પ્રેત યોનિની પ્રીત... - 17 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - 17

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-17
અઘોરનાથે મનસાં તરફ નજર કરીને કહ્યું "એવું તો શું થયું હતું કે માનસ તારોજ પ્રેમી તારાં ઉપર આટલો નારાજ છે ? જેણે તારો ભવ બગાડ્યો એ પિશાચ તો અહીં મેં લટકાવેલો જ છે. શું કરેલું એ નરાધમે ?
માનસ ખૂબ ભડક્યો... બાબા મને ખબર નથી કેમ તમારી વિધાનાં આશીર્વાદથી મને મારો ગયો ભવ યાદ છે. મારાથી ક્યું પાપ થયુ કેમ પ્રેતયોનીમાં જવું પડ્યું ? મારી સાથે શું થયું હતું. મેં કોઇનું બગાડ્યું નહોતું. અઘોરનાથ ત્રિકાળજ્ઞાની હતાં એમણે માનસને કહ્યું તને બધુ યાદ આવશેજ પછી તારાં મોઢે કહેજે.
ત્યાં ગોકર્ણ બાબા અઘોરનાથનાં ચરણે આવીને કહ્યું "છેલ્લી આહુતિ આપવાની છે એમાં કયો સંકલ્પ લઊં ? અહીં બેઠાં છે એમાંથી કોને બોલાવું ?
બાબાએ થોડીવાર આંખો બંધ કરીને કહ્યું "અહીં બંન્ને પિશાચો ઉપર આંટો મારે છે સવાર પડે પહેલાં એમનો નીકાલ લાવવો પડશે. બાબાનાં શબ્દ જ્યાં એમનાં મુખેથી બોલાયાં અને....
શેષનાગ ટેકરીની આજુબાજુમાં ગીરી કંદરાઓ હતી ચારે બાજુ જંગલ ફેલાયેલું હતું. ઘણી જગ્યાએથી પાણીનાં ઝરણાં ધોધ રૂપે પડતાં હતાં એનો અવાજ આવી રહેલો પાછલો પ્રહર ચાલી રહેલો. રાત્રી ઘાટી બની રહી હતી. ક્યાંક ક્યાંક નિશાચર પશુ-પક્ષીઓના અવાજ આવી રહેલો અને બાબાએ ઉપર આભનાં જોઇને કંઇક મંત્રો પઢયાં અને પછી ઉચ્ચ પહાડી અવાજે બોલ્યાં... તમે બંન્ને પિશાચો અહીં ભ્રમણ કરી રહ્યાં છો હજી મારી પકડમાં આવ્યાં નથી પણ તમારો છૂટકારો અહીં થાય કે અહીં રહેલી પારૂને તમે લોકો કંઇ કરી નહીં શકો.
સામેથી અવાજ આવ્યો. જોર જોરથી હસવાનો પિશાચ બનેલાં પ્રેતે કહ્યું "એય બાવા તું અમારું કંઇ ઉખાડી નથી લેવાનો. આ બધાં નબળાં જીવ તારાં વશમાં થાય અમે નહીં અમે બધાં રૂપ લઇ શકીએ છીએ માણસનાં શરીરમાં ઘૂસીને કોઇ પણ કર્મ કરીએ છીએ. અમારી હવસ સંતોષીએ છીએ તારાંમાં શક્તિ હોય તો તું એને બચાવી જો એમ બોલીને સ્ત્રીઓનાં સમૂહમાં જે પારુ બેઠેલી એને ઊંચકી લીધી અને બાબાથી દૂર અંધારામાં ખેંચી ગયાં. પારૂ રડારોળ કરવા લાગી ચીસો પાડીને બોલવાં લાગી બાબા બચાવો બાબા બચાવો. આ પીશાચો મને પીંખી નાંખશે મારું જીવન બરબાદ કર્યું છે મારું મોત પણ બગાડશે એણે જોર જોરથી આક્રંદ કરવા માંડ્યુ એ દેખાતી બંધ થઇ જાણે અંધારું એને ગળી ગયુ ત્યાં બીજા પ્રેત એ ત્યાંથી ખડખડાટ હસતુ એ લોકોની પાછળ ગયું.
અંધારામાં પારુને ખેંચી જઇને એ લોકો એ એમની હવસ સંતોષવા રૂપ ધારણ કર્યું ગોકર્ણએ જોયું કે ક્યાંય અજીત દેખાતો નથી. એણે અજીત અજીત બૂમો પાડવા માંડી.. ગોકર્ણએ કહ્યું જરૂર આ લોકો અજીતને પણ લઇ ગયાં છે. એ લોકો પરકાયા પ્રવેશ કરવા જ લઇ ગયાં છે બાબા બચાવો.
ત્યાં દૂરથી અજીતનો દબાયેલો સ્વર સંભળાયો બચાવો ગોકર્ણ... ઓ બાબા બચાવો અને થોડીક વારમાં અજીતનાં અવાજમાં પ્રેત બોલ્યું એ શું બચાવવાનો હું હવે આને ભોગવીશ... અને પારુની ચીસો સંભળાઇ મને સ્પર્શ ના કરીશ નહીંતર બાબા તને ખાખ કરી નાંખશે મારાથી આઘો રહે..
અજીતે એનાં વસ્ત્ર ઉતારવા ચાલુ કર્યા. સાથે સાથે એ હસી રહેલો.. પારૂલ કંઇ બોલી ના શકે એનાં મોઢાં પર હાથ દાબી દીધો. પારુલનાં નિર્વસ્ત્ર શરીરને સ્પર્શ કરી હવસ સંતોષવા જાય છે ત્યાંજ દૂરથી સળગતો અગ્નિ આવી રહેલો... અજીતનાં શરીરમાં પ્રવેશેલાં પ્રેતે કહ્યું "હું તો બચીશ આ બળી જશે હા હા હાહા શું તમારી શક્તિ છે... આ નિર્દોષને મારશો ?
ત્યાં બાબાનાં શ્લોકનાં પ્રભાવથી અગ્નિ એટલો પ્રબળ હતો કે અજીતનાં શરીરમાં રહેલાં પ્રેતથી આ અગ્નિ સહનજ ના થઇ એ બહાર નીકળી ગયો. નિર્વસ્ત્ર અજીત ત્યાં બેભાન થઇને પડ્યો...
ગોકર્ણ ત્યાં દોડી આવ્યો એણે બેભાન થયેલાં અજીતને વસ્ત્રો પહેરાવ્યાં પારુએ વસ્ત્રો પહેરી લીધાં એ ધુસ્કે અને ધૂસ્કે રડી રહી હતી. અજીતનાં કપાળે ભસ્મ લગાવી દીધી અજીત ભાનમાં આવ્યો. ગોકર્ણ બંન્નેને લઇને મંદિર પટાંગણમાં આવ્યો. પારુ બાબાનાં ચરણોમાં પડીને બોલી "બાબા મને બચાવી લો. તમારી સામે તમારાં આટલાં પ્રબળ પ્રભાવમાં એ લોકો મને લઇ ગયાં. કેટલાય સમયથી એ લોકો મને... મારાથી નહીં સહેવાય... હવે મને મોત આપી દો આમ ક્યાં સુધી હું સહીશ ?
હું ક્યાંય દૂરથી તમારી પાસે આવી છું. મહાશિવરાત્રી નાં દિવસની રાહ જોતી હતી. મારો પ્રેમી ઊંમંગ અમારાં લગ્ન થવાનાં હતાં અને આ બંન્ને જણાં નિલેશ અને પરાગ મારી પાછળ હતાં. ઉમંગ સામે જોર ના ચાલ્યુ બંન્ને જણાંને ઊમંગે મારી નાંખેલાં. ઊમંગ પણ ખૂબ ધવાયો છે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાય છે મને એકલી જાણી આ પ્રેત યોનીમાં થઇ પિશાચ બનેલાં મને હેરાન કરી નાંખી છે કેટલીયે વાર મારું શિયળ લૂટ્યું છે નવા નવા રૂપમાં આવી મને બરબાદ કરી છે. બાબા મને મોત આપો. ઊમંગની સ્થિતિએ એ આ લોકોને મોકળું મેદાન મળી ગયું.
બાબા મેં ઘણાં દોરા ધાગા કર્યા પણ ક્યાંય પરિણામ નથી મળ્યુ આ લોકો રોજ રાત્રે આવી મને પરેશાન કરે છે હું આટલે દૂર ખૂબ મોટી આશા લઇને આવી છું આ લોકોનો નાશ કરો અમને બચાવો અથવા મને મોત આપી દો હવે વધૂ મારાંથી નહીં સહેવાય... બાબા મદદ કરો...
અઘોરનાથ પારુને જોઇ રહેલાં એ એની આપવીતી કહી રહી હતી એ સાંભળી રહેલાં એમણે પારુને કહ્યુ તું નિશ્ચિંત રહે.. એ લોકો કઇ શક્તિનો ઉપયોગ કરે છે હું સમજી ગયો છું પણ હવેથી તારી સામે નહીં આવી શકે તને સ્પર્શવાની વાત દૂર છે. હું હાલ જ એલોકોને સજા આપું છું અને તારી સમક્ષ લાવીને એ લોકોની રાખ કરીશ ભટકતાં જીવોને હું અહીંજ બાંધી રાખીશ અને એ લોકોની મેલી વિદ્યાને કાબૂમાં કરીને મારી વિદ્યામાં ઉપયોગ કરીશ.
બાબાએ સમય બગાડ્યા વિના ગોકર્ણને લાલ અને કાળો દોરો આપીને કહ્યું આ બંન્ને દોરાં પારુ અને અજીત બંન્નેને બાંધી દો અને બાકીનાં દોરો પારુને આપી દે એ એનાં મંગેતર ઉમંગને બાંધી દેશે.
રાત્રીનાં પાછલો પ્રહર થયો છે હવે મળસ્કુ થાય પરોઢનો પ્રહર આવે પહેલાં જ આ લોકોને બાંઘવા પડશે એટલે બ્રહ્મમૂહૂર્તમાં હું એ લોકોનો મારી વિદ્યા માટે ઉપયોગ પણ કરી લઇશ. એટલું બોલીને અઘોરનાથે પ્રચંડ આલાપે બોલ્યાં "અલખ નિરંજન" જાણે ધરા ધ્રૂજી ઉઠી બેઠેલાં બધાં ફફડી ઉડ્યાં.
બાબાએ હાથમાં આહુતિ લીધી... સાથે એક કમળ લીધું એમાં બે સોપારી મૂકી... અગ્નિ ધી નાંખીને પ્રવજલિત કર્યા ચારે બાજુ ઉજાસ છવાયો. બાબાએ આહુતી હાથમાં રાખીને પછી શ્લોક ભણવા માંડ્યાં. એમનાં પ્રચંડ અવાજનાં પડધા સામેનાં ડુંગરાઓથી જાણે પાછા આવતાં હતાં. ક્યાંય સુધી બોલ્યા પછી હવનકૂંડમાં આહુત્તિ આહુત કરીને મોઢાં ડોળાં કાઢીને ખૂલ્લી દિશામાં જોયું અને થોડીવારમાં જ અગનજવાળાઓમાં બંન્ને પ્રેત દેખાયાં બાબા જોરજોરથી હસવા લાગ્યાં...
બાબા બોલ્યાં "બોલો ક્યાં ગઇ શક્તિ ? એક અબળા ને હેરાન કરીને શું પામ્યાં ? હવે તમારો જીવ મુક્તિ પણ નહીં પામે અને પ્રેત પણ નહીં રહો અહીંજ બંધાયેલાં રહેશો અને આ સતત પ્રજવલીત આગમાં શેકાયાં કરશો આજ તમારી સજા છે અને હજી આપદા એટલી પડશે કે નહીં રહે જીવમાં શક્તિ નહીં ક્યારેય મુક્તિ મળે. હું કહીશ એમ વર્તવું પડશે....
બંન્ને પ્રેત અગન જ્વાળા સહી નહોતાં શકતાં નહોતો દેહ છતાં અપાર પારાવાર પીડા સહી રહેલાં. બાબાએ એમનાં પર કોઇ ઇધણ લઇને છાટ્યુ અને બંન્ને જણાં જ્વાળાની મધ્યમાં આવી ગયાં, બાબાએ આંખો બંધ કરી અને....
વધુ આવતા અંકે--- પ્રકરણ-18