Pret Yonini Prit... - 44 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - 44


પ્રેતયોનીની પ્રીત-
પ્રકરણ-44
મનસા એનાં વૈદેહીનાં જન્મ એ સમયનાં કાળ એ ભવમાં વિધુ સાથે માણેલી પ્રણયપળો અત્યારે યાદ કરી કરી નિસંકોચ થઇ બાબા અઘોરનાથની હાજરી ભૂલીને બધુ જ કહી રહી હતી.
વૈદેહીએ કહ્યુ "વિધુ મને તારો પ્રણયકાળ તારો આવો અદભૂત પ્રેમ તારી સાથે માણેલી આવી ભવ્ય પ્રેમભીની પળો કેમ ભૂલાય ? માનવજન્મમાં કદાચ ખૂબ ઓછા લોકોએ આવી પ્રણયક્રીડા માણી હશે. સાચાં દીલતી અનુભવી હશે. મારાં વિધુ તુંજ મારાં માટે સાક્ષાત કામદેવ હતો તારાંથી મેં અગાધ પ્રેમ ભોગવ્યો છે માણ્યો છે તને સમર્પિત થઇને તારું સમપર્ણ પ્રેમમાં અનેક ઘણું ઊંચેરુ હતું કારણ કે પ્રકૃતિ એટલે કે નારી પ્રેમ અને સંભોગ માટેનું જાણે ઘરેલું છે પણ એને સાચી રીતે પૂર્ણ રીતે માણનાર તારાં જેવો માણીગર હોવો જોઇએ.
આ જગતમાં કોણ પ્રેમ નથી કરતું ? કોણ પ્રેમ ચેષ્ટાએ નથી કરતું ? જે પ્રેમી હોય કે લગ્નથી બંધાયેલાં બધાં સ્ત્રી પુરુષ પ્રેમ સંભોગ-મૈથુન બધાં કરતાં હતાં... આજે એ બધુ તારી સાથે માણ્યાં પછી મને અગોચર વિશ્વનાં અનુભવ થયાં પછી હું રોબથી કહું છું મારાં વિધુ કે તારો પ્રેમ બધી જ રીતે અપ્રતિમ હતો.
વિધુ બધાં શરીર સુખ માણતાં હશે. સાંનિધ્યમાં રહેતાં હશે અનેક અલકમલકની વાતો કરતો હશે એકબીજાને ભેટ સોગાદ આપી ખુશ કરતાં હશે. પ્રેમ જતાવતાં હશે. પણ મારાં વિધુ તારાં સાચાં પ્રેમનું સાંનિધ્ય તારાં પ્રેમ ભર્યા ભીના બોલ એ તારો આલ્હાદક સ્પર્શ આજે પણ મને ભીંજવી જાય છે. તું એક નરબંકો એવો પાકયો કે સ્ત્રીને બધી જ રીતે સાચુ સુખ મન દીલ તનનું ભરપુર આપ્યું પરાકાષ્ઠા પ્રેમમાં શું હોય એ તે સમજાવી છે મારાં વિધુ.
તને તારાં મને મળેલાં પ્રેમની શું વ્યાખ્યા કરું તને કહેવા શબ્દો નથી મારાં વિધુ પણ મારાં હરપળ પળ ચાલતાં શ્વાસમા મારાં હૃદયનાં અંતરનાદમાં મારાં મહાદેવનાં નામમાં મારી દરેક પ્રાર્થના પૂજા સમર્પણમાં બસ તારું નામ છે હું તને સમર્પિત છું હું બાકી કોઇ પૂજા-અચર્ના -તપ ના કરુ તોય મને કોઇ પુણ્યની ખેવેના નથી. મારાં વિધુ તું મને કાયમ સમજાવતો કહું તને પ્રેમ કરું છું ને વહીદુ એજ મારી ભક્તિ મારો ધર્મ છે મારી આ પ્રેમલક્ષણા ભક્તિ છે. તારાં જીવને મારો જીવ જોડીને હું સાચાં દીલથી પવિત્ર પાત્રતાથી તને પ્રેમ કરું છું. તને સમર્પિત રહુ છું એજ મારાં માંબાબાનું નામ છે સ્મરણ છે ભક્તિ છે...
ભક્તિનું બળ શું છે ? ભક્તિમાં પ્રેમમાં તરબોળ દીલ એક જ નામ અને સંપૂર્ણ સમર્પણ, ના છલાવો ના દગો કોઇ નકારત્માક ભાવ જ નથી એજ પ્રેમલક્ષણા ભક્તિ...
મારાં વિધુ તેં મને કીધેલું મીરાં કૃષ્ણને. નરસિંહ સૂરદાસ, કબીર બધાં સંત આજ કરતાં એમનાં માટે કૃષ્ણ હતો.. મારાં માટે મારી વહીદુ છે. એમાં પ્રભુનાં સ્વરૂપને સમર્પણ હું તારામાં જ પ્રકૃતિ અને પુરુષનું સમન્વય રૂપ જોઊં છું મારી વહીદુ એટલો અપ્રતિમ પ્રેમ કરુ છું.
વિધુ તને થશે કે તારી પીડાની ફરિયાદ મારા આ કહેવાતાં દગાની ફરિયાદ-પીડા બધાં વખતે મેં કેમ તારો પ્રેમ યાદ કર્યો ? તને પ્રશ્ન થશે પણ આ પ્રશ્નમાં મારાં બધાં જ જવાબ છે મારાં વિધુ... તને શું કહું ?
મારાં વિધુ મારાં જેવી છોકરી -સ્ત્રીને તારાં જેવો આવો પ્રેમી મળે.. પ્રિયતમ પતિ મળે.. એને બીજા કોઇની ખેવાના હોય ? એક માનવ તરીકે જન્મ લીધો હતો. સમાજનાં કુટુંબમાં અને માતાપિતાનાં ઓછાયા નીચે રહેતી ઓશીયાળી હતી છતાં તારાં પ્રેમનો રોબ હતો.. તને એક એક ઘટના કહું સમયનું..
આ જે કહી રહી છું એમાં કોઇ છલાવો કોઇ જૂઠ કે ક્યાંય ખોટું નહીં જ બોલું આ અઘોરનાથ બાબા હાજર છે આ માં માયા હાજર છે એમની સાક્ષીએ કહુ છું મારાં વિધુ..
આટલો પ્રેમ કરનાર પ્રિયતમ મળ્યો હોય પછી એને ગૂમાવી દઊં એવી બેવકૂફ છું ? અને તને ખબર છે ? મારાં વિધુ સ્ત્રીને સહુંથી વધુ સાચાં પ્રેમની તરસ હોય છે અને તું મારાં માટે પ્રેમ સાગર હતો મારાં માટે માન સરોવર જેવો પવિત્ર પારદર્શી હતો મારો મહાદેવ હતો.
તારામાં પળ પળ રહીને તને જ જીવી છું તારો અક્સમાત થયો મને એ થયાં પછી બેત્રણ દિવસ સુધી ખબર જ નહોતી માં એ મોબાઇલ લઇ લીધો હતો અને હું સાવ વિવશ હતી વિધુ તારાં વિના પળ પળ તડપતી તરસતી હતી વારે વારે તારાં શબ્દો તારાં સંબોધાન તારાં મીઠાં ઝગડા તારી વાતો કરવાની શૈલી યાદ આવ્યાં કરતી હતી. ઘરની ચાર દિવારની જેલમાં પણ બસ મને તારું જ મનમાં સાનિધ્ય હતું. તારાં વિનાનાં જીવનની હું કલ્પના જ નથી કરી શક્તી.
મનસા બોલી રહી હતી ક્યારની અવિરત એ વિધુને સાંભળ્યાં પછી એનાં હૃદયની એક એક વળ છૂટી રહેલી જાણે ત્રાદશ્ય વર્ણન કરવા ઉતાવળી હતી.
બાબા અઘોરનાથમાં રહેલ વિધુત બધુ જ સાંબળી રહેલો. પરકાયા પ્રવેશ પછીનાં ગુરુજીનાં રૂપમાં રહેલો વિધુ ચહેરાં પર પ્રેમતો આનંદ એણે જે જે ક્ષણો યાદ કરી અને હરએક પળનું વર્ણન કર્યુ વિધુને પણ બધુ જાણે તાજુ થઇ ગયું. એમની આંખમાંથી વ્હાલના પ્રેમાંશુ વરસી રહેલાં એમનાં અવાજ ગળગળો થઇ ગયેલો વિધુએ બાબાનાં અવાજમાં જ કહ્યુ"
મારી વહીદુ એક એક ક્ષણ તેં આજે તાજી કરી છે એ જન્મનાં પ્રણયની પરાકાષ્ઠા અને પાત્રતા કેવી હતી આપણી એ પછીનાં ઘટનાક્રમમાં આપણાં અપમૃત્યુ પછી પણ પ્રેતયોનીમાં ગયાં ત્યાં પણ સહેવા સાથે કેટલો પ્રેમ કર્યો એની મુક્તિ થયાં પછી આ માનસ મનસાનાં સ્વરૂપે થયેલાં જન્મમાં બધી જ આપણી યાદો જાણે અંકંબંધ છે.
આટલો તને પ્રેમ કર્યા પછી મારાંથી તારો વિરહ જાણે સહેવાયો જ નહીં વહીદુ હું શું કરું. કેવી રીતે જીવુ ? મને સમજ જ નહોતી પડતી કે હું શું કરું ? વહીદુ હું બીજે દિવસે ઓફીસ ગયો પણ ઓફીસમાં મારો જીવ નહોતો લાગતો હું સાવ ખોવાયેલા ખોવાયેલો રહેવા માડેલાં મને મારું કંઇ જ ભાન નહોતું.
વહીદુ ભલે હું ફરજનાં આવતાં કામ કરતો પણ ક્યાંય મન આટલું નહોતું મને નિરંજનસર વારે વારે આશ્વાસન આપતા કામ તરફ વાળતાં.. એમની સાથે પણ મને ખબર નથી શું ઋણાનુબંધની લેણદેણ હતી કે મન એમનાં પુત્રની જેમ સાચવતાં.

રોજ ઓફીસથી છૂટીને ગલ્લે આવીને ઉભો રહેતો.. તારી કોઇ ભાળ નહોતી સાચું કહું તો ભાળ લેવાનું મન પણ નહોતું થતું મારું દીલ ટૂટી ચૂકેલું... મેં મારી જાત તરફ પણ ધ્યાન આપવાનું બંધ કરેલું. હું કોઇજ ખ્યાલ નહોતો રાખતો. હું જીવતો જરૂર હતો પણ યંત્રવત જીવન થઇ ગયેલું. માં પાપા સાથે વાત કરતો એ સોપે એ કામ કરતો ઓફીસ-સાઇટ નાં કામ સંભાળતો પણ ચિત મારું ફક્ત તારાંમાં રહેલું તારાંથી છુટા થયાનો આધાત પચાવી નહોતો શકતો.
ગલ્લે ઉભો રહેલો એકવાર ભૈયાએ મેં માંગી નહોતી તોય જાણે દયા ખાતો હોય એમ સીગરેટ આપી.. મેં લીધી અને બે કસમાં પી લીધી અને ઠૂંઠુ ફેક્યુ એ આશ્ચર્યથી મને જોઇ રહેલો. એણે મને બનારસી પાન ખવરાવ્યુ વહીદુ હુ તને યાદ કરતો કરતો ખાઇ ગયો એનાં મોઢા પર સોની નોટ ફેંકીને ઘરે આવી ગયો.
વહીદુ બીજા દિવસે ફરીથી હું ત્યાં જઇને ઉભો રહ્યો. ઓફીસથી પાછા ફરી હું ત્યાં ઉભો રહેતો મારો જાણે નિત્યક્રમ બની ગયેલો મારી દાઢી ત્થા વાળ વધી ગયેલાં સાવ જાણે બાવરો બની ગયેલો પછી મેં સામેથી સીગરેટ માંગી એણે કહું "વિધુતબાબુ કુછ કડક માલ દૂં ઇસમે આપકો મજા નહીં આયેગા.. એ આપણાં સંબંધે જાણતો હતો તારાં લગ્ન થઇ ગયાં હશે એવું જાણતો હશે. મેં થોડીવાર એની સામે જોયાં કર્યું પછી બોલ્યો કે બોલેગા કે દેગા ભી ? પછી એણે મને બ્રાઉન કલરની મોટી સીગાર આપીને કહ્યુ "બાબુ યે સ્પેશીયલ હૈ આપ સ્વર્ગકી સૈર કરોગે... મેં એના પૈસા ચૂકવીને રીતસર ઝૂંટવીને સળગાવી.. દમ મારાવા માંડ્યો બે-પાંચ મીનીટમાં મને નશો એવો ચઢ્યો આંખો લાલ લાલ..
અને વહીદુ ત્યાં જ એ વખતે ત્યાં વિપુલ આવી મારી સામે જોઇ ગંદી રીતે હસવા લાગ્યો પછી ભૈયાની સામે નજર કરી મને કહેવા લાગ્યો અરે ભૈયાજી દેખો યે મંજનૂ કે હાલ.. લૈલા ભાગ ગઇ ઔર યે ભાઇ બેહાલ... અને એણે મારી સામે જોઇ હસ્યો.
મારો એવો પિત્તો ગયો.. નશો તો ચઢેલો હતો જ અને...
વધુ આવતાં અંકે -- પ્રકરણ-45

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED