પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-60 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-60

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-60
માનસ અને મનસા ક્યારથી ગુરુ અઘોરનાથને સાંભળી રહેલાં અને એક એક શબ્દે શબ્દે એમને એ પળો નજર સામે આવી રહી હતી. એમની આખોમાંથી અશ્રુ વહી રહેલાં...
માનસને વિચાર આવ્યો કે આટલી પરાકાષ્ઠાએ પ્રેમ કર્યા પછી વૈદેહીની વિવશતાઓ જાણતો હોવાં છતાં મને એની પાત્રતા પર સંદેહ કેમ થયો ? કેમ મેં એનાં પર શંકા કરી ?
અઘોરનાથે માનસનાં મનનાં માનસપટ આવેલાં અત્યારનો વિચારો જાણે વાંચી લીધાં. એમણે માનસ તરફ જોઇને કહ્યું માનસ તને શંકા જવાનું પહેલું કારણ તું માણસ છે ઇશ્વર નહીં. વૈદેહીની વિવશતાઓમાં પણ તને એવું હતું કે એ બંડ પોકારે અને વિરોધ જતાવીને તારી પાસે આવતી રહે કારણ કે તમારો પ્રેમ એ પરાકાષ્ઠાએ હતો તમે બંન્ને જણાં સંપૂર્ણ એકમેકને સમર્પિત હતાં.
તને એની પાત્રતા પર સંદેહ નહોતો અહીં વિચારને જુદી રીતે જોઇ રહ્યાં છો તમે... અલબત, તું પોતે.. તને એની વિવશતામાં એની નબળાઇ જણાઇ રહી હતી... પાત્રતા પર સંદેહ બીલકુલ નહોતો કારણકે વૈદેહીને પ્રેમ તે કરેલો... માનવ વિધુનાં દેહમાં રહેલો આત્મા પ્રેમ પરાકાષ્ઠાએ પ્રેમલક્ષ્ણાભક્તિ ની જેમ પ્રેમને જ ઇશ્વર ગણી લીધેલો.
વૈદેહીનો વિરહ સહેવાતો નહોતો. તને તારાં પ્રેમ પર એટલો બધો વિશ્વાસ, ગૌરવ અને કઇ પણ કરી નાંખવાની ચાહ ટોચ પર હતી એટલે હતું કે વૈદેહી બધુ છોડી તારી પાસે આવી જશે. તને વૈદેહી પર વિશ્વાસ હતો પણ એ નાજુક નાર અને પરવશ છોકરીની સામે શેતાનો -પીશાચો હતાં એનું જોર કેટલું ચાલશે ? એ નબળાઇ એ નાજુક સ્થિતિ તારી નજર સામે હતી કે પેલા લોકો જુલ્મ કરીને એને વિવશ કરીને એ તાબે નહીં થાય તો બળાત્કાર કરીને એને વશમાં કરશે પછી ભલે એ આત્મહત્યા કરવા તરફ દોરાઇ જાય...
પણ.. આ બધી પરિસ્થિતિમાં છેવટે તો અમારી પ્રેમ દોર નંદવાઇ જશે, લૂંટાઇ જશે, પીંખાઇ જશે અને હું એ સહી નહીં શકું... હું છેવટે એને મારી નાંખીને મરી જઇશ એજ વિચારી લીધેલું ને તે ?
એની પાત્રતા વિવશતા અને જોર જુલ્મથી નંદવાઇ જાય એ ભય હતો એનાં પર અવિશ્વાસ નહોતો. પણ કોઇપણ કારણસર એનો ભવ અભડાય શરીર ચૂંથાય તો એની પાત્રતા ભંગ થશે એજ ભય હતો અવિશ્વાસ નહીં..
માનસ તારી આજ લાગણી એ પ્રેમની પરાકાષ્ઠા જ છે કારણ કે ગમે તે પરિણામ આવ્યાં પછી પણ તું એનાં વિના રહી કે જીવી સ્પષ્ટ જન્મ લઇ જ ના શક્ત એ હકીકત છે.
અઘોરનાથની સ્પષ્ટ અને દીવા જેવી ઓનોખી વાત અંતરમનની સચોટ વાત સાંભળીને માનસની આંખોમાં આંસુનો પુર ઉમટી આવ્યાં એ જોરથી રાડ પાડી બોલી ઉઠ્યો.
"હાં હાં હાં ગુરુજી એજ વાત છે મને અવિશ્વાસ ક્યારેય નથી આવ્યો મારી વહીદુ પર પણ..પણ. મને પિશાચો.. સંજોગો પર ક્યારેય વિશ્વાસ નથી આવ્યો કંઇ એવું બની જાય વિવશતામાં કે નબળી પળોમાં તો હું શું કરત ? ક્યાં જાત ? જીવ આપી આપધાત કરીને પણ હું ના છૂટત અને પ્રેત બનીને ભટકાયા જ કરત. હું વૈદેહીને ખૂબ પ્રેમ કરતો હતો કરુ છું.
વૈદેહીને પ્રેમ કર્યા પછી મારું મન એક પળ એનાં વિના નથી રહ્યુ. વિચાર-વર્તન-સ્વપ્નમાં પણ મને એજ દેખાતી એને જ પ્રેમ કર્યો છે.
સ્ત્રીઓતો સમાજમાં ઘણી મળી રહે છે વૈદેહીથી ઓછી વધુ કે સ્વરૂપવાન કે ચબરાક, મોહમયી કે નખરાળી જાતની સ્ત્રીઓ હોય છે એનાથી ચડીયાતી પણ હોય છે. જોઇએ છીએ જોઇ છે. પણ પ્રભુ મારાં મનમાં વૈદેહી સમાઇ ગઇ પછી મેં ફક્ત એને ચાહી છે એનામાંજ બધાં રૂપ સ્વરૃપ જોયાં છે માણ્યાં છે હું ક્યારેય કોઇનાં ચહેરા, અંગ ઉપાંગ, નખરા કે લોભામણી નજરથી નથી કદી આકર્ષાયો નથી મને પસંદ આવ્યા.. બસ મારાં માટે વૈદેહીજ મારું સ્વર્ગ અને સુકુન હતું અને છે જ.
ગોકર્ણ શાંતિથી બહુજ સાંભળી રહેલો કે પુરુષનાં આત્માની પીડા કંઇક જુદી જ હોય છે. બધીજ રીતે સ્ત્રીને ચાહીને પણ એ હંમેશા પરવશ રહે છે.
માનસે કહ્યું "મારો આત્મા જ્યારે મારાં શરીરથી મુક્ત થયો મેં મારું નશ્વર શરીર છોડ્યુ... પણ મારી વાસનાઓ મારી બદલો લેવાની વૃત્તિએ મને પ્રેતાત્મા બનાવ્યો. ગુરુજી મેં દેહ છોડ્યો એ પહેલાંની ક્ષણોમાં જ વૈદેહીએ દેહ છોડ્યો હશે એ નક્કી કરાણ કે હું પહેલાં મૃત્યુ સમયે પણ મારી માં અને વૈદેહીનાં વિચાર કરતો કરતો પીડાતો દેહથી મુક્ત થયો હતો.
મને એવું જ્ઞાન થયું કે હું હજી કર્મ કરુ છું ભલે મારો દેહ નથી પણ સૂક્ષ્મ દેહે હુ મારુંજ રૂપ ધારણ કરી શકતો હતો મારી અધૂરી વાસના માં બાપને મળ્યો હતો... માં-બાપ ભલે જાણી ગયેલાં પછી કે પહેલાં પણ મેં એમની મળવાની મારી વાસના પૂર્ણ કરેલી અને મને વૈદેહી મળી.. બારણે.. જ..
ગોકર્ણ એ વૈદેહી (મનસા) તરફ દ્રષ્ટી કરી અને મનસા બોલી.. માનસ તું કહે છે એમ નહોતું એણે રૂમ બંધ કરી અંદરથી લેચ લોક કરી હતી હું ગભરાઇ હતી હવે શું કરું ? મારી લાજ બચાવવી છે મારાં વિધુની હું વફાદાર છું છેક સુધી રહીશ વિવશતા કે કોઇપણ નબળી ક્ષણો મને બરબાદ નહીં કરી શકે મેં રણચંડીનું રૂપ લીધેલું હું હવે છેલ્લે જીવ આપીને પણ મારું શિયળ બચાવીશ એવાં નિર્ણય પર આવી ગઈ હતી મારાં વિધુને હું મર્યા પછી તો પીડા નહીં જ આપું. એવો નિશ્ચય કરેલો. જીવતાં તો મેં એને જીવતોજ જાણે મારી નાંખેલો-માત્ર ને માત્ર પીડાજ એને આપી હતી હું શું કરું ?
વૈદેહીએ કહ્યું "મારાં હાથમાં રૂમનો નાઇટ લેમ્પ આવી ગયો એને ચાલુ કરેલો મને ખબર નહીં. પણ એનો વાયર મારાં પગમાં ભરાયો અને હું ઉછળીને બેડ પર પડી પણ આ બધામાં શોર્ટ સર્કીટ થઇ અને આખાં શરીરે મારાં ઝાળ લાગી હું ગંદી રીતે અંદરથી દાઝી હતી અને થોડીજ ઘડીમાં મારી અંતિમઘડી આવી ગઇ મેં જીવ છોડ્યો પણ વિધુને મળવાની અતૃપ્ત વાસના મારામાં પ્રખર હતી એટલે જીવે દેહ છોડ્યો પણ જગ નહીં અને હું પ્રેતાત્મા તરીકે પ્રેતયોનીમાં જાણે જીવી ગઇ. અને વિધુ ઘરેજ હશે એમ ધારી સીધી એનાં ઘરે પહોચી અને ત્યાં જાળીએ સીધો વિધુનો પ્રેતાત્મા મળી ગયો મને પણ જ્ઞાન થઇ ગયું વિધુ પણ.. પ્રેતયોનીમાં જ છે અને એ પ્રથમ મિલન મૃત્યુ પછીનું..
ગોકર્ણ એ હવે ધીરજ ગુમાવી.. પણ મનસા એ પછી પ્રેતયોનીમાં તમે આગળ શું કર્યુ ? તમે તો ચોક્કસ પ્રેતયોનીમાં પણ પ્રીત કરી જ હશે.
માનસ કહ્યું "ના ના પહેલાં પ્રથમ મિલને મેં એને તિરસ્કારેલી અને ભૂંડા વચનો કીધેલાં કે તેં મને દગો દીધો છે તેં પાત્રતા ગુમાવી છે તું શિયળ લૂંટાવી ભવ અભડાવીને જીવ છોડીને આવી છે શું શું તેં છીનાળા કર્યા છે બોલ ? અહીં મારી પાસે હવે કેમ આવી છે ? હું ખૂબ પીડાયેલો એ સમયે ગુસ્સામાં હું ના બોલવાનું બોલી ગયેલો.
ગુરુજીએ અગાઉ સમજાવ્યું છે એકદમ સચોટ કે જે આવો પ્રેમ કરે એની માનસિક્તા જીવ્યા કે મર્યા પછી પણ આવી જ રહે છે કારણ કે સાચો પ્રેમ કર્યો હોય છે. અસલ જોડી બનાવી હોય છે કલ્પનામાં પણ બીજી રીતે પાત્રતા જોઇ કે સહી શકતાં નથીજ.
માનસે કહ્યું અમે મળ્યાં પછી પહેલાં તો ઝગડયાં પણ આ યોનીમાં વિવશતા નથી હોતી બધાંજ સત્ય અને ઘડીઓ સામે લાવીને જોઇ શકાય છે અને સૃષ્ટિ રચનાર ઇશ્વરની એટલી કૃપા છે કે બધુ જ દેખાયું સમજાતું અને મેં વૈદેહીને ક્યુ મને માફ કર હું તને માફ કરુ છું વિવશતામાં તારે ભૂકંપ લાવવાનો હતો અને મારે ધીરજ.. પણ બસ એકજ ખબર છે કે હું તને પ્રેમ કરુ છું એ માનવ યોની હોય કે પ્રેત પણ હું ફક્ત તારો તું ફક્ત મારીજ.
અને મનસા માનસે એકબીજા તરફ મીઠી નજરે જોયું ગોકર્ણે કહ્યું "તમે પ્રેમનીજ વાતો કરો પ્રેત યોનીમાં શું કર્યુ એ સાંભળવા તરસું છું હું...
વધુ આવતા અંકે -- પ્રકરણ-61 છેલ્લો