Pret Yonini Prit... - 40 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - 40

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-40
વિધુનાં એક્ષીડન્ટ પછી એને સુધારો જણાંતાં સ્પેશીયલ રૂમમાં શીફ્ટ કર્યો હતો. એમાં લગભગ 15 દિવસ નીકળી ગયાં હતાં. અને વિધુએ માં ને વૈદેહી માટે પ્રશ્ન કર્યો. માં એ વિધુને અચકાતાં અચકાતાં ક્યુ "વિધુ દિકરાં હવે એને ભૂલી જાય એ જ તારાં હિતમાં છે. હવે કશું જ રહ્યું નથી તમારી વચ્ચે.
વિધુએ કહ્યું "કેમ માં આવું બોલે છે ? એવું શું થયું ? વિધુની માં તરુબહેને કહ્યું "તું હોસ્પીટલમાં હતો સારવાર હેઠળ હું તારી પાસે આવવાની તૈયારીમાં હતી અને એ અને માં બન્ને આપણાં ઘરે આવેલાં... એ એક ક્ષણ બેઠી નથી તારાં વિષે કોઇ પ્રશ્ન નહીં બસ એની લગ્નની કંકોત્રી મારા હાથમાં આપી એ એક અક્ષર બોલી નથી એની માં ઇન્દીરાબ્હેન બોલ્યાં કે વૈદેહીનાં લગ્ન લીધાં છે. ખૂબ સારું ઘર અને છોકરો મળ્યો છે વૈદેહીએ ઘરમાં રાજ કરશે. તમારા આશીર્વાદ આપવા અવાય તો જરૂર આવશો એમ કહી પાછા વળી ગયાં.. વિધુ પાછાં જતાં જતાં એવું બોલ્યાં "તમારાં વિધુને સમજાવી દેજો કે વૈદેહી પ્રભુતામાં પગલાં માંડવા જઇ રહી છે વચ્ચે અપશુકન બનવા એનું મોઢું પણ ના બતાવે.. નહીંતર સારું નહીં થાય. અને સડસડાટ ઘરની બહાર નીકળી ગયાં.
વિધુ મારાં હાથમાં રહેલી કંકોત્રી નીચે પડી ગઇ મારી આંખમાં આંસુ ઘસી આવ્યાં કે મારો દિકરો જીવન માટે ઝઝૂમી રહ્યો છે અને આ બાઇ શું બોલીને ગઇ ?
મેં પછી માને પૂછ્યુ "માં આ તું શું બોલે છેઃ ? મારાં માન્યામાં નથી આવતું... વૈદેહી કંઇ ના બોલી ? એણે એની માં ને અટકાવી નહીં ?
મારી માં એ મને કહ્યું "એ આવી હતી ત્યારથી એની નજર નીચી હતી જાણે કસાઇનાં હાથમાં પારેવું ફફડતું હોય એમ ડરી ડરીને આવેલી એણે એકવાર નજર ઊંચી કરીને જોયું સુધ્ધાં નથી. વિધુ હવે એ છોકરી તારાં જીવનમાંથી નીકળી ગઇ છે એને ભૂલી જા.. આપણને પ્રભુએ મોટી પરીક્ષામાંથી બહાર કાઢ્યાં છે હવે તારો એક વાળ વાંકો થશે મારાંથી નહીં સહેવાય.. પ્લીઝ દીકરા ભૂલી જા...
હું ક્યાંય સુધી સ્તબ્ધ બનીને બધું સાંબળી રહેલો મને થાય મારાં કાનમાં બધી વાતો હું સાંભળી રહ્યો છું એ સાચી છે ? મારી વહીદુ આવું કરી જ કેવી રીતે શકે ? મારો પ્રેમ એ ભૂલી ગઇ ? અમારા એ ગાંધર્વ લગ્ન એ બધી સુખ આનંદની પળ વિસરી ગઇ ? મારો આવો વિશ્વાસઘાત એ કેવી રીતે કરી શકે ? એ મને સ્પષ્ટ કહેતી કે મારાં વિવાહ લગ્ન વેવીશાળ જે કંઇ કરવા ઘરેથી કહેશે ત્યારે હું સ્પષ્ટ તારું નામ આગળ કરી દઇશ અને કહીશ જગતમાંબીજાં બધાં પુરુષ મારાં ભાઇ, પુત્ર કે પિતા સમાન છે મને ક્યારેય કોઇ પણ રીતે મને મજબૂર નહીં કરી શકે.. એ બહાદુરીની ગુણબાંગો મારતી વહીદુ બીજાની થવા તૈયાર થઇ ગઇ ?
વિધુ વિચારે ચઢ્યો કે એણે પ્રાણ કેમ ના ત્યાગી દીધા ? કઇ વિવશતાઓએ એને મજબૂર કરી શું થયું હશે ? પાછો અને વૈદેહીનો પ્રેમ યાદ આવતા સ્વગત બોલી ઉઠ્યો "ના ના મારી વહીદુ એવું કરી જ ના શકે ક્યારેય નહીં તો પછી...
થોડીવાર પછી મેં માં ને પૂછ્યું "માં વહીદુનાં લગ્ન ક્યારે છે ? તેં કંકોત્રી જોઇ તો હશે ને ?
માં એ મને કહ્યું "આજે જ છે હમણાં સાંજનાં 7.00 વાગ્યાનું હસ્તમેળાપનું મૂહૂર્ત છે. અત્યારે તો માયરામાં બેઠી હશે અને હસ્તમેળાપ થઇ રહ્યો હશે.
એ સમય હું કંઇ જ બોલીના શક્યો મારાં ગળામાં ડૂમો ભરાઇ ગયો હતો મારે માંને કંઇક કહેવું હતું પૂછવુ હતુ પણ કંઇ જ ના બોલી પૂછી શક્યો.
જીભ અને હોઠ સૂકાઇ ગયાં મૌન થઇ ગયાં એની જગ્યા આંખોએ લીધી મારી આંખો વરસી રહેલી ધીમે ધીમે હું ધુસ્કે ને ધૂસ્કે રડતો રડતો બેકાબૂ થઇ રહેલો મને આવી સ્થિતિમાં નાં જોઇ ના સકી એ મને વળગી પડી મને એણે છાતી સરસો ચાંપ્યો અને એ પણ ખૂબ રડી બોલી "વિધુ શાંત થા વિધીની આ ક્રુરતા અને નિયતિની આ ચાલ ખબર નહીં કેમ આવી આડી ઉતરી મારાં દીકરાં સ્વીકારી લે ના કર આટલો શોક.. સમજીને સ્વીકારી લે કે આજ નિયતિ હતી તમારી. શાંત થા શાંત થા..
હું ક્યાંય સુધી રડતો રહ્યો માં આશ્વાસન આપતી રહી.. રાત્રે અચાનક મારી તબીયત બગડી... માં એ પાપાને બોલાવી લીધાં પાપા અને ડોક્ટર બંન્ને મારી પાસે ને પાસે હતાં મારી ફરીથી સારવાર ચાલુ થઇ મને ખબર નથી વળી બીજાં 3-4 દિવસ નીકળી ગયાં હું પાછો સ્વસ્થ થયો. જ્યારે હું પાછો સ્પેશીયલ રૂમમાં આવ્યો. ત્યારે નિરંજન અંકલ મારી પાસે બેઠાં હતાં એમણે મારી સામે જોઇને કહ્યુ વિધુ હવે તું સંપૂર્ણ સ્વસ્થ છે હવે કાલે સવારે તને ઘર જવાની રજા મળી છે આશા રાખું છું તુ હવે તારી જાતને તારાં મનને સંભાળી લે તારી પાછળ તારાં માં બાપ ખૂબ દુઃખી થઇ રહ્યાં છે એમણે તારી ઇજા પાછળ બીજી ઘણી પીડાઓ સહી છે. દીકરા તું તારી જાતને સંભાળ હું બધુ જ સમજુ છું પણ હવે તારે તૈયાર થવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. તું કહીશ ત્યારે ગુણવંતકાકા તને લેવા માટે ઘરે આવી જશે.
નિરંજન અંકલે મને સમજાવ્યો મને થયું મારાં કારણે મારી માં અને પાપા અસબ દુઃખી થઇ રહ્યાં છે. એમનો શું વાંક છે ? એ શા માટે અને શેની સજા ભોગવી રહ્યાં છે ? મેં અંકલને કહ્યું "થેંક્યુ અંકલ તમે સદાય સાથે ને સાથે રહ્યાં હું હવે ઢીલો નહીં વદું જલ્દી જ હું ડ્યુટી પર હાજર થઇ જઇશ તમે નિશ્ચિંત રહો.
નિરંજન અંકલ ખુશ થઇ ગયાં અને મને મારો મોબાઇલ મારાં હાથમાં સોંપી ને કહ્યું "આ તારો મોબાઇલ સંભાળી લે બાકીનુ તું હાજર થઇ જઇશ ત્યારે વાત કરીશું અને તારી સલામતી સંપૂર્ણ બની રહે એની પણ મેં વ્યવસ્થા કરી છે. એમ કહીને માં-પાપાને આશ્વાસન આપી નીકળી ગયાં.
બીજે દિવસે સવારે હું મારાં ઘરે આવી ગયો હતો. પોળ-સેરી -આડોશ પાડોશવળા આવીને ખબર અંતર પૂછી ગયાં. માંએ કહ્યું "દીકરાં થોડાં દિવસ હમણાં નીચે જ સૂઇ રહે અમારી સાથે પછી ઉપર તારાં રૂમમાં જજે.
મેં માને કહ્યું "ના માં તમે ચિંતા ના કરો હું હવે એકદમ ઓકે છું હું ઉપર મારાં રૂમમાં જ જઇશ હવે મારી ખબર કાઢવા આવનારને નીચેથી જ વિદાય આવજો પ્લીઝ હવે હું કોઇને મળવા નથી માંગતો એમ કહીને પહેલાં હું પૂજા રૂમમાં માં બાબાનાં દર્શન કરવા ગયો.
હું અંદર પૂજા રૂમમાં ગયો અને બહાર મને સંગીતાનો અવાજ સંભળાયો એ માંને પૂછી રહી હતી...
તરુ માસી વિધુને ઘરે લઇ આવ્યા ? દવાખાને થી ? કેવું છે એને ? મને નાકે થી ખબર પડી કે વિધુ ધરે આવી ગયો છે એની ખબર પૂછવા દોડી આવી. અરે માસી તમને ખબર પડી પેલી વૈદેહી જે વિધુ સાથે ભણતી હતી એનો તો ધામધૂમથી લગ્ન થઇ ગયાં બોલો લગ્નમાં કોઇ બહેનપણીઓને બોલાવેલી જ નહીં તમારે કંકોત્રી આવી હતી ? અરે પણ તમારે આવી હોય તોય તમે કેવી રીતે આવત ? વિધુતો બિચારો હોસ્પીટલમાં હતો.
અને.... માસી ખબર પડી કંઇ કે વિધુની બાઇક સાથે એક્ષીડન્ટ કરનાર કોણ હતું ? ખરી કહેવાય વૈદેહી આમ અચાનક જ પરણી ગઇ કોઇને જરા સરખો અંદેશો પણ ના આવવા દીધો સાવ નઠારી નીકળી આવું થોડું કરાય ? હું ગઇ હતી એનાં લગ્નમાં ઓહો હો એવા શણગાર સજેલાં.. ઘરચોખુ અને દાગીનાં ઠઠેરા... કોઇ માલેતુજાર સાથે એનાં લગ્ન થયાં છે હનીમુન કરવાં તો સ્વીઝરલેન્ડ જવાનાં છે બોલો...
મારી માં અને હું અંદર સેવામાં એની ચબડ ચબડ સાંભળી રહેલાં પણ હું બહાર ના નીકળ્યો.... મારાં કાનમાં એનાં શબ્દો તીક્ષ્ણ બાણની ભોંકાતાં હતાં એ સમજીને ખુશ થતાં થતાં સંભળાવા આવી હોય એમ બોલી રહી હતી પછી હું ધીરજ ગૂમાવું એ પહેલાં જ માં એ કીધુ "અલી બહુ બોલી કોઇનાં ઘરની પંચાત મારાં ઘરે આવીને શા માટે કરે છે ? તને એમાં શેનું સુખ મળે છે ? વૈદેહી પરલી ગઇ સારું થયું પણ તું હજી કેમ ઘેર ઘેર પંચાત કૂટતી ફરે છે ? તારી માં એ તારું કંઇ શોધ્યુ નથી ? જા અહીંથી મોટી આવી ખબર કાઢવા... નીકળ...
માંએ રીતસર એનું અપમાન કરીને કાઢી મૂકી પછી માં અંદર પૂજારૂમમાં આવીને બોલી "દીકરા મને ખબર છે તે બધુ સાંભળ્યુ છે એ સંભાળાવા જ આવેલી એ પણ મને ખબર છે પણ તું સંતુલન ના ગુમાવીશ માં મહાદેવ બધુ સારું કરશે... તું આરામ કર જા..
વિધુએ કહ્યું "હું પછી ઉપર મારાં રૂમમાં આવ્યો અને મારાં બેડ પર આડો પડ્યો આંખો મારી શ્રાવણ ભાદરવાનાં મેહૂલાની એમ વરસી રહી હતી.. મેં મારો ફોન ઓન કર્યો અને પછી મેં જોયું...
વધુ આવતા અંકે -પ્રકરણ-41

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED