પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-50 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-50

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-50
વૈદેહી એની આપવિતી કહી રહી હતી એનાં લગ્ન થયાં જ નહોતાં છતાં સમજૂતીથી અને પંડિતને પૈસાથી ખરીદી લઇને સર્ટીફિકેટ પર સહીઓ લીધી અને ચઢાવો બધો જ છોકરાનાં બાપે અમારી ગાડીમાં મૂકાવ્યો કહે છોકરીને વળાવો ત્યારે વાત હમણાં તમે લેતાં જાવ.
માં અને માસીને જોતાં જ રહી ગયાં. પાપાએ મને ઉંચકીને પાછળની સીટ પર સુવાડી મેં માસીના ખોળામાં મારું માથું રાખેલું આગળ કારમાં પાપા અને માં બેસી ગયેલાં નવીનકાકાને પાપાએ ક્હ્યુ તમે પાછળ આવજો મેનેજ કરીને વૈદેહીની તબીયત ઠીક નથી અમે ઘરે જઇએ છીએ.
અમે ઘરે પહોંચ્યાં ત્યાં ઘર આવતાની સાથેજ હું કારમાં બેઠી થઇ ગઇ અને નીચે મારી જાતે ઉતરી આજુબાજુવાળા મારાં લગ્નનાં પહેરવેશ સાથે ઘરે પાછી આવેલી જોઇને તરહ તરહની વાતો કરવા લાગેલાં મને કોઇ ફરક જ નહોતો પડતો. મને બેઠેલી જોઇને પાપાએ પૂછ્યુ તને સારું છે ? તને શું થયું હતું હું તો ગભરાઇ ગયેલો માં એ હસંતા મોઢે કહ્યું "ચાલે અંદર પછી વાત કરીએ અને લોકો બધાં ઘરમાં ગયાં માં એ દરવાજા બંધ કરી દીધા.
માં એ પાપાને કહ્યું "આપણે ફસાઇ ચૂક્યાં છીએ મારી આંખ સામે પડળ બંધાયાં હતાં પણ એ માણસો તો નક્કામાં સંસ્કાર વિનાનાં નાગાં છે આપણી છોકરી ત્યાં નહી મોકલી શકાય. મારી છોકરીને બરબાદ કરવામાં મારો જ હાથ છે એમ કહીને ધુસ્કે ધૂસ્કે રડવા લાગી.
માસીએ કહ્યું "મોટી હવે રડવાનો શું અર્થ? મે તને બે વાર ચેતવી હતી પણ તું મારું સાંભળતી જ ક્યાં હતી ? હવે શં કરીશુ ? ગાડીમાં પેલા નવીનીઓ મારી છોકરીને કેવી રીતે જોતો હતો ? તમારો ભાઇબંધ તો સાવ રાક્ષસ નીકળ્યો મને શું ખબર કે આ માણસો આવા નીકળશે.
પાપા બધાં શાંત થયાં પછી બોલ્યાં "મને લગ્ન સમયે જ ખબર પડી ગઇ હતી કે આ લોકો ડોન જેવા છે સાવ નક્કામાં અને બધી જ રીતે પહોચતાં છે અને આપણે ફસાઇ ચૂક્યાં છીએ એટલે જ હું વૈદેહીને ઊંચકી સીધાં ગાડીમાં લઇ આવેલો.
માં એ પૂછ્યું તમને કેવી રીતે ખબર પડી ? તમે તો મારી જેમ એ લોકોમાં જ આવી ગયાં હતાં. મહેશભાઇએ કહ્યું "મારી વાત તો સાંભળ શાંતિથી પંડિત વિધી કરી રહેલો મારું ધ્યાન એ બધામાં હતું તમે બધાંજ વિધીમાં હતાં મારી બાજુમાં અને એની પાછળ બેઠેલો પેલો વિપુલીયો છોકરાંનાં બાપ સામે ખાનગીમાં કંઇક ગણ ગણ કરતો હતો એમની વાત મને પહેલાં ખબર ના પડી પણ પછી એલોકોને કંઇ જ ખબર ના પડે એમ મેં કાન સરવા કર્યા. એલોકોને એમ જ કે મારું ધ્યાન વિધીમાં છે પંડિત મારી પાસે વિધી કરાવે છે પણ વિધિમાંથી મેં ધ્યાન હટાવી એલોકોની વાતોમાં જ ધ્યાન આપ્યું.
પેલો વિપુલીયો બોલ્યો "અંકલ અહીંથી વિધી પતે પછી આલોકો વિદાય આપી દે પછી તમે કીધુ છે એ હોટલમાં મેં શ્યુટ બુક કરાવી દીધો છે તમે નિશ્ચિંત રહેજો ઘરે લઈ જઇ પછી આ તમારો પોણીયો સૂઇ જાય પછી તમ તમારે જલ્સા કરજો આખી રાત બધોજ બંદોબસ્ત પાકો કર્યો છે.
મેં આ વાત સાંભળી અને મારાં પગ તળેથી ધરતી જ સરી ગઇ એનાં છોકરામાં રામ નથી એ નપુંસક અને સ્ત્રૈણ છે મને વ્હેમ પડેલો જ પણ એનો બાપ નરાધમ છે મારી છોકરીને મેં ક્યાં નાંખી એ વિચારે આગળ વિધીમાંથી મારું ધ્યાન જ ખસી ગયુ સારુ થયું મારી દીકરીને ચક્કર આવી બેભાન થઇ બચી ગઇ છે.
માસીએ કહ્યું "એ બેભાન નથી થઇ એણે નાટક કરેલું મારી અને એની સમજૂતી હતી એટલે બચી ગઇ છે.
માં એ કહ્યું તમે તો પેલાં પંડિતનાં ફોર્મમાં સહી કરી છેને ? પાપા બોલ્યાં તારી તબીયતનું બ્હાનું કાઢી મેં સહી કરી જ નથી... નથી હસ્તમેળાપ કે ફેરા થયાં શેનુ લગ્ન ? હું આ લગ્ન માન્ય જ નથી કરતો ફોક ગણાશે. મારી દીકરીને જેની સાથે હવે લગ્ન કરવાં હશે હું એની સાથે જ કરાવીશ.
હું તો એ સાંભળીને એટલી ખુશ થઇ ગઇ કે હાંશ મોડાં મોડાં માં બાબાએ મારી વાત સાંભળી માં-પાપા માસી બધાં માની ગયાં હતાં હવે વિધુ સાથે જ મારાં લગ્ન થશે અને હું આ લોકોની નાગચૂડમાંથી છૂટી જઇશ ? એ દિવસે ખૂબ જ ખુશ હતી પરંતુ.......
****************
વિધુએ કહ્યું "મને મારાં સરે કહેલું કે એ લોકો પસ્તાયા છે બે ફેરામાં પેલી છોકરી બેભાન થઇ ગઇ હતી. અને લગ્ની વિધી જેમ તેમ પુરી કરી હતી.
વૈદેહીએ કહ્યું "ફેરા ફર્યા જ નથી એક પણ બધી વાતો ચગાવી હતી અને હું એનાં ઘરે જવાની સ્પષ્ટ ના પાડી દીધેલી માં અને પાપા પણ તારી સાથે લગ્ન કરાવવા તૈયાર થઇ ગયાં હતાં અને મેં એ દિવસે માં પાસે મારો ફોન પાછો માંગ્યો હતો અને એજ રાત્રે મેં તને ફોન કરેલો વિધુ.,.. પછી આગળ શું થયું એ બધુ તને ખબર જ છે ને.
વિધુએ કહ્યું "હાં એ રા6 તેં મને ફોન કરેલો કે લગ્નમાં આવી સ્થિતિ હતી. સંગીતાએ જે બધુ કીધેલું એવું કંઇ નહોતુ એ લગ્નમાં જતી તને જોઇ હતી બીજુ કંઇ નહી કારણે કે લગ્ન મંદિરમાં હતાં કોઇને આમંત્રણ જ નહોતું. તેં મને ફોનમાં બધુ કર્યુ.. સાથે સાથે માં પાપા મારી સાથે લગ્ન કરાવવા તૈયાર થઇ ગયાં છે સાંભળીને મને ખૂબ જ આનંદ થયેલો અને આપણે બંન્નેએ માંબાબાને ખૂબજ થેંક્સ કીધુ હતું...
પણ ભાગ્યમાં હજી ઘણી ઉતર ચઢ હતી અને બીજાં દિવસે બધી એવી ઘટના ઘટી ગઇ કે પછી શું કહેવું ?
**************
મંદિરેથી ખાલી હાથે પાછાં આવ્યાં ત્યારે શિવરાજ ગુસ્સાથી ધુઆપુઆં હતાં એમણે નવીનતભાઇને કહ્યું "તમે બાજી બરાબર સંભાળી જ નહીં મેં કેટલો ખર્ચો કર્યો બધામાં તમારુ ધ્યાન રાખ્યુ પણ તમે મારું ધ્યાન ના જ રાખ્યુ છોકરીનો બાપ એને ઊંચકીને સીધો ગાડીમાં નાંખી આવ્યો કોઇ ચઢાવાની એક વસ્તુ ગાડીમાં ના લીધી... નથી એણે પંડિતનાં ફોર્મમાં સહી કરી બધુ કર્યુ કરાવ્યું પાણીમાં ગયુ.
વિપુલે કેવુ તમે કેમ ચિંતા કરો છઝો ? એ વાણીયો જીવ છે ધમકી આપીશુ મીયાંમીંદડી થઇ જશે. નવીનભાઈ કહે હાં હા મારો દોસ્ત છે હું નાનપણથી ઓળખું છું એની હિંમત જ નથી સામનો કરવાની.સાવ બીકણ છે ભલે વેપારી રહ્યો. તમ તમારે કાલે સવારે એનાં ઘરે જવાનું નક્કી કરો હું ફોન કરી દઊં છું કે છોકરાવાળાં એમનાં દીકરાની વહુને લેવા માટે આવે છે અને તમે તૈયારી કરી રાખો અને કંઇ આનાકાની કરી તો પછી તમે ફોન કરીને એની હેસીયત સમજાવી દેજો. એને ટેકો કરનાર કે મદદ કરનાર કોઇ છે જે નહીં તમે એની છોકરીને લઇ આવજો.
શિવરાજસિંહ કહે તમે રાત્રે ફોન કરી દો એટલે સવારે અને લેવા માટે પહોચી જઇશું નવીનકાકાએ કહ્યું કે હું અહીં જ રોકાયો છું રાત્રે તમારી સામે જ ફોન કરુ છું.
રાત્રે બરાબર 9 વાગ્યાં પછી નવીનકાકાનો મારાં પાપા પર ફોન આવ્યો કે મહેશભાઇ ખરુ થઇ ગયું નહીં ? છોકરી ચાલુ વિધીએ બેભાન થઇ ગઇ પણ કંઇ નહીં જે થાય સારાં માટે જ થયા કંઇ નહીં પણ હવે લગ્ન તો સંપન્ન થઇ ગયાં છે. દીકરી તો પારકી થાપણ થઇ ગઇ અહીંથી સવારે સારાં મૂહૂર્તે આ લોકો દીકરીને લેવા માટે આવવાનાં છે તો તમે એ રીતે તૈયારી રાખજો અને છોકરીનો ચઢાવો ઉતાવળમાં તમે લઇ જવાનું ભૂલ્યાં છો એ લઇને આવશે.
મારાં પાપાએ કહ્યું "ચઢાવો તમારે જ રાખવાનો છે એમાનું કંઇ મારાં ઘરમાં ના ખપે. મારું જે મારી છોકરીને આપવાનું હતું એ મારી પાસે જ છે એટલે એની ચિંતા નથી હવે વાત રહી દીકરીને મારે મારાં ઘરેથી વળાવવાની તો નવીન ખૂબ જ સ્પષ્ટ સાંભળી લે તું મારો મિત્ર થઇને નથી આવ્યો પણ દલાલ થઇને આવેલાં તું લબાડ દલાલ છે માણસ જ નથી તું ક્રૂર નીચ માણસ છે.
ખબરદાર જો મારાં આંગણે પગ પણ મૂક્યો છે તો હું મારી દીકરી વળાવવાનો જ નથી અને વળાવવાનો પ્રશ્નજ ક્યાં છે એનાં પેલાં બાયલા સાથે લગ્ન જ નથી થયાં પછી વળાવવાનો પ્રશ્ન કયાં આવ્યો ?
હું તમારાં બધાની મીલી ભગત જાણી ગયો છું ખબરદાર આવ્યાં છો તો હું પોલીસ કંપલેઇન કરીને બધાને જેલનાં સળીયા પાછળ ધકેલી દઇશ. ખબરદાર જો મારી છોકરીનું નામ દીધું છે તો ? ફરીવાર કદી ફોન કરીશ નહીં....
અને ખૂબ જ ગુસ્સામાં મારાં પાપાએ ફોન મૂકી દીધો મને પહેલીવાર એવું થયું કે મારાં માં પાપા બેઠાં છે મારાં માટે અને મારી આંખમાં આંસુ ઉભરાયાં....
વધુ આવતા અંકે --- પ્રકરણ-51