પ્રેત યોનિની પ્રીત... - 33 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - 33

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-33
વિધુ મુંબઇ જવા માટે નીકળી ગયો. સુરતથી નીકળ્યાં પછી હાઇવે પર કાર આવી ગઇ અને નિરંજન ઝવેરીનાં ખાસ વિશ્વાસુ ગુણવંત ડ્રાઇવરની સાથે વાતચીત ચાલુ થઇ ગુજરાત બોર્ડર પુરી થઇ ત્યાં સુધીમાં બંન્ને જણાંની ઓળખ જાણે પુરી થઇ બંન્ને એકબીજાને અનૂકૂળ હોય એવું લાગ્યું.
ગુણવંતભાઇએ પૂછ્યું ભાઇ તમે કંપનીમાં નવા જોડાયા છે પણ આવતાં વ્હેસ જ શેઠનો વિશ્વાસ સંપાદન કરી લીધો છે કહેવું પડે. પણ મોરનાં ઇંડા ચિતરવા ના પડે હું તમારાં ફાધરને પણ સારી રીતે ઓળખું છું. અજયભાઇ તમારાં ફાધર કહેવું પડે... ખૂબ જ વફાદાર અને પ્રમાણિક માણસ છે. શેઠ સાથે ઘણાં વરસોથી કામ કરે છે. પછી તમારામાં જોવું પડે?. આમ વાતો કરતાં કરતાં મુંબઇમાં પ્રવેશ કરી લીધો ખૂબ જ ટ્રાફીક ભીડમાં ગુણવંતભાઇ એમાં પરોવાયા અને વિધુએ વૈદેહીને મેસેજ કરી દીધો કે એ મુંબઇમાં પ્રવેશી ગયો છે કામ નીપટે એટલે પહેલાં મેસેજ કરશે પછી ફોન કરશે.
મુંબઇમાં પ્રવેશી ગયાં પછી બરાબર કલાક દોઢ કલાકે ઝવેરી બજાર પરીમલભાઇને ત્યાં પહોંચી ગયાં. વિધુ એની પાસે ગયો. ધન વૈભવ અને સાહેબી નજરે જોઇ. ઝાકળમાંકળ શોરૂમની અને વિરાટ ઓફીસ એકદમ આત્યાધુનીક હતી બધે જ કેમેરા લાગેલાં હતાં ચૂસ્ત સીક્યુરીટી હતી. ઠંડાં વાતાવરણમાં વિધુએ અંદર જઇ પરીમલભાઇ અંગે પૂછ્યું.. સાથે ગુણવંત બેગ લઇને આવેલો.. અને સીક્યુરીટી કંઇ જવાબ આપે પહેલાં સીક્યુરીટી પર કોલ આવ્યો અને વિધુએ ગુણવંતને ઉપર એમની ઓફીસમાં મોકલવા કીધું.
વિધુ સમજી ગયો કે મારી એન્ટ્રી થઇએ પણ શેઠને ખબર પડી ગઇ અને બીજી સેકન્ડે મને ઉપર બોલાવી લીધો કહેવું પડે... જોરદાર કામ છે. ટેકનોલોજીનો કેટલો ઉપયોગ થાય છે. સીક્યુરીટી બંન્નેને પરીમલભાઇની પહેલાં માળની ઓફીસે મૂકી ગયો.
"યસ વિધુત કમ ઇન.. ગુણવંત કેમ છે ? તારાં શેઠ મજામાં ? ગુણવંતને તરત જ ઓળખી ગયાં એમ કાયમની અવરજવર બંન્ને એમની સામે બેઠાં.
પરીમલભાઇએ કહ્યું "વિધુત તારી બધીજ માહિતી નિરંજને મને આપી દીધી છે એટલે તને ઓળખતાં વારના થઇ.. હું પરીમલ ઝવેરી.. તારાં શેઠ સાથે વરસોથી સંબંધ અને ધંધો છે. તારો શેઠ સુરતનો કીંગ છે. પણ ડાઉન ટુ અર્થ વેપારી એનાં જેવો બીજો મેં નથી જોયો.
વેલ તુ શું લઇશ ? ચા-કોફી-કોલ્ડ્રીંગ્સ .. બધુ કામ પતી જાય એટલે તું અને ગુણવંત જમીને જઇ શકો છો. વિદુ ક્યારનો સાંભળી રહેલો એણે કીધું "સર થેંક્યુ પહેલાં કામ જ પતાવી એ અને હું સર કોફી પીશ આપની સાથે પરીમલ ઝવેરીએ હસતાં હસતાં ત્રણ કોફી મંગાવી..
વિધુએ પરીમલ ઝવેરીને લાવેલા એ 10 લાખ ભરેલી બેગ સપ્રુત કરી.. ચેક કરાવી લેવાં કહ્યું અને હીરાનું પડીકુ સાથે ડ્રોઅરમાંથી પડીકું.. કાઢ્યું અને ખોલીને વિધુને બતાવ્યું એમાં ઝળહળતાં ચમકતાં અસલી હીરા હતાં વિધુએ ખૂબ ધ્યાનથી જોયાં પછી પરીમલ ઝવેરી સામે જોઇને કહ્યું "મને આની કિંમત ખબર નથી એ મારાં શેઠ જાણી શકે એમાં કેટલાં હીરા છે તું જોઇ લઊ પરીમલ ઝવેરીએ કહ્યું. "ચોક્કસ તું ગણી લે એજ સાચું અને પછી ગુણવંતની સામે જોઇ ક્યુ આજ સુધી કોઇએ હીરા ગણ્યાં નથી.. પણ વિધુત બરોબર કરી રહ્યો છે...
વિધુએ કહ્યું "સર હું પ્રથમવાર આ કામે નીકળ્યો છું હીરાને કેવી રીતે પરખાય ? શું કિંમત આંકી શકાય મને કોઇ એવું નોલેજ નથી પણ જેટલું જાણી શકું એટલું કરું.
પરીમલ ઝવેરીએ કહ્યું તું ભલે હીરા પારખી કે આંકી શકતો નથી પરંતુ તારો શેઠ સાચો હીરા પારખું છે.. એને ક્યારેય વાંધો નહીં આવે અને હસી પડ્યાં.
વિદુનું ધ્યાન હીરા ગણવાનું હતું. એણે ગણી એજ કાગળની કાપલીમાં લખી પડીકું વાળી પેક કરીને મલમલનાં બોક્ષમાં મૂકી.. એક બીજા બટવામાં મૂકી દીધું. અને તરત જ નિરંજન ઝવેરીને ફોન લગાવ્યો એમનાં પ્રાઇવેટ નંબર ઉપર નિરંજન ઝવેરીએ તરતજ ઊંચક્યો "હાં વિધુ પહોચી ગયો ? ઝવેરી પાસે ?કોઇ અગવડ નથી પડીને ?
વિધુએ કહ્યું "ના સર સરસ રીતે પહોચી ગયાં અમે બંન્ને પરીમલ સર પાસે જ છીએ.. મેં એમને આપે આપેલ કેશ આપી દીધી છે અને હીરા પણ મેં લઇ લીધાં છે અને.. પહેલાં પરીમલ સાથે વાત કરીલો કન્ફર્મ કરો પછી બીજી વાત કરીશ... એમ કહી ફોન પરીમલ ઝવેરીને આપ્યો.
પરીમલ ઝવેરીએ ફોન લઇને કહ્યું "નિરંજન તારાં મોકલાવેલ દસ લાખ પૂરા મને મળી ગયાં છે મેં એનું કન્ફર્મેશન તને મોકલી દીધું છે. હીરા મેં આપી દીધાં છે પણ તેં હીરો બરાબર પારખ્યો છે.. વાંધો નહીં આવે એમ કહીને હસવા લાગ્યાં.
વિધુએ એમની વાત પુરી થયો કહ્યુ સર મને ફોન આપ્યો શેઠ સાથે હું વાત કરી લઉં. પરીમલ ઝવેરીએ ફોન વિધુને આપતાં કહ્યુ "કન્ફર્મ થઇ ગયું તું વાત કરીલે.
વિધુએ નિરંજન ઝવેરીને કહ્યું સર તમે સોંપેલુ કામ પુરુ થઇ ગયું છે હું મારું થોડું કામ પતાવી આવુ ત્યાં સુધી ગુણવંતભાઇ અહી પરીમલસરને ત્યાંજ બેસે હું નિપટાવીને આવું છું જેથી જોખમ લઇને બજારમાં નીકળવું ના પડે.. હું મારી રીતે પાછો આવી જઊં છું.
નિરંજન ઝવેરીએ કહ્યું "પણ તારે કાર નથી જોઇતી ? વિધુએ કહ્યું ના સર હું રીક્ષા કે ટેક્ષી કંઇ પણ કરી લઇશ ખોટું જોખમ સાથે લઇને ફરવું ? રીસ્ક નથી લેવું. નિરંજન ઝવેરીએ કહયું "ઓકે અને ગુણવંતને ફોન આપવા કીધું. ગુણવંતને ફોન આપ્યો. નિરંજનભાઈએ ગુણવંતને કહ્યું તું ત્યાંજ બેસ તારી પાસે જોખમ છે...વિધુ જઇને આવે ત્યાં સુધી ત્યાં જ રાહ જોજો. ગુણવંતે ઓકે કીધુ ફોન મૂકયો. વિધુ પરીમલ સરની રજા લઇને નીકળ્યો.
વિધુ જેવો બહાર નીકળ્યો. પરીમલ ઝવેરીએ નિરંજન ઝવેરીને ફોન લગાવ્યો. "નિરંજન.. તેં રાખેલો આ છોકરો પ્રમાણિક અને હોશિંયાર અને સચેત છે કોઇ ચિંતા કરવા જેવી નથી... આને સાચવજે મારે અને તારે આ બધાં કામનાં વરસો નીકળી ગયાં.. આટલો ત્વરીત હોશિયાર પ્રમાણિક નથી મળ્યો.
હાં પરીમલ તારી વાત સાચી છે એનો બાપ પણ આપણી પેઢીમાં છે એનાં સંસ્કાર જોઇને જ રાખ્યો છે.
બંન્ને જણાંએ ધંધાની બીજી વાતો કરીને ફોન મૂક્યો. પરીમલ ઝવેરીએ ગુણવંતને કહ્યું "તું આરામથી આપણી ઓફીસમાં બેસ વિધુત આવે ત્યાં સુધી અને ચા-કોફી જમવાનું બધુ છે જ એટલે કાયમની જેમ અહીજ કરી લેજે હું સ્ટાફમાં સૂચના આપી દઊં છું. તારાં માટે કાંઇ અજાણુ નથી એટલે મને ચિંતા નથી પણ એ પડીકું તારી અંદરની બંડીનાં ખીસામાં મૂકી દે.. પછી અહીંથી બહાર નીકળજે.
ગુણવંતે સૂચનાનું પાલન કરી અંદરના છૂપા ખીસ્સા પડીકું સરકાવી દીધું. અને શેઠનો આભાર માની ચેમ્બરની બહાર નીકળ્યો અને પરીમલ ઝવેરી સીસીટીવીમાં જોઇ રહ્યાં.
પરીમલ ઝવેરીની ઓફીસથી બહાર નીકળીને વિધુએ પહેલાંજ વૈદેહીને મેસેજ કર્યો. વૈદહીએ જવાબમાં સીધોજ ફોન કર્યો. વિધુ તું ક્યાં છું ? તારો પહેલાં મેસેજ આવ્યો ત્યારે જ મેં ઘરમાંથી નીકળવાનો જુગાડ કરી લીધેલો. આપણે ક્યાં મળવું છે ? હું અંધેરી છું.
વૈદેહીએ એક કામ કર અંધેરી સ્ટેશનની બહારજ મેગેઝીનવાળાનું કાઉન્ટર છે ત્યાં જ ઉભી રહુ છું તું અહીં આવીજા આ વેસ્ટ સાઇડ આવજે. અંધેરી વેસ્ટ અને વિધુએ ઓકે કહી ફોન મૂક્યો.
વિધુએ પહોંચી વૈદેહીને શોધી લીધી અને એણે વૈદહીને જોઇ વળગી જ પડ્યો. ના વિચાર, શરમ સંકોચ બસ વ્હાલથી વળગી ગયો અને વૈદેહીને ચૂમી લીધી.
વૈદેહી એ પણ વિધુને પ્રેમ કર્યો થોડીવાર વિધુની આંખમાં જ જોઇ રહી.. બંન્નેની આંખોમાં અશ્રુબિંદુ આવી ગયાં. બંન્ને ફરીથી વળગીને એકબીજાને ચૂમી લીધાં.
વિધુએ કહ્યું કેટલાં દિવસે તને જોઇ. જાણે ધરાવો જ નથી થતો. માય લવ માય ચીકુ… ખૂબ મીસ કરતો હતો.
વૈદેહીએ કહ્યું "બે દિવસથી મને કંઇક અગમ્ય જીવ બળયા કરે છે વિધુ ચાલને ક્યાંક ભાગી જઇએ મારાંથી વિરહ નથી સહેવાતો..
વધુ આવતા અંગે -પ્રકરણ-34