પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-37
પરકાયા પ્રવેશનો પ્રયોગ સફળ થયો હતો. અઘોરનાથ ખૂબજ ખુશ હતાં. ગોકર્ણ બધીજ ગતિ વિધીનો સાક્ષી બની રહ્યો હતો. મનસા બાબાની મંત્રશક્તિથી સંમોહન સ્થિતિમાં અત્યારે પ્રેત યોનીની પીડા પહેલાનાં વૈદેહીનાં જન્મ સમયમાં જીવી રહી હતી અત્યારે સંપૂર્ણ વૈદેહી બની ચૂકી હતી અને એમાંજ વિતી ગયેલી ક્ષણો અને જીવન જીવી રહી હતી.. એને હવે દરેક પળ ખૂબ કઠીન લાગી રહી હતી એની વાચા કંઇ બોલવા માટે પણ શક્તિમાન રહી નહોતી.
માનસનું શરીર માં માયાનાં મંદિરમાં માનાં ચરણો પાસે ગોકર્ણએ રાખેલું હતું.. ચારેબાજુ સાવ નિરવશાંતિ હતી શેષનાગ ટેકરી પર માત્ર છ જણાં જ હાજર હતાં બાકી બધાં જ નીકળી ચૂક્યાં હતાં. એમાં અઘોરનાથ-ગોકર્ણ મનસા-માનસ અહીં યજ્ઞવેદી પાસે હતાં જેમાં મનસા ધારણ કરેલા શરીરે મનસા પણ જીવ આગલાં જન્મમાં વૈદેહીનાં રૂપમાં હતો. માનસનો જીવ અઘોરનાથમાં જીવતો હતો સંપૂર્ણ વિધુતનાં સાક્ષાત્કારમાં હતો જેમાં બાબા સાક્ષી હતાં. ગોકર્ણ માં માયાનાં મંદિરમાં હાજર હતો.
અજીત અને બીજો સાથીદાર અજય કામમાં વ્યસ્ત હતાં. હવનયજ્ઞની વેદીમાં અઘોરનાથ આંખોની વિશાળતા દર્શાવીને ઊંચા સ્વરે મંત્ર બોલીને આહુતી નાંખી રહ્યાં હતાં. કંઇ અધૂરી વાસનાએ આ બંન્ને પ્રેતયોનીમાં ગયાં અને વિધુ-વૈદેહીનાં જીવન સમયે એવું શું શું બની ગયું કે અકાળે મૃત્યુ એમને પ્રેત યોનીમાં લઇ ગઇ.. એમાં વિધુની પારાવાર પીડા જે વૈદેહીએ ન્હોતી જાણી અને વૈદેહીની વિવશ સ્થિતિ વિધુને અકાળ મૃત્યુ તરફ લઇ ગઇ.
અઘોરનાથમાં રહેલાં વિધુએ મનસામાં રહેલી વૈદેહીને કહ્યું
તને મળીને મુંબઇથી હું પાછો ફરી રહેલો હું ખુબ જ ખુશ હતો તને મળેલાં ખૂબ પ્રેમ કરેલો મારાં શેઠનું કામ સફળતા પૂર્વક કરીને આવેલો.
રસ્તામાં મનોરથી બીયરનાં ટીન લીધાં. પીધાં ખૂબ મસ્તીમાં હતો તને મેસેજ લખેલો.. અને રાત્રીનાં અંધકારમાં અમારી ગાડી પાછળ કોઇની પીછો કરતી કાર હતી અને ખબર નહીં શું થયું ? એ કાર ટેન્કર સાથે અથડાઇ ગઇ મોટો ધડાકો થયો. અમે પરવા કર્યા વિના આગળ નીકળી ગયાં. શેઠનાં ઘરે પહોંચ્યા અને શેઠને એ સમયે બીજી કોઇ વાત ના કરી રાત્રી ખૂબ થઇ ગઇ હતી..ગુણવંતકાકા પાસેથી હીરાનું પડીકું લઇને શેઠને સપ્રુત કર્યું. શેઠને જોઇ લેવા ચેક કરવા કહ્યું શેઠે અમને બેસાડ્યા અને એમનાં રૂમમાં ગયાં ત્યાં સુધીમાં મહારાજ પાણી આપી ગયેલો. થોડીવારમાં શેઠે આવીને કહ્યું "બધું બરાબર છે હીરા સરસ આવ્યાં છે રાત્રી ઘણી થઇ ગઇ છે તમે લોકો ઘરે જવા નીકળો પછી ગુણવંતકાકા મને ઘરે મૂકીને પાછાં શેઠનાં બંગલે જતાં રહ્યાં.
*****************
વૈદેહીએ કહ્યું "તને મારી દશાની કંઈ ખબર જ નથી માં ને બધી ખબર પડી ગઇ હતી મેં કબૂલાત કરી લીધેલી માંએ મને ના કહેવાનાં વેણ કીધાં હતાં હું રડી રડીને અડધી થઇ ગઇ હતી. માં એ ચુકાદો આપી દીધો હતો કે તારાં લગ્ન હવે એ વિધુત સાથે કદી નહીં થાય ભલે તારું શિયળ અભડાયુ તે નીચકામ કર્યા પણ એની સાથે પરણાવીને તારી ભૂલને સાચી નહીંજ ઠેરવું.
બાબામાં રહેલાં વિધુએ કહ્યું" મે તને રાત્રે સૂતાં ફરીથી મેસેજ કરેલો કે મારાં મેસેજ નો જવાબ તો આપ મેં મુંબઇથી નીકળતાં તને કરેલાં મેસેજનો પણ જવાબ નથી મને ચિંતા થઇ ગઇ હતી કે તારી સાથે શું થયું ? એ વખતે તેં ફોન ચાલુ રાખેલો મેં કટ કરેલો.. મારા મનમાં ખૂબ જ ડર પેસી ગયેલો કે તારી મોમે સાંભળ્યુ છે બધુ ? ત્યાંથી નીકળી ગુણવંતકાકા સાથે વાતો કરવામાં અને શેઠને ઘરે હીરા પહોચડાવાનાં વિચારમાં હતો ત્યારે બધું જ વિસરી ગયેલો ઘરે પહોચી ફ્રેશ થઇ મારાં રૂમમાં આવ્યો ત્યારે મને બધું પાછું યાદ આવ્યું ફરીથી ચિત્રપટની જેમ રીવાઇન્ડ થયું ત્યારે ચિંતા પેઠી કે તારો એ પછી કોઇ મેસેજ કે જવાબ નથી શું થયું હશે ? શું થયેલું પછી ?
વૈદેહીએ કહ્યું "બધાં સગાવ્હાલાં ભજન પુરું થયુ પછી ગયાં જમવાનું પતાવીને પાપા સીધાં જ અંદરનાં રૂમમાં મંમીને લઇને આવ્યા અને પૂછ્યું "તમે માં દીકરી ક્યારનાં આ રૂમમાં શું ગૂસપૂસ કરતાં હતાં ? એવું શું બની ગયું છે કે તમારાં બંન્નેનાં ચહેરા રડેલા અને સૂજેલા છે મને મહેરબાની કરીને સાચી વાત જણાવશો ?
માં એ એ વખતે ખૂબજ સ્વસ્થતાંથી પાપાને કહી દીધું કે જે કંઇ થયું છે એ હું બધુજ જણાવીશ.. અહીં આજે બધું જ પતી ગયું છે આવતી કાલે વહેલી સવારે આપણે સુરત જવાં નીકળી જઇશું અને જે કંઇ કહેવાનું છે એ સુરત પહોંચીને આપણાં ઘરે જ કહીશ અહીં એક અક્ષર નહીં બોલું એટલે તમે કોઇ પણ પ્રકારનું દબાણ ના કરશો.
પાપા એ સમયે સમજી ગયાં કે માં કંઇ જ નહીં બોલે માં નો સ્વભાવ જાણતાં હતાં કે માં એકવાર નક્કી કરે પછી નહીંજ બોલે એટલે જાણવાનો આગ્રહ છોડીને એમણે કહ્યું તમે સામાન ભરી લો સવારે વહેલાં જ પરોઢે નીકળી જઇશું હું ભાભી સાથે વાત કરી લઊં છું અને ન્હાવા ધોવાનું પણ હવે ઘરે જઇને જ કરીશું....
અત્યારે પણ મનસામાં રહેલી વૈદેહી અફાટ રુદન કરી રહી હતી અત્યારે પણ એનાં ધુસ્કા નીકળી રહેલાં એણે કહ્યું ગુરુદેવ સાચું કહુ છું... વિધુએ સમયે મને થયુ કે હું મારો જીવ અહીં જ આપી દઊં. રાત્રેજ ક્યાંક નીકળી જઊં દરિયામાં જઇને જીવ આપી દઊ હું એટલી એ સમયે ગભરાયેલી હતી કે મને સમજ જ નહોતી પડતી કે હવે શું કરીશ ? શું થશે ?
વિધુએ કહ્યું "પણ તારે મેસેજ તો કરવો જોઇએ મેં જે મેસેજ કરેલો એનો પણ જવાબ નહોતો. મારી ચિંતાનો કોઈ પાર નહોતો. તારી સાથે શું વિતી હશે મને એજ ચિંતા હતી મને થયું કે તું તારી સ્થિતિ જણાવી નથી રહી બીજા દિવસે સવારે 10 વાગે હું ઉઠ્યો ત્યાં સુધી તારો કોઇ મેસેજ નહોતો મને એવો ગુસ્સો પણ આવ્યો કે તને મારી ચિંતાનો કોઇ લીહાજ નથી હું અહીં ચિંતામાં મરી રહ્યો છું તને કોઇ ફરક નથી પડતો.
વૈદેહીએ કહ્યું "આ અગ્નિ સાક્ષી છે મને ચિંતા હતી પણ મારો ફોન જ મંમીએ એ સમયે લઇ લીધેલો કે પાછો હું તને ફોન કરી દઇશ કે મેસેજ કરી દઇશ. હું સાવ વિવશ થઇ ગઇ હતી એનાં કારણે મને વધારે પીડા થઇ રહી હતી હું શું કરી શંકુ ? મને જ કંઇ સમજ નહોતી પડતી.
તે અગાઉ અટવાઇ હોય કે મોડી સવાર સુધી ઉઠે નહીં મને ફોન કે મેસેજ કરે નહીં.. ફોન સ્વીચ ઓફ કરેલો હોય મને એવાં સમયે કંઇ બન્યુ ના હોય તોય કેવાં કેવાં વિચાર આવતાં અને આવતી કલ્પનોઓથી ગભરાઇને ખૂબ ચિંતા કરતો પણ તને મારી ચિંતાની કંઇ પડી નહોતી.. તું નઠોર મને એવો જવાબ આપતી કેમ ચિંતા કરે ? આવું બધું થયા કરે ? પણ મુંબઇથી પાછા આવીને હું એમ સરળ રીતે નહોતો લઇ શક્યો મને પણ ખૂબ ચિંતા અને પીડા હતી..
વૈદેહીએ કહ્યું "મારી દશા જણાવીશ ત્યારે જ તને ખબર પડશે. મુંબઇથી પરોઢે અમે નીકળીને ઘરે આવી ગયાં ઘરે આવીને માં સીધી ન્હાવા ગઇ હું મારાં રૂમમાં ન્હાવાં ગઇ પાપાતો બસ હીંચકે બેસી રાહ જોઇ રહેલાં.
હું બાથરૂમમાં ગઇ ત્યાં હું એટલી બધી રડી છું કે જાણે મારો જીવ નીકળી જશે તને હું કંઇજ શેર કરી શકું એવી સ્થિતિમાં નહોતી હવે બહાર નીકળીને જઇશ ત્યારે શું થશે ? માં પાપાને બધુ કહેશે.. હું કેવી રીતે પાપા સામે બધું. સાંભળી શકીશ ? માંએ તો બધો ચૂકાદો આપી જ દીધેલો મને એ પણ ખબર હતી કે પાપા એનાં પર સીધી મહોરજ મારવાનાં છે અને મારું શું થશે એ ચિંતામાં જ.. અને વૈદેહીનાં જીવમાં અત્યારે મનસાં ખૂબજ ધુસ્કે ધુસ્કે રડી રહી હતી.
બાબા બોલ્યાં શાંત થઇ જા જે વિતી ચૂકી છે એનું તારે વર્ણન અને સ્પષ્ટીકરણ કરવાનું છે એ બધુ તારાં જીવનમાં થઇ ચૂક્યુ છે વિતી ચૂક્યું છે.. પસાર થઇ ગયું છે શાંત થા.
વૈદેહીએ કહ્યું "બાથરૂમમાં હું થોડીવાર જાણે નિશ્ચેતન પડી રહેલી મારામાં બીલકુલ શક્તિ જ નહોતી રહી મને લાગ્યું કે મારું બ્લડ પ્રેશર સાવ લો થઇ રહ્યુ છે મારું શરીર ઠંડુ પડી રહ્યું છે મેં ધીમે ધીમે અશક્ત શરીરે માંડ માંડ બાથ લીધો પછી તો મારાં શરીરમાંથી ખૂબ જ પરસેવો છૂટી રહેલો મેં માંડ કપડાં પહેર્યાં અને બાથરૂમની બહાર નીકળીને સીધી બેડ પર મારી જાતને નાંખી દીધી મને પછી ખબર નથી શું થયું ?
કેટલીવારે હું ભાનમાં આવી ત્યારે મારી નજર સામે માં અને પાપા ઉભા હતાં માં ની નજર સહેવાતી નહોતી.
વધુ આવતા અંકે -પ્રકરણ-38