીએ કહ્યું "હાં વિધુ તારો ફોન ચાલુ હતો ને મેં તને કહ્યું હું હમણાં પાછો ફોન કરું છું કંઇક નક્કી કરીને પછી તું મારી રાહ જોજે કંઇક જુગાડ કરું છું.
વિધુ બોલ્યો... "સવારની સાંજ થઇ ગઇ પણ તું નાજ આવી ના તારો ફોન આવ્યો હું કંટાળીને સીધો સાઇટ પર જવા નીકળી ગયેલો અને ત્યાં કોન્ટ્રાક્ટર સાથે મીટીંગ રાખેલી ત્યાંય મોડો પડ્યો પણ ત્યાં મેનેજ કરી લીધું.
વૈદેહીએ કહ્યું "વિધુ આખો દિવસ ઘરમાં મારી સલામતીની જ ચિંતા અને ચર્ચા ચાલુ હતી શું કરું એવાં સમયે બહાર નીકળવું શક્ય જ નહોતું. પણ માંબાબાએ ચાન્સ આપ્યો અને હું સાંજે બહાર નીકળી હું અને માસી બંન્ને બહાર નીકળ્યાં... માં માટે BP ની દવા અને પાપા માટે સુગરનાં ઇન્જેકશન મેડીકલ સ્ટોરમાંથી લાવવાનાં હતાં આ બધાં ટેન્શનમાં માં નું બીપી વધી ગયેલું અને પાપાની સુગર અને તાત્કાલીક કંટ્રોલ કરવા માં એ માસીને દવા લેવા જવા કહ્યું પણ માસી કહે હું અને વૈદેહી બંન્ને જઇને આવીએ છીએ.
માં ને ચિંતા થઇ તમે લોકો એકલાં આમ નીકળશો... મને બહુ ચિંતા થાય છે એ ગુંડા જેવાં માણસોની ફડક પેસી ગઇ છેક. પણ તરત જ જાવ અને તરત પાછાં આવો.
મેં માસીને કહ્યું "હું ચેન્જ કરીને આવું છું એ લોકોતો જવાબ સાંભળ્યા વિનાં જ રૂમમાં ઘૂસી તને મેસેજ કર્યો અને પછી ફોન કે તું બજારમાં નવરંગ મેડીકલ પાસે મોડામાં મોડો 10 મીનીટમાં આવીજા હું માસી સાથે દવાઓ લેવા માટે જઊં છું પણ વિધુ તારો ફોન સતત એંગેજ આવે મેં તને મેસેજ તો કરેલાં પણ ફોન બીઝી જ રહ્યો ત્યારે.
માસી બૂમ પાડી રહી હતી અલી લગ્નમાં તૈયાર થવા આટલી વાર નહોતી કરી અત્યારે ડ્રેસ બદલી આવતાં આટલી વાર ? એવો ટોણો પણ માર્યો મેં કીધુ આવી... અને હું અને માસી એક્ટીવા ઉપર દવા લેવા માટે નીકળ્યાં.
હું ડ્રાઇવ કરતી હતી મનમાં ફક્ત તારાંજ વિચારો કે તું મારાં મીસ કોલ જુએ, મેસેજ જુએ તો સારૂ અને એજ સમયમાં ત્યાં મેડીકલ સ્ટોર આવી જાયતો આપણે મળી શકીએ. હવે માસીને તો વાંધો જ નહોતો ઘરમાં એમ સ્પષ્ટ વાતચીત થઇ નહોતી પણ મારી પસંદગીનાં લગ્ન કરી આપવાની વાત જરૂર થઇ હતી એટલે હું નિશ્ચિંત હતી મારો ચહેરો જ બદલાઇ ગયો હતો માં એ બહુ જ નિરીક્ષણ કરેલું માં પણ હવે ખુશ હતી. બસ આ લોકો સાથે બબાલ થઇ હતી એટલે થોડાં દિવસ સાચવાનું હતું.
હું અને માસી મેડીકલ સ્ટોર પહોચી ગયાં અને ત્યાં જોયું તું નહોતો મેં દવાનો ઓર્ડર કર્યો અને તને પાછો ફોન લગાવ્યો. ત્યારે પણ બીઝી... માસી મને પૂછે કોને ફોન કરે છે ? મેં કીધુ મારાં વિધુને.... માસી હસી મને કહે પ્હેલેથી કરવો જોઇએને... હવે ઘરે જતાં મોડું કરાવીશ તો મોટીને શું જવાબ આપીશ ?
મેં માસીને પછી સાચું જ કીધું માસી ઘરે મારાં રુમમાંથી ક્યારનો ફોન કરુ છું સતત બીઝી આવે છે ખબર નહીં શું કરે છે ? જ્યારે એણે સમય આપેલો ત્યારે આપણે ઘરમાં એવું હતું કે... ત્યાંજ વિધુનો ફોન... તારો ફોન સામેથી આવ્યો મને એટલી હાંશ થઇ કે... મેં તરત જ કીધુ તું નવરંગ મેડીકલ જલ્દી આવ મારી પાસે સમય ઓછો છે ઘરે ચિંતા કરશે. હું અને માસી માં-પાપાની દવા લેવા આવ્યાં છીએ. વિધુ પ્લીઝ જલ્દી આવ પણ સાચવીને હું રાહ જોઊં છું બીજી વાત રૂબરૂમાં અને તે ફોન કાપતાં ક્હ્યુ. હાં હું પહોચુ છું રાહ જોજો...
આપણો ફોન મુકાયો. દવા વાળાએ માસીનાં હાથમાં દવાઓ આપી મેં પૈસાં ચૂકવ્યાં અને તારી રાહ જોતાં જ ઉભાં રહેલાં. વિધુ ત્યાં મોટાં જ અપશુકન થયાં અને ઉભા હતાં ત્યાંજ બાજુમાંથી વિપુલ ઢોર નીકળ્યો અમને જોઇને એ ઉભો જ રહી ગયો અને મોબાઇલ પર કોઇની સાથે વાત કરી રહેલો અને ગભરાયાં કે જરૂર આ પેલા રાક્ષસોને ફોન કરતો હોવો જોઇએ.
માસીએ મને કહ્યું "ચાલ આપણે ઘરે જઇને આ નાલાયક કંઇક બબાલ કરશે આપણે ફસાઇ જઇશુ વિધુતને પછી મળી લેવાશે ચલ એ આ ટ્રાફીકમાં ક્યારે પહોચશે કોને ખબર અને ચર્ચા કરતાં હતાં અને વિપુલ ગાયબ થયો અને બંન્નેએ શાંતિનો શ્વાસ લીધો અને તારાં આવવાની રાહ જોતાં હતાં અને મેં તને ટ્રાફીકમાં ઉભેલો જોયો મારાંથી રાડ નંખાઇ ગઇ કે માસી મારો વિધુ આવી ગયો અને મારી આંખમાં હર્ષના અશ્રુ ઉભરાયાં કેટલાં સમયે મેં તારી ઝાંખી કરી તારુ ધ્યાન નહોતું હું તને હાથ કર્યા કરતી હતી માસી પણ ખુશ થઇ ગયાં કે હવે વાંધો નથી વિધુત આવી રહ્યો છે.
અને ત્યાં અચાનક જ મહેન્દ્રાની કાળી ગાડી આવીને ઉભી રહી એમાંથી ફટાફટ દરવાજો ખૂલ્યો અને એમાંથી કોઇ ગુડા જેવો નીકળ્યો એણે મને પકડી ખેંચીને અંદર બેસાડી દીધી માસીને ધક્કો મારીને પાડી નાંખ્યાં હું જોર જોરથી વિધુ વિધુ બૂમ પાડી રહી હતી.. મારી બૂમ સાંભળીનેં તુ મારી નજીક આવી ગયો હતો એણે માસીને પડતાં જોયાં અને તું એમને ઉભો કરવા રહ્યો. માસીએ કહ્યું "તું વૈદેહીને બચાવ હું ઓકે છું મેં બધુ જ સાંભળ હું રડતી રડતી તને બૂમો પાડી રહેલી તેં ફરીથી બાઇક સ્ટાર્ટ કરી અમારી પાછળ આવી રહેલો એ લોકોએ પછી કાચ બંધ કરી દીધાં દરવાજા લોક હું અંદર રડતી રડતી તને બૂમો પાડી રહી હતી તું પાછળ આવતો હતો એ મને ખબર હતી આટલી ભીડમાં મને આવી રીતે ઊંચકીન મારું અપહરણ કર્યુ કોઇને જાણે કોઇ ફરક નહોતો પડતો.
હું રડી રડીને અધમુઈ થઇ ગઇ હતી મને સમજ જ નહોતી પડતી કે આ લોકો મને ક્યાં લઇ જઇ રહ્યાં છે ડ્રાઇવર હતો એની બાજુમાં વિપુલ હતો પાછળની સીટ પર હું અને મને પકડનાર ગુંડો અને પેલાનો બાપ શિવરાજ હતો મને એટલી જોરથી પકડી હતી કે મારાં હાથમાં બાવડામાં લોહી જામી ગયુ કેટલીયે વાર પછી મને લાગ્યું કે કાર ઉભી રહી અને મોટાં ફાર્મહાઉસ જેવાં ઘરમાં અંદર દાખલ થઇ.
પહેલો જ વિપુલીયો ઉતર્યો એ મારી સામુ ખૂબ ગંદી રીતે હસી રહેલો પેલાં ગુંડાએ મારાં હાથ છોડ્યાં ત્યારે મારાં હાથમાં ચકામાં પડી ગયેલાં મારામાં ખૂબજ અશક્તિ આવેલી હતી છતાં હું લડી રહી હતી મને પેલાએ બહાર ઉતારી પાછળ પેલો શિવરાજ ઉર્ત્યો.
હું ઉતરીને વિપુલીયાનાં મોઢાં પર જઇને થૂંકી "મેં કહ્યું સાલા નામર્દ મારાં વિધુ સામે ઉભા રહેવું હતું તો તને બરાબર સ્વાદ ચખાડત. અને પછી શિવરાજ સામે જોઇને બોલી નામર્દ છોકરાનો આ બાપ મને અહીં લઇ આવ્યાં છો. તો મારો વિધુ પાછળ આવતો જ હશે તમારાં ટુકડા કરશે. આવવાદો એને પછી તમને ખબર પડશે.. મને આમ અપહરણ કરી લાવ્યાં છો તમને પોલીસ જેલનાં સળીયાં પાછળ ઘાલસે યાદ રાખજો.
શિવરાજ આ બધુ સાંભળીને ખડખડાટ હસ્તાં બોલ્યો અરે તારાં તો કાયદેસર લગ્ન થયાં છે જો આમાં મેરેજ સર્ટીફીકેટ છે ગર્વમેન્ટનું એ પૂફ્ર છે. તું મારાં દીકરાની વહુ છે એટલે તને લાવ્યાં છીએ હવે આપણે અહીં ફાર્મહાઉસમાં રહીશું અને રોજ મોજ મજા કરીશું તારો વિધુ અહીં પહોચે તો ખરો ? અને બંન્ને હસવા લાગ્યાં.
વધુ આવતા અંકે - પ્રકરણ-52

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED