પ્રેત યોનિની પ્રીત... - 26 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - 26

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-26
વિધુને નીરંજન ઝવેરીની ઓફીસમાં એપોઇન્ટમેન્ટ મળી ગઇ નોકરી પાકી થઇ ગઇ નીરંજન ઝવેરી માણસ પારખવામાં પણ કાબેલ હતા. એમણે વિધુને જવાબદારી એવી આપી કે વિધુ પોતાનો અંગત માણસ હોય અને એટલો વિશ્વાસમાં લીધો અને પગાર અને સવલતો પણ એવી એવી આપશે કે વિધુ ખૂબ ખંતથી મહેનત કરશે અને સંપૂર્ણ ભરોસાપાત્ર બની રહેશે.
પહેલાં દિવસનું કામ પતાવી વિધુએ વૈદેહીને ફોન કર્યો કે હું અહીંથી નીકળું છું તું બસસ્ટેન્ડ પાસે આવીજા. ત્યારે વૈદેહીએ થોડીં ચિંતાતુર સ્વરે કહ્યું "વિધુ અહીં થોડી ગરબડ થઇ ગઇ છે. થોડું સમયમાં આઘુંપાછું થશે રાહ જોજે વિધુએ પૂછ્યું કેમ એવું શું થયું છે ? વૈદેહીએ કંઇ કીધુ નહીં કહે રૂબરૂ વાત. હું અહીંથી નીકળવા કંઇક કરું છું.
વિધુ ચિંતામાં પડ્યો. શું થયું હશે ? પણ એણે વિચારો ખંખેરીને બાઇક ચાલુ કરી અને વૈદેહીને મળવા પહોચ્યો.
વિધુ પહોચીને વૈદેહીની રાહ જોવાં લાગ્યો ક્યાંય સુધી એ બાઇક પર બેસી રહ્યો. ખાસાં સમય પછી વૈદેહી દૂરથી આવતી દેખાઇ એનું એક્ટીવા એ ઓળખી ગયો. અને મનમાં હાંશ થઇ.
વૈદેહી આવી એણે વિધુની બાજુમાંજ એક્ટીવા મૂકી એનાં પર બેઠી ગઈ અને વિધુએ એનો ઉદાસ ચહેરો જોઇને પૂછ્યુ "કેમ મીઠડી આટલી ઉદાસ દેખાય છે ? શું થયું ?
વૈદેહીએ કહ્યું "કંઇ નહીં જવાદે ને જ્યારથી પાછી આવી છું ત્યારથી પાપાએ ચલાવ્યું છે... મને સમજ જ નથી પડતી કે એમનાં મનમાં એકદમ શું ભૂત ભરાયું છે ?
વિધુએ કહ્યું "આમ ઉખાણાની જેમ વાતો ના કરને શું થયું સીધુ કહેને મારી ચિંતા વધતી જાય શું થયું ?
વૈદેહીએ કહ્યું હું પાછી આવી...હજી ઘરમાં પગ મૂક્યો મેં જોયું પાપા આવી ગયાં છે એમણે પૂછ્યું આવી ગઇ ? કોણ કોણ ગયેલાં ? કેવા થયા દર્શન ?
મેં હસીને જવાબ આપેલો હું એટલી ખુશ હતી આપણું મિલન... બધુ યાદ આવી રહેલું યાદ શું ? મનમાં એ બધુ જ ચાલતું હતું. મે કીધુ ખૂબ મજા આવી પાપા સરસ દર્શન થયાં.
મને કહે સરસ... નવીનકાકાનો હમણાં જ ફોન હતો કહે કેમ છે ? મહેશભાઇ ? દિકરીનું નક્કી કર્યું કહેતાં પણ નથી ? વિધુ એ સાંભળીને હું ચમકી. પછી સ્વસ્થ થઇ આગળ સાંભળવાં.
એમણે આગળ ચલાવ્યું "કેમ નવીનભાઇ એવું કહો છો ? હજી હમણાં તો ભણી પરવારી કરીશું હજી શું ઉતાવળ છે ? પણ તમે કેમ એવું પૂછ્યું તો નવીનકાકા કહે છે "અરે એવું એવું છે કે ? કંઇ નહીં આતો તમારી પોરીને બસમાંથી કોઇ યુવક સાથે ઉતરતાં જોઇ.. મને થયું કે મહેશભાઇએ એનું નક્કી કર્યુ લાગે છે. કંઇ નહીં આતો જોયું એટલે પૂછવા ફોન કરેલો અને એમણે ફોન મૂકેલો.
વૈદેહીએ કહ્યું "કોણ નવીનકાકા ? પાપા હું તો મારી ફ્રેન્ડ્સ સાથે ગઇ હતી ? કોણ યુવક મને નથી ખબર.. આવા પંચાતીયાઓ તો નવરાં છે સવાર સવારમાં પંચાયત કરે છે બધાની... પછી મેં થોડો વિચાર કરતાં એમને વિશ્વાસ છે એવું કહી દીધુ ઓહો.. વાત એમ છે કે પાપા હું છેક અહી સ્ટેશન પાસે ઉતરી અને મારી ફ્રેન્ડ આગળનાં ચાર રસ્તે ફુવારા સર્કલે ઉતરી ગઇ ત્યાંથી નજીક પડે એટલે અહીં ઉતરતા મારી બેગનો બેલ્ટ હાથમાંથી છૂટી ગયેલો અને બેગ પડતાં બચી તો કોઇ ભાઇએ મારી એટેચી મને ઊચકી નીચે ઉતારી આપી અને જોનારાં કંઇ ને કંઇ વિચારી પંચાત કરે...
પાપા થોડીવાર મારી સામે જોઇ રહ્યાં પછી કહે ઠીક છે.... જુવાન છોકરી આમ એકલી ગઇ હોય રાતની મુસાફરી કરી એકલી આવી.. તારી માં ને કોઇ ચિંતા નથી પણ હું બધે ફરતો માણસ મને બધી સમજણ છે અત્યારનાં સમયની... ઠીક છે પણ આમ એકલાં ના રખડો.
મારાંથી પાપાને જવાબ અપાઇ ગયો વિધુ કે "હું હવે નાની કીકલી નથી મારી જાત સંભાળી શકું છું ધ્યાન રાખું છું મને બધી ખબર પડે છે. ત્યારે પાપા તાડુકી ઉઠ્યાં" જો આ તારી લાડકી કેવા સામાં જવાબ આપે છે હું એની ચિંતા કરું છું અને એની જીભડી જો ચાલે છે.
માં અને માસી બંન્ને એક સાથે બોલ્યા મારાં જ પક્ષમાં કે "છોકરી હજી હાલ આવી છે ઘરમાં પગ માંડ્યો નથી અને તમે ચાલુ પડી ગયાં હવે શ્વાસ તો લેવા દો. આવા પંચાતીમાં બજારમાં બહુ ફરતાં હોય આપણને આપણી છોકરી પર વિશ્વાસ નથી ? જા દીકરા તું તારાં રૂમમાં જઈ ન્હાઇ ધોઇ ફ્રેશ થઇને આવ.
મને એટલે હાંશ થઇ અને પછી હું બહાર આવી ફ્રેશ થઇને તારાં મેસેજ વાંચેલાં કે તું. ઇન્ટવ્યું માટે જવાનો તારાં મીસકોલ આવી ગયેલાં આ બધામાં અટવાયેલી ત્યારે ફોન સાયલ્ટન કરી દીધેલો. તારી સામે વાત થયાં પછી હાંશ થયેલુ બોલ આવુ બધુંજ થયેલું પછી આગળ સાંભળ.. મેં તને કીધેલુ જ મારી ગેરહાજરીમાં કંઇક રંધાયુ લાગે છે.
પાપાએ જમ્યા પછી ફરી વાત કાઢી કે વૈદહી હવે ઊંમર લાયક અને પરણવા લાયક છે સારુ ઘર અને છોકરો શોધીને એનું નક્કી કરી નાંખીએ બાપ તરીકે બધી જવાબદારીમાંથી મુક્ત થઊં.
તરતજ માસીએ કહેલું "હજી હમણાં તો ભણી પરવારી છે થોડો સમય હાંશ કરીને તમારી સાથે રહેવા દો માણવા દો એની ઇચ્છાઓ અને લાડ પુરા કરો એવું શું છે ઉતાવળ? કેમ કરો બનેવી ?
માં પણ બોલી "મારી એકની એક છે ભલે રહેતી થોડો સમય.. નવાં બગલે જઇએ એ બંગલામાં રહે માણે થશે સગાઇ મારે કોઇ ઉતાવળ નથી.
પાપા કહે "તમે લોકો સમજતાં નથી... પછી પણ ઘર બંગલો બધુ એનુંજ છે ને.. એને જ્યારે આવવુ હોય રહેવું હોય રહી જ શકે છે ને.. સમય એવો છે એટલે હું કહું છું... પછી તમે જાણો હું હવે કંઇ બોલવાનો જ નથી. તમારુ ધાર્યુ કરો. છોકરી જાત છે કંઇ ઓગણીસ વીસ થઇ ગયું તો મને ના કહેતાં એણ કહી ઉભા થઇ જતાં રહ્યાં. ઘરમાં વાતાવરણ થોડું ડહોળાઇ ગયેલું બાકી કંઇ નહીં.
વિધુએ બધુજ સાંભળ્યા પછી કહ્યુ કંઇ નહીં ચાલ્યા કરે ચિંતા ના કરીશ. જો મારી જોબનું ફાઇનલ થઇ ગયું છે સારો અનુકૂળ સમય જોઇ હું મા-પાપાને તારાં ઘરે મોકલી દઇશ પછી તારાં મહેશચંદ્રને કંઇ બોલવાનું નહીં રહે.. તારો હાથ મારાં હાથમાં આપી જ દેવો પડશે.
વિધુ અને વૈદેહી બંન્ને જણાં વાતોમાં પરોવરાયેલા હતાં અને ત્યાંથી સંગીતા એક્ટીવા પર નીકળી એણે આ બંન્નેને વાત કરતાં જોયાં અને એ હાથે કરીને ઉભી રહી અને વૈદેહીને બોલી" અરે વૈદેહી તું આવી ગઇ સોમનાથથી ? ક્યારે આવી ? કોણ કોણ ગયેલાં ? મને કીધું પણ નહીં હું આવત ને તમે..
વૈદેહી સંગીતાને જોઇને ચમકી "પછી બોલી હાં આવી ગઇ.. મારાં અઠવા લાઇન્સવાળા ગ્રુપ સાથે ગયેલી સાચું કહું અચાનક નક્કી થઇ ગયું અને સમય પણ નહોતો તને કહેવાનો... વળી તને કહેવાનો અર્થ નહીં તારાં મંમી તને મોકલે પણ નહીં.. ઓકે બાય..
વૈદેહીએ સમજીને વાત નીપટાવી બાય કહી દીધુ સંગીતા સમજી ગઇ વૈદેહી એની સાથે વાત કરવાં નથી માંગતી એણે મોઢું ચઢાવી બાય કહીને નીકળી ગઇ.
વૈદેહી કહે "બધાં આખા ગામને ચિંતા હું ક્યાં ગઇ કોની જોડે ગઇ.. સાલા ફાલતુ લોકો..
વિધુ વૈદેહીનો ગુસ્સો જોઇને હસી પડ્યો એય મારી જાનું કેમ અકળાય છે ? બધાં બોલ્યાં કરે તું કોઇને ગણકાર જ નહીને અને આ ચાંપલી તો ખૂબ પંચાત કરે છે હજી તો એનો લવર નથી આવ્યો નહીંતર એ પણ પંચાત કરશે.
વૈદેહીએ કહ્યું "વિધુ ચાલ હું ઘરે જઊ પછી શાંતિથી મળીશું હું બહાનું કાઢીને આવી છું ઘરે જઊં વિધુએ કહ્યું "ઓકે પછી ફોન કરીશ બંન્ને જણાં છૂટાં પડ્યા ને વૈદેહી ઘરે આવી એકટીવા પાર્ક કરતાં જોયું સંગીતા એનાં ઘરમાંથી બહાર નીકળી.
વધુ આવતા અંકે---પ્રકરણ-27