Pret Yonini Prit... - 54 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-54

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-54
શિવરાજનાં માથે વાસનાનું પૂર ચઢેલું એણે રૂમ બંધ કરી લેચ લોક કરી દીધી. નિશ્ચિંત થઇને એસી થી ચીલ્ડ રૂમમાં પ્રવેશ કરી વૈદહીની સામે જ કપડા વોર્ડડ્રોપમાંથી કાઢીને બદલ્યાં. વૈદેહીએ આંખો બંધ કરી મોઢું ફેરવીને બેઠી હતી.
શિવરાજે પરફ્યૂમ છાંટ્યું પછી પલંગ પર ચઢ્યો અને વૈદેહીની સાવ નજીક જઇને એને સ્પર્શ કરવા હાથ લાંબો કર્યો.
વૈદેહીએ નશામાં ધૂત થયેલાં શિવરાજનાં કાંડા પર પોતાની પાસે રાખેલી સાણસી જોરથી મારી અને શિવરાજ ઓય કરતો પીડાથી બૂમો પાડવા માંડ્યો એને સખ્ત કળતર થઇ રહ્યુ હતું.
શિવરાજ હવે ભૂરાયો થયો માથામાં અને કાંડામાં ઇજા થઇ હોવા છતાં વૈદેહીને ભોગવવા માંગતો હતો એની વાસના હવે જાણે ઉભરાઇ રહી હતી.
વૈદેહી પલંગ પરથી ઉતરીને શિવરાજની અંતર બનાવી ફાંફા મારી રહી હતી કે હવે કેવી રીતે બચવું. આ પિશાચથી અને પલંગની બાજુમાં પડેલો નાઇટ લેમ્પ ઉઠાવ્યો અને શિવરાજ સામે ધર્યો. શિવરાજ પિશાચી હાસ્ય કરતાં બોલ્યો "બેબી હવે તું ક્યાંય જઇ નહીં શકે હવે તું મારાથી બે આંગળ જ દૂર છે. તને ખબર છે બે આંગળ દૂર હોવા છતાંય હુ તને પકડીને ભોગવી લઇશ એમ કહી ક્રૂર રીતે હસવા લાગ્યો.
વૈદેહીએ મરણીયા થઇને નાઇટલેમ્પ વીંઝવા માંડ્યો નાઇટ લેમ્પ ઉપરનો શેડ મોટો હતો અંદર ગોળો નાંખેલો હતો હવે શિવરાજે નાઇટલેમ્પની સ્વીચ ઓન કરી દીધી.
વૈદેહીએ કહ્યું "આ તેં સારુ કર્યુ એમ કહીને નાઇટ લેમ્પનો શેડ શિવરાજનાં ચહેરાં તરફ કરી દીધો ગોળાનો પ્રકાશ શિવરાજનાં ચહેરા પર પડ્યો એનો ચહેરો એકદમ વાસનાથી ભરપૂર અને લોહી નીંગળતો હતો વૈદેહીએ હવે એનાં માથામાં ઇજા થયેલી જગ્યાએ મારવા માટે ઉગામવા ગઇ અને એક અકસ્માત થયો.
નાઇટલેમ્પનો વાયર એનાં પગમાં ભરાયો અને એ બેલેન્સ ગુમાવીને બેડ પર પટકાઇ અને નાઇટ લેમ્પનો શેડ એના માથાં પર ભટકાયો બલ્બ ફૂટી ગયો અને શેડનો બલ્બ વાળો ભાગ એમાંથી છૂટવા હાથ લંબાવ્યો અને બલ્બનાં તૂટેલા ભાગનાં અંદરનાં હોલ્ડર પર લાગ્યો અને વીજળીનો ભયંકર કરંટ લાગ્યો અને વૈદેહીએ મોટેથી દર્દભરી ચીસ પાડી.. એ ક્યાંય સુધી ચીસો પાડી રહી એ એવી ચોંટી કે એની ચીસ ધીમે ધીમે શાંત પડતી ગઇ એનો ચહેરો અને હાથ સાવ કાળા પડી ગયાં.
શિવરાજને નશાની હાલતમાં કંઇ ખબર નહોતી પડી રહી એ બોલ્યો એય બધાં નાટક બંધ કર ચાલ મારે વશ થઇ જા અને એણે મોટો ઘૂંટ મારીને ટેબલ લેમ્પ ને જોરથી લાત મારી હટાવી દીધો. ટેબલ લેમ્પ છૂટીને દૂર જઇ પડ્યો.
વૈદેહીનાં દેહમાં એક ઝટકો આવ્યો અને પછીએ ઉછળીને નીચે ગાદીમાં પડી.
શિવરાજ નશાવાળી આંખે એને જોઇ રહ્યો અરે વૈદહી માય ડાર્લીંગ તું દોડી-દોડાવીને થાકી ગઇ લાગે છે વાહ તેં આ સારુ કર્યું અને શિવરાજ વૈદેહીનાં હોઠ પર હોઠ મૂકી દીધાં.
"હું તને ક્યારનો કહેતો હતો તું મને સ્વીકારી લે મારી થઇ જા.. માની ગઇને છેવટે.. હવે એ તને કેવો પ્રેમ કરુ છું તને રાણી બનાવી દઊ... તું કહે એ તને આપી દઊં એમ કહી વૈદેહીનાં નિશ્ચેતન દેહ પરથી વસ્ત્રો ઉતાર્યા અને ભૂખ્યાં વરુની જેમ તૂટી પડ્યો..
ક્યાંય સુધી વૈદેહીનાં દેહને ચૂંથ્યો પછી શિવરાજ એની બાજુમાં જ સૂઇ ગયો.
*************
વિધુ દરવાજાની ઉપર ચઢીને ફાર્મહાઉસની અંદર ઉતારવા પ્રયત્ન કરતો હતો પરંતુ અંદરથી સીક્યુરીટીવાળા અને બીજા માણસો લાકડીઓનાં ફટકાં મારી રહેલાં અને એક ફટકો વિધુને માથામાં વાગ્યો અને એ બહારની બાજુ પડી ગયો. એનાં માથામાંથી લોહી નીકળવા માંડ્યુ અને અગાઉ ત્યાં ઘા થયેલો હતો એનાં પર જ ધા થયો.
એ કણસતો કણસતો ઉભો થવા પ્રયત્ન કરવા લાગ્યો અને ત્યાં ત્રણ મોટી ગાડીઓ આવી પહોચી અને ગાડીની લાઇટો વિધુ પર પડી રહેલી એ બધાનાં સ્પષ્ટ દેખાઇ રહેલો. અને ત્યાંજ ઝાપામાંથી બહાર વિપુલ નીકળ્યો. વિપુલ જેવો બહાર નીકળ્યો એવો અંદરથી સીક્યુરીટી વાળાએ શિવરાજનાં આદેશ પ્રમાણે ગેટ બંધ કરી દીધો.
ગાડીમાંથી નિરંજન ઝવેરી અને એમનાં માણસો ઉતર્યા. નિરંજન ઝવેરીએ વિધુને જોયો અને પછી વિપુલ પર નજર પડી એમણે આદેશ કર્યો વિધુતને ગાડીમાં ઉંચકીને લઇ લો અને આ રાસ્કલને પણ પકડીને ડેકીમાં નાંખો. સીટ પર ના બેસાડશો પાછળ ડેકીમાં નાંખો.
એમનો માણસોએ વિધુતને ઉચકીને મોટી ગાડીની પાછળની સીટ પર સૂવાડયો એનાં માથામાંથી લોહી નીકળી રહેલું નિરંજન સરે ત્વરાથી એમનો હાથરૂમાલ કાઢી વિધુનાં માથે બાંધી દીધો.
વિધુત ધીમે ધીમે ભાન ગુમાવી રહેલો. નિરંજન ઝવેરીએ તરત જ નિર્ણય લીધો. વૈદેહીને પછી લઇ જઇશું પહેલાં આનો જીવ બચાવવો અત્યંત જરૂરી છે પેલાં નરાધમને સાથે લો અને બધાં જ ત્યાંથી પાછા જવા નીકળી ગયાં.
પાછલી સીટ પર વિધુતને સૂવાડેલો એના માથામાં ઇજા પહોચી હતી. નિરંજન ઝવેરીએ તાત્કાલીક એને ઇમરજન્સીમાં એમનાં ડોક્ટર મિત્રને ત્યાં લઇ ગયાં. ત્યાં પહોચીને એને તાત્કાલીક સારવાર અપાવી.
ડોક્ટરે ઘા જોઇને કહ્યું "સારુ થયુ તમે ઝડપથી લઇ આવ્યાં લોહી ઘણું વહી ગયુ છે જો વધુ સમય થાત તો આ ભાનમાં જ ના આવત. નિરંજન ઝવેરીએ કહ્યું " જે કરવું પડે કરો એને બચાવો. ડોક્ટરે ડ્રેસીગ કરી લોહી બંધ કર્યુ અને ઇન્જેક્શન આપ્યાં. ડોક્ટરે ક્હ્યુ ચિંતાજનક નથી એ ભાનમાં આવી જશે તાત્કાલીક સારવાર મળી છે એટલે વાંધો નહીં આવે.
નિરંજન ઝવેરીએ માણસોને કહ્યું પેલાને ડેકીમાંથી હમણાં બહાર કાઢશો જ નહીં ભલે અંદર રીબાતો એનો શ્વાસ ઘૂંટાતો સાલાને મરવા દો. પછી જોઇશું. પછી કહ્યું તમે તમારી ગાડીઓ લઇને આપણી સ્કીમ પર પહોચો ત્યાંજ મારી રાહ જુઓ આને કાઢશો નહીં હું વિધુતને ભાન આવે પછી જ આવું છું.
બધા માણસો સ્કીમ પર જવા માટે નીકળી ગયાં.
4-5- કલાક નીકળી ગયાં. નિરંજન ઝવેરીએ વિધુનો ઘરે ફોન કરીને જણાવ્યું કે વિધુને ફરી અક્સમાત થયો છે પણ હવે ચિંતાજનક નથી. હું એને ઘરે લઇને આવીશ તમે ચિંતા ના કરશો.
વિધુની માં એ કહ્યું "ભાઇ તમારો ઉપકાર કેમ કરીને ભૂલુ ? આ જન્મમાં તમે મારાં વિધુનાં તારણહાર બનીને આવ્યાં છો. એનાં પાપાએ ફોન લેતા નિરંજન ઝવેરી પાસેથી બધી માહીતી લીધી. એની માંએ કહ્યું "જ્યારથી મારો છોકરો એ છોકરીની સંગતમાં આવ્યો છે ત્યારથી એનાં જીવનમાં જાણે રાહુ જ આવી ગયો. ખબર નથી છોકરાનો જીવ લઇને જંપશે. વિધુનાં પાપા તમે મહાદેવને પ્રાર્થના કરો મારો વિધુ સારો નરવો ઘરે આવે.
નિરંજનભાઇએ એ લોકો સાથે વાત પુરી કરી અને વિધુનાં શરીરમાં સંચાર થયો એને ભાન આવી ગયું એણે આંખો ખોલીને બોલ્યો "વૈદેહી ક્યાં છે ? હું અહીં કેમ છું ? નિરંજનભાઇને જોઇને કહ્યું "સર... સર... વૈદેહી ક્યાં ? એ પેલાં પિશાચોની વચ્ચે ફસાયેલી છે મારે એને બચાવવી છે સર પ્લીઝ મને એની પાસે લઇ જાવ.
નિરંજનભાઇએ કહ્યું "આવી સ્થિતિમાં તને ક્યાં લઇ જઊ ? તારે આરામની જરૂર છે. વિધુત બેડ પરથી ઉભો જ થઇ ગયો સર. મને કાંઇ નથી થવાનું.. પ્લીઝ સર મારો જીવ બળી રહ્યો છે મને અમંગળ ભણકારા થઇ રહ્યાં છે મારી વૈહીદુ સલામત નથી ચોક્કસ.. કંઇ... સર પ્લીઝ મને એની પાસે લઇ જાઓ.
નિરંજન ઝવેરીએ ફોન કરીને માણસો પાસે વિગત માંગી કે શું હાલચાલ છે ? પેલાને જુઓ શુ કરે છે ?
વિધુએ પૂછ્યુ "સર પેલો કોણ ? વૈદેહી આપણી પાસે છે ? તમે બચાવી લીધી ? પેલાં શિવરાજને પકડ્યોને શું થયુ મને કહોને.
નિરંજનભાઇએ ટૂંકમાં બધુ જ જણાવ્યું વિધુની આંખોમાં અંગારા ભડક્યા.. એણે ખૂબ દાઝ કાઢતા કહ્યું સર એને અહીં બોલાવો એને ત્યાં સાથે લઇ જઇને સર.. બોલાવો એને...
વધુ આવતા અંકે -- પ્રકરણ-55

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED