Pret Yonini Prit... - 42 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - 42

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-42
વૈદેહીનાં રૂપમાં મનસાં અઘોરનાથમાં રહેલાં વિધુને સાંભળી રહેલી. અઘોરનાથ પોતે જાણે વિચલીત થઇ ગયાં. એક સાધક, યોગી, શાસ્ત્રાર્થ કરનાર જ્ઞાની સંસારની માયાનાં કારણોથી પણ જાણે ડગી ગયાં. વિધુનાં આર્તનાંદમાં રહેલી પીડાઓ યાતનાઓ સાંભળી આંખો ભીની થઇ આવી હતી વિધુની એ જન્મની યાતનાઓ સાંભળતાં સાંભળતાં રાત થઇ ચૂકી હતી એક પછી એક પ્રકરણ ખૂલી રહેલાં બધી જ જાણે સ્પષ્ટતા થઇ રહી હતી.
વિધુને એ જન્મમાં મનસા એટલે કે વૈદેહીની સ્થિતિ પીડાની ખબર નહોતી એમ વૈદેહીએનાં લગ્ન લેવાયાં એ દરમ્યાન વિધુને થયેલાં અકસ્માત એને થયેલી યાતના-સાંભળીને એ પણ ધ્રુસ્કેને ધુસ્ક્રે રડી રહી હતી એ સતત બોલી રહી હતી કે વિધુ મને માફ કર પણ મારી પણ સ્થિતિ સંજોગો એવાં જ હતાં કે હુ વિવશ એક અબળા નારી જાણે કશું જ કરી શકું એમ નહોતી સાચેજ હું ખૂબ વિવશ હતી.
વિધુ મેં તને સાચોજ પ્રેમ કરેલો... કરતી રહી હજી એટલો જ કરું છું મને જન્મ મરણનાં બંધન નથી નડયાં તને પ્રેમ કરવા. જેમ તેં મને પૂરી પાત્રતા સાથે કર્યો પ્રેમ એવોજ મેં કર્યો છે મારાં પર વિશ્વાસ કર મારી પણ બધી પૂરી વાત અને વાસ્તવિક્તા સાંભળાય પછી ન્યાય કરજે.... મેં તને દગો દીધો ? પાપ કર્યુ છે કોઇ ? પાત્રતા ખોઇ છે ? વિધુ મને સાંભળ પહેલાં....
રડતી આંખે અને ગુસ્સાવાળા મને વિધુ બોલ્યો આટલો પ્રેમ કરતી હતી તો મને દગો કેમ દીધો ? બીજાની સાથે માહ્યરામાં બેસી સાત ફેરા કેમ ફર્યા ? કોઇ બીજા પર પુરુષને મારી સાથે ગાંધર્વ લગ્ન કરેલાં છતાં લગ્ન કેમ કર્યા ?
વિધુએ આગળ કીધુ હું તને સંપૂર્ણ સમર્પિત હતો તું મને.. આપણે સાથે અંગત પળો માણી હતી ખૂબ પ્રેમ કરેલો એકીબીજાને વચન આપેલાં છતાં તે બીજા પરપુરુષને દેહ સોંપ્યો ? તું અભડાઇ ચૂકી છે ? તું એટલી જ વિવશ હતી... કંઇ કરી શકે એમ નહોતી ? તું અત્યારે રડીને મને શું સમજાવી રહી છે ? તારું તન કોઇને સોંપતા પહેલાં તને આપણાં પ્રેમનો વિચાર ના આવ્યો ? તેં તારો જીવ કેમ ના આપી દીધો ? અબળા અબળા કહીને તારો બચાવ કરે છે ? તું મારાં પ્રેમને લાયક જ નહોતી રહી જ્યારે તેં લગ્ન મંડપમાં માયરામાં પગ મૂકેલો. પેલી તારી પાડોશમ સખી સંગીતા હજી હું દવાખાને થી પાછો આવુ તારાં લગ્નનો આંખો દેખ્યો અહેવાલ મને સંભળાવી ગઇ એક એક શબ્દ મારાં કાનમાં એસીડની જેમ મને સળગાવી રહેલાં અંદરથી બાળી રહેલાં બોલ તારે જીવ આપવામાં કઇ વિવશતાં હતી ?
મને ખબર પડી હોત કે તને વિવશ કરી છે કોઇ સાથે લગ્નમાં અને તે જીવ આપી દીધો છે મારો રોબ વધી જાત અને એજ ક્ષણે જીવ આપીને તારી સાથે નીકળી પડત ત્યાં મને કે તને કોઇ નહોતું રોકી શકવાનું ? એવી કઇ વિવિશ સ્થિતિ હતી કે તું બધાને શરણે થઇ ગઇ એલોકોનાં કાબૂમાં આવી ગઇ ?
કે પછી મારાં પ્રેમ ભૂલી એ પૈલાવાળા માણસોનાં કહેવામાં આવી ગઇ ? તને સુખ સાહેબી અને ધનની લાલસા થઇ ગઇ ? બધાં સુખ ભોગવવા તત્પર થઇ ગઇ આ તારાં ગરીબ વિધુને દીલમાંથી બહાર ફેંકી દીધો ? છેવટે જે કાયમ થાય છે એવું જ કરી દીધુ ? પૈસો જીતી ગયો પ્રેમ હારી ગયો. સોનાની નગરીમાં જવા તલપાપડ થઇ ગઇ ? ધિક્કાર છે તને ? અરે હું પણ પૈસો કમાવા માંડેલો મેં તારી સાથે જે જે સપનાં જોયેલાં એ બધાં જ હું સાકાર કરવા માંડેલો મારું પણ ભાગ્ય ફરી રહ્યું હતું મને પણ પૈસા મળવા માંડ્યા હતાં મારી હોંશિયારી અને વફાદારી મારી મહેનત રંગ લાવી રહી હતી જેનાં માટે તેં મારો પ્રેમ ઠુકરાવ્યો અને સૂખસગાઇને છાતીએ વળગાવી એ બધું જ થોડાં જ સમયમાં તારાં ચરણોમાં લૂંટાવી દેત. તારાં પ્રેમનાં બળે હું વધુ મહેનત કરી રહેલો તને બધાં સુખ આપવા માટે દિવસ રાત કોઇ જોખમની પરવા કર્યા વિના હું આગળ વધી રહેલો.
વિધુએ હવે ગુસ્સામાં શબ્દોનાં બાણ વધું તીખા બનાવતાં કહ્યું "મારી સાથે જે કર્યું બહુ ભૂલી ગયેલી અને જો તેં બીજાને અપનાવી લીધો હતો તો મારી સાથે કરેલું એ રંગરેલીયા હતાં ? વાસનાની તૃપ્તિ હતી ? તારી ઉંમર તારી શરીરની ભૂખ સંતોષવા માટેનાં નાટક પ્રેમનાં કરેલાં ? મને કહેલાં પ્રેમ-વિશ્વાસનાં બધાં બોલ બધાં ફોગટ અને છલાવો હતાં તુ નારી હતી કે તું બે પૈસામાં વેચાઇ જતી...
વૈદેહી એકદમ રાડ પાડી બેઠી" બસ કર વિધુ બસ કર મને સાંભળ્યાં પહેલાં તું કેટલું બોલી રહ્યો છે ? કેવા કેવા આળ મૂકે છે ? તેં મને કેટલી ગંદી અને સસ્તી ચીતરી નાંખી... હું વેચાઇ જઊં એવી હતી ? મેં તને સાચોજ પ્રેમ કરેલો... પ્રેમ થયાં પછી આપણે બધોજ પ્રેમ કરેલો શારીરીક રીતે, મન, હૃદયથી બધી જ રીતે તને જ સમર્પિત હતી. વાસનાનું ભૂત અને ચઢેલું નહોતું આપણે પ્રેમ કર્યા પછીની સ્વાભાવિક પ્રક્રિયા હતી મારાંમાં પણ બધાં જ સંસ્કાર હતાં... લગ્ન પહેલાં જ હું તને તન મન બધી જ રીતે સમર્પિત થઇ ગઇ હતી એ મારો પ્રેમ અને તારાં પ્રત્યનો અડગ વિશ્વાસ હતો... હું બજારમાં બેઠેલી વૈશ્યા નહોતી કે પછી પણ પાત્રતા નહોતી ગુમાવી મેં તું જે બોલવા ગયો એજ તને કહી દીધુ.
વિધુ તું શું સમજે છે ? તને હોસ્પીટલમાં દાખલ કર્યો.. અકસ્માત થયો તેં ઘણી પીડા ભોગવી મારો વિરહ થયો પણ મને પણ ખબર હોવી જોઇએ ને કે તને આવું થયું છે. મારો ફોન લઇ લીધોલો મને ઘરની ચાર દિવાલમાં કેદ કરી હતી. ઘરની લાજ અને ઇજ્જત, સંસ્કારને કારણે વધુ હું કંઇ કરીના શકી હું ખૂબ જ વિવશ હતી.
વિધુએ કહ્યું "વિવશતાની ક્યારની વાત કરે છે તું. મારો અકસ્માત થયો એ ખબર છાપામાં આવી હતી તારા ફોન લઇ લીધેલો મને ખબર હતી ? ત્યાં શું થઇ રહેલું મને ખબર હતી ? હું મુંબઇ થી પાછો આવ્યો ત્યાં સુધી બસ તારાં જ વિચારોમાં રહ્યો. તારી રાહ જોતો રહ્યો. હાં મને અંદેશાં આવી જ ગયેલો કે તને વિવશ સ્થિતિમાં મૂકી છે. મને તારાં પર ખૂબ પ્રેમ વિશ્વાસ હતો જ હું સમજી ગયેલો કે તારાં માંબાપનો તારાં પર કડપ છે કંઇક એવું બન્યુ છે કે તું હવે જેલ જોવી સ્થિતિમાં છે તારી મારી મુલાકાતનો ઓડીયો ફોનમાં તારી મંમીએ કદાચ સાંભળ્યો છે એમાં જ કંઇક ગરબડ થઇ ચૂકી છે અને તેની તને સજા મળી રહી છે. આ બધુ જ હું સમજી ચુકેલો હું મારાં શેઠનું કામ પતાવી એમને બધુ સોંપીને ઘરે આવી રહેલો ત્યારે મારાં મનમાં સતત તારાં જ વિચારો હતાં એટલે જ નક્કી કરેલું કે સીધો તારાં ઘરે જ આવીશ. તારાં માં પાપાને હુંજ સ્થિતિ સ્પષ્ટ કરી દઇશ તને જ હું પરણીશ સુખી કરીશ અને એલોકો ના માનત તો તને હુ લઇ જ જાત કોઇ પણ રીતે પણ... વિધીની વિચિત્રતા જો મારો અકસ્માત થયો હું સીધો હોસ્પીટલ ભેગો થયો. મારાં હાથમાં કોઇ સ્થિતિનાં રહી ના મારાં હાથમાં મારી જીવનદોર રહેલી હું શું કરું ? બસ આ બધી જ સ્થિતિઓની પીડાએ મને ખૂબ દુઃખ આવ્યું અને પછી તારાં લગ્નનાં આંખે દેખ્યો અહેવાલ સાંભળ્યો અને હુ સંપૂર્ણ ટૂટી ચૂકેલો.
વૈદેહીએ અફાટ રુદન કર્યું એનું રુદન અઘોરનાથ સાંભળી નહોતાં શકતાં એમણે કહ્યું "વિધુ વૈદેહીને સાંભળ એની સાથે શું થયેલું ? એમ એક પક્ષીય વાત સાંભળીને નક્કી ના થાય. એનો ફરીનો જન્મ પ્રેતયોનીમાંપીડા ભોગવીને પછી પણ તારી મુલાકાત થઇ છે તો એ પાત્રતા વિના તો ના જ થાયને અને મને એની બધી જ જાણ છે. મારી જાણમાં બધી પવિત્રતા હોય એ પૂરતું નથી તારે જાણવું જરૂરી છે.
વૈદેહીએ કહ્યું ગુરુદેવ હું ક્યારની અને એજ તો કહી રહી છું કે તારી પીડા અસહત હતી હું ના નથી કહેતી પણ મારી વિવશતા એક શ્રાપશ્રી ઓછી પણ નહોતી જોં કેવું કેવું વેઠ્યું ચે એતો સાંભળ કોઇ છોકરી કેટલું વેઠી શકે... એણે જેને પ્રેમ કર્યો છે. એની પાત્રતા સાચવવા કેવા કેવી સ્થિતિઓના સામનાં કર્યા છે સાંભળ તું તો પુરુષ છે પણ...
વધુ આવતા અંકે -- પ્રકરણ-43

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED