પ્રેત યોનિની પ્રીત... - 13 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - 13

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-13
વિધુ આંટો મારવા નીકળીને ગલ્લે આવેલો. ત્યાં એને સંગીતા મળી એણે વિધુને કોલેજ તથા બધી વાતો ચાલી અને સંગીતાએ વૈદહીની વાત કાઢી એમાં થોડી બોલા ચાલી થઇ. વિધુને વૈદેહી માટે બોલી ના સહેવાયુ અને એણે સંગીતાનો એનાં વિપુલ સાથેનાં સંબધનું મોઢે જ સંભળાવ્યુ પેલીએ સ્વીકાર્યુ નહીં અને આગળ જતાં વિપુલ મળી ગયો. એણે વિપુલની વિધુ સાથેની વાતચીત કીધી.
વિપુલ ઉશ્કેરાયેલો સીધો વિધુ પાસે આવ્યો અને ગુસ્સા અને અકળામણ સાથે બોલ્યો એય વિધુ કેમ અમારી વાતો ઉડાવે છે ? અમારે એવું કંઇ નથી તારાં જેવું વિધુએ કહ્યું "અમારે તો છે જ ઉઘાડે છોગ છે અમે લગ્ન પણ કરવાનાં છે તારી જેમ નથી કે સાતે દિવસ અલગ અલગ.
વિપુલ વધુ અકળાયો "તારી જીભ સાચવીને ચલાવ શું સમજે છે તું ? વિધુએ એકદમ સ્વસ્થતા સાથે કીધું કેમ કંઇ ખોટું કીધુ ? સત્ય હંમેશા કડવું હોય છે અને સાંભળી લે મને તારામાં કે તારા સંબધોમાં કોઇ રસ નથી અને ક્યારેય અમારી વચ્ચે આવવાની ભૂલ ના કરતો. નહીંતર તને પણ ખબર છે હું...
વિપુલે કહ્યું તું મને ધમકી આપે છે ? હું તારી ધમકીઓથી ડરતો નથી અને હું તો બિન્દાસ જીવવામાં માનું છું તારી જેમ રામ કે હરિશચંદ્ર નથી એ પણ જાહેર છે. મને કોઇનામાં વચ્ચે આવવામાં રસ જ નથી. મારી પાસે તો બધી મધમાખીની જેમ આકર્ષાઇને આવે છે હું ફસાવતો નથી હું એ લોકો પાછળ બેફામ રૂપિયા ઉડાવું છું ઐયાશી કરું છું જેને જે બોલવુ હોય બોલે તોડવું હોય તોડી લે.
વિધુએ કહ્યું "આપમોંટાઇ બંધ કર બધા તને સારી રીતે ઓળખે છે તું કંઇ પણ હોય મને શું ફરક પડે છે ? મેં ફક્ત મારી વાત કરી આખી દુનિયાની નહીં આટલામાં સમજી લેજે. એમ બોલીને વિધુ ત્યાંથી ઉઠી બાઇક ચલાવી ઘર તરફ આવ્યો.
વિપુલ કતરાતો કતરાતો એને જોઇ રહ્યો અને મનમાં ને મનમાં બબડ્યો હું પણ જોઊં છું તું કેવો લગ્ન કરે છે તારું પ્રેમ પ્રકરણ હું જ બંધ કરી દઇશ આટલું બધું ઊડી રહ્યો છે ને એક દિવસ તારી પાંખો કાપી નાંખીશ... એ... સાલી, વૈદેહી હાથમાં નથી આવતી જે દિવસ લાગ મળ્યો હું એને એવી... પછી દાઢ દબાવીને... પછી વિચારવા લાગ્યો....
રાત ઘેરી થઇ રહી હતી. મધ્યરાત્રી બરાબર જામી હતી. અંધારામાં જાણે સન્નાટો છવાઇ રહેલો. માત્ર ચીબડીઓનો અવાજ વધુ ભયાનક માહોલ બનાવી રહેલો. આકાશમાં કોઇ પંખી નહીં.. ટમ ટમતાં તારાં જાણે માહોલનાં સાક્ષી બની રહ્યાં ઉડતાં ચામાચીડીયા એમની ગતિ વધારી રહ્યાં હતાં. દૂર ઝાડ પર વાગોળોનો કર્કષ અવાજ આવી રહેલો.
હવનયજ્ઞની જવાળાઓ પવન સાથે સાથ પુરાવીને ભડભડ સળગવાનો અવાજ કરી રહ્યા હતાં. ઋચાઓ અને શ્લોકની ગતિ પણ વધી રહી હતી સાથે ઉગ્રતા પણ હતી. અઘોરનાથની આંખો વધુ મોટી થઇ અને લાલ લાલ અંગારા જેવી લાગી રહી હતી એમણે મનસાને કહ્યું "તારાં હાથમાં જળ લઇને અહીં બેસ.. આંખો બંધ કર અને ગોકર્ણને ઇશારો કરીને કોઇ સંકેત આપ્યો.
ગોકર્ણ, અજીત ત્થા કાયમ આવનારાં શ્રધ્ધાળુઓ બધાં એક સાથે કોઇ આલાપ કરવા લાગ્યાં. હવનયજ્ઞની જવાળા વધુ ને વધુ ઊંચી જઇ રહી હતી. ચારેબાજુ શીતળ રાત્રીમાં વાતાવરણમાં પણ કઈ અજબ ગરમી હતી બધાને એહસાસ હતો કે હવે અંતિમ ચરણમાં પૂજા થઇ રહી છે.
મનસાએ હાથમાં જળ લીધુ અને અઘોરનાથનાં પાસેનાં આસન પર બેઠક લીધી અને આંખો બંધ કરી.. આલાપ પ્રલાપ ચાલુ હતાં. "હો જોગી યોગી મહાકાલ તેરી શરણમેં હૈ સબ હો જોગી યોગી મહાકાલ તું અપના કરતબ દીખા હો જોગી હોઇ યોગી મહાકાલ... આમ ઊંચા અવાજે આલાપ ચાલુ હતાં. આલાપ વધુ ઝડપી અને ઊગ્ર થતાં ગયાં. માનસ વધુ જોઇ રહેલો.. અને મનસાનો ચેહેરો લાલ ઉગ્ર થતો ગયો એની બેઠકથી ઉભી થઇ ગઇ હાથ ઊંચા કરીને એ બોલી હો જોગી યોગી મહાકાલ કરતબ દીખા તેરા શાસન ચલા અબ તો કામ પૂરા કર મેરે મહાકાલ... મહાકાલ બોલતાંજ અગ્નિની જવાળામાં મનસાએ એનાં ગત જન્મનું રૂપ વૈદેહીને જોઇ... બધાંજ એકી શ્વાસે જોઇ રહ્યાં..
વૈદેહીનું રૂપ, પ્રેતસ્વરૂપ જાણે કંઇક કહેવા માંગતુ હતું અને આ સ્વરૂપ આવતાં જ મનસા એની જગ્યાએ નીચે પડી ગઇ. શરીર જાણે નિષ્પ્રાણ થઇ ગયું.
ઊંચી અગન જવાળાઓમાં વૈદેહી માત્ર વાયુ સ્વરૂપે છતાં સ્પષ્ટ દેખાઇ રહી હતી જાણે અગ્નિ દામતો હોય એમ એનામાં અપાર પીડા હતી એણે માનસને જોયો અને એને કહેવા લાગી "વિધુ મારો શું વાંક હતો ? મને ફસાવવામાં આવી હતી.. વિધુ મને માફ કર પણ જેણે મારો પ્રાણ લીધો અથવા કારણ બન્યો એને મેં નથી છોડ્યો... મને માફ કર..
માનસ થોડીવાર એની સામે જોઇ રહ્યો. માનસનો સ્મૃતિ ભૃંશ તૂટ્યો.. એણે ગુસ્સામાં કહ્યું "અહીં તો સાચું બોલ અહીં સાક્ષાત દેવ હાજર છે. મેં તને અપાર પ્રેમ આપ્યો. એક એક પળ તનેજ ચાહી તનેજ સ્વીકારી... તું ક્યા મોહમાં મને છોડી ગઇ ? મારી સ્થિતિ માટે તું જવાબદાર નહોતી ?
એવાં તો ક્યા કારણ તને વિવશ કરી ગયાં... આટલાં પ્રેમ પછી પણ તેં મને નકાર્યો અને પ્રેમને પરવશ કર્યો તારો તિરસ્કાર મને યાદ છે... તેં મને તરછોડ્યો. માત્ર પૈસા ખાતર ? મોભા ખાતર ? એવી કઇ લાલચ અને વાસના તને એની સ્પર્શી ગયેલી ?
વિધુએ આગળ આક્રોશ ઠાલવતાં કહ્યું "જન્મો જન્મ સાથે રહેવાનાં વચન લીધેલાં. મેં મારો શ્વાસ ફક્ત તારામાં પરોવેલો. મારો આત્મા તારામાં ભેળવેલો તને કોઇ એહસાસ નહોતો. સારું થયું તું તરછોડી ગઇ.. તારી ઓળખ પાકી થઇ ગઇ ? હવે અહીં ક્યા ખૂલાસા કરવા હાજર કરી છે તને બાબાએ ? તું તો ભ્રષ્ટ થઇ ચૂકી છે.. કોઇ કામની નથી. મારાં જીવ છોડ્યા પછી પણ તું સાથે ના આવી મારો જીવ ભટકતો રહ્યો ના હું આ જગનો ના મુક્તિનો રહ્યો તને જીવતે જીવત મારી નાંખેલો મર્યા પછી પણ પ્રેત યોનીમાં ધકેલ્યો. મારો પ્રેમ માત્ર વાસનાં નહોતી એ પણ પ્રેમનો લગાવ હતો તારી પાછળ મારું જીવન શરીર, અને આત્મા પણ ખોઇ બેઠેલો.. તું તો સામાન્ય સ્ત્રી કરતાં પણ ભૂંડી નીકળી....
વિધુ વધુ ને વધુ ઉગ્ર થઇ રહેલો. માનસમાંનો વિધુ આજે જાણે બધાંજ ધરબાયેલાં વચન અને પીડા બહાર કાઢી રહેલો એની આંખમાંથી ક્રોધ સાથે જાણે અગ્નિ વરસી રહેલો અને ક્રોધનાં આંસુ પ્રેમનાં આંસુ કરતાં પણ વધુ બાળનારા હોય છે.
અઘોરનાથ ઉગ્રતાથી બંન્ને જોઇ રહેલાં... એમની ઋચાઓ શ્લોકો આ લોકોને વધુ ઉત્તેજીત કરી રહેલાં અને વિધુને જેટલો બળાપો કાઢવો હોય એને સમય આવી રહેલો.
માનસમાં રહેલો બિધુ અવિરત બોલી રહેલો "તારાં ગયાં પછી મારા માટે અન્ન જળ શત્રુ થઇ ગયેલાં. મેં મારાં માં બાપને અનેક યાતનાઓ આપી એનો હું કારણ બની ગયો. જીવતે જીવત એમને મારી નાંખ્યાં. એમનો એકનો એક દીકરો હતો એમણે શું સુખ જોયું ? મેં શું આપ્યું ? તારાં પ્રેમ પાછળ મેં બધુ જ બરબાદ કર્યું. તું એકવાર જોવા મળવા ના આવી અરે સંદેશોના મોકલ્યો. અનેકવાર ફોન કર્યા.. મારાં નંબર બ્લોક કર્યા મારી સાથેનાં બધાં જ સંબંધના તાર તેં કાપી નાંખ્યા. ઓ નિર્લજ્જ તું સજા કે માફીને લાયક નથી.
તને ખબર છે સવાર સાંજ નાકા ઉપર જ્યાંથી આપણે જતાં આવતાં ત્યાંજ રાહ જોઇને બેસી રહેતો તારી એક ઝલક મળી જાય અને પેલો રાક્ષસ મારી સામે હરતો મારી મજાક ઉડાવતો થૂંકીને નીકળી જતો. તારી કેટલો સમય રાહ જોતો બેસી રહ્યો.. હું વિધુમાંથી બાવો બની ગયો. મારાં ચ્હેરા પરવી દાઢી મૂછ અને વાળ એવાં વધ્યાં કે મને બધાએ ભીખારી સમજી પૈસા ફેકવા માંડ્યા. આવાં દ્રશ્યો હજી મારાં મન જીવમાંથી નીકળી નથી શક્યાં. એક માત્ર કામળો ઓઢીને ત્યાં બેસી રહેતો. આજે આવશે કાલે આવશે... તું મારી પાસે આવીશ તો માફ કરી દઇશ... પણ તું નઠોર પત્થર દીલ ક્યારેય ના આવી... ના આવી તે ના જ આવી...
શિવરાત્રીનાં દિવસે શેરીનાં બધાં મહાકાલની પૂજામાં જઇ રહેલાં.... અહીં આવી રહેલાં ત્યારે હું પણ આખરી દિવસમાં મહાકાલમાં શરણે મારો જીવ સમર્પિત કરવા અહીં આવેલો મને બધીજ સ્મૃતિ તાજી થઇ રહી છે. અહીં બાબાનાં દર્શન કેવી રીતે પહોચ્યાં ખબર નથી પણ એટલું ચોક્કસ યાદ છે મને કે અહીં મધ્યરાત્રીએ માં માયાંના દર્શન કર્યા. મારી આંખો સતત વરસી રહેલી અને મારાં આત્માની આહ અહીં આગમાં સમાઇ ગઇ બસ એજ મારો અંત... હજી શું કહેવું છે. તારે ?
વધુ આવતા અકે ---- પ્રકરણ-14