Pret Yonini Prit... - 48 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-48

પ્રકરણ-48
વિપુલ બોલીને ગયો અને હું અવાક થઇને સાંભળી જ રહી. આ શું બોલી ગયો કે નથ ચઢાવશે કોઇ અને ઉતારશે કોઇ એટલે ? એટલે એનો અર્થ શું ? આ આવું મને કેમ કહી ગયો મારાં હૃદયમાં થડકો આવી ગયટો બે સેકન્ડ માટે હું હલી ગઇ... મારાં માંબાપ મને ક્યાં પધરાવી રહ્યાં છે એલોકો મને કસાઇવાડે લઇ જઇ રહ્યાં છે ? એમણે એલોકોની બરાબર તપાસ કરી છે ?
પછી મને જ વિચાર આવ્યો... મારે ક્યાં લગ્ન કરવાનાં છે કે મારે આ બધું પણ વિચારવું પડે ? મારાં મન હૃદયમાં સતત વિધુ જ છે રહેશે કોઇ પણ સ્થિતિ પરિસ્થિતિ આવશે હું એનો સામનો કરીશ અને મારાં વિધુને મેં વચન આપ્યુ છે કોઇ પણ સ્થિતિમાં મારી પાત્રતાની પવિત્રતા નહીં જ ગૂમાવું સતત લડતી રહીશ જો મને વિવશ કરશે તો હું જીવ આપીશ બસ સાથે જીવ છૂટે એજ માંગ્યા કરતી હતી.
લગ્નનો દિવસ આવ્યો વિધુ હું હજી મારાં રૂમમાં સૂઇ રહેલી. માં સવારથી કેટલીયે વાર મને ટોકી ગઇ મારાં બેડ પર સાડી-ઘરેણાં બધૂ મૂકી ગઇ હતી કે તૈયાર થઇ જા મૂહૂર્તે પ્રમાણે પહોચી જવાનું છે ચોઘડીયું વીતીના જવું જોઇએ. મારાંમાં કોઇ ચહલપહલનો અણસાર ના જોતાં માસીને જવાબદારી સોંપી કે આને તૈયાર થઇને બહાર લઇ આવ.
માસી મારાં રૂમમાં આવ્યાં એમણે દરવાજો બંધ કરીને ખબર નહીં કેમ મારાં ખભે ચહેરો રાખી રડી પડ્યાં મને વળગી પડ્યાં "મને કહે મોટી સમજતી નથી એને છોકરાવાળાનો પૈસો જ દેખાય છે. મને છોકરામાં ચોક્કસ ગરબડ લાગે છે. મને ત્રાહીતને સમજાતું હોય તો એ તો તારી માં છે એને ચિંતા નથી ?
વૈદહી પૈસો અઢળક છે એ ચોક્કસ પણ મને આમે વહેમ પડ્યો છે કે છોકરામાં રામ નથી કોઇ રીતે તારું જીવન કેવી રીતે વિતશે દિકરી ?
મેં આંખમાં આંસુ લાવ્યાં વિના કહ્યું "માસી મારાં લગ્ન જ થવાનાં નથી ચિંતા કેમ કરો છો ? મને મારાં મહાદેવ પર ખૂબજ વિશ્વાસ છે.
માસી મારી સામે જોઇ રહી મેં ફરીથી એકદમ આત્મવિશ્વાસ સાથે કહ્યું "ભલે મને શણગારી પટાવીને માં પાપા લઇ જાય અને હું આવીશ.... પણ લગ્ન તો થવા જોઇએ ને ? એમને એમનો શોખ પૂરો કરી લેવા દો સામાજીક મોભો બધો લૂંટી લેવા દો... માસી.. જીવન તો મારું છે ને ? શરીર તો મારું છે ને ? એમ મારું શરીર કોઇને અબોટવા દઇને ભ્રષ્ટ કરી દઇશ ? મારાં મનમાં વિધુ વસેલો છે સૂક્ષ્મ પણ મારામાં છે મને હિંમત આપી રહ્યો છે મારું કશુંજ કોઇ નહીં બગાડી શકે.
માં એ તમને બધું જ કહ્યું જ હશે માસી.. કહ્યું છે ને ? કે મેં વિધુ સાથે ગાંધર્વ લગ્ન કરી લીધાં છે હું કોઇની માં મહાદેવની સાક્ષીમાં થઇ ગઇ છું અરે અમે સુહાગરાત ઉજવી લીધી છે. મારાં વિધુએ મારી માંગમાં સિંદૂર પૂરેલું છે.
ખબર નહીં માસી, મંમી, કેમ સમજતી નથી કેમ વિધુ સાથે નથી પરણાવી રહી ? કઇ જીદમાં એ છે મને નથી સમજાતું મારી જીંદગી બગાડી રહી છે.. હું વિધુ સિવાય કોઇની ક્યારેય નહીં થઊં માસી કદી નહીં અને હું ધુસ્કે ને ધુસ્કે ખૂબ રડી.
માસીએ કહ્યું "મને મોટીએ બધુ જ ક્હ્યુ છે બેટા તેં ઘરમાં જાણ વિના આટલું બધું કરી લીધું તમે લોકોએ અનેકવાર શરીર સંબંધ કરી લીધો. મોટી એ ફોનમાં એ બધી ગતિવિધિ નિર્લજ્જ થઇને સાંભળી એને થયું આ છોકરો લગ્ન પહેલાં આવી રીતે કરે ? એનાં સંસ્કાર શું ? એવીતો મારી છોકરી કેવી એનાં લપેટામાં આવી ગઇ કે એણે શરીર સોંપી દીધુ ? મારાં વિશ્વાસનો ધાત કર્યો ? મને તો જણાવવુ જોઇએ ને ? હું તો કાયમ એનો જ પક્ષ લેતી વૈદેહી સિવાય કોઇ મારું નથી અને એ છોકરીએ મારાં વિશ્વાસને દગો દીધો મને કીધુ નહી મને ખૂબ જ ખરાબ લાગ્યુ કે અને છોકરો સાવ સંસ્કાર વિનાનો છે.
વૈદેહીએ કહ્યું "માસી માંની વાત સાચી છે પણ અને પ્રેમમાં એટલાં ગળાડૂબ હતાં કે... બસ થતી ગયું.
માસીએ કહ્યું "પહેલાં તે ભૂલ કરી છે હવે મોટી એ જ ભૂલ કરી રહી છે મને નથી સમજાતું શું થશે ? તારાં પાપાને થોડો વહેમ છે તારાં સાસરીઓ માટે એ થોડી ચિંતા કરે છે પરંતુ હવે મોટી પાસે એમનું પણ નથી ચાલતું દીકાર તુ તૈયાર થઇ જા પ્લીઝ એકવાર મંદિર તો પહોચીયે... જો તારાં મહાદેવમાં તારી શ્રધ્ધા અડગ હશે વિશ્વાસ હશે તો ત્યાં તને કશુ નહીં થાય તારાં ફેરાં તો શું કોઇ વિધી નહીં થાય હું તારાં જ સાથમાં છું ચિંતા ના કરીશ.
માસીની સમજાવટ અને મહાદેવ પરનાં વિશ્વાસે હું તૈયાર થઇ પણ શરીર પર એક ઘરેલું પહેર્યુ નહીં જ. માં આવી એણે જોયું તો ખૂબ જ બગડી મને કહે લગ્નમાં માયરામાં જવાનું છે સમશાન નહીં આ ઘરેણાં કેમ પહેર્યા નથી ? પહેરી લે...
મેં સ્પષ્ટ કયુ. માં હું એ નહીં જ પહેરું થાય એ કરીલે મારો જીવ લઇએ મેં આટલી સાડી તમારાં સમાજ માટે જ પહેરી છે અને હું મંદિર પણ આવું છું મારાં મહાદેવ પાસે.
માસીએ ખબર નહીં માં ને શું સમજાવ્યું કે માંએ ગુસ્સામાં ક્હ્યુ સમજાવીલે એને મોડું થાય છે હમણાં નીકળવાનો સમય થશે.
મેં ઘરેણાં ના જ પહેર્યાં અને સમય થઇ ગયો અને હું માસી ને માં ગાડીમાં બેઠાં... પાપા એ ગાડી ચલાવી પાપાની બાજુમાં નવીનકાકા બેઠેલાં.
નવીનકાકા વારે વારે પાછળ મારી તરફ જોતાં હતાં માં એ કહ્યું "નવીનભાઇ બહુ સમજાવી પણ ઘરેણાં ના જ પહેર્યાં કહે છે એને સ્કીનની એલર્જી છે મારાથી નહીં પહેરાય બોલો શું કરું ? ઘણી સમજાવી પણ...
નવીનકાકાએ મારી સામે વિચિત્ર નજરે જોઇને કહ્યું "કંઇ નહીં ભાભી ઠીક છે એ બધો તો ઠઠારો છે અને તો એ બધું ઉતરી જ જતું હોય છે અને ખબર નહીં મારાંથી એમની નજરો પણ સહેવાતી નહોતી મને દુનિયાનો દરેક પુરુષ મને ગંદી રીતે જોતો લાગતો મારાંથી કંઇ જ સહન નહોતું થઇ રહ્યુ આ મારા લગ્નનું ષંડયંત્ર જ હોય એવું લાગ્યું અને એમાં મારી માં પાપા જાણે ભાગીદાર હતાં. એમની આંખોમાં પાટો જ બંધાયેલ એમને કંઇ દેખાતું જ નહોતુ એ લોકો ક્યા મોહમાં હતા મને ખબર જ નહોતી પડતી મંદિર પહોચતાં વાર લાગી વચ્ચે ટ્રાફીક હતો.
નવીનકાકા આગળની સીટ વરથી પાછળ વળીને વારે વારે મને જ જોઇ રહેલાં પછી બોલ્યાં "દીકરા તું કોઇ વાતે ઓછું ના લાવતી ચિંતા ના કરીશ આ છોકરાનો બાપ મારો ખાસ મિત્ર છે અને મારી ત્યાં અવરજવર હોય જ છે અને ખાસ મિત્રો છીએ. અને ધંધાકીય વ્યવહાર પણ છે.
છોકરો ભલે શરમાળ રહ્યો પણ ખૂબ જ આજ્ઞાંકિત અને ભોળો છે. એનાં બાપનો પડ્યો બોલ ઝીલે છે અને મારી સામે જ નાનેથી મોટો થયો છે તારે કોઇ અગવડ નથી બસ અતુલ્ય પૈસાનાં ઐશ્વર્યમાં આળોટવાનું છે.
દીકરાં સાચી વાત કહું "તારો ફોટો બતાવ્યો ત્યારેજ છોકરાનાં બાપે કહી દીધેલું મારી વહુ તો આજ બનશે.. એટલે કે મારાં છોકરાની વહૂ તો આજ બનસે આટલાં પૈસા અને મહેલમાં તો આવી જ છોકરી રાણીની જેમ શોભી ઉઠશે. મને તરત જ કહ્યું "અમારાં તરફથી સોદો નક્કી.. અરે અરે સોરી સંબંધ નક્કી જ તમે આગળ વધો મારે આજ સંબંધ કરવો છે.
પાપા અને માસી બંન્ને ચમકી ગયેલાં પાપાની ના રહેવાયુ એમણે કહ્યું "અમે નવીન શું બોલે છે તું સોદો ? મારી છોકરા માટે આવાં વેણ કાઢે છે ? આજે લગ્ન છે એનાં અને...
પાપાને રોકીને કહ્યું અમે શું મહેશ તું પણ અરે 24 કલાક ધંધામાં સોદા કરીએ એટલે જીભ પર આવી ગયું મારી છોકરી જેવી છે ચિંતા ના કર રાજ કરશે રાજ.. અને મંદિર આવી ગયું માસીએ મારી સામે જોયું અને આંખથી કંઇક કીધું.
વધુ આવતા અંકે --પ્રકરણ -49

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED