પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-46 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-46

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-46
વૈદેહીને સાડી પહેરવાની સૂચના આપી વૈદેહીનાં જવાબથી ગુસ્સે થઇને માં અંદર જતી રહી. થોડાં વખતમાં છોકરાવાળાં આવી ગયાં. મહેશભાઇ અને ઇન્દીરાબહેને એ લોકોને આવકાર્યા અને ડ્રોઇગરૂમમાં દોરી લાવ્યાં. સાથે વિપુલ પણ હતો. વૈદેહીએ એને જોયો અને એનો ગુસ્સો આસમાને ગયો એનુ મોં લાલ થઇ ગયું.
વૈદેહીએ કહ્યું હું વિપુલને જોયો એનું મોં લાલ થઇગયું માંએ એ લોકોને પાણી આપ્યુ પછી ચા નાસ્તો લઇ જવા મને કહ્યું પછી માં પાપા એ લોકો સાથે બેસી ઔપચારીક વાત કરતાં હતાં અને હું ચા નાસ્તો લઇ જઇ ટીપોય પર મૂકીને પાછી મારાં રૂમમાં આવીને બેસી ગઇ મને ખૂબ ગુસ્સો આવેલો હતો.
"વિધુ મેં એ કોઇનાં ચહેરાં મોઢાં જોયાં જ નહોતા પણ વિપુલ પર નજર પડી ગયેલી કારણ કે એ ડોકીયાં કરીને મારાં રૂમ તરફ જોતાં જોતાં જ ઘરમાં આવેલો. હું ક્યાંય સુધી રૂમમાં બેસી રહી થોડીવાર પછી માં એ આવીને કહ્યું એ લોકોને તું પસંદ છે તને છોકરો જોયો તારી સાથે વાત કરવા કહે છે ચાલ...
મેં ખૂબ ગુસ્સાવાળી આંખે કહ્યું "માં હું કોઇને જોવા મળવા વાત કરવા નથી માંગતી મને કોઇ પસંદ જ નથી વિધુ સિવાય... અને માં નો હાથ ઉઠવો એણે મને એક લાફો મારી કીધુ પડી રહે અહીં પણ અમને કુટુંબ છોકરો ગમ્યાં છે અને નક્કી કરી લઇશું જોઇશું તું કેવી રીતે નથી પરણતી ?
માં મારાં રૂમનો દરવાજો જોરથી બંધ કરીને જતી રહી એને પણ ખૂબ ગુસ્સો આવી રહેલો ખૂબ જ.. હું ખૂબ જ રડી રહેલી ક્રોધવાળી લાલ લાલ આંખો લોહીનાં આંસુ વહાવી રહેલી થોડીવાર પછી એ લોકો ઉભાં થયાં હોય એવું લાગ્યું એ લોકો શું બોલે છે એ સાંભળવા મેં કાન સરવા કર્યા.
છોકરાની માં એ કહ્યું ઇન્દીરાબેન તમારી છોકરી તો પસંદ છે પણ કંઇક વધૂ જ શરમાળ લાગે છે નહીં ? માં એ કહ્યું "પહેલી વાર છે ને ? ત્યાં પેલો વિપુલ હસતો હસ્તો બોલ્યો એ પહેલીથી જ શરમાળ છે હું ઓળખું ને સાથે ભણતાં અને ખાસ કાકી વાત કહેવાની.. પછી જરા જોરથી બોલ્યો. "પેલો વિધુત ખરોને મારી સાથે ભણતો આગલી શેરીમાં રહે છે એનો ભયંકર અક્સમાત થયો છે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે ખબર નહીં બચશે કે નહીં ? વિપુલની વાત સાંભળી મારું હૃદય ધબકારા ચૂકી ગયું મેં માંબાબાને પ્રાર્થના કરીને કહ્યું "આ કેવી કસોટી ? મને આવી સજા શેના માટે આપો છો ? મારાં એવાં તો કેવા કર્મ મને નડી રહ્યાં છે. મારાં વિધુને કાંઇ થવું ના જ જોઇએ એનો વાળ વાંકો ના થવો જોઇએ હું પ્રાણ આપી દઇશ. અને મેં બારણુ ખોલી જોયુ એ ખંધુ હસતો હસતો બધાની સાથે બહાર નીકળી ગયો. એ લોકોનાં ગયાં પછી મને પાપાએ કહ્યું "નવીનકાકાએ બહુ સારું ઘર શોધી આપ્યુ છે છોકરો એકનો એક છે અને શરમાળ અને ડાહ્યો છે મને ખૂબ પસંદ આવ્યો છે આવો સંબંધ અને ઘર જવા ના દેવાય.
માં એ મારી સામે જોઇને કહ્યું "સારાં મૂહૂર્તમાં શુકુન પડીકું મોકલી નક્કી જ કરી દો આવો છોકરો જવા ના દેવાય. આપણી દીકરી ત્યાં જઇને રાજ કરશે આટલો પૈસો સાહબી ક્યાં મળવાની આપણી છોકરીને હાથમાં ને હાથમાં રાખશે એ લોકો એવા જ લાગ્યાં.
પાપાએ કહ્યું "એકવાર તારે વૈદેહીને પૂછવાનું હોય તો પૂછી લે પછી પાછળથી માથાકૂટ ના થાય આપણને ઠપકો ના મળે.. તું કહે એટલે નવીનને ફોન કરી સારાં સમાચાર આપું.
માં એ કહ્યું "એને શું પૂછવાનું ? એને શું ખબર પડે માણસો ઓળખવામાં તમ તમારે નવીનભાઇ સાથે વાત કરી પાકું જ કરી દો.
પાપાએ મારાં રૂમ તરફ જોયું હું એ લોકોની વાતો સાંભળી અંદર તરફ આવી પણ મારું ધ્યાન અને કાન એલોકોની વાત સાંભળવામાં જ હતું.
પાપાએ કહ્યું "ઇન્દીરા.. છોકરો કુટુંબ સારુ છે ખૂબ સુખ અને પૈસાવાળા છે પણ... પણ... છોકરો થોડો સ્ત્રૈણ ના લાગ્યો ? વધારે પડતુ શરમાતો અને એની આંખો બોલવુ મને કંઇક...
માં એ પાપાને રોકતા કહ્યું અત્યારે ઘણાં છોકરાં આવાં નાજુક હોય છે એમાં શું થઇ ગયું ? તમે ક્યાં એવાં આડાં તેડાં વિચારો કરો છો કરો ફોન નવીનભાઇને. અને પાપાએ જવાબ સાંભળી સીધો નવીનકાકાને ફોન કર્યો અને સામેથી નવીનકાકાનો મોટો અવાજ આવી રહેલો. પાપા ફોનમાં શું વાત કરતાં હતાં એ સ્પષ્ટ સંભળાતી નહોતી પણ પાપાનાં જવાબથી મને બધું સમજાઇ જતું હતું.
પાપાએ કહ્યું હાં અમને માણસો છોકરો કુટુંબ બધુ ગમ્યુ છે.. હાં...હાં. વૈદેહીની પણ હાં જ છે તમે આગળ બધો અમારો જવાબ એમને પહોચતો કરી દો એટલે આગળ વિવાહ કે લગ્નની વાત ચલાવી શકાય. અને નવીનભાઈ એક પ્રશ્ન પૂછવો હતો... હાં હાં કહુ છું.. આ છોકરો જરા વધારે શરમાળ અને સ્ત્રૈણ લાગ્યો છે બાકી બધુ બરોબર છે ને પાછળથી કંઇ ગરબડ થાય પહેલાં તમને પૂછેલું સારું.
માંએ એ સાંભળીને બોલી "મેં કીધું કે એવું કંઇ નહીં હોય તોય હજી ચીકાસ કરે છે.. આવુ સારુ ઘર હાથથી નીકળી જશે બીજે ક્યાં શોધવા જઇશું ?
પાપાએ કહ્યું "હાં નવીનભાઇ શું કહો છો ? હાં હા છોકરો લાગણીશીલ અને શરમાળ છે ઠીક છે તમે અમારો જવાબ કહીદો પછી મને જણાવવો એવુ કહી ફોન મૂક્યો.
માં એ કહ્યું એલોકોનો જવાબ તો ઘરે જ અહીં મળી ગયેલો કે એમને આપણી વૈદૈહી પસંદ છે એટલે બીજો કોઇ પ્રશ્ન નથી. એ દિવસે હું જમી જ નહીં સવાર થી બપોર સુધી સાવ ભૂકી રહી ના માં એ પૂછ્યું ના પાપાએ.. મને મનમાં થયું હું કોઇ રીતે જીવ જ કાઢી દઊં પણ તારાં વિચાર આવતાં અટકી જતી હતી.
હું સાંજે સેવામાં દીવા કરતી હતી માંબાબાને પ્રાર્થના કરી રહેલી અને નવીનકાકાનો ફોન આવી ગયો અને પાપાને કહ્યું એ લોકો ખૂબ રાજી થયાં અને સંબંધ પાકો જ સમજવા કીધું અને હાં મહેશ એ લોકો વિવાહ કરવા નથી માંગવા સીધુ જ લગ્ન લેવાં માંગે છે અને એ પણ તુરંત જ કારણ કે એ છોકરાંનાં દાદા સીરીયસ છે ગમે ત્યારે કંઇ થઇ શકે એવુ છે એટલે એમની હાજરીમાં જીવતાં જ લગ્ન થઇ જાય એવું ઇચ્છે છે એટલે એમણે વિનંતી કરી છે કે લગ્ન આવતાં વીકમાં જ નક્કી કરવા માંગે છે.
નવનીકાકા પાપાને કહી રહેલાં કે એ લોકોને કોઇ વટવ્યવહાર લેવાનો નથી છોકરીને એક સાડીમાં વિદાય કરે એવું કીધું કંઇ જોઇતું નથી પણ લગ્ન તુરંત જ લેવાશે. હમણાં દાદાની સામે લગ્ન લેવાઇ જાય પછી ધામધૂમથી રીસેપ્શનમાં બધાને બોલાવીને પાર્ટી કરી લઇશું હમણાં ઘરનાં ઘરનાંની હાજરીમાં જ લગ્ન કરાવી લઇએ અને તમારે એ લગ્ન મંદિરમાં કરાવી લેવા હોય તો ય એ લોકો રાજી છે એ લોકો છોકરીવાળા હાં પાડે પછી તમારી દીકરીને ચઢાવી હીરા સોનાનાં બધાં દાગીના ખરીદવા જવાની ખબર પડે.
પાપાએ કહ્યું "હું હમણાં વિચારીને પાછો ફોન કરું છું પાપાએ મંમીને કહ્યુ આ લોકોનો એકદમ જ ઉતાવળ કરે છે આટલું જલ્દી લગ્ન ?
માં એ કહ્યું "આપણને શું ફરક પડે છે ? એ વ્યવસ્થા એમનાં માંથે નાખી દો આપણે ભાગ આપી દઇશું ખર્ચનો એમને ઉતાવળ છે તો ભલે.. અને ઘરડાં માણસનો ભરોસો શું ક્યારે આંખ મીચી દે. તમ તમારે હા પાડી દો.
મને થયુ માં ખરી છે બરાબર તપાસ કર્યા વિના મને અહીંથી દૂર કરવા માંગે છે ગમે તે ગમે તેની સાથે મને પહેરાવી દેવા માંગે છે હું એને એટલી નડુ છું ? એને મારાં માટે કોઇ લાગણી જ નથી ? માં આટલી નિષ્ઠુર થઇ શકે ? પાપાએ તો હા પાડી દીધી.
વિધુ મારાં આક્રોશ અને પીડાનો કોઇ અંત નહોતો મને ખૂબ જ તકલીફ પડી રહેલી. બીજા દિવસથી માં એ મારી સાથે સારું સારું. વર્તવાનું ચાલુ કરી દીધું હસી હસીને બોલે અને મારાં ભાવનાં ભોજન રોજ બનાવતી અને કહેતી મારી એકની એક દીકરી છે હવે પારકે ઘરે જવાની અમે બીજા દિવસે તો લગ્ન પડો આવી ગયો અને પહેરામણીમાં લગ્ન પહેલાંજ એ છોકરાની માં-પાપા સોનાનાં સેટ અને હીરાનો સેટ આપી ગયાં.
એ છોકરાની માં બોલી અમારે તો જે છે આ એકનો એક છે અમારું બધું જ એનું છે આ શુકનની પહેરામણી છે લગ્ન સમયનું અલગ આપશુ એણે જ પહેરવા ભોગવવાનુ છે અને એ દિવસ એમની મહેમાનગતી કરીને વિદાય કર્યા મારાં 4 દિવસ પછી ગાયત્રી મંદિરમાં લગ્ન ગોઠવાયાં હતાં ખીલે બાંધેલી વાછરડી વ્યાકુળતાથી છૂટવા ધમપછાડા ક રે એવું મારું મન થઇ ગયું હતું અને મેં પાકો નિર્ણય કર્યો કે...
વધુ આવતા અંકે--- પ્રકરણ-47